શનિવાર, 7 મે, 2016

*HAPPY MOTHER'S DAY*

(1)જો આંગળી કપાય તો લોહી ની ધાર નીકળે,

લોહીનાં બુંદે બુંદ મા મારી માં નુ ઉધાર નીકળે,

સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉ તોય મારી "માવડી" મારી લેણદાર નીકળે..🙏🙏


(2)હોઠો પર જેના ક્યારેય બદ્દ્દુઆ નથી હોતી,
બસ એક "મા" જ છે ક્યારેય મારા થી નારાજ નથી હોતી...

(3)💐આજે માતૃ દિવસ💐
🙏માં તુજે સલામ🙏
🌸આજે સમગ્ર વિશ્વમાં માતૃ દિવસ એટલે કે મધર્સ ડે ઉજવાશે.માતાને તો હરપળે વંદન કરીએ તો પણ ઓછા જ પડે ઓણ આવા દિવસો નિમિત્તે માતાની વિશેષ  વંદના કરવાની આપણને તક મળતી હોય છે.
🌺માનો મહામૂલો સબંધ વયની સાથે વધતો નથીબકે કાળના પ્રવાહની સાથે વહેતો નથી.કોઈ પણ ઉંમરે એક વર્ષથી સો વર્ષ સુધી મા કદી પણ નથી બદલાતી.સદીઓ બદલાય ,સંસ્કૃતિઓ બદલાય ,સમાજ બદલાય પણ માનું સ્થાન કે ભૂમિકા બદલાતી નથી.
🌍જગતની સૌ માતાઓને કોટી કોટી સાદર વંદન
🌴માં કદી મરતી નથી - કવિવર રવીન્દ્રનાથ ટાગોર (જન્મદિવસની શુભકામના)
🌼મા છે તો જ હું છું : તેણે દરેક ડગલે પોતે ઉદાહરણ બનીને શીખવાડ્યું.
🌴આજે હું જે કઈ છું ભલે એક સફળ માનવી કે સારી વ્યક્તિ .માને કારણે જ છું.તેણે ડગલે જાતે ઉદાહરણ બનીને શીખવાડ્યું છે.આમ તો આપણને જે વસ્તુઓ માતા પાસેથી મળે છે તેને ન તો માતા બતાવે છે અને ન તો શીખવું પડે છે.તે તો માતાના પ્રેમની સાથે આપમેળે આવી જાય છે.એ જ તો માતાની શક્તિ છે.
🎄માં સારો માનવી બનાવે છે
મા પાસેથી પ્રેમને ઓળખ્યો.મા બાળકને ભૂલી શક્તી નથી.

(4)🏃🏻🏃🏻 મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
                  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
                  જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
                  વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
                  હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
                  શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
                  કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
                  પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
                  લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
                  અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
                  સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
                  માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
                  એનો નહિ આથમે ઉજાસ રે
                  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

  (5)Happy Mother's Day!

मैंने रोते हुए पोंछे थे किसी दिन आँसू
मुद्दतों माँ ने नहीं धोया दुपट्टा अपना
...
लबों पे उसके कभी बद्दुआ नहीं होती
बस एक माँ है जो मुझसे ख़फ़ा नहीं होती
...
अब भी चलती है जब आँधी कभी ग़म की ‘राना’
माँ की ममता मुझे बाहों में छुपा लेती है

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો