🌑➖●• ગૂડ ફ્રાઇડે
🌑➖●•••• અને
🌑➖●••••• ઇસ્ટર સન્ડે.
➖🔳➖
🔳 <> પ્રભુ ઇસુ ખ્રિસ્તના મૄત્યુ દિવસને GooD FridaY કહે છે.
બેથલેહેમ ગામની ગમાણમાં જન્મેલા ઇશુ ખ્રિસ્તે સેવાકાયઁથી લોકોને પ્રભાવિત કરીને લોકપ્રિય થયા હતા. પ્રેમ અને શાંતિની સ્થાપના કરવા તેઓએ આખા પેલેસ્ટાઇન દેશની પગપાળા દ્રારા પ્રવાસ/ ભ્રમણ કરીને ઇશ્વરનો સંદેશ લોકોને પહોંચાડ્યો હતો.
ઇશુ ખ્રિસ્ત હંમેશા પોતાના ઉપદેશમાં લોકોને દુશ્મનોને ક્ષમા આપવા કહેતા, તેમજ કોઇ જમણા ગાલે તમાચો મારે તો પોતાનો ડાબો ગાલ ધરવાનું કહેતા. આવા ઉપદેશથી ખ્રિસ્તી સંતો તેને ધમઁ વિરૂદ્ધ ગણતા.
આ કારણે એક યહુદાને થોડા ચાંદીના સિક્કા આપવાની લાલચ આપી એક રાત્રે યહુદાએ પ્રાથઁનામાં લીન થયેલા ઇશુ ખ્રિસ્તને પકડી તેના પર ધમઁ વિરુદ્ધ આચરણ કરવાનો આરોપ મૂકી દોષિત ઠરાવી તેમને શહેરની બહાર લઇ જઇને વધસ્થંભ પર ચડાવી મૄત્યુદંડની સજા કરી.
રોમન સૈનિકોએ ઇશુ ખ્રિસ્તના ઉધાડા શરીર પર કોરડા ફટકારી ભારેખમ વધસ્થંભ ઉપડાવી કાલવરીની ટેકરી પર લઇ જઇ વધસ્થંભ પર ઓડાવી તેમના હાથ-પગમાં ખીલ્લા ઠોકાવામાં આવ્યા.
લોહીલોહાણ હાલતમાં તથા અસહ્ય વેદના હોવા છતાં તેમની ક્ષમા ભાવના છોડી નહીં
ઇશુ ખ્રિસ્તે પોતાના પ્રાણ ત્યાગતા પહેલા ઇશ્વરને પ્રાથઁના કરી અને કહ્યું કે તેમને માફ કરજો . તેઓ શું કરી રહ્યા છે તે જાણતા નથી
તેઓને કબરમાં ભૂકી ઈબર શીલ કરી પહેરો મૂકી દીધો આમ થતાં પણ ઇશુ ખ્રિસ્ત ત્રીજા દિવસે એટલે કે રવિવારે પુનરુત્થાન પામ્યા એને ઇષ્ટર સન્ડે કહેવામાં આવે છેu.
➖🔳➖
➖અસ્તુ
➖Dipak N Makadia. BHY.
➖➖➖➖🔳➖➖➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો