શનિવાર, 7 મે, 2016

*HAPPY MOTHER'S DAY*

(1)જો આંગળી કપાય તો લોહી ની ધાર નીકળે,

લોહીનાં બુંદે બુંદ મા મારી માં નુ ઉધાર નીકળે,

સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉ તોય મારી "માવડી" મારી લેણદાર નીકળે..🙏🙏


(2)હોઠો પર જેના ક્યારેય બદ્દ્દુઆ નથી હોતી,
બસ એક "મા" જ છે ક્યારેય મારા થી નારાજ નથી હોતી...

(3)💐આજે માતૃ દિવસ💐
🙏માં તુજે સલામ🙏
🌸આજે સમગ્ર વિશ્વમાં માતૃ દિવસ એટલે કે મધર્સ ડે ઉજવાશે.માતાને તો હરપળે વંદન કરીએ તો પણ ઓછા જ પડે ઓણ આવા દિવસો નિમિત્તે માતાની વિશેષ  વંદના કરવાની આપણને તક મળતી હોય છે.
🌺માનો મહામૂલો સબંધ વયની સાથે વધતો નથીબકે કાળના પ્રવાહની સાથે વહેતો નથી.કોઈ પણ ઉંમરે એક વર્ષથી સો વર્ષ સુધી મા કદી પણ નથી બદલાતી.સદીઓ બદલાય ,સંસ્કૃતિઓ બદલાય ,સમાજ બદલાય પણ માનું સ્થાન કે ભૂમિકા બદલાતી નથી.
🌍જગતની સૌ માતાઓને કોટી કોટી સાદર વંદન
🌴માં કદી મરતી નથી - કવિવર રવીન્દ્રનાથ ટાગોર (જન્મદિવસની શુભકામના)
🌼મા છે તો જ હું છું : તેણે દરેક ડગલે પોતે ઉદાહરણ બનીને શીખવાડ્યું.
🌴આજે હું જે કઈ છું ભલે એક સફળ માનવી કે સારી વ્યક્તિ .માને કારણે જ છું.તેણે ડગલે જાતે ઉદાહરણ બનીને શીખવાડ્યું છે.આમ તો આપણને જે વસ્તુઓ માતા પાસેથી મળે છે તેને ન તો માતા બતાવે છે અને ન તો શીખવું પડે છે.તે તો માતાના પ્રેમની સાથે આપમેળે આવી જાય છે.એ જ તો માતાની શક્તિ છે.
🎄માં સારો માનવી બનાવે છે
મા પાસેથી પ્રેમને ઓળખ્યો.મા બાળકને ભૂલી શક્તી નથી.

(4)🏃🏻🏃🏻 મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
                  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
                  જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
                  વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
                  હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
                  શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
                  કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
                  પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
                  લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
                  અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
                  સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
                  માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
                  એનો નહિ આથમે ઉજાસ રે
                  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

  (5)Happy Mother's Day!

मैंने रोते हुए पोंछे थे किसी दिन आँसू
मुद्दतों माँ ने नहीं धोया दुपट्टा अपना
...
लबों पे उसके कभी बद्दुआ नहीं होती
बस एक माँ है जो मुझसे ख़फ़ा नहीं होती
...
अब भी चलती है जब आँधी कभी ग़म की ‘राना’
माँ की ममता मुझे बाहों में छुपा लेती है

બુધવાર, 4 મે, 2016

Jokes @1


आ  गयी     आ गयी
लो भाईयो   आ गयी

Whatsapp Aarti
भी बाजार  मे  .,,,,,,,


ॐ जय एडमिन भैया
जय श्री एडमिन भैया।।

लोग बहुत होते हैं
शेर सभी होते हैं
तुम हो शेर सवैया
ऊँ जय एडमिन भैया
जय श्री एडमिन भैया।।

ग्रुप को तुमने बनाया
सबको संग जुटाया
इसके तुम्हीं खिवैया
ॐ जय एडमिन भैया
जय श्री एडमिन भैया।।

हम सब बिछड़ गए थे
कैसे भटक रहे थे
डूब रही थी नैया
ॐ जय एडमिन भैया
जय श्री एडमिन भैया।।

तुमने हमें मिलाया
जीना हमें सिखाया
पार लगाई नैया
ॐ जय एडमिन भैया
जय श्री एडमिन भैया।।

ग्रुप को जोड़े रखना
इसे बचाए रखना
चाहे लगे रुपैया
ॐ जय एडमिन भैया
जय श्री एडमिन भैया।।

सबमें प्रेम बढ़ाओ
सबको ख़ूब हँसाओ
नाचो ता ता थैया
ॐ जय एडमिन भैया
जय श्री एडमिन भैया।।

बोल एड्मिनानन्द महाराज की  जय ।

(2)एक लेडी इंटर्व्यू देने गई

इंटर्व्यूअर - क्या करती हैं आप
लेडी - मैं पाइलट हूँ

इंटर्व्यूअर - <बहुत आदर के साथ> क्या उड़ाती हैं आप

लेडी - पति के पैसे 😜😜😜😂😂😂😂😂

😜😜😂😂🙄

(3)છોટૂભા એ છાપા માં જાહેરાત આપી “ માણસ જોઈએ છે. સાઇકલ ચાલાવતા
અવડવું જોઈશે. બે વાર જમવા નું મળશે.”

જીગલા ને થયું બે વાર જમવા નું મળશે એટલે નોકરી લેવા જેવી.

જીગલો ગયો છોટુભા ને ઘેર ને કહ્યું નોકરી માટે આવ્યો છુ.
કયાઁ છે સાઇકલ ?

છોટૂભા : આ રહી

જીગલો:- કામ શું કરવા નું છે ?

છોટૂભા:- કામ કઈ ખાસ નથી. સવારે ને સાંજે તારે બાલાહનુમાન

જવાનું. ત્યાં જમી લેવાનું અને મારે માટે ટિફિન લેતા આવવાનું.
બેજ ધક્કા છે😝😝

ક્યારેય કોઇને સામાન્ય ન સમજવા


એકવખત એક મુસાફર ટ્રેનમાં પોતાની સીટ પર બેઠા બેઠા એક ધર્મગ્રંથ વાંચી રહ્યો હતો. આ મુસાફરની બરાબર સામે બેઠેલો માણસ ઘણા સમયથી પોતાની સામે બેઠેલા માણસને ધ્યાનપૂર્વક ધર્મગ્રંથ વાંચતા જોઇ રહ્યો હતો.

એમનાથી ના રહેવાયું એટલે એમણે સામે બેઠેલી વ્યક્તિને કહ્યુ, " ભાઇ, હું જોઉં છું કે તમે ક્યારના આ પુસ્તક વાંચી રહ્યા છો ? "  ધર્મગ્રંથ વાંચી રહેલા માણસે વિનમ્રતાથી માથુ હલાવીને હા માં જવાબ આપ્યો. પ્રશ્ન પુછનારે બીજો પ્રશ્ન પુછ્યો, " આ ધર્મગ્રંથ કેટલા વર્ષો પહેલા લખાયેલો હશે ? " સામેવાળાએ ટુંકમાં ઉત્તર આપ્યો, " હજારો વર્ષ પહેલા."  અને ફરીથી વાંચવાનું ચાલુ કર્યુ.

પ્રશ્ન પુછનારે કહ્યુ, " હજારો વર્ષ પહેલા લખાયેલા આ થોથા શું કામમાં આવવાના છે ? તમે જાણો છો આજે વિજ્ઞાન કેટલું આગળ વધી ગયુ છે અને તમારા જેવા માણસો હજુ આવા જુના થોથા પકડીને વાંચ્યા રાખે છે. દિવસે અને દિવસે નવી નવી શોધો થઇ રહી છે. તમારી કલ્પનામાં ના આવે એવા અદભૂત કાર્યો વિજ્ઞાન દ્વારા થઇ રહ્યા છે. આવા જુના ધાર્મિક ચોપડાઓ વાંચવા કરતા થોડું વિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરો અને એને લગતા પુસ્તકો વાંચો."

સામેની સીટ પર બેઠેલી વ્યક્તિ ધ્યાનપૂર્વક આ ભાઇની વાત સાંભળી રહી હતી. પોતાની વાતને ધ્યાનથી સાંભળતા જોયા એટલે વાત કરવાનો એનો ઉત્સાહ વધ્યો. હવે તો ડબ્બામાં બેઠેલ અન્ય વ્યક્તિઓ પણ આ મહાનુભાવની વાત સાંભળવા ઉત્સુક હતા. એમણે પોતાની વાત આગળ વધારતા કહ્યુ, " હું વિજ્ઞાનનો પ્રોફેસર છું. કોલેજના વિદ્યાર્થીઓને ઘણા વર્ષથી વિજ્ઞાન ભણાવું છું. વિજ્ઞાન મારા લોહીના બુંદે બુંદમાં વણાઇ ગયુ છે. તમારા જેવા લોકોને વિજ્ઞાનને બદલે આવા બીનજરૂરી ધાર્મીક પુસ્તકોમાં રસ લેતા જોઉં ત્યારે મારુ લોહી બળી જાય છે."

વાત વાતમાં લાસ્ટ સ્ટેશન આવી ગયું. ધાર્મીક પુસ્તક વાંચી રહેલા ભાઇએ પુસ્તકને બંધ કરીને પોતાની બેગમાં મુક્યુ. વિજ્ઞાનના પ્રોફેસરે નીચે ઉતરતી વખતે ધાર્મિક ગ્રંથ વાંચી રહેલ વ્યક્તિને એનું નામ પુછ્યુ. એણે એમણે મધુર સ્મિત આપીને કહ્યુ, " મહાશય, મારુ નામ થોમસ આલ્વા એડીસન છે."

અત્યાર સુધી વિજ્ઞાનની વાતો કરનારાનું મોઢુ સીવાઇ ગયુ કારણકે  દુનિયાને સૌથી વધુ વૈજ્ઞાનિક શોધોની ભેટ આ[પનાર મહાન વૈજ્ઞાનીકને એ વિજ્ઞાન સમજાવવાનો પ્રયાસ કરતો હતો. થોમસ આલ્વા એડીસને એ વિજ્ઞાનના પ્રોફેસરને કહ્યુ, " ભાઇ, વૈજ્ઞાનિક શોધો વખતે મળતી નિષ્ફળતા સામે ટકી રહેવાનું બળ મને આ ધાર્મિક ગ્રંથમાંથી જ મળે છે. એ ક્યારે લખાયેલા છે એ મહત્વનું નથી પણ કેવું પ્રેરક કામ કરે છે એ મહત્વનું છે.

મિત્રો, એક તો ક્યારેય કોઇને સામાન્ય ન સમજવા અને બીજુ કે થોડીઘણી સમજ આવી જાય એટલે ધાર્મિકગ્રંથોની ટીકા કરવાનું કામ ન કરવું નહીતર વિદ્વતા દેખાડવાની આતુરતા આપણી મુર્ખામી સાબિત કરી દેશે.