શનિવાર, 9 એપ્રિલ, 2016

English Grammar



🎁 🎁THE NOUN🎁🎁


-🍓🎈The Noun> 🎈🍓
▶કોઈ વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે ભાવ માટે વપરાતા નામ ને noun કહે છે.
🎈જેને મુખ્યત્વે પાચ પ્રકાર છે.

🔋1> Common noun ▶(સામાન્ય નામ): dog, pen, boy, ball, bag etc.

🔋2>     Proper noun  (સંજ્ઞાવાચક નામ): 
▶Dhaval, Mehul, Priya, Gujarat, Patan etc.

🔋3>  Abstract noun (ભાવવાચક નામ):
▶ love, joy, beauty, anger, pity etc.

🔋4>  Collective noun  (સમૂહવાચક નામ): 
▶team, cattle, people, herd, group etc.

🔋5>  Mass noun (દ્રવ્યવાચક નામ): 
▶milk, water, gold, wine, sugar etc.



⏰⏰Preposition(નામયોગી અવયવ):-⏰⏰

🍓🎈Prepositionએટલે નામયોગી અવયવ. Preposition નુ કાર્ય નામ, સર્વનામ, કે નામ નુ કાર્ય કરનાર શબ્દ સાથે સંબંધ દર્શાવવાનું છે.
🍒e..g. Priya puts the bag on the table.

🍓🎈અહીંયા ‘બેગ’ અને ‘ટેબલ’સાથેનો સંબંધ ‘on’દ્વારા દર્શાવાયો છે.જે સ્થળ સૂચવે છે.આ રીતે Preposition
દ્વારા સ્થળ ,સમય, દિશા,ગતિ વગેરે સૂચવાય છે.અહીંયા આપણે અલગ અલગ Preposition અભ્યાસ કરીશું.




🍓🎈>એકવચન માંથી બહુવચન Noun બનાવવા ના નિયમો.

🌷‘S’  લગાડીને
🛢Pen-pens         
🛢book-books        
🛢tree-trees
🛢Cow-cows         
🛢 bag-bags           
🛢boy-boys

🌷🎈‘ES’ લગાડીને
જયારે કોઈ સ્પેલીગ નો અંત s, sh, ch, ss, o કે x થી થતો હોય તો બહુવચન બનાવવા ‘es’લાગશે.

💊જેમ કે
🛢Glass-glasses   
🛢  bush-bushes                      🛢box-boxes
🛢Class-classes    
🛢  bench-benches                                🛢potato-potatoes

🌷🎈‘ies’ લગાડીને
જયારે સ્પેલિંગ નો અંત ‘y’ થી થતો હોય અને એની પહેલા વ્યંજન હોય તો બહુવચન બનાવવા ‘y’ને સ્થાને ‘ies’ લાગશે.

🛢City-cities     
🛢 baby-babies      
🛢 fly-flies
🛢Copy-copies 
🛢diary-diaries      
🛢 lady-ladies

🌷🎈પરંતુ જો ‘y’ પહેલા સ્વર હોય તો બહુવચન બનાવવા ‘s’ લાગશે.

જેમ કે
🛢boy-boys            
🛢 key-keys             
🛢 donkey-donkeys

🌷🎈‘ves’ લગાડીને
જયારે સ્પેલિંગ નો અંત ‘f’ કે ‘fe’ થી થતો હોય ત્યારે એ નીકાળી ને ‘ves’ લાગશે.

જેમ કે
🛢Calf-calves          
🛢leaf-leaves          
🛢self-selves
🛢Thief-thieves     
🛢knife-knives       
🛢life-lives
🛢Wolf-wolves      
🛢loaf-loaves         

🌷🎈અપવાદ:
🛢Proof-proofs      
🛢chief-chives        
🛢roof-roofs



🍓🎈કેટલાક નામ એકવચન અને બહુવચન માં અલગ જ સ્પેલિંગ ધરાવે છે.

💊જેમ કે
Man-men
goose-geese 
ox-oxen              
Mouse-mice     
foot-feet             
child-children
Tooth-teeth       
woman-women

🍓🎈કેટલાક નામ એકવચન અને બહુવચન માં એક જ સ્પેલિંગ ધરાવે છે.
જેમ કે
Deer                      
sheep                   
swine
Dozen                  
thousand            
pair
Fish                        
hundred              
series

🍓🎈કેટલાક નામ બહુવચન જેવા દેખાય છે પરંતુ હંમેસા એકવચન તરીખે જ વપરાય છે.
જેમ કે
News                    
politics                  economics
ethics                    mathematic       
athletics

🍓🎈કેટલાક જથ્થાવાચક નામ હંમેસા એકવચન તરીખે જ વપરાશે.
જેમ કે
Rice                        
fuel                        
advice
Furniture             
machinery           
stationery
Information        
luggage                                poetry

🍓🎈કેટલાક નામ હંમેસા બહુવચન તરીખે જ વપરાશે.
જેમ કે
Spectacles           
pants                     
scissors
Wages                  
tongs                     
valuables
Goods                   
movables            
eatables
Glasses                 
trousers               
stocks

🍓🎈કેટલાક સમુહવાચક વાચક નામ હંમેસા બહુવચન તરીખે વપરાશે.
જેમ કે
Cattle                    
police                    
folk
Public                    
people                  
audience
Mankind              
crowd                 
mob
Army                     
team                     
herd

🍓🎈કેટલાક નામ ના બહુવચન માં s/es પહેલા શબ્દ સાથે લાગશે.
જેમ કે
Son-in-law                          sons-in-law
Daughter-in-law               daughters-in-law
Looker-on                           lookers-on

🍓🎈કેટલાક લેટીન અને ગ્રીક નામ ના બહુવચન જોઈએ.
Medium-media                                datum-data                        radius-radii
Formula-formulae          crisis-crises                         basis-bases



🔮Indefinite Article ‘A’🔮&An





🔮Indefinite Article ‘A’🔮

🍓🎍>જયારે કોઈ શબ્દની સરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે તેની આગળ ‘a’ article લાગશે.

🍒જેમ કે a book, a student, a car, a house, a tiger etc.

🍓🎍જયારે કોઈ શબ્દની સરૂઆત સ્વર થી થતી હોય પરુંતુ તેનો ઉચ્ચાર વ્યંજન થી થતો હોય તો તેની આગળ પણ ‘a’ article લાગશે.

🍒જેમ કે a one dollar note, a European, a uniform, a union, a university, a useful thing, a unit etc.

🍓🎍> ‘a’ article ‘little’ અને ‘few’ સાથે પણ વપરાય છે જે હકાર મતલબ સૂચવે છે.

🍒જેમ કે There is a little water in the bottle you can drink it.

🌷There are a few boys 🌷who can do your work.

🍒>’દરેક’ના સંદર્ભ માં પણ ‘a’ article વપરાય છે.

🌷જેમ કે 50 rupees a kilo, ten times a week, 15 rupees a dozen.

🍓🎍 >‘a’ article ઉદગાર વાક્ય માં પણ વપરાય છે.

🎈જેમ કે What a nice time we have!

🌷How wonderful the Studyingon site is!

🌷What a beautiful you look!

🔮

🎁Indefinite Article ‘An’🎁

🍓🎍> જયારે કોઈ શબ્દની સરૂઆત સ્વર થી થતી હોય ત્યારે તેની આગળ ‘an’ article લાગશે.

🛏જેમ કે an apple, an orange, an umbrella, an elephant  etc.

🍓🎍>જયારે કોઈ શબ્દની સરૂઆત વ્યંજન થી થતી હોય પરુંતુ તેનો ઉચ્ચાર સ્વર થી થતો હોય તો તેની આગળ પણ ‘an’ article લાગશે.

🛏જેમ કે an x-raw machine, an hour, an honest person, an honorable man, an M.P., an SMS, an M.L.A., an L.L.B. etc.


ક્યારે' The' Article નહિ વપરાય🔮


🔮ક્યારે' The' Article નહિ વપરાય🔮

🍓🎈>કોઈ વસ્તુ કે પદાર્થ ના નામ સાથે The Article નહિ વપરાય

▶જેમ કે water,gold,vegetable etc.

🍓🎈_પરંતુ ચોક્કસ વસ્તુ અથવા પદાર્થ ના સંદર્ભ માં article The વપરાશે.
▶જેમ કે the water of the Ganga.

🍓🎈>સંજ્ઞાવાચક નામ સાથે The Article નહિ વપરાય
જેમ કે Suresh, Nisha, India, Gujarat etc.

🍓🎈>ભાષા ના નામ સાથે The Article નહિ વપરાય
▶જેમ કે Gujarati, Hindi, English etc.

🍓🎈>ઈમારતો ના નામ સાથે The Article નહિ વપરાય
▶જેમ કે school, house, college, university, temple etc.

🍓🎈-પણ ચોક્કસ ઈમારત ના સંદર્ભ માં The Article વપરાશે.

▶જેમ કે The school was very nice which I visited last time.

🍓🎈>ભોજન ના નામ સાથે The Article નહિ વપરાય
▶જેમ કે lunch, dinner, breakfast, supper etc.

🍓🎈>રમત ના નામ સાથે The Article નહિ વપરાય
▶જેમ કે cricket, football, chess, tennis etc.

🍓🎈>રોગ ના નામ સાથે The Article નહિ વપરાય.
▶જેમ કે fever, malaria, cancer, AIDS etc.

🍓🎈>કલર ના નામ સાથે The Article નહિ વપરાય
▶જેમ કે green, black, red etc.
▶(I liked the green sari.)

🍓🎈>વાર, મહીના અને ઋતુ ના નામ સાથે The Article નહિ વપરાય.
▶જેમ કે Sunday, July, Summer, Winter etc.

🍓🎈>તહેવારો ના નામ સાથે The Article નહિ વપરાય.
▶જેમ કે Holi, Diwali etc.



🔮ARTICLE આટિક્લ્🔮


🍓🎍અંગ્રેજી ભાષા માં ૨૬ મૂળાક્ષર છે. જેમાં a,e,I,o,u સ્વર(vowel) છે. અને બાકી ના વ્યંજન(consonant) છે.

🍓🎍અને અંગ્રેજી ભાષા માં ત્રણ article a, an અને the છે.a અને an article એકવચન માટે વપરાય છે જયારે the article એકવચન તેમજ બહુવચન બન્ને માટે વપરાય છે.

🍓🎍>a/an નો અર્થ ‘એક’ એવો થાય છે માટે તેઓ હંમેસા એકવચન સામાન્ય નામ પહેલા લાગશે.

🍓🎍>ગણી ન સકાય તેવા ભાવવાચક અથવા દ્ર્ર્વ્યવાચક નામ પહેલા article લાગશે નહિ.
જેમ કે water, milk, gold, love, anger etc.

🍓🎍>સંજ્ઞાવાચક નામ(proper noun) પહેલા article નહિ વપરાય.

🛏જેવા કે, Mehul, Mayur, Patan, Gujarat, India etc.


🍓🎈>પૂરી કોમ, જાતી કે નાગરીકતા સાથે
જેમ કે the Indians, the Hindus, the British, the Japanese etc.

🍓🎈>ઐતિહાસિક દિવસ કે ઘટના સાથે
🎍જેમ કે the Independence Day, the Industrial Revolution, the Republic Day etc.

🍓🎈>ટ્રેન, જહાજ, સબમરીન, મિસાઈલ કે વિમાન ના નામ સાથે
👇🏽જેમ કે the Vikrant, the Jambu Tavi, the Titanic, the Arihant, the Agni-2 etc.

🍓🎈>નંબર સાથે
🎍જેમ કે the first, the last, the next, the second etc.    

🍓🎈>જયારે કોઈ સામાન્ય નામ નો વિશેસણ તરીખે ઉપયોગ થયો હોય ત્યારે તેની સાથે
🎈જેમ કે You are the 🎍Gandhiji of our class.
🎍Patan is the Parris of Gujarat.

🍓🎈>Superlative Degree ના વિસેસણ સાથે
🎍જેમ કે the best, the longest, the biggest, the worst etc.

🍓🎈>Double comparative degree સાથે
🎍જેમ કે The more you work, the batter it is.
🎍The less work, the less you earn.

🍓🎈>વિસેસણ જ્યરે નામ(Noun) તરીખે વપરાય ત્યારે તેની સાથે
🎍જેમ કે થે the strong, the good, the dangerous, the perfect, the needy etc.


🎁 Definite article The🎁

🍓🎈>ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ માટે

🎍Ex. The pen which you gave me was very nice.

🎍The girl who came to your home was Tina.

🍓🎈>અજોડ વસ્તુ માટે
જેમ કે The moon, The sun, the sky, the earth, the sea etc.

🍓🎈>વસ્તુ કે વ્યક્તિ નો જયારે બીજી વાર ઉલ્લેખ કરવા માં આવે ત્યારે
🎍જેમ કે I met a boy. The boy was very claver.
🎍Gopi gave me a gift. The gift was costly.

🍓🎈>જયારે નામ નો પૂરી જાતી માટે ઉપયોગ થયો હોય ત્યારે
🎍જેમ કે The dog is a faithful animal.
🎍The pen is useful device.
🎍The rose is beautiful flower.

🍓🎈>નદીઓ, પર્વતમાળાઓ, મહાસાગર કે ખાડીઓ ના નામ સાથે

🎍જેમ કે The Ganga, The Himalayas, The Arabian sea etc.

🍓🎈>ધર્મગ્રંથો, ઐતિહાસિક ઈમારતો, કિલ્લાઓ, સ્મૃતિ ચિહ્નો સાથે
🎍જેમ કે The Gita, The Bible, The Taj Mahel, The Rani ki Vav, The Red Fort, The Ashok Chakra etc.

🍓🎈>દિશાઓ ના નામ સાથે
જેમ કે the East, the west, the south, the North etc.

🍓🎍>Newspapers અને Magazines ના નામ સાથે
🎈જેમ કે the Times of India, the Divy Bhaskar, the Safari

શુક્રવાર, 8 એપ્રિલ, 2016

હાર્ટએટેક અને પાણી


હાર્ટએટેક અને પાણી"

તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે
સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.

હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી !
માહિતી રસપ્રદ છે.

બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે. હૃદયરોગ Dr એ આપેલ જવાબ – ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.

પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ Dr આપેલી ખુબજ અગત્યની માહિતી. યોગ્ય સમયે પીવામાં આવેલું
પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે ------

(1) સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.

(2) જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.

(3) સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.

(4) રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.

(5) રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ(સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે, અને જો તેમણે પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.

૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે.....

(1) હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.

(2) જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪
કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ
માત્રામાં અસર હોય છે.

(3) એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.

(4) બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.

(5) હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને
છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો,
ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.

(6) નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય.
મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક
આવ્યો તો તેઓ જગ્યા નહતા. પરંતુ જો તમને છાતીમાં જોરદાર
દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.

(7) જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન
મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ.
પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક
રહેતા હોય તેમણે ફોન કરો અને કહો “હાર્ટએટેક” અને એ પણ
જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.

એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦
લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને
શેર કરી હવે તમે શું કરશો?

આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે. જીવન એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છ.

Join us Gujaratinfo.org

આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે, એટલે એકવાર શેર
કરી તમારી ફરજ પૂરી કરશો.

કૃષ્ણ નો બોધ


એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી.

અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી.

ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયુ. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ?

નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઇ ગઇ આમછતા પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યુ તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યુ.

સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્વર્યજનક ઘટના જોઇ. કોઇ મોટા પર્વત પરથી શીલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શીલા રસ્તામાં આવતા નાના-મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શીલા અટકી ગઇ.

ચારે પાંડવોએ પરત આવીને એમણે જોયેલી ઘટનાની વાત ભગવાન શ્રીકૃષ્ણને કરી અને એનો મતલબ સમજાવવા વીનંતી કરી. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ કે '"આ ચારે ઘટના કળયુગમાં કેવી સ્થિતી હશે તે બતાવે છે. સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દુર કરવાના બહાને એનું શોષણ કરશે. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા છતા બાજુમાં જ રહેલા કોરા કુવાને એક ટીપુ પાણી આપતા નહોતા એમ કળીયુગમાં અમીરોને ત્યાં સંપતિની રેલમછેલ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરીયાતમંદ વ્યક્તિઓને નહી આપે. ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાંખી તેમ કળયુગમાં મા-બાપ પોતાના સંતાનોને જરુરથી વધારે લાડલડાવીને માયકાંગલા કરી નાંખશે અને પોતાના જ સંતાનોને હાની પહોંચાડશે. પર્વત પરથી પડતી શીલાની જેમ કળીયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે. નીચે પડતા આ ચારીત્ર્યને બીજુ કોઇ નહી અટકાવી શકે પણ જો માત્ર પ્રભુના આશરા રૂપી કે સત્સંગ રૂપી નાનો છોડ હશે તો એનાથી  ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે."

ચારે પાંડવોને કળીયુગમાં કેવી સ્થિતી હશે તે બરોબર સમજાય ગયુ. તમને સમજાણું કે નહી ?

Suvichar-3@


મને ગમ્યું - તમને પણ કદાચ ગમશે...........

            💢

હોશીયાર માણસથી ભુલો થાય તેવુ ક્યારેક બને
પણ ભુલોથી માણસ હોશીયાર થાય તેવુ જરૂર બને છે.

             💢

પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ, પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ..

               💢

તું સંબંધમાં પણ માપપટ્ટી રાખે છે , બાકી મારે તો શૂન્યથી પણ ઓછા અંતરે આવવું છે. !!!

              💢

વિધાતા પણ કંઇક એવી જ રમતો કરે છે ક્યાંક અપેક્ષા જગાડે અને તરત જ જે સજાવેલુ હોય
તે બદલી નાખે.                                

                 💢

ગણો તો હું અસંખ્ય છું, ભણો તો નિગમ છું,
નિરખો તો સગુણ છું, પરખો તો નિર્ગુણ છું.!!

             💢

આખો સાગર નાનો લાગે જ્યારે "મ" ને કાનો લાગે...

             💢

તું "ખૂદ" માં લખીજો ફકત એક કાનો......
પછી તું ખરેખર "ખુદા" થઇ જવાનો.....

           💢

ભલે ને અટપટા સૌ દાખલા છે સંબંધો માં....
પણ અહમને બાદ કરો તો જવાબ સહેલા છે....

           💢

નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે,
ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે...!!!

            💢

ખોટી અપેક્ષા માં જ હારી જવાતુ હોય છે નિઃસ્વાર્થ સબંધ નિભાવવા માં ક્યાં દરેક થી જીવાતુ હોય છે..?

               💢

એક પરબમાં ખારૂં પાણી, આંખો એનું નામ....

               💢

રોજ પિરસતી કંઈક વ્યથાઓ, દાતાઓ બેનામ..

               💢

માન્યુ કે એટલી સરળ આ વાત નથી, પણ
અંત વગર નવી શરૂઆત નથી. બને એવું કે શબ્દોથી, કદી વિખવાદ પણ સર્જાય,
ને ક્યારેક મૌન ના સેતુ થકી સંવાદ પણ સર્જાય...!!

               💢

આન્ગણે આવી ચકલીએ પુછયુ આ બારણુ પાછુ ઝાડ ના થાય.....???

               💢

સુખ એટલે નહીં ધારેલી , નહીં માગેલી અને છતાં ...ખૂ......બ ઝંખેલી કોઈ કીમતી પળ...

               💢

ધર્મ એટલે શું ? ધર્મ ની સૌથી સરળ વ્યાખ્યા ...
કોઈ ના પણ આત્માને તમારા કારણે દુ:ખ ના
પહોચે એની 'તકેદારી' એટલે ધર્મ...

               💢

સારું હ્દય અને સારો સ્વભાવ બંને જરુરી છે.
સારા હદય થી કેટલાય સંબંધો બને છે અને
સારા સ્વભાવ થી તે સંબંધો જીવનભર ટકે છે.

               💢

અભાવ માં રહેવાના આપણા સ્વભાવને લીધે જે મળ્યું છે એનું સુખ ટકતું નથી ને નથી મળ્યું એનું દુઃખ જતું નથી.

               💢

રોટલો કેમ રળવો તે નહિ પણ દરેક કોળિયાને મીઠો કેવી રીતે બનાવવો તેનું નામ કેળવણી...

               💢

મજાક મસ્તી તો જીવનમાં ઓક્સિજન નું કામ કરે છેે. બાકી તો માણસ પળે પળ ગુંગળાઇ ને જ મરે છે.

'ગુડી પડવો'


આજે 8 એપ્રિલ 2016 ચૈત્ર શુકલ પ્રતિપદા
'ગુડી પડવો' એટલે ભારતીય નૂતન વર્ષ
વિક્રમ સંવત 2073, યુગાબ્દ 5118

'ગુડી' શબ્દ સંસ્કૃતનાં 'गर्द:' પર થી બન્યો છે જેનો અર્થ થાય છે પતાકા-ધ્વજ અને ચિહ્ન.
'પડવો' એટલે પ્રથમ તિથિ અથવા દિવસ.

આજનાં દિવસે ભારતમાં લોકો પોતાના ઘરમાં ધ્વજ દંડ ને પુજીને નવા વર્ષ ની શરૂઆત કરે છે.... શા માટે??

આજ નાં દિવસે 1,97,39,49,115 વર્ષ પહેલાં એટલે કે 1 અરબ, 97 કરોડ, 39 લાખ, 49 હાજર અને 115 વર્ષ પહેલાં બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી. માટે જ આ દિવસ ને સમગ્ર સૃષ્ટિનું નવું વર્ષ પ્રારંભ થયું કહેવામાં આવે છે.

આજ નાં દિવસે 2073 વર્ષ પહેલાં સમ્રાટ વિક્રમાદિત્ય એ શકો ને યુદ્ધમાં હરાવી પોતાનાં રાજ્યની સ્થાપના કરી હતી અને 'વિક્રમ સંવત' ની શરૂઆત કરી હતી.

આજના દિવસે જ રાજા શાલિવાહને હૂણો ને યુદ્ધમાં હરાવી દક્ષિણ ભારતમાં પોતાના રાજ્યની સ્થાપના કરી અને 'શાલિવાહન સંવત્સર' ની શરૂઆત કરી.

રઘુવંશમાં જન્મેલા રાજા રામનો રાજ્યાભિષેક આજનાં દિવસે જ થયો હતો.

આજનાં દિવસે 5117 વર્ષ પહેલાં પાંડુ રાજાનાં પુત્ર અને સમ્રાટ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો હતો. ત્યાર થી વર્ષ ગણનાનો એક એકમ 'યુગાબ્દ' શરું થયો.

શક્તિ અને ભક્તિનાં નવ દિવસ એટલે નવરાત્રિ. ચૈત્ર શુકલ પ્રતિપદાથી નવમી સુધી ચૈત્રી નવરાત્રિ ઉજવવામાં આવે છે.

સમાજને સારા માર્ગે લઈ જવા આજનાં દિવસે સ્વામી દયાનંદ સરસ્વતીજી એ 'આર્ય સમાજ' ની સ્થાપના કરી હતી.

સીખ પરંપરાના દ્વિતીય ગુરુ શ્રી અંગદેવ નો જન્મ આજનાં દિવસે થયો હતો.

સિંધ પ્રાંતનાં સમાજ રક્ષક વરુણાવતાર શ્રી ઝુલેલાલનું પ્રાગટ્ય આજના દિવસે જ થયું હતું.સિંધી ભાઈઓ પોતાનું નવું વર્ષ આજ નાં દિવસે 'ચેટી ચંદ' તહેવારની ઉજવણી કરી મનાવે છે.

-પ્રો. નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'

મંગળવાર, 5 એપ્રિલ, 2016

અગત્યના હેલ્પલાઇન નંબર


💐મદદરૂપ  હેલ્પલાઇન નંબર💐

1->   પોલીસ  -:          101

2->  એમ્બ્યુલન્સ  -      108

3->  ઓટોરિક્શા તરફથી હેરાનગતી થતી હોય તો ટ્રાફિક પોલીસ નો નંબર  -:  1095

4->   એન્ટી કરપ્શન અંગે ફરિયાદ નો નંબર - :    180023344444

  ->એનો  બીજો નંબર વોટસએપ -:   9586800870 (આંમા શક્ય હોય તો ઓડિયૉ , વિડીઓ કે ફોટો મોકલવો )



5->   આપઘાત ના વિચારો આવતા હોય તો તેમ  કરશો નહી તે માટે  નંબર   - :  1096


6->  મહિલા હેરાન થતી હોય તો નંબર   -: 1019


7->  વરિષ્ઠ નાગરિકો અને બાળકો અંગે  મદદની જરૂરિયાત માટે નંબર -:  1090


8->  જો  પ્રવાસ દરમિયાન કાંઈ તકલીફ થાય તો નંબર  -: 9969777888


9->   આપણી આંખ સામે કાંઈ અજગતુ થતુ હોય  પરંતુ આપણે આપણી ઓળખ પોલીસ ને આપવી નથી તો એસએમએસ કરો નંબર  : 7738133144 અને 7738144144  પોલીસ સંભાળી લેશે


10 ->  સાઈબર ગુના માટે નંબર  -:  9820810007


11 ->   રેલવે પ્રવાસ દરમિયાન કાંઈ પણ સામાન ખોવાય   તો  નંબર જોડો  -:  9833331111

 હેલ્પલાઇન નંબર

સુવિચાર - 2


(1)નમીએ,  ખમીએ,  એક  બીજા  ને  ગમીએ,  અને  સુખ-દુઃખમાં
એક  બીજાને  કહીએ,  "તમે  ફિકર  ના  કરો  અમે  છીએ"

આજે  એક  નવો  જ  સંકલ્પ  લઈએ,  "એક બીજાની  અદેખાઈ,  સ્પર્ધા  તજીએ,  એક  બીજાના  પુરક  બનીએ,"

ચાલો  થોડું  માણસ-માણસ  રમીએ......

(2)સવારનું છાપું, ફેરીયાની સાઇકલ પર હોય ત્યાં લગી ૪ કે ૫ રુપીયાનું. પણ આપણાં કંમ્પાઉન્ડમાં પડે પછી ૧૨ રુપીયે કિલોની પસ્તી બની જાય છે..

બસ, સારાં વિચારોનું યે એવું જ..
ઉપયોગી બને તો વસ્તીમાં છવાય..
 નહીંતર પસ્તીમાં વેચાય..

(3)સવાર સવારમાં સ્ટેશન પર ફાસ્ટની રાહ જોતાં પ્લેટફૉર્મ પર એક જૂના ઓળખીતા મળી ગયા
પૂછે
"જલસામાં ?"

મેં રિપ્લાયમાં કહ્યું "ના, મઝામાં"

એ કહે "એ બેઉમાં શું ફેર ?"
મેં કહ્યું
"જલસા બજારના રૂપિયાથી થાય
મઝા આપણા રૂપિયાથી થાય"

(4)પગ ની સાઈઝ કરતા એક નંબર પણ મોટા સેન્ડલ કે ચંપલ ખરીદશો તો એ વહેલા તુટી જશે પછી ભલે ને ગમે એટલી સારી બ્રાન્ડ ના હોય...

મોરલ: બને એટલુ માપ માં જ રહેવાનું...

(5)" સામે ઊભેલો પહાડ નહીં ,
પણ જૂતા માં રહેલો કાંકરો ચઢાઇ માં થકવી નાખે છે !!"

(6)સિંધુ જેટલા સિદ્ધાંતો કરતા બિંદુ જેટલું આચરણ શ્રેષ્ઠ છે …

🌱 (7)ટચુકડી વાર્તા :-
ખ્યાલ રાખૉ,
જૅ વ્યક્તિ માખણ ચૉપડી શકૅ છૅ,તૅ ચુનૉ પણ ચૉપડી જાણૅ છૅ.🙏

🌱(8)📝अभिमन्यु की एक बात बड़ी शिक्षा देतीं हैं ...

" हिम्मत से हारना,
 पर
हिम्मत मत हारना ". 🙏

(9)પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું...
પણ…

પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો,
એ જોઈને દિલ રડી પડયું...🍂🌹

10)કાગળો ને પિન મારીએ તો જોડાઇ જાય....

માણસો ને પિન મારીએ તો જુદા થાય.
😂😂😂

હસીને હળવા થઈએ




અમેરીકન :- અમારા કુતરા સાયકલ ચલાવે છે.
ચાઇનીઝ :- અમારી બિલાડી બાઇક ચલાવે છે.
જાપાનીઝ :- અમારે વાંદરા વિમાન ચલાવે છે.
ભારતીય :- અમારા ગધેડા આખો દેશ ચલાવે છે. !!!
________________________________________

ટીચર:- ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય?
વિધ્યાર્થી:- સમજદાર.
ટીચર:- સરસ… અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?
વિધ્યાર્થીની :- બોય-ફ્રેન્ડ. !!!
________________________________________

નથુભા એક બુક વાંચતા-વાંચતા રોવા લાગ્યા
બા- કેમ રુઓ છો?
નથુભા- આ બુકનો અંત બહુ ખરાબ છે
બા- કઇ બુક?
નથુભા- બેંકની પાસબુક. !!!
________________________________________

બાપુ, તમારા જમણા ખીસ્સામાં 1000 રૂપિયા અને ડાબા ખીસ્સામાં પણ 1000 રૂપિયા હોય તો તમે શું વિચારો ?
બાપુ : - “સાલુ….આ પેન્ટ કોનું પહેર્યું ?
________________________________________

ટીચર:- “Fox નું બહુવચન શું થાય?”
વિધ્યાર્થી:- ”Winter”
ટીચર:- “અલ્યા ડફોળ, Fox એટલે શિયાળ થાય”
વિધ્યાર્થી:- “તો Winter એટલે શિયાળો…!!!
________________________________________

ટીચર કહેઃ કનુ બોલ જોય, આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા શુકામ કેવાય છે?
કનુ કહેઃ કેમકે પીતાને બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો. !!!
________________________________________

બે મૂરખાઓ વાતચીત કરી રહ્યા હતા.
પહેલો મુરખ : ‘યાર ! આ વીજળી કેમ ચમકી ?’
બીજો મુરખ : ‘અરે યાર ! એટલું નથી સમજતો ?
ઉપર નરકનો દરવાજો તૂટી ગયો છે એનું વેલ્ડીંગ કામ ચાલે છે…’ !!!
________________________________________

કોઈ નો અકસ્માત થાય ત્યારે બધા ના અલગ અલગ નિવેદનો …..
અમેરીકન : ઓહ માય ગોડ !
પાકિસ્તાની : યા અલ્લાહ !
સાઉથ આફ્રીકન : ઓ….. લા લા લા લા લા!
ગુજરાતી : પાર્ટીએ હોસ્યારી કરવામાં ને કરવામાં ઘુસાડી દીધી !
________________________________________

ચંદુ: મારી પત્ની મારું કહેવું માનતી જ નથી.
મગન: હું કહું કે “પાણી આપ.” એટલે મારી પત્ની પાણી આપે. બ્રશ કહું તો બ્રશ આપે. સાબુ કહું તો સાબુ આપે.
ચંદુ: ક્યારે ?
મગન: કપડા ધોવા બેસું ત્યારે. !!!
________________________________________

પત્ની : પેલો માણસ ક્યારનો મને જોયા કરે છે.
પતિ : એ તો તને જોવાનોજ... એમાં હું કશું કરી સકું તેમ નથી.
પત્ની : કેમ ?
પતિ : એ ભંગાર વાળો છે. !!!
________________________________________

માં : બેટા સફરજન ખઈશ?
પુત્ર : નાં.
માં : બેટા નારંગી ખઈશ?
પુત્ર : નાં.
માં : બેટા કેરી ખઈશ?
પુત્ર : નાં.
માં : પુરો તારા બાપા પર જ ગયો . તું ચંપલ જ ખાવાનો. !!!

પન્નાલાલ પટેલ


પન્નાલાલ નાનાલાલ પટેલ
જન્મની વિગત ૭ મે, ૧૯૧૨
માંડલી (ડુંગરપુર જિલ્લો, રાજસ્થાન )
મૃત્યુની વિગત ૬ એપ્રિલ, ૧૯૮૯
અમદાવાદ ગુજરાત
રાષ્ટ્રીયતા ભારતીય
અભ્યાસ પ્રાથમિક - અંગ્રેજી ચાર ધોરણ
વ્યવસાય સાહિત્યકાર, પ્રકાશક
ખિતાબ
૧૯૫૦ - રણજિતરામ સુવર્ણચંદ્રક,

સર્જન

નવલકથા - માનવીની ભવાઈ, વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, રામે સિતાને માર્યા જો!, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ, કચ-દેવયાનિ, મળેલા જીવ, આંધી અષાઢની
નવલિકા - સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ
નાટક - જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન
ચિંતન - પૂર્ણયોગનું આચમન
આત્મકથા - અલપઝલપ
બાળ સાહિત્ય - દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલ
પ્રકીર્ણ - અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન
પુરસ્કાર ફેરફાર કરો

૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ૧૯૮૫માં તેમની રચના માનવીની ભવાઈ માટે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ ઍવોર્ડ તેમને મળ્યો હતો.

૧૯૮૫ - જ્ઞાનપીઠ એવોર્ડ
ધર્મ હિંદુ
માતા-પિતા - નાનાલાલ પટેલ
પન્નાલાલ નાનાલાલ પટેલ (૭ મે ૧૯૧૨ – ૬ એપ્રિલ ૧૯૮૯) ગુજરાતી સાહિત્યકાર હતા. તેમને ૧૯૮૫માં જ્ઞાનપીઠ ઍવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.[૧]

જીવન

પન્નાલાલ પટેલનો જન્મ રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં થયો હતો. તેમણે ઈડરમાં અંગ્રેજી માધ્યમમાં ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો. નબળી કૌટુંબિક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી તેમણે એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી કરી હતી. ત્યાર બાદ અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી કરી. એ સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં નોકરી મેળવી પહેલા ઑઈલમેન અને પછી મીટર-રીડીંગ કરનાર તરીકે તેમણે કાર્ય કર્યું. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોષી સાથે તેમનો સંપર્ક થયો અને તેમના પ્રોત્સાહનથી તેમણે સાહિત્યસર્જનનો પ્રારંભ કર્યો. ચાર-પાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક તરીકે કાર્ય કર્યું. ત્યાર બાદ વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથે-સાથે લેખનપ્રવૃત્તિ કરી. ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે તેઓ આકર્ષિત થયા. ૧૯૫૮ થી તેમણે અમદાવાદમાં સ્થાયી વસવાટ કર્યો અને લેખનનો મુખ્ય વ્યવસાય અપનાવ્યો. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના તેઓ પ્રમુખ હતા.

૧૯૮૯માં અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી તેઓ અવસાન પામ્યા.