શુક્રવાર, 11 માર્ચ, 2016

સુવિચાર,


એક પંક્તિ મોરારી બાપુ ની....

"સાચુ જ બોલવાથી સાચુ નથી થવાતુ,
સારૂ જ બોલવાથી સારૂ નથી થવાતુ;

વિસ્તારવી પડે છે હદ આપણા હ્રદયની,
દાઢી વધારવાથી સાધુ નથી થવાતુ."

પ્રેરક પ્રસંગો


માનવ સંબંધો પર એક સરસ વાત !
તાળાની ચાવીઓ બનાવનાર એક
સરદારજીની દુકાનમાં એકદિવસ હથોડી અને
ચાવી નવરા પડ્યા.
ઘણા સમય પછી આજે નવરાશ
હતી એટલે બંને વાતોએ વળગી.
હથોડી થોડી નિરાશ હોય એવુ લાગ્યુ એટલે
ચાવીએ એનું કારણ પુછ્યુ.
હથોડીએ કહ્યુ, " યાર મને એ જવાબ આપ કે
આપણા બંનેમાંથી વધુ શક્તિશાળી અને મોટું
કોણ છે?"
ચાવીએ તો તુંરત જ જવાબ આપ્યો,
" આપ જ મારા કરતા મોટા અને શક્તિશાળી છો.
હું તો સાવ નાનકડી છું અને મારામાં લોખંડ પણ બહુ
ઓછુ વપરાયુ છે."
હથોડીએ કહ્યુ, " હું તારા કરતા મોટી અને
શક્તિશાળી હોવા છતાય તું
જેટલી સરળતાથી તાળાને ખોલી શકે છે
એટલી સરળતાથી હું કેમ તાળુ
ખોલી શકતી નથી ?
હું તો કેટલી વાર
સુધી મહેનત કરું ત્યારે માંડ તાળુ તુટે અને ઘણીવાર
તો ગમે એટલી મહેનત પછી પણ તુટતુ
નથી."
ચાવીએ હથોડીની સામે સ્મિત😇 આપીને
કહ્યુ,
" દોસ્ત, તું તાળાને ઉપરના ભાગે મારે છે અને
હું તાળાની અંદર જઇને પ્રેમથી એના હદયપર
મારો હાથ ફેરવું છું એટલે એ ખટાક દઇને બહુ
સરળતાથી ખુલી જાય છે."
મિત્રો👬👭,
લોકોને ખોલવા હોય
તો બહારના પ્રયાસો કરવાથી ન ખુલે એ માટે
એની અંદર જઇને(એને પુરી રીતે સમજીને)
એના હદયને પ્રેમથી સ્પર્શવામાં આવે તો ગમે
તેવા માણસનું હદય પણ તાળાની જેમ
સરળતાથી ખુલી જાય છે

પ્રેરક પ્રસંગો


માનવ સંબંધો પર એક સરસ વાત !
તાળાની ચાવીઓ બનાવનાર એક
સરદારજીની દુકાનમાં એકદિવસ હથોડી અને
ચાવી નવરા પડ્યા.
ઘણા સમય પછી આજે નવરાશ
હતી એટલે બંને વાતોએ વળગી.
હથોડી થોડી નિરાશ હોય એવુ લાગ્યુ એટલે
ચાવીએ એનું કારણ પુછ્યુ.
હથોડીએ કહ્યુ, " યાર મને એ જવાબ આપ કે
આપણા બંનેમાંથી વધુ શક્તિશાળી અને મોટું
કોણ છે?"
ચાવીએ તો તુંરત જ જવાબ આપ્યો,
" આપ જ મારા કરતા મોટા અને શક્તિશાળી છો.
હું તો સાવ નાનકડી છું અને મારામાં લોખંડ પણ બહુ
ઓછુ વપરાયુ છે."
હથોડીએ કહ્યુ, " હું તારા કરતા મોટી અને
શક્તિશાળી હોવા છતાય તું
જેટલી સરળતાથી તાળાને ખોલી શકે છે
એટલી સરળતાથી હું કેમ તાળુ
ખોલી શકતી નથી ?
હું તો કેટલી વાર
સુધી મહેનત કરું ત્યારે માંડ તાળુ તુટે અને ઘણીવાર
તો ગમે એટલી મહેનત પછી પણ તુટતુ
નથી."
ચાવીએ હથોડીની સામે સ્મિત😇 આપીને
કહ્યુ,
" દોસ્ત, તું તાળાને ઉપરના ભાગે મારે છે અને
હું તાળાની અંદર જઇને પ્રેમથી એના હદયપર
મારો હાથ ફેરવું છું એટલે એ ખટાક દઇને બહુ
સરળતાથી ખુલી જાય છે."
મિત્રો👬👭,
લોકોને ખોલવા હોય
તો બહારના પ્રયાસો કરવાથી ન ખુલે એ માટે
એની અંદર જઇને(એને પુરી રીતે સમજીને)
એના હદયને પ્રેમથી સ્પર્શવામાં આવે તો ગમે
તેવા માણસનું હદય પણ તાળાની જેમ
સરળતાથી ખુલી જાય છે

ગુજરાતી કહેવતો


👌101 ગુજરાતી કહેવતો..👌
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
😋તમને કેટલી કેહવત યાદ છે ?

💚૧, બોલે તેના બોર વહેચાય
💚૨. ના બોલવામાં નવ ગુણ
💚૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
💚૪. ડાહ્યી સાસરે ન જાય અને
💖ગાંડીને શીખામણ આપે
💚૫. સંપ ત્યાં જંપ
💚૬. બકરું કઢતા ઉંટ પેઠું
💚૭.રાજા, વાજા
💖 અને વાંદરાં ત્રણેય સરખાં
💚૮. સિધ્ધિ તેને જઈ વરે
💖જે પરસેવે ન્હાય
💚૯. બગલમાં છરી અને
💖ગામમાં ઢંઢેરો
💚૧૦. લૂલી વાસીદુ વાળે અને
💖 સાત જણને કામે લગાડે
💚૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો
💚૧૨. ખાલી ચણો વાગે ઘણો
💚૧૩. પારકી મા જ કાન વિંધે
💚૧૪. જ્યાં ન પહોચે રવિ,
💖ત્યાં પહોંચે કવિ
💖અને જ્યાં ન પહોંચે કવિ
💖ત્યાં પહોંચે અનુભવી
💚૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય
💚૧૬. દૂરથી ડુંગર રળિયામણાં
💚૧૭. લોભી હોય ત્યાં
💖ધૂતારા ભૂખે ન મરે
💚૧૮. શેરને માથે સવાશેર
💚૧૯. શેઠની શીખામણ ઝાંપા સુધી
💚૨૦. હિરો ગોગે જઈને આવ્યો
💖અને ડેલીએ હાથ દઈને
💖પાછો આવ્યો
💚૨૧. વડ જેવા ટેટા ને
💖બાપ જેવા બેટાં
💚૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ
💚૨૩. રામ રાખે તેને કોણ ચાખે
💚૨૪. ઊંટના અઢાર વાંકા
💚૨૫. ઝાઝા હાથ રળીયામણાં
💚૨૬. કીડીને કણ ને હાથીને મણ
💚૨૭. સંગર્યો સાપ પણ કામનો
💚૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
💚૨૯. નાચ ન જાને આંગન ટેઢા
💚૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે
💚૩૧. ચેતતા નર સદા સુખી
💚૩૨. સો દહાડા સાસુના
💖એક દાહડો વહુનો
💚૩૩. વાડ થઈને ચીભડાં ગળે
💚૩૪. ઉતાવળે આંબા ન પાકે
💚૩૫. સાપ ગયા અને
💖લીસોટા રહી ગયા
💚૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે
💚૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે
💚૩૮. કાશીમાં પણ
💖કાગડા તો કાળા જ
💚૩૯. કૂતરાની પૂંછડી
💖જમીનમાં દટો તો પણ
💖વાંકી ને વાંકી જ
💚૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં
💖અને વહુનાં લક્ષણ બારણાં માં
💚૪૧. દુકાળમાં અધિક માસ
💚૪૨. એક સાંધતા તેર તૂટે
💚૪૩. કામ કરે તે કાલા,
💖વાત કરે તે વ્હાલાં
💚૪૪. મા તે મા,
💖બીજા વગડાનાં વા
💚૪૫. ધીરજનાં ફળ મીઠાં
💚૪૬. માણ્યુ તેનું
💖સ્મરણ પણ લહાણું
💚૪૭. કૂવામાં હોય તો
💖હવાડામાં આવે
💚૪૮. સો સોનાર કી એક લૂહાર કી
💚૪૯. રાજા ને ગમે તે રાણી
💚૫૦. કાગનું બેસવુ
💖અને ડાળનું પડવું
💚૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
💚૫૨. ગાંડાના ગામ ન હોય
💚૫૩. સુકા ભેગુ લીલુ બળે
💚૫૪. બાવાનાં બેવુ બગડે
💚૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે
💖ત્યારે કપાળ ધોવા ન જવાય
💚૫૬. વાવો તેવું લણો
💚૫૭. શેતાનનું નામ લીધુ
💖શેતાન હાજર
💚૫૮. વખાણેલી ખીચડી
💖દાઢે વળગી
💚૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
💚૬૦. સંગ તેવો રંગ
💚૬૧. બાંધી મુઠી લાખની
💚૬૨. લાખ મળ્યાં નહિ
💖અને લખેશ્રી થયા નહિ
💚૬૩. નાણાં વગરનો નાથીયો ,
💖નાણે નાથા લાલ
💚૬૪. લાલો લાભ વિના ન લૂટે
💚૬૫. હિમ્મતે મર્દા
💖તો મદદે ખુદા
💚૬૬. પૈ ની પેદાશ નહી અને
💖ઘડીની નવરાશ નહી
💚૬૭. છાશ લેવા જવુ
💖અને દોહણી સંતાડવી
💚૬૮. ધોબીનો કૂતરો
💖ન ઘર નો , ન ઘાટનો
💚૬૯. ધરમની ગાયનાં
💖દાંત ન જોવાય
💚૭૦. હાથી જીવતો લાખનો ,
💖મરે તો સવા લાખનો
💚૭૧. સીધુ જાય અને
💖યજમાન રીસાય
💚૭૨. વર મરો, કન્યા મરો
💖પણ ગોરનું તરભાણું ભરો
💚૭૩. હસે તેનું ઘર વસે
💚૭૪. બેગાની શાદીમેં
💖અબ્દુલ્લા દિવાના
💚૭૫. ફરે તે ચરે,
💖બાંધ્યા ભૂખ્યા મરે
💚૭૬. ભેંસ આગળ ભાગવત
💚૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે
💖ને પાડોશીને આંટો
💚૭૮. રાત થોડી ને વેશ ઝાઝા
💚૭૯. ના મામા કરતાં
💖કાણો મામો સારો
💚૮૦. ભેંસ ભાગોળે
💖અને છાશ છાગોળે
💚૮૧. મન હોયતો માંડવે જવાય
💚૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે
💚૮૩. પારકી આશ સદા નીરાશ
💚૮૪. ઘરકી મુર્ગી દાલ બરાબર
💚૮૫. બાર વર્ષે બાવો બાલ્યો
💚૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા
💚૮૭. ભાવતુ હતું ને વૈદે કીધું
💚૮૮. જેને કોઇ ન પહોંચે
💖તેને તેનું પેટ પહોંચે
💚૮૯. નામ મોટા દર્શન ખોટા
💚૯૦. લાતોના ભૂત
💖વાતોથી ન માને
💚૯૧. ગાય વાળે તે ગોવાળ
💚૯૨. બાંધે એની તલવાર
💚૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા
💚૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
💚૯૫. મારું મારું આગવું
💖ને તારું મારું સહિયારું
💚૯૬. આગ લાગે ત્યારે
💖કૂવો ખોદવા ન જવાય
💚૯૭. આંધળામાં કાણો રાજા
💚૯૮. ઈદ પછી રોજા
💚૯૯. ખાડો ખોદે તે પડે
💚૧૦૦. ક્યાં રાજા ભોજ ,
💚ક્યાં ગંગુ તલી
💖૧૦૧. નમે તે સૌને ગમે

બહેન યાદ આવી?




ઉનાળાની બળબળતી બપોરે એક
ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ
જામી હતી. તાપથી રાહત
મેળવવા બધા પોતાના મનપસંદ
ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા. એક
ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને
વિખરાયેલા વાળ વાળી છોકરી જાત
જાતના પીણા પી રહેલા આ લોકોને
ટીકી ટીકીને જોયા કરતી હતી.

એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર
ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક
બોલાવી પણ
છોકરી ત્યાં આવવામાં સંકોચ
અનુભવતી હતી. કદાચ એના ગંદા અને
ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન
માણસો પાસે જતા અટકાવતા હશે આમ
છતા થોડી હિંમત કરીને એ નજીક આવી.
પેલા ભાઇએ પુછ્યુ, " તારે લસ્સી પીવી છે ?
" છોકરી 'હા' બોલી એ સાથે મોઢુ પણ
ભીનુ ભીનુ થઇ ગયુ. છોકરી માટે ડ્રાયફ્રુટ
સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર
આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ
છોકરીના હાથમાં આવ્યો અને એ
તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર
રહેલા કાજુબદામને જોઇ રહી. એણે
પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત
કરતા કહ્યુ, " શેઠ, જીંદગીમાં કોઇ દી આવુ
પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે."
આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ
પોતાના મોઢા તરફ આગળ કર્યો. હજુ
તો ગ્લાસ હોંઠને સ્પર્શે એ પહેલા એણે
પાછો લઇ લીધો.

ગ્લાસ દુકાનવાળા ભાઇને પાછો આપીને
એ છોકરી બોલી, " ભાઇ, મને આ લસ્સી પેક
કરી દોને. ગમે તે
કોથળીમાં ભરી દેશો તો પણ ચાલશે."
દુકાનવાળા ભાઇને છોકરી પર
થોડો ગુસ્સો આવ્યો. છોકરીને તતડાવીને
કહ્યુ, " છાનીમાની ઉભી ઉભી પી લે
અહીંયા. લસ્સીનું પેકીંગ કરાવીને તારે શું
કરવુ છે? "
છોકરીએ ભરાયેલા અવાજે દુકાનવાળાને
કહ્યુ, " ભાઇ, તમારી લસ્સી કેવી સરસ છે. ઘરે
મારે નાનો ભાઇ છે એને
આવી લસ્સી કેદી પીવા મળશે ?
મારા ભઇલા માટે લઇ જવી છે મને પેકીંગ
કરી આપોને ભાઇ ! "
છોકરીના આટલા શબ્દોએ
ત્યાં ઉભેલા દરેક
પુરુષની આંખના ખુણા ભીના કરી દીધા કારણકે
બધાને પોતાની બહેન યાદ આવી ગઇ.
મિત્રો, પોતાના ભાગનું કે
પોતાના નસિબનું જે કંઇ હોઇ એ એક બહેન
પોતાના ભાઇ માટે કુરબાન કરી દે છે
આવી પ્રેમના સાક્ષાત સ્વરૂપ સમી બહેનનું
તો આપણે કંઇક ઓળવી નથી જતાને ?
જરા તપાસજો

વાંચવા લાયક પુસ્તકો


►ઝેર તો પીધા છે જાણી જાણી - મનુભાઈપંચોળી
►સોક્રેટીસ - મનુભાઈ પંચોળી
►કૃષ્ણ નું જીવનસંગીત - ગુણવંત શાહ
►સેક્યુલર મુરરબો -- ગુણવંત શાહ
►કબિરા ખડા બાજાર મે -- ગુણવંત શાહ
►મન ના મેઘધનુષ - ગુણવંત શાહ
►મરો ત્યાં સુધી જીવો - ગુણવંત શાહ
►શ્વાસ ની એકલતા - ચંદ્રકાંત બક્ષી
►બક્ષીનામા - ચંદ્રકાંત બક્ષી
►પેરાલીસીસ - ચંદ્રકાંત બક્ષી
►ઇગો - ચંદ્રકાંત બક્ષી
►આકાર - ચંદ્રકાંત બક્ષી
►લીલી નસોમાં પાનખર - ચંદ્રકાંત બક્ષી
►બાકી રાત - ચંદ્રકાંત બક્ષી
►મહાજાતી ગુજરાતી - ચંદ્રકાંત બક્ષી
►જસ્ટ એક મિનીટ - રાજુ અંધારિયા
►સાત પગલાં આકાશ માં - કુન્દનિકા કાપડિયા
►પ્રેમ સમીપે - કુન્દનિકા કાપડિયા
►વંશ વિચ્છેદ - મહેશ યાજ્ઞિક
►અઘોર નગર વાગે- મોહનલાલ અગ્રવાલ
►ટારઝન - રમણલાલ સોની
►આંગતુક - ધીરુબેન પટેલ
►વાંસનો અંકુર - ધીરુબેન પટેલ
►પુરુષાર્થ ની પ્રતિમા ધીરુભાઈ અંબાણી -દિનકર પંડ્યા
►કુસુમમાળા - નરસિંહરાવ દિવેટિયા
►ટોલ્સટોયની ૨૩ વાર્તાઓ - ટોલ્સટોય ન હન્યતે– મૈત્રેયી દેવી સ્વર્ગની
►લગોલગ -મૈત્રેયીદેવી મનની વાત – સુધા મૂર્તિ
►મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ
►મન્ટોની વાર્તાઓ – શરીફા વીજળીવાળા
►અજાણીનું અંતર - શરીફા વીજળીવાળા
►અલગારી રખડપટ્ટી - રસિક ઝવેરી
►બાળપણના વાનરવેડા - વજુ કોટક
►વહાલના વલખા - જોસેફ મેકવાન
►આગંળિયાત - જોસેફ મેક્વાન
►ભદ્રમ્ભદ્ર - રમણલાલ નીલકંઠ

ગુરુવાર, 10 માર્ચ, 2016

પૈસા મોટા કે સંબંધ???


એક પાસપોર્ટ ઓફિસમાં હું અને મારો દોસ્ત ગયા હતા, મારે આમતો વેકેસન હતુંને ઘરે પણ કામ નહોતું, તો દોસ્ત સાથે એના કામમાં મદદ કરવા ગયો હતો.
આખો દિવસ લાંબી લાઈનમાં ઉભા રહ્યાને અમારો વારો આવ્યો તો બારી બંધ થઇ, થોડી ખીજ ચડી પણ દોસ્તે આજીજી કરી સાહેબ આખો દિવસ લાઈનમાં ઉભા છીએ, ખાલી ફી જ ભરવાની બાકી છે, લઈલ્યો તો સારું.
પણ બારીએ બેઠેલા સાહેબ બોવ ખીજાર, એણે દોસ્તને ખીજાઇને કહ્યું, મારો સમય પૂરો થયો ને આખો દી તારો બગડ્યો એ તારો વાંક, હું શું કરું??? બિચારો દોસ્ત તો કઈ બોલ્યો નહિ પણ મેં હિંમત કરી કીધું, થોડી મહેરબાની કરો તો કાલે અમારે ધક્કો નહિ, પણ સાહેબ નાં માન્યા.
અને બારી બંધ કરી લંચ કરવા બહાર નીકળ્યા, મને થાય લાવ કદાચને ક્યાંક છેળા અડે તો try કરું. સાહેબ, પાછળ ચાલ્યા તો સાહેબ ઓફિસની લોનમાં એકલા બેઠા, લંચબોક્ષ કાઢી શાકને રોટલી ખાવા લાગ્યા. મને થયું સાવ એકલો જ જમે છે. એટલે ત્યાં જઈ તેમની પાછળ બેઠા. મને આવતો જોઈ તે મને અવગણી જમવા લાગ્યો. મેં થોડા પાસે આવી પૂછ્યું, રોજ એકલાજ જમો?? સાહેબ? સાહેબે જોયા વગર કીધું હા. . .તને કઈ વાંધો?? મેં હસીને કીધુંનાં. . .અમસ્તા જ. એણે પૂછ્યું શું કામ છે? મેં કીધું સાહેબ વાંધો નાં હોય તો, તમારી સાથે જમી શકું?? એણે એક રોટલીના બે કટકા કરી, શાક ઉપર નાખી, બોક્ષનાં ઢાંકણામાં મને પીરસ્યું. મારો દોસ્ત તો આ જોતો રહ્યો, પણ હવે મેં મારી શિક્ષક્વ્રુતિ ચાલુ કરી. મેં એમને પ્રશ્નો પૂછ્યા, સાહેબ રોજ એકલા કેમ જમવાનું ભાવે?? ને એપણ ઓફિસમાં દોસ્તો વગર?
સાહેબનો એજ સળેલ જવાબ . .તારે શું છે? "તોયે બેશરમ બની કીધું, હું પણ સરકારી કર્મચારીને આજે રજા છે, મારે પણ બપોરે ટીફીનમાં જ જમવાનું હોય પણ દોસ્તો વગર એકલા નાં ભાવે. સાહેબે કીધું, મારે કોઈ દોસ્ત નથી, મારે એની જરૂર પણ નથી.
મેં કીધું તમે ખોટું બોલો છો, સંબંધો વગર જીવન નકામું છે. સાહેબ મૂછમાં મલકાણાને કીધું, ઘરે પણ એકલો જમું છું, ઘરવાળી પણ ઝગડી પિયર ચાલી ગઈ છે, બે વર્ષ થયા. એક દીકરી છે, ને માં છે. માં રોજ સવારે પાંચ રોટલી કરી દે છે. હું શાક બનાવી ટીફિન ભરી ઓફિસે આવું છું.
મને હવે ખબર પડી આવો ખરાબ સ્વભાવ કેમ છે?
તોયે પૂછ્યું, સાહેબ તમને નથી લાગતું રોજ લોકોને ધક્કા ખવડાવો એ સારી વાત નથી, અમે તો કાલે કે પરમ દિવસે કામ કરી ચાલ્યા જશું પણ હસતા મોઢે મિત્રતા બાંધતા હોવ તો ખોટું શું છે? આમ પણ કાલે મરી જવાના છીએ સંબંધો રાખવામાં ને મિત્રતા બાંધવામાં ખોટું શું છે? સાહેબે કીધું એક રોટલીમાં ઉપદેશ સારો આપો છો. મેં તોયે કીધું, નાં સાહેબ, આમ એકલા જીવવા કરતા દોસ્તી કરી જુવો. સાહેબે કીધું વાંધો નહિ, આવો ઓફિસમાં ને તમારું કામ પતાવી આપું. જતા જતા સાહેબને મેં thank you કીધું તો સાહેબે મારો નંબર માંગ્યો. ને કીધું હું ફોન કરું તો ઉપાડીશને છોકરા??? મેં કીધું દોસ્ત ઉપર ભરોસો રાખતા શીખો.
આ વાતને ચાર વર્ષ વીતી ગયા, હમણાં લગ્નગાળાની સિઝનમાં એક ફોન આવ્યો, મેં અજાણ્યો નંબર જોયોને ઉપાડ્યો, સામેથી. . . .હેલ્લો. . .માસ્તર સાહેબ. મેં કીધું કોણ?? પાસપોર્ટવાળો દોસ્ત, એક રોટલીમાં દોસ્તી કરી હતી યાદ આવ્યું. મેં કીધું હા સાહેબ. . . .એણે કીધું તારા ગયા પછી મેં દોસ્તીની શરૂઆત કરી, રોજ લોકો સાથે દોસ્તી કરતો. ઘરવાળીને મનાવા ગયો, એણે આવવાની નાં પાડી, મેં કીધું એકવાર ભેગો બેસાળી જમાડીશ એકજ થાળીમાં?? એણે જમવાનું પીરસ્યું ને એક જ થાળીમાં જમવા લાગી, જમતા જમતા રોવા લાગીને મારી સાથે ઘરે આવી ગઈ. આવતા અઠવાડિયે અમારી દીકરીના લગ્ન છે, તારે આખા પરિવારે આવવાનું છે. . .કંકોત્રી મોકલવી છે તો સરનામાં માટે ફોન કર્યો. . . ,હું કઈ બોલી શક્યો નહિ ખાલી. .આંખોમાંથી આંસુ નીકળી ગયા. . ,

Suvichar


વાત' અને 'મૂલાકાત'
     
       હંમેશા ટુકં મા પતાવાે

 'માન' વધશે અને 'વજન' પડશે..

🙏🏻 Ⴚტტმ ოტRႶiႶႺ 🙏🏻

હોળી ની કથાઓ


ભારતીય તહેવારો સાથે સંકળાયેલી માન્યતાઓ અને કથાઓ તેમની ઉત્પત્તિ પર પ્રકાશ નાખે છે. કદી લેખિત તો કદી મોખિક આ કથાઓ પેઢી દર પેઢી વારસો બનતી જાય છે. આ પ્રાચીન તહેવાર પર નજર નાખો તો કેટલાય નામ મળશે. શરૂના નામો 'હોળાકા', પછી 'હુતાશ્ની', 'ફાલ્ગુનિકા', 'હોળીકાત્સોવ', 'થી લઈને આજની 'હોળી' સુધી. આ હોળી સાથે સંકળાયેલા બે પ્રસંગો અમે રજૂ કરીએ છીએ -

પ્રથમ કથા - બાળકોને બીવડાવતી હતી રાક્ષસી -

યુધિષ્ઠિરે કૃષ્ણને પૂછ્યુ - ફાગણ પૂર્ણિમાએ દરેક ગામ અને નગરમાં એક ઉત્સવ કેમ થાય છે. દરેક ઘરમાં બાળકો કેમ મસ્તીમાં ખોવાય જાય છે, અને હોળિકા કેમ સળગાવવામાં આવે છે, આમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે.,. અને આને 'અડાડા' કેમ કહેવામાં આવે છે ? શ્રીકૃષ્ણએ યુદ્ધિષ્ઠિરને રાજા રધુના વિશે એક દંતકથા સંભળાવી. રાજા રધુ પાસે લોકો એ ફરિયાદ લઈને ગયા કે 'ઢોળ્ડા' નામની એક રાક્ષસી બાળકોને દિવસ-રાત સતાવતી રહે છે. રાજા દ્વારા પૂછવામાં આવતા તેમણે પુરોહિતે જણાવ્યુ કે પેલી માળીની છોકરી એક રાક્ષસી છે, જેણે શિવે વરદાન આપ્યુ છે કે તેને દેવ, માનવ, વગેરે નહી મારી શકે અને ન તો કોઈ શસ્ત્ર તેને મારી શકે કે ન તો ઠંડી, ગરમી કે વરસાદ તેને મારી શકે છે, પરંતુ શિવે એટલુ કહ્યુ કે તે રમતા બાળકોથી બી શકે છે. પુરોહિતે જણાવ્યુ કે ફાગણની પૂનમના રોજ શિયાળો સમાપ્ત થાય છેઅ એન ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય છે.

ત્યારે લોકો હંસે અને આનંદ મનાવે. બાળકો લાકડીના ટુકડા લઈને બહાર આનંદપૂર્વક નીકળી પડે. લાકડીઓ અને ઘાસ ભેગા કરે. રક્ષા મંત્રોની સાથે તેમા આગ લગાવે, તાળિઓ વગાડે, અને અગ્નિની ત્રણ વાર પ્રદક્ષિણા કરે. ખૂબ હસે અને મસ્તી, અટ્ટહાસ્ય કરવાથી તે રાક્ષસી મરી જશે. જ્યારે રાજાએ આ બધુ કર્યુ તો રાક્ષસી મરી ગઈ અને તે દિવસને અડાડા કે હોળિકા કહેવામા આવી.

બીજી કથા - હોળિકા અને પ્રહલાદ

આ તહેવારનો મુખ્ય સંબંધ પ્રહલાદ સાથે છે. પ્રહલાદ હતો વિષ્ણુ ભક્ત પણ તેણે એવા પરિવારમાં જન્મ લીધો હતો જેનો મુખ્ય માણસ ક્રૂર અને નિર્દયી હતો. પ્રહલાદના પિતા એટલે કે નિર્દયી હિરણ્યકશ્યપ પોતાની જાતને ભગવાન સમજતો હતો અને પ્રજા પાસે પણ એ જ આશા રાખતો હતો કે તેઓ પણ એની જ પૂજા કરે અને તેને જ ભગવાન માને. જે લોકો આવુ ન કરતા તેમને મારી નાખવામાં આવતા અથવા તો જેલમાં નાખી દેવામાં આવતા. જ્યારે હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભક્ત નીકળ્યો તો પહેલા તો તેને એ નિર્દયીએ ધમકાવ્યો અને પછી તેની પર અનેક દબાણો કર્યા કે તે વિષ્ણુની ભક્તિ છોડી હિરણ્યકશ્યપની પૂજા કરે. પણ પ્રહલાદને તો પોતાના ઈશ્વર પર શ્રધ્ધા હતી તેથી તે પોતાની ભક્તિથી ડગમગાયા વગર વિષ્ણૂની જ પૂજા કરતો.

બધા પ્રયત્નો કર્યા પછી પણ જ્યારે પ્રહલાદ ન માન્યો તો હિરણ્યકશ્યપે તેને મારવાનો વિચાર કર્યો. તે માટે તેણે ઘણા પ્રયત્નો કર્યા પણ પ્રહલાદ મર્યો નહી. છેવતે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોળિકા જેણે અગ્નિમાં ન બળવાનુ વરદાન હતુ તેને બોલાવી અને પ્રહલાદને મારવાની એક યોજના બનાવી. એક દિવસ નિર્દયી રાજાએ બધી બહુ લાકડીઓ ભેગી કરી અને તેમાં આગ ચાંપી દીધી. જ્યારે બધી લાકડીઓ તીવ્ર વેગથી બળવા લાગી, ત્યારે રાજાએ પોતાની બહેનને આદેશ આપ્યો કે તે પ્રહલાદને લઈને સળગતી લાકડીઓ વચ્ચે જઈ બેસે. હોળીકાએ એવુ જ કર્યુ. મગર દેવયોગથી પ્રહલાદ તો બચી ગયો, પરંતુ હોળીકા વરદાન પ્રાપ્ત હોવા છતાં બળીને રાખ થઈ ગઈ. ત્યારથી પ્રહલાદની ભક્તિ અને અસુરી રાક્ષસી હોળિકાની સ્મૃતિમાં આ તહેવારને મનાવતા આવી રહ્યા છે.

કેલેન્ડર


[1] ‘પંચાગ’ એટલે શું ?

જેમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એમ પાંચ અંગોની માહિતી આપવામાં આવી હોય એને પંચાગ કહે છે. તે પરથી શુભ-અશુભ મૂહુર્તો, યોગો વગેરે વિશે વિસ્તૃત માહિતી મેળવી શકાય છે.

[2] અધિક માસ કેમ આવે ?


ચાંદ્ર વર પરથી તિથિ, કરણ, વિવાહ, વાસ્તુ વગેરે કૃત્યો તથા વ્રત, ઉપવાસ, યાત્રાનો સમય વગેરે ઠરાવાય છે. માસ નિર્ણય પણ આ વર્ષ પરથી થાય છે. ચાંદ્ર વર્ષ પ્રમાણે મહિનાઓ નક્કી થાય છે અને સૌર વર્ષ પ્રમાણે વર્ષ નક્કી થાય છે. ચાંદ્ર વર્ષ સૂર્ય વર્ષ (સૌર વર્ષ કરતાં 10 દિવસ 21 કલાક અને 20 મિનિટ 35 સેકન્ડ) નાનું છે. આ તફાવત વધીને 30 દિવસનો થવા આવે ત્યારે એક ચાંદ્ર માસ વધારી બન્નેનો મેળ રાખવામાં આવે છે. આ વધારેલા માસને અધિક માસ કહે છે.






ચાંદ્ર માસમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. ચાંદ્રમાસ 30 દિવસ કરતા નાનો હોવાથી કોઈક વખત આગલા ચાંદ્રમાસની અમાસે સંક્રમણ થયું હોય અને બીજું સંક્રમણ બીજા માસની શુક્લ પ્રતિપદાએ થાય. અર્થાત, ચાંદ્રમાસ દરમિયાન સૂર્ય રાશિ બદલે નહિ તો તે માસને અધિકમાસ કહે છે. આથી જે માસમાં સંક્રાંતિ ન થાય અર્થાત સૂર્ય રાશિ ન બદલે તે માસને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસની પદ્ધતિ દાખલ કરવાનો આશય ઋતુમાન અર્થાત સાયન વર્ષ જોડે સંબંધ રાખવાનો છે. આમ ન હોત તો આપણા ઉત્સવો દરેક ઋતુમાં ફર્યા કરત. આ વર્ષે પ્રથમ જ્યેષ્ઠ અધિક માસ છે.




[3] પંચક અને મડાપંચક એટલે શું ?


કુંભના ચંદ્રથી શરૂ કરીને મીનના ચંદ્ર ઉતરતા સુધીના દિવસોને પંચક કહેવાય. ઘનિષ્ઠા નક્ષત્રથી રેવતી સુધીના નક્ષત્રોને પંચક કહેવામાં આવે છે. નવું મકાન બાંધવું, બળતણ લેવું, અગ્નિદાહદેવો, ઉત્તરક્રિયા કરવી, શૈયાદાન વગેરે તમામ કાર્યો તેમજ દક્ષિણ દિશાની મુસાફરી વગેરે પંચકમાં ન કરવું. વૈશાખ વદમાં જે દિવસે ચંદ્ર ઘનિષ્ઠા નક્ષત્રમાં આવે છે તે દિવસથી 9 મે દિવસે રોહિણી નક્ષત્રમાં આવે છે. આ નવ દિવસના પંચકને (બાકી આમ તો પંચક 5 દિવસ જ હોય) મડાપંચક એટલે કે ઘનિષ્ઠાવક પણ કહે છે. મડાપંચકમાં પણ શુભ કામ કરવા ઈચ્છનીય નથી.




[4] કમૂરતાં કયા થી કયા સમય દરમિયાન હોય ?


ઘનાર્ક એટલે કે માગશર-પોષ માસમાં ધનુસંક્રાંતિ દરમ્યાન, તેમજ મીનાર્ક એટલે કે ફાગણ-ચૈત્રમાં મીન સંક્રાંતિ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં લગ્ન ઈત્યાદિ માંગલિક કાર્યો માટે અયોગ્ય સમયને કમૂરતાં કહેવામાં આવે છે. મુંબઈ વગેરે પરશુરામક્ષેત્રમાં હોવાથી કમૂરતાંની ગણના કરવાની રહેતી નથી.




[5] ક્યા એવા અત્યંત શુભ દિવસો છે કે જેમાં પંચાગ જોવાની પણ જરૂર રહેતી નથી ?


ખાસ કરીને ચૈત્ર સુદ -1 એટલે કે ગુડીપડવો, અક્ષય તૃતિયા, વિજયાદશમી અને કારતક સુદ-1 (બેસતુ વર્ષ) આ ચાર મુહૂર્તમાં કોઈ પણ કાર્ય કરવા માટે પંચાંગ શુદ્ધિ જોવાની આવશ્યકતા નથી.




[6] વિંછુડો એટલે શું ?
હિન્દુઓમાં વિશાખા નક્ષત્રના અંતની પંદર ઘડીથી જયેષ્ઠા નક્ષત્ર મળીને ત્રણ નક્ષત્ર એટલે સવા બે દિવસનો સમય વિંછુડો કહેવાય છે. આ દિવસોમાં અનુરાધા નક્ષત્રના સમયમાં શુભકાર્ય કરી શકાય છે. ઈસ્લામમાં વિંછુડાને ‘કમરદર અકરબ’ કહેવાય છે. આ વિંછુડાના દિવસો દરમિયાન તેઓ લગ્ન અથવા મુસાફરી કરવાનું યોગ્ય ગણતા નથી.

] તિથિ ની રચના કેવી રીતે થાય છે ?


સૂર્ય ચંદ્રનો ભોગ સરખો થાય ત્યારે અમાવાસ્યાનો અંત ગણાય છે. સૂર્ય કરતાં ચંદ્રની ગતિ વિશેષ ઝડપી હોવાથી સૂર્યથી આગળ ચંદ્ર જાય છે. આમ બંને વચ્ચે બાર અંશ અંતર પડવાને જે કાળ લાગે છે તેને તિથિ કહેવામાં આવે છે. એક ચાંદ્રમાસમાં (360/12 = 30) 30 તિથિ થાય છે. અત્રે ખાસ યાદ રાખવું કે તિથિ બદલાવાનો સમય જુદો જુદો હોય છે, પણ વાર કોઈ દિવસ મધ્યરાત્રીએ બદલાતા નથી. મધ્યરાત્રિએ માત્ર અંગ્રેજી તારીખ જ બદલાય છે. વાર સવારે સૂર્યોદય પછી જ બદલાય છે. જો આજે ગુરૂવાર હોય તો આવતી કાલના સૂર્યોદય પછી જ શુક્રવાર બેસે છે.

[8] નક્ષત્ર એટલે શું ? તે કેટલા છે ?


800 કળાએ 13 અંશ 20 કળાનો એક ભાગ – આ પ્રમાણે નક્ષત્ર મંડળના 27 ભાગ કરી તે પ્રત્યેક નક્ષત્રભાગ અને તે ભાગને ભોગવવામાં ચંદ્રને જે કાળ લાગે છે તેને નક્ષત્ર કહે છે. નક્ષત્ર 27 છે. જેના નામ આ મુજબ છે : અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરા ષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા (શતતારા), પૂર્વભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા અને રેવતી.


9] યાત્રા-પ્રવાસ માટે કઈ તિથિઓ, નક્ષત્ર અને વાર શુભ ગણાય ?


તીર્થયાત્રા- પરદેશગમનને યાત્રા કહેવાય છે. સુદ 1, 4, 6, 9, 12, 14, 15 અને અમાસ નો ત્યાગ કરવો. અશ્વિની, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, અનુરાધા, શ્રવણ, ઘનિષ્ઠા અને રેવતી યાત્રા વગેરે માટે શુભ નક્ષત્રો છે. ભરણી, કૃતિકા, આદ્રા, આશ્લેષા, મઘા, સ્વાતિ, ચિત્રા, વિશાખા, પૂ.ભા. અને જન્અને જન્મનક્ષત્ર ત્યાગવું. બાકીના 9 નક્ષત્રો મધ્યમ છે. સોમ, ગુરુ અને શુક્રવાર શુભ ગણાય.




[10] વર્ષ કેટલા પ્રકારના છે ?


હિન્દુસ્તાનમાં વિક્રમસંવત ત્રણ પ્રકારે છે. ઉત્તર હિંદુસ્તાનમાં ચૈત્ર માસથી, કચ્છ હાલારમાં અષાઢ માસથી અને ગુજરાત કાઠિયાવાડના પ્રદેશોમાં કારતક માસથી વર્ષ બદલાય છે. મહાવીર સંવત જૈન લોકોમાં હોય છે જે કારતક સુદ 1 થી જ શરૂ થાય છે. અંગ્રેજી પ્રમાણે ઈસ્વીસન જાન્યુઆરી 1 થી શરૂ થાય છે.

વિચારો ના વમળમાં


મને ગમ્યું - તમને પણ કદાચ ગમશે...........

            💢

હોશીયાર માણસથી ભુલો થાય તેવુ ક્યારેક બને
પણ ભુલોથી માણસ હોશીયાર થાય તેવુ જરૂર બને છે.

             💢

પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ, પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ..

               💢

તું સંબંધમાં પણ માપપટ્ટી રાખે છે , બાકી મારે તો શૂન્યથી પણ ઓછા અંતરે આવવું છે. !!!

              💢

વિધાતા પણ કંઇક એવી જ રમતો કરે છે ક્યાંક અપેક્ષા જગાડે અને તરત જ જે સજાવેલુ હોય
તે બદલી નાખે.                                

                 💢

ગણો તો હું અસંખ્ય છું, ભણો તો નિગમ છું,
નિરખો તો સગુણ છું, પરખો તો નિર્ગુણ છું.!!

           💢

ભલે ને અટપટા સૌ દાખલા છે સંબંધો માં....
પણ અહમને બાદ કરો તો જવાબ સહેલા છે....

           💢

નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે,
ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે...!!!

            💢

ખોટી અપેક્ષા માં જ હારી જવાતુ હોય છે નિઃસ્વાર્થ સબંધ નિભાવવા માં ક્યાં દરેક થી જીવાતુ હોય છે..?

               💢

રોજ પિરસતી કંઈક વ્યથાઓ, દાતાઓ બેનામ..

               💢

માન્યુ કે એટલી સરળ આ વાત નથી, પણ
અંત વગર નવી શરૂઆત નથી. બને એવું કે શબ્દોથી, કદી વિખવાદ પણ સર્જાય,
ને ક્યારેક મૌન ના સેતુ થકી સંવાદ પણ સર્જાય...!!

               💢


સુખ એટલે નહીં ધારેલી , નહીં માગેલી અને છતાં ...ખૂ......બ ઝંખેલી કોઈ કીમતી પળ...

               💢

ધર્મ એટલે શું ? ધર્મ ની સૌથી સરળ વ્યાખ્યા ...
કોઈ ના પણ આત્માને તમારા કારણે દુ:ખ ના
પહોચે એની 'તકેદારી' એટલે ધર્મ...

               💢

સારું હ્દય અને સારો સ્વભાવ બંને જરુરી છે.
સારા હદય થી કેટલાય સંબંધો બને છે અને
સારા સ્વભાવ થી તે સંબંધો જીવનભર ટકે છે.

               💢

અભાવ માં રહેવાના આપણા સ્વભાવને લીધે જે મળ્યું છે એનું સુખ ટકતું નથી ને નથી મળ્યું એનું દુઃખ જતું નથી.

               💢

રોટલો કેમ રળવો તે નહિ પણ દરેક કોળિયાને મીઠો કેવી રીતે બનાવવો તેનું નામ કેળવણી...

               💢

મજાક મસ્તી તો જીવનમાં ઓક્સિજન નું કામ કરે છેે. બાકી તો માણસ પળે પળ ગુંગળાઇ ને જ મરે છે.

સામાજિક વિજ્ઞાન ઘો. 7


ગુજરાત ના ઇતિહાસ વિશે...
રાજા વનરાજ ચાવડા જયશિખરી ના પુત્ર હતાં. વનરાજ ના મિત્ર અણહિલ ના નામ પર થી અણહિલપુર પાટણ નામ રખાયુ છે.અને વનરાજ ના સેનાપતી ચાંપરાજ ના નામ પરથી ચાંપાનેર નામ રખાયુ છે.
ચાવડાવંશનો સમયગાળો:ઇ.સ.૭૪૬ થી ૯૪૨
ચાવડાવંશ ના રાજાઓ: વનરાજ,યોગરાજ,ક્ષેમરાજ,ભુવડ,વૈરસિંહ,રત્નાદિત્ય,સામંતસિંહ(છેલ્લો રાજા)
સોલંકી રાજાઓ..
સિધ્ધરાજ જયસિંહ: સોલંકીવંશ નો પ્રતાપી રાજા, માળવા જીત્યા બાદ ‘અવંતીનાથ’ નુ બિરૂદ ધારણ કર્યુ. જુનાગઢ જીત્યા બાદ ‘જયસિંહ’ નુ બિરૂદ ધારણ કર્યુ.
સિધ્ધહેમ શબ્દાનુશાશન ગ્રંથ લખાવ્યો (હેમચંદ્રાચાર્ય પાસે)
સિધ્ધપુર ના રુદ્રમહાલય,પાટણ નુ સહસ્ત્રલીંગ તળાવ, ધોળકા નુ મલાવ તળાવ, વગેરે ના બાંધકામો મા સિધ્ધરાજ નો મહ્ત્વ નો ભાગ છે.
સિધ્ધરાજ ની માતા મિનળદેવી એ સોમનાથ જતા યાત્રીઓ માટે નો કર નાબુદ કરાવ્યો. અને રાણી ઉદયમતી એ રાણકીવાવ પણ બંધાવી.
રાજાઓ: મુળરાજ,ચામુંડરાજ,ભિમદેવપહેલો,કર્ણદેવ,સિધ્ધરાજ,કુમારદેવ,અજયપાળ,ત્રિભુવનપાળ
સ્વામી દયાનંદ સરસ્વતી: જન્મ- ટંકારા (મોરબી પાસે)
સ્વામીજી એ ૧૮૭૫ મા આર્યસમાજ બનાવ્યો
કાંગડીગુરુકુળ ની સ્થાપના કરી.
સત્યાર્થપ્રકાશ નામે ગ્રંથ લખ્યો.
મુળનામ: મુળશંકર કરશનજી ત્રવાડી.
પંડીત રવિશંકર મહારાજ
તેમનો જન્મ રઢુ ગામે થયો હતો.
પિતા નુ  નામ શિવરામ વ્યાસ હતુ.
કાળાકાયદા નો વિરોધ કર્યો અને આઝાદી ની લડત વખતે હિંદસ્વરાજ પુસ્તક ઘેર ઘેર વહેતુ કર્યુ, ગુજરાત રાજ્ય નુ ઉદઘાટન તેમના જસ્તે થયુ હતુ. ડાંડીકુચ વખતે તેઓ જે-તે સ્થળે વહેલા પહોચીં ને બધાની સેવા કરતા.
નાનાભાઇ ભટ્ટ: કેળવણીકાર હતા
દક્ષિણામુર્તી શિક્ષણ સંસ્થા ની સ્થાપના કરી.
૧૮૫૭ થી ગુજરાત મા સ્વતંત્ર્ય સંગ્રામો શરુ થયા હતા
ગુજરાત માં ૧૯૧૭ માં ખેડાસત્યાગ્રહ શરુ થયો. જે ગુજરાત નો સૌ પ્રથમ સંગ્રામ હતો.
તેમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ અગ્રણી હતા. આ સત્યાગ્રહ ખેડુતો નો પાક નિષફ્ળ ગયો હતો ત્યારે પણ અંગ્રેજો એ કરવેરા માફ નહોતા કર્યા એ માટે  થયો .
આ સત્યાગ્રહ વખતે મોહનલાલ પંડયા ને ડુંગળીચોર નુ બિરુદ્દ મળ્યુ હતુ.
ગુજરાત મા ૧૯૨૩ મા બોરસદ સત્યાગ્રહ થયો.
બોરસદ મા બહારવટીયાઓ નો ત્રાસ વધવાથી અંગ્રજ સરકારે વધારે પોલીસ ની વ્યવસ્થા કરી આપી પણ એ વધારા ની પોલીસ નો ખર્ચ ત્યાના લોકો ના માથે મુક્યો જીથી લોકો મા રોષ ફેલાણો અને સત્યાગ્રહ શરુ થયો.(અંદાજે અઢી રુપિયા કર લગાડ્યો હતો)
આ સત્યાગ્રહ ની આગેવાની સરદાર વલ્લભભાઇ પટેલે લીધી હતી.
સત્યાગ્રહના ૩૮ મા દિવસે અંગ્રજ સરકારે નમતુ જોખ્યુ અને સત્યાગ્રહ સફળ રહ્યો.
બારડોલી સત્યાગ્રહ
ગુજરાત મા ૧૯૨૮ મા ખેડુતો પર ૨૨% કર વધારી દેવામાં આવ્યો જેથી લોકો મા સરકાર પ્રત્યે રોષ ફેલાણો અને લોકોએ સરદાર ની આ સત્યાગ્રહ ની આગેવાની લેવા માટે આમંત્રણ આપ્યુ. અને વલ્લ્ભભાઇ એ નેતૃત્વ સ્વિકાર્યુ. સરદાર ની સાથે સાથે જુગતરામ દવે અને રવિશંકરમહારાજ પણ આ સ્ત્યાગ્રહ માં જોડાયા. સત્યાગ્રહ સફળ રહ્યો અને વલ્લ્ભ્ભાઇ ને “સરદાર” નુ બિરૂદ મળ્યુ.ત્યારે સરદારે બારડોલી માં “સ્વરાજ આશ્રમ” ની સ્થાપના કરી.
દાંડીકુચ.(૧૨ માર્ચ ૧૯૩૦):
૧૨ માર્ચ ૧૯૩૦ થી અમદાવાદ ના સાબરમતી આશ્રમ થી શરુ થયેલ દાંડીકુચ એક ઐતિહાસિક લડત હતી. કુલ ૩૬૦ કી.મી. નુ અંતર બધા જ સત્યાગ્રહીઓએ ૨૪ દિવસ માં કાપ્યુ હતુ. અને પાંચમી એપ્રીલે દાંડી પહોચ્યા હતા અને ૬ એપ્રીલે બાપુએ મીઠા નો કાયદાનો ભંગ કર્યો હતો.કુલ ૭૬ સાથીદારો સાથે આ કુચ થઇ હતી.
ધરાસણા સત્યાગ્રહ : ગાંધીજી અને અબ્બાસ તૈયબજી જેવા મોટ નેતાઓ ની ધરપકડ થતા સરોજીની નાયડુ એ આ સત્યાગ્રહ ની આગેવાની લીધી હતી. ૨૨ મે ના દીવસે શરુ આ લડત મા ખાન અબ્દુલગફાર ખાને અહિંસક લડત કરી જેથી તેઓ “સરહદ ના ગાંધી” તરીકે ઓળખાયા.

હિન્દછોડો ચળવળ: ૯-૮-૧૯૪૨ ના રોજ મોટા મોટા નેતાઓ ની ધરપકડ થતા વિદ્યાર્થીઓ એ હડતાળો પાડી અને મિલમજુરો પણ ૧૨૦ દીવસ ની હડતાળ પર ઉતરી ગયા.આ જ સમયગાળા માં ઓગસ્ટ મહિના માં ખડિયા માં સરધસ નિકલ્યુ અને તેમા ઉમાકાંતકડીયા નામનો યુવા મૃત્યુ પામ્યો. ત્યારબાદ ગુજરાત કોલેજ ના મેદાન મા અંગ્રેજો સામે વિરોધપ્રદર્શણ માં વિનોદકીનારીવાલા નામ નો યુવાન પણ શહીદ થયો.
પુર્ણિમાબેન પકવાસા: સાપુતારા માં “ઋતુંભરા” વિદ્યાપીઠ ના સ્થાપક અને હરિજનવાસ માં બાળકો ને શિક્ષણ આપનાર,”ડાંગ ની દીદી” તરેકે પ્રખ્યાત પુર્ણિમાબેન પકવાસા એક કુશળ સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ એ કસ્તુરબાને પણ ભણાવેલા.
ચરોતર ના નરસિંહભાઇ પટેલ : નરસિંહભાઇ એ બંગાળી પુસ્તિકા “મુક્તિ કૌન પથેર” નો ગુજરાતી અનુવાદ કર્યો હતો. આ પુસ્તક મા બોમ્બ બનાવવાની પધ્ધતી હતી.
મુદ્દુલાબેન સારાભાઇ: વિદેશીકાપડ નો વિરોધ તથા દારુબંધી ના હિમાયતી  હતા

12 મી માચૅ દાંડીકુચ દિન



સને ૧૯૩૦ના માર્ચની ૧૧મીની રાત્રે જ લોકો વાળુ-પાણી કરીને આશ્રમમાં આવી ગયાં હતાં. ગાંધીજીને ક્યારે પકડી જાય તેનો કંઈ ભરોસો નહીં. ચાંદની રાતમાં લોકો રસ્તા પર ધુળમાં બેઠાં હતાં. બાળકો અને બહેનો પણ ટોળામાં હતાં. મધરાત થઈ તો પણ લોકો ખસતાં નથી. સવારના ત્રણ વાગ્યા. ઠંડીનો ચમકારો થયો. લોકોએ તાપણાં સળગાવ્યાં. ચાર વાગે બધાં પ્રાર્થના માટે તૈયાર થઈને બેઠાં. ગાંધીજીની પડખે બે મુત્સદ્દી બેઠા હતા- પ્રભાશંકર પટ્ટણી અને અબ્બાસ તૈયબજી. લોકો માતા નથી. પંડીત ખરેએ ગીત ઉપાડ્યું :
શુર સંગ્રામ કો દેખ ભાગે નહીં
દેખ ભાગે સોઈ શુર નહીં
પ્રાર્થના પછી લોકો આઘાપાછા થયા. સૈનીકો તૈયારીમાં પડ્યા. લોકોને, નેતાઓને, છાપાવાળાઓને, કેમેરાવાળાઓને એમ કે હમણાં પકડશે…હમણાં ચિ … પણ મહા બળીયા સાથે બાથ ભીડનાર સેનાપતીને એવી કોઈ ચીંતા જ નથી! એ તો પોતાના ખંડમાં જઈને પાછા ઘસઘસાટ ઉંઘી ગયા!
૧૯૩૦ની ૧૨મી માર્ચનું મંગળ પ્રભાત. બરાબર ૬-૦૦નો ટાઈમ થયો. પંડીતજીએ પ્રસંગને અનુરુપ પ્રીતમજીનું ભજન ગાયું :
હરીનો મારગ છે શુરાનો
નહીં કાયરનું કામ જોને
સત્યાગ્રહીઓ બબ્બેની હારમાં ગોઠવાઈ ગયા. તેમને ખબર હતી કે આ આખરી ફેંસલો છે. કેસરીયાં કરવાનાં છે. આશ્રમ ફરી જોવા મળે ન મળે! કુટુંબીઓએ છુપાવેલાં અશ્રુ સાથે, પણ હસતે મોઢે, ચાંલ્લા કરી વીદાય આપી. આવજો… ગાંધીજીને કસ્તુરબાએ કુમકુમનો ચાંલ્લો કર્યો, સુતરની આંટી પહેરાવી, હાથમાં લાકડી આપી. પછી નમસ્કાર કર્યા. બરાબર ૬ ને ૨૦ મીનીટે પોતાની ટુકડી સાથે આશ્રમની બહાર પગ મુક્યો.
પ્રાર્થના સભામાં જ તેમના મુખમાંથી ભાવી ભાખતા ઉદ્ગારો નીકળ્યા હતા : “મારો જન્મ બ્રીટીશ સામ્રાજ્યનો નાશ કરવા માટે જ થયો છે.” પછી સંકલ્પ જાહેર કર્યો હતો: “હું કાગડા-કુતરાને મોતે મરીશ, રખડી-રઝળીને મરીશ, પણ સ્વરાજ્ય લીધા વીના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી.”
અદ્ભૂત હતો એ પ્રસંગ!
દુર્લભ હતું એ દર્શન!
હીન્દુસ્તાનના ઈતીહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે એ દીવસ! સમગ્ર વીશ્વની નજર એ યુગપુરુષ ગાંધી તરફ મંડાયેલી હતી. હરદ્વાર એ હીન્દુ સંસ્કૃતીના જીવન અને મરણને સાંકળી લેતું આધ્યાત્મીક સંગમસ્થાન છે. ગંગામાં સ્નાન કરનાર પાપમુક્ત થઈ પુણ્યના પગથીયાનું આરોહણ કરે છે. દાંડીને હરદ્વારની ઉપમા આપી ગાંધીજી બોલી ઉઠ્યા હતા: “દાંડી તો મારું હરદ્વાર છે.” દાંડી માટે એવો ભાવ એમના મનમાં હતો. એ દાંડીમાં સ્વરાજ્યની ઈમારતનો પાયો ચણાવાનો હતો. એ દાંડી હીન્દની સ્વતંત્રતાનું પ્રવેશદ્વાર Gate way of Freedom બનવાનું હતું.
૧૯૩૦ની છઠ્ઠી એપ્રીલનો એ દીવસ હતો. બ્રીટીશ સરકાર આંખો પહોળી કરી મલકાય રહી હતી. સવારે ૬ વાગે ગાંધીજીએ લંગોટીભેર સમુદ્રસ્નાન કરી, ૬-૩૦ વાગે વાસી શેઠના બંગલા પાસે સુરક્ષીત રાખેલા ખાડામાંથી ચપટી નમક ઉપાડી કાયદાનો ભંગ કર્યો. હજારો લોકોના ગગનભેદી નાદ ગાજી ઉઠ્યા: “નમક કા કાનુન તોડ દીયા.” મીઠાની ચપટી ભરી એ યજ્ઞપુરુષે અગમવાણી ઉચ્ચારી: “બ્રીટીશ સામ્રાજ્યની ઈમારતના પાયામાં આથી હું લુણો લગાડું છું.” આ શબ્દો બોલતી વખતે ગાંધીજીનો આત્મા કેટલી ઉત્કૃષ્ટ કક્ષાએ હશે તેની તો કલ્પના જ કરવી રહી. પછી એ વીશ્વવંદ્ય વીભુતીએ વીદેશી પત્રકારોને લખીને આપ્યું : “I want world sympathy in this battle of right against might.” “સત્તાબળ સામે ન્યાયની આ લડતમાં હું વીશ્વની સહાનુભુતી ઈચ્છું છું.” છઠ્ઠી એપ્રીલની એ ભવીષ્યવાણી ૧૭ વરસ પછી ૧૯૪૭ના ઑગષ્ટની ૧૫મી તારીખે સાચી પડી.
સરકારી માણસોએ તો કુદરતી રીતે પાકેલું મીઠું માટીમાં ભેળવી દીધું હતું. પણ સુલતાનપુરના છીબુભાઈ કેશવભાઈએ અગમચેતી વાપરી એક ખાડામાં થોડું મીઠું હતું ત્યાં કાંટીયાં નાખી દીધાં હતાં. એ રીતે છીબુભાઈએ આપેલો ફાળો અનન્ય છે. કાંઠા વીભાગની પ્રજા એ ભુલી શકે નહીં. તે પછી ગાંધીજી આટ, ઓંજલ, સુલતાનપુર પણ ગયા હતા. આટની ખાંજણમાંથી મીઠું ઉપાડ્યું હતું. પોલીસે આચાર્ય મણીભાઈ અને મનુભાઈ ડૉક્ટર (સ્વામીજી)ની ધરપકડ કરી હતી. દાંડીમાં પીવાના પાણીની અગવડ હતી. બીજાં ગામોમાંથી બળદગાડાં મારફતે પાણી લવાતું હતું. ટપાલની વ્યવસ્થા પણ ન હતી. અવરજવરની તકલીફ પડતી. એટલે ગાંધીજીએ ૧૬મીએ દાંડી છોડ્યું, અને કરાડીની ઝુંપડીમાં પોતાનો નીવાસ રાખ્યો. ૧૬મી એપ્રીલથી ૪થી મે સુધી ગાંધીજી કરાડીની ઝુંપડીમાં રહ્યા.

શ્રદ્ધા અને ધીરજ-બાળવાતાૅ


.

નારદ એક દેવર્ષિ હતા. નારદ મહાન યોગી હતા અને એ બધે સ્થળે વિહરતા.

એક દિવસ નારદ મુનિ વનમાંથી પસાર થતા હતા. ત્યારે એમણે એક માણસ જોયો તે ધ્યાન કરી રહ્યો હતો. એટલા બધા સમયથી એક જ સ્થિતિમાં એ ધ્યાન ધરી રહ્યો હતો કે એના શરીરની આસપાસ ઊધઈનો મોટો રાફડો થઈ ગયેલો.

એ માણસે નારદ મુનિને પૂછ્યું : “હે નારદ ઋષિ, આપ ક્યાં જાઓ છો ?”

નારદે કહ્યું : “વૈકુંઠમાં જાઉં છું.”

પેલો માણસ કહે : “તો ભગવાનને પૂછજો કે તેઓ મારા પર ક્યારે કૃપા કરશે ? મને ક્યારે મુક્તિ મળશે ?”

આગળ જતાં નારદે બીજા માણસને જોયો.એ મસ્તીમાં નાચતોકૂદતો ગાતો હતો.

એ માણસે પૂછ્યું : “હે નારદ ઋષિ, તમારી સવારી ક્યાં ઊપડી છે ?”

એ માણસનો અવાજ અને બોલવા-ચાલવાની એની રીત ઉન્માદભરી હતી.

નારદે કહ્યું : “ભાઈ, હું વૈકુંઠ જાઉં છું.”

પેલો માણસ કહે : “તો જરા પૂછતા આવશો કે મને મુક્તિ ક્યારે મળશે ?”

નારદ ચાલ્યા ગયા.

ઘણા સમયા પછી નારદ મુનિ પાછા એ જ રસ્તે થઈને નીકળ્યા અને જુએ તો શરીરની આસપાસ ઊધઈના રાફડાવાળો માણસ ત્યાંજ બેઠો બેઠો ધ્યાન ધરતો હતો.

નારદ મુનિને જોઈને એ માણસે પૂછ્યું : “હે નારદ ઋષિ, ભગવાનને મારા વિશે આપે પૂછ્યું હતું ?”

નારદ કહે : “જરૂર.”

માણસે આતુરતાથી પૂછ્યું : “ભગવાને શું કહ્યું ?”

નારદ બોલ્યા : “ભગવાને કહ્યું કે ‘ચાર જન્મ પછી તમારીમુક્તિ થશે’.”

આ સાંભળીને પેલો માણસ રડવા લાગ્યો અને ગદગદ કંઠે બોલ્યો : “મારા શરીરની આસપાસ ઊધઈનો મોટો રાફડો જામ્યો ત્યાં સુધી મેં ભગવાનનું ધ્યાન ધર્યું, છતાં હજુ મારે ચાર જન્મમાંથી પસાર થવાનું છે ?”

નરદ મુનિ આગળ ચાલ્યા, તો પેલો પાગલ જેવો માણસ મળ્યો. તેણે હસતાં હસતાં પૂછ્યું : “નારદ ઋષિ, તમે ભગવાનને મારા વિશે પૂછ્યું હતું કે પછી રામ તારી માયા ?”

નારદ કહે : “અરે, એ તે કંઈ ભુલાય !”

માણસે પૂછ્ય્તું : “ભગવાને કશું કહ્યું કે ?”

નારદ કહે : “આ સામે આંબલીનું ઝાડ દેખાય છે ને એની ઉપર જેટલાં પાંદડાં છે એટલા જન્મમાંથી તમારે પસાર થવાનું છે ! ત્યારબાદ તમને મુક્તિ મળશે.”

એ સાંભળીને પેલો પાગલ આનંદથી નાચવા લાગ્યો. તે બોલ્યો : “મને આટલા ટૂંકા વખતમાં મુક્તિ મળશે ? વાહ ! ભાઈ, વાહ !”

ત્યાં તો એ જ વખતે આકાશવાણી સંભળાઈ : “હે વત્સ ! તું આ ઘડીથી મુક્ત છો !”

એની અખૂટ ધીરજનું એ ફળ હતું. ગમે તેટલા જન્મ સુધી એ સાધના કરવા તૈયાર હતો, કશાથી એ નિરાશ ન થયો. પહેલા માણસને માત્ર ચાર જન્મનો સમય પણ બહુ લાંબો લાગ્યો. યુગો સુધી રાહ જોવાને તત્પર પેલા બીજા માણસના જેવી શ્રદ્ધાથી જ પરમપદને પામી શકાય છે.

વાંદરો અને મગર


એક સરોવરના કાંઠે મીઠાં બોરનું ઝાડ હતું તેના પર બેસીને વાંદરાભાઈ રોજ મીઠાં બોર ખાતા હતાં. વાંદરો અને મગર બન્ને દોસ્ત બની ગયાં.વાંદરો મગરને પણા બોર ખાવા માટે વાપરતો.બોર ખાઈને મગરે વિચાર્યુ કે રોજ મીઠાં બોર ખાઈને વાંદરાનું કલેજુ કેટલું મીઠું બની ગયું હશે! મોકો મળેતો વાંદરાનું કલેજુ ખાઈ જવું જોઈ એ.

બીજે દિવસે મગરે બાંદરાને કહ્યું.”વાંદરાભાઈ! આજે મારો હેપી-બર્થડે છે! તેથી તમારે મારે ઘેર જમવા આવવાનું છે.વાંદરો ઝાડ પરથી નીચે આવ્યો અને મગરની પીઠ પર બેસી ગયો.”ચાલો , મગરભાઈ તમારે ઘેર”.મગર પાણીમાં સડસડાટ ચાલવા લાગ્યો. “વાંદરાભાઈ! તમે મને જન્મદિવસની શું ગિફ્ટ આપશો? મગર સરોવરની વચ્ચે જઈને ઉભો રહ્યો અને બોલ્યો..”વાંદરાભાઈ મારે તમારું કલેજું ખાવું છે, રોજ મીઠાં બોર ખાઈને તમારું કલેજું કેટલું મીઠું થઈ ગયું હશે.” વાંદરાભાઈ બરાબર ફસાઈ ગયા હતાં. તો વાત એમ છે, મગરના મનમાં પાપ છે! હવે અહીં સરોવરની વચ્ચે હું ક્યાં જાવ? વાંદરાભાઈ એ બુધ્ધી વાપરી.. બોલ્યો..” અરે! મગરભાઈ! તમારે પહેલાં કહેવું જોઈને, કલેજુતો હું ઝાડ ઉપર રાખીને આવ્યો છું, ચાલો પાછા જઈને લઈ આવીએ.” એમ છે તો ચાલો પાછા જઈએ..જેવો મગર વાંદરાને કિનારે લઈ આવ્યો કે તરત વાંદરો કૂદકો મારી ઝાડા ઉપર ચડી ગયો. ઝાડ ઉપર ચડી વાંદરો બોલ્યો..” અરે! દૂષ્ટ મગર! મેં તને રોજ મીઠાં બોર ખવડાવ્યા અને તું મને જ ખાઈ જવાનો વિચાર કરતો હતો! જા! તારી આ નઠારી દોસ્તી તારી પાસ અને હવેથી બોર પણ તને કદી નહીં આપું!!!

સુવિચાર


:- "જિંદગી બદલી નાખે તેવું કડવું સત્ય



ચકલી જયારે જીવિત રહે છે ત્યારે તે

કીડીઓને ખાય છે,

ચકલી જયારે મરે છે ત્યારે

કીડીઓ એને ખાય જાય છે

એટલા માટે એ વાતનું ધ્યાન રાખો કે “સમય અને સ્થિતિ” ક્યારેય પણ બદલી શકે છે.

- એટલા માટે ક્યારેય કોઈની અપમાન ન કરવું.

- ક્યારેય કોઈને નીચા ન ગણવા.

- તમે શક્તિશાળી છો પણ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે.

- એક વૃક્ષથી લાખો માચીસની સળીઓ બનાવી શકાય છે,

પણ એક માચિસની સળીથી લાખો વૃક્ષ પણ સળગી જાય છે.

- કોઈ માણસ કેટલો પણ મહાન કેમ ન હોય, પણ કુદરત ક્યારેય કોઈને મહાન બનવાનો મોકો નથી આપતો.

- કંઠ આપ્યો કોયલએ તો, રૂપ લઇ લીધું.

- રૂપ આપ્યું મોરને તો, ઈચ્છા લઇ લીધી.

- આપી ઈચ્છા ઇન્સાનને તો, સંતોષ લઇ લીધો.

- આપ્યો સંતોષ સંતને તો, સંસાર લઇ લીધો.

- આપ્યો સંસાર ચલાવવા દેવી-દેવતાઓને તો, તેની પાસે પણ મોક્ષ લઇ લીધો.

- ન કરશો ક્યારેય અભિમાન, પોતાની જાત પર ‘એ ઇન્સાન’

ભગવાને મારી અને તમારી જેવા કેટલાને માટીથી બનાવ્યા છે અને માટીમાં મેળવી નાખ્યા છે.



માનવી ફક્ત ત્રણ વસ્તુઓ માટે જ મહેનત કરે છે –

મારું નામ ઊંચું થાઇ.
મારા કપડા સારા હોય.
મારું મકાન સુંદર હોય.

પરંતુ, માણસ જયારે મરે છે ત્યારે ભગવાન તેની આ ત્રણેય વસ્તુ

સૌથી પહેલા બદલી નાખે છે.

નામ – (સ્વર્ગીય)
કપડા – (કફન)
મકાન – (સ્મશાન)
જીવનનું કડવું સત્ય, જેને આપણે સમજવા જ નથી માંગતા...

આ સરસ પક્તિ જે પણ મહાન પુરુષે લખી છે

તેણે શું સુંદર લાઈન લખી છે.

એક પથ્થર ફક્ત એક જ વાર મંદિર જાય છે અને ભગવાન બની જાય છે...

જયારે

માનવી દરરોજ મંદિર જાય છે તો પણ પથ્થર જ રહે છે....

સુંદર લાઈન

એક મહિલા પુત્રને જન્મ આપવા માટે પોતાની સુંદરતાનો ત્યાગ કરે છે....

અને

તે જ પુત્ર એક સુંદર પત્ની માટે પોતાની માતા નો ત્યાગ કરે છે....



લાઈફમાં આપણને બધી જગ્યાએ

“સક્સેક” જોઈએ છે.

ફક્ત ફૂલ વાળાની દુકાન એવી છે

જ્યાં આપણે કહીએ છીએ કે

“હાર” જોઈએ છે.

કારણકે

આપણે ભગવાનથી

“જીતી” નથી શકતા...!!

********************

ધીરે ધીરે વાંચો આ અમુલ્ય મેસેજને...

આપણે અને આપણા ભગવાન

બંને એક જેવા જ છીએ.

જે રોજ ભૂલી જઈએ છીએ...

તે આપણી ભૂલોને અને...

આપણે તેમની મહેરબાનીઓને....

બુધવાર, 9 માર્ચ, 2016

વાતાૅ. બાજરી નું દોરડું


અકબરના દરબારમાં મોટા ભાગના દરબારીઓ બિરબલની ખૂબ જ ઇર્ષા કરતા. એક દિવસ બધાએ ભેગા થઈને તેને ફસાવવાનું નક્કી કર્યું. તેમણે બાદશાહના મહાવતને સમજાવ્યો કે તું રાજાને જઈને કહે કે તમારો હાથી એવો ગાંડો થયો છે કે કોઈના કાબૂમાં નથી તેમણે રાજવૈદને પણ આ કાવતરામાં સામેલ કરી દીધા.દરબારીઓમાંથી એક દરબારીને નેતા બનાવ્યો.
મહાવત તો રાજા પાસે ગયો અને તેને જેમ સમજાવ્યું હતું તેમે બોલ્યો. રાજાએ તરત રાજવૈદને બોલાવ્યા અને તેંપ ઇલાજ કરવા કહ્યું. રાજવૈદે પણ તેને સમ્જાવ્યું હતું તેમ તરત કહ્યું કે જો બાજરીના છોડના ડૂંડાનું દોરડું વણી તેના વડે જો હાથીને બાંધીએ તો જ તે કાબૂમાં આવશે.
અકબરે તો રાજસભામાં એલાન કર્યું કે જે બાજરીના ડૂંડામાંથી દોરડું વણી લાવશે તેને 1000 સોનામહોરો આપવામાં આવશે. બધા જ વિચારમાં પડી ગયા. અકબરે 15 દિવસનો સમય આપ્યો હતો. પંદર દિવસ પછી રાજદરબાર ભરાયો અને અકબરે દોરડા વિષે બધાને પૂછ્યું પણ બધા જ નીચું માથું કરી બેસી રહ્યા. કોઈને ખબર ન હતી કે આવું દોરડું કેવી રીતે બનાવાય. બધા મૂંઝાયા.
પેલા નેતા બનેલા દરબારીએ આ તકનો લાભ લઈ કહ્યું અરે આપણા દરબારમાં બિરબલ જેવા બાહોશ માણસ તો છે. બધા કેમે ગભરાઓ છો અકબર પણ તરત બોલ્યા હા…..હા… બિરબલને તો ખબર જ હશે કે આ દોરડું કેવી રીતે બનાવાય તેમણે બિરબલને પૂછ્યું બિરબલ સમજી ગયો કે આ તો તેને ફસાવવા માટેની ચાલ છે. તે તો ઘણો જ ચાલક હતો તે બોલ્યો જહાંપનાહ મને દસ મિનિટનો સમય આપો. રાજા બોલ્યા ભલે… બિરબલ તરત જ ઘેર ગયો અને એક ચાળણી લઈ આવ્યો અને બોલ્યો દોરડું તો હું વણી આપું પણ તેના માટે મારે ખાસ પ્રકારનું પાણી બનાવવું પડે જો આ નેતા દરબારી મને પાણી આ ચાળણીમાં ભરીને આપે તો હું તરત જ મારું કામ શરૂ કરી દઉં.
રાજાએ પેલા દરબારી નેતાને ચાળણી આપી અને પાણી ભરી લાવવા કહ્યું. નેતા દરબારી તો રડમસ થઈ ગયા. તેમણે કહ્યું બાદશાહ આ તો અશક્ય જ છે. ચાળણીમાં તે કોઈ દિવસ પાણી ભરી શકાય ખરું બિરબલ બોલ્યો જહાંપનાહ આતો મને ફસાવવાની એક યુક્તિ છે.
રાજા સમજી ગયો તેણે દરબારીને સજા ફરમાવી. દરબારીએ પોતાનો ગુને કબૂલ કર્યો. મહાવત રાજવૈદ અને બધા જ દરબારીઓને રાજાએ શિક્ષા કરી.બધાએ બિરબલની ચતુરાઈનાં વખાણ કર્યા. રાજાએ બિરબલને 1000 સોનામહોરો આપી.

THINK POSITIVE


"આપણને આવતા ખરાબ વિચારો"
એકવખત સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા.
દરિયા કિનારે એણે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો.
બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા.
એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે.
સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે.
થોડીવારમાં સમુદ્રમાંથી “બચાવો” “બચાવો” ની બુમો સંભળાઇ`. સંते જોયુ કે એક માણસ દરિયામાં ડુબી રહ્યો છે.
પણ પોતાને તો તરતા આવડતું નહોતું એટલે એ જોવા સિવાય બીજુ કંઇ જ કરી શકે તમે નહોતા.
સ્ત્રીના ખોળામાં માથુ મુકીને સુતેલો પેલો પુરૂષ ઉભો થયો અને ડુબતા માણસને બચાવવા એ સમુદ્રમાં કુદી પડ્યો.
થોડીવારમાં તો એ પેલા માણસને બચાવીને સમુદ્રકિનારે લઇ આવ્યો.
સંત વિચારમાં પડી ગયા કે આ માણસને સારો ગણવો કે ખરાબ ?
એ પેલા પુરૂષ પાસે ગયા અને પુછ્યુ, “ ભાઇ તું કોણ છે અને અહીંયા શું કરે છે ?”
પેલા પુરૂષે જવાબ આપ્યો કે હું એક ખારવો છુ અને માછીમારીનો ધંધો કરુ છુ. આજે ઘણા દિવસો પછી સમુદ્રની સફર કરીને વહેલી સવારે અહીંયા પહોંચ્યો છું.
મારી "માં" મને લેવા માટે સામે આવી હતી અને સાથે ઘેર બીજુ કોઇ ખાસ વાસણ ન હોવાથી આ દારુની બોટલમાં ઘેરથી પાણી ભરીને લાવી હતી.
ઘણા દિવસની મુસાફરીનો ખુબ થાક હતો અને સવારનું આ સુંદર વાતાવરણ હતું એટલે પાણી પી ને મારી "માં" ના ખોળામાં માથું રાખીને થાક ઉતારવા અહિંયા જ સુઇ ગયો.
સંતની આંખમાં આંસુ આવી ગયા કે હું પણ કેવો માણસ છું જે કંઇ જોયુ એ બાબતમાં કેવા ખોટા વિચારો કરવા લાગ્યો જ્યારે હકીકત કંઇક જુદી જ હતી!
કોઇપણ ઘટના માત્ર આપણને દેખાય એવી જ ન હોય એની એક બીજી બાજુ પણ હોય.......
THINK POSITIVE....
કોઈના વિશે કંઈ પણ decision લેતા પહેલા 100 વાર વીચારવુ જોઈએ.....હકારાત્મક વિચાર કેળવવા જોઈએ.........ઉ

પ્રભુનો સાદ


એક બહુમાળી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યુ હતું. લગભગ
10 માળ જેટલું કામ પુરુ થયું હતું. એક વાર સવારના સમયે
કંસ્ટ્રકશન કંપનીનો માલિક ઇમારતની મુલાકાતે આવ્યો.
એ 10માં માળની છત પર આંટા મારી રહ્યો હતો.
ત્યાંથી નીચે જોયુ તો એક મજુર કામ કરી રહ્યો હતો.
માલિકને મજુર સાથે વાત કરવાની ઇચ્છા થઇ.માલિકે
ઉપરથી મજુરને બુમ પાડી પણ મજુર કામમાં વ્યસ્ત
હોવાથી અને આસપાસ અવાજ થતો હોવાથી એને
માલિકનો અવાજ ન સંભળાયો. થોડીવાર પછી મજુરનું
ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે માલિકે ઉપરથી 10
રૂપિયાનો સિક્કો ફેંક્યો. આ સિક્કો મજુર કામ
કરતો હતો ત્યાં જ પડ્યો. મજુરે તો સિક્કો ઉઠાવીને
ખીસ્સામાં મુકયો અને કામે વળગી ગયો.માલિકે હવે
100ની નોટ નીચે ફેંકી. નોટ
ઉડતી ઉડતી પેલા મજુરથી થોડે દુર પડી.
મજુરની નજરમાં આ નોટ આવી એટલે લઇને
ફરીથી ખિસ્સામાં મુકી દીધી અને કામ કરવા લાગ્યો.
માલિકે હવે 500ની નોટ નીચે ફેંકી તો પણ પેલા મજુરે એમ
જ કર્યુ જે અગાઉ બે વખત કર્યુ હતું. માલિકે હવે
હાથમાં નાનો પથ્થર લીધો અને પેલા મજુર પર માર્યો.
પથ્થર વાગ્યો એટલે મજુરે ઉપર જોયું અને
પોતાના માલિકને ઉપર જોતા તેની સાથે વાત ચાલુ
કરી.મિત્રો, આપણે પણ આ મજુર જેવા જ છીએ.
ભગવાનને આપણી સાથે વાત કરવાની ઇચ્છા હોય છે એ
આપણને સાદ પાડીને બોલાવે છે પણ આપણે
કામમાં એવા વ્યસ્ત છીએ કે પ્રભુનો સાદ આપણને
સંભળાતો જ નથી. પછી એ નાની નાની ખુશીઓ આપવાનું
શરુ કરે છે પણ આપણે એ ખુશીઓને ખિસ્સામાં મુકી દઇએ
છીએ ખુશી આપનારાનો વિચાર જ નથી આવતો. છેવટે
ભગવાન દુ:ખ રૂપી નાનો પથ્થર આપણા પર ફેંકે છે અને
તુંરત જ ઉપર ઉભેલા માલિક સામે જોઇએ છીએ.
-----------------

રાષ્ટ્રીય શાયર મેઘાણીજી પુણ્યતિથિ


ઝવેરચંદ મેઘાણી પુણ્યતિથિ...
9 માર્ચ...
જન્મની વિગત- ૧૭-૦૮-૧૮૯૭
ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત
મૃત્યુની વિગત- ૦૯-૦૩-૧૯૪૭ (૫૦ વર્ષ)
બોટાદ, ભાવનગર, ગુજરાત
મૃત્યુનું કારણ- હ્રદય રોગ
રાષ્ટ્રીયતા- ભારતીય
અભ્યાસ - સંસ્કૃતમાં સ્નાતક
વ્યવસાય - સાહિત્યકાર (કવિ, લેખક)
ખિતાબ- રાષ્ટ્રીય શાયર
જીવનસાથી
દમયંતીબેન, ચિત્રદેવી
માતા-પિતા-
ધોળીબાઈ-કાળીદાસ


ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૧૭ ઓગસ્ટ, ૧૮૯૭ [૧] માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા.[૨] ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.

ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાઈ થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.

સર્જન
મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમને રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલકથાઓનું "માણસાઇના દીવા"માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધારા વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે. રણજિતરાવ સુવર્ણચંદ્રક સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે,
શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે. સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, વિશાલતા જન્માવે છે.
દેહાંત
૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.

મંગળવાર, 8 માર્ચ, 2016

ઈશ્ર્વરને પ્રત્ર


એક નાના છોકરાએ ભગવાનને પોતાની હાલત કહી ભોઠા પાડી દીધા...
પ્રતિ શ્રી,
ભગવાનભાઈ ઈશ્વરભાઈ પરમાત્મા,
શંખચક્રવાળા,
સ્વર્ગ લોક, નર્કની સામે, વાદળાની વચ્ચે,
મુ. આકાશ.
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથે જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના સાતમા ધોરણમાં ભણું છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી મા રોજ બીજાના ઘરકામ કરવા માટે જાય છે. હું શું કામ ભણું છું? એની તો મારા મા-બાપને ખબર નથી પણ હા કદાચ શિષ્યવૃતીના પૈસા અને મફત જમવાનું નિશાળમાં મળે છે એટલે મારા મા-બાપ મને રોજ ૫ કલ્લાક નિશાળે તગડી દે છે. ભગવાન બે-ચાર સવાલો પૂછવા માટે મેં આજ તને પત્ર લખ્યો છે કારણ મારા સાહેબે કીધું’તું કે તું સાચી વાત જરૂર સાંભળે છે...
પ્રશ્ન ૧. હું રોજ સાંજે ભગવાન તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાઉં છું પણ હેં ભગવાન તારી મૂર્તિની ઉપર આરસપહાણનું A.C. મંદિર છે અને નિશાળની ઉપર છાપરું એ કેમ નથી? દર ચોમાસે પાણી ટપકે છે આવું શું કામ??
પ્રશ્ન ૨. તને ૩૨ ભાતના પકવાન પીરસાય છે અને તું તો ખાતો ય નથી અને હું દરરોજ બપોરે મધ્યાહન ભોજનના એક મુઠ્ઠી ભાતથી ભુખ્યો ઘરે જાઉં છું આવું કેમ??
પ્રશ્ન ૩. મારી નાનીબેનના ફાટેલા ફ્રોક ઉપર તો કોઈ થીગડું ય મારવા આવતું નથી અને તારા પચરંગી નવા નવા વાઘા સાચું કહું તો હું દરરોજ તને નહી તારા કપડાં જોવા માટે મંદિરે આવું છું??
પ્રશ્ન ૪. તારા પ્રસંગે લાખો માણસો મંદિરમાં સમાતા નથી અને પંદરમી ઓગસ્ટે જે ૨૬મી જાન્યુઆરીએ જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજુ કરું ને ત્યારે મારી સામે હોય છે માત્ર મારા શિક્ષકો અને મારા બાળમિત્રો હેં ભગવાન તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય મારા મંદિરે કેમ ડોકાતા નથી??
પ્રશ્ન ૫. તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવસ્ટાર હોટેલ જેવું મંદિર છે ભગવાન અને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો તોય આવી જલજલાટ છો તો અમે તો તારી બનાવેલી મૂર્તિઓ છિયે અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી?
શક્ય હોય તો ભગવાન આ પાંચેય સવાલોના જવાબ આપજે મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે, ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે મારે ડૉક્ટર થાવું છે પણ મારા મા-બાપ પાસે નિશાળની ફીના કે ટ્યુશનના પૈસા નથી તું ખાલી જો તારા એક દિવસની દાનપેટી મને મોકલને ભગવાન તો આખીય જીંદગી હું ભણી શકું વિચારીને કે’જે દોસ્ત વિચારી લેજે કારણ કે હુંય જાણું છું કે તારે ઘણાયને પૂછવું પડે એમ છે. પરંતુ સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા પહેલા તું જો મારામાં ધ્યાન નહી દે મને પૈસા નહી મોકલે તો મારા બાપુ મને સામે ચાવાળાની હોટલે રોજના પાંચ રૂપિયાના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે. પછી આખીય જીંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ ભગવાન પણ તારી હારે કિટ્ટા કરી નાખીશ. જલદી કરજે પ્રભુ સમય બહુ ઓછો છે તારી પાસે અને મારી પાસે પણ...
લી.
એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી અથવા એક ભારતના ભાવી મજૂરના વંદેમાતરમ્..!!
👏🏼
જો તમને દાન કરવા ની ઇછા હોય તો મંદિર મા દાન પેટી મા નાખવા ને બદલે એક ગરીબ ને ભણવા મા મદદ કરજો અનેરો આનંદ મલશે..
જય ભારત સાથે આપણા ભારત ના વિકાસ મા એક ધકકો લગાવિએ

ગાંધીકથા ગીત


ગાંધીકથાના ગીતોમાં આબાલવૃધ્ધ સૌને ગમતું ગીત ……….
કોઈથી અમે ડરીએ ના
ને કોઈને પણ ડરાવીએ ના .
અમે અભયની ટેક લીધી છે ,
કોઈ દી પૂંઠ બતાવીએ ના .
ના , ના , ના !
હિંસા અમને ખપતી નથી ; અહિંસક છે આ સેના .
મનમાં છુપાવ્યું વેર નથી ,
ને દિલમાં ભર્યુ ઝેર છે ના ,
બદલો અમારે વાળવો નથી
ને દુશ્મન એકે મેર છે ના
ના , ના , ના !
હિંસા અમને ખપતી નથી ; અહિંસક છે આ સેના .
કોઈના ચગાવ્યા ચગતા નથી ,
કશાથી અમે ચગશું ના ,
જુના હિસાબો ચૂકવવા નથી ,
જુના ગાણા ગાઇએ ના .
ના , ના , ના !
હિંસા અમને ખપતી નથી ; અહિંસક છે આ સેના .
માથાં ફૂટે હાડકાં ટૂટે ,
એની ફીકર રાખીએ ના ,
સત્યનો ઝંડો હાથ ધર્યો છે ,
એને કદી નમાવીએ ના .
ના , ના , ના !
હિંસા અમને ખપતી નથી ; અહિંસક છે આ સેના .
સત્યની તાકાત પ્રેમની તાકાત ,
શરીરબળની વાત છે ના ,
આત્મા કેરી અમોઘ તાકાત ,
દેહની કંઈ વિસાત છે ના ,
ના , ના , ના !
હિંસા અમને ખપતી નથી ; અહિંસક છે આ સેના .
કથાકાર / ગીતકાર નારાયણ દેસાઇ
આભાર:ચંદ્રકાંત કાલિયા (ફેસબુક ફેન્ડ)

ગુરુ ની મહતા

એક ગુરૂ અને શિષ્ય તિર્થાાટન માટે જતાં હતાં.ચાલતાં ચાલતાં સાંજ થઇ ગઇ અને બંને એક વૃક્ષ નીચે આરામ કરવા માટે રોકાઇ ગયાં.ગુરૂજી રાત્રે માત્ર ત્રણ-ચાર કલાક ઉંઘતા હતાં અને તેથી તેમની ઉંઘ પણ ઝડપથી પુરી થઇ જતી.તે શિષ્યને જગાડ્યા વગર દૈનિક ક્રિયાઓ પતાવીને પૂજા પાઠમાં વ્યસ્ત થઇ ગયાં.તે દરમિયાન તેમણે એક ઝેરી સાપને પોતાના શિષ્ય તરફ જતો જોયો.ગુરૂજીને પશુ- પક્ષીઓની ભાષા આવડતી હતી તેથી તેમણે સર્પને પ્રશ્ન કર્યો કે, 'ઊંઘી રહેલા મારા શિષ્યને કરડવાની ઇચ્છા છે કે શું?. 'સર્પે તરત જ જવાબ આપ્યો કે, ''મહાત્મા તમારા આ શિષ્યએ પૂર્વજન્મમાં મારી હત્યા કરી હતી.મારે તેનો બદલો લેવો છે.અકાળ મૃત્યુના કારણે મને સર્પયોનિમાં જન્મ મળ્યો.હું તમારા શિષ્યને ડંખ મારીને અકાળ મૃત્યુ પામીશ.'' થોડીવાર વિચાર કરીને ગુરૂજી બોલ્યા,''મારો શિષ્ય અત્યંત સદાચારી અને બુદ્ધિમાન હોવાની સાથે એક સારો સાધક પણ છે.જો તું તેને મારીને દુનિયાને તેની ક્ષમતા અને પ્રતિભાથી દૂર રાખીશ તો તને આ યોનિમાંથી પણ મુક્તિ મળશે નહિ.'' જો કે સાપ કોઇ પણ રીતે માન્યો નહિ ત્યારે ગુરૂજીએ તેની સામે એક નવો પ્રસ્તાવ રજુ કર્યો.''મારા શિષ્યની સાધના અધૂરી છે.તેણે હજુ આ ક્ષેત્રમાં ઘણું કરવાનું બાકી છે,જ્યારે મારા કામ પૂરા થઇ ગયા છે.મારા મત્યુથી કોઇને નુકસાન નહિ થાય.જેથી તેની જગ્યાએ મને ડંખ માર.'' ગુરૂનો આસ્નેહ જોઇને સાપનું હ્રદય પરિવર્તન થઇ ગયું અને તે તેમને પ્રણામ કરીને જતો રહ્યો. હકીકતમાં ગુરૂની ગુરૂતા શિષ્યને જ્ઞાન આપવામાં નહિ પણ પૂર્ણ પરિપક્વ થાય ત્યા સુધી તેનુ રક્ષણ કરવામાં છે.

જીવનનો સાર


ઓફિસથી થાક્યા પાક્યા ઘેર આવ્યા. ઘરે આવ્યા ત્યારે તેને ખબર પડી કે આજે લીફટ બંધ છે અને એ કોઇપણ સંજોગોમાં ચાલુ થઇ શકે તેમ નથી. એમનો ફ્લેટ 80માં માળ પર આવેલો હતો પણ હવે પગથિયા ચઢવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. એટલે વાતો કરતા કરતા 20 માળ ચઢી ગયા. 20માં માળે પહોંચ્યા પછી વિચાર્યુ કે આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ છીએ પણ આ થેલાઓ તો કાલે પાછા લઇ જ જવાના છે તો એ અહિંયા જ છોડી દઇએ. 20માં માળ પર થેલા છોડીને એ આગળ વધ્યા ભાર હળવો થવાથી હવે એ સરળતાથી આગળ વધી રહ્યા હતા. 40માં માળ પર પહોંચ્યા પછી થોડો થાક લાગ્યો અને કંટાળ્યા પણ હતા એટલે વાતો કરતા કરતા બંને ઝગડવા લાગ્યા. એક બીજાપર દોષોના ટોપલા ઢોળતા જાય અને દાદરા ચઢતા જાય. 60માં માળ પર પહોંચ્યા પછી સમજાયુ કે હવે ક્યાં વધુ ચઢવાનું બાકી છે તો પછી શા માટે ખોટા ઝગડીએ છીએ હવે તો બસ ખાલી 20 દાદરા જ ચઢવાના બાકી છે. બંને ઝગડવાનું બંધ કરીને આગળ વધ્યા અને 80માં માળ પર આવી પહોંચ્યા અને હાશકારો થયો. મોટાભાઇએ નાનાને કહ્યુ, “ઘર પર તો કોઇ છે જ નહી ચાલ ઘરની ચાવી લાવ.” નાનાએ કપાળ પર હાથ દઇને કહ્યુ , “ અરે , ચાવી તો 20માં માળ પર રાખેલા થેલામાં જ રહી ગઇ.” જીવનમાં પણ કંઇક આવુ જ બને છે પ્રથમ 20 વર્ષ સુધી આપણે માતા- પિતાની અપેક્ષાઓનો બોજો લઇને જ ચાલીએ છીએ. 20 વર્ષ બાદ અપેક્ષાનો બોજો હળવો થતા જ મુકત બનીને જીવીએ કોઇ રોકનાર નહી કોઇ ટોકનાર નહી. 40 વર્ષ પછી સમજાય કે મારે જે કંઇ કરવુ હતુ એ તો થયુ જ નથી એટલે અસંતોષની આગ જીવનને દઝાડે , ઝગડાઓ શરુ થાય. આમ કરતા કરતા 60 વર્ષ પુરા થાય પછી વિચારીએ કે હવે ક્યાં ઝાઝુ ખેંચવાનું છે ખોટી માથાકુટ શું કરવી. જ્યારે 80 વર્ષે પહોંચીએ ત્યારે સમજાય કે મારા 20માં વર્ષે જોયેલા સપનાઓ તો સાર્થક થયા જ નહી. બસ આમ જ જીવન પુરુ થઇ ગયુ. યુવાનીમાં જોયેલા સપનાઓને સાર્થક કરવાનો શ્રેષ્ઠ સમય યુવાની જ છે. 80 વર્ષે જે જોઇતું હોઇ એ મેળવવાની શરુઆત 20માં વર્ષથી જ કરી દેવી.

જેવું વાવો તેવું લણો


એક શહેરના મધ્યભાગમાં બેકરીની એક દુકાન
હતી. બેકરીની અમુક વસ્તુઓ બનાવવા માટે
એને માખણની જરુર પડતી હતી.આ માખણ
બાજુમાં આવેલા ગામડામાંથી એક ભરવાડ
પાસેથી ખરીદવામાં આવતું હતુ.
એકદિવસ બેકરીના માલિકને એવુ લાગ્યુ કે
માખણ જેટલુ મંગાવ્યુ એના કરતા થોડું ઓછુ
છે. એણે નોકરને બોલાવીને માખણનું વજન
કરવાની સુચના આપી. નોકર માખણનું વજન
કરીને લાવ્યો. માખણનું વજન 900ગ્રામ હતું.
એકકીલો માખણ ખરીદવામાં આવેલું પણ
તેના બદલે 100 ગ્રામ ઓછુ માખણ
મળતા વેપારીને બહુ ગુસ્સો આવ્યો.
વેપારીએ નક્કી કર્યુ કે આવુ કેટલા દિવસ ચાલે
છે તે જોવુ છે એણે ભરવાડને માખણ ઓછુ
હોવા વિષે કોઇ વાત ન કરી. રોજ માખણ ઓછુ
જ આવતુ હતું. થોડા દિવસ સુધી આ જોયા બાદ
વેપારીએ ભરવાડની સામે
કોર્ટમાં છેતરપીંડીની ફરીયાદ કરી.
કોર્ટ દ્વારા કેઇસની સુનાવણી હાથ
ધરવામાં આવી ત્યારે ન્યાયધીશે ભરવાડને
પુછ્યુ , " તારી સામે જે આરોપ
મુકવામાં આવ્યા છે તેના બચાવમાં તારે કોઇ
રજુઆત કરવી છે કે કોઇ વકીલ રોકવા છે ?"
ભરવાડે હાથ જોડીને કહ્યુ , " જજ સાહેબ, હું
તો ગામડામાં રહેતો સાવ અભણ માણસ છું.
માખણનું વજન કરવા માટે
મારા ઘરમાં વજનીયા નથી. અમે
ગામડાના માણસો નાના પથ્થરના વજનીયા બનાવીને
જ વસ્તુ આપીએ. પણ અમારા આ
પથ્થરના વજનીયા વેપારીના વજનીયા કરતા વધુ
વજનદાર હોય બસ એટલી મને ખબર છે.
"
જજે સામે પ્રશ્ન પુછ્યો , " તો પછી રોજ 100
ગ્રામ માખણ ઓછુ કેમ આવે છે ? "
ભરવાડ કહે , " સાહેબ , એનો જવાબ તો આ
વેપારી જ આપી શકશે. કારણ કે હું રોજ એમને
ત્યાંથી એક કીલો બ્રેડ ખરીદુ છું અને
એમની પાસેથી ખરીદેલી બ્રેડને જ
વજનીયા તરીકે ઉપયોગ કરીને એમને એક
કીલો માખણ આપુ છું."
મિત્રો , જીવનમાં બીજા કરતા ઓછું મળે ત્યારે
રાડારાડી કરવાને બદલે જરા વિચાર કરવાની જરુર
છે કે મેં બીજાને શું આપ્યુ છે ? આપણે જે
બીજાને આપીએ એ જ અન્ય
દ્વારા આપણા તરફ પરત આવતું હોય છે.

બીજાના સુખને કારણે વધુ દુ: ખી છીએ.



એક માણસ રોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો. એમની પ્રાર્થનાથી પ્રસન્ન થઇને એક દિવસ ભગવાન પ્રગટ થયા. પોતાની આંખો સામે જ ભગવાનને ઉભેલા જોઇને એ માણસને બહુ જ આનંદ થયો.

ભગવાને માણસને કહ્યુ , " હું તારી પ્રાર્થનાથી તારા પર ખુબ રાજી છું. " માણસે તુરંત જ કહ્યુ , " પ્રભુ તો પછી આપના રાજીપાનું ફળ પણ મને આપો. " ભગવાને કહ્યુ , " તારે જે જોઇએ એ માંગી લે હું તને આપવા માટે તૈયાર છું પણ મારી એક શરત છે તું જે માંગીશ એના કરતા તારા આખા શહેરને બમણું મળશે. "

ભગવાન રાજી થયા છે અને આજે તો મારી ઇચ્છા પુરી થશે એ વાતના આનંદમાં ભગવાન કઇ શરત સાથે માંગ પુરી કરી રહ્યા છે એની ખબર જ ન રહી. એણે તો ફટાક દઇને કહી દીધું , " મને એક સુંદર મજાનું ઘર જોઇએ છે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય " . ભગવાને એને થોડીવાર આંખો બંધ રાખી અને પછી ખોલવાની આજ્ઞા કરી.

માણસે આંખો ખોલી અને એના આનંદનો પાર ન રહ્યો. એ જેના કાયમ માટે સપનાઓ જોતો હતો એ બધી જ સમૃધ્ધિ આજે તેની નજર સામે હતી. એ તો નાચવા અને કુદવા લાગ્યો. ભગવાને જગતનું બધુ જ સુખ એની ઝોળીમાં નાંખી દીધાની અનુભૂતિ એને થવા લાગી. ગીતો ગાતો ગાતો એ ઘરની બહાર નીકળ્યો. પોતાના પાડોશીને આવા જ બે બંગલા જોઇએ એને આંચકો લાગ્યો. પોતાની ગાડી લઇને એ શહેરમાં ફરવા માટે નીકળ્યો. આખા શહેરમાં દરેકને પોતાનાથી બમણી સમૃધ્ધિ મળી છે એ જોઇએ એનો આનંદ શોકમાં પલટાઇ ગયો.

ઇર્ષા એ આંખમાં પડેલું એવું કણું છે જે સતત ખટક્યા કરશે અને તમારી નજર સામેની સુંદર દુનિયાને તમે માણી નહી શકો. યાદ રાખજો આપણે આપણા દુ: ખને કારણે જેટલા દુ:ખી છીએ એના કરતા બીજાના સુખને કારણે વધુ
દુ: ખી છીએ

લેખન. સંપાદન :શૈલેષ સગપરીયા 

સોમવાર, 7 માર્ચ, 2016

Exam planning









શું તમને અને તમારા બાળકને પરીક્ષા નો ડર સતાવે છે? તો વાંચો તમારા ડર ને દુર કરનાર આ લેખ


વ્‍હાલા પરિક્ષાર્થી મિત્રો,
નમસ્‍કાર ગામ આખું પરિક્ષા-પરિક્ષાના હોહા અને દેકારા કરી રહ્યું છે. આખા શહેરના ઘરે ઘરમાંથી કોક ગુજરી ગયું હોય એવું સોગીયું વાતાવરણ ચારેબાજુ થઇ ગયું છે. શું થાશે ? કેવા પેપર નીકળશે ? અમારા છોકરાઓને કેટલા ટકા આવશે ? આવા અઢળક યક્ષપ્રશ્નો વિદ્યાર્થીઓ કરતાં વાલીઓ આખા ગામને પુછી રહ્યાં છે.
યુવાન દોસ્‍તો યાદ રાખજો ‘જીંદગી કી કોઇ ભી એકઝામ દેને કી એક હી રીત હૈ કીં ડર કે આગે જીત હૈ.'' પરિક્ષાથી ફાટી ન પડો, પરિક્ષાને ડરાવો કે જોઇ લે મારો કોન્‍ફીડન્‍સ અને મારી મહેનત કેટલી જોરદાર છે. જમ્‍યા પછી કોઇ દિવસ તમે પેટને પૂછયું કે એય પેટ જમવાનું પચશે ને ? સવારે લોચો નહીં થાય ને ? તો વાચ્‍યા પછી તમારા મેમરી સેકશન ને શા માટે પૂછો છો કે એય મગજ તને યાદ રહેશે ને ? તું આ સવાલનો જવાબ ભૂલી નહીં જાય ને ? તમારા પાચનતંત્ર જેટલો જ ભરોસો તમારી યાદશકિત ઉપર રાખો તો પરિક્ષાનો જંગ જીત્‍યા સમજજો.
પરિક્ષાના દિવસોમાં એલર્ટ થવું જરૂરી છે પરંતુ અધમુઆ થવાની જરૂર નથી. તમે દુનિયાના સૌથી હોશિયાર વિદ્યાર્થી છો અને તમને બધુ જ આવડે છે. આટલો વિચાર કરીને જ વાંચવા બેસજો. તમને જે આવડતું નથી એ ભુલી જાઓ એ પરિક્ષામાં પુછાવાનું નથી.
યાદ રાખજો પરિક્ષા વખતે કાંઇ યાદ ન આવે તોય કાંઇ તમે જીંદગી હારી નથી ગયા. દસમા અને બારમાની પરિક્ષા પૂરી થયા પછી જ જીંદગીની સાચી પરિક્ષા શરૂ થાય છે.
પરિક્ષા વખતે સ્‍ટ્રેસ ફ્રી થવા માટે અરિસાની સામે બે મિનિટ ઉભા રહો. એક મસ્‍ત સ્‍માઇલ ફેંકીને તમારી જાતને જોરથી કહો કે યુ આર ધ બેસ્‍ટ પર્સન ઓફ ધ વર્લ્‍ડ.
ઇશ્વર પર ભરોસો અને ઇશ્વર કરતા પણ બે દોરા વાર વધારે તમારી જાત ઉપર ભરોસો રાખો. છેલ્લી ઘડી સુધી વાંચ-વાંચ કરવાથી બધુ ભૂલાઇ જશે. દસ મિનિટ માટે એકઝામીનેશન હોલમાં પગ મુકતાં પહેલાં એકાદ ગમતું ગીત સાંભળી કે ગણગણી લ્‍યો... બે ચાર જોક સાંભળી લ્‍યો... ખડખડાટ હસીને પરિક્ષા દેવા બેસો જો તમે ધાર્યા હોય તેના કરતા બે ટકા વધારે ન આવે તો તમારૂ જોડુને મારૂ માથુ... !
બાકી તો એકઝામ અને ટ્રાફિક જામ બંનેમાં દેકારા અને પડકારા હોય જ... ! રીલેકસ ઓલ ઇઝ વેલ જ હો... !
જો ડર ગયા ઇ સાગમટે મર ગયા. હસતા મોઢે પરિક્ષા આપો. એરંડીયા પીધેલ મોઢે કોઇ દી' કારકીર્દીના ઉદ્ધાર ન

આંતરરાષ્ટ્રીય મહિલા દિન 8March


લિલિસાના ઉર્સુની એક કવિતાનો સર કંઈક નીચે પ્રમાણે હતો…..


   છોકરી જન્મે અને રડે…

  બહાર રમવા જાય, પ્રતિબંધ મુકાય અને રડે…

  જુવાન થાય, પ્રેમમાં પડે અને રડે…

  લગ્ન થાય, શણગાર સજે, પતિને સાચવે અને રડે…

  નોકરી કરે, બાળકો ઉછેરે, કુટુંબ સંભાળે અને રડે…


૧૯૪૯ માં આ કવિતા રચાઈ ત્યારે અને આજે પરિસ્થિતિમાં ઝાઝો તફાવત જોવા મળતો નથી. સ્ત્રીનું રડવું જાણે કે એક નિયતિ ન હોય !


૮ મી માર્ચ એટલે ‘ વુમન્સ ડે ‘. આ દિવસને આપણે ‘ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ‘ તરીકે ઉજવીએ છીએ. ૧૯૭૫ માં યુનો દ્વારા આની વિધિવત જાહેરાત કરાઈ. એક રીતે પશ્ચિમમાં જાગેલા ‘ સ્ત્રી સ્વાતંત્ર્ય ‘ના આંદોલનને અપાયેલી આ એક અંજલી છે. ઘરઆંગણે સ્ત્રી પર થતા અત્યાચારો, અન્યાય સામેની ઝુંબેશ છે. એ રીતે સ્ત્રી જાગૃતિ-જન જાગૃતિ માટેનો વ્યાપક પ્રયાસ છે, તો સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ-આત્મસન્માન જગાડવાનો પણ દિવસ છે.


વેદ-ઉપનિષદકાળમાં નજર નાખીએ તો સ્ત્રી અને પુરુષ બંને સમાન છે. પણ પછી કાળક્રમે સ્ત્રી ચાર દીવાલોમાં કેદ થતી જાય છે. ‘ પતિ એ જ પરમેશ્વર ‘ અને પડદાપ્રથાના પિંજરમાં અસહાય દેખાય છે. પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે નર્મદે પણ લખ્યું છે : ‘ભાઈનું ધ્યાન તો ભૂગોળ-ખગોળમાં રમે અને નારી ચૂલા માંહ્ય !’


એક તરફ ધાર્મિક સાહિત્ય -સ્થાપત્ય અને સંસ્કૃતિમાં સ્ત્રીઓને આદર્શ સ્થાન આપવામાં આવ્યું છે તો બીજી તરફ સ્ત્રીને ‘નરકની ખાણ’ પણ ગણવામાં આવી છે. સ્ત્રી મજબૂર બની પોતાના અસ્તિત્વની શોધ માટે. ‘ડોલ્સ હાઉસ’ અને ‘સાત પગલા આકાશમાં’ ની નાયિકાઓ પોતાના લોહીથી સિંચેલા ભર્યાભાદર્યા ઘરને – બાળકો અને પતિને છોડી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ શોધવા નીકળે છે. ભોજ્યેષુ માતા, કાર્યેષુ મંત્રી, શયનેષુ રંભા ના કોચલામાંથી બહાર આવતી આધુનિક નારીના અહી દર્શન થાય છે. નારી ચેતનામાં પડેલા કૌવતને કારણે ગુલામીની પરિસ્થિતિમાં પણ એમણે પોતાના વ્યક્તિત્વની સુગંધ ફેલાવવાનો પ્રયત્ન કર્યો.


સ્ત્રી પુરુષમાં પ્રાકૃતિક તફાવત સિવાય તો બીજો કોઈ ભેદ નથી, છતાં સ્ત્રી અન્યાય, અત્યાચાર અને અસમાનતાનો ભોગ સતત બનતી આવી છે. સ્ત્રી પ્રત્યેનો અન્યાય સમાજના બંધારણમાં વણાયેલો જોવા મળે છે. છોકરીઓને ગુલાબી ઢીંગલી અને છોકરાઓને ક્રિકેટનું બેટ રમવા આપી પહેલેથી જ બંનેના કાર્યક્ષેત્રની લક્ષ્મણરેખા દોરી દેવામાં આવે છે. ઉછેરથી શરુ થયેલો અન્યાયનો સિલસિલો છેક મૃત્યુ સુધી લંબાય છે. અરે ! જન્મ-મૃત્યુ ને છોડી દો, એની પણ પાર અન્યાયનો પરિઘ વિસ્તરતો જણાય છે. હવે તો સ્ત્રીનો જન્મવાનો અધિકાર પણ છીનવી લઇ ઉદરમાં જ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. સોનોગ્રાફીની શોધ સ્ત્રીભ્રૂણ હત્યામાં નિમિત્ત બની છે. માનવ ઇતિહાસની આ સૌથી કલંક કથા છે.


આપણા સમાજ સુધારકો અને યુગપુરુષો ને એ વાતનો અણસાર હતો  કે નારી ચેતનામાં કંઇક એવું સત્વ પડ્યું છે જેનો સ્પર્શ સમાજને નહિ મળે તો એટલી અધુરપ રહી જવાની. એટલે એમણે સ્ત્રીઓને થતા દરેક પ્રકારના અન્યાયનો પ્રખર વિરોધ નોંધાવ્યો હતો. સ્ત્રીઓએ પણ પોતાના પિતા, ભાઈ કે પતિની આંગળી પકડીને ચાલવાનું નથી પણ દામ્પત્ય જીવનથી માંડી દરેક ક્ષેત્રમાં તેણે પોતાના અસ્તિત્વને સ્થાપિત કરવાનું છે. સમાજે પણ જરૂરી નિર્ણયોમાં તેણે ભાગીદાર બનાવવાની છે. પત્યેક ક્ષેત્રના નીતિ નિર્ધારમાં સ્ત્રીઓને સ્થાન આપવાનું છે. સ્ત્રીએ પણ આત્મ અને આર્થિક નિર્ભર બનવું પડશે, તેમાં શિક્ષણ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.


મહિલાદિન ઉજવવા માત્રથી પરિસ્થિતિમાં જાજો ફેર પડે તેમ નથી. કન્યાના જન્મ-ઉછેરથી જ માતા-પિતાએ તકેદારી રાખવી પડશે. શિક્ષકોએ જાગૃત રહેવું પડશે. ધર્મગુરુઓ, સમાજસુધારકો, અને કેળવણીકારોએ પણ આ બાબતમાં ધ્યાન આપવું પડશે.

હેપ્પી વુમ્નસ ડે

    નારી , નારી તબ હૈ લગતી , પુજા પાઠ સદા જબ કરતી . મંદિર, મસ્જીદ, ગુરુદ્વારેમે વરદાનીસે
ઝોલી ભરતી .તો પણ કહેવાય છે ‘ નારી તુ નારાયણીથી શોભે આ સંસાર ગૃહસ્થ આશ્રમ બની જાય
તો સ્વર્ગ તણો અણસાર ‘  જગતમાં નારી સન્માનનીય વંદનીય પુજનીય છે. માટે માતૃ દેવો ભવ .
માતા પ્રથમ ગુરુ છે . વંદેમાતરમ .
       અનેક વિશેષતાઓ અને યોગ્યતાઓથી સંપન્ન સ્ત્રી શક્તિના મહાન આદર્શો આપણી ભારતીય
સંસ્કૃતિના પાયામાં છે. સામાન્ય રીતે વિવિધ પ્રવૃતિઓ માટે મનુષ્ય જીવન દરમ્યાન શક્તિઓની
ઉપાસના અને આહવાહન કરતા હોઈએ છીએ. દા.ત. વિદ્યાર્થી કાળમાં વિદ્યા પ્રાપ્ત કરવા માટે
વિદ્યાની  દેવી મા સરસ્વતીની આરાધના કરે છે.  યુવાની કાળમાં ધન માટે લક્ષ્મી, મહાલક્ષ્મીની
પુજા કરે છે. સંતાન પ્રાપ્તિ માટે માજગદંબાને ભજે છે . અને અન્ય શક્તિઓ માટે શક્તિઓના
વિવિધ સ્વરુપોને યાદ કરે છે . બહેનો કોઈ પણ સારા સંકલ્પોની ઈચ્છાપુર્તિ માટે જ્યારે વ્રત
અથવા ઉપવાસ કરે છે ત્યારે પણ સામાન્ય રીતે સ્ત્રી શક્તિ અર્થાત દેવીઓના જ નામ આવે
છે .જેમ કે જયા પાર્વતી વ્રત દશામાનુ વ્રત વગેરે .
      આપણા હિન્દુ ધર્મમાં તહેવારોનુ ખુબજ મહત્વ છે . અને દરેક તહેવાર આપણા માટે ખુશીઓ
લઈને આવે છે . થોડા જ સમયમાં આનંદ ભર્યો તહેવાર નવરાત્રિનો આપણી નજાક આવી રહ્યો છે .
નવરાત્રિ એ આપણા માટે સૌથી  લાંબો તહેવાર છે . નવ દિવસ સુધી આપણે નવા કપડા , ઘરેણા
પહેરીને મન મુકીને ખુબ ગરબા કરીએ છીએ . નવરાત્રિના નવ દિવસ દેવીઓની આરતી – પુજા
કરીએ છીએ . દેવીઓને પ્રસાદ ધરાવીએ  છીએ . આ રીતે આપણી સંસ્કૃતિ પ્રમાણે નવ દિવસ
દેવીઓને રીઝવીએ છીએ . દેવીઓને કોઈને કોઈ વાહન પર સવારી બતાવવામાં આવે છે . તે
પણ ભયાનક વાહન . જેમ કે માજગદંબાની વાઘ પર સવારી , મા દુર્ગાને સિહ પર, માખોડીયાર
મગર પર અને મહાકાલી માતાનુ તો પુરુ સ્વરુપ ભયાનક બતાવવામાં આવે છે. કારણ કે અસુર
સંહારીની રુપ ધારણ કરનાર આ દેવીઓનુ પ્રતિક છે.  દુનિયા પર અત્યારે  આસુરી વૃત્તિ, દ્રષ્ટિ, કર્મ
વધી ગયા છે . તેના નાશ કરવા માટે દેવીઓને મોખરે રાખવામાં આવે છે. અને સાથે સાથે કમળ
પર બિરાજમાન કોમળતાની દેવી , પવિત્રતાની દેવી મા લક્ષ્મી, શીતળતાની દેવી મા શીતળા,
સંતોષી માતા, આજ દેવી અનેક લોકોને તેમની સ્વીકાર કરીલી ભુલોને માફ પણ કરે છે. માટે
તેમને કરુણાની દેવી કહેવાય છે. અનેક ભક્તોને માફી આપી તેમના પાપોમાંથી મુક્ત કરે છે .
અને નવુ જીવન પ્રદાન કરે છે . 
   મહારાજા શિવાજી , લાલબહાદુરશાશ્ત્રી , લાલાલજપતરાય કે ધ્રુવ આ બધાના જીવન ઘડતરમાં
માતૃશક્તિએ પોતાના અંતઃકરણની દ્ર્ઢ નીષ્ઠા અને સંકલ્પ શક્તિથી ઉદ્દાત ગુણોનો વ્યવહારિક પ્રયોગ
કર્યો છે.
    નારદજી અને અભિમન્યુ જ્યારે માતાના ગર્ભમાં હતા તે વખતે સાન અને સંસ્કાર મેળવેલા . તેને
લીધે નારદજીએ આખા જગતમાં નારાયણનુ નામ લેતા લેતા લોકોમાં સંસ્કારોનુ સિન્ચન કર્યુ . તેમના
સંસર્ગથીજ વાલિયો લુટારો વાલ્મિકી ઋષિ બની શક્યા . અને અભિમન્યુએ પણ સંસ્કૃતિને માટે મહાભારત
યુધ્ધમાં પોતાની જાતનુ બલિદાન આપ્યુ . તેથીજ શાશ્ત્ર કહે  છે કે પોતાના બાળક્માં સંસ્કાર નિર્માણ થાય
તે માટે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે સારા પુસ્તકોનુ વાંચન અને સતસંગ કરવા જોઈએ.
સંતાનને સંત બનાવવાની કળા મા પાસેજ હોય છે .
          આદીકાળથીજ નારી ગૌરવપુર્ણ સ્થાન ધરાવતા આવી છે . ભારત દેશમાં જેટલી પણ પાવનકારી
નદીઓ  છે જેમાં લોકો સ્નાન કરી પાવન બની જવાનો આત્મસંતોષ શ્રધ્ધા પુર્વક મેળવે છે . આપણા
દેશમાં નદીઓમાં સ્નાન કરવાથી અનેક જ્ન્મોના કરેલા પાપ કર્મો ધોવાય છે . તે નદીઓના નામ પણ
નારી જાતી પરથી શરુ થાય છે . ગંગા , યમુના , સરસ્વતી , ગોદાવરી , કાવેરી,વિચાર કરો કે આ પણ
નારીઓના મહાન કર્તવ્યોની યાદગાર નથી ?
           જે સ્ત્રી પોતાના બાળકોને રોજ આરતી પુજા , ભજન અને સતસંગ કરાવે છે , તે માતા પોતાના
બાળકોને પાપ કર્મોથી બચાવી શકે છે . જે ઘરમાં સાચા અર્થમાં પ્રભુ ભક્તિ હોય છે તે ઘર સ્વર્ગ સ્માન
હોય છે . ખરેખર સ્ત્રી સંસ્કાર અને સંસ્કૃતિનો પાયો છે . જે સમાજમાંથી સ્ત્રીઓનુ ચારિત્ર ગયુ છે તે સમાજ
છિન્ન ભિન્ન થઈ ગયો છે . અને ક્ર્મે ક્ર્મે નષ્ટ થઈ જાય છે . પાયો જેટલો મજબુત હશે તેટલો સંસ્કૃતિનો
વિકાસ થશે . એટ્લા માટે મનુ ભગવાને કહ્યુ છે,’ यत्र नार्यास्तु पुज्यन्ते रमन्ते देवता ‘ . જ્યાં જ્યાં
નારીની પુજા છે, ત્યાં દેવતાઓ પણ  નિવાસ  કરે છે .
       એક્વાર એક ભાઈ ઘરડા ઘરની મુલાકાતે ગયા હતા . બધા ભાઈ – બહેનોને મળતા હતા , 
એક ઘરડા બા ખુબજ રડતા હતા. તેમને રડતા જોઈને પેલા ભાઈ , પેલા બાને પુછે છે કે બા તમે
કેમ રડો છો ? બા કહે છે કે બેટા મારુ એક કામ કરીશ ? આજે મારા દિકરાની વર્ષગાંઠ છે તો મારા
તરફથી મારા દિકરાને આ મિઠાઈ ખવડાવીને આજના દિવસે તેનુ મોઢુ મીઠુ કરાવીશ ? પેલા ભાઈની
આંખમાં આંસુ આવી ગયા . દિકરો તો માને મળવાકે આશીર્વાદ લેવા ન આવ્યો પણ એક ઘરડા ઘરમાં
રહેતી પોતાની માતા ફરજોને કેટલી હદ સુધી નિભાવે છે . આનુ નામ માનુ હ્રદય .
મા ધૈર્યતાની ધરતી છે , મમતાની મુર્તિ છે .
દેવીએ દીધેલુ અમૃત દુનિયાએ ક્યાં પીધુ ?
માતાની મમતાનુ અમૃત તો સૌએ ચાખી લીધુ .
ગંગાના નીર વધે ઘટે છે પણ માતાનો પ્રેમ એક રસ હોય છે.
એક માતા ૧૦૦ શિક્ષકની ગરજ સારી શકે છે . તો હવે આજે દરેક માતાએ પોતાના બાળકોમાં
સંસ્કારોનુ સિન્ચન કરવાની જરુર છે . અને ફરી આપણી અંદરથી ખોવાયેલ દેવી શક્તિને જાગૃત
કરવાની છે . —  ગોળ વિના મોળો કંસાર , મા વિના સુનો સંસાર .


સાભાર ( ગુજરાત દર્પણ — મે – ૨૦૧૦ )

પરીક્ષા પાથેય

Best of Luck
વાચકમિત્રો,

બોર્ડની પરીક્ષા ટકોરા મારી રહી છે, ખરું ને..... આ જ બાબતને અનુલક્ષીને બોર્ડની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ અને તેમના પેરેન્ટ્સને ઉપયોગી થાય તે હેતુ સાથે Best of Luck વિષય હેઠળ સરળ ભાષામાં પરીક્ષાને લગતી માહિતી આપવાનો પ્રયત્ન કરું છું. આ સમગ્ર બાબત જણાવતાં પહેલાં વાલીમિત્રોને અરજ છે કે, તેઓ પોતે પણ સમજે અને પોતાના બાળકને પણ સમજાવે કે – “કોઈ પણ પરીક્ષા જિંદગીની આખરી પરીક્ષા હોતી નથી, આ પરીક્ષા પણ અન્ય પરીક્ષા જેવી જ છે અને તે પણ સારી રીતે પાર પડી જ જશે... ” આ પ્રકારનો આત્મવિશ્વાસ બાળકમાં ઉત્પન્ન કરશો અને વિદ્યાર્થીના સાચા માર્ગદર્શક કે પથદર્શક બનશો તેવી અપીલ છે....
〰〰〰〰〰〰〰〰〰〰
हर कामयाबी पर आपका नाम होगा,
आपके हर कदम पर दुनिया का सलाम होगा ।
मुश्किलों का सामना हिम्मत से करना,
उम्मीद है एकदिन वक्त भी आपका गुलाम होगा ।।
〰〰〰〰〰〰〰〰〰〰
વિદ્યાર્થીમિત્રોએ ધ્યાનમાં રાખવાની બાબતો
〰〰〰〰〰〰〰〰〰〰
- ઈશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરો.
- મહેનતનો બીજો કોઈ શોર્ટકટ નથી – આ બાબત સમજી અને સ્વીકારી લો.
- આયોજનપૂર્વકની ચોક્કસ દિશામાં કરેલી મહેનત જ સફળતા અપાવશે.
- વિનમ્ર બની તમારામાં રહેલી ઉણપોને દૂર કરો અને તેને દૂર કરવા હંમેશા પ્રયત્નશીલ રહો.
- આખું વર્ષ મહેનત કરી છે, તો પરીક્ષાના દિવસો દરમિયાન ખોટા ઉજાગરા ન કરો.
- અનેક પરીક્ષાઓ આપી છે, તો પરીક્ષાનો ખોટો ડર ન રાખો. પરીક્ષા આપો હસતાં... હસતાં...
- છેલ્લા સમયે IMP ક્યાંથી મળશે તેમાં સમય વ્યતિત ન કરતાં પોતાના પર વિશ્વાસ રાખી મહેનત કરો.
- ગોખણપટ્ટી કરવાને બદલે સમજી અને યાદ રાખવાનો પ્રયત્ન કરો.
- શક્ય હોય તો એકાંતમાં મોટેથી વાંચો.
- પ્રશ્નપત્ર લખવાની પ્રેક્ટિસ કરો, જેથી વધુ યાદ રહેશે અને લખવાની ઝડપ વધશે.
- રિસિપ્ટનું ક્યારેય પણ લેમિનેશન કરાવવું નહીં.
- પરીક્ષામાં મોડા ન પડાય, માંદા ન પડાય, રિસિપ્ટ ખોવાઈ ન જાય તેની તકેદારી રાખો.
- ટાઈમટેબલમાં ગેરસમજ ન થાય તેની કાળજી રાખો.
〰〰〰〰〰〰〰〰〰〰
પરીક્ષા અગાઉ
〰〰〰〰〰〰〰〰〰〰
- ભણવા માટે ટાઈમ ટેબલ બનાવો.
- નોટ્સ, ચાર્ટ, ડાયાગ્રામનું પુનરાવર્તન કરો.
- પાઠયપુસ્તકના સ્વાધ્યાય આધારિત પ્રશ્નોને સૌ પ્રથમ ન્યાય આપો.
- મહત્ત્વના મુદ્દાઓને હાઈટલાઈટ કરીને રાખો અને સતત તેનું પુનરાવર્તન અને મનન કરો.
- રિવીઝન કરતી વખતે દરેક બાબતને પૂરેપૂરી ન વાંચતા મહત્ત્વના મુદ્દાઓ પર નજર ફેરવો.
- સવારના સમયે આછા સૂર્યપ્રકાશમાં બેસીને વાંચવું ફાયદાકારક રહેશે.
- દરેક પ્રકરણને એક કલાકના સમયમાં સેટ કરો, જેમાં 45 મિનિટ વાચોં અને 10 મિનિટનો બ્રેક લો.
- પરીક્ષા સમયે બધું ભૂલી જવાશે તેવો ડર મનમાંથી કાઢી નાંખો, બૅક માઈન્ડમાં બધું સ્ટોર હોય જ છે.
- નજીકના દિવસોમાં નવું વાંચન કરવાને બદલે અગાઉ વાંચન કર્યું હોય તેનું પુનરાવર્તન કરો.
- મોડી રાત સુધી વાંચવાને બદલે વહેલી સવારનું વાંચન યોગ્ય રહેશે.
- પરીક્ષા અગાઉ અને પરીક્ષા વખતે ખાવામાં કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.
〰〰〰〰〰〰〰〰〰〰
પરીક્ષાના દિવસે...
〰〰〰〰〰〰〰〰〰〰
- પરીક્ષા આપવા જતાં પહેલાં ઈષ્ટદેવ તેમજ વડીલ સભ્યોના આશીર્વાદ લેવાનું ચૂકશો નહીં.
- પરીક્ષાના પહેલા દિવસે પરીક્ષા સ્થળે ઓછામાં ઓછા એક કલાક પહેલાં અને અન્ય દિવસોમાં અડધા કલાક પહેલાં પહોંચવું યોગ્ય રહેશે.
- પરીક્ષા માટે જરૂરી રિસીપ્ટ, પેન, પેન્સિલ, રબર, સ્કૅલ, પારદર્શક પૅડ, પારદર્શક પાણીની બોટલ વગેરે લેવાનું ભૂલશો નહીં.
- રિસીપ્ટની ઝેરોક્ષ કઢાવી ઘરના સભ્યોને માલુમ હોય તેવી જગ્યાએ રાખવી આકસ્મિક પરિસ્થિતિમાં મદદરૂપ બનશે.
〰〰〰〰〰〰〰〰〰〰
વર્ગખંડમાં રાખવાની કાળજી
〰〰〰〰〰〰〰〰〰〰
- પરીક્ષાના આગલા દિવસે પરીક્ષા સ્થળ અને વર્ગખંડની રૂબરૂ મુલાકાત લો, જેથી પરીક્ષાના દિવસે કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે દોડા દોડ ન થાય.
- પરીક્ષા ખંડમાં જતાં પહેલાં વૉશરૂમ જઈ આવવું, જેથી પરીક્ષા વખતે ખોટી દોડા-દોડ ન થાય.
- પરીક્ષા આપતાં પહેલાં તમારી બેઠકની આજુ બાજુમાં કોઈપણ પ્રકારના પેપરના ટુકડા કે બૅન્ચ પર કોઈ પણ પ્રકારની લખાણ લખેલું નથી તે ચકાસી લેવું. આ પ્રકારની પરિસ્થિતિમાં તમે સુપરવાઈઝરને આ બાબતે જાણ કરી કરી શકો છો.
- પરીક્ષા દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં.
- ઉત્તરવહીના મુખ્ય પાના પરની તેમજ OMR જવાબપત્ર પરની માહિતી ખૂબ જ કાળજી અને ચિવટપૂર્વક ભરો. તેમાં ભૂલ ન થાય કે ચેક-ચાક ન થાય તે બાબતે ચોક્કસ રહો.
- પરીક્ષા દરમિયાન ખૂબ જ વિનમ્ર રહો. સુપરવાઈઝર અને અન્ય સ્ટાફ મિત્રો સાથે નમ્રતાપૂર્વકનો વ્યવહાર કરો.
- ચાલુ પરિક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તુરંત જ સુપરવાઈઝરશ્રીને નિઃસંકોચપણે જણાવો.
- બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકર લગાવવા બાબતે ચોક્કસ રહો.
- વૉર્નીંગ બૅલ પહેલાં પ્રશ્નપત્ર પૂરું કરવાનો પ્રયત્ન કરો. ત્યાર બાદના સમયમાં સપ્લીમેન્ટરી બાંધી, ઉત્તરવહી પરની વિગતો, લીધેલ સપ્લીમેન્ટરી સાથેનું ટોટલ, તમામ પ્ર.  લખાઈ ગયા છે કે કેમ તે ચકાસી લો.
〰〰〰〰〰〰〰〰〰〰
પ્રશ્નપત્ર લખતી વખતે...
〰〰〰〰〰〰〰〰〰〰
- ઉત્તરવહીમાં માત્ર બ્લૂ પેનનો જ ઉપયોગ કરો, જરૂર જણાય તો પેન્સિલનો ઉપયોગ કરી શકાય.
- પ્રશ્નપત્ર હાથમાં આવે તે પહેલાં ઉત્તરવહી પરની તમામ વિગતો ભરવાનું કાર્ય પૂર્ણ કરો.
- પ્રશ્નપત્ર જોઈને ગભરાઈ ન જવા. પ્રશ્નોની ભાષા બદલી હોઈ શકે, ધીરજપૂર્વક પ્રશ્ન વાંચો અને આવતા પ્રશ્નને સૌ પ્રથમ લખો.
- પ્રશ્નપત્ર એક વાર વાંચી લો અને આવડતા પ્રશ્નના જવાબો પહેલાં લખો. જવાબ લખવામાં ટાઈમ લિમીટ બાંધો.
- પ્રશ્નને યોગ્ય રીતે વાંચો અને તેને અનુરૂપ મુદ્દાસર જવાબ આપો. બિનજરૂરી અને યોગ્ય ન હોય તેવું લખાણ લખી ખોટા પાના ન ભરશો.
- ઉત્તરવહીમાં યોગ્ય હાંસીયો છોડીને લખવાનું રાખો.
- સવાલનો બરાબર સમજો, વિચારો અને ત્યાર બાદ મુદ્દાસર લખવાનું શરૂ કરો.
- અઘરો લાગતો તેમજ ના આવડતા પ્રશ્નોના પણ જવાબ લખવા જોઈએ. કોઈ પણ સવાલ છોડવા ન જોઈએ. એક વાર લખવાનું શરૂ કરશો એટલે બધું યાદી આવવા લાગશે.
- સ્વચ્છતા જાળવો. બિનજરૂરી ચેકચાક ન કરો.
〰〰〰〰〰〰〰〰〰〰
પેરેન્ટ્સ જરા સંભાલ કે ...
〰〰〰〰〰〰〰〰〰〰
- તમારા બાળકને વાંચવા માટે યોગ્ય જગ્યા, એકાંત, શાંતિવાળું વાતાવરણ મળે તેવી વ્યવસ્થા કરો.
- સંબંધીઓ શુભેચ્છાઓ આપવા જઈને વિદ્યાર્થીનો સમય ન બગાડે તેની કાળજી રાખો.
- વધુ પડતી અપેક્ષાઓનું બિનજરૂરી ભારણ બાળક પર નાખશો નહીં.
- તમારા બાળકની ક્ષમતા તમે જાણો છે, તેથી વધુ આશા ન રાખો.
- બાળકને વારંવાર ટોક-ટોક ન કરો.
- નેગેટિવ બાબતો વારંવાર કહી તેને માનસિક ત્રાસ ન આપો.
- બાળકને ખોટા પ્રશરાઈઝ ના કરો.
- તેના માર્ગદર્શક બનો, મિત્ર બનો.
〰〰〰〰〰〰〰〰〰〰
પરીક્ષા પછીનો ઍક્શન પ્લાન
〰〰〰〰〰〰〰〰〰〰
- ધો. 10 ના વિદ્યાર્થીઓએ વાલી સાથે વિજ્ઞાન કે સામાન્ય પ્રવાહ લેવા બાબતે નિખાલસ ચર્ચા કરવી જોઈએ.
- ધો. 12 ના વિદ્યાર્થીઓએ ત્યાર બાદ ઉપલબ્ધ વિવિધ વિકલ્પો વિશે વિચારવું જોઈએ.
- વૅકેશનનો દુરુપયોગ ન કરતાં કમ્પ્યૂટર, અંગ્રેજી, અક્ષર સુધારણા પ્રકારના કોર્ષ કરી આત્મવિકાસ કરવો.
- વર્તમાનપત્રમાં આવતાં શૈક્ષણિક સમાચારો નિયમિત રીતે વાંચવા જોઈએ.
- જે તે અભ્યાસક્રમ બાબતે તેની માન્યતા પ્રાપ્ત વેબસાઈટ પરથી માહિતી મેળવો.
- જો લાગુ પડતું હોય તો શિષ્યવૃત્તિ અંગેની વિવિધ જાહેરાતો અને વેબસાઈટનો ઉપયોગ કરો.
- કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં હાલની પરિસ્થિતિની સાથે તે કોર્ષ પૂર્ણ કર્યા બાદ તેની સ્થિતિ કેવી હશે તેને અનુરૂપ નિર્ણય લેવો યોગ્ય રહેશે.
- તમારા અન્ય મિત્રોનું આંધળું અનુકરણ ન કરતાં પોતાની ક્ષમતાને આધારે જ નિર્ણય લેવો યોગ્ય રહેશે.
સર્વે પરીક્ષાર્થી મિત્રોને પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરી શકો તે માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ....
દશૅન પટેલ શ્રી ગઢડીયા પ્રાથમિક શાળા

રવિવાર, 6 માર્ચ, 2016

પ્રજ્ઞા અભિગમ ઊપયોગી ટીપ્સ


પ્રજ્ઞા શાળાઓના પ્રજ્ઞા વર્ગોમાં આટલું તો જોઈએ જ............................

૧. વર્ગખંડની ગોઠવણી:
·વર્ગખંડમાં છાબડી ૪ ફૂટથી વધારે ઊંચી ન હોવી જોઈએ તેમજ બાકીની તમામ વસ્તુઓ તેથી નીચે હોવી જોઈએ.
·વર્ગની તમામ વસ્તુઓ યોગ્ય રીતે ગોઠવાયેલ હોવી જોઈએ.
·બાળકો માટે પાથરણાંની વ્યવસ્થા હોવી જોઈએ. (પાથરણાં શાળા પર્યાવરણ ગ્રાન્ટમાંથી ખરીદવાં.)
·જરૂરી તમામTLM ધરાવતું TLM બોક્ષ વર્ગમાં યોગ્ય જગ્યાએ હોવું જોઈએ.
·ડિસ્પ્લે બોર્ડ યોગ્ય રીતે ગોઠવાયેલ હોવાં જોઈએ અને તેમાં બાળકોની કૃતિઓ દેખાવી જોઈએ.
·બાળકોના ૩, ૪ અને ૫ નંબરના જૂથમાં બાળકોની મદદ માટે ઝંડી હોવી જોઈએ.
·વર્ગની તમામ વસ્તુઓ બાળકોની પહોંચમાં હોવી જોઈએ.
·લેડર જે તે વિષયના ઘોડા પાસે જ હોવી જોઈએ.
·વાચન, લેખન અને ગણનના વધારે મહાવરા માટે સ્વઅધ્યયનપોથી ઉપરાંત સ્લેટ, સ્વનિર્મિત સામગ્રી, ઝેરોક્ષ વગેરેનો ઉપયોગ થવો જ જોઈએ.
·શિક્ષક આવૃત્તિ અને પ્રગતિમાપન રજીસ્ટર શિક્ષકની બેઠક પાસે હાથવગાં હોવાં જોઈએ.
·શિક્ષકની બેઠક ૧ નંબરની છાબડી પાસે બાળકોનાં જૂથ સાથે નીચેહોવી જોઈએ.
·વર્ગની તમામ જગ્યાનો ઉપયોગ બાળકોની પ્રવૃત્તિઓ માટે જ કરવાનો હોવાથી વર્ગમાં કોઈ જ પ્રકારની બિનજરૂરી વસ્તુઓ ન હોવી જોઈએ.
·વર્ગમાં ટેબલ-ખુરસી ન હોવાં જોઈએ.

૨. પ્રગતિમાપન રજીસ્ટર:

·પ્રગતિમાપન રજીસ્ટર શિક્ષકની બેઠકની બાજુમાં હોવું જોઈએ.
·બાળકના કાર્ડનું કાર્ય પૂર્ણ થાય તેસમયે જ પ્રગતિમાપન રજીસ્ટરમાં તેની નોંધ થઇ જવી જોઈએ.
·વર્ગનાં મહત્તમ બાળકો જુદાં-જુદાં કાર્ડ પર કામ કરતાં હોય, તે સ્થિતિ પ્રગતિમાપન રજીસ્ટર પર પણ દેખાવી જોઈએ.
·પ્રગતિમાપન રજીસ્ટર પર બાળકની જે કાર્ડ સુધી નોંધ હોય, તે પછીનું કાર્ડ બાળક પાસે હોવું જોઈએ.
·ધોરણ ૨નાં જે બાળકો ધોરણ ૧માં હોય, તેમની પાસે ધોરણ ૧નાં કાર્ડ હોવાં જોઈએ અને તેવાં બાળકોની નોંધ ધોરણ ૧ના પ્રગતિમાપન રજીસ્ટર પર અથવા અલગ ચોપડામાં કરવી. તેવું જ ધોરણ ૪ માટે સમજવું.

૩. અભ્યાસકાર્ડ(કાર્ડ)નો ઉપયોગ અને જાળવણી:

·તમામ બાળક પાસે અલગ અલગ અભ્યાસકાર્ડ હોવું જોઈએ.
·વર્ગનાં તમામ બાળકો ટ્રેમાંથી જાતે જ કાર્ડ લઇ, તેમાં દર્શાવેલ TLM લઇ શિક્ષકનું માર્ગદર્શન મેળવી કાર્ડમાં દર્શાવેલ સિમ્બોલ મુજબ યોગ્ય જૂથમાં બેસી શકવા જોઈએ.
·બાળક પાસે રહેલા અભ્યાસકાર્ડ પર દર્શાવેલ TLM બોક્ષ પર જે TLM બતાવેલ હોય, તે TLM બાળક પાસે હોવાં જ જોઈએ.
·ધોરણ ૨નાં જે બાળકો ધોરણ ૧માં હોય, તેમને ધોરણ ૧નાં માત્ર અગત્યના કાર્ડ જ આપવા. તેવું જ ધોરણ ૪નાં જે બાળકો ધોરણ ૩માં હોય, તેમના માટે સમજવું.
·તમામ અભ્યાસકાર્ડ એક સાથે ટ્રેમાં ન મૂકી દેતાં જરૂર મુજબનાં કાર્ડ જ મુકવાં, જેથી ટ્રેમાં કાર્ડ વધી ન જાય અને બાળકોને કાર્ડ લેવામાં સરળતા રહે. (ધોરણનું સૌથી આગળનું બાળક જયારે નવા માઈલસ્ટોન પર આવે, ત્યારે જ નવા માઈલસ્ટોનનાં કાર્ડ મુકવાં અનેજયારે તમામ બાળકો જે માઈલસ્ટોન પૂર્ણ કરી દે, તે માઈલસ્ટોનનાં કાર્ડ લઇ લેવાં.)
·અભ્યાસકાર્ડ ફાટી ન જાય, બગડી ન જાય કે ખોવાઈ ન જાય, તેની કાળજી રાખવી.
·અભ્યાસકાર્ડ સહિત તમામ સાહિત્ય નવું જ ઉપયોગમાં લેવું.

૪. સ્વઅધ્યયનપોથી અને ગૃહકાર્ય બુક:

·સ્વઅધ્યયનપોથી તમામ બાળકો માટે હોવી જોઈએ.
·સ્વઅધ્યયનપોથીની કામગીરી બાળકના અભ્યાસકાર્ડની સાથે જ ચાલવી જોઈએ એટલે કે સ્વઅધ્યયનપોથીમાં પ્રગતિમાપન રજીસ્ટરની ટીક મુજબ બાળકની કામગીરી દેખાવી જોઈએ.
·તમામ બાળકોને એક સાથે સ્વઅધ્યયનપોથી આપી કામગીરી ન જ થવી જોઈએ.
·સ્વઅધ્યયનપોથી વર્ગમાં યોગ્ય જગ્યાએ ધોરણવાર અને વિષયવાર ગોઠવાયેલ હોવી જોઈએ.
·બાળક જયારે સ્વઅધ્યયનપોથીનું કાર્ય પૂર્ણ કરે કે તરત જ શિક્ષકે તેની કામગીરી ચકાસી સ્વઅધ્યયનપોથીના તમામ પેજ પર ટૂંકી સહી કરવી અને બાળકને પ્રોત્સાહિત કરવા સ્માઇલી, સ્ટાર વગેરે જેવા સિમ્બોલ આપવા.
·સ્વઅધ્યયનપોથીમાં ચોકડી કે નેગેટીવ માર્કિંગ કરવું નહિ. જરૂર જણાયે પેન્સિલનો ઉપયોગ કરવો, જેથી તેવું માર્કિંગ દૂર કરી સારું માર્કિંગ કરી શકાય.
·બાળક જયારે સ્વઅધ્યયનપોથીનું કાર્ય પૂર્ણ કરે ત્યારે તેની સ્વઅધ્યયનપોથીના ત્રીજા કવરપેજ પર રહેલ લેડરમાં પણ ટીક થઇ જવી જોઈએ.
·સ્વઅધ્યયનપોથી બાળકને ઘરે લઇ જવા આપવાની નથી.
·ધોરણ ૩ અને ૪માં જયારે ગૃહકાર્યનું કાર્ડ આવે ત્યારે ગૃહકાર્યબુક (ગુજરાતીમાં વાચનમાળા, ગણિતમાં પાકું કરીએ અને પર્યાવરણમાં જાતે શીખીએ) બાળકને ઘરે લઇ જવા આપવી તથા ગૃહકાર્ય પૂર્ણ થયે પરત મગાવી કામગીરી ચકાસવી.
·ગૃહકાર્યની બુક તમામ બાળકોને એક સાથે આપી કામગીરી ન જ થવી જોઈએ.



૫. પોર્ટફોલિઓ અને પ્રોફાઈલ:
·તમામ બાળક માટે પોર્ટફોલિઓ બેગ હોવી જોઈએ તથા વર્ગમાં યોગ્ય રીતે ગોઠવાયેલ હોવી જોઈએ. (પોર્ટફોલિઓ બેગ પ્રજ્ઞા શિક્ષક ગ્રાન્ટમાંથી ખરીદવી.)
·તમામ બાળકની પોર્ટફોલિઓ બેગમાં તેણે કરેલ પ્રવૃત્તિના ઘણા નમુના હોવા જ જોઈએ.
·તમામ બાળકની પ્રોફાઈલ બનાવી તેમાં તેમની સામાન્ય માહિતી ઉપરાંત તેમના રસનાં ક્ષેત્રો, ખામીઓ, ખૂબીઓ, મેળવેલ સિદ્ધિઓ વગેરેની માહિતી હોવી જોઈએ.
·બાળકની પ્રોફાઇલ અને પોર્ટફોલિઓ સમયાંતરે વાલી સાથે શેર કરવો.
૬. TLMગ્રાન્ટનો ઉપયોગ અને TLM બોક્ષ નિર્માણ:

·શિક્ષકોને મળેલ TLMગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવો.
·TLMગ્રાન્ટમાંથી અભ્યાસકાર્ડમાં દર્શાવેલ જરૂરી તમામ સામગ્રી ખરીદવી.
·TLMગ્રાન્ટના ઉપયોગથી વાચન, લેખન અને ગણન વિકાસની પ્રવૃત્તિઓ માટે જરૂરી સંદર્ભ સાહિત્યનું નિર્માણ કરવું અને તેનો ઉપયોગ કરવો.
·સપ્તરંગી પ્રવૃત્તિઓ માટેનું જરૂરી સાહિત્ય પણ TLMગ્રાન્ટમાંથી ખરીદવું.
·સામગ્રી કે સાહિત્ય સારી ગુણવત્તાવાળું જ ખરીદવું.
·પેન્સિલ, રબર, સંચા, મીણીયા કલર, સેલો ટેપ, કાતર, કટર, ગુંદર, ફેવિકોલ, કાગળ, ફૂટપટ્ટી, પૂંઠાં, ચાર્ટ પેપર, પ્રોજેક્ટ પેપર, ગણન સામગ્રી, સ્ટેપલર, પંચ વગેરે જેવી તમામ જરૂરી સામગ્રી પૂરતા પ્રમાણમાં અને બાળકોની સંખ્યા મુજબ હોવી જ જોઈએ.
·TLMગ્રાન્ટનો ઉપયોગ જે તે વર્ષમાં જ કરી લેવાનો છે.
·પ્રજ્ઞાના તમામ વર્ગમાં TLM બોક્ષ ફરજીયાત બનાવવું. જે માટે પૂંઠાનું બોક્ષ, લાકડાનું બોક્ષ, લોખંડનો ઘોડો, પ્લાસ્ટીકના બોક્ષ, પ્લાસ્ટીકની બરણીઓ વગેરેનો ઉપયોગ થઇ શકે.
·TLM બોક્ષમાં અભ્યાસકાર્ડ માટે જરૂરી તમામ સામગ્રી હોવી જ જોઈએ.

૭. જૂથ નિર્માણ અને રોટેશન:

·વર્ગમાં બાળકોનાં છ જૂથ હોવાં જ જોઈએ.
·બાળકોનું જૂથ રોટેશન સતત થવું જોઈએ.
·સહપાઠી શિક્ષણ થવું જ જોઈએ.
·તમામ જૂથમાં યોગ્ય સંખ્યામાં બાળકો આપમેળે આવે, તેવું આયોજન પ્રત્યેક સમયે હોવું જોઈએ.
·જરૂર જણાયે બાળકને થોડો સમય વધારાનું પૂરક કામ આપીને તે જ જૂથમાં રોકી જૂથ નિયમનકરવું, જેથી કોઈ પણ જૂથમાં વધુ પડતાંબાળકો એક સાથે ન થઇ જાય.
·કોઈ પણ બાળકને બીજા બાળકને શીખવવા(સહપાઠી શિક્ષણ માટે) કે અન્ય કોઈ પણકારણસર લાંબા સમય સુધી એક જ કાર્ડ પર રોકી રાખવું નહિ.
·બાળક પાસે રહેલા અભ્યાસકાર્ડમાં જે સિમ્બોલ હોય, તે જૂથમાં જ તે બાળક કામ કરતું હોવું જોઈએ.

૮. સપ્તરંગી પ્રવૃત્તિઓ:

·ગણિત/સપ્તરંગીના શિક્ષકે નિશ્ચિત કરેલ સમયમાં સપ્તરંગીનો તાસ લેવો.
·સપ્તરંગી પ્રવૃત્તિઓ બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂરી હોવાથી આ પ્રવૃત્તિઓ ફરજીયાત કરાવવી.
·સપ્તરંગી પ્રવૃત્તિઓ કરાવવા સપ્તરંગી મોડ્યુલનો ઉપયોગ કરવો. તેમ છતાં તે સિવાયની પ્રવૃત્તિઓ પણ કરાવી શકાશે.
·સપ્તરંગી પ્રવૃત્તિઓના તાસમાં સપ્તરંગી મોડ્યુલમાં દર્શાવેલ તમામ સાત એરિયાની પ્રવૃત્તિઓ થવી જોઈએ.
·સપ્તરંગી પ્રવૃત્તિઓમાં ગુજરાતી, ગણિત અને પર્યાવરણ એમ ત્રણેય વિષયને સરખું પ્રાધાન્ય મળવું જોઈએ.
·ગુજરાતી, ગણિત અને પર્યાવરણ એમ ત્રણેય વિષયની કાર્ડમાં આવતી વાર્તાઓ, ગીતો, રમતો વગેરે સમુહમાં સપ્તરંગી પ્રવૃત્તિઓમાં સાંકળી લેવાં.
·સપ્તરંગી પ્રવૃત્તિઓના તાસમાં ગુજરાતી, ગણિત અને પર્યાવરણ એમ ત્રણેય વિષયનાં શક્ય હોય તે TLM બાળકોની મદદથી બનાવવાં.
·સપ્તરંગી પ્રવૃત્તિઓની નોંધ માટે આપેલ નમુના મુજબનું સપ્તરંગી પ્રવૃત્તિ રજીસ્ટર નિભાવવું અને તેમાં પ્રવૃત્તિ કરાવ્યાની તારીખ નોંધવી. વર્ષ પૂર્ણ થયે આ રજીસ્ટર આગળના ધોરણના શિક્ષકને આપવું, જેથી અગાઉ થયેલ પ્રવૃત્તિઓ પછીના વર્ષે ફરીવાર ન થતાં નવી પ્રવૃત્તિઓ કરવી શકાય અને આ રીતે ૪ વર્ષના અંતે બાળકને મહત્તમ પ્રવૃત્તિઓનો લાભ મળે.

૯. ડિસ્પ્લે બોર્ડ:

·ડિસ્પ્લે બોર્ડની ઊંચાઈ એટલી જ હોવી જોઈએ કે જેથી બાળકો જાતે વસ્તુ પ્રદર્શિત કરી શકે.
·ડિસ્પ્લે બોર્ડ પર તમામ બાળકોની પ્રવૃત્તિઓને સ્થાન મળવું જોઈએ.
·ડિસ્પ્લે બોર્ડ પરની પ્રવૃત્તિઓ સમયાંતરે બદલતા જવું.
·ડિસ્પ્લે બોર્ડ પરમૂકી ન શકાય, તેવી બાબતો અન્ય રીતે પ્રદર્શિત કરવી.
·નવી પ્રવૃત્તિઓ ડિસ્પ્લે બોર્ડ પર મુક્યા બાદ જૂની પ્રવૃત્તિઓ બાળકના પોર્ટફોલિઓમાં મુકવી.
૧૦. પ્રજ્ઞા શિક્ષક નોંધપોથી:

·તમામ શિક્ષકોએ પ્રજ્ઞા શિક્ષક નોંધપોથી બનાવવી.
·પ્રજ્ઞા શિક્ષક નોંધપોથીમાં પોતે કરેલ નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિઓ, તેમાં મળેલ પરિણામ, વર્ગની મજબૂત બાબતો, વર્ગની નબળાઈઓ અને તેણે દૂર કરવાનું આયોજન, વર્ગ માટે જરૂરી મટિરિયલ્સની યાદી વગેરેની નોંધ કરવી.
·વર્ગની મુલાકાતે આવતા મુલાકાતી જેમ કે સી.આર.સી.સી. / બી.આર.સી.સી. / તા.કે.નિ. / બિ.કે.નિ.વગેરેની પ્રજ્ઞાવર્ગની કામગીરી અંગેની વર્ગમુલાકાતની નોંધ પ્રજ્ઞા શિક્ષક નોંધપોથીમાં અવશ્ય લખાવવી.

સરદાર પટેલ ના પ્રેરક પ્રસંગો


(1).31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. ક્યારેક ક્યારેક ભારત અને ગુજરાતમાં છોટે, મોટે કે ખોટે સરદાર ફૂટી નીકળે છે પણ હિન્દુસ્તાનના ઈતિહાસમાં સરદાર શબ્દનો માત્ર એક અર્થ થાય છે- સરદાર વલ્લભભાઈ પટેલ. પાંચસોથી વધુ રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ એ સરદારના જીવનની સૌથી મોટી સિદ્ધી છે. આજનો હિન્દુસ્તાનનો નકશો સરદારની મહેનતને આભારી છે. સરદારે જે કરી બતાવ્યુ એ માત્ર હિન્દુસ્તાનના નહીં પણ કદાચ વિશ્વના ઈતિહાસની સૌથી વિરલ ઘટના હતી. સરદારની કુનેહ જોઈને વિશ્વના ભલભલા પંડિતો અને સાશકો મોંમાં આંગળા નાખી ગયા હતા. વિશ્વમાં કોઈને એ વાતનો વિશ્વાસ નહોતો આવતો કે કોઈ મોટી લડાઈઓ કર્યા વિના પણ રાજાઓને લોકશાહીમાં ભેળવી શકે.

કેટલીક ખોટી માહિતીના આધારે જામસાહેબ પાકિસ્તાનમાં જોડાવા ઉત્સુક હતા. આ હેતુ માટે તેઓએ જિન્હાને મળવાનું નક્કી કર્યં હતું અને ખાનગી વિમાનમાં દિલ્હીથી કરાંચી જવાનો કાર્યક્રમ પણ ગોઠવી દીધો હતો, પરંતુ તેઓ કરાંચી જવા ઊપડે તે પહેલાં જ સરદારને આ અંગે માહિતી મળી ગઈ. સરદારે તાબડતોબ જામસાહેબના નાના ભાઈ મેજર જનરલ હિંમતસિંહને બોલાવ્યા. હિંમતસિંહ સરદારને મળ્યાની પાંચ જ મિનિટમાં દિલ્હી અરપાર્ટ જવા રવાના થયાં. તેઓ પાછા આવ્યાં ત્યારે તેમની પાસે જામ સાહેબ પણ હતાં. સરદાર તેઓને એક કમરામાં લઈ ગયાં અને અડધો કલાક તેમની સાથે ગુફ્તેગુ કરી, સરદાર અને જામની એ અડધો કલાકની ચર્ચાએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતનો નકશો પલટાવી દીધો. જો જામસાહેબ પાકિસ્તાનમાં જોડાયા હોત તો તેમની દોરવણીથી અન્ય અનેક રજવાડાઓ પાકિસ્તાનમાં જોડાયા હોત, પરંતુ સરદાર પટેલની ત્વરિત નિર્ણયશક્તિએ જામનગરને પાકિસ્તાનમાં જતું અટકાવ્યું

(2)આવા સરદાર પટેલના પુત્રી મણિબહેનની સાડીમાં મોટાં થીગડાં જોઈ એક દિવસ મહાવીર ત્યાગીએ મજાક કરી, ‘‘તમે એવા બાપની દીકરી છો, જેઓએ એવા અખંડ
ભારતની સ્થાપના કરી છે, જે અશોક, મોગલો કે અંગ્રેજોનું પણ ન હતું. આવા બાપની દીકરી થઈ તમે થીગડાં મારેલાં કપડાં પહેરતાં શરમાતાં નથી ?’’ આ સાંભળી
સરદાર તાડૂક્યા, ‘એ ગરીબ બાપની દીકરી છે. સારાં કપડાં ક્યાંથી લાવે ? અને એનો બાપ કાંઈ થોડું કમાય છે ?’ આવું કહીને સરદારે એમના 20 વર્ષ જૂના ચશ્માનું ખોખું બતાવ્યું. એક જ દાંડીવાળાં ચશ્માં બતાવ્યાં. ઘડિયાળ બતાવી, જે ત્રણ દાયકા જૂની હતી અને પેન બતાવી તે દસ વર્ષ જૂની હતી.

(3)નાયબ વડાપ્રધાન તરીકે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સરદાર પટેલ ઓરંગઝેબ રોડ પર નં. 1 બંગલામાં રહેવા ગયા. મોભા પ્રમાણે સરકારી ખર્ચે ફર્નિચર વસાવવા વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ સાદગીના આગ્રહી સરદાર ફર્નિચરમાં વધુ પડતો ખર્ચ કરે છે એવો આક્ષેપ ન થાય તે માટે સરદારે વધારાનું ફર્નિચર સરકારમાં પાછું મોકલી દીધું અને થોડું ફર્નિચર રાખી બંગલામાં રહેવા લાગ્યા. એક મિત્રને ખબર પડતાં તેણે પોતાના ખર્ચે ફર્નિચર મોકલવાનું કહ્યું. પણ સરદારે ઇન્કાર કર્યો. છેવટે બહુ આગ્રહ કરી પોતાનું જૂનું કાઢી નાખવા જેવું ફર્નિચર સરદારના બંગલામાં મુકાવ્યું. પોતાની જરૂરિયાતો પર છૂટથી પૈસા ખરચતા આજના પ્રધાનો સરદારનું આ વર્તન ધ્યાનમાં રાખશે ખરા?

(4)૧૯૦૯માં વલ્લભભાઈના પત્ની ઝવેરબાને કેન્સર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈની મોટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. તેમની તબિયત અચાનક વણસી અને તેમની ઉપર કરેલી તાત્કાલીક શસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમનું હોસ્પિટલમાં જ દેહાંત થયું. વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ-તપાસ કરી રહ્યા હતા. વલ્લભભાઈએ તે ચબરખી વાંચી તેમના ખીસામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉલટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મુકદ્દમો જીતી ગયા. તેમણે બીજાઓને તે સમાચાર મુકદ્દમો પત્યા પછી જ આપ્યા હતાં.

(5)આજીવન કોંગ્રેસ પાર્ટીના ખજાનચી રહેલો આ પાવરફૂલ પટેલ ભાયડો, જે ભારતવર્ષનો નાયબ વડાપ્રધાન હતો. એ ગુજરી ગયો ત્યારે મિલકતમાં હાથે કાંતેલા કપડા, ૩૦ વર્ષ જૂની એક ઘડિયાળ, તૂટેલી દાંડી સાંધેલા ચશ્મા મુકતો ગયો !
સરદારની સતત સાથે રહેલા દીકરી મણીબહેને ૧૯૮૫માં એક ઇન્ટરવ્યુમાં કહેલું કે મૃત્યુના ત્રણ દિવસ પહેલાં ૧૨ ડિસેમ્બરે સરદાર દિલ્હીથી મુંબઇ જવા નીકળેલા, ત્યારે મણિબહેનને બોલાવીને એક બોક્સ આપેલું. સૂચના આપી કે મને કંઇ થાય તો આ બોક્સ જવાહરને પહોંચતું કરવું. આમાં જે કંઇ છે, એ કોંગ્રેસનું છે. સરદારના નિધન પછી થોડા દિવસે મણિબહેન નહેરૂને મળવા ગયા. ઉઘાડયા વિનાનું બંધ બોક્સ એમને આપ્યું. પેટી એમની હાજરીમાં જ ઉઘાડવામાં આવી. એમાં (એ જમાનાના) ૨૦ લાખથી વઘુ રૂપિયા હતા. જેનો ઉપયોગ નહેરૂએ ૧૯૫૨ની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં પક્ષને જીતાડવા કર્યો હતો !

(6)સરદાર વલ્લભભાઈ પટેલનું બાળપણ ઘણું ગરીબીમાં વીત્યું હતું. થોડો વખત મોસાળમાં નડિયાદ ભણ્યા. વચ્ચે કરમસદ જવાનું થાય ત્યારે પગપાળા જ જાય. ગાડીભાડાના પૈસા નહીં એટલે રેલવેનો ઉપયોગ ન કરતા. પછી પેટલાદ ભણતા, ત્યારે ત્યાં એક નાનું ઘર ભાડે રાખી સાતેક વિદ્યાર્થીઓ કલબ જેવું કરીને રહેતા. દરેક જણ પોતાને ઘેરથી અઠવાડિયાનું સીધું દર રવિવારે લઈ આવે અને વારાફરતી હાથે રસોઈ કરી બધા જમે.
બૅરિસ્ટર થવા ઈંગ્લૅન્ડ ગયા ત્યારે પણ બધી ચોપડીઓ ખરીદવા જેટલા પૈસા નહીં. એટલે લાઈબ્રેરીમાં જઈને વાંચી આવે. પોતે જ્યાં રહેતા, ત્યાંથી લાઈબ્રેરી અગિયાર-બાર માઈલ દૂર હતી. રોજ એટલું ચાલીને સવારે નવ વાગે ત્યાં પહોંચતા અને છેક છ વાગે લાઈબ્રેરી બંધ થાય, બધા ચાલ્યાં જાય અને પટાવાળો આવીને કહે કે, ‘સાહેબ, હવે બધાં ગયાં.’, ત્યારે સરદાર ત્યાંથી ઊઠતા. સાંજે પાછા ચાલતા જ ઘેર જતા. આમ રોજનું બાવીસ-ચોવીસ માઈલ ચાલવાનું થતું. આવી કઠણ જિંદગીમાં એમનું કાઠું ઘડાયું અને એક ખડતલ-ધીંગું વ્યક્તિત્વ પાંગર્યું. આ વસ્તુએ જ પાછળથી આ દેશનું ધીંગું કાઠું ઘડવામાં ઘણો ભાગ ભજવ્યો.

(7)સરદાર નાયબ વડા પ્રધાન હતા ત્યારે વી. શંકર એમના અંગત સચિવ હતા. તેઓએ સરદારના પક્ષ વ્યવહારનાં બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. એમણે લખ્યું છે, “અંગત ઉપયોગ માટે થતાં ફોનનું અલગ રજિસ્ટર રાખવામાં આવતું અને સરદાર પોતાના ખિસ્સામાંથી એ રકમ ભરપાઈ કરતાં… ખાનગી કામ માટે સરકારી વાહનનો ઉપયોગ સરદાર નહોતા કરતા. પોતાની જૂની અંગત ગાડી વાપરતા… પક્ષ તેમ જ ખાનગી પત્રવ્યવહારનો ખર્ચ પોતે ભોગવતા… સરકારી પ્રવાસ કરે તો પણ પ્રવાસભથ્થું લેતાં નહોતાં… નાદુરસ્ત તબિયત હોવા છતાં રોજના ૧૮ કલાક કામ કરતાં… નહેરુ વિદેશ ગયેલા, એ સમયગાળામાં સરદાર વડા પ્રધાનપદનો હવાલો સંભાળતા હતા… સરદારે પ્રધાનો અને કર્મચારીઓના પગારમાં ૧૫ ટકા કાપ મૂક્યો અને દરેક સરકારી ખાતાંને કરકસર કરવાની સૂચના આપી. એનાથી લગભગ રૂપિયા ૮૦ કરોડની બચત થઈ હતી. આ આંકડો વર્ષ ૧૯૪૯નો છે. આજે કરકસરની વાત તો બાજુ પર રહી, પણ બેફામ ખર્ચની કોઈ સીમા રહી નથી.
આમ ગાંધીજીની જેમ સરદાર પણ આજીવન અકિંચન રહ્યા હતા. એમના અંતકાળે તેમની પાસે પોતાની અંગત મિલકત જેવું ગણાય તેમાં ચારેક જોડી કપડાં, બે જોડી ચંપલ, એક પતરાંની બેગ, રેંટિયો, બે ટિફિન, એલ્યુમિનિયમનો લોટો અને સગડી હતાં જે અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્મારકમાં એમની સ્મૃતિરૂપે આજે પણ જળવાઈ રહ્યાં છે.
આજે દેશના પ્રધાનોની સંપત્તિ બેસુમાર વધતી જાય છે ત્યારે સરદાર સાહેબે તેમનાં પુત્રી માટે એક મકાન સુદ્ધાં બનાવ્યું નહોતું.
મારે રાજ ચલાવવાનું છે, બંદૂક પણ રાખવી પડે અને આર્મી પણ રાખવું પડે – સરદાર

સુવિચાર


" દરેક સમયે યોગ્ય શબ્દ ના મળે,
તો ફક્ત સ્મિત કરવું..
શબ્દો અસ્પષ્ટ હોઈ શકે
સ્મિત ક્યારેય નહિ..!!!
શુભ સવાર !

સુવિચાર


સો તોલા સોનું
પહેરીને ફરતા
શેઠને કોઈ પગે
નથી લાગતું.
પણ શરીરે ભભૂત
લગાવીને ભજન
કરતા સાધુને
સૌ વંદન કરે છે
મહિમા ત્યાગનો છે,
ભોગનો નહીં.
મહાશિવરાત્રીના
સૌને
હર હર મહાદેવ.

भगवान शिव के 108 नाम -



भगवान शिव के 108 नाम --
१- ॐ भोलेनाथ नमः
२-ॐ कैलाश पति नमः
३-ॐ भूतनाथ नमः
४-ॐ नंदराज नमः
५-ॐ नन्दी की सवारी नमः
६-ॐ ज्योतिलिंग नमः
७-ॐ महाकाल नमः
८-ॐ रुद्रनाथ नमः
९-ॐ भीमशंकर नमः
१०-ॐ नटराज नमः
११-ॐ प्रलेयन्कार नमः
१२-ॐ चंद्रमोली नमः
१३-ॐ डमरूधारी नमः
१४-ॐ चंद्रधारी नमः
१५-ॐ मलिकार्जुन नमः
१६-ॐ भीमेश्वर नमः
१७-ॐ विषधारी नमः
१८-ॐ बम भोले नमः
१९-ॐ ओंकार स्वामी नमः
२०-ॐ ओंकारेश्वर नमः
२१-ॐ शंकर त्रिशूलधारी नमः
२२-ॐ विश्वनाथ नमः
२३-ॐ अनादिदेव नमः
२४-ॐ उमापति नमः
२५-ॐ गोरापति नमः
२६-ॐ गणपिता नमः
२७-ॐ भोले बाबा नमः
२८-ॐ शिवजी नमः
२९-ॐ शम्भु नमः
३०-ॐ नीलकंठ नमः
३१-ॐ महाकालेश्वर नमः
३२-ॐ त्रिपुरारी नमः
३३-ॐ त्रिलोकनाथ नमः
३४-ॐ त्रिनेत्रधारी नमः
३५-ॐ बर्फानी बाबा नमः
३६-ॐ जगतपिता नमः
३७-ॐ मृत्युन्जन नमः
३८-ॐ नागधारी नमः
३९- ॐ रामेश्वर नमः
४०-ॐ लंकेश्वर नमः
४१-ॐ अमरनाथ नमः
४२-ॐ केदारनाथ नमः
४३-ॐ मंगलेश्वर नमः
४४-ॐ अर्धनारीश्वर नमः
४५-ॐ नागार्जुन नमः
४६-ॐ जटाधारी नमः
४७-ॐ नीलेश्वर नमः
४८-ॐ गलसर्पमाला नमः
४९- ॐ दीनानाथ नमः
५०-ॐ सोमनाथ नमः
५१-ॐ जोगी नमः
५२-ॐ भंडारी बाबा नमः
५३-ॐ बमलेहरी नमः
५४-ॐ गोरीशंकर नमः
५५-ॐ शिवाकांत नमः
५६-ॐ महेश्वराए नमः
५७-ॐ महेश नमः
५८-ॐ ओलोकानाथ नमः
५४-ॐ आदिनाथ नमः
६०-ॐ देवदेवेश्वर नमः
६१-ॐ प्राणनाथ नमः
६२-ॐ शिवम् नमः
६३-ॐ महादानी नमः
६४-ॐ शिवदानी नमः
६५-ॐ संकटहारी नमः
६६-ॐ महेश्वर नमः
६७-ॐ रुंडमालाधारी नमः
६८-ॐ जगपालनकर्ता नमः
६९-ॐ पशुपति नमः
७०-ॐ संगमेश्वर नमः
७१-ॐ दक्षेश्वर नमः
७२-ॐ घ्रेनश्वर नमः
७३-ॐ मणिमहेश नमः
७४-ॐ अनादी नमः
७५-ॐ अमर नमः
७६-ॐ आशुतोष महाराज नमः
७७-ॐ विलवकेश्वर नमः
७८-ॐ अचलेश्वर नमः
७९-ॐ अभयंकर नमः
८०-ॐ पातालेश्वर नमः
८१-ॐ धूधेश्वर नमः
८२-ॐ सर्पधारी नमः
८३-ॐ त्रिलोकिनरेश नमः
८४-ॐ हठ योगी नमः
८५-ॐ विश्लेश्वर नमः
८६- ॐ नागाधिराज नमः
८७- ॐ सर्वेश्वर नमः
८८-ॐ उमाकांत नमः
८९-ॐ बाबा चंद्रेश्वर नमः
९०-ॐ त्रिकालदर्शी नमः
९१-ॐ त्रिलोकी स्वामी नमः
९२-ॐ महादेव नमः
९३-ॐ गढ़शंकर नमः
९४-ॐ मुक्तेश्वर नमः
९५-ॐ नटेषर नमः
९६-ॐ गिरजापति नमः
९७- ॐ भद्रेश्वर नमः
९८-ॐ त्रिपुनाशक नमः
९९-ॐ निर्जेश्वर नमः
१०० -ॐ किरातेश्वर नमः
१०१-ॐ जागेश्वर नमः
१०२-ॐ अबधूतपति नमः
१०३ -ॐ भीलपति नमः
१०४-ॐ जितनाथ नमः
१०५-ॐ वृषेश्वर नमः
१०६-ॐ भूतेश्वर नमः
१०७-ॐ बैजूनाथ नमः
१०८-ॐ नागेश्वर नमः
यह भगवान के १०८ नाम केवल  ११ लोगों को भेजो ज़रूर शुभ समाचार मिलेगा ।