ગુરુવાર, 24 માર્ચ, 2016

ગૂડ ફ્રાઇડે@


ઈસાઈ ધર્મગ્રંથો અનુસાર જે દિવસે ઈસા મસીહને શૂળી પર ચઢાવવામાં આવ્યા તથા તેમણે પ્રાણ ત્યાગ્યા એ દિવસ શુક્રવાર હતો. તેની જ યાદમાં ગૂડ ફ્રાઇડે મનાવવામાં આવે છે. પોતાના મૃત્યુના ત્રણ દિવસ પછી ઈસા મસીહ પુનઃ જીવિત થયા હતા અને તે દિવસ રવિવાર હતો જેને ઈસ્ટર સન્ડે કહે છે.
ગૂડ ફ્રાઇડેને હોલી ફ્રાઇડે, બ્લેક ફ્રાઇડે અથવા ગ્રેટ ફ્રાઇડે પણ કહેવામાં આવે છે. ઈસાઈ લોકો માટે ગૂડ ફ્રાઇડેનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ઈસા મસીહે ક્રોસ પર પોતાના પ્રાણ ત્યાગ્યા હતા. તેઓ નિર્દોષ હતા છતાં પણ તેમને દંડસ્વરૃપ ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા. તેમણે સજા આપનારાઓ પર દોષારોપણ કે ક્રોધ ન કરતાં કહ્યું, "હે ઈશ્વર! તેમને ક્ષમા કર, કારણ કે તેઓ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યાં છે."
ઈસુ ફરી-ફરીને લોકોને માનવતા અને શાંતિનો સંદેશ આપતા હતા. તેમણે ધર્મના નામે અંધવિશ્વાસ ફેલાવનારા લોકોને માનવ જાતિના શત્રુ બતાવ્યા. તેમના સંદેશાઓથી હેરાન-પરેશાન થઈને ધર્મપંડિતોએ તેમના ધર્મની અવમાનનાનો આરોપ લગાવીને તેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી. તેમને મૃત્યુદંડ એટલા માટે આપવામાં આવ્યો, કારણ કે ઈસા મસીહ અન્યાય અને ઘોર વિલાસિતા તથા અજ્ઞાાનના અંધકારને દૂર કરવા માટે લોકોને શિક્ષા-સંદેશાઓ આપી રહ્યા હતા.
તે સમયે કટ્ટરપંથી ધર્મગુરુઓએ ઈસુનો ખૂબ વિરોધ કર્યો. તેમને ઈસામાં મસીહા જેવું કંઈ વિશેષ લાગતું નહોતું. તેમને તો પોતાના કર્મકાંડો સાથે જ પ્રેમ હતો. સ્વયંને ઈશ્વરપુત્ર જણાવવા એ બાબત તેમના માટે મોટું પાપ હતું, તેથી આ ધર્મગુરુઓએ તે સમયના રોમન ગવર્નર પિલાતુસને ઈસુની ફરિયાદ કરી. આ ધર્મગુરુઓને પ્રસન્ન કરવા માટે પિલાતુસે ઈસુને ક્રોસ પર મૃત્યુદંડનો ક્રૂર દંડ આપ્યો.
સજા દરમિયાન તેમને ઘણી યાતનાઓ આપવામાં આવી. ઈસુના માથા પર કાંટાળો તાજ મૂકવામાં આવ્યો. પછી ઈસુના ખભા પર ક્રોસ રાખીને તેમને ગોલ ગોથા નામની જગ્યાએ લઈ ગયા, જ્યાં તેમને ક્રોસ પર ચઢાવવામાં આવ્યા. ઈસુએ મોટા અવાજે પરમેશ્વરને પોકાર કરતાં કહ્યું, "હે પિતા! હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું." આટલું કહ્યા પછી તેમણે પ્રાણ ત્યાગી દીધા.
ગૂડ ફ્રાઇડેના દિવસે ઈસાઈ ધર્મના અનુયાયી ચર્ચમા જઈને પ્રભુ ઈસુને યાદ કરે છે. શ્રદ્ધાળુઓ પ્રભુ ઈસુ દ્વારા ત્રણ કલાક સુધી ક્રોસ પર ભોગવવામાં આવેલી પીડાને યાદ કરે છે. રાત્રિના સમયે ક્યાંક ક્યાંક કાળાં વસ્ત્ર પહેરીને શ્રદ્ધાળુઓ ઈસુની છબિ લઈને શોક મનાવતાં મનાવતાં પદયાત્રા કાઢે છે.
ગૂડ ફ્રાઇડે પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થનાનો દિવસ છે, તેથી આ દિવસે ચર્ચમાં ઘંટ વગાડવામાં આવતો નથી, પરંતુ તેને બદલે લાકડાને ખટખટાવવાનો અવાજ કરવામાં આવે છે. લોકો ઈસા મસીહના પ્રતીક એવા ક્રોસના ચિહ્નને ચુંબન કરીને ઈસુને યાદ કરે છે.
અનેક લોકો ચાલીસ દિવસ સુધી સંયમ અને વ્રતનું પાલન કરે છે. આ અવધિને બોલચાલની ભાષામાં ચાલીસા કહે છે, જે વર્ષમાં એક વાર આવે છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિકરણ માટે પ્રયત્ન કરે છે. તે તેમના આંતરિક અને બાહ્ય પરિવર્તનનો માર્ગ પ્રશસ્ત કરે છે.
ગૂડ ફ્રાઇડે એક એવો દિવસ છે જ્યારે ઈસા મસીહે ધરતી પર વધી રહેલાં પાપ દૂર કરવા અને પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિઃસ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. તેમણે વિરોધ અને યાતનાઓ સહન કરીને પોતાના પ્રાણ આપ્યા. તેમની જ આરાધના અને વચનોના માધ્યમથી મનુષ્યતાની રાહ પર ચાલવાનું જ્ઞાાન આપનારો દિવસ છે ગૂડ ફ્રાઇડે.
ઈસ્ટર સન્ડે
ઈસા મસીહને શૂળી (ક્રોસ) પર લટકાવવામાં આવેલા દિવસ (ગૂડ ફ્રાઇડે)થી બરાબર ત્રીજા દિવસે તેઓ પુનર્જીવિત થઈ ગયા હતા. આ દિવસ રવિવાર હતો તેથી તેને ઈસ્ટર સન્ડે અને ઈસ્ટર દિવસ કહેવામાં આવે છે. ઈસા મસીહના પુનર્જીવિત થવાની ઘટનાની યાદમાં દુનિયાભરમાં ઈસ્ટર સન્ડે મનાવવામાં આવે છે. તેમને ક્રોસ પર ચઢાવ્યાના ત્રીજા દિવસે તેઓ પોતાની કબરમાંથી જીવિત થયા હતા. જીવિત થયા પછી ભગવાન ઈસુએ પોતાના શિષ્યોની સાથે ૪૦ દિવસ સુધી રહીને હજારો લોકોને દર્શન આપ્યાં. પ્રભુ ઈસુ માત્ર કોઈ એક જાતિ કે ધર્મની સ્થાપના માટે નહીં, પરંતુ પ્રેમ અને સત્યનો ફેલાવો કરવા માટે આવ્યા હતા. ઈસ્ટર એેટલે ઈસુનું મૃત્યુમાંથી સજીવન થવું તે. ઈસ્ટર સન્ડે આનંદદાયક ઘટના હતી, તેથી તે દિવસે ઈસુના નવજીવનની ધૂમધામથી ખુશી મનાવવામાં આવે છે.

ગૂડ ફ્રાઇડે

🌑➖●• ગૂડ ફ્રાઇડે
🌑➖●•••• અને
🌑➖●••••• ઇસ્ટર સન્ડે.
                      ➖🔳➖
🔳 <> પ્રભુ ઇસુ ખ્રિસ્તના મૄત્યુ દિવસને GooD FridaY કહે છે.
   બેથલેહેમ ગામની ગમાણમાં જન્મેલા ઇશુ ખ્રિસ્તે સેવાકાયઁથી લોકોને પ્રભાવિત કરીને લોકપ્રિય થયા હતા. પ્રેમ અને શાંતિની સ્થાપના કરવા તેઓએ આખા પેલેસ્ટાઇન દેશની પગપાળા દ્રારા પ્રવાસ/ ભ્રમણ કરીને ઇશ્વરનો સંદેશ લોકોને પહોંચાડ્યો હતો.
   ઇશુ ખ્રિસ્ત હંમેશા પોતાના ઉપદેશમાં લોકોને દુશ્મનોને ક્ષમા આપવા કહેતા, તેમજ કોઇ જમણા ગાલે તમાચો મારે તો પોતાનો ડાબો ગાલ ધરવાનું કહેતા. આવા ઉપદેશથી ખ્રિસ્તી સંતો તેને ધમઁ વિરૂદ્ધ ગણતા.
   આ કારણે એક યહુદાને થોડા ચાંદીના સિક્કા આપવાની લાલચ આપી એક રાત્રે યહુદાએ પ્રાથઁનામાં લીન થયેલા ઇશુ ખ્રિસ્તને પકડી તેના પર ધમઁ વિરુદ્ધ આચરણ કરવાનો આરોપ મૂકી દોષિત ઠરાવી તેમને શહેરની બહાર લઇ જઇને વધસ્થંભ પર ચડાવી મૄત્યુદંડની સજા કરી.
   રોમન સૈનિકોએ ઇશુ ખ્રિસ્તના ઉધાડા શરીર પર કોરડા ફટકારી ભારેખમ વધસ્થંભ ઉપડાવી કાલવરીની ટેકરી પર લઇ જઇ વધસ્થંભ પર ઓડાવી તેમના હાથ-પગમાં ખીલ્લા ઠોકાવામાં આવ્યા.
   લોહીલોહાણ હાલતમાં તથા અસહ્ય વેદના હોવા છતાં તેમની ક્ષમા ભાવના છોડી નહીં
   ઇશુ ખ્રિસ્તે પોતાના પ્રાણ ત્યાગતા પહેલા ઇશ્વરને પ્રાથઁના કરી અને કહ્યું કે તેમને માફ કરજો . તેઓ શું કરી રહ્યા છે તે જાણતા નથી 
   તેઓને કબરમાં ભૂકી ઈબર શીલ કરી પહેરો મૂકી દીધો આમ થતાં પણ ઇશુ ખ્રિસ્ત ત્રીજા દિવસે એટલે કે રવિવારે પુનરુત્થાન પામ્યા  એને ઇષ્ટર સન્ડે કહેવામાં આવે છેu.
              ➖🔳➖
➖અસ્તુ
➖Dipak N Makadia. BHY. 
➖➖➖➖🔳➖➖➖➖➖

મંગળવાર, 22 માર્ચ, 2016

હોળી નું વૈજ્ઞાનિક મહત્વ


તહેવારોનું ધાર્મિક મહત્વ હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. પરંતુ હોળી દહન એ વાતનું પ્રતિક છે કે માણસ પોતાના મનના ખરાબ વિચારોને હોળીની આગની અંદર સળગાવી દે. આનાથી મન નિર્મળ રહેશે અને ભક્ત પ્રહલાદની જેમ આગની અંદરથી તપેલા સોનાની જેમ નિખરીને નીકળશે.
વસંત આવવાની ખુશીમાં ઝાડના સુકાયેલ પાંદડા અને લાકડાઓને એકઠાં કરીને સળગાવી દેવા જ તેનો ઉદ્દેશ્ય રહ્યો હશે. પરંતુ અત્યારે તો લોકો દ્વારા મોંઘા લાકડાને સળગાવવામાં આવે છે. આ હોળીનું વિકૃત સ્વરૂપ છે. બીજા દિવસે હોળીની અગ્નિમાં ઘઉંના ડુંડા શેકવાનો રિવાજ છે. આનું કારણ એ છે કે આ દિવસોમાં ઘઉંનો પાક તૈયાર થઈ જાય છે. નવા પાકને અગ્નિના દેવતાને સમર્પિત કરવાની સાથે સાથે તે પણ સાબિત થાય છે કે આ વખતનો પાક કેવો છે?
હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર આવે છે. એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. આ બહાને લોકો બધા જ મતભેદ ભુલીને એક થઈ જાય છે. હોળીનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ છે. લોકોના મનમાં ઘણાં પ્રકારના મનોવિકાર છુપાયેલા રહે છે. આ સમાજના ભયથી કે શાલીનતાવશ પ્રગટ નથી થતાં. પરંતુ હોળીના દિવસે વ્યક્તિ ખુબ જ ઉલટા સીધા કામ કરવા માટે સ્વતંત્ર બની જાય છે. હાસ પરિહાસ, ઉપહાસ, મશ્કરી, મજાક-મસ્તીના માધ્યમથી બધી જ ખરાબ ભાવનાઓ છુટી જાય છે. આ રીતે વ્યક્તિ તન-મનથી પોતાની જાતને હલ્કી-ફુલ્કી અનુભવે છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પુર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે તેથી હવે ગરમ પાણીથી નહાવાની કોઈ જ જરૂરત નથી. હવે ઠંડા પાણીથી નહાવામાં કોઈ જ નુકશાન

બેટી બચાવો


ભારતના વિકાસમાં સ્ત્રીઓ અને પુરુષો પૈકી કોનું યોગદાન વિશેષ છે એ વિષય પર એક ગહન ચર્ચા ચાલી રહી હતી. દેશને વિકસીત કરવામાં પુરુષોનો જ સિંહફાળો છે એ બાબતમાં જુદી જુદી વ્યક્તિઓ પુરાવાઓ સાથે પોતાની વાત રજુ કરી રહ્યા હતા.
એકભાઇએ કહ્યુ, " આમ તો આ ચર્ચાનો વિષય જ નથી. તમે તમામ ક્ષેત્રમાં નજર કરો તો સ્પષ્ટપણે દેખાશે કે દેશના વિકાસમાં સ્ત્રીઓની સરખામણીએ પુરુષોનું યોગદાન સવિશેષ છે. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડો.કલામ, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર.....આ યાદી તો બહુ લાંબી ચાલે એમ છે. પુરુષોની આ યાદીની સરખામણીમાં સ્ત્રીઓની યાદી તૈયાર કરવામાં આવે તો થોડા પાનામાં યાદી પુરી થઇ જાય માટે આ ચર્ચાને એકબાજુ મુકો. પુરુષોએ જ આ દેશના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યુ છે એ સુર્ય જેવુ સત્ય છે."
એક નાની દિકરી ખુણામાં બેઠી બેઠી આ ચર્ચા સાંભળી રહી હતી. આ દિકરી ઉભી થઇ અને ત્યાં હાજર બધા લોકોને સંબોધીને કહ્યુ, " હું ક્યારની તમારા બધાની વાતો સાંભળી રહી છું. આપના તરફથી જે વાતો થાય છે એની સાથે હું 100% સહમત છું પણ મને એક પ્રશ્ન થાય છે જો આપની પરવાનગી હોય તો પુછી શકુ ? "
બધાએ એકી અવાજે કહ્યુ, " હા બેટા, તારે જે પુછવુ હોય તે પુછ." છોકરીએ કહ્યુ, " પેલા અંકલ જુદા જુદા મહાપુરુષોના નામ આપીને દેશના વિકાસમાં એને આપેલા યોગદાનની વાત કરતા હતા. મારે તો એટલુ જ જાણવું છે કે આ બધા જ મહાપુરુષોની માતા જ્યારે સ્ત્રીભૃણ રુપે એમની માતાના ગર્ભમાં હતી એ વખતે આ બધી જ માતાઓને ગર્ભમાં પતાવી દેવામાં આવી હોત તો પછી તમે જે મહાપુરુષોની વાત કરી એ મહાપુરુષો પૃથ્વી પર કેવી રીતે આવત ?"
દિકરીનો પ્રશ્ન સાંભળીને બધાની બોલતી બંધ થઇ ગઇ.
મિત્રો, આ જગતની તમામ મહાન પ્રતિભાઓ સ્ત્રીના માધ્યમથી જ આ જગતમાં અવતરે છે. જ્યારે આપણે સ્ત્રીના ગર્ભમાં રહેલ સ્ત્રીભૃણની હત્યા કરીએ છીએ ત્યારે આપણે માત્ર સ્ત્રીના ભૃણની જ નહી પરંતું એના દ્વારા આ જગતમાં અવતરનાર તમામ મહાન પ્રતિભાઓની પણ હત્યા કરવાનું મહાપાપ કરીએ છીએ.
બેટી બચાવીએ, મહાપુરુષોને બચાવીએ, દેશ બચાવીએ.
આભાર :શૈલેષ સગપરીયા સર

રંગોનો ઉત્સવ હોળી


હોળી એટલે ઘાણી-ચણા-ખજૂર ખાવાનો દિવસો, હોળી એટલે સેવઈઓ બનાવવાના દિવસો, હોળી એટલે રંગબેરંગી રંગોનો તહેવાર. સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ તહેવાર એવો નથી હોતો જેને કોઈ નાપસંદ કરતુ હોય કે કોઈ તહેવાર એવો નથી જે દિવસે કોઈ બહાર નીકળવાનુ ટાળતુ હોય. પણ હોળી એ એક એવો દિવસ છે જેમાં તમને 40 ટકા લોકો એવા જોવા મળશે જે આ તહેવારને નાપસંદ કરતા હોય. તહેવાર ના પસંદ કરવનુ કારણ માત્ર છે આજની બેઢંગ રીતે રમાતી હોળી.

હોળીના દિવસે જરૂરી નથી કે આપણે લાકડા જ બાળવા જોઈએ, તે દિવસે તમે તમારુ જૂનુ ફર્નિચર, કાગળો વગેરે જેવી વસ્તુઓ પણ ભેગી કરીને બાળી શકો છો, પણ હોળી આવતા જ લોકો ગમે તે રીતે જોયા વગર ઘણીવાર લીલા ઝાડ પણ કાપી નાખે છે. હોળીના નામે લોકો રસ્તામાં લોકો પાસેથી જબરજસ્તી ફાળો એકઠો કરે છે.

હોળીના દિવસે તો આપણે પૂજન કરવામાં અને અવનવી મીઠાઈઓ ખાવામાં વીતાવીએ, પણ બીજા દિવસે એટલેકે ઘૂળેટીના દિવસે મોટા ભાગના લોકો એવુ વિચારે છે કે ચાલો આજે ક્યાંક આઉટ ઓફ સીટી નીકળી જઈએ. કેટલાક ઘરની અંદર જ એક રૂમમાં બંધ થઈને ટીવી સામે ગોઠવાઈ જાય અને ઘરમાં બધાને કહી દે કે જો કોઈ મારી પૂછપરછ કરે તો કહેજો કે હું ઘરમાં નથી. રંગબેરંગી રંગ કોણે ન ગમતા હોય ? જેનુ જીવન નીરસ હોય તે જ આ બધી વાતોથી દૂર રહે.

સાચુ કહીએ તો કોઈ રંગોથી દૂર ભાગવા નથી માગતુ, પણ આજે જે રીતે ધૂળેટી રમવાનુ પ્રચલન શરૂ થઈ ગયુ છે તેનાથી મોટાભાગના લોકોને આની ચીડ ચડે છે. આજે કોઈ ગુલાલ માત્રથી જ રમતા નથી, પણ પાકાં રાસાયણિક રંગોથી હોળી રમે છે. જે રંગો અઠવાડિયા સુધી નીકળતા નથી અને સ્કીન પર અને આંખો પર અસર થાય છે તે જુદી. કેટલીક જગ્યાએ તો માટીનુ કાદવ બનાવીને તેમાં લોકોને પકડી પકડીને નાખવામાં આવે છે. આ પ્રકારની જબરજસ્તી કોઈના માટે મજાક છે તો કોઈના માટે અપમાન.

ઘૂળેટી રમવાનો વિરોધ નથી પણ નુકશાનદાયક રંગોથી રમવુ, યુવતીઓ પર પાણી નાખીને તેમની મજાક ઉડાવવી, રસ્તામાં જતા લોકો પર ગમે તેવા રંગો ફેંકવા એ કેટલી હદે યોગ્ય છે ? ઘણા લોકો તો નાના-નાના બાળકોને પણ પકડીને રંગ લગાવીને મજા લે છે, પણ એ નથી જોતા કે નાના બાળકોના આંખમાં કે મોઢામાં રંગ જવાથી તેની અસર શુ થશે.

આજે આપણા દેશની એક મોટી સમસ્યા પાણી છે. જેને બચાવવુ દરેક નાગરિકનુ કર્તવ્ય છે. પણ એક હોળીના દિવસે જ એટલુ પાણી વેસ્ટ જાય છે જેટલુ એક અઠવાડિયામાં પણ નહી જતુ હોય. એક સાચા નાગરિક તરીકે આપણે આવા દિવસે કોરી હોળી રમવી જોઈએ. કુદરતે આપણને ઘણા કુદરતી રંગ આપ્યા છે. આ ઉપરાંત અબીલ, ગુલાલ વગેરે એવા રંગો છે જેનાથી કોઈ નુકશાન પણ નથી થતુ અને જેને કોરો લગાડીને પણ ધૂળેટી રમી શકાય છે.

હોળીનો તહેવાર એવી રીતે ઉજવવો જોઈએ જેનાથી આપણે કારણે બીજી વ્યક્તિને કોઈ પણ જાતનુ મનદુ:ખ કે નુકશાન ન થાય, આવી રીતે હોળી ઉજવીશુ તો લોકો આવતા વર્ષે હોળી આવવાની આતુરતાથી રાહ જોવાશે.

રવિવાર, 20 માર્ચ, 2016

પપ્પા



આપણા  ઘરની વન મેન સરકાર એટલે પપ્પા;

આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા;

હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા;

સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા;

પપ્પાના મજબૂત હાથે જ્યારથી મારૂ બાવડું પકડ્યુ છે.. ત્યારથી મારી રગે રગમાં એક નિર્ભયતા દોડી રહી છે .

મમ્મીએ મને ડરતા શીખવ્યું; પપ્પાએ મને લડતા શીખવ્યું.

મમ્મીએ મારી ઠેંસ પર મલમપટ્ટી કરી છે; પપ્પાએ ઈ ઠેંસ જોઈને મારી ધૂળ કાઢી છે.

મમ્મીએ મને સંવેદનશીલ બનાવ્યો; જ્યારે પપ્પાએ મને સૈનિક બનાવ્યો છે.

પપ્પા એક પ્રકૃતિ છે જેમાં સતત બદલાવ આવ્યે રાખે છે.
મમ્મીને સમજી શકાય પણ પપ્પાને સમજવા સંતાનોની ફુટપટ્ટી હંમેશા ટુંકી પડે છે.

આ પપ્પા જે સવારે થપ્પડ મારે અને સાંજે બગીચે ફરવા લઈ જાય છે.

આ પપ્પા જે પહેલા ખૂબ રોવડાવે અને પછી દિવાળીના ફટાકડા લઈ આવે.

આ પપ્પા જે પોતે સાઈકલ સ્વીકારીને છોકરાવને બાઈક અપાવે.

આ પપ્પા જે સંતાનોની બધી ઈચ્છા પુરી કરવા પોતાની તમામ ઈચ્છા દફનાવે.

આ પપ્પા જે સીઝનનું પહેલું ફ્રુટ ઘરમાં લાવે અને કોઈના થેંક્યુંની પણ અપેક્ષા ન રાખે.

આ પપ્પા જે કદી કોઈનું ધાર્યું કરે નહીં અને પોતાનું ધાર્યું બઘું કરાવે.

આ પપ્પાને સમજવા આપણે કદાચ ફરી જન્મ લેવો પડશે.

આ પપ્પા રીટાયર્ડ થઈ શકે, ટાયર્ડ નહીં...!

તમે સ્વીકારો કે ન સ્વીકારો હું તો સ્વીકારૂ છું કે આપણા પપ્પા પાસે આપણે કંઈ જ નથી.
પપ્પાની સાયકલની સીટ પર બેસીને જે દુનિયા મે જોઈ છે એ દુનિયા તો મને આજે મારી ફોર વ્હીલર કારમાંથી પણ નથી દેખાતી.   ક્યાંક એ દુનિયા પપ્પા સાથે રીટાયર્ડ તો નથી થઈ ગઈ ને ?

પપ્પાએ માંડ માંડ લોન લઈને લીધેલું એ પેલુ મકાન જેના વ્હાઈટ વોશ કરવા માટે પપ્પા પાસે પૈસા નહોતા.
છતા\'ય ઈંટે ઈંટે પપ્પાના પરસેવાનો કલર અમે અનુભવેલો.

પપ્પાને મારી કિંમત છે, ને પપ્પા મારી હિંમત છે.
એક શ્રીફળ સમુ વ્યક્તિત્વ એટલે મારા પપ્પા-
બહારથી કડક અને અંદરથી ભીના ભીના..!

પપ્પાનો સ્વભાવ કદી સુધારી ન શકાય કારણ કે ઈ પપ્પા છે;

પપ્પાને એની તમામ મર્યાદા સાથે સ્વીકારાય કારણ કે ઈ પપ્પા છે;

યાદ રાખજો... પપ્પા નોકરીમાંથી રીટાયર્ડ થાય છે , મગજથી નહીં....

મારો અહમ, મારી બુદ્ધી, મારૂ સ્વમાન, મારૂ જ્ઞાન , મારી આવડત અને મારૂ આવું ઘણુ બધું જ....
મારા પપ્પાના પરસેવાના ચાર ટીપા સામે ક્ષુલ્લક છે.

પપ્પા હંમેશા મહાન જ હોય છે.  તોય એના મહાન સંતાનો એની ક્રેડીટ મમ્મીને આપે છે.
છતા પપ્પા મૌન સેવે છે. બસ એટલે જ પપ્પા મહાન છે.

પપ્પાની મહાનતા કોઈ કવિઓ, લેખકો કે વિવેચકોની મોહતાજ નથી
બસ એટલે પપ્પા મહાન છે....
👌👌👌👌👌

પપ્પા



આપણા  ઘરની વન મેન સરકાર એટલે પપ્પા;

આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા;

હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા;

સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા;

પપ્પાના મજબૂત હાથે જ્યારથી મારૂ બાવડું પકડ્યુ છે.. ત્યારથી મારી રગે રગમાં એક નિર્ભયતા દોડી રહી છે .

મમ્મીએ મને ડરતા શીખવ્યું; પપ્પાએ મને લડતા શીખવ્યું.

મમ્મીએ મારી ઠેંસ પર મલમપટ્ટી કરી છે; પપ્પાએ ઈ ઠેંસ જોઈને મારી ધૂળ કાઢી છે.

મમ્મીએ મને સંવેદનશીલ બનાવ્યો; જ્યારે પપ્પાએ મને સૈનિક બનાવ્યો છે.

પપ્પા એક પ્રકૃતિ છે જેમાં સતત બદલાવ આવ્યે રાખે છે.
મમ્મીને સમજી શકાય પણ પપ્પાને સમજવા સંતાનોની ફુટપટ્ટી હંમેશા ટુંકી પડે છે.

આ પપ્પા જે સવારે થપ્પડ મારે અને સાંજે બગીચે ફરવા લઈ જાય છે.

આ પપ્પા જે પહેલા ખૂબ રોવડાવે અને પછી દિવાળીના ફટાકડા લઈ આવે.

આ પપ્પા જે પોતે સાઈકલ સ્વીકારીને છોકરાવને બાઈક અપાવે.

આ પપ્પા જે સંતાનોની બધી ઈચ્છા પુરી કરવા પોતાની તમામ ઈચ્છા દફનાવે.

આ પપ્પા જે સીઝનનું પહેલું ફ્રુટ ઘરમાં લાવે અને કોઈના થેંક્યુંની પણ અપેક્ષા ન રાખે.

આ પપ્પા જે કદી કોઈનું ધાર્યું કરે નહીં અને પોતાનું ધાર્યું બઘું કરાવે.

આ પપ્પાને સમજવા આપણે કદાચ ફરી જન્મ લેવો પડશે.

આ પપ્પા રીટાયર્ડ થઈ શકે, ટાયર્ડ નહીં...!

તમે સ્વીકારો કે ન સ્વીકારો હું તો સ્વીકારૂ છું કે આપણા પપ્પા પાસે આપણે કંઈ જ નથી.
પપ્પાની સાયકલની સીટ પર બેસીને જે દુનિયા મે જોઈ છે એ દુનિયા તો મને આજે મારી ફોર વ્હીલર કારમાંથી પણ નથી દેખાતી.   ક્યાંક એ દુનિયા પપ્પા સાથે રીટાયર્ડ તો નથી થઈ ગઈ ને ?

પપ્પાએ માંડ માંડ લોન લઈને લીધેલું એ પેલુ મકાન જેના વ્હાઈટ વોશ કરવા માટે પપ્પા પાસે પૈસા નહોતા.
છતા\'ય ઈંટે ઈંટે પપ્પાના પરસેવાનો કલર અમે અનુભવેલો.

પપ્પાને મારી કિંમત છે, ને પપ્પા મારી હિંમત છે.
એક શ્રીફળ સમુ વ્યક્તિત્વ એટલે મારા પપ્પા-
બહારથી કડક અને અંદરથી ભીના ભીના..!

પપ્પાનો સ્વભાવ કદી સુધારી ન શકાય કારણ કે ઈ પપ્પા છે;

પપ્પાને એની તમામ મર્યાદા સાથે સ્વીકારાય કારણ કે ઈ પપ્પા છે;

યાદ રાખજો... પપ્પા નોકરીમાંથી રીટાયર્ડ થાય છે , મગજથી નહીં....

મારો અહમ, મારી બુદ્ધી, મારૂ સ્વમાન, મારૂ જ્ઞાન , મારી આવડત અને મારૂ આવું ઘણુ બધું જ....
મારા પપ્પાના પરસેવાના ચાર ટીપા સામે ક્ષુલ્લક છે.

પપ્પા હંમેશા મહાન જ હોય છે.  તોય એના મહાન સંતાનો એની ક્રેડીટ મમ્મીને આપે છે.
છતા પપ્પા મૌન સેવે છે. બસ એટલે જ પપ્પા મહાન છે.

પપ્પાની મહાનતા કોઈ કવિઓ, લેખકો કે વિવેચકોની મોહતાજ નથી
બસ એટલે પપ્પા મહાન છે....
👌👌👌👌👌