શનિવાર, 19 માર્ચ, 2016

વિશ્વ ચકલી દિન નિમિત્તે ચકલીને યાદ કરીએ

લંબાઈ આશરે 14થી 16 સેન્ટિમિટર. કદ નાનું. રંગ ભૂરો. નિસ્તેજ વ્યક્તિત્વ અને ઘડીયે નવરા ન પડવું એ ચકલીનો સ્વભાવ રહ્યો છે. આપણને થાય કે આખો દિવસ ચીં ચીં કરતી ચકલી હવે કેમ દેખાતી નથી. ચકી હવે ચોખાનો દાણો લાવતી નથી.  ચકો હવે મગનો દાણો લાવતો નથી. અને એટલે જ ખીચડી પણ રંધાતી નથી. વિશ્વ ચકલી દિન નિમિત્તે આવો ચકલીને સંભારીએ.

ઘરચકલીથી હવે સવાર પડતી નથી. ચકલીથી હવે સાંજ પડતી નથી કે ચકલી હવે ઘરની સભ્ય રહી નથી. એક સમય હતો જ્યારે ઘરચકલી આપણું એક સ્વજન થઈને રહેતી હતી. પૂછો કે ચકલીનો માળો ક્યાં? ઘરના નેવે ચૂં ચૂં કરતી ચકલી હવે ~યાં? બાળપણમાં દાદા-દાદીના મોઢે સાંભળેલી વાર્તાઓ જ હવે ચકલીનું અસ્તિત્વ રહ્યું છે. જોકે હવે તો એ વાર્તાઓ પણ ક્યાં સાંભળવા મળે છે.

એક સમય હતો જ્યારે ઘરનું આખું આંગણું ચકલીઓની ચૂં ચીથી ભરાઈ જતું. ચકલીઓ આપણને સમયનું ભાન કરાવતી હતી. સવારે ચકલીઓના અવાજ અને ચણભણાટથી પડતી. તો સાંજ પડતાં ગામના ચોરે ઊભેલો ખખડધજ વડલો ચકલીઓની રાહ જોતો. પણ હવે એ દિવસો નથી રહ્યા. હવે એ આનંદ નથી રહ્યો. હવે એ ચકલીઓનો વૈભવ નથી રહ્યો. આજે ચકલીઓ નામશેષ થવાને આરે છે. કહો કે હવે આપણે ત્યાં ગણીગાંઠી જ ચકલીઓ રહી છે. આથી ચકલીઓના અસ્તિત્વને બચાવવા માટે 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે. જેમાં એએસએ, ફ્રાન્સ, યુ.કે. તથા ભારતના પક્ષીપ્રેમીઓ સહભાગી બન્યા છે. આપણને થાય કે જો આમને આમ ચાલ્યું તો ઘરને શોભાવતી ચકલી લુપ્ત થઈ જશે. તો શું કરી શકાય આ નાનકડી મનગમતી ચકલી માટે?
બાળકોને ચકલીનો પરિચય કરાવીએ
અગાસી, બાલ્કનીમાં પાણીનું કુંડું રાખીએ
કુંડામાં બાજરી, ચોખાની કણી, રોટલીના ટુકડા રાખીએ
ઘરઆંગણે દેશી ફળો અને ફળાઉ વૃક્ષો વાવીએ
ખેતર-બગીચા ફરતે કુદરતી વાડ કરીએ
ચકલીને ઉપયોગી ફૂલ-છોડ વાવીએ

ચકલી કદમાં ભલે નાનકડું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે. ચકલી વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પંખી અને સૌથી વધુ જોવા મળતાં પંખીનો ખિતાબ ધરાવે છે. ચકલીઓને આપણી સાથે એટલું ગોઠી ગયું છે કે માનવવસ્તીથી દૂર રહેવું-જીવવું તેના માટે શય જ નથી. આ નાનકડા પંખીએ વિશ્વના નકશા પરના લગભગ બધા દેશોમાં વસવાટ કર્યો છે. એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, તથા અમેરિકા. આમ પૃથ્વીના મોટા ભાગનાં ખંડોને ચકીબેને પોતાનું ઘર બનાવ્યું છે.

ચકલીઓના વિનાશ માટેનાં કારણો તો ઘણાં છે પણ આ બધાં કારણો પાછળ જવાબદાર કોઈ હોય તો તે છે મનુષ્ય ! હદ બહારનાં વાયુપ્રદુષણ, ધ્વનિપ્રદુષણ, મોબાઈલ ટાવરોનાં સૂક્ષ્મતરંગો, મકાનોની બદલાયેલી રચના, રાસાયણિક ખાતરો તથા દેશી વૃક્ષો-ફૂલ-છોડની જગ્યાએ શોભાના ગાંઠીયા જેવાં નકામાં વૃક્ષોનું મોટા પાયે થતું વાવેતર નાનકડી ચકલી માટે જોખમરૂપ બન્યાં છે. આપણાં ઘર, ખેતર, વંડા, બગીચા ફરતે મોટા ભાગે મેંદી, થોર, બોરડી, બાવળ જેવા છોડ અને વેલાઓની બનેલી કુદરતી વાડ ચકલી માટે આશીર્વાદ રૂપ હતી. કુદરતી વાડમાંથી ચકલીને કીટકો, ઈયળો, પતંગીયાં, ફળો જેવા ખોરાકનો પુરતો જથ્થો મળી રહેતો હતો. આજે આપણે ઈંટો અને પથ્થરનાં પાકાં મકાનોમાં જીવી રહ્યા છીએ. જ્યારે ઝાડી-ઝાંખરાં અને માળો શોધતી ચકલી મરવા પડી છે.

૨૦ માર્ચઃ વિશ્વ ચકલી દિવસ

   માનવ જાત સાથે ચકલીઓ સદીઓથી જોડાયેલ છે. આપણે ચકલી શબ્‍દથી પરિચીત છીએ. અગાઉ ઘરમાં આવનાર જોવા મળતું પક્ષી હતું. પરંતુ આજે ભાગ્‍યે જ જોવા મળતું પક્ષી છે. અનેક બાળકોએ જોયેલ પણ નહી હોય અને માત્ર ‘‘હાઉસ સ્‍પેરો'' શબ્‍દની જાણકારી ધરાવતા હોય છે. સાંજના સમયે રાતવાસો કરતા પહેલાં દુરથી સાંભળી શકાતી ખાસ પ્રકારની ચિચિયારી કરી વાતાવરણ ગજવી મુકતી ચકલીમાં નર અને માદા દેખાવમાં અલગ પડે છે. નરમાં પીઠના ઉપરના ભાગે વધારે બ્રાઉન રંગ હોય છે. દાઢી અને છાતી પર કાળું ધાબુ તેમજ કાળી પહોળી ચટ્ટી ચાંચથી ઓડ nape સુધી લંબાયેલ છે. નર ખૂબ જ કજીયાખોર અને ઝગડું હોય છે. નર અરીસામાં પોતાની પ્રતિબીંબને હરીફ નર સમજીને ચાચ મારતો જોવા મળે છે.
   ચકલા જગડવામાં મશગુલ હોય ત્‍યારે સહેલાઇથી હાથથી પકડી શકાય છે. અનેક ચકલી બિલાડી અને શિકારી પક્ષીનો ભોગ બનતી હોય છે. તે વારંવાર સંવનન કરતા જોવા મળે છે. માદા નરને માટે ભાગે સંવનન કરવા આકર્ષિત કરતી હોય છે. ખુબ જ પ્રજોત્‍પતી કરતું પક્ષી છે. સમગ્ર વર્ષ દરમિયાન માળો સામાન્‍ય રીતે દિવાલ કે ઝાડના કાણામાં બનાવે છે. જ્‍યારે કોઇ ઘર કે રહેઠાણ ઉપલબ્‍ધ થાય ત્‍યારે કોઇપણ જગ્‍યા પર માળો બનાવવા માટે ઘાસના તાંતણા અને મુલાયમ પીછા ભેગા કરે છે.
   માળામાં ઘાસ લટકતું જોવા મળે છે. માળામાં ઘાસનો ઢગલો કરી વચ્‍ચે મુલાયમ પીંછા પાથરે છે. જેમાં ૪ કે ૬ ઇંડા મુકે છે. જે મોટાભાગે સફેદ અને લંબગોળ હોય છે. લગભગ ૧૮ દિવસ પછી બચ્‍ચા ઇંડામાંથી બહાર નીકળે છે. માળો દુર કરવામાં આવે તો ફરી વધારે જોશથી બનાવે છે. અને બનાવવા માટે દ્રઢ નિヘયી હોય છે. ચકલીના માળા માટે સૌથી સારી વસ્‍તુ માળાનું બોક્‍સ તેમાં ૧.૫ ઇંચના વ્‍યાસનું કાણું બનાવવું. ચકલી મિશ્ર આહારી છે. મુખ્‍ય ખોરાક અનાજ છે. બચ્‍ચા નાના હોય ત્‍યારે જીવડા ખવડાવે છે.
   સંકલન : ડો. એમ.જી. મારડીયા
   મો.૯૬૨૪૦ ૩૨૦૦૯

ગુરુવાર, 17 માર્ચ, 2016

મહારાજા સયાજીરાવ ગાયકવાડ

વડોદરાનું નામ પડતાં જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું સ્મરણ થાય. વડોદરાને સંસ્કૃતિક્ષેત્રે તેમજ કલાક્ષેત્રે વિશ્વભરમાં નામના અપાવવાનું શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડને જાય છે.

1870માં વડોદરાના મહારાજા ખંડેરાવ અપુત્ર મૃત્યુ પામ્યા. તેમના ભાઈ મલ્હારરાવ ગાદી સંભાળી ન શક્યા. તેથી અંગ્રેજ શાસકોએ સ્વ. ખંડેરાવના મહારાણી જમનાબાઈને દત્તક પુત્ર લેવાની છૂટ આપી. રાજવી કુટુંબને છાજે તેવી ઉચિત વિધિ-કસોટીઓને અંતે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના મનમાડ પાસેના કવળાણા ગામના બાર વર્ષના કુમાર ગોપાળરાવની રાજ્યગાદીના વારસ તરીકે પસંદગી થઈ. 1863ના 17મી માર્ચે જન્મેલા ગોપાળરાવ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તરીકે ઓળખાયા.

1875માં બાર વર્ષના સયાજીરાવ ની વડોદરાના ભાવિ રાજવી તરીકે શિક્ષા-કેળવણીની શરૂઆત થઈ. સયાજીરાવે ગુજરાતી-અંગ્રેજી ભાષાથી માંડીને ઈતિહાસ, અર્થશાસ્ત્ર, ગણિત-રસાયણશાસ્ત્ર તેમજ રાજ્યકારભાર જેવા વિષયોનો અભ્યાસ કર્યો.

ઓક્ટોબર 28, 1881. સયાજીરાવ ગાયકવાડ તૃતીયનો વડોદરાના મહારાજા તરીકે વિધિવત્ રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તે સમયે વડોદરા રાજ્યની સત્તા હેઠળ વડોદરા ઉપરાંત નવસારી, અમરેલી, પાટણ, વડનગર, કડી વગેરે પ્રદેશો હતા.

      મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રજાવત્સલ અને કર્મનિષ્ઠ રાજવી હતા. તેમણે વડોદરા રાજ્ય અને પ્રજાના કલ્યાણ માટે દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિકાસયોજનાઓ હાથ ધરી. રાજ્યભરમાં રસ્તાઓ, ઈમારતો, શાળાઓ અને લાયબ્રેરીઓને પ્રાધાન્ય આપ્યું. સયાજીરાવે 1879માં વડોદરા ખાતે 113 એકરનો વિશાળ સયાજીબાગ પ્રજાને અર્પણ કર્યો. સુંદર ફૂલ-છોડથી સુશોભિત વડોદરાના સયાજીબાગ (કમાટીબાગ)ની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થઈ ચૂકી છે.

આ જ વર્ષમાં વડોદરા કોલેજનો પાયો નખાયો.

વડોદરા કોલેજ આજે એમ. એસ. યુનિવર્સિટી (મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી) તરીકે વિસ્તરેલ છે. 1890 સુધીમાં કોલેજમાં આર્ટસ, સાયંસ, એગ્રીકલ્ચરમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો શરૂ થયા. લલિત કલાઓના વિભાગો શરૂ થયા. વડોદરાનું કલાભવન જગપ્રસિદ્ધ બન્યું.

વડોદરા સાથે કંઈ કેટલાય સુસંસ્કૃત મહાનુભાવો સંકળાયેલા છે. મહર્ષિ અરવિંદ, કવિ “કાંત”, દાદાસાહેબ ફાળકે, રાજા રવિવર્મા, યુરોપનો પ્રસિદ્ધ કલાકાર ફેલિચી …. અને બીજા ઘણા બધા!.

મહારાજા સયાજીરાવે નામી-અનામી કલાકારોને રાજ્યાશ્રય આપી કલાપ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. મહારાજા સયાજીરાવની નિશ્રામાં વિખ્યાત ઈટાલિયન કલાકાર ફેલિચી, બંગાળી શિલ્પી ફણીન્દ્રનાથ બોઝ, પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિવર્મા, સંગીતજ્ઞ ઉસ્તાદ ફૈયાઝખાં વગેરે સમાવિષ્ટ છે. ફણીન્દ્રનાથ બોઝની કલાની પ્રશંસા તો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પણ કરી ચૂક્યા છે. મહારાજાએ વિશ્વના ચિત્તાકર્ષક શિલ્પ-તૈલચિત્રોની પ્રતિકૃતિઓ કરાવી. ઈટાલીના કલાધામ વેનિસના કલાકાર ફેલિચીએ વડોદરાના રાજમહેલમાં રહીને કાંસા અને સંગેમરમરનાં ખૂબસૂરત શિલ્પ રચ્યાં; મૂર્તિઓ બનાવી; મનોહર તૈલચિત્રો પણ રચ્યાં. તને ખબર છે, અનામિકા, કે રાજા રવિવર્માએ વડોદરામાં રહીને જ આપણા દેશના પ્રથમ પૌરાણિક તૈલચિત્રોના નિર્માણની શરૂઆત કરી હતી? ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકેએ વડોદરાના કલાભવન ખાતે વિવિધ કલાઓનો અભ્યાસ કર્યો. મહર્ષિ અરવિંદને પણ મહારાજા સયાજીરાવે જ નિમંત્ર્યા હતા ને! સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક હતા. આપણા બંધારણના અગ્રગણ્ય ઘડવૈયા પૈકી એક બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (બી. આર. આંબેડકર)ની પ્રગતિમાં વડોદરાના સયાજીરાવ ગાયકવાડનો ફાળો મહત્ત્વપૂર્ણ છે.

સુનીતા વિલિયમ્સ

સુનીતા વિલિયમ્સને કોણ નથી જાણતું ?
તેઓ અમેરિકાસ્થિત જાણીતાં ભારતીય અવકાશયાત્રી મહિલા છે.
સુનીતા મહિલા છે, યુવાન છે, ભારતીય છે, અને કર્તૃત્વવાન છે. ભારતનું ગૌરવ છે. સુનીતાનો લાંબામાં લાંબી અવકાશ ઉડાન કરનાર એક મહિલા તરીકેનો વિશ્ર્વવિક્રમ છે.
મિત્રો, એટલું જ નહીં, સૌથી વધુ સમય માટે (50 કલાક અને 40 મિનિટ) માટે અવકાશમાં ચાલવું અને સૌથી વધુ વાર ફરવાનો પણ વિક્રમ છે.
આપણા સૌ માટે વધુ ગૌરવની વાત એ છે કે સુનીતા ભારતીય તો છે જ પણ ગુજરાતનાં છે.
તેમના પિતાનું નામ છે શ્રી દીપકભાઈ પંડ્યા. સુનીતાનું વતન મહેસાણા જિલ્લાનું ઝુલાસણ ગામ છે. સુનીતાનું બીજું અવકાશયાત્રા અભિયાન 127 દિવસો ચાલ્યું હતું જે નવેમ્બર 20, 2012ના રોજ પૂરું થયું હતું.
મિત્રો, અવકાશમાં પગલાં માંડનાર સુનીતાનો સ્વદેશપ્રેમ પણ તેટલો જ ઉત્કટ છે અને સ્વદેશની ધરતી પર પગ માંડવા તે તેટલાં જ ઉત્સુક હોય છે. આ સૌ યુવાન મિત્રોએ તેમની પાસે શીખવા જેવું છે.
આકાશની ઉડાન ધરતીને ન ભુલાવી દે તે યાદ રાખવું જોઈએ જેનો સુનીતા ઉત્તમ નમૂનો છે. ધર્મપ્રિયતા અને અધ્યાત્મ એ સાચા ભારતીયની પહેચાન છે. સુનીતા તેનો પણ ઉત્તમ નમૂનો પૂરો પાડે છે.
મિત્રો, તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે સૌ પ્રથમ તેઓ ઝુલાસણમાં આવેલા દૌલા માતાજીના મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં. આટલી મોટી અને કઠિન સિદ્ધિ હાંસલ કરનાર સુનીતાનો પાયો ઈશ્ર્વરમાં ઊંડી શ્રદ્ધા છે. ઈશ્ર્વરની શ્રદ્ધા જ તેમને બળ અને આત્મવિશ્ર્વાસ પૂરાં પાડે છે.
મિત્રો, આપણી આસપાસ વ્યક્તિરૂપે કેટલાંક સકારાત્મક ઊર્જાકેન્દ્ર હોય છે. તેમને જોવાથી, તેમના વિશે સાંભળવાથી, તેમને સાંભળવાથી, તેમની પાસે બેસવાથી આપણને અજાણતાં શક્તિ પ્રાપ્ત થાય છે. આજે પણ તમે સ્વામી વિવેકાનંદ કે મહાત્મા ગાંધી કે સરદાર પટેલ કે પૂ. ગુરુજી વિશે એક ફકરો વાંચો તો પણ તમને ઊર્જા પ્રાપ્ત થઈ હોય એવો અહેસાસ થશે. કોઈ સંત, કોઈ સાહિત્યકાર, કોઈ કવિ, કોઈ વૈજ્ઞાનિક, કોઈ સાહસવીર, કોઈ પ્રાધ્યાપક, કોઈ શિક્ષક, કોઈ સુંદર મિત્ર મળે કે તેની તરફથી સકારાત્મક આંદોલનો મળતાં રહે છે.
આપણા સદ્ભાગ્યે અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ આપણા માટે એવી વ્યક્તિ છે.
ટાઇમ્સ આફ ઇન્ડિયા (15 માર્ચ, 2013)ના એક અહેવાલ પ્રમાણે સુનીતા વિલિયમ્સ વતનના પ્રવાસે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં આવી રહ્યાં છે તે સૌ માટે, ખાસ કરીને યુવાનો માટે આનંદનો વિષય હતો.
મિત્રો, તમને પણ જાણીને આનંદ થશે કે સુનીતા વિલિયમ્સનો હેતુ પણ તમારા જેવા ઉત્સાહી, આશાવાદી, કર્તૃત્વવાન યુવાનમિત્રોને મળવાનો, તેમની સાથે વાતો કરવાનો પ્રશ્ર્નોત્તરી કરવાનો છે. અવકાશયાત્રામાં અથવા વિજ્ઞાનમાં કેરીયર કઈ રીતે બનાવવી તે અંગેનું માર્ગદર્શન તેમના તરફથી મળી શકે છે.
માત્ર વિજ્ઞાનમાં જ આગળ જવા માગતા યુવાનો જ નહીં, સૌને તેમની ઉપસ્થિતિ અને માર્ગદર્શનથી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન મળી શકશે.
આખરે સુનીતા વિલિયમ્સ શું છે ? અભ્યાસ - પરિશ્રમ, આત્મવિશ્ર્વાસ, સાહસ, સમર્પણ, એકાગ્રતા... જેવા તમામ ગુણોનો સરવાળો.
તેમની વાતોમાંથી આપણને આપણા જીવનના એક પાસાને પણ સુધારવાની તક મળી જાય તો જીવન સફળ બની જાય.
5 એપ્રિલના રોજ અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે એન્જિનિયરિંગ અને પ્યોર સાયન્સના હજારો વિદ્યાર્થીઓ સમક્ષ તેઓ બોલ્યાં હતાં. આ કાર્યક્રમમાં ન ગયાં હો તો ટી.વી. દ્વારા જીવંત પ્રસારણ પણ જોયું હશે. વર્તમાનપત્રો અને અન્યત્ર પણ તેમનાં વ્યાખ્યાનો વિષે જાણ્યું હશે.
તો મિત્રો, આવું બહુ-આયામી વ્યક્તિત્વ સુનીતા વિલિયમ્સ છે. જેટલો વિજ્ઞાનનો પ્રેમ છે, જેટલો અવકાશ ઉડાનનો પ્રેમ છે, તેટલો જ પ્રેમ તેમને પોતાના ધર્મ, પોતાના દેશ, પોતાના વતન પ્રત્યેનો છે. પોતાનું જ્ઞાન ફક્ત પોતાના પૂરતું ન રહે પણ બધાં વચ્ચે વહેંચાય તે માટે તેઓ જાગૃત અને કાર્યરત છે.
આપણને તેમનામાંથી ઘણી પ્રેરણા અને ઘણું માર્ગદર્શન મળી શકે છે. ગંગા ઘરઆંગણે આવી હતી. આપણે તેને હર્ષોલ્લાસથી વધાવી પણ લીધી. હવે તેમની મુલાકાતને એક અવસરમાં બદલવી જોઈએ.
એક સુનીતા વિલિયમ્સ ભારતને અનેક સુનીતા વિલિયમ્સ આપી શકે છે.
તમારા પ્રતિભાવોની રાહ જોઉં છું.

સુવિચાર - 1

(1)આટલા દર્દો સહી મને હવે
એટલું સમજાય છે,
ખૂબ લાગણી રાખનાર માણસ
હંમેશા પસ્તાય છે....

(2)☕સમય ભલે દેખાતો નથી,
 પણ ઘણુંબધું દેખાડી જાય છે,
આપણ ને "કેટલા" ઓળખે છે
          એ મહત્વ નું નથી,
"શા માટે" ઓળખે છે એ મહત્વનું છે.

(3)જ્યાં નીતિ અને બળ બંને કામમાં લેવાય છે ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે. તમે તળિયે પછડાયા છો ત્યારે કેટલે ઊંચે ઊઠો છો એ તમારી સફળતાની પારાશીશી છે. તમારા ઉદ્દેશ્યમાં નિષ્ઠા એ જ સફળતાનું રહસ્ય છે. જો તમે જીવનમાં સફળતા મેળવવા માંગતા હોવ તો ધીરજને પોતાનો પરમ મિત્ર, અનુભવને પોતાનો બુદ્ધિમાન સલાહકાર, સાવધાનીને પોતાનો મોટો ભાઈ ...

(4)જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે અને જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે યોગ્ય સમય પર કરેલું નાનું કામ પણ બહુ ઉપ્કારી હોય છે જયારે સમય વહી ગયા પછી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે પતંગિયું થોડીક ક્ષણો માટે જીવે છે તોય એની પાસે પુરતો સમય હોય ...

(5)તમે ગમે તેટલા પુસ્તકો વાંચશો, પણ જો તમારું જીવન પુસ્તક નહિ વાંચો તો તેનો કોઈ જ અર્થ નથી. મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે. એ રીતે કામ કરો કે તમારા કામના સિદ્ધાંત આખા જગત માટે નિયમ બનાવી દેવામાં આવે. સૌંદર્યનો આદર્શ સાદાઈ અને શાંતિ છે. જવાબદારી સ્વીકારવાની ક્ષમતા એ માનવીની પ્રતિભાનો માપદંડ છે. આજે ...

(6)ભાષા કલ્પવૃક્ષ છે તેનાથી જે માંગવામાં આવે છે તે તુરંત જ મળે છે. અલગ અલગ દેશની અલગ અલગ ભાષાઓ છે પણ માતૃભાષા સિવાય આપણી આશાઓ કોઈ પૂરી કરી શકતું નથી. ભાષાની બે ખાણો છે : એક પુસ્તકો અને બીજું લોકોની વાણી. વાતચીતમાં જેમ મૌન પણ બોલે છે તે જ રીતે ભાષામાં શબ્દોનો અભાવ પણ બોલે ...

(7)  સારુ કે ખરાબ કશું છે જ નહિ,
                         માત્ર વિચારો છે જે આ ભેદરેખા બાંધે છે...

(8)સંબંધોને સારી રીતે જીવવા હોય તો તેને સ્નેહની સાથે સમજણથી પણ સીંચવા પડે. લગ્નજીવનમાં પણ આ જ મંત્ર સફળ લગ્નજીવનની ચાવીરૂપ બને છે. ત્યારે લગ્નજીવનને સારી રીતે જીવવા માટે બંનેએ એકબીજાનાં માનસને સમજવું બહુ જરૂરી છે. લગ્નજીવનના ડૂઝ અને ડોન્ટ્સને જાણી લેવામાં આવે તો લગ્નજીવનની મહેકને લાંબા સંમય સુધી તાજા રાખી શકાય છે.

કવિ ન્હાનાલાલ

ગુજરાતીમાં અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક એવા ન્હાનાલાલ એ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેમનું ઉપનામ ગુજરાતના મહાકવિ હતું. તેમનો જન્મ માર્ચ ૧૬, ૧૮૭૭ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. તેઓનું અવસાન પણ જાન્યુઆરી ૯, ૧૯૪૬ના દિને અમદાવાદ ખાતે જ થયું હતું. કવિ ન્હાનાલાલના પિતા દલપતરામ ડાહ્યાભાઈ (નર્મદ યુગના મહાન કવિ) હતા અને એમની મૂળ અટક ત્રિવેદી હતી. તેઓ ફારસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા. ગાંધીજી પ્રેરિત અસહકારની ચળવળ દરમ્યાન દેશદાઝથી એમણે એ સરકારી નોકરી છોડી દીધેલી.

જન્મ, કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં, અમદાવાદમાં. અટક ત્રિવેદી, પણ શાળાને ચોપડે તેમ ત્યારપછી જીવનભર ભાઈઓની પેઠે ‘કવિ’. અગિયાર વર્ષની ઉંમરે માતાના મૃત્યુ પછી પોતાના અલ્લડવેડાથી વૃદ્ધ પિતાને પોતાનાં ભણતર અને ભાવિ વિશે ચિંતા કરાવનાર તરુણ ન્હાનાલાલ માટે મોરબીમાં હેડમાસ્તર કાશીરામ દવેને ત્યાં એમની દેખરેખ નીચે ગાળવું પડેલું ૧૮૯૩ નું મૅટ્રિકનું વર્ષ ‘જીવનપલટાનો સંવત્સર’ બન્યું. અમદાવાદની ગુજરાત, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન, એ ત્રણે સરકારી કૉલેજોમાં શિક્ષણનો લાભ મેળવી ૧૮૯૯માં તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ વિષય સાથે એમ.એ.થયા. એમનો અભ્યાસ એમના સર્જનને પોષક બન્યો હતો. એમની અભ્યાસક્રમની બીજી ભાષા ફારસી એમને પાછળથી મોગલ નાટકોના લેખનમાં કામ લાગી હતી. ટેનિસને એમની સ્નેહ, લગ્ન અને સ્ત્રી-પુરુષ-સંબંધની પ્રિય ભાવનાને, તો માર્ટિનોના અભ્યાસે એમની ધર્મભાવનાને પોષી હતી. એમના સમગ્ર સર્જનમાંનો કવિતા, ઇતિહાસ ને તત્વજ્ઞાનનો ત્રિવેણીસંગમ એમના ઇતિહાસ તત્વજ્ઞાનના યુનિવર્સિટી-શિક્ષણને આભારી ગણાય. એમની ભક્તિભાવના, ધર્મદ્રષ્ટિ તથા શુભ ભાવના પાછળ ઘરના સ્વામીનારાયણી સંસ્કાર તથા અમદાવાદ-પૂના-મુંબઈના પ્રાર્થના સમાજોના સંપર્ક ઊભેલા હતા. એમ.એ. થયા પછી રાજકુમારો માટેની બે કૉલેજ-નામધારી શાળાઓના અધ્યાપકઃ ૧૯૦૨ થી ૧૯૦૪ સાદરાની સ્કૉટ કૉલેજમાં ને ૧૯૦૪ થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયધીશ અને નાયબ દિવાનની પણ કામગીરી બજાવી. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯ માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી તેમને સુંદર અંજલિ આપનાર કવિએ રોલેટ ઍક્ટ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલા રાષ્ટ્રપ્રકોપ અને ગાંધીજીપ્રેરિત અસહકારની હવામાં ૧૯૨૦માં લાંબી રજા ઉપર ઊતરી ૧૯૨૧માં એ સરકારી નોકરીનું રાજીનામું મોકલી આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસ્થાન બનાવ્યું. ત્યાં એમની સ્વમાની પ્રકૃતિ તથા બાહ્ય સંજોગોએ એમને સક્રિય રાજકારણથી દૂર રાખી પોતાના સારસ્વતજીવનકાર્યમાં જ રત રાખ્યા. રાજકોટ ખાતેના ઉલ્લાસકાળને મુકાબલે કવિનું અમદાવાદનું અઢી દાયકાનું જીવન તપસ્યાકાળ બનેલું. અમદાવાદમાં અવસાન.

સાહિત્યસર્જક તરીકે કવિનું પ્રધાન અને ઉત્તમ પ્રદાન ઉર્મિકાવ્યો છે. એવી એમની કવિતામાં ‘કેટલાંક કાવ્યો’-ભા. ૧-૨-૩ (૧૯૦૩, ૧૯૦૮, ૧૯૩૫), ‘ન્હાના ન્હાના રાસ’-ભા.૧-૨-૩ (૧૯૧૦, ૧૯૨૮, ૧૯૩૭), ‘ગીતમંજરી’-૧-૨ (૧૯૨૮, ૧૯૫૬), ‘રાજસૂત્રોની કાવ્યત્રિપુટી’ (૧૯૦૩, ૧૯૦૫, ૧૯૧૧), ‘ચિત્રદર્શનો’ (૧૯૨૧), ‘પ્રેમભક્તિ ભજનાવલિ’ (૧૯૨૪), ‘દાંપત્યસ્તોત્રો’ (૧૯૩૧), ‘બાળકાવ્યો’ (૧૯૩૧), ‘મહેરામણનાં મોતી’ (૧૯૩૯), ‘સોહાગણ’ (૧૯૪૦), ‘પાનેતર’ (૧૯૪૧) તેમ જ ‘પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુઓ’ (૧૯૪૩) નો સમાવેશ થાય છે

હું એક સ્ત્રી છું...

હું એક સ્ત્રી છું...
વહાલ કરો તો મલકાઉ ને અવગણો તો ઉશ્કેરાઉં!
લાગણીઓને બજેટમાં રાખીને નથી ચાલતી, એટલે જ વારે-તહેવારે અવાર-નવાર શોપિંગ કરુ છું.
મારું એક સ્મિત માત્ર સો સમસ્યાઓ ઊભી કરે, ને ક્યારેક એ જ સ્મિતથી સમાધાન!
પરિચય બધાનો રાખુ છું અને પરચો પણ પરિચયને અનુરૂપ આપું છું...કારણ કે, હું એક સ્ત્રી છું.
એમ તો મને વાતો અનલીમીટેડ કરવી ગમે છે પણ કદિક મૌન અને અબોલાથી ય વાર કરુ છું.
દુનિયાદારીની ગતાગમ નથી બહુ એટલે જ પિયરને પાછળ મૂકી સાસરિયાની દિશામાં પ્રયાણ કરુ છું...કારણ કે, હું એક સ્ત્રી છું.
ક્રોધ, અહંકાર, છળ-કપટ મને પણ આવડે છે, પરંતુ ત્યાગ, એકતા અને અનુકુળતાનું માધ્યમ બનીને જીવન માણું છું.
પુરુષને સાહસ અને સફળતામાં સતત સાથ આપું છું અને મારી સફળતાનો શ્રેય પણ પુરુષને આપું છું...કારણ કે, હું એક સ્ત્રી છું....!!

મંગળવાર, 15 માર્ચ, 2016

ગુરૂ ની પરીક્ષા

એક ગુરુકુળમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ
કરતા હતા. કોઇ અમીર હતા, કોઇ સામાન્ય
હતા તો કોઇ ગરીબ પણ હતા. આજે
અભ્યાસનો અંતિમ દિવસ હતો. બધા વિદ્યાર્થીઓ
પોતાના ઘરે જવા માટે ઉત્સુક હતા. ગુરુજીએ
બધા જ વિદ્યાર્થીઓને એક સ્થળે એકત્રીત
કર્યા અને કહ્યુ , " મારા વ્હાલા શિષ્યો , આ
ગુરુકુળમાં આજે તમારો છેલ્લો દિવસ છે.
તમારા અભ્યાસ દરમિયાન મેં
તમારી ઘણી પરિક્ષાઓ લીધી છે આજે એક અંતિમ
પરિક્ષા લેવી છે. તમારે બધાએ પગમાં કંઇ
પહેર્યા વગર જ એક અંધારી સુરંગમાંથી પસાર
થવાનું છે અને બીજા છેડેથી બહાર નિકળવાનું છે. હું
સુરંગના બીજા છેડે તમારી રાહ જોઇશ."
ગુરુજી બધાને સુરંગના દરવાજા પાસે લઇ ગયા અને
સુરંગમાં પ્રવેશ કરવાનો બધાને આદેશ કર્યો. હુકમ
થતા જ બધા સુરંગમાં દાખલ થયા. અંદર ઘોર
અંધારુ હતું. એકબીજાનું મોઢુ પણ જોઇ શકાતું
નહોતું. બધા ટેકે ટેકે આગળ વધી રહ્યા હતા.
થોડા આગળ ગયા ત્યાં તો બધાના પગમાં નીચે
પડેલા ધારદાર પથ્થર વાગવા લાગ્યા. ખુબ
પીડા થતી હતી અને પગમાં લોહી પણ નીકળતું
હતું.
બધા જેમતેમ કરીને
સુરંગના બીજા દરવાજેથી લંગડાતા લંગડાતા બહાર
નીકળ્યા.
ગુરુજી બધાને આ સુરંગના અનુભવ વિષે
પુછી રહ્યા હતા. બધા પોતપોતાના પીડાદાયક
અનુભવની વાત કરી રહ્યા હતા. આ વાતચીત
ચાલુ હતી ત્યાં એક શિષ્ય
સુરંગના દરવાજાની બહાર આવ્યો. બધા તેના પર
હસવા લાગ્યા. ગુરુજીએ હસવાનું કારણ પુછ્યુ
તો એક શિષ્યએ જવાબ આપતા કહ્યુ , "
ગુરુજી આ મોડો આવેલો વિદ્યાર્થી સૌથી આગળ
હતો પણ એની મુર્ખામીને લીધે એ સૌથી પાછળ
રહી ગયો. એ
સુરંગમાં પડેલા પથ્થરો વીણી રહ્યો રહ્યો હતો.
ગુરુજીએ પેલા મોડા આવેલા શિષ્યને આ વિષે
પુછ્યુ તો એણે કહ્યુ , " હા ગુરુજી એમની વાત
સાચી છે. હું સૌથી આગળ હતો. મને
રસ્તામાં પડેલો ધારદાર પથ્થર વાગ્યો અને ખુબ
પીડા થવા લાગી એટલે મેં વિચાર્યુ કે આ
પથ્થરો મારી પાછળ આવતા બીજા મિત્રોને પણ
વાગશે અને એને પણ પીડા થશે. મારા મિત્રોને
પીડા ન થાય તે માટે મેં રસ્તામાં પડેલા એ
પથ્થરો ઉપાડી લીધા.
ગુરુજીએ પુછ્યુ , " એ પથ્થરો કયાં છે ?
જરા બતાવ "
શિષ્યએ ખીસ્સામાં હાથ નાંખીને પથ્થરો બહાર
કાઢ્યા. પથ્થરો જોતા જ
બધા આશ્વર્યમાં પડી ગયા કારણકે એ પથ્થર
નહી પરંતું હીરાઓ હતા. ગુરુએ પોતાના શિષ્યોને
કહ્યુ , " આ જ તમારી પરિક્ષા હતી. એ હીરાઓ મેં
જ ત્યાં મુકાવેલા હતા. બીજાને મદદ
કરવાની ભાવનાવાળા મારા શિષ્યો માટે એ
મારી ભેટ હતી."
મિત્રો , આપણે પણ જીવન રુપી અંધારી અને
અજાણી સુરંગમાંથી પસાર થઇ રહ્યા છીએ.
આપણને પડતી પીડા બીજાને ન થાય
એવા શુધ્ધભાવથી કરેલા કાર્યો બીજા લોકોને ભલે
પથ્થર ભેગા કરવા જેવા મૂર્ખામી ભર્યા લાગે
પરંતું ખરેખર એ હીરા ભેગા કરવા જેવા કાર્યો છે.

રવિવાર, 13 માર્ચ, 2016

આઈન્સ્ટાઈન

1) બાળપણમાં આઈન્સ્ટાઈનની ગણતરી ઠોઠ નિશાળીયા તરીકે થતી હતી. એ નાના હતા ત્યારે તેમને ડિક્સલેસિયા નામની મગજની બીમારી થયેલી. પરિણામે નાનપણમાં તેનો વિકાસ બહુ ધીમો હતો. ૯ વર્ષ સુધી એ સરખું બોલતા શીખી શક્યા ન હતા તો વળી ૧૮૯૪માં તેમને સ્કુલમાંથી કાઢી મુકવામાં આવેલા.

2) ૧૯૦૫માં ૨૬ વર્ષની વયે આઈન્સ્ટાઈને બ્રહ્માંડ સમય અને અવકાશ (ટાઈમ એન્ડ સ્પેસ) બન્નેના મિશ્રણથી બનેલું છે એવી જાહેરાત કરી ભૌતિકશાસ્ત્રમાં ખળભળાટ મચાવી દીધેલો. તેમની આ શોધ પછી બ્રહ્માંડ વિશેના ભુતકાળના બધા ખ્યાલો ખોટા પડ્યા અને વિજ્ઞાનની થિયરીઓ નવેસરથી લખાઈ.

3) થોમસ હાર્વેએ મગજને કાઢી લીધા પછી તેના ૨૪૦ ટુકડા કરી વિવિધ ન્યૂરોસાયન્ટિસ્ટ (મગજના જાણકાર)ને તપાસ માટે મોકલેલા. એ દરમિયાન ૧૯૭૨માં ‘આઈન્સ્ટાઈનઃ ધ લાઈફ એન્ડ ટાઈમ’ નામનું પુસ્તક પ્રગટ થયું. જેમાં લખેલું હતું કે આઈન્સ્ટાઈન પોતે ઈચ્છતા હતા કે તેનું મગજ સંશોધન માટે વપરાય. એ પછી વિજ્ઞાનીઓ તપાસે વળગ્યા અને બાદમાં ખબર પડી કે આઈન્સ્ટાઈનનું બ્રેઈન તો ખરેખર તપાસ માટે ઉપલબ્ધ છે!

4) આઈન્સ્ટાઈને ફોટો વોલ્ટિક ઈફેક્ટની શોધ કરેલી. તેના સિદ્ધાંત પ્રમાણે જ સૌર ઉર્જા મળી શકે છે. ઘરના છાપરા પર કે ખુલ્લા આકાશ નીચે સોલાર સેલ ગોઠવીને ઉર્જા મેળતી થઈ એ માટે આઈન્સ્ટાઈનનો આભાર માનવો રહ્યો.

5) મગજમાં મઘ્યમાં પરાઈટલ લોબ નામે એક ભાગ આવેલો હોય છે. ગાણિતિક અને તાર્કિક ક્રિયાઓ આ ભાગમાં થતી હોય છે. ૧૨૩૦ ગ્રામ વજન ધરાવતા આઈન્સ્ટાઈનના મગજમાં પરાઈટલ લોબનો હિસ્સો ૧૫ ટકા મોટો હતો. એટલે જ તેઓ ઝડપથી અને વિવિધ વિષયો પર વિચારી શકતા હતા.

6) ગયા વર્ષે જ ફિલાડેલ્ફિયાના મટર મ્યુઝિયમની મેડિકલ લાયબ્રેરીમાં આઈન્સ્ટાઈનના મગજની ૪૬ જેટલી અત્યંત પાતળી સ્લાઈસ પ્રદર્શનાર્થે મુકાઈ છે. ૨૦થી ૫૦ માઈક્રોન (માથાના વાળની જાડાઈ ૧૦૦ માઈક્રોન હોય છે) જેવી પાતળી સ્લાઈસ જોવા માટે પહેલેથી જ તેને મેગ્નિફાઈન્ડ ગ્લાસ નીચે રખાઈ છે.

7) આઈન્સ્ટાઈનના મોત પછી થોમસ હાર્વે નામના પેથોલોજિસ્ટે ઓટોપ્સી કરતી વખતે મગજ કાઢીને પોતાની પાસે રાખી લીધેલું. એ મગજનો ઉપયોગ ડો. હાર્વે સંશોધન માટે કરવા માગતો હતો. માટે મગજ લાંબો સમય સચવાઈ રહે એ હેતુથી મગજમાં ફોર્માલિન નામના રસાયણના ઈંજેક્શન મારી તેને બરણીમાં મુકી દેવાયું. ત્યારે જોકે બધાને ખબર ન હતી કે આઈન્સ્ટાઈનનું મગજ સંશોધન માટે ઉપલ્બધ છે.

8) મહાવિજ્ઞાની આઈન્સ્ટાઈનનું મગજ પોતે સંશોધનનો વિષય રહ્યું છે. ૧૯૫૫માં મૃત્યુ પામ્યા પછી આઈન્સ્ટાઈનનું મગજ સંશોધન માટે કાઢી લેવાયેલું. એ મગજની તસવીર હવે એપલના આઈપેડ ધારકો ૯.૯૯ ડોલર (૫૩૦ રૂપિયા) ખર્ચીને મેળવી શકે છે.-

'પ્રેમ કોને કહેવાય ?'

ખરેખર વાંચવાલાયક .....
👌👌👌...

એક પ્રાથમિક શાળામાં
૪ થી ૮ વર્ષનાં બાળકોને
'પ્રેમ કોને કહેવાય ?'
એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું
ત્યારે આટલાં નાનાં બાળકોએ
જે જવાબો આપ્યા
તે અચંબો પમાડે તેવા હતા....

એમાંના
ઘણાં બાળકોના
જવાબો પરથી તો
એ ટબૂડિયાઓને
પ્રેમ શબ્દની સમજણ
મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે !
તો એમની ભાષામાં જ
એ જવાબો જોઈએ :

[૧]
મારા દાદીને
સાંધાનો વા થયેલો છે.
એ વાંકા નથી વળી શકતા
એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ
મારા દાદા
પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં
નિયમિત કરી આપે છે,
એને પ્રેમ કહેવાય !
- (રિબેકા, ૮ વર્ષ)

[૨]
'જ્યારે તમને કોઈ ચાહતું હોય
ત્યારે એ તમારું નામ
બીજા કરતા
કંઈક જુદી રીતે જ બોલે છે !
તમને એવું લાગે
કે તમારું નામ
એના મોઢામાં ખૂબ સલામત છે,
એ જ પ્રેમ !'
- (બિલિ, ૪ વર્ષ)

[૩]
'પ્રેમ એટલે
તમે કોઈની જોડે
નાસ્તો કરવા જાઓ
અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ
બધી જ એને આપી દો,
બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના.એ !'
- (ક્રિસ્ટી, ૬ વર્ષ)

[૪]
'તમે જ્યારે
અત્યંત થાકેલા હો
ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !'
- (ટેરી, ૪ વર્ષ)

[૫]
'મારી મમ્મી
કૉફી બનાવ્યા પછી
મારા પપ્પાને આપતા પહેલા
એક ઘૂંટડો ભરીને ચાખી લે છે
કે બરાબર બની કે નહીં !'
બસ, એને જ પ્રેમ કહેવાય !
- (ડેની, ૭ વર્ષ.)

[૬]
'તમને
ખૂબ જ ગમતી ભેટનું પેકેટ
કોઈ આપે અને
એ પેકેટ ખોલવાને બદલે
તમને એ આપનારની
વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !'
- (બૉબી, ૭ વર્ષ.)

[૭]
'એક છોકરી
એક છોકરાને કહે
કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે
અને એ પછી
છોકરો રોજે રોજ
એ શર્ટ પહેરે એ પ્રેમ !'
- (નોએલ, ૭ વર્ષ.)

[૮]
'એક વૃદ્ધ પુરુષ
એક વૃદ્ધ સ્ત્રી
એકબીજા વિશે
બધું જાણતા હોવા છતાં
વર્ષો સુધી જોડે રહી શકે
એને પ્રેમ કહેવાય !'
- (ટોમી, ૬ વર્ષ.)

[૯]
'મારી મમ્મી
મને સૂવડાવી દીધા પછી
મારી આંખ બંધ થયેલી જુએ
ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે
એ જ પ્રેમ !'
- (કલેર, ૬ વર્ષ.)

[૧૦]
પ્રેમ એટલે
- મારા પપ્પા કામેથી આવે
ત્યારે ધૂળ ધૂળ હોય
અને પરસેવાથી ગંધાતા હોય
છતાં મારી મમ્મી એની સામે હસે
અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે
- એ જ તો વળી !'
- (ક્રિસ, ૭ વર્ષ.)

[૧૧]
-સવારમાં
તમે હોમવર્ક કરતા હો
એ વખતે તમે જેને દૂર હાંકી કાઢ્યું હોય
અને પછી આખો દિવસ
ઘરમાં એકલું છોડી દીધું હોય
એ ગલૂડિયું
સાંજે તમે નિશાળે પાછા આવો
ત્યારે તમારો ગાલ ચાટે
એને પ્રેમ કહેવાય !'
- (મૅરી એન, ૪ વર્ષ.)
.

.
નથી લાગતું
કે આ ટબૂડિયાઓ પાસે
પ્રેમ કોને કહેવાય
એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે  ????

હવે એક નાનકડી વાત.
Superb 1 ...

પડોશમાં રહેતા
દાદી ગુજરી ગયા
ત્યારે ચાર જ વરસનો
એક નાનકડો બાળક દાદાને મળવા ગયો
એકાદ કલાક પછી
એ પાછો ઘેર આવ્યો
ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે,
'બેટા !
તેં વળી દાદાને શું કહ્યું ?'

'કંઈ નહીં મમ્મી !'
બાળકે જવાબ આપ્યો,
 'એમના ખોળામાં બેસી
મેં એમને રડવામાં મદદ કરી !'

બસ,
આ જ પ્રેમ
...!!💙💓

📚ગુજરાતનાં મ્યુઝિયમો

📚ગુજરાતનાં મ્યુઝિયમો📚

👉🍓ભારતમાં મ્યુઝિયમોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતનો બીજો નંબર આવે છે.
👉🍓ગુજરાતમાં કુલ ૨૬ મ્યુઝિયમો છે.

🍓(૧) વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી,વડોદરા.🍓

👉🖍આ રાજ્યકક્ષાનું મ્યુઝિયમ છે.
👉🖍રાજ્યમાં સૌથી મોટું મ્યુઝિયમ છે.

🍓(૨)મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ,વડોદરા🍓

👉🖍આ કલાવિષયક મ્યુઝિયમ છે,જેમાં મુખ્યત્વે ચિત્રો તથા શિલ્પોનો સમાવેશ થાય છે.

🍓(૩)એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્વવિષયક મ્યુઝિયમ.🍓

👉🖍ભૂસ્તરશાસ્ત્ર વિષયક મ્યુઝિયમ અને પ્રાણીશાસ્ત્રવિષયક મ્યુઝિયમ,વડોદરા.
👉🖍આ બધા સંદર્ભ મ્યુઝિયમો છે.

🍓(૪)વડોદરા મ્યુનિસિપાલિટીનું હેલ્થ મ્યુઝિયમ,વડોદરા.🍓

👉🖍તેમાં સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતાં નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

🍓(૫) મેડિકલ કોલેજનું મ્યુઝિયમ,વડોદરા.🍓

👉🖍મેડિકલ કોલેજમાં એનેટોમી,ફાર્મેકોલોજી,ટોક્સીલોજી,પેથોલોજી અને પ્રિવેન્ટિવ મેડિસિન.આમ ચાર વિભાગોનાં ચાર મ્યુઝિયમ છે.
👉🖍આ ઉપરાંત વડોદરામાં એગ્રીક્લ્ચર મ્યુઝિયમ પણ હાલમાં થયેલ છે.
👉🖍સદરહુ મ્યુઝિયમમાં ખેતી વિષયક માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે.

🍓(૬) મ્યુનિસિપલ મ્યુઝિયમ-સંસ્કાર કેન્દ્ર , અમદાવાદ.🍓

👉🖍ગુજરાત મ્યુઝિયમ સોસાયટી સંચાલિત આ મ્યુઝિયમમાં એન.સી.મહેતા સંગ્રહ છે,જેમાં લઘુચિત્રો તથા હસ્તપ્રતોનાં લઘુચિત્રો સંગ્રહેલાં છે.
👉🖍અહિં ઘણીવાર વિભિન્ન હંગામી પ્રદર્શનો પણ યોજાતા હોય છે.

🍓(૭) ભો.જે.વિધ્યાભવન- અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ, અમદાવાદ🍓

👉🖍આ સંદર્ભ મ્યુઝિયમ છે અને તેમાં હસ્તપ્રતો,તાડપત્રો,
સિક્કઓ,ફોસિલો વગેરે પ્રાચિન અવશેષો પ્રદર્શિત કરેલા છે.

🍓(૮) કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્ષટાઈલ, અમદાવાદ.🍓

👉🖍ગુજરાતમાં કાપડને લગતું આ એક માત્ર મ્યુઝિયમ છે.
👉🖍તેથી તે ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે.
👉🖍તે ખાનગી મ્યુઝિયમ છે અને તેમાં મુખ્યત્વે કાપડ અને ભારતનાં વિશિષ્ટ પોશાકો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

🍓(૯) બી.જે.મેડિકલ કોલેજનું મ્યુઝિયમ, અમદાવાદ🍓

👉🖍તેમાં એનેટોમી,પેથોલોજી, ફોર્મેકોલોજી, હાઈજીન અને ફોરેન્સિક મેડિસિન-આ પ્રત્યેક વિભાગને પોતપોતાના વિષયોના નમૂના દર્શાવતું મ્યુઝિયમ છે.

🍓(૧૦) ગાંધી સ્મારક સંગ્રહાલય,સાબરમતી, અમદાવાદ🍓

👉🖍આ મ્યુઝિયમને પર્સોનેલિયાં-મ્યુઝિયમાં મુકી શકાય કારણકે તેમાં ફ્ક્ત ગાંધીજીની તસવીરો,ગાંધીજી વિષેનું સાહિત્ય અને તેમના જીવનકાળ દર્મ્યાનનાં તેમના અવશેષો એટલે કે તેમની અંગત વસ્તુઓ પ્રદર્શિત કરેલાં છે.
👉🖍આ ઉપરાંત, અમદાવાદમાં એલ.ડી.ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાં નાનું સરખું મ્યુઝિયમ છે;તેમાં મુખ્યત્વે જૈન સંસ્કૃતિની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
👉🖍પ્રાકૃતિક ઈતિહાસ વિષયક મ્યુઝિયમ પણ અમદાવાદમાં કાંકરિયા પાસે પ્રાણીસંગ્રહાલયમાં છે.
👉🖍તે ઉપરાંત ગુજરાત વિધ્યાપીઠમાં ટ્રાઈબલ અને ઈથનોલોજીકલ મ્યુઝિયમ છે,જેમાં ગુજરાતનાં આદિવાસીઓ અને જનજાતિઓનો પહેરવેશ તથા મોડેલો વગેરેનો સંગ્રહ રાખવામાં આવેલ છે.

🍓(૧૧) સાપુતારા મ્યુઝિયમ, સાપુતારા🍓

👉🖍મ્યુઝિયમમાં મુખ્યત્વે માનવજાતિશાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઈતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

🍓(૧૨) સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત🍓

👉🖍તેમાં કલાવિષયક વસ્તુ પ્રદર્શિત કરેલી છે.

🍓(૧૩) આર્ટ એન્ડ આર્કિયોલોજી મ્યુઝિયમ, વલ્લભવિધ્યાનગર🍓

👉🖍તેમાં કલા અને પુરાતત્વ વિધ્યાને લગતી વસ્તુઓનો સંગ્રહ છે.
👉🖍તે ઉપરાંત આણંદમાં એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ પણ આવેલુ છે.

🍓(૧૪) કચ્છ મ્યુઝિયમ, ભુજ🍓

👉🖍આ મ્યુઝિયમને બહુહેતુક પ્રકારનાં મ્યુઝિયમમાં મુકી શકાય.
👉🖍કારણકે તેમાં વિભિન્ન વિષયોની વિવિધ વસ્તુઓને પ્રદર્શિત કરી છે.

🍓(૧૫) વોટસન મ્યુઝિયમ , રાજકોટ🍓
👉🖍વડોદરા પછીનું મહત્વનું મ્યુઝિયમ આ છે,જે બહુહેતુક છે.

🍓(૧૬) દરબારહોલ મ્યુઝિયમ, દીવાનચોક, જૂનાગઢ🍓

👉🖍 આ પણ એક બહુહેતુક મ્યુઝિયમ છે.

🍓(૧૭) જૂનાગઢ મ્યુઝિયમ, સક્કરબાગ, જૂનાગઢ🍓

👉🖍તેમાં કલા, પુરાતત્વ વિધ્યા, પ્રાકૃતિક ઈતિહાસનાં નમૂનાં છે.

🍓(૧૮) બાર્ટન મ્યુઅઝિયમ , ભાવનગર🍓

👉🖍તેમાં શિલ્પો, શિલાલેખો, તામ્રપત્રો, સંસ્કૃત હસ્તપત્રો,વલભીના માટીકામનાં નમૂનાઓ,ધાતુની પ્રતિમાઓ,તૈલચિત્રો,ફોસિલો વગેરેનો સંગહ છે.

🍓(૧૯) ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ, ભાવનગર🍓

👉🖍તેમાં ગાંધીજીની અંગ વસ્તુઓ , તસવીરોનો સંગ્રહ છે.

🍓(૨૦) લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર🍓

👉🖍તેમાં માનવશાસ્ત્રને લગતાં નમૂનાઓનો સંગ્રહ છે.

🍓(૨૧) જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટિઝ, જામનગર🍓
યકિન
👉🖍તેમાં કલા અને પુરાતત્વવિષયક વસ્તુઓનો સંગ્રહ છે.

🍓(૨૨) પ્રભાસપાટણ મ્યુઝિયમ, પ્રભાસપાટણ🍓

👉🖍આ મ્યુઝિયમ પુરાતત્વવિધ્યાવિષયક છે.

🍓(૨૩) શ્રી ગીરધરભાઈ બાળ સંગ્રહાલય, અમરેલી🍓

👉🖍તેને મ્યુઝિયમ સ્વરૂપે મુકેલ છે.

🍓(૨૪) ગાંધી મેમોરીયલ રેસીડેન્સિયલ મ્યુઝિયમ, પોરબંદર🍓

👉🖍તેમાં 📚ગુજરાતનાં મ્યુઝિયમો📚

👉🖍તેમાં ગાંધીજીનાં જીવનનો ઈતિહાસ દર્શાવવામાં આવેલો છે.

🍓(૨૫) ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય, કપડવંજ🍓

👉🖍જે બાળકો માટે છે.

🍓(૨૬) રજનીપરીખ આર્ટસ કોલેજ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, ખંભાત🍓

👉🖍જેમાં ખંભાત આર્કિયોલોજી વિષય અંગેનો સંગ્રહ કરવામાં આવેલો છે.

ગુજરાતી જોક્સ ભાગ-1

(1)  શિક્ષક - ચીકુ તમારું અને તમારા પિતાનું નામ બતાવો
ચીકુ - મારું નામ સૂર્યપ્રકાશ, મારા પિતાનું નામ ચંદ્રપ્રકાશ.
શિક્ષક - શાબાશ હવે આ જ મને અંગ્રેજીમાં બતાવો.
ચીકુ - માય નેમ ઇઝ સનલાઈટ એંડ માય ફાધર્સ નેમ ઇઝ મૂનલાઈટ.

(2)   પાડોશી - પોપટજી શું તે તમારો દિકરો જ છે જે મારી બારી પર પથ્થર મારી રહ્યો છે ?
પોપટજી - ના...ના... એ તો મારો ભત્રીજો છે. મારો દીકરો તો એ છે જે તમારા સ્કુટરની હવા કાઢી રહ્યો છે ! !
મુન્નાના પિતાએ તેની માર્કશીટ જોઈને કહ્યુ - તારા જેવા બાળકો તો આ ઘરતી પર ભાર છે.
મુન્નો - ચિંતા ન કરો પપ્પા, એટલેજ તો હું મોટો થઈને પાયલોટ થવા માગું છું.

(3)   માં - પપ્પુ બેટા તુ કેમ રડે છે?
પપ્પુ - ડેડી બહાર કીચડમાં પડી ગયા હતા.
માં- એમાં રડવાનું શું? તારે તો હસવું જોઈએ.
પપ્પુ - તેમને જોઈને હું ક્યારનો એજ કરી રહ્યો હતો.

(4)હવાલદાર- મુન્ના તુ બતાવી શકે છે કે ગાય અને વાછરડાં કોના છે?
મુન્નો - જી, ગાય નું તો ખબર નથી પણ બતાવી શકું છુ કે આ વાછરડું કોનું છે.
હવાલદાર -બતાવ કોનું છે.?
મુન્નો - આ જ ગાયનું.

(5)ટીચર - પપ્પુ બતાવો અકબરંનું શાસન ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલુ છે.
પપ્પુ - સર, અમારી ઈતિહાસના પુસ્તકમાં પેજ નંબર 110 થી 117 સુધી.

(6)પિતા : રીંકુ બેટા, ગણિતમાં પચાસમાંથી પાંચ જ માર્ક્સ કેમ આવ્યા?

રીંકુ : પણ પપ્પા તમે જ તો કહ્યું હતું કે વધારે મેળવવાની લાલચ ન રાખવી જોઈએ

(7)મેનેજર : મહેતાજી, પહેલાં તો તમે ઑફિસે મોડા આવતા અને વહેલા જતા રહેતા. હમણાં હમણાં વહેલા આવો

છો અને મોડા જાઓ છો. શું કારણ ?

મહેતાજી : સાહેબ, હમણાં મારાં સાસરીવાળા આવ્યા છે !

(8)ચિંટૂથી સર

તમને હોમવર્ક કેમ નથી કર્યું

ચિંટૂ ભોલાપણથી

કારણ કે અમે તો હોસ્ટેલમાં રહીએ છીએ

(9)રાજુ અંકલ:ઓ ભાઈ,જરા ઉભા રહો,ટાઈમ શું થયો છે?
મુસાફર:સાડા સાત.
રાજુ અંકલ:વાત શુ છે!મેં સવારથી જેટ્લા લોકોને ટાઈમ પુછ્યો એ બધા જુદો જુદો ટાઈમ બતાવે છે.

(10) શિક્ષક:'આજે મારે તમાર સૌનું જી.કે તપાસવું છે.બોલો, દુનીયાનું સૌથી તેજ દોડવાવાળુ પ્રાણી કયું છે?'

મનુ:'ચીત્તો...અને માણસ પણ...જો ચિત્તો પાછળ દોડે તો......'

(11)  માસ્તર:માનવ કેમ મોડો પડ્યો?

માનવ:મારા નાના ભાઈએ ને વાળ કપાવા લઈ ગયો હતો.

માસ્તર:આ કામ તારા પપ્પા કરી શક્યા હોત.

માનવ:મારા પપ્પા કરતા હજામ વાળ સારા કાપે છે.

(12)  બંટા સિંહે સાયકલની દુકાન કરી અને પેહેલો જ ઘરાક કરસન કડકો.

'મારે એક સાયકલ લેવી છે,પણ સરળ હપ્તેથી લેવા માંગુ છે.'કરસન બોલ્યો.

વાંધો નહીં, બંટા સિંહે કહ્યું.'પેહેલા હેંડલ લઈ જવું છે કે પેંડલ.

(13)  નેતા:ભુતકાળને ભુલીને ભવીશ્ય અંગે વીચારીશું તો જ દેશની પ્રગતી થસે.
એ સમયે અચાનક કોઈક બોલ્યું,'તમે મારી પાસેથી ભુતકાળમાં હજાર રુપીયા ઉછીના લીધા હતા.એ મને પાછા આપવાનું ભુલી ન જતાં

(14)ગ્રાહક:વેઈટર,આ બધું શુ છે?મટરપનીરમાં પનીર દેખાતું જ નથી.
વીઈટર:અરે,સાહેબ તમે ક્યારેય ગુલાબજાંબુમાં ગુલાબ જોયું છે?

(15)ડૉક્ટર (દર્દીને) : ‘મેં જે દવાનાં પડીકાં તમને મધ સાથે લેવાનાં કહ્યાં હતાં તેનાથી તમને કંઈ ફાયદો થયો ?’દર્દી : ‘તમે પડીકાં જરા પાતળા કાગળમાં બાંધજો.’ડૉક્ટર : ‘કેમ ?’દર્દી : ‘બહુ જાડા કાગળનું પડીકું ગળે નથી ઊતરતું !…’

Happy summer

कमबल और रजाई को
                  अब कर दो माफ,
कूलर और ए.सी.को
                 अब कर लो साफ,
पसीना छूटेगा अब
                     दिन और रात,
दोनों वक्त नहाने से ही अब
                     बनेगी बात,
अपनी Nature में भी
                     रखना नरमी,
मेरी तरफ से आप सभी  को
              'Happy Garmi' ...
          🙉🙈🙊😜😜

ગુજરાત સૌથી મોટું

જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિમિ
જિલ્લો (વસતી): અમદાવાદ , વસતી, ૫૮,૦૮,૩૭૮
પુલઃ ગોલ્ડન બ્રીજ  (ભરુચ  પાસે નર્મદા નદી  પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ , વડોદાર
ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ
ડેરી: અમુલ ડેરી ,આણંદ
નદી: નર્મદા
યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સીટી.
સિંચાઇ યૉજના: સરદાર સરોવર
બંદર: કંડલા
હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
શહેરઃ અમદાવાદ
રેલવે સ્ટેશન: અમદાવાદ
સરોવરઃ નળસરોવર (૧૮૬ ચો .કિમિ)
સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ
લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિમિ
ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય)ગીરનાર , ઊચાઇ ૧,૧૭૨ મીટર
વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો
મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન
મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃ ચાવજ, પો. નર્મદાનગર, ભરુચ
ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા , મહેસાણા
ભારત નો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. દરિયાકાંઠો
સૌથી વધુ ૪૨ બંદર
રાજયમાં ૧૩ એરપોર્ટ
૫૫ સેઝ
૮૩ કલસ્ટર્સ ઉત્પાદન
૨૨૦૦ કિ.મી. ગેસ ગ્રીડ
વિશ્વમાં ત્રીજુ મોટું ડેનીમ ઉત્પાદક
નર્મદા કેનાલ એ વિશ્વની સૌથી મોટી સિંચાઇ કેનાલ
વિશ્વમાં ઇસબગુલનું સૌથી વધું ઉત્પાદન
વિશ્વનું સૌથી મોટું ડાયમન્ડ પ્રોસેસીંગ હબ
રિલાયન્સ-જામનગર રિફાઇનરી એ વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ગ્રાસરૂટ રિફાઇનરી.

ગુજરાતી વ્યાકરણ

✨શબ્દ સમૂહ માટે એક શબ્દ✨

1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની
2. ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
3. કમળની વેલ - મૃણાલિની
4. કરિયાણું વેચનાર વેપારી - મોદી
5. ઘરની બાજુની દિવાલ - કરો
6. ઘરનો સરસામાન - અસબાબ
7. ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
8. ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
9. ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
10. છાપરાનો છેડાવાળો ભાગ - નેવું
11. છોડી દેવા યોગ્ય - ત્યાજ્ય
12. જીત સૂચવનારું ગીત - જયગીત
13. જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું - અણમોલ
14. જોઇ ન શકાય તેવું - અદીઠું
15. ઝાડની છાલનું વસ્ત્ર - વલ્કલ
16. દહીં વલોવવાથી નીકળતું સત્વ - ગોરસ
17. દિશા અને કાળનો સમૂહ - દિકકાલ
18. દેવોની નગરી - અમરાપુરી
19. દોઢ માઇલ જેટલું અંતર - કોશ
20. ધનુષ્યની દોરી - પણછ
21. નાશ ન પામે એવું - અવિનાશી
22. નિયમમાં રાખનાર - નિયંતા
23. પાણીનો ધોધ - જલધોધ
24. પ્રવાહની મધ્યધારા - મઝધારા
25. બીજા કશા પર આધાર રાખતું - સાપેક્ષ
26. બેચેની ભરી શાંતિ - સન્નાટો
27. ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર
28. માથે પહેરવાનું વસ્ત્ર - શિરપાઘ
29. માથે બાંધવાનો છોગાવાળો સાફો - શિરપેચ
30. મૂળમાં હોય એના જેવી જ કૃતિ - પ્રતિકૃતિ
31. મોહ પમાડનાર શ્રીકૃષ્ણ - મોહન
32. યુદ્ધે ચડેલી વિરાંગના - રણચંડી
33. રથ હાંકનાર - સારથિ
34. રહીરહીને પડતા વરસાદનું ઝાપટું - સરવડું
35. લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - સંઘાડો
36. વપરાશમાં ન રહેલો હોય તેવો - ખાડિયો
37. વસંત જેવી સુંદર ડાળી - વિશાખા
38. વસંત જેવી સુંદર સ્ત્રી - ફાલ્ગુની
39. વિનાશ જન્માવનાર કેતુ - પ્રલયકેતુ
40. વેદનાનો ચિત્કાર - આર્તનાદ
41. શબ્દની મૂળ ઉત્પત્તિ - વ્યુત્પત્તિ
42. શાસ્ત્રનો જાણકાર મીમાંસક
43. સંપૂર્ણ પતન થાય તે - વિનિપાત
44. સંસારની આસક્તિનો અભાવ - વૈરાગ્ય
45. સમગ્ર જગતનું પોષણ કરનાર - વિશ્વંભર
46. સાંભળી ન શકનાર - બધિર
47. સામાન્યથી વધારે જ્ઞાન - અતિજ્ઞાન
48. સૂકા ઘાસના પૂળાની ગંજી - ઓઘલી
49. હવાઇ કિલ્લા ચણનાર - શેખચલ્લી
50. હાથીનો ચાલક - મહાવત.....

भाग 2

1. અણીના વખતે - તાકડે
2. અવાજની સૃષ્ટિ - ધ્વન્યાલોક
3. આંખ આગળ ખડું થઇ જાય તેવું - તાદ્શ
4. આખા દેશ માટેની ભાષા - રાષ્ટ્રભાષા
5. કુરાનના વાક્યો - આયાત
6. કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન - કોસ
7. કોઇ પવિત્ર કે યાત્રાની જગા - તીર્થ
8. ખરાબ રીતે જાણીતો - નામચીન
9. ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની - થૂલી
10. ચમકની છાંટવાળો આરસપહાણ - સંગેમરમર
11. ચાલવાનો અવાજ - પગરવ
12. જગતનું નિયંત્રણ કરનાર - જગતનિયતા
13. જેની કોઇ સીમા નથી તે - અસીમ
14. જેની પત્ની મૃત્યુ પામી છે તે - વિધુર
15. જેની બુદ્ધિ સ્થિર છે તે - સ્થિતપ્રજ્ઞ
16. જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ - પ્રજ્ઞાચક્ષુ
17. ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો - સવ્યસાચી
18. તત્વને જાણનાર - તત્વજ્ઞ
19. ધર્મમાં અંધ હોવું - ધર્માંધ
20. ધીરધારનો ધંધો કરનાર - શરાફ
21. નદીની કાંકરાવાળી જાડી રેતી - વેકરો
22. પગ વેડે કરવામાં આવેતો પ્રહાર - પદાઘાત
23. પગે ચાલવનો રસ્તો - પગદંડી
24. પરાધીન હોવાનો અભાવ - ઓશિયાળું
25. પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા - કાગવિદ્યા
26. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
27. પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું
28. પૂર્વ તરફની દિશા - પ્રાચી
29. પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ
30. પ્રયત્ન કર્યા વિના - અનાયાસ
31. પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય
32. બપોરનું ભોજન - રોંઢો
33. બારણું બંધ કરવાની કળ - આગળો
34. ભેંશોનું ટોળું _ ખાડું
35. ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી
36. મધુર ધ્વનિ - કલરવ
37. મરઘીનું બચ્ચું - પીલુ
38. મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ
39. રાત્રિનું ભોજન - વાળુ
40. લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું
41. લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી
42. લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
43. વહાણ ચલાવનાર - ખલાસી
44. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
45. વેપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો
46. શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
47. સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક
48. સવારનો નાVસ્તો - શિરામણ
49. સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
50. સ્પૃહા વિનાનું - નિ:સ્પૃ

જાણવા જેવું

* એક ઘોડામાં સાત માણસ જેટલી શક્તિ હોય છે.
* કૂતરાનું આયુષ્ય 20 વર્ષનું હોય છે.
* કાંગારુને ખોરાક ચાવીચાવીને ખાતા લગભગ ચાર કલાક લાગે છે.
* ગોકળ ગાય ત્રણ ચાર વર્ષ સુધી ઊંઘી શકે છે.
* બકરીઓની પગની ખરીમાં આવેલી ગાદી જમીન સાથે વૅક્યુમ ઊભું કરી ચોંટી જાય છે. આથી તેઊભા પર્વત ચઢી શકે છે.
* નર ઘોડાને 40 દાંત હોય છે. દાંત પરથી તેની ઉંમરની અટકળ થાય છે.
* હાથી રોજ બસ્સો કિલો ખોરાક અને બસ્સો લિટર પાણી પીએ છે.
* માખીની દરેક આંખમાં ચાર હજાર નાના લૅંસ હોય છે.
* સસલાના આગલા પગ કરતા પાછલા પગ વધુ લાંબા હોય છે.
* કાનડિયા તેમના જીવનનો ઘણો ખરો સમય હવામાં ઊડીને જ પસાર કરે છે. તેઓ ઊડતાં ઊડતાં જ શિકાર કરવાનું અને ખોરાક મેળવવાનું કામ કરે છે.
* ડબલ ડેકર બસ કરતાં જિરાફદોઢ મીટર વધુ ઊચું હોય છે, પણ એની ગરદનમાં માત્ર સાત હાડકાં હોય છે અને સ્વરતંતુ નબળા હોવાથી એનો કંઠ કામણ ગારો નથી.
* એક ઉંદરની જોડી એક વર્ષમાં બે હજાર જેટલાં બચ્ચાઓ જણી શકે છે.
* કેટલા કાચબાનું આયુષ્ય 150 વર્ષનું હોય છે. ગાલાપેગાસ નામના ટાપુઓ પર 230 કિલો વજનના વિરાટ કાચબા જોવા મળે છે.

શું તમે આ જાણો છો???

• છીંક ખાવાથી મગજનાં કેટલાક સેલ મરી જાય છે એટલે લોકો છીંક આવતા ‘ખમ્મા’ અથવા ‘શ્રીજી બાવા’ એવું કાંઈક બોલે છે.
• શરીરમાં રક્તકણો …લાલ કણો 20 જ સેકેંડમાં પૂરા શરીરમાં ફરી વળે છે.
• ગાયના દૂધને પચાવતા પેટને પચાવતા પેટને એક કલાક લાગે છે.
• શરીરમાં ફક્ત આંખની કીકી જ એક એવી છે કે એને લોહી પહોંચતું નથી.
• માણસ બોલે છે ત્યારે શરીરના જુદાજુદા 72 મસલ્સ કામ કરે છે.
• આપણા શરીરમાંથી દર સેકેંડે 1/50/00/000 રક્તકણો નાશ પામે છે.
• અમદાવાદને ‘માંચેસ્ટર ઑફ ઈંડિયા’નું બિરુદ મળ્યું હતું.એક સિગરેટ પીવાથી માનવીનું સરેરાશ આયુષ્ય સાડા પાંચ મિનિટ જેટલું ઘટી જાય છે.
• રશિયાએ ‘સ્પુટનિક’ નામનો કૃત્રિમ ઉપગ્રહ પ્રથમવાર અવકાશમાં મોકલ્યો હતો.
• ઍરોપ્લેનની શોધ 1903માં થઈ હતી.
• સ્વ. ચરણસિંહની સમાધિ ‘કિસાન ઘાટ’ ના નામે જાણીતી છે.
• પંડિત કાબરાનું નામ ‘ગિટાર’ સાથે સંકળાયેલુ છે.
• ‘બરફ્ની હૉકી’ કૅનેડાની રાષ્ટ્રીય રમત છે.
• ગુરુને 12 ઉપગ્રહ છે.
• સ્પેન દેશમાં કાપડ પર સમાચાર પત્ર બહાર પાડવામાં આવે છે.
• ભારતનું સૌથી જૂનું ચર્ચ પલપુર-કેરાલામાં આવેલું છે.
• ઈંદિરા ગાણ્ધી અને ઝુલ્ફીકાર ભુત્તો વચ્ચી સિમલામાં શંતિ કરાર થયા હતા.
• ‘ઈંડિયન નેશનલ કૉંગ્રેસ’ સૌથી જૂની રાજકીય પાર્ટી છે.
• ‘વ્હીલર’ ચેઈન બુકશોપ 253 રેલ્વે સ્ટેશન પર જોવા મળે છે.
• ભારતમાં પ્રથમ એસ.ટી.ડી.ની સેવા લખનૌ-કાનપુર વચ્ચે શરુ થઈ હતી.
• પ. જર્મનીના પ્રથમ ઉપગ્રહનું નામ અઝુર હતું.
• રાષ્ટ્રીય શાયરનું બિરુદ ‘ઝવેરચંદ મેઘાણી’ને આપવામાં આવ્યું હતું.
• કોકાકોલા સૌપ્રથમ બનાવાયેલું ત્યારે એનો રંગ લીલો રાખેલો.
• જીભનાં મસલ્સ સૌથી મજબૂત હોય છે.
• ચોખ્ખુ મધ કદી બગડતું નથી.
• છીંક કે ઉધરસ આવે ત્યારે નાક અને મોં સાથે બંધ ન રાખતા નહીં તો ડોળા બહાર આવી જશે.
• એક લીલાછમ્મ વૃક્ષ પર લગભગ 20,000 પાંદડાં હોય છે.
• બે મોટા વૃક્ષ એક પરિવારના ચાર વ્યક્તિ માટે જરૂરી હોય એટલો ઑક્સિજન ઉત્પન્ન કરે છે.
• એક સામાન્ય ગોલ્ફના દડા પર લગભગ 336 જેટલા ખાડા હોય છે.
• દુનિયાનો સૌપ્રથમ શબ્દકોષ અંગ્રેજી વિદ્વાન જોન ગોલેન્ડે લેટિન ભાષામાં 1225ની સાલમાં તૈયાર કર્યો હતો.
• દુનિયાભરની કોલસાની ખાણોમાંથી દર મિનિટે 600 ટન કોલસો કાઢવામાં આવે છે.
• ભારતમાં સાહસિક ધંધાદારીઓમાં 10 % મહિલાઓ છે.
• આખી દુનિયામાં દર સેકેંડે 1 લાખ 90 હજાર પત્રો ટપાલમાં વહેંચાય છે.
• સાધારણ રીતે સરેરાશ વ્યક્તિ દિવસમાં 15 વખત હસે છે.
• લૉસ ઍજલિસમાં માણસોની વસ્તિ કરતાં મોટરોની વસ્તિ વધારે છે.
• ઈટાલીના લોકોની સૌથી મનગમતી વાનગી ‘પાસ્તા’ છે. પાસ્તાના વિવિધ પ્રકારોમાં સૌથી લોકપ્રિય સ્પગેટી છે.
• અમેરિકાના બજારમાં 450 કરતા પણ વધુ વિવિધ પ્રકારના ઠંડા પીણા મળે છે.
• એક પેંસિલ તેના જીવન દર્મિયાન 45,000 શબ્દ લખી શકે છે.
• દુનિયામાં સૌથી ઊંચું વૃક્ષ કેલિફોર્નિયામાં આવેલું કોસ્ટ રેડ્વૂડ છે. તેની ઊંચાઈ 360 ફૂટ છે.
• વિશ્વભરની વિશાળ વાયુસેનાઓમાં ભારતીય વાયુસેનાનું સ્થાન ચોથા નંબરે છે.
• કહેવાય છે કે શાહજહાએ કાળા આરસપહાણનો બીજો તાજ મહાલ રચવાનું નક્કી કર્યું હતું જે યમુનાને બીજે કિનારે હોત અને બંને ને જોડતો એક પુલ બનાવવાનો હતો.
• બ્લુ વ્હેલ એટલી મોટેથી સીટી વગાડે છે કે તેનો અવાજ 188 ડેસી મીટર દૂર સુધી સંભળાય છે.
• લિયોનાર્ડો દ વિંશી વિષે કહેવાય છે કે તેઓ એક હાથે લખે છે અને એજ સમયે તેઓ બીજા હાથ વડે ચિત્ર દોરી શકતા હતા.
• ચીલીમાં એરિકા સૌથી સૂકી જ્ગ્યા ગણાય છે જ્યાં વરસે 0.03 ઈંચ વરસાદ પડે છે. આનો મતલબ એમ થાય કે એક કપ કોફીનો ભરાતા એક સદી વહી જાય.
• એક પાઉંડ પ્લેટિનમ નામની ધાતુ બે લાખ માટીમાંથી માંડ મળે છે.
• ઑલંપિકના નિયમાનુસાર બેડમિગ્ટનના ફૂલમાં 14 એક સરખા પીંછા લાગેલા હોવા જોઈએ.
• મધ ક્યારેય ખરાબ થતું નથી.
• કાગળનો એક ટુકડો 7થી વધારે વખત વાળી શકાતો નથી.
• નાક બંધ કરીને જો સફરજન કે બટાટું કે કાંદો ખાવામાં આવે તો તેમનો સ્વાદ એકસરખો મીઠો લાગે છે.
• અંગ્રેજી થાઉસંડ શબ્દમાં A અક્ષર એક વાર આવે છે પણ અંગ્રેજીમાં વનથી નાઈન હડ્રેડ એંડ નાઈટી નાઈનમાં એકપણ વખત A અક્ષર આવતો નથી.
• કેમેલિયનની જીભ એના માથા અને શરીર જેટલી લાંબી હોય છે અને તે 16 ફૂટ દૂર રહેલો પોતાનો શિકાર એક સેકંડમાં કરી શકે છે.
• ઝેબ્રા કાળા રંગના અને સફેદ લાઈનવાળા નથી પણ સફેદ રંગના અને કાળી લાઈનવાળા હોય છે.
• હાફીઝ કૉટ્રાક્ટર ભારતનાં ટોચના આર્કિટેક્ટ છે.
• શ્રી પુ.લ. દેશપાંડે સરકાર તથા પ્રજા તરફથી સન્માન-તેમની ટપાલ ટિકિટ-પદ્મશ્રી- પદ્મભૂષણ- અભિનેતા – ગાયક – દિગ્દર્શક – વક્તા – હાસ્યકાર અને લેખક હતા.
• 26મી માર્ચના દિવસે ‘રંગભૂમિ’ દિવસ તરીકે ઉજવાય છે.
• માછલી પાણીમાં રહે છે પણ એની આંખો પર પાંપણ નથી હોતી.
• દરિયાઈ ઘોડાને ગુસ્સો આવે ત્યારે તેનાં શરીરમાંથી લાલ પરસવો નીકળે છે.
• પતંગિયાની લગભગ વીસ હજાર જેટલી જાતિ છે.

• જાપાનમાં એક ઝાડ એવું છે કે જેમાંથી સૂરજ આથમવાના સમયે ધુમાડો નીકળે છે.
• ફિલિપાઈંસના દરિયામાંથી મળી આવતા મગર સૌથી વજનદાર હોય છે.
• સીલ માછલી એક વખતમાં ફક્ત દોઢ જ મિનિટ ઊંઘી શકે છે.
• હાથી વધારેમાં વધારે ચારથી પાંચ કલાક સૂઈ શકે છે.
• હેંગફિશ નામની માછલીને ચાર હૃદય છે.
• શાહમૃગ અને ઈમુ નામના બે પક્ષીઓ છે પરંતુ ઉડી નથી શકતા.
• સિંહની ગર્જના 5 કિ.મી. દૂર સુધી સંભળાય છે.
• અલ્બાટ્રોર્સ નામના પક્ષીની પાંખ પક્ષી જગતમાં સૌથી લાંબી છે.
• શાહુડીના શરીરે આશરે 30,000 જેટલાં કાંટા હોય છે.
• વ્હેલ માછલીનું વજન આશરે 150 ટન જેટલું હોય છે.
• લાઓસ એક એવો દેશ છે કે જ્યાં સિક્કાનું ચલણ નહિ પણ ફક્ત નોટોનું ચલણ ચાલે છે.
• ભારતના લક્ષદ્વિપ એવો વિસ્તાર છે કે જ્યાં એક પણ હિન્દુ મંદિર નથી.
• ભારતમાં સહુથી ઓછો વરસાદ બિકાનેરમાં થાય છે.
• ભારતની સૌ પ્રથમ બેંકનું નામ ‘બેંક ઓફ હિન્દુસ્તાન’ હતું !
• દુનિયામાં સહુથી સાંકડી ગલીઓ પૂર્વ આફ્રિકાના ઝાંઝીબારમાં છે !
• દુનિયાની સૌથી પહેલી ટેલિફોન સેવા અમેરિકાના નાના શહેરમાં થઈ હતી. ફક્ત 20 લોકો પાસે ફોન હતો.
• દુનિયામાં ગુલાબના ફૂલની કુલ 792 જાત છે.
• દુનિયાનું સૌથી ખૂબસૂરત શહેર ફ્રાંસનું પેરિસ શહેર છે.
• દુનિયાની સૌથી મોટી ઘડિયાળ મેઉથ મૉસ્કોમાં આવેલી છે.
• દુનિયાનું સહુથી મોટું રેલ્વે સ્ટેશન ન્યુયોર્કમાં આવેલું ‘ગ્રેટ સેંટ્રલ ટર્મિનલ’ છે.
• ઊંટ પોતાના શરીરને ઠંડુ રાખવા એકબીજા સાથે અડીને બેસે છે કારણ એમનાં શરીર પર ઓછામાં ઓછા સૂર્યકિરણ પડે છે.
• જંગલી કૂકડો શરમાળ, ચકોર હોય છે.
• જંગલી ભેંસને અરણી, ઢીંગી પણ કહે છે.
• જંગલી કૂતરાઓ હંમેશા ટોળામાં રહે છે.
• દરિયાઈ ઘોડાને જ્યારે ગુસ્સો આવે ત્યારે એનાં શરીરમાંથી લાલ પરસેવો નીકળે છે.
• ઘોડાની 60 જાતો છે. અરબી ઘોડો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
• રાતો બગલો દિવસે આરામ કરી રાતે શિકાર કરે છે.
• જળો નામના જંતુથી અનેક રોગ મટે છે. જળો તેના શરીર કરતાં અનેક ગણું વધારે લોહી ચૂસવાની ક્ષમતા ધરાવે છે.
• મગરનાં આગળનાં પગમાં પાંચ આંગળીઓ, જ્યારે પાછલા પગમાં ચાર આંગળીઓ હોય છે.
• ઘેંટીનું દૂધ ખૂબ જાડું હોય છે. તેમાંથી ચીઝ બનાવવામાં આવે છે.
• ‘મોઝામ્બિક સ્પિટિંગ કોબ્રા’ નામનો કાળોતરો નાગ શિકારની આંખમાં ઝેરની પિચકારી મારે છે.
• ઘોડા અને હાથી ઊભા ઊભા ઊંઘે છે.
• વીંછી નવ મહિના સુધી ખાધા વિના ચલાવી શકે છે.
• ડાયનાસોર્સ અનેક પ્રકારનાં હતાં તેમાં મેગાલોસોર્સ જાતનાં ડાયનાસોર્સ સૌથી મોટા માનવામાં આવતા.
• કાળિયારને કાકડી, દૂધી, સક્કરટેટી અને તરબૂચ ખૂબ ભાવે છે.
• ઊંટ એક દિવસમાં સો કિલોમીટર અંતર કાપી શકે છે.
• હાથીની શક્તિ એક બુલડોઝર જેટલી હોય છે.
• પેંગ્વીન પક્ષીને જીભ પર કાંટા હોય છે.
* પક્ષીઓનાં બચ્ચાં પોતાના વજન કરતાં વધારે ખાય છે, જ્યારે મોટાં પંખીઓ પોતાના વજન કરતાં અડધો ખોરાક ખાય છે.
* કૂતરાં રંગ પારખી નથી શકતાં અને ‘શોર્ટ સાઈટેડ હોય છે. તેમને દૂરનું દેખાતું નથી.
* મગરની આંખની બન્ને બાજુ આંસુની નળી હોય છે. જ્યારે તે ખાવા માટે જડબું ખોલે છે ત્યારે એની આંખમાંથી આંસુ બહાર આવે છે. એણે શિકાર કર્યો હોય તેના પશ્ચાતાપરૂપે આ આંસુ નથી આવતાં. એટલે જ બનાવટ કે ઢોંગી આશ્વાસન કે શોક માટે ‘મગરનાં આંસુ’ રૂઢિપ્રયોગ વપરાય છે.
* જીવજંતુઓમાં મચ્છર સૌથી મજબૂત છે. તે ઠંડા પ્રદેશો તેમજ વિષુવવૃતનાં ગરમ જંગલોમાં પણ સહેલાઈથી રહી શકે છે.
* કેટલાક જીવજંતુ વાળથી સાંભળે છે. મચ્છરોના એંટેના પર હજારો નાના વાળ હોય છે જેનાથી તે સાંભળે છે. એ રીતે વાંદો તેના પેટ આવેલા વાળથી, જે અવાજનો સંદેશતેના મગજ સુધી પહોંચાડે છે, સાંભળે છે. જ્યારે કેટરપીલર [ઈયળ] આખા શરીરથી સાંભળે છે. કેટરપીલરના આખા શરીર પર આવેલા છે જે કાનની ગરજ સારે છે.
* લીલા રંગનો તીતીઘોડો સુપરસોનિક શ્રવણ શક્તિ ધરાવે છે. તે ધ્વનિની ગતિ કરતાં પણ વધુ ગતિવાળો અવાજ ક્ષમતા ધરાવે છે. દર સેકંડે 45,000 કંપનવાળો ધ્વનિ સાંભળી શકે છે.
* અજગર પોતાના શિકારને માથા તરફથી ગળવાની શરૂઆત કરે છે.
* ગ્રે વ્હેલ પૅસિફિક મહાસાગરમાં રહે છે અને તે પોતાનો શિકાર શોધવા 20,000 કિ.મી.નું અંતર કાપે છે.
* લાયર બર્ડ નિલગિરિના ઝાડ પર ઘુમ્મટ આકારનો માળો બાંધે છે.
* કોયલનો ટહુકો નારીનો નથી હોતો નરનો હોય છે જે માદા કોયલને પ્રેમ કરવા આમંત્રણ આપતો ટહુકો કરે છે.
* દીપડો પોતાના શિકારને સકંજામાં લેવા માટે તેના પર બહુ ધૂળ ઉડાડે છે. એને કારણે શિકારનો ભોગ બનતું પ્રાણી કશું જોઈ શકતું નથી.
* વિશિષ્ટ પ્રકારની શરીરિક રચના ધરાવતો એક કીડો સમુદ્રના તળિયે રહે છે. તેનો દેખાવ મોરનાં પીંછા જેવો છે, તેનું અંગ્રેજી નામ PEACOCK WORM છે. પોતાનો ખોરાક મેળવવા મોરના રંગીન પીંછા જેવી પોતાની પાંખ ફેલાવે છે.

* દક્ષિણ યુરોપમાં લગભગ 5760 કિ.મી. જેટલા લાંબા વિસ્તારમાં કીડીઓની વિશાળ વસ્તી છે. ઈટાલીથી સ્પેન સુધી ફેલાયેલી આ વસ્તીમાં અબજોની સંખ્યામાં કીડીઓ લાખો દરમાં રહે છે. પણ તેઓ ક્યારેય ઝગડતી નથી.
• પ્રાચીન વિશ્વનાં સ્થળનાં નામમાં સૌથી પ્રાચીન નામ ઉર છે જે હાલના ઈરાકમાં સુમેરુ સંસંસ્કૃતિનાં લોકોએ વર્તમાન પૂર્વે 5600માં આ સ્થલની સ્થાપના કરી હતી.
• ગુજરાતમાં પાટનગરનું સૌથી પ્રાચીનૅ નામ કુશસ્થલી છે. વર્તમાન પૂર્વે 6000ના સમયગાળામાં વૈવસ્વત મનુના પ્રપુત્ર આનર્તે દરિયાકિનારે વસાવ્યું હતું. પાછલથી ભગવાન શ્રી કૃષ્ણે તેને વિકસાવી દ્વારિકા નામ આપ્યું જે વિશ્વનું સૌથી પ્રાચીન વિદ્યમાન નગર છે.
• વિશ્વમાં ટુંકા નામની અને લાંબા નામની બોલબાલાછે. ફ્રાંસમાં ‘ઈ’ નામનું ગામ છે. પ્રશાંત મહાસાગરમાં કેરોલિન બેટ પર ‘ઉ’ નામનું ગામ આવેલું છે. જાપાનમાં ‘ઓ’ નામનું ગામ છે. સ્વિડન, નોર્વે અને ડેનમાર્કમાં ‘ઑ’ નામનાં ગામ છે.
• ભારતના ઓરિસ્સામાં ‘ઈબ’ નામનું એક રેલ્વે સ્ટેશન છે.
• સ્વિડનના મજૂર મહાજનના પ્રમુખનું નામ સૌથી લાંબુ છે. ‘સેગ વર્કસઈંડ સ્પિય બિટાર બિફોર બંડસોર્ડ ફોરાનડિબોસ્ટાડન’
• યુ.એસ.એ.ના શેરમન સ્થિત એક ઝરણાનું નામ ‘નારોમિયોકનાવહુસુંકાટાંકશંક’ છે.
• ભારતના આંધ્રપ્રદેશમાં આવેલા એક સ્ટેશનનું નામ ‘શ્રી વેંકટનરસિંહરાજુવારિપેટા’ છે.
• લડાખમાં વિશ્વનો સૌથી ઊંચો વેલી બ્રિજ છે, જે ભારતીય સેનાએ બાંધ્યો છે.
• મુંબઈ ભારતનું પ્રવેશદ્વાર કહેવાય છે
કોરિયા પ્રભાતની શાંતિવાળો દેશ કહેવાય છે.
થાઈલૅંડ સફેદ હાથીઓવાળો દેશ કહેવાય છે.
સ્કોટલેંડ કેકનો દેશ કહેવાય છે.
આફ્રિકા અંધ મહાદ્વીપ કહેવાય છે.
મ્યાનમાર [બર્મા] પેગોડાનો દેશ કહેવાય છે.
જયપુર ગુલાબી શહેર તરીકે જાણીતું છે.
કોચીન અરબ સાગરની રાણી તરીકે પ્રખ્યાત છે.
બેલગ્રેડ સફેદ શહેર તરીકે પ્રખ્યાત છે.
• માછલી પાણીમાં રહે છે પણ એની આંખો પર પાંપણ નથી હોતી.
• દરિયાઈ ઘોડાને ગુસ્સો આવે ત્યારે તેનાં શરીરમાંથી લાલ પરસવો નીકળે છે.
• પતંગિયાની લગભગ વીસ હજાર જેટલી જાતિ છે.
• જાપાનમાં એક ઝાડ એવું છે કે જેમાંથી સૂરજ આથમવાના સમયે ધુમાડો નીકળે છે.
• ફિલિપાઈંસના દરિયામાંથી મળી આવતા મગર સૌથી વજનદાર હોય છે.
• સીલ માછલી એક વખતમાં ફક્ત દોઢ જ મિનિટ ઊંઘી શકે છે.
• હાથી વધારેમાં વધારે ચારથી પાંચ કલાક સૂઈ શકે છે.
• હેંગફિશ નામની માછલીને ચાર હૃદય છે.
• શાહમૃગ અને ઈમુ નામના બે પક્ષીઓ છે પરંતુ ઉડી નથી શકતા.
• સિંહની ગર્જના 5 કિ.મી. દૂર સુધી સંભળાય છે.
• અલ્બાટ્રોર્સ નામના પક્ષીની પાંખ પક્ષી જગતમાં સૌથી લાંબી છે.
• શાહુડીના શરીરે આશરે 30,000 જેટલાં કાંટા હોય છે.
• વ્હેલ માછલીનું વજન આશરે 150 ટન જેટલું હોય છે.
• લાઓસ એક એવો દેશ છે કે જ્યાં સિક્કાનું ચલણ નહિ પણ ફક્ત નોટોનું ચલણ ચાલે છે.
• ભારતના લક્ષદ્વિપ એવો વિસ્તાર છે કે જ્યાં એક પણ હિન્દુ મંદિર નથી.
• ભારતમાં સહુથી ઓછો વરસાદ બિકાનેરમાં થાય છે.
• ભારતની સૌ પ્રથમ બેંકનું નામ ‘બેંક ઓફ હિન્દુસ્તાન’ હતું !
• દુનિયામાં સહુથી સાંકડી ગલીઓ પૂર્વ આફ્રિકાના ઝાંઝીબારમાં છે !
• દુનિયાની સૌથી પહેલી ટેલિફોન સેવા અમેરિકાના નાના શહેરમાં થઈ હતી. ફક્ત 20 લોકો પાસે ફોન હતો.
• દુનિયામાં ગુલાબના ફૂલની કુલ 792 જાત છે.
• દુનિયાનું સૌથી ખૂબસૂરત શહેર ફ્રાંસનું પેરિસ શહેર છે.
• દુનિયાની સૌથી મોટી ઘડિયાળ મેઉથ મૉસ્કોમાં આવેલી છે.
• દુનિયાનું સહુથી મોટું રેલ્વે સ્ટેશન ન્યુયોર્કમાં આવેલું ‘ગ્રેટ સેંટ્રલ ટર્મિનલ’ છે.

જાણવા જેવું,

• ચિત્તો દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી છે. જેની ઝડપ કલાકની 70 માઈલ એટલે કે 113 કિ.મી.ની છે.
• સ્નો લેપર્ડના પાછલા પગના સ્નાયુ એટલા લાંબા છે કે તે એક કૂદકામાં પોતાના શરીર કરતા સાત ગણો લાંબો કૂદકો મારી શકે છે.
• જેવી રીતે બે મનુષ્યની આંગળીઓનાં ચિન્હો એક સરખા નથી હોતા તેવી રીતે બે વાઘ ઊપરની લીટીઓના નિશાન સરખા નથી હોતા.
• જંગલમાં સિંહનું અયુષ્ય 12 થી 15 વર્ષનું હોય છે જ્યારે માનવ વસ્તિમાં તેનું આયુષ્ય 25 વર્ષનું હોય છે.
• પહાડી સિંહ અને દીપડો પોતાનો શિકાર સાથે વહેંચીને ખાય છે.
• સૂર્યનો પ્રકાશ પૃથ્વી આસપાસ એક સેકન્ડમાં 1,86,000 માઈલની ઝડપે ફેલાય છે.
• સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા 8 મિનિટ અને 17 સેકંડ લાગે છે.
• પૃથ્વી તેની ધરી પર કલાકના 1,000 માઈલની ઝડપે ફરે છે જ્યારે અવકાશમાં તે કલાકના 67,000 માઈલની ગતિએ ફરે છે.
• પૃથ્વી પર દરેક સેકન્ડ પર થતા જનમતા માનવીના ફક્ત 10% જ જીવીત રહે છે.
• દર વર્ષે પૃથ્વી પર 1 લાખ ધરતીકંપ થાય છે.
• પૃથ્વી, તારા, સૂરજ બધાં જ 4,56 અબજ વર્ષો જૂના છે.
• દરેક સેકંડે લગભગ 100 વાર વીજળી પૃથ્વી પર ત્રાટકે છે.
• વીજળીથી દર વર્ષે દુનિયામાં લગભગ 1,000 માનવીઓનું મૃત્યુ થાય છે.

જાણવા જેવું

• માછલી પાણીમાં રહે છે પણ એની આંખો પર પાંપણ નથી હોતી.
• દરિયાઈ ઘોડાને ગુસ્સો આવે ત્યારે તેનાં શરીરમાંથી લાલ પરસવો નીકળે છે.
• પતંગિયાની લગભગ વીસ હજાર જેટલી જાતિ છે.
• જાપાનમાં એક ઝાડ એવું છે કે જેમાંથી સૂરજ આથમવાના સમયે ધુમાડો નીકળે છે.
• ફિલિપાઈંસના દરિયામાંથી મળી આવતા મગર સૌથી વજનદાર હોય છે.
• સીલ માછલી એક વખતમાં ફક્ત દોઢ જ મિનિટ ઊંઘી શકે છે.
• હાથી વધારેમાં વધારે ચારથી પાંચ કલાક સૂઈ શકે છે.
• હેંગફિશ નામની માછલીને ચાર હૃદય છે.
• શાહમૃગ અને ઈમુ નામના બે પક્ષીઓ છે પરંતુ ઉડી નથી શકતા.
• સિંહની ગર્જના 5 કિ.મી. દૂર સુધી સંભળાય છે.
• અલ્બાટ્રોર્સ નામના પક્ષીની પાંખ પક્ષી જગતમાં સૌથી લાંબી છે.
• શાહુડીના શરીરે આશરે 30,000 જેટલાં કાંટા હોય છે.
• વ્હેલ માછલીનું વજન આશરે 150 ટન જેટલું હોય છે.
• લાઓસ એક એવો દેશ છે કે જ્યાં સિક્કાનું ચલણ નહિ પણ ફક્ત નોટોનું ચલણ ચાલે છે.
• ભારતના લક્ષદ્વિપ એવો વિસ્તાર છે કે જ્યાં એક પણ હિન્દુ મંદિર નથી.
• ભારતમાં સહુથી ઓછો વરસાદ બિકાનેરમાં થાય છે.
• ભારતની સૌ પ્રથમ બેંકનું નામ ‘બેંક ઓફ હિન્દુસ્તાન’ હતું !
• દુનિયામાં સહુથી સાંકડી ગલીઓ પૂર્વ આફ્રિકાના ઝાંઝીબારમાં છે !
• દુનિયાની સૌથી પહેલી ટેલિફોન સેવા અમેરિકાના નાના શહેરમાં થઈ હતી. ફક્ત 20 લોકો પાસે ફોન હતો.
• દુનિયામાં ગુલાબના ફૂલની કુલ 792 જાત છે.
• દુનિયાનું સૌથી ખૂબસૂરત શહેર ફ્રાંસનું પેરિસ શહેર છે.
• દુનિયાની સૌથી મોટી ઘડિયાળ મેઉથ મૉસ્કોમાં આવેલી છે.
• દુનિયાનું સહુથી મોટું રેલ્વે સ્ટેશન ન્યુયોર્કમાં આવેલું ‘ગ્રેટ સેંટ્રલ ટર્મિનલ’ છે.

વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા.

ભાદરવા મહિનાના ધોમધખતા તાપમાં બપોરના સમયે એક ભાઇ દુધપાકની ડોલ હાથમાં લઇને ગટર પાસે ઉભા હતા અને એક ચમચા વડે ડોલમાંથી દુધપાક લઇને થોડો થોડો ગટરમાં નાંખતા હતા. ત્યાંથી પસાર થતી કોઇ વ્યક્તિનું ધ્યાન ગયુ એટલે એ પેલા ભાઇ પાસે પહોંચી ગયા. કેસર ઇલાઇચી વાળા સુકા મેવાથી ભરપુર મસ્ત મજાના દુધપાકને ગંદી ગટરમાં નાંખતા જોઇને એમને આશ્વર્ય થયુ.

દુધપાકને ગટરમાં નાંખી રહેલા પેલા ભાઇને પુછ્યુ , " તમે , કેમ દુધપાકને ગટરમાં નાંખી દો છો ? "

પેલા ભાઇએ બળાપો કાઢતા કહ્યુ , " અરે ભાઇ, શું કરુ ? આજે મારા દાદાના શ્રાધ્ધ નિમિતે કેટલી મહેનતથી આ સરસ મજાનો દુધપાક બનાવ્યો હતો. પણ તેમાં આ બે માંખો પડી છે અને મરી ગઇ છે એટલે એને ચમચાથી બહાર કાઢીને ગટરમાં ફેંકવા માટે આવ્યો છું પણ માંખ બહાર નિકળવાનું નામ જ નથી લેતી."

વાત સાંભળતા જ રસ્તેથી પસાર થતા હતા તે ભાઇ ખડખડાટ હસી પડ્યા અને કહ્યુ , “ ભાઇ આમ જ જો આ મરેલી માંખોને બહાર કાઢવાનો પ્રયાસ કરશો તો દુધપાકની આખી ડોલ ખાલી થઇ જશે તો પણ માંખો બહાર નહી નિકળે. એક કામ કરો તમે જે ચશ્મા પહેર્યા છે તે મને આપો”. દુધપાકની ડોલ નીચે મુકીને પોતાના ચશ્મા ઉતારીને એ ભાઇના હાથમાં આપ્યા.
ચશ્માના કાચ પર બે મરેલી માંખો ચોંટી હતી. કપડું લઇને ચશ્મા બરાબર સાફ કર્યા અને પછી પાછા આપીને કહ્યુ , " હવે આ ચશ્મા પહેરો ". પેલા ભાઇએ ચશ્મા પહેરીને ડોલમાં જોયુ તો દુધપાક તો ચોખ્ખો હતો. એમાથી મરેલી માંખો જતી રહી હતી.
આપણા વિચારોરુપી ચશ્મા પર ચોંટેલી નકારાત્મતારૂપી માંખોને કારણે આ દુનિયાને અને દુનિયાના લોકો સાથેના આપણા સંબંધને જે સરસ મજાના દુધપાક જેવા મીઠા છે તેને ગંદી ગટરમાં ફેંકી રહ્યા છીએ. વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા.

Suvichar

‘ज़िन्दगी’ में ना ज़ाने कौनसी बात “आख़री” होगी, … !
ना ज़ाने कौनसी रात “आख़री” होगी ।
मिलते, जुलते, बातें करते रहो यार एक दूसरे से ना जाने कौनसी “मुलाक़ात” “आख़री होगी” … !!

સુવિચાર,

Osho-vaani
હસો છો ત્યારે તમે પ્રભુ ને
પ્રાથના કરો છો,
પરંતુ હસાવો છો ત્યારે પ્રભુ
તમારા માટે પ્રાથના કરે છે.

મોહનની હુંડી ઘનશ્યામને --

ભાવનગરની સુપ્રસિદ્ધ કેળવણીની સંસ્થા દક્ષિણામૂર્તિ પર આફત આવેલી.
વાત એમ હતી કે દક્ષિણામૂર્તિ લોકોના આપેલા ફંડ પર નિર્ભર હતી. ૧૯૩૦ના નમક સત્યાગ્રહમાં સંસ્થાના નિયામક શ્રી નાનાભાઈ ભટ્ટ અને બીજા અગ્રગણ્ય કાર્યકરો જોડાયેલા અને કારાવાસની સજા પામેલા. તેમની ગેરહાજરીમાં બાકી રહેલા કાર્યકરોને કોઈ ફંડ આપે નહીં. ૧૯૩૨માં જયારે બધા પાછા આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે સંસ્થા ઉપર દેવું થઇ ગયું છે.
નાનાભાઈ ભટ્ટે નિર્ણય કર્યો કે સંસ્થાની જમીન અને મકાનો વેચીને દેવું ભરપાઈ કરી દેવું અને સંસ્થા બંધ કરી દેવી. બધા કાર્યકરો પોતાનો રસ્તો શોધી લે. (અત્યારે બહુ પ્રચલિત છે તેવી Insolvency જાહેર કરીને લેણદારોને રખડાવવાનો વિચાર પણ નહોતો થયો.). સંસ્થામાં ખાયકી કે બગાડ થયો હોય તેનો પણ સવાલ નહોતો.
‘દક્ષિણામૂર્તિ બંધ થવાની છે’ એ વાત ગાંધીજી પાસે પહોંચી. નાનાભાઈ પર તેમનો સંદેશો આવ્યો. ‘સંસ્થા બંધ કરો તે પહેલા હિસાબના ચોપડા લઇ મને મળી જજો.’ દક્ષિણામૂર્તિનો હિસાબ શ્રી ગોપાલરાવ વિદ્વાંસ (જેમણે મરાઠી સાહિત્યની ઉત્તમ રચનાઓનો ગુજરાતીમાં અનુવાદ કરેલ છે) સંભાળતા હતા. નાનાભાઈ અને ગોપાલરાવ હિસાબના ચોપડા લઇ ગાંધીજી પાસે પહોંચ્યા.
ગોપાલરાવના શબ્દોમાં કહીએ તો “ગાંધીજીનું હિસાબમાં ઉસ્તાદ એવા વાણિયામાં રૂપાંતર થઇ ગયું. તેમણે બે કલાક સુધી હિસાબના ચોપડા તપાસ્યા. પુછતાછ કરી અને અંતે નાનાભાઈને કહ્યું “હિસાબ તો બરાબર છે.” થોડીવાર આંખો બંધ કરી; વિચાર કરી, બોલ્યા. “સ્વરાજ અને કેળવણી માટે કામ કરતી સંસ્થા બંધ થવી ન ઘટે.”
ત્યારબાદ સાવ નાની પેન્સિલથી એક પરબીડિયાના નાના ફ્લેપ પર એક સંદેશો લખ્યો ‘ઘનશ્યામદાસજી, મૈં નાનાભાઈ ઔર ગોપાલરાવકો આપકે પાસ ભેજ રહા હું, ઠીક કિજીયેગા.’
આ કાગળ નાનાભાઈને આપી કહ્યું “આ ચિઠ્ઠી કલકતા જઈને ઘનશ્યામદાસ બિરલાને આપજો.”
આ ‘મોહનની હુંડી’ લઈને નાનાભાઈ અને ગોપાલરાવ ઘનશ્યામદાસ પાસે ગયા. ગાંધીજીનો સંદેશ લઈને આવનાર આ બંનેને તરત ચેમ્બરમાં લઇ જવામાં આવ્યા. ગોપાલરાવને વિચાર આવતો હતો કે એક વાણિયાની ચકાસણીમાં તો પાસ થયા પણ આ મારવાડી શેઠની ચકાસણી કેવી હશે? તેમણે હિસાબના ચોપડા ધર્યા પણ ઘનશ્યામદાસે તરત કહ્યું “ઇસકી કોઈ જરૂરત નહીં હૈ, યે ચિઠ્ઠી કાફી હૈ. બતાઈએ આપકો ફૌરન કિતને રુપયેકી જરૂરત હૈ? ”
ગોપાલરાવે જણાવ્યું કે પાંચ હજાર રૂપિયા મળે તો પુરા થઇ રહેશે. ઘનશ્યામદાસજીએ તરત ચેકબુક ઉપાડી પાંચ હજારનો ચેક દક્ષિણામૂર્તિના નામે લખી આપ્યો. ચેક આપતા સાથે એક શીખ આપી. “દેખો ઔર રૂપૈકી જરૂરત હો તો ફૌરન યહાં આ જાઈએગા. ઉસ બુઢેકો તંગ મત કરના!”
મોહનની હુંડી ઘનશ્યામ પર લખાય પછી ન સ્વીકારાય એવું બને? (મોહન પણ સાત ગરણે ગાળીને હુંડી લખે હો!)
કેટકેટલી વ્યસ્તતા વચ્ચે એક જે દેશના સર્વોચ્ચ નેતા છે એ અને બીજા જે ટોચના ઉદ્યોગપતિ છે તે કેળવણીની સંસ્થાની આટલી ખેવના કરે તે સમાજનું સદભાગ્ય છે.
(શ્રી ગોપાલરાવ વિદ્વાંસના પુત્ર ડો. શિશિર વિદ્વાંસના, અખંડ આનંદ (સપ્ટેમ્બર ૨૦૧૫) માં પ્રસિદ્ધ થયેલ લખાણ પરથી ટૂંકાવીને)