ગુરુવાર, 12 મે, 2016

પ્રેરક વાતો

(1)"મહાભારતના એક પ્રસંગનું કોઈએ અદ્ભુત દર્શન કરાવ્યું છે એની વાત કરું.

મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અને અર્જુન સંવાદ કરે છે.

કૃષ્ણ અર્જુનને પાથીએ પાથીએ તેલ નાખતા હોય એમ સમજાવે છે - ત્રાજવા પર પગ બરાબર સંભાળજે, ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત રાખજે વગેરે વગેરે.

અર્જુન પૂછે છે - બધું મારે જ કરવાનું? તો તમે શું કરશો?

જવાબ મળે છે - જે તારાથી ન થાય એ હું કરીશ.

એમ? એવું શું છે જે મારાથી નહીં થાય? એવું તો શું કરશો?

હું પાણીને સ્થિર રાખીશ.



- શ્રી ભીખુદાનભાઈ ગઢવી

(2)લોખંડનો સૌથી મોટો દુશ્મન બીજો કોઈ નહિ  એનો પોતાનો જ કાટ છે.

મને અને તમને પણ આ જ લાગુ પડે.

(3)એક પંક્તિ મોરારી બાપુ ની....

"સાચુ જ બોલવાથી સાચુ નથી થવાતુ,
સારૂ જ બોલવાથી સારૂ નથી થવાતુ;

વિસ્તારવી પડે છે હદ આપણા હ્રદયની,
દાઢી વધારવાથી સાધુ નથી થવાતુ."

(4)જીવનનું
સૌથી મોટું સાથી ગુલાબ છે.
હાથમાં આપો તો યાર,
અને વાળમાં લગાઓ તો પ્યાર છે.
માથા ઉપર રાખો તો જ્ઞાન,
અને પગમાં રાખો તો ધ્યાન છે.
કદર કરો એની એ સંત છે.
જ્યારે પડે શરીર ઉપર,
ત્યારે સમજો આપણો અંત છે....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો