મંગળવાર, 5 એપ્રિલ, 2016

સુવિચાર - 2


(1)નમીએ,  ખમીએ,  એક  બીજા  ને  ગમીએ,  અને  સુખ-દુઃખમાં
એક  બીજાને  કહીએ,  "તમે  ફિકર  ના  કરો  અમે  છીએ"

આજે  એક  નવો  જ  સંકલ્પ  લઈએ,  "એક બીજાની  અદેખાઈ,  સ્પર્ધા  તજીએ,  એક  બીજાના  પુરક  બનીએ,"

ચાલો  થોડું  માણસ-માણસ  રમીએ......

(2)સવારનું છાપું, ફેરીયાની સાઇકલ પર હોય ત્યાં લગી ૪ કે ૫ રુપીયાનું. પણ આપણાં કંમ્પાઉન્ડમાં પડે પછી ૧૨ રુપીયે કિલોની પસ્તી બની જાય છે..

બસ, સારાં વિચારોનું યે એવું જ..
ઉપયોગી બને તો વસ્તીમાં છવાય..
 નહીંતર પસ્તીમાં વેચાય..

(3)સવાર સવારમાં સ્ટેશન પર ફાસ્ટની રાહ જોતાં પ્લેટફૉર્મ પર એક જૂના ઓળખીતા મળી ગયા
પૂછે
"જલસામાં ?"

મેં રિપ્લાયમાં કહ્યું "ના, મઝામાં"

એ કહે "એ બેઉમાં શું ફેર ?"
મેં કહ્યું
"જલસા બજારના રૂપિયાથી થાય
મઝા આપણા રૂપિયાથી થાય"

(4)પગ ની સાઈઝ કરતા એક નંબર પણ મોટા સેન્ડલ કે ચંપલ ખરીદશો તો એ વહેલા તુટી જશે પછી ભલે ને ગમે એટલી સારી બ્રાન્ડ ના હોય...

મોરલ: બને એટલુ માપ માં જ રહેવાનું...

(5)" સામે ઊભેલો પહાડ નહીં ,
પણ જૂતા માં રહેલો કાંકરો ચઢાઇ માં થકવી નાખે છે !!"

(6)સિંધુ જેટલા સિદ્ધાંતો કરતા બિંદુ જેટલું આચરણ શ્રેષ્ઠ છે …

🌱 (7)ટચુકડી વાર્તા :-
ખ્યાલ રાખૉ,
જૅ વ્યક્તિ માખણ ચૉપડી શકૅ છૅ,તૅ ચુનૉ પણ ચૉપડી જાણૅ છૅ.🙏

🌱(8)📝अभिमन्यु की एक बात बड़ी शिक्षा देतीं हैं ...

" हिम्मत से हारना,
 पर
हिम्मत मत हारना ". 🙏

(9)પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું...
પણ…

પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો,
એ જોઈને દિલ રડી પડયું...🍂🌹

10)કાગળો ને પિન મારીએ તો જોડાઇ જાય....

માણસો ને પિન મારીએ તો જુદા થાય.
😂😂😂

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો