સોમવાર, 9 મે, 2016

જાણો ગણેશજી વિશેની ખાસ વાતો



જાણો ગણેશજી વિશેની ખાસ વાતો, શું છે ગણેશ રહસ્ય
      




ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં ભગવાન ગણેશજી સર્વપ્રથમ પૂજનીય અને પ્રાર્થનીય છે. તેમની પૂજા વગર કોઈ શુભ કાર્ય શરૂ નથી થતું. માત્ર હિંદુ જ નહિં લગભગ તમામ ધર્મ કોઈને કોઈ રીતે વિઘ્નહર્તાની પૂજા કે આવહાન થાય છે.જાણીએ ગણેશજીની ખાસ વાતો...

ખાસ વાતોઃ

ગણેશ દેવઃ તે અગ્રપૂજ્ય, ગણોના ઈશ ગણપતિ, સ્વસ્તિક સ્વરૂપ, પ્રણવ સ્વરૂપ છે. તેમના સ્મરણમાત્રથી સંકટ દૂર થઈ જાય છે અને શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
માતા-પિતાઃ શિવ અને પાર્વતી
ભાઈ-બહેનઃ કાર્તિકેય અને અશઓક સુંદરી
પત્નીઃ પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ
પુત્રઃ સિદ્ધિથી ક્ષેમ એટલે કે શુભ અને રિદ્ધિથી લાભ. જેને આપણે શુભ-લાભ તરીકે ઓળખીયે છીએ.
જન્મ સમયઃ આશરે 9938 વિક્રમ સંવત પૂર્વે,  ભાદ્રપદ મહિનો શુક્લ પક્ષ ચોથ એટલે આશરે 12016 વર્ષ પૂર્વે.
પ્રાચીન પ્રમાણઃ દુનિયાના પ્રથન ધર્મગ્રંથ ઋગવેદમાં પણ ગણેશજીનો ઉલ્લેખ છે. ઋગવેદમાં ગણપતિ શબ્દ આવે છે. યજુર્વેદમાં પણ ઉલ્લેખ છે.
ગણેશ ગ્રંથઃગણેશ પુરાણ, ગણેશ ચાલીસા, ગણેશ સ્તુતિ, ક્ષી ગણેશ સહસ્ત્ર નામાવલી, ગણેશજીની આરતી. સંકટ નાશન ગણેશ સ્તોત્ર, ગણપતિ અથર્વ શીર્ષ
ગણેશ સંપ્રદાયઃ ગણેશની ઉપાસના કરનારા સંપ્દાય ગાણપતેય કહેવાય છે.
ગણેશજીના 12 નામઃ સુમુખ, એકદન્ત, કપિલ, ગજકર્ણક, લંબોદર. વિકટ, વિઘ્નનાશક, વિનાયક, ધૂમકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, વિઘ્નરાજ, દ્વૈમાતુર, ગણાધિપ, હેરમ્બ, ગજાનન.
અન્ય નામોઃ અરુણવર્ણ, એકદન્ત, ગજમુખ, લંબોદર, અરણવસ્ત્ર, ત્રિપુંડ-તિલક, મૂષકવાહક
ગણેશનું સ્વરૂપઃ તે એકદન્ત અને ચતુર્બાહુ છે. પોતાના ચારેય હાથોથી ક્મશઃ પાશ, અંકુશ, મોદક તથા વરમુદ્રા ધારણ કરે છે. તે રક્તવર્ણ, લંબોદર, શૂર્પકર્ણ તથા પીતાંબરધારી છે. તે રક્તચંદન ધારણ કરે છે.
પ્રિય ભોગઃ મોદક, લાડુ
પ્રિય પુષ્પઃ લાલ રંગનું
પ્રિય વસ્તુઃ દૂર્વા, શમીપત્ર
અધિપતિઃ જળ તત્વના અધિપતિ
મુખ્ય અસ્ત્રઃ પાશ, અંકુશ
વાહનઃ મૂષક
ગણેશજીનો વાર - બુધવાર
ગણેશજીની તિથિ - ચોથ
ગ્રહ અધિપતિઃ કેતુ અને બુધ
ગણેશ પૂજા આરતીઃ કેસરિયા ચંગન, અક્ષત, દૂર્વા, અર્પિત કરીને કપૂર પ્રગટાવી પૂજા -આરતી કરવામાં આવે છે. તેમને મોદક અર્પિત કરવામાં આવે છે અને લાલ પૂષ્પ અર્પિત કરવામાં આવે છે.
ગણેશ મંત્રઃ
ૐ ગં ગણપતયે નમઃ
ઋષિ મંત્રઃ
ૐ હેમવર્ણાયૈ ઋૃદ્વ્રયે નમઃ
સિદ્ધિ મંત્રઃ
ૐ સર્વજ્ઞાનભૂષિતાયૈ નમઃ
લાભ મંત્રઃ
ૐ સૌભાગ્ય પ્રદાય ધન-ધાન્યયુક્તાય લાભાય નમઃ
શુભ મંત્રઃ
ૐ પૂર્ણાય પૂર્ણમદાય શુભાય નમઃ

ગણેશ પુરાણ અનુસાર પ્રત્યેક  યુગમાં ગણેશજીનું વાહન અલગ રહ્યું છે.
સતયુગઃ ભગવાન ગણેશજીના સતયુગમાં વાહન સિંહ છે અને તેમની ભૂજાઓ 10 છે અને નામ વિનાયક છે.
દ્વાપર યુગઃ દ્વાપરયુગમાં તેમનું વાહન મૂષક છે અને તેમની ભૂજાઓ 6 છે. આ યુગમાં તેઓ ગજાનનના નામથી પ્રસિદ્ધ છે અને તેમનો વર્ણ લાલ છે.
ત્રેતા યુગઃ શ્રી ગણેશજીનું ત્રેતાયુગમાં વાહન મયૂર છે તેથી તેમને મયુરેશ્વર કહેવામાં આવે છે. તેમની ભૂજાઓ 4 અને રંગ શ્વેત છે.
કલિયુગઃ કલિયુગમાં તેમનું વાહન ઘોડો છે અને વર્ણ ધૂમ્રવર્ણ છે. તેમની બે ભૂજાઓ છે અને આ યુગમાં તેમનું નામ ધૂમ્રકેતુ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો