શુક્રવાર, 13 મે, 2016

સુવિચાર


.   .💐    Super   Gujarati  
                       Collection

આમાંનું   એકપણ   વાક્ય
        ન   પસંદ   પડે   તો ,

મને   પાછું   આપશો !.......

.    💐💐💐💐💐💐

ગમતું હોય તે મળતું નથી,
મળે  છે  તે ગમતું  નથી....
ગજબ   છે
       ઝીંદગી    ની   રમતો ,
આવે   જયારે
       ૩   એક્કા   ત્યારે
 સામે   કોઈ   રમતું  નથી.

.    💐💐💐💐💐💐

કેટલુ   સરળ   છે
         ઈશ્વર  ' ને '  માનવું .
પરંતુ,
કેટલુ   કઠણ   છે
       ઈશ્વર ' નુ ' માનવું.....

.  💐💐💐💐💐💐💐

સબંધના   મોતિ   પરોવી
                            રાખજો ,
વિશ્વાસની   દોરી  મજબુત
            બનાવી   રાખજો ,
અમે ક્યાં કીધું   કે  અમારા
    જ  દોસ્ત  બનીને  રહો ,
પણ   તમારા
      દોસ્તો   ની   યાદીમાં ,
એક   નામ

.અમારું  પણ   રાખજો .....

. 💐💐💐💐💐💐💐

નયન   મળતા   નયન
                શરમાઈ   જશે ,
મન   મળતા   મન
                 હરખાઈ   જશે ,
જીંદગી   છે   તો
         માં - બાપની   સેવા
                     કરી  જોજો ,
સ્વર્ગ   શું   છે  ?.................
         તે   જીવતા   જીવતા
.             સમજી   જશે.......

.   💐💐💐💐💐💐💐

કેટલાક   સંબંધો   જીવન સાથે   વણાઈ   જાય  છે ,
.   કેટલીક   યાદો   સ્વપ્ન
 બનીને   રહી   જાય   છે ,
લાખો   મુસાફિર   પસાર
    થઇ   જાય   તો   પણ ,
કોઈકના   પગલા   કાયમ
  માટે  યાદ રહી  જાય  છે.

.💐💐💐💐💐💐💐

ઝીંદગી   મળવી   એ
.          નસીબની  વાત  છે
મોત   મળવું   એ
.        સમયની   વાત   છે
પણ   મોત   પછી   પણ
. કોઈના   દિલમાં   જીવતા
      રેહવું
એ   ઝીંદગીમાં   કરેલા
.            કર્મની   વાત   છે .

. 💐💐💐💐💐💐💐

પાનખરમાં   વસંત   થવું
.               મને   ગમે   છે ,
યાદોની   વર્ષામાં  ભીંજાવું
                મને   ગમે   છે ,
આંખ   ભીની   તો
.              કાયમ   રહે   છે ,
તો   પણ   કોઈના   માટે
.   હસતા   રહેવું   ગમે   છે.

. 💐💐💐💐💐💐💐
 
.    મોકલું   છું   મીઠી   યાદ
.ક્યાંક   સાચવી   રાખજો ,
મિત્રો   હમેશા   અમૂલ્ય  છે
                  યાદ   રાખજો ,
તડકામાં   છાયો
ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા   પગે   તમારી  સાથે ચાલશે એજ યાદ રાખજો.

. 💐💐💐💐💐💐💐

.       આંસુ   સુકાયા   પછી
        જે   મળવા   આવે.....
        એ   સંબંધ   છે..........,
,                 ને...
.           આંસુ   પેહેલા      
.            મળવા   આવે ..
.            એ    પ્રેમ   છે......

.    💐💐💐💐💐
 
દરેક   ઘર   નું   સરનામું
. તો   હોય.......  પણ.........
........     ગમતા   સરનામે
          ઘર   બની   જાય....
.             એ   જીવન   છે ,,

.    💐💐💐💐💐💐

Prerak vato @

(1)પાણીનો દુષ્કાળ એક વષઁને
અસર કરે
પરંતુ સંસ્કાર નો દુષ્કાળ
આખી પેઢીને અસર કરેછે..🍂

(2)"વા" થી માત્ર શરીરનુ
 એક અંગ પકડાય છે.
"પરણ-વા"  થી માણસ
 આખો પકડાઈ જાય છે..🍂😜

(3)સંપત્તિ હોય એટલે સંસ્કાર
આવી જાય એવું નથી,,
લંકા આખી સોનાની હતી
       પરંતુ...મોત આવ્યું
      છતાં સંસ્કાર ન આવ્યા.

સંપત્તિ પ્રયત્ન વગર
અને રાતોરાત આવી શકે...
બાકી સંસ્કાર અને સમજણને
           આવતાં તો....
પેઢીઓ લાગે છે.........!!!!

(4)ઈશ્વરના મેં વાઘા જોયા,
ત્યાં પણ દોરાધાગા જોયા.
પાર વગરનાં છટકાં જોયાં,
જ્યાં જ્યાં ટીલાંટપકાં જોયાં.
દેખાવે તો એક જ લાગે,
એમાં દસદસ માથાં જોયાં!
સગપણને શું રોવું મારે,
વળગણમાં પણ વાંધા જોયા.
ભીનું જેવું સંકેલાયું,
ગંગાજળના ડાઘા જોયા!
વિધવા સામે કંકુ કાઢે,
અવતારી સૌ બાબા જોયા.


(5)ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે,

દવાની ગઈ અસર ત્યારે દુઆ એ લાજ રાખી છે.

Prerak vato @@3

(1)મૉલમાંથી પત્નીને એકપણ વસ્તુની શૉપિંગ કરાવ્યા વગર પાછી લઈ આવવી એ પણ,.."આર્ટ ઓફ લિવિંગ" જ છે.
- શ્રી શ્રી પતિશંકર

😂😂😂😂😂😂😂😂(2)ખરું છે સાલું....
બ્રેડ શેકીને કડક બનાવી ખાઈએ...
ટોસ્ટને ચ્હામાં બોળી ઢીલા બનાવી ખાઈએ...
આપણ ને કોઈ પણ વસ્તુને એઝ
ઇટ ઈઝ કન્ડીશનમાં વાપરવું કેમ ગમતું નથી ???

(3)જીંદગી એટલે...?

જોખમ અને જલસા નો સરવાળો ...!!!☺

(4)લગ્ન એક આવું સ્ટેશન છે, જ્યાં ગાડી પકડયા પછી બધાને એવું લાગે છે કે પોતે ખોટી ગાડી માં ચઢી ગયા છે....✍

(5)ભારતીય નારી એક સાથે ૧૦ પરિવારનાં ટેન્શન સાથે લઈને જીવતી હોય છે.
😳😳😳😳😳




એક તો એનો પોતાનો પરિવાર...

બીજા ૭ ટીવી સિરિયલોના પરિવારો અને બાકીના બે પાડોશીઓના.

(6)કોઈ નાસ્તિકએ એક ધરમ ગુરુને પૂછ્યું... જો ઈશ્વર બધેજ હોય તો મંદિર બાંધવાની અને જવાની શું જરૂર છે?
ધરમ ગુરુએ કહ્યું: જેમ હવા બધેજ છે પરંતુ પંખા નીચે ઉભા રેહવાની મજા આવે, એવુ જ મંદિરનું છે
😂😂😂😂😂😂😂
(7)જગત ભલે ન સમજે  તું સમજીજા :
સંસાર સાગરથી તરવા માટેના
          બે હલેસા
એક 'નમીજા'  અને બીજું 'ખમીજા'

(8)કંજૂસનો બાબો :-બાપા, હું ટીવી જોઉં ?

બાપા :- જો, પણ ચાલું ના કરતો...!!!😃

(9)शिक्षक:- रावण के पास ऐसी कौनसी कला थी जो दूसरे किसी के पास नही थी??????




पप्पू  :- वो अकेला ही  समूह गीत गा सकता था….....

शिक्षक 😭वनवास के लिए निकल गए।😭
💫🌟💫
😊😊😂😂(10)કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે,
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.

લીમડાના પાન મેં પણ ચાખ્યાછે
માણસના બોલ કરતા મીઠા લાગ્યાછે.        
જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ..


"મન ભરીને જીવો,
મનમાં ભરીને નહી" 

Prerak vato

(1)રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે..

(2)એક સુંદર પ્રશ્ન અને એનો એટલો જ લાજવાબ ઉત્તર

★ આયુષ્ય એટલે શું ❓

   ◆ જ્યારે માણસ જન્મે છે ત્યારે 'નામ' નથી હોતું પણ 'શ્વાસ' હોય છે
     જ્યારે માણસ મરે છે ત્યારે 'નામ' હોય છે પણ 'શ્વાસ' નથી હોતો.

     બસ, આ 'શ્વાસ' અને 'નામ' વચ્ચેનો ગાળો એટલે "આયુષ્ય"

👆🏻આનું નામ જીંદગી👆

(3)હુ તો સૌને એટલુ કહીશ કે........... જેને તમને
ઘોડીયે સાચવયા ..... તેને તમે ખાટલે
સાચવજો સાહેબ...🙏🏻

(4)થાકીને ઊંઘી જવું, એ પ્રત્યેક માણસનો જન્મસિદ્ધ અધિકાર છે. થાક્યા વગર ઊંઘી જવું એ જ ખરો ભ્રષ્ટ આચાર છે. પૂરતા થાક પછીની ઊંઘ સ્વાદિષ્ટ હોય છે. ખરી ભૂખ પછીનું ભોજન સ્વાદિષ્ટ હોય છે. પ્રતીક્ષા પછીનું મિલન અભીષ્ટ હોય છે. મફતનો રોટલો, નવરાશનો ઓટલો અને રોગનો ખાટલો એ ત્રણે સગા ભાઈઓ છે. આ ત્રણેયની એકની એક બહેનનું નામ ગરીબી છે. આ ચારે સંતાનોની સગી માતાનું નામ આળસ છે. સંયુક્ત પરિવાર તે આનું નામ !     (- ગુણવંતશાહ)

(5)બોલજો એવું કે "ઘા"

       ન પડે

"પડઘા" પડે....

(6)😳 मेरे पड़ोस की बुढीया बार बार घर से अंदर - बाहर आ - जा रही थी.
 आखीर मुझसे रहा नही गया.
मैंने पूछा, कुछ problem तो नही ?
 सब ठीक तो है ना ?
तो बुढीया बोली, अरे बेटा,
मेरी बहू योगा सीख रही है tv पर देख कर. 😜
और वो रामदेवबाबा बोल रहा है ..😳
सास को अन्दर लो,
 सास को बाहर निकालो !
सासको अंदर लो....
सास को बाहर निकालो.....😜😜😜😜
😩😩😩😩
(7)આખા વીશ્વમાથી ભારતને 1 રાષ્ટ્રપિતા ની કૉઈ ભેટ આપનાર પ્રજા હોય તો એ 100km જેટલા એરિયાની ગુજરાતી પ્રજા છે.

મહારાણા પ્રતાપ પાસે ચેતક ઘોડો હતો એ બધા જાણે છે, પણ એ ચેતક ઝાલાવાડના ઘાંગઘ્રા ના ખોડુ ગામના ચારણે આપેલ હતો એ વાત કેટલા જાણે છે????

સ્વામી વીવેકાનંદ શીકાગોની ધર્મ પરીષદ મા ગયેલા એ બધા જાણે છે પણ એમને આ ધર્મ સભા પરિષદ ની માહીતી ગુજરાત ના જેતલસર ના સ્ટેશન માસ્ટરે એક વર્તમાનપત્ર દ્વારા આપી આ વાત કેટલા જાણે છે????

1942-45 ના સમયમાં પોલેન્ડમાથી 500 જેટલી સ્ત્રીઓ અને બાળકો ભરેલુ જહાજ નીકળે અને
મધદરિયે તોફાન ઉપડે એટલે પોલેન્ડના અધીકારીઓ એમ કહે કે વીશ્વનો જે દેશ સાચવે ત્યા તમે ચાલ્યા જજો
ત્યારે વીશ્વનો કોઈ દેશ એને સાચવવા તૈયાર ન થાય અને
જામનગરના રાજા દીગ્વીજયસીંહ પોતાના હવામહેલ મા એ 500 લોકોને પુરા 7 વર્ષ સુધી રહેવાની-જમવાની સુવીધા કરીને સાચવે એ હાલની "સૈનીક બાલાચડી" સ્કૂલ. ....
આ વાતની કેટલાને જાણ છે......

બસ ખાલી 1 may ના દીવસે "જય ગરવી ગુજરાત" લખવુ એ ગુજરાતી માટે પુરતુ નથી...
આ ગુજરાત નુ નોલેજ જાણવુ અને એનુ ગૌરવ લેવુ એ મહત્વનુ છે.. jay jay garvi gujrat

Prerak vato @11


सवार नी "चाय " अने वडील नी "राय" नियमित लेता रेजो..
परंतु
गरीब नी "हाय" अने नवरा नी "राय" कोई दिवस न लेवी ...👌🏻

(2)जीवन में

किसी का 'भला' करोगे,
तो 'लाभ' होगा
क्योंकि 'भला' का उल्टा 'लाभ' होता है।
और
जीवन में किसी पर 'दया' करोगे,
तो वो 'याद' करेगा क्योंकि 'दया' का उल्टा 'याद' होता है।l

सुप्रभात🌻

(3)“हम नानी/दादी के घर पैदा हुए थे
इसलिए
बार-बार नानी/दादी के घर जाते थे।
.
आजकल के बच्चे अस्पताल में पैदा होते हैं
इसलिए
वो बार-बार अस्पताल जाते है।”

जन्मभूमि सबको पुकारती है
😂😂😵😂😂
(4)કોઠાસૂઝ!!
ગામડા ગામમાં એક યુવાન બળદ ખરીદવા આવ્યો!! ગામમાં પૂછતાં ખબર પડી કે અરજણ આતા ને બળદ વેચાવ છે!! યુવાન તો ગયો અરજણ આતાની ડેલી એ અને કીધું કે "આતા બળદ વેચવો છે? આતા એ જવાબ આપ્યો કે બળદ તો વેચવો છે પણ દેવો નથી!! યુવાન તો ઘુમરી ખાઈ ગયો કે આ વળી કેવું??? બળદ વેચવો તો છે પણ દેવો નથી!! ફરીથી પૂછતાં આતા ખીજાય ને બોલ્યા ડફોળ એક વાર કીધું તોય ના સમજાણું કે મારે બળદ તો વેચવો છે પણ દેવો નથી!!!! વાત તો સાદી છે!! જેને સમજાઈ ગઈ હોય એ કૉમેન્ટ માં લખે કે અરજણ આતા શું કહેવા માંગે છે!!!

👆🏻(5)એક પુત્ર એ પિતા માટે બે ખુબસુરત પંક્તિ લખી છે.
         પિતા ની હાજરી સુરજ જેવી હોય છે
સુરજ ગરમ જરૂર થાઈ છે પણ ના હોય તો અંધારું છવાય જાય છે,.....

 🐘🐎🐍(6)હસુ  છુઃ
    હસાવું  છુઃ
         હસવાની  મારી ટેવ છેઃ
પ્રેમ થી પૂછું  છું
      તબિયત  પાણી  કેમ  છેઃ
કેટલુ અણમોલ છે.
આ આપણું @ group...

સંબંઘ નથી જાણતા કોઈ કોઈ ના
છતાં બધા આપણા જ  લાગે છે.

હું તમારો મિત્ર છું એ મારૂ ભાગ્ય છે.
  પણ તમે બધા મારા મિત્રો છો.
        એ મારૂ સૌભાગ્ય છે.

(7)एक लेडी इंटर्व्यू देने गई

इंटर्व्यूअर - क्या करती हैं आप
लेडी - मैं पाइलट हूँ

इंटर्व्यूअर - <बहुत आदर के साथ> क्या उड़ाती हैं आप

लेडी - पति के पैसे 😜😜😜😂😂😂😂😂

(8)કળિયુગની આ દુનિયાદારી છે ભાઈ..

રમત રમતાં માણસ ગમી જાય ને,

ગમતાં માણસ જ, રમત રમી જાય.

(9)ફક્ત સુગંધ પહેરીને ફૂલ ન થવાય....!

ખરી જવાની તાકાત પણ જોઈએ, સાહેબ....

એટલે જ...

જે વ્યક્તિ પોતાના માટે જીવે તેનુ હંમેશા મરણ થાય છે,
   
    અને

જે બીજાના માટે જીવે તેનુ હંમેશા સ્મરણ થાય છે.

Prerak vatoo

(1)બીજા કોઈના અભિપ્રાય પરથી કોઈ વ્યક્તિ વિશે
સારા-ખરાબની ધારણા બાંધી શકાય નહીં...

સૂર્ય  બરફને પીગળાવે છે..

પણ

માટીને કઠણ બનાવે છે...!!!

🍁🍁🍁(2)ટીચર:- તારી મમ્મી તને 100 રૂપિયા આપે અને તારા નાના ભાઇને 500 રૂપિયા તો કુલ મિલાવીને શું થશે?
પપ્પૂ :- માથાકૂટ થય જાય મોટા પાયે..!! 🙄😠
😂 😂 😂 😂
(3)मन बड़ा चमत्कारी है,
इसके आगे "न" लगाने पर वह नमन हो जाता है और पीछे "न" लगाने पर मनन हो जाता है।
नमन और मनन करते चलिए जीवन सफल ही नहीं सार्थक भी हो जाता है।

(4)ચાલો સાથે મળી ભગવાનના વારસ બની જઈએ,
શરત બસ એટલી કે પ્રથમ માણસ બની જઈએ,
હવે બસ એક જ રસ્તો છે તમાશો દૂર કરવાનો
બધાય વેશ ખંખેરી ફરી બાળક બની જઈએ.
ll શુભ પ્રભાત ll

(5)દરેક પરિણીત પુરષ આમ તો ખેડૂત જ કહેવાય...કારણકે એનું આખું અસ્તિત્વ જ 'Agree - Culture' પર આધારિત છે. -
સમજાય તો
 અભિનંદન... ન સમજાય તો વંદન !

(6)" कर्म भूमि की दुनिया में,
 श्रम सभी को करना पड़ता है..
       भगवान सिर्फ लकीरें देता है,
 रंग हमें ही भरना पड़ता है..!
  💐    सुप्रभात  💐.

(7)" Aao jhuk kar salaam kare
unhe jinke hisse mein yeh
mukaam aata hai ... kis
kadhar khush naseeb hai
woh log ... khoon jinka
watan ke kaam aata hai

(8)કયારેય કોઈએ વિચાર્યુ કે
 દવાની ગોળીનુ પેકેટ દસ ગોળીનુ કેમ હોય છે
 તો તમારી જાણકારી માટે બતાવી દઉ કે આ પ્રથા રાવણને માથુ દુખ્યુ ત્યારથી ચાલુ થઈ😂😂😜😜

(9)❛ તું નીચે પડી તો જો
કોઈ નહિ આવે તને ઉપાડવા,
તું જરા ઉડી તો જો
બધા આવશે તને પછાડવા

(10)सटीक बात-:

84 लाख योनियो में,
एक मानव ही धन कमाता है ।
अन्य कोई जीव कभी भूखा नहीं मरा,
और मानव जिसका कभी पेट नहीं भरा !!!

Hindu dharm vishe jano


अगर हिंदू धर्म बुरा है :-

(1) तो क्यो
"नासा-के-वैज्ञानीको"
       ने माना की
     सूरज
            से
       ""
          " ॐ "
      "  "
की आवाज निकलती है? 🇮🇳


(2) क्यो 'अमेरिका' ने
    🇮🇳 "भारतीय - देशी - गौमुत्र"  पर
            4 Patent लिया ,
व,
कैंसर और दूसरी बिमारियो के
लिये दवाईया बना रहा है ?
जबकी हम
       "  गौमुत्र  "
             का महत्व
हजारो साल पहले से जानते है, 🇮🇳


(3) क्यो अमेरिका के
'सेटन-हाल-यूनिवर्सिटी' मे
        "गीता"
  पढाई जा रही है? 🇮🇳


(4) क्यो इस्लामिक देश  'इंडोनेशिया'.       के Aeroplane का नाम
"भगवान नारायण के वाहन गरुड" के नाम पर  "Garuda Indonesia"  है, जिसमे  garuda  का symbol भी है? 🇮🇳


(5) क्यो इंडोनेशिया के
      रुपए पर
"भगवान गणेश"
  की फोटो है? 🇮🇳


(6) क्यो  'बराक-ओबामा'  हमेशा अपनी जेब मे
    "हनुमान-जी"
की फोटो रखते है? 🇮🇳


(7) क्यो आज
         पूरी दुनिया
 "योग-प्राणायाम"
      की दिवानी है? 🇮🇳


(8) क्यो
🇮🇳"भारतीय-हिंदू-वैज्ञानीको"🇮🇳
                           ने
            ' हजारो साल पहले ही '
                  बता दिया  की
             धरती गोल है ?
                         🇮🇳


(9) क्यो जर्मनी के Aeroplane का
    🇮🇳 संस्कृत-नाम 🇮🇳
  "Luft-hansa"
                है ?
                🇮🇳


(10) क्यो हिंदुओ के नाम पर  'अफगानिस्थान'  के पर्वत का नाम
      "हिंदूकुश"  है? 🇮🇳


(11) क्यो हिंदुओ के नाम पर
      🇮🇳  हिंदी भाषा,
      🇮🇳  हिन्दुस्तान,
      🇮🇳  हिंद महासागर
      ये सभी नाम है?


(12) क्यो  'वियतनाम देश'  मे
   "Visnu-भगवान"  की
4000-साल पुरानी मूर्ति पाई
गई? 🇮🇳


(13) क्यो अमेरिकी-वैज्ञानीक
                 Haward ने,
            शोध के बाद माना -
                        की
                     
 "गायत्री मंत्र मे  " 110000 freq "
                   
                   के कंपन है?
                         🇮🇳


(14) क्यो  'बागबत की बडी मस्जिद के इमाम'
          ने
     "सत्यार्थ-प्रकाश"
 पढने के बाद हिंदू-धर्म अपनाकर,
        "महेंद्रपाल आर्य"  बनकर,
हजारो मुस्लिमो को हिंदू बनाया,
       और वो कई-बार
      'जाकिर-नाईक' से
  Debate के लिये कह चुके है,
मगर जाकिर की हिम्म्त नही हुइ, 🇮🇳


(15) अगर हिंदू-धर्म मे
       "यज्ञ"
            करना
       अंधविश्वास है,
तो ,
क्यो  'भोपाल-गैस-कांड'   मे,
जो    "कुशवाह-परिवार"  एकमात्र बचा,
जो उस समय   यज्ञ   कर रहा था, 🇮🇳


(16) 'गोबर-पर-घी जलाने से'
"१०-लाख-टन आक्सीजन गैस"
                      बनती है,
                        🇮🇳


(17) क्यो "Julia Roberts"
(American actress and producer)
                     ने
🇮🇳हिंदू-धर्म 🇮🇳
            अपनाया और
              वो हर रोज
           "मंदिर"
                जाती है,
                  🇮🇳


         🇮🇳 (18) 🇮🇳
               अगर
 "रामायण"
              झूठा है,
तो क्यो दुनियाभर मे केवल
            "राम-सेतू"
के ही पत्थर आज भी तैरते है?
                🇮🇳


(19) अगर  "महाभारत"  झूठा है,
तो क्यो भीम के पुत्र ,
       ''घटोत्कच''
का विशालकाय कंकाल,
      वर्ष 2007 में
'नेशनल-जिओग्राफी' की टीम ने,
'भारतीय-सेना की सहायता से'
उत्तर-भारत के इलाके में खोजा? 🇮🇳


(20) क्यो अमेरिका के सैनिकों को,
अफगानिस्तान (कंधार) की एक
गुफा में ,
5000 साल पहले का,
 महाभारत-के-समय-का
       "विमान"  
      मिला है? 🇮🇳



ये जानकारिया आप खुद google मे search कर
सकते है . .....
Plz aapke sabhi group me send kare plz

हनुमान चालीसा में एक श्लोक है:-
जुग (युग) सहस्त्र जोजन (योजन) पर भानु |
लील्यो ताहि मधुर फल जानू ||
अर्थात हनुमानजी ने
एक युग सहस्त्र योजन दूरी पर
स्थित भानु अर्थात सूर्य को
मीठा फल समझ के खा लिया था |

1 युग = 12000 वर्ष
1 सहस्त्र = 1000
1 योजन = 8 मील

युग x सहस्त्र x योजन = पर भानु
12000 x 1000 x 8 मील = 96000000 मील

1 मील = 1.6 किमी
96000000 x 1.6 = 1536000000 किमी

अर्थात हनुमान चालीसा के अनुसार
सूर्य पृथ्वी से 1536000000 किमी  की दूरी पर है |
NASA के अनुसार भी सूर्य पृथ्वी से बिलकुल इतनी ही दूरी पर है|

इससे पता चलता है की हमारा पौराणिक साहित्य कितना सटीक एवं वैज्ञानिक है ,
इसके बावजूद इनको बहुत कम महत्व दिया जाता है |
 .
भारत के प्राचीन साहित्य की सत्यता को प्रमाणित करने वाली ये जानकारी अवश्य शेयर करें |
....

મહાભારતના આ પ્રસંગ


એકવાર કૃષ્ણ , બલરામ અને સાત્યકી ( સાત્યકી દ્વારકાનો બહું મોટો યોધ્ધો હતો) જંગલમાં ફરવા માટે ગયા. સાંજ પડવા આવી અને રસ્તો ભુલી ગયા. કૃષ્ણએ કહ્યુ કે આપણે જંગલમાં જ રાતવાસો કરીએ અને સવારે સૂર્યોદય થાય ત્યારે રસ્તો શોધીશું. રાત્રે આપણી સલામતી માટે આપણે એવું નક્કી કરીએ કે રાતના ત્રણ સરખા ભાગ કરીને ત્રણે વ્યક્તિ જાગવાનો વારો કાઢીએ. એક જાગે અને બાકીના બે સુતેલાની રક્ષા કરે.

પ્રથમ સાત્યકીનો જાગવાનો વારો હતો. એ સમયે બ્રહ્મરાક્ષસ આવ્યો સાત્યકીએ એની સાથે લડાઇ શરુ કરી. સાત્યકી બ્રહ્મરાક્ષસને બરોબરની ફાઇટ આપતો હતો આ લડાઇમાં જ્યારે સાત્યકીને વાગે એટલે એ દર્દની ચીસ પાડે એનું પરિણામ એ આવે કે સાત્યકીની ચીસથી બ્રહ્મરાક્ષસનું કદ મોટુ થાય અને કદ મોટું થવાથી આવનારા મુક્કાની તાકાત વધી જાય. સાત્યકીનો જાગવાનો સમય પુરો થયો એટલે એમણે તુરંત જ બલરામને જગાડયા. હવે બલરામે આ રાક્ષસ સામેની લડાઇ ચાલું કરી પરંતું જે સાત્યકી એ કર્યુ એવું જ બલરામે કર્યુ. બલરામને પણ વાગે એટલે દર્દની ચીસ પાડે અને પેલા બ્રહ્મરાક્ષસનું કદ મોટુ થાય. એમનો સમય પુરો થયો એટલે એમણે કૃષ્ણને જગાડ્યા.

કૃષ્ણએ બ્રહ્મરાક્ષસ સાથેની આ લડાઇમાં નવી વ્યુહરચના અપનાવી પોતાને જ્યારે તક મળે ત્યારે પેલા રાક્ષસને બરોબરનો મારી લે અને રાક્ષસ મારે તો સામે જોઇને ખડખડાટ હસે. એનું પરિણામ એ આવ્યુ કે પેલા બ્રહ્મરાક્ષસનું કદ નાનુ થવા લાગ્યુ અને થોડા સમયની લડાઇમાં એનું કદ નાની પુતળી જેવું થઇ ગયું. પછી કૃષ્ણએ બહુ જ આસાનીથી પેલા પુતળી જેવા બ્રહ્મરાક્ષસની ગરદન મરડીને મારી નાખ્યો.

મહાભારતના આ પ્રસંગ દ્વારા વ્યાસજી જીવનનો બહું જ મોટો સંદેશો આપી જાય છે. આપણા બધાના જીવનમાં પ્રશ્નો , પડકારો અને સમસ્યાઓ રૂપી બ્રહ્મરાક્ષસ આવે છે. આ પ્રશ્નો , પડકારો અને સમસ્યાઓ સામે આપણે જેટલા રડયા રાખીએ એટલું જ એનું કદ વધતું જાય અને એક સમય એવો આવે કે એ આપણને મારી નાખે- ખલાસ કરી દે. પરંતું જો આ પ્રશ્નો , પડકારો અને સમસ્યાઓ સામે હસતા રહીએ તો એક સમય એવો આવે કે એનું કદ નાની પુતળી જેવું થઇ જાય અને આપણે એને મારી શકીએ

હું ગુજરાત છું.


Read this amazing essay about Gujarat by Jay Vasavada....


દોસ્ત, હું ગુજરાત છું.

જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત.

હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું, અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને ઘાયલ થયેલા અમૃતના શબ્દોનું મોતી છું, કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર
ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું, ગુજરાત!

સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે, અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે.

મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે. ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી, અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા
સુધી ગુજરાતની અહાલેક વાગે છે.

ભારતની છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે. કાલિંદીની પાણીદાર લટો સાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએ ગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું, અને
દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું. ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા રહી, રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી, નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયે આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા.

હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને જલારામ વીરપુરની બુંદીનું બેસન છું. મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે અને મારી બળબળતી રેતી પર શ્વાનસંગાથે પાણી લઇ દાદા મેકરણ ધુમ્યા છે. મધરાતે એકતારા પર ગુંજતા દાસી
જીવણના ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું. મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ! જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું.

વ્હાલા, હું ગુજરાત છું
મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે. પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે. મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે. મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો
ધીરગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે. મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઊંમર ૫૦ની હશે, પણ મારી ઊંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.

મેં અણહિલવાડના વનરાજ ચાવડાને સિંહોની વચ્ચે ઉછરતો જોયો છે, મેં મૂળરાજ સોલંકીની તલવાર અને આશા ભીલના તીરકમાન જોયા છે. મને સિદ્ધરાજ જયસિંહે કાઢેલી મારી ભાષાના વ્યાકરણગ્રંથ ‘સિદ્ધહૈમશબ્દાનુ શાસન’ની શોભાયાત્રા માટેની હાથીની એ ભવ્ય અંબાડી અને જસમા ઓડણની ચીસ પણ ફાંસ બનીને ભોંકાઇ છે, મારા દિલમાં. અહમદશાહના ઘોડાની ટાપ પણ મેં જીરવી છે અને મોહમ્મદ બેગડાની મૂછના વાંકડા વળ પણ
મેં નીરખ્યા છે.

હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું, અને જીવરાજ મહેતાના ખાદીના ઝભ્ભાના સળમાં ય હું લપાતું હતું. માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર હું પગ લંબાવી બેઠું છું અને ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે. કે શુ ભાઇ કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું. હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું.

હું જુમા ભિસ્તીના દેહ પર વળેલો પરસેવો છું. દીકરીના કાગળની વાટ જોતા કોચમેન અલી ડોસાની આંખે નેજવું કર.

ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ધુંટ પીધા છે અને શંકરસિંહ બાપુની ટનાટન વાતોને બડી
મુગ્ધતાથી સાંભળી છે અને હા, મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને નરેન્દ્ર મોદી મળ્યા છે. એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે- અને એમને લીધે જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે. એમણે મને હવામાં ઉછાળીને ગેલની કિલકારીઓ કરાવી છે, અને સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.

અરે વાહ, હું ગુજરાત છું!
મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે, અને એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે. અમેરિકન મેગેઝીનોમાં ચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું... અને મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડસના
પારણા હીંચોળ્યા છે. સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાંની આભલા મઢેલી ઝમક છું. રવિશંકર રાવળ અને કનુ દેસાઈની હું રેખાઓ છું. સપ્તકના તબલાની થાપ અને કુમુદિની-મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.

હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના ફરફરતા પાનાઓમાં, હું છું સયાજીરાવ ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં રાજા રવિવર્માના ચિત્રોમાં! હું પગથિયા ઉતરૂં છું અડાલજની વાવમાં અને પગથિયા ચડું છું અમદાવાદની ગુફાના! લખતરની છત્રી મારા તડકાને ટાઢો કરે છે અને સીદી સૈયદની જાળી એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની ભાત મૂકે છે. હઠીસિંગની હવેલીના ટોટલે ખરતું હેરિટેજનું
પીછું હું છું અને ધોરડોના સફેદ રણમાં ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું.

ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું છું, અને નલીયામાં ઠરીને પડતું હિમ પણ! નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી અગિયારીનો આતશ પણ મારો છે, અને ગોઘૂલિટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે. મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે, અને લાલ લાલ સનેડો ગાઈને ચ્યોં ચ્યોં જતા છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.

ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે. હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું, વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું. ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું, અને રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું. મેં જેટલા રસથી એકલવીર જોધા માણેક, દાના દુશ્મન જોગીદાસ
ખુમાણની બહારવટાની શૌર્યકથાઓના ધૂંટડા ભર્યા છે, એટલા જ રસથી વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરના અમૃતરસના પણ ધૂંટડા ગટગટાવ્યા છે. મારી થાળીમાં ષટરસ છે, મારા હોઠ પર પાનથી લાલ થયેલ તંબોળરસની લાલિમા છે, અને મારા ગલોફામાં ઝેરી ગૂટકાના ચાંદાની કાલિમા પણ છે.

મારે ત્યાં સ્વયમ નટરાજના અર્ધાંગિની પાર્વતીએ પૌરૂષના રૌદ્રરસ સામે પ્રકૃતિના લાસ્યરસ સમું શીખેલું નૃત્ય, અનિરૂઘ્ધના પ્રેમમાં પડી કૃષ્ણના ઘેર સાસરે આવનાર કૈલાસશિષ્યા ઉષાએ રાસના સ્વરૂપમાં રોપ્યું છે. મોઢેરાના સૂર્યમંદિરના મૈથુનશિલ્પોમાં ઉપસતા ઉન્નત ઉરોજની પુષ્ટ ગોળાઈ પર લપસતી નજર છું હું! અને રાણકી વાવની શિલ્પાંગના તણા નિતંબે સરકતો કંદોરો છું હું! મારા હોંઠો પર
વલસાડ પાસે જન્મેલા કામસૂત્રના ઋષિ વાત્સ્યાયને વર્ણવેલા ચુંબનની ભીનાશ હજુય તરવરે છે.

હું બ્રહ્મચારી યોગાચાર્યોની સનકમાં પણ છું, અને વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ નવરાત્રિમાં હિલ્લોળ લેતી નવયૌવનાઓના સુંવાળી ત્વચા પર ઠુમકતી ઝાંઝરની ખનકમાં પણ છું! હું ભેંકાર રડીને લોહીના આંસુએ અગનવર્ષા કરતા માંગડાવાળાની અઘુરી પ્રીત છું. હું શેણી માટે એક હજાર નવચંદરી ભેંસો એકઠી કરવા ગયેલા વીજાણંદના રાવણહથ્થા પર પીગળતું ગીત છું. ઓઢા અને હોથલનું આલિંગન છું હું, અને
ખેમરો લોડણનું આકર્ષણ છું હું! મેં તાંબાવરણી છાતી કાઢીને બરડા જેવા ડુંગર ધમરોળતા મેર-આહીર જુવાનોની રૂંવાડે રૂંવાડે છલકતી મર્દાનગી જોઈ છે અને મારા ડેનિમ થકી જ ભારતભરની યુવતીઓની લચકતી ચાલ પર વીંટળાતી બ્લ્યુ જીન્સની સિડક્ટિવ કાંચળી જોઈ છે. ભૂ્રણ હત્યાથી માત્ર દીકરી હોવાને લીધે ઘોંટાઈ જતા જીવનની ધૂટનનો મૌન ચિત્કાર પણ હું છું.

ડાર્લિંગ , હું ગુજરાત છું!
સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર અને બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર એન.આર.જી. છું હું. વાયબ્રન્ટ મકરસંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વઘુ શોક રાખનાર કાચપાયેલો માંજો છું હું. હું હજાર નંગ પુસ્તક નથી જીરવી શકતું પણ રોજ અડધો કરોડ અખબારી નકલો પચાવી જાવ છું! કણબીનું હળ છું, કસબીની હથોડી છું. હું હોળીની પીળી ઝાળ છું અને દીવાળીની સતરંગી
રંગોળી છું. હું નર્મદના ડાંડિયે પીટાયેલા મારા આકારનો પોકાર છું. હું કાકાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું. હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું.

હું જુમા ભિસ્તીના દેહ પર વળેલો પરસેવો છું. દીકરીના કાગળની વાટ જોતા કોચમેન અલી ડોસાની આંખે નેજવું કર.

ડાકુનું હ્ર્દય પરિવર્તન


એક દિકરી દ્રારા ડાકુનું હ્ર્દય પરિવર્તન

ઉનાળાના કાળઝાળ તડકામાં એક બહારવટિયો રાતે લૂંટવાના ગામની તપાસમાં નીકળ્યો છે. રસ્તામાં તરસ લાગી. ગળું સુકાવા માંડ્યું. એક બાઈને કૂવાને કાંઠે બેડું ઉપાડતી જોઈ પૂછ્યું, 'બેટા! દીકરી! મને પાણી પાઈશ?'

બાઈ બોલી, 'અરે બાપુ! પાણી શું ઘરે હાલો. મારા હાથનો રોટલો ખવરાવું.' પાણી પાયું. તાણ્ય કરીને ઘરે લઈ ગઈ. ફુલીને મોભારે અડે એવા રોટલાને માથે કોપટી ફોડીને માખણનો લોંદો મૂકીને બહારવટિયાને જમાડ્યો.
બહારવટિયો ખૂંખાર ખરો, પરંતુ 'બાપ' અને 'દીકરી' આ બે શબ્દોએ તેને ઓગાળી નાખ્યો. તેનાથી રે’વાણું નઈ અને બોલાઈ ગયું, 'દીકરી, આજ રાતે હું મારા ભેરુને લઈને આ ગામ લૂંટવા આવવાનો છું. તેં મને 'બાપ' કીધો. હવે તું મારી 'દીકરી' છો. તારા ઘરની બારે ગોખલે બે દીવા મૂકજે. તારું ઘર કોઈ નઈ લૂંટે.

રાતે ગામના ચોકમાં હાકલ પડી. બંદૂકના ભડાકા થયા. ભેરુ ગામમાં લૂંટ કરવા ઊપડ્યા. પરંતુ જ્યાં જ્યાં જાય ત્યાં ઘરે ઘરે બે દીવા તેમના જોવામાં આવ્યા. મુંજાયેલા ભેરુઓએ આવીને બહારવટિયાને વાત કરી.

બહારવટિયો દીકરીના ઘરે ગયો અને કહ્યું, 'દીકરી! મેં તો તને તારા ઘરની બાર બે દીવા મૂકવાનું કીધું'તું. તેં આ શું કર્યું?'

દીકરી બોલી, 'બાપુ! દીકરીનું સાસરું બાપથી લુટાય?'

‘દીકરીનું સાસરું’ આટલું સાંભળતા તો એ ખૂંખાર બહારવટિયો ભાંગી પડ્યો. બંદૂક ઢીંચણ માથે પછાડીને ભાંગી નાખી અને ચોધાર આંસુડે રોવા માંડ્યો. એટલું જ તેનાથી બોલાણું, 'દીકરી! તારા જેવી ભગવાને મને એક દીકરી આપી હોત તો આ પાપના પોટલાં મારા હાથે નો બાંધત.'

ક્યારેય કોઇને સામાન્ય ન સમજવા


એકવખત એક મુસાફર ટ્રેનમાં પોતાની સીટ પર બેઠા બેઠા એક ધર્મગ્રંથ વાંચી રહ્યો હતો. આ મુસાફરની બરાબર સામે બેઠેલો માણસ ઘણા સમયથી પોતાની સામે બેઠેલા માણસને ધ્યાનપૂર્વક ધર્મગ્રંથ વાંચતા જોઇ રહ્યો હતો.

એમનાથી ના રહેવાયું એટલે એમણે સામે બેઠેલી વ્યક્તિને કહ્યુ, " ભાઇ, હું જોઉં છું કે તમે ક્યારના આ પુસ્તક વાંચી રહ્યા છો ? "  ધર્મગ્રંથ વાંચી રહેલા માણસે વિનમ્રતાથી માથુ હલાવીને હા માં જવાબ આપ્યો. પ્રશ્ન પુછનારે બીજો પ્રશ્ન પુછ્યો, " આ ધર્મગ્રંથ કેટલા વર્ષો પહેલા લખાયેલો હશે ? " સામેવાળાએ ટુંકમાં ઉત્તર આપ્યો, " હજારો વર્ષ પહેલા."  અને ફરીથી વાંચવાનું ચાલુ કર્યુ.

પ્રશ્ન પુછનારે કહ્યુ, " હજારો વર્ષ પહેલા લખાયેલા આ થોથા શું કામમાં આવવાના છે ? તમે જાણો છો આજે વિજ્ઞાન કેટલું આગળ વધી ગયુ છે અને તમારા જેવા માણસો હજુ આવા જુના થોથા પકડીને વાંચ્યા રાખે છે. દિવસે અને દિવસે નવી નવી શોધો થઇ રહી છે. તમારી કલ્પનામાં ના આવે એવા અદભૂત કાર્યો વિજ્ઞાન દ્વારા થઇ રહ્યા છે. આવા જુના ધાર્મિક ચોપડાઓ વાંચવા કરતા થોડું વિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરો અને એને લગતા પુસ્તકો વાંચો."

સામેની સીટ પર બેઠેલી વ્યક્તિ ધ્યાનપૂર્વક આ ભાઇની વાત સાંભળી રહી હતી. પોતાની વાતને ધ્યાનથી સાંભળતા જોયા એટલે વાત કરવાનો એનો ઉત્સાહ વધ્યો. હવે તો ડબ્બામાં બેઠેલ અન્ય વ્યક્તિઓ પણ આ મહાનુભાવની વાત સાંભળવા ઉત્સુક હતા. એમણે પોતાની વાત આગળ વધારતા કહ્યુ, " હું વિજ્ઞાનનો પ્રોફેસર છું. કોલેજના વિદ્યાર્થીઓને ઘણા વર્ષથી વિજ્ઞાન ભણાવું છું. વિજ્ઞાન મારા લોહીના બુંદે બુંદમાં વણાઇ ગયુ છે. તમારા જેવા લોકોને વિજ્ઞાનને બદલે આવા બીનજરૂરી ધાર્મીક પુસ્તકોમાં રસ લેતા જોઉં ત્યારે મારુ લોહી બળી જાય છે."

વાત વાતમાં લાસ્ટ સ્ટેશન આવી ગયું. ધાર્મીક પુસ્તક વાંચી રહેલા ભાઇએ પુસ્તકને બંધ કરીને પોતાની બેગમાં મુક્યુ. વિજ્ઞાનના પ્રોફેસરે નીચે ઉતરતી વખતે ધાર્મિક ગ્રંથ વાંચી રહેલ વ્યક્તિને એનું નામ પુછ્યુ. એણે એમણે મધુર સ્મિત આપીને કહ્યુ, " મહાશય, મારુ નામ થોમસ આલ્વા એડીસન છે."

અત્યાર સુધી વિજ્ઞાનની વાતો કરનારાનું મોઢુ સીવાઇ ગયુ કારણકે  દુનિયાને સૌથી વધુ વૈજ્ઞાનિક શોધોની ભેટ આ[પનાર મહાન વૈજ્ઞાનીકને એ વિજ્ઞાન સમજાવવાનો પ્રયાસ કરતો હતો. થોમસ આલ્વા એડીસને એ વિજ્ઞાનના પ્રોફેસરને કહ્યુ, " ભાઇ, વૈજ્ઞાનિક શોધો વખતે મળતી નિષ્ફળતા સામે ટકી રહેવાનું બળ મને આ ધાર્મિક ગ્રંથમાંથી જ મળે છે. એ ક્યારે લખાયેલા છે એ મહત્વનું નથી પણ કેવું પ્રેરક કામ કરે છે એ મહત્વનું છે.

મિત્રો, એક તો ક્યારેય કોઇને સામાન્ય ન સમજવા અને બીજુ કે થોડીઘણી સમજ આવી જાય એટલે ધાર્મિકગ્રંથોની ટીકા કરવાનું કામ ન કરવું નહીતર વિદ્વતા દેખાડવાની આતુરતા આપણી મુર્ખામી સાબિત કરી દેશે.

જાણવા જેવું


૧).૧-એકમ
૨).૧૦-દશક
૩).૧૦૦-સો
૪).૧૦૦૦-હજાર
૫).૧૦૦૦૦-દસ હજાર
૬).૧૦૦૦૦૦-લાખ
૭).૧૦૦૦૦૦૦-દસ લાખ
૮).૧૦૦૦૦૦૦૦-કરોડ
૯).૧૦૦૦૦૦૦૦૦-દસ કરોડ
૧૦).૧૦૦૦૦૦૦૦૦૦-અબજ
૧૧).૧૦૦૦૦૦૦૦૦૦૦-દસ અબજ
૧૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦-ખર્વ
૧૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦-નિખર્વ
૧૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મહાપદ્યા
૧૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-શંકુ
૧૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-જલદી
૧૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-અંત
૧૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મધ્ય
૧૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પરાર્ધ
૨૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-શંખ
૨૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ શંખ
૨૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-રતન
૨૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ રતન
૨૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-ખંડ
૨૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ ખંડ
૨૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-સુઘર
૨૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ સુઘર
૨૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મન
૨૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ મન
૩૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-વજી
૩૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ વજી
૩૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-રોક
૩૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ રોક
૩૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-અસંખ્ય
૩૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ અસંખ્ય
૩૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-નીલ
૩૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ નીલ
૩૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પારમ
૩૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ પારમ
૪૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દેગા
૪૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ દેગા
૪૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-ખીર
૪૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ ખીર
૪૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પરબ
૪૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ પરબ
૪૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-બલમ
૪૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ બલમ

ભારતના પ્રમુખ શહેરોના ભૌગોલિક ઉપનામ

 ભૌગોલિક ઉપનામ   -  શહેર

૧.     રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ

૨.      ઈશ્વરનું નિવાસ સ્થાન – પ્રયાગ

૩.      પાંચ નદીઓની ભૂમિ – પંજાબ

૪.      સાત ટાપુઓનું નગર – મુંબઈ

૫.      બુનકરોનું શહેર – પાનીપત

૬.      અંતરીક્ષનું શહેર – બેંગ્લોર

૭.      ડાયમંડ હાર્બર – કોલકત્તા

૮.      ઇલેક્ટ્રોનિક નગર – બેગ્લોર

૯.      ત્યોહારનું શહેર – મદુરાઈ

૧૦.    સુવર્ણ મંદિરોનું શહેર – અમૃતસર

૧૧.    મહેલોનું શહેર – કોલકત્તા

૧૨.    નવાબોનું શહેર – લખનૌ

૧૩.    સ્ટીલ નગરી – જમશેદપુર

૧૪.    પર્વતોની રાની – મસુરી

૧૫.    રૈલિયોનું નગર – નવી દિલ્લી

૧૬.    ભારતનું પ્રવેશ દ્વાર – મુંબઈ

૧૭.    પૂર્વનું વેનિસ – કોચ્ચિ

૧૮.    ભારતનું પીટ્સબર્ગ – જમશેદપુર

૧૯.    ભારતનું મૈનચેસ્ટર – અમદાવાદ

૨૦.    મસાલોનો બગીચો – કેરળ

૨૧.    ગુલાબી નગર – જયપુર

૨૨.    ક્વીન ઓફ ડેક્કન – પુણે

૨૩.    ભારતનું હોલીવુડ – મુંબઈ

૨૪.    ઝીલોનું નગર – શ્રીનગર

૨૫.    ફળના ઝાડોનું સ્વર્ગ – સિક્કિમ

૨૬.    પહાડોની રાણી – નેતરહાટ

૨૭.    ભારતનું ડેટ્રોઈટ – પીથમપુર

૨૮.    પૂર્વનું પેરીસ – જયપુર

૨૯.    મીઠાનું સીટી – ગુજરાત

૩૦.    સોયાનો પ્રદેશ – મધ્યપ્રદેશ

૩૧.    દક્ષિણ ભારતની ગંગા – કાવેરી

૩૨.    બ્લુ માઉન્ટેન – નીલગીરી પહાડીયા

૩૩.    રાજસ્થાન નું હ્રદય – અજમેર

૩૪.    સૂરમાં નગરી – બરેલી

૩૫.    ખુંશ્બુઓનું શહેર – કન્નૌજ

૩૬.    કાશીની બહેન – ગાજીપુર

૩૭.    રાજસ્થાનનું શિમલા – માઉન્ટ આબુ

૩૮.    કર્ણાટકનું રત્ન – મૈસુર

૩૯.    અરબ સાગરની રાની – કોચ્ચી

૪૦.    ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ – કશ્મીર

૪૧.    મંદિરો અને ઘાટોનું નગર – વારાણસી

૪૨.    ભારતનું પેરીસ – જયપુર

૪૩.    વરસાદનું ઘર – મેઘાલય

૪૪.    બગીચોનું શહેર – કપૂરથલા

૪૫.    પૃથ્વીનું સ્વર્ગ – શ્રીનગર

૪૬.    પહાડોની નગરી – ડુંગરપુર

૪૭.    ગોલ્ડન સીટી – અમૃતસર.....
🔵     

ભૂલોને શોધીને સુધારવાનો આનંદ


જનાર્દન સ્વામીના ઘણા શિષ્યો પૈકીના એક સંત એકનાથ હતા. ગુરુજીએ દરેક શિષ્યોને કંઇકને કંઇક જવાબદારી સોંપી હતી. સંત એકનાથને હિસાબ-કિતાબનું કામ સોંપવામાં આવેલુ. ગુરુ આદેશથી મળેલી સેવા સંત એકનાથ દિલ લગાવીને કરતા હતા.

એકદિવસ સાંજે સંત એકનાથ હિસાબ કરવા બેઠા પણ હિસાબમાં એક પાઇની ભૂલ આવતી હતી. ખુબ પ્રયાસ કરવા છતા પણ ભૂલ મળતી નહોતી. જમવાનો સમય થયો તો એકનાથજી જમવા માટે પણ ન ગયા. ભૂલ શોધવામાં સવાર પડવા આવી પણ ભૂલ મળતી નહોતી.

વહેલી સવારે ગુરુ જનાર્દન સ્વામીની આંખો ખુલી તો એમણે જોયુ કે બાજુના ઓરડામાં દિવો બળે છે. આટલી વહેલી સવારે કોણે દીવો કર્યો હશે એ જોવા માટે જનાર્દન સ્વામી બાજુના ઓરડામાં ગયા. સંત એકનાથ એકચિતે હિસાબ મેળવી રહ્યા હતા. ગુરુજી ઉભા છે એની એને જાણ પણ નહોતી. જનાર્દન સ્વામી સમજી ગયા કે એકનાથ હિસાબમાં કંઇક ગોટે ચડ્યા છે અને આજે આખી રાત આ હિસાબમેળમાં જ કાઢી છે.

સંત એકનાથને બરાબર એ જ સમયે ભૂલ મળી ગઇ અને  એ નાચી ઉઠ્યા. ચોપડો અને કલમ નીચે મુકીને એ નાચવા લાગ્યા. તાળી વગાડતા જાય અને નાચતા જાય. જનાર્દન સ્વામીએ અતિ આનંદનું કારણ પુછ્યુ એટલે એકનાથજીએ કહ્યુ, " ગુરુદેવ આજે હિસાબમાં એક પાઇની ભૂલ આવતી હતી તે ભૂલ શોધવા માટે સાંજનો બેઠો છું ખુબ મહેનત કરી ત્યારે અત્યારે ભૂલ મળી એટલે ખુબ આનંદ થયો."

જનાર્દન સ્વામીએ કહ્યુ, " તને ખાલી એક પાઇની ભૂલ મળી તો પણ કેટલો આનંદ થયો. બસ આવી જ રીતે માણસ પણ એમના જીવનમાં થતી ભૂલોને શોધીને સુધારી શકે તો એને કેવો આનંદ મળે ? "

મિત્રો, ભૂલોને શોધીને સુધારવાનો આનંદ પણ લેવા જેવો છે.

પ્રેરક પ્રસંગો


8મી ડીસેમ્બર 1971ની રાત હતી. ભારત અને પાકીસ્તાન વચ્ચેનું યુધ્ધ ચાલી રહ્યુ હતું. પાકીસ્તાન બોમ્બરોએ ભુજમાં આવેલા ઇન્ડીયન એર ફોર્સના બેસ કેમ્પના રનવેને સતત બોમ્બમારો કરીને તોડી નાંખ્યો. રનવે તુટી જવાથી વળતા હુમલા કરવા શક્ય જ નહોતા. કોઇપણ સંજોગોમાં તાત્કાલીક આ રનવે રીપેર થાય તે અનિવાર્ય હતું.

રનવેને જે મોટાપાયા પર નુકસાન થયુ હતું તેને સરખુ કરવા માટે મોટી સંખ્યામાં માણસોની જરૂર હતી. માધાપર ગામની મહીલાઓને આ વાતની ખબર પડી. ગામની 300 મહીલાઓ ભેગી થઇ અને રનવે રીપેર કરવાનું કામ ઉપાડ્યુ. એક બોમ્બ માથે પડે તો બધાના રામ રમી જાય એવી સ્થિતીમાં પણ મોતનો વિચાર કર્યા વગર આ વીરાંગનાઓ રનવે રીપેર કરવા માટે પહોંચી ગઇ.

16 વર્ષની ઉંમરની ધનુ નામની એક યુવતી તો હજુ હમણા જ પરણેલી હતી. એનો પતિ કેન્યા ગયો હતો.  ધનુએ એની સાસુને વિનંતી કરીએ એમને રનવે રીપેર કરવા માટે જવા દેવામાં આવે. સાસુએ કહ્યુ,'બેટા, તું હજુ હમણા જ પરણી છો એટલે તને જવા દઉ અને કંઇ થાય તો હું તારા પતિને શું મોઢું બતાવું ? તને એકલીને નહી જવા દઉ હું પણ તારી સાથે જ આવું છું આમ કહીને સાસુ પણ વહુની સાથે રનવે રીપેરની કામગીરીમાં લાગી ગઇ.

માત્ર સુખડી અને મરચા ખાઇને આ 300 વિરાંગનાઓએ 72 કલાકમાં ઇન્ડીય એરફોર્સનો રનવે રીપેર કરી આપ્યો. 1971ના યુધ્ધમાં ભારતનો વિજય થયો એમાં માધાપરની આ બહેનોનો પણ બહુ મોટો ફાળો હતો. યુધ્ધ પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દીરાગાંધી જ્યારે ભૂજની મુલાકાતે આવ્યા ત્યારે આ બધી બહેનોને મળ્યા. એ વખતે ઇન્દીરાજી બોલેલા કે " આજે ભારત પાસે એક નહી 300 રાણી લક્ષ્મીબાઇ છે."

ભારત સરકારે આ બહેનોની દેશભક્તિથી રાજી થઇને તે સમયે 50,000નું ઇનામ આપ્યુ. આ બહેનોએ પ્રથમ તો એમ કહીને રકમ સ્વિકારવાનો ઇનકાર કર્યો કે અમે તો માત્ર અમારી ફરજો જ બજાવી છે પરંતું રકમ સ્વિકારવા માટે બહુ વિનંતી કરી ત્યારે રકમ સ્વિકારીને માધાપર ગ્રામપંચાયતને આપી દીધી કે જેથી એ રકમમાંથી ગ્રામ પંચાયત કોમ્યુનીટી હોલ બનાવી શકે.

માધાપર આજે અબજોપતિઓનું ગામ ગણાય છે કદાચ ભગવાને આ વીરાંગનાઓની દેશભક્તિ જોઇને સમ્રુધ્ધિના આશીર્વાદ આપ્યા હશે.

Maharana pratap


नाम - कुँवर प्रताप जी (श्री महाराणा प्रताप सिंह जी)
जन्म - 9 मई, 1540 ई.
जन्म भूमि - कुम्भलगढ़, राजस्थान
पुण्य तिथि - 19 जनवरी, 1597 ई.
पिता - श्री महाराणा उदयसिंह जी
माता - राणी जीवत कँवर जी
राज्य - मेवाड़
शासन काल - 1568–1597ई.
शासन अवधि - 29 वर्ष
वंश - सुर्यवंश
राजवंश - सिसोदिया
राजघराना - राजपूताना
धार्मिक मान्यता - हिंदू धर्म
युद्ध - हल्दीघाटी का युद्ध
राजधानी - उदयपुर
पूर्वाधिकारी - महाराणा उदयसिंह
उत्तराधिकारी - राणा अमर सिंह

अन्य जानकारी -
महाराणा प्रताप सिंह जी के पास एक सबसे प्रिय घोड़ा था,
जिसका नाम 'चेतक' था।

राजपूत शिरोमणि महाराणा प्रतापसिंह उदयपुर,
मेवाड़ में सिसोदिया राजवंश के राजा थे।

वह तिथि धन्य है, जब मेवाड़ की शौर्य-भूमि पर मेवाड़-मुकुटमणि
राणा प्रताप का जन्म हुआ।

महाराणा का नाम
इतिहास में वीरता और दृढ़ प्रण के लिये अमर है।

महाराणा प्रताप की जयंती विक्रमी सम्वत् कॅलण्डर
के अनुसार प्रतिवर्ष ज्येष्ठ, शुक्ल पक्ष तृतीया को मनाई जाती
है।

महाराणा प्रताप के बारे में कुछ रोचक जानकारी:-

1... महाराणा प्रताप एक ही झटके में घोड़े समेत दुश्मन सैनिक को काट डालते थे।

2.... जब इब्राहिम लिंकन भारत दौरे पर आ रहे थे तब उन्होने
अपनी माँ से पूछा कि हिंदुस्तान से आपके लिए क्या लेकर
आए| तब माँ का जवाब मिला- ”उस महान देश की वीर भूमि
हल्दी घाटी से एक मुट्ठी धूल लेकर आना जहाँ का राजा अपनी प्रजा के प्रति इतना वफ़ादार था कि उसने आधे हिंदुस्तान के बदले अपनी मातृभूमि को चुना ” लेकिन बदकिस्मती से उनका वो दौरा रद्द हो गया था | “बुक ऑफ़
प्रेसिडेंट यु एस ए ‘किताब में आप यह बात पढ़ सकते हैं |

3.... महाराणा प्रताप के भाले का वजन 80 किलोग्राम था और कवच का वजन भी 80 किलोग्राम ही था|

कवच, भाला, ढाल, और हाथ में तलवार का वजन मिलाएं तो कुल वजन 207 किलो था।

4.... आज भी महाराणा प्रताप की तलवार कवच आदि सामान
उदयपुर राज घराने के संग्रहालय में सुरक्षित हैं |

5.... अकबर ने कहा था कि अगर राणा प्रताप मेरे सामने झुकते है तो आधा हिंदुस्तान के वारिस वो होंगे पर बादशाहत अकबर की ही रहेगी|
लेकिन महाराणा प्रताप ने किसी की भी अधीनता स्वीकार करने से मना कर दिया |

6.... हल्दी घाटी की लड़ाई में मेवाड़ से 20000 सैनिक थे और
अकबर की ओर से 85000 सैनिक युद्ध में सम्मिलित हुए |

7.... महाराणा प्रताप के घोड़े चेतक का मंदिर भी बना हुआ है जो आज भी हल्दी घाटी में सुरक्षित है |

8.... महाराणा प्रताप ने जब महलों का त्याग किया तब उनके साथ लुहार जाति के हजारो लोगों ने भी घर छोड़ा और दिन रात राणा कि फौज के लिए तलवारें बनाईं| इसी
समाज को आज गुजरात मध्यप्रदेश और राजस्थान में गाढ़िया लोहार कहा जाता है|
मैं नमन करता हूँ ऐसे लोगो को |

9.... हल्दी घाटी के युद्ध के 300 साल बाद भी वहाँ जमीनों में तलवारें पाई गई।
आखिरी बार तलवारों का जखीरा 1985 में हल्दी घाटी में मिला था |

10..... महाराणा प्रताप को शस्त्रास्त्र की शिक्षा "श्री जैमल मेड़तिया जी" ने दी थी जो 8000 राजपूत वीरों को लेकर 60000 मुसलमानों से लड़े थे। उस युद्ध में 48000 मारे गए थे
जिनमे 8000 राजपूत और 40000 मुग़ल थे |

11.... महाराणा के देहांत पर अकबर भी रो पड़ा था |

12.... मेवाड़ के आदिवासी भील समाज ने हल्दी घाटी में
अकबर की फौज को अपने तीरो से रौंद डाला था वो महाराणा प्रताप को अपना बेटा मानते थे और राणा बिना भेदभाव के उन के साथ रहते थे|
आज भी मेवाड़ के राजचिन्ह पर एक तरफ राजपूत हैं तो दूसरी तरफ भील |

13..... महाराणा प्रताप का घोड़ा चेतक महाराणा को 26 फीट का दरिया पार करने के बाद वीर गति को प्राप्त हुआ | उसकी एक टांग टूटने के बाद भी वह दरिया पार कर गया। जहाँ वो घायल हुआ वहां आज खोड़ी इमली नाम का पेड़ है जहाँ पर चेतक की मृत्यु हुई वहाँ चेतक मंदिर है |

14..... राणा का घोड़ा चेतक भी बहुत ताकतवर था उसके
मुँह के आगे दुश्मन के हाथियों को भ्रमित करने के लिए हाथी
की सूंड लगाई जाती थी । यह हेतक और चेतक नाम के दो घोड़े थे|

15..... मरने से पहले महाराणा प्रताप ने अपना खोया
हुआ 85 % मेवाड फिर से जीत लिया था । सोने चांदी और
महलो को छोड़कर वो 20 साल मेवाड़ के जंगलो में घूमे |

16.... महाराणा प्रताप का वजन 110 किलो और लम्बाई 7’5” थी, दो म्यान वाली तलवार और 80 किलो का भाला रखते थे हाथ में।

महाराणा प्रताप के हाथी
की कहानी:

मित्रो आप सब ने महाराणा
प्रताप के घोड़े चेतक के बारे
में तो सुना ही होगा,
लेकिन उनका एक हाथी
भी था। जिसका नाम था रामप्रसाद। उसके बारे में आपको कुछ बाते बताता हुँ।

रामप्रसाद हाथी का उल्लेख
अल- बदायुनी, जो मुगलों
की ओर से हल्दीघाटी के
युद्ध में लड़ा था ने अपने एक ग्रन्थ में किया है।


ो लिखता है की जब महाराणा
प्रताप पर अकबर ने चढाई की
थी तब उसने दो चीजो को
ही बंदी बनाने की मांग की
थी एक तो खुद महाराणा
और दूसरा उनका हाथी
रामप्रसाद।

आगे अल बदायुनी लिखता है
की वो हाथी इतना समझदार
व ताकतवर था की उसने
हल्दीघाटी के युद्ध में अकेले ही
अकबर के 13 हाथियों को मार
गिराया था

वो आगे लिखता है कि
उस हाथी को पकड़ने के लिए
हमने 7 बड़े हाथियों का एक
चक्रव्यूह बनाया और उन पर
14 महावतो को बिठाया तब
कहीं जाकर उसे बंदी बना पाये।

अब सुनिए एक भारतीय
जानवर की स्वामी भक्ति।

उस हाथी को अकबर के समक्ष
पेश किया गया जहा अकबर ने
उसका नाम पीरप्रसाद रखा।
रामप्रसाद को मुगलों ने गन्ने
और पानी दिया।
पर उस स्वामिभक्त हाथी ने
18 दिन तक मुगलों का न
तो दाना खाया और न ही
पानी पिया और वो शहीद
हो गया।

तब अकबर ने कहा था कि
जिसके हाथी को मैं अपने सामने
नहीं झुका पाया उस महाराणा
प्रताप को क्या झुका पाउँगा।
ऐसे ऐसे देशभक्त चेतक व रामप्रसाद जैसे तो यहाँ
जानवर थे।

इसलिए मित्रो हमेशा अपने
भारतीय होने पे गर्व करो।
पढ़कर सीना चौड़ा हुआ हो
तो शेयर कर देना।

श्री महाराणा प्रताप सिंह जी के जन्मदिन पर सभी हिन्दू समाज को हार्दिक शुभकामनाएं  🙏🏻🙏🏻🙏🏻🙏🏻 उनके जीवन से हमे कुछ सीखने की कोशिश करनी चाहिए  🙏🏻🙏🏻

પ્રેરક વાતો 2@@


(1)છકડો ચલાવવા  વાળા ના  લગન ની વિધી ચાલુ હતી

જયારે કન્યા ફેરા સમયે તેની બાજુ માં બેઠી...
તો કહે..

થોડી નજીક બેસ હજુ એક આવી જાશે....
😄😄😄😄😄😇
કન્યા મંડપ માથી ફરાર

(2)બીજા કોઈના અભિપ્રાય પરથી કોઈ વ્યક્તિ વિશે
સારા-ખરાબની ધારણા બાંધી શકાય નહીં...

સૂર્ય  બરફને પીગળાવે છે..

પણ

માટીને કઠણ બનાવે છે...!!!

🍁3)જીંદગી પણ સાલી EAR PHONE ના વાયર જેવી છે,ગમે તેટલી સાચવી ને મુકો પણ ગુંચવાઈ જ જાય છે.
😜😇😤😤😤
(4)Legal system in India:

એક ભેંસ જંગલમાં ડરેલી ગભરાયેલી ભાગી રહી હતી.
ઉંદરે પૂછ્યું ''કેમ આટલી દોડે છે?''
ભેંસ : ''પોલીસ જંગલમાં હાથી પકડવા આવી છે.''
ઉંદર : ''પણ તું તો ભેંસ છે ને!''
ભેંસ : ''હા, પણ આ ઈન્ડિયા છે, બકા! અહીં પકડાઈ ગઈ તો કોર્ટમાં એ સાબિત કરતાં ૨૦ વરસ લાગી જશે કે હું હાથી નહિ, ભેંસ છું!''

- આ સાંભળીને ઉંદર પણ ભાગવા લાગ્યો!😂😂

(5)પરિચય છે મંદિરમાં દેવોને મારો,અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇનાથી,તમારા પ્રતાપે બધા ઓળખે છે.

 (શૂન્ય પાલનપુરી )

(6)એક બેન મૉલમાંથી બિસ્કીટ ચોરતા પકડાઈ ગયા...

જજ - તમે જે પેકેટ ચોરયુ છે તે પેકેટ મા 10 બિસ્કીટ હતા... તેથી તમારે 10 દિવસ જેલમાં રહેવું પડશે....

બેનના પતિદેવ (બૂમ પાડીને) : સાહેબ, આણે મમરાનું પેકેટ પણ ચોરયુ હતું.......

😃😜😅😂(7)પતિ: ક્યાં ગાયબ હતી ૪ કલાકથી?

પત્ની: મૉલમાં શૉપિંગ કરવા ગઈ હતી બહેનપણીઓ સાથે.

પતિ: શું શું લીધું?

પત્ની: ૧ માથામાં નાખવાનું બક્કલ અને ૪૫ સેલ્ફી

(8)ભારતીય :  તમે રસ્તાની કઈ બાજુએ વાહન હંકારો છો?
અમેરિકન : જમણી બાજુએ. તમે?
ભારતીય : કંઈ નક્કી નહીં.
અમેરિકન : એટલે?
ભારતીય : એતો સામેવાળો કઈ બાજુએથી આવી રહ્યો છે એની પર આધાર રાખે છે.

ગુરુવાર, 12 મે, 2016

પ્રેરક વાતો @1

(1): દુધ ને મેળવો-દહીં બને.
દહીં ને દુ:ખી કરો - માખણ બને.
માખણ ને તપાવો- ઘી બને.

દુધ-દહીં-માખણ-ઘી
ચારેય સફેદ છે.
અને દુધ કરતાં દહીં અને દહીં કરતાં માખણ અને માખણ કરતાં ઘી મોંઘુ હોય છે..
વારંવાર કષ્ટ પાડવા છતાં જે રંગ બદલતાં નથી,
એની જ સમાજ માં કિંમત વધે છે..

(2)પેપર તપાસતા ,

હાથ રોકાઇ ગયો

હૈયું હલી ગયું

છોકરા નો જવાબ વાંચી ,

સૌથી હિંસક પ્રાણી કયું  ?

માણસ  ! ! !🐅

(3)આમ તો દેખાવ મા અટકી ગયો છું હુ

વાસ્તવ મા ખુદ જ ભટકી ગયો છું હું

બેય કાંઠા એ લાભ ઉઠાવ્યો છે મારો,

સેતુ થઈ ને વચમા લટકી ગયો છું હું

(4)किस रावण की काटूं बाहें,
किस लंका को आग लगाऊँ,.,
घर घर रावण पग पग लंका,
इतने राम कहाँ से लाऊँ,.,.!!!

5)અડચણો તો જીવતા લોકો

માટે જ હોય  છે

બાકી અર્થી માટે તો

લોકો રસ્તો કરી આપે છે..🍁

(6)ગંગા બાઈ :- શાંતા બાઈ, તમારી બેબી ને જોવા માટે કાલે તમારા ઘરે ક્યાંથી મહેમાન આવ્યા હતાં?

શાંતા બાઈ :- અમદાવાદથી આવ્યા હતાં. સારાં માણસો હતાં.

ગંગા બાઈ :- છોકરો શું કરે છે?

શાંતા બાઈ :- છોકરો તો વ્હોટ્સઅપ કંપની માં ગ્રુપ એડમિન છે. પહેલાં તેની નિચે 100 માણસો હતાં હવે 256 માણસો કામ કરે છે.
.
   😜   (7)  😜      😜માણસોને એવુ કહેતા સાંભળ્યા છે કે....
" હિંમત હોય તો હાથ અડાડી જો...!!!!
પણ..
માણસો એવુ કેમ નહી કહેતા હોય કે...
"હિંમત હોય તો હાથ મિલાવી જો..!!"

(8)कवि दादनी कविता ।
शिखरो ज्यां सर करो त्यां
किर्ती स्तंभ खोडी शको,
पण गामने पाधर एक पाळीयो तमे
एमनेएम ना खोडी शको।
डरावी धमकावी इन्साननां बे हाथ जोडावी शको,
पण ओल्या केसरीनां पंजाने तमे एम ना जोडावी शको।
तार विणाना के संतुरनां तमे एम ज छेडी शको,
पण ओल्या मयूरनां टहूकाने तमे एम ना छेडी शको.
कहे दाद आभमांथी खरे एने छीपमां जीली शको,
पण ओल्यु आंखमांथी खरे एने एम ना जीली शको..



(9)🍃 🍂 🍁
ફક્ત શબ્દોના જોડકણાઓ ગોઠવવાથી જ કવિ નથી બનાતુ...

ઉગવાથી અને આથમી જવાથી જ કાંઈ રવિ નથી બનાતુ...

હોવી જોઈયે માનવતા હૈયામા ભરેલી દરેક જણ પ્રત્યે સદા...

ફક્ત માનવીના કુંખે જન્મવાથી માનવી નથી બની જવાતું...!!!

પ્રેરક પ્રસંગો


Must read......valuable thoughts of Warren buffet.

વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે. કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે :

(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.

(૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.

(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા
ન બગાડે.

(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.

(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.

(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.

આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.

(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું.

(૮) હું મારા સીઇઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં.
તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી વ્યવસ્થા કરો.

(૯) મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.

(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.

(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કમ્પ્યુટર પણ રાખતો નથી.

(૧૨) હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.

(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.

(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.

(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.

(૧૬) કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જેમાં સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્માં કે જૂતાં પહેરો.

(૧૭) બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા બરબાદ ન કરો. તમને જેની જરૂરિયાત છે તે જ વસ્તુઓ ખરીદો.

(૧૮) આખરે તમારું જીવન એ તમારું જ છે. બીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને ન આપો. તમને જરૂર જ ન હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી જ ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે એ બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ કરે છે તે સત્ય સમજો.

(૧૯) વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી જ નથી. તેમની પાસે જે ઉપલબ્ધ છે તેની જ તેઓ કદર કરે છે.

વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વાર મળવાનું નક્કી કર્યું. બિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ જ ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છે, પરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા

TUMBI SAFE INVEST

પ્રેરક વાતો

(1)"મહાભારતના એક પ્રસંગનું કોઈએ અદ્ભુત દર્શન કરાવ્યું છે એની વાત કરું.

મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અને અર્જુન સંવાદ કરે છે.

કૃષ્ણ અર્જુનને પાથીએ પાથીએ તેલ નાખતા હોય એમ સમજાવે છે - ત્રાજવા પર પગ બરાબર સંભાળજે, ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત રાખજે વગેરે વગેરે.

અર્જુન પૂછે છે - બધું મારે જ કરવાનું? તો તમે શું કરશો?

જવાબ મળે છે - જે તારાથી ન થાય એ હું કરીશ.

એમ? એવું શું છે જે મારાથી નહીં થાય? એવું તો શું કરશો?

હું પાણીને સ્થિર રાખીશ.



- શ્રી ભીખુદાનભાઈ ગઢવી

(2)લોખંડનો સૌથી મોટો દુશ્મન બીજો કોઈ નહિ  એનો પોતાનો જ કાટ છે.

મને અને તમને પણ આ જ લાગુ પડે.

(3)એક પંક્તિ મોરારી બાપુ ની....

"સાચુ જ બોલવાથી સાચુ નથી થવાતુ,
સારૂ જ બોલવાથી સારૂ નથી થવાતુ;

વિસ્તારવી પડે છે હદ આપણા હ્રદયની,
દાઢી વધારવાથી સાધુ નથી થવાતુ."

(4)જીવનનું
સૌથી મોટું સાથી ગુલાબ છે.
હાથમાં આપો તો યાર,
અને વાળમાં લગાઓ તો પ્યાર છે.
માથા ઉપર રાખો તો જ્ઞાન,
અને પગમાં રાખો તો ધ્યાન છે.
કદર કરો એની એ સંત છે.
જ્યારે પડે શરીર ઉપર,
ત્યારે સમજો આપણો અંત છે....

પ્રેરક પ્રસંગો


Ek jordar conversion che ... Jarur thi vachjo

“એક અસામાન્ય સમોસાવાળો”

આજનુ ભારત ઘણું જ અદભુત છે. કઈ કહેવાય નહિ ક્યારે તમને કેવી અજબ ગજબ વ્યક્તિ મળી જાય. વાત જાણે એમ છે કે, મારી નોકરી તરફથી ઘરે જવાની ટ્રેનની એ મુસાફરીની વાત છે.

હું ૧૮.૫૦ કલાકે ચર્ચગેટથી ટ્રેનમાં બેઠો, જ્યારે ટ્રેન મરીન લાઇન છોડવાની તૈયારીમાં જ હતી અને ત્યાં એક સમોસાવાળૉ ખાલી બાસ્કેટ લઇને ત્યાં આવ્યો અને મારી બાજુની જ સીટ પર બેઠો.

તે ડબ્બામાં ઘણી છુટી છવાઈ જગ્યા ઉપર ઘણાં બધા લોકો બેઠા હતા. અને તે મારાથી થોડા જ અંતરે બેઠો હતો. મેં એની સાથે વાતો કરવાનું શરૂ કર્યુ.

મેં કહ્યુ, "આજે તમારા બધા જ સમોસા વેચાઇ ગયા લાગે છે.

સમોસાવાળૉ (સ્મિત કરતાં) : હા ભગવાનની દયાથી બધાજ વેચાઈ ગયા.

મેં કહ્યુ : હું ખરેખર એ વિચારથી દુ:ખી થાવ છું કે, તમેં લોકો આવા એકને એક કંટાળાજનક કામથી થાકી નથી જતા ?

સમોસાવાળો : શુ કરીએ સાહેબ? આવા સમોસા જ રોજ વેચીને અમેં દરેક સમોસા દીઠ ૭૫ પૈસા કમીશન મેંળવીએ છે.

મેં કહ્યુ : ઓહ્હ્હ !! ખરેખર ?? તમેં એક દીવસના કેટલા નંગ સમોસા વેચાણ કરો છો ?

સમોસાવાળો : અઠવાડીયામાં કામકાજના દીવસો દરમ્યાન ૪,૦૦૦ થી ૫,૦૦૦ નંગ અને રજાના દીવસોમાં ૩,૦૦૦ નંગ સમોસા એક દીવસમાં વેચાણ કરૂ છું અને હું થોડી વાર માટે કાંઇ જ બોલી ન શક્યો અને એની સામેં અવાક બનીને તાકી જ રહ્યો.

કારણ ફક્ત એટલુ જ કે, “એ માણસનું કહેવુ હતુ કે, તે રોજના ૩,૦૦૦ નંગ સમોસા વેચે છે. એક નંગદીઠ ૭૫ પૈસા કમીશન એટલે તેની રોજની આવક (કમાણી) રૂ.૨,૦૦૦/- છે. તેથી તેની દર મહીનાની ૬૦,૦૦૦ ની કમાણી થાય.

હે ભગવાન ! હવે હું તેની પાસે વાતચીત કરવા લાગ્યો, જે હવે ટાઇમપાસ ન હતો. મેં કહ્યુ : તમેં આ સમોસા જાતે બનાવો છો?

સમોસાવાળો : ના સાહેબ, અમેં સમોસા બનાવનારનાં ત્યાંથી તૈયાર સમોસા મેંળવીએ છે અને ફક્ત તેને વેચીએ છીએ અને પછી માલિકને બધા જ પૈસા આપી દઈએ છે. તેમાંથી એ અમને નંગ દીઠ ૭૫ પૈસાનું કમીશન આપી દે છે. હવે હું આશ્ચ્રર્યચકિત થઈને એક પણ શબ્દ બોલી ન શક્યો, પણ તે સમોસાવાળાએ વાત ચાલુ રાખતા મને કહ્યુ “ પરંતુ સાહેબ એક વાત કહું ?

અમારી આમાંથી મોટા ભાગની બધી જ કમાણી અમારી રહેણીકરણી અને વસવાટના ખર્ચામાં જ જતી રહે છે અને બાકી વધેલા નાણાંમાંથી જ અમેં અમારો બીજો ધંધો ચલાવી શકવા સક્ષમ છીએ.

મેં કહ્યુ : બીજો ધંધો? તમેં બીજો કયો ધંધો કરો છો ?

સમોસાવાળો : જમીનનો ધંધો. “ મેં ૨૦૦૭ માં પાલઘરમાં ૧.૫ એકર જમીન ૧૦ લાખમાં ખરીદી હતી. અને ત્યારબાદ થોડા જ સમયમાં ૬૦ લાખમાં વેચી દીધી હતી. અને હવે મેં ઉમરોલીમાં ૨૦ લાખમાં જમીન ખરીદી છે.

મેં કહ્યુ : તમેં બાકીની રકમ સાથે શું કર્યું?
સમોસાવાળો : બાકી રહેલી રકમમાંથી ૨૦ લાખ મેં મારી છોકરીના લગ્ન માટે રાખ્યા છે. અને બીજા ૨૦ લાખ બેન્કમાં ફીક્સ કર્યા છે.
મેં કહ્યુ : તમે કેટલુ ભણ્યા છો?

સમોસાવાળો : મેં ત્રીજા ધોરણ સુધી ભણીને ચોથા ધોરણમાં ભણતર છોડી દીધુ હતું, પરંતુ હું સારી રીતે વાંચી અને લખી શકુ છું. તમારા જેવા ઘણા લોકો જે સારા કપડા પહેરી ટાઈ લગાવી, નવા બુટ પહેરીને છટાદાર અંગ્રેજી બોલતા હોય અને એર કંડીશનવાળી ઓફીસોમાં નોકરી કરતા હોય છે, પણ મારા માનવા પ્રમાણે તમે લોકો અમારા ગંદા કપડા પહેરતા અને સમોસા વેચતા લોકો કરતા વધારે કમાણી તો નઈં જ કરી શકતા હોવ.

આ સમયે એના આવા પ્રતિભાવ ઉપર હું શું જવાબ આપુ ? કારણ કે, હું એક લાખોપતિ સાથે વાત કરી રહ્યો હતો. અને ત્યાંજ ટ્રેન ખાર સ્ટેશન પર ઉભી રહી. અને સમોસાવાળો તેની જગ્યા પરથી ઉભો થયો અને મને કહ્યુ, “સાહેબ, મારૂ સ્ટેશન આવી ગયુ છે. તમારો આગળનો દિવસ શુભ અને મંગલમય જાય તેવી આશા સાથે આવજો.”

મેં કહ્યુ, “તમારી સંભાળ રાખજો” આનાથી વધારે હું તેને શું કહી શકું ? (અને કદાચ કહી શકુ પણ નહી) એટલે જ કહે છે કે, સામાન્ય માણસોની શક્તિને કદાપી નજર અંદાજ ન કરવી જોઇએ.

ડૉ. અબ્દુલ કલામે પણ કહ્યુ છે કે, છેલ્લી પાટલીએ બેઠેલા વિદ્યાર્થીઓ જ્યાં સુધી સ્પર્ધામાં ભાગ ન લે ત્યાં સુધી જ પહેલી પાટલીએ બેઠેલા વિદ્યાર્થીઓ બુદ્ધીશાળી હોય છે.

ટૂંકમાં, NEVER UNDER ESTIMATE THE POWER OF COMMON MAN

Gamyu to share karjo.

સોમવાર, 9 મે, 2016

જાણો ગણેશજી વિશેની ખાસ વાતો



જાણો ગણેશજી વિશેની ખાસ વાતો, શું છે ગણેશ રહસ્ય
      




ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં ભગવાન ગણેશજી સર્વપ્રથમ પૂજનીય અને પ્રાર્થનીય છે. તેમની પૂજા વગર કોઈ શુભ કાર્ય શરૂ નથી થતું. માત્ર હિંદુ જ નહિં લગભગ તમામ ધર્મ કોઈને કોઈ રીતે વિઘ્નહર્તાની પૂજા કે આવહાન થાય છે.જાણીએ ગણેશજીની ખાસ વાતો...

ખાસ વાતોઃ

ગણેશ દેવઃ તે અગ્રપૂજ્ય, ગણોના ઈશ ગણપતિ, સ્વસ્તિક સ્વરૂપ, પ્રણવ સ્વરૂપ છે. તેમના સ્મરણમાત્રથી સંકટ દૂર થઈ જાય છે અને શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
માતા-પિતાઃ શિવ અને પાર્વતી
ભાઈ-બહેનઃ કાર્તિકેય અને અશઓક સુંદરી
પત્નીઃ પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ
પુત્રઃ સિદ્ધિથી ક્ષેમ એટલે કે શુભ અને રિદ્ધિથી લાભ. જેને આપણે શુભ-લાભ તરીકે ઓળખીયે છીએ.
જન્મ સમયઃ આશરે 9938 વિક્રમ સંવત પૂર્વે,  ભાદ્રપદ મહિનો શુક્લ પક્ષ ચોથ એટલે આશરે 12016 વર્ષ પૂર્વે.
પ્રાચીન પ્રમાણઃ દુનિયાના પ્રથન ધર્મગ્રંથ ઋગવેદમાં પણ ગણેશજીનો ઉલ્લેખ છે. ઋગવેદમાં ગણપતિ શબ્દ આવે છે. યજુર્વેદમાં પણ ઉલ્લેખ છે.
ગણેશ ગ્રંથઃગણેશ પુરાણ, ગણેશ ચાલીસા, ગણેશ સ્તુતિ, ક્ષી ગણેશ સહસ્ત્ર નામાવલી, ગણેશજીની આરતી. સંકટ નાશન ગણેશ સ્તોત્ર, ગણપતિ અથર્વ શીર્ષ
ગણેશ સંપ્રદાયઃ ગણેશની ઉપાસના કરનારા સંપ્દાય ગાણપતેય કહેવાય છે.
ગણેશજીના 12 નામઃ સુમુખ, એકદન્ત, કપિલ, ગજકર્ણક, લંબોદર. વિકટ, વિઘ્નનાશક, વિનાયક, ધૂમકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, વિઘ્નરાજ, દ્વૈમાતુર, ગણાધિપ, હેરમ્બ, ગજાનન.
અન્ય નામોઃ અરુણવર્ણ, એકદન્ત, ગજમુખ, લંબોદર, અરણવસ્ત્ર, ત્રિપુંડ-તિલક, મૂષકવાહક
ગણેશનું સ્વરૂપઃ તે એકદન્ત અને ચતુર્બાહુ છે. પોતાના ચારેય હાથોથી ક્મશઃ પાશ, અંકુશ, મોદક તથા વરમુદ્રા ધારણ કરે છે. તે રક્તવર્ણ, લંબોદર, શૂર્પકર્ણ તથા પીતાંબરધારી છે. તે રક્તચંદન ધારણ કરે છે.
પ્રિય ભોગઃ મોદક, લાડુ
પ્રિય પુષ્પઃ લાલ રંગનું
પ્રિય વસ્તુઃ દૂર્વા, શમીપત્ર
અધિપતિઃ જળ તત્વના અધિપતિ
મુખ્ય અસ્ત્રઃ પાશ, અંકુશ
વાહનઃ મૂષક
ગણેશજીનો વાર - બુધવાર
ગણેશજીની તિથિ - ચોથ
ગ્રહ અધિપતિઃ કેતુ અને બુધ
ગણેશ પૂજા આરતીઃ કેસરિયા ચંગન, અક્ષત, દૂર્વા, અર્પિત કરીને કપૂર પ્રગટાવી પૂજા -આરતી કરવામાં આવે છે. તેમને મોદક અર્પિત કરવામાં આવે છે અને લાલ પૂષ્પ અર્પિત કરવામાં આવે છે.
ગણેશ મંત્રઃ
ૐ ગં ગણપતયે નમઃ
ઋષિ મંત્રઃ
ૐ હેમવર્ણાયૈ ઋૃદ્વ્રયે નમઃ
સિદ્ધિ મંત્રઃ
ૐ સર્વજ્ઞાનભૂષિતાયૈ નમઃ
લાભ મંત્રઃ
ૐ સૌભાગ્ય પ્રદાય ધન-ધાન્યયુક્તાય લાભાય નમઃ
શુભ મંત્રઃ
ૐ પૂર્ણાય પૂર્ણમદાય શુભાય નમઃ

ગણેશ પુરાણ અનુસાર પ્રત્યેક  યુગમાં ગણેશજીનું વાહન અલગ રહ્યું છે.
સતયુગઃ ભગવાન ગણેશજીના સતયુગમાં વાહન સિંહ છે અને તેમની ભૂજાઓ 10 છે અને નામ વિનાયક છે.
દ્વાપર યુગઃ દ્વાપરયુગમાં તેમનું વાહન મૂષક છે અને તેમની ભૂજાઓ 6 છે. આ યુગમાં તેઓ ગજાનનના નામથી પ્રસિદ્ધ છે અને તેમનો વર્ણ લાલ છે.
ત્રેતા યુગઃ શ્રી ગણેશજીનું ત્રેતાયુગમાં વાહન મયૂર છે તેથી તેમને મયુરેશ્વર કહેવામાં આવે છે. તેમની ભૂજાઓ 4 અને રંગ શ્વેત છે.
કલિયુગઃ કલિયુગમાં તેમનું વાહન ઘોડો છે અને વર્ણ ધૂમ્રવર્ણ છે. તેમની બે ભૂજાઓ છે અને આ યુગમાં તેમનું નામ ધૂમ્રકેતુ છે.

ગણેશ ચતુર્થી Ganesh chatruthi







વૈશાખ સુદ ચોથ એટલે દુદાંળા દેવની ચતુર્થી. ભગવાન શંકર-પાર્વતીના પુત્ર વિઘ્નહર્તાની ચતુર્થીની ઉજવણી નિમિતે  ઘેર-ઘેર ગણેશજીની ર્મૂિતનું સ્થાપન કરી ગૌમુત્ર અને પવિત્ર જળથી સ્નાન કરાવ્યા બાદ પૂજન-અર્ચન કરી લાડુંનો ભોગ ધરવામાં આવશે. ઉપરાંત આજે અખાત્રીજના શુભ દિવસે વેવિશાળ સહિતના શુભકાર્યો થયા હતા. જ્યારે શ્રેષ્ઠ દિવસે સોના-ચાંદીની પણ ધૂમ ખરીદી કરવામાં આવી હતી.
વૈશાદ સુદ-૪, અંગારિકા ચોથને ગોહિલવાડમાં ગણેશ ચોથ તરીકે મનાવવામાં આવે છે. જે અંતર્ગત આજે  તા.૧૦-પનેે મંગળવારે સમગ્ર જિલ્લામાં ગણેશ ચોથના ધર્મોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે. ગણેશ ચોથ નિમિતે લોકો પોતાના ઘરમાં સ્થાપિત રિધ્ધિ-સિધ્ધિના દેવ ગણેશજીની ર્મૂિતનદહીં, ગૌમૂત્ર અને પવિત્ર જળથી સ્નાન કરાવી સિંધુરથી રંગવામાં આવશે અને ત્યારબાદ બાજોટ-પાટલા પર ઘઉં, ધરો મુકી ગણેશજીની ર્મૂિતનું સ્થાપન કર્યા બાદ પૂજા-અર્ચના કરી દુંદાળા દેવને અતિપ્રિય લાડુના પ્રસાદનો ભોગ ધરવામાં આવશે. ત્યાર પછી પરિવારજનો લાડુનો પ્રસાદ ગ્રહણ કરી ગણેશ ચોથની ઉજવણી કરશે. આ ઉપરાતં અંગારિકા ચોથ નિમિતે મંદિરોમાં પણ વિવિધ ર્ધાિમક કાર્યક્રમો યોજાશે



ચોથ એટલે કે ચતુર્થીને ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની આરાધના કરી તેમને પ્રસન્‍ન કરવામાં આવે છે. કોઈપણ શુભ પ્રસંગ પછી તે લગ્‍નનો પ્રસંગ હોય કે કુંભ મૂકવાનો કે શિલારોપણનો લક્ષ્‍મીપૂજન હોય કે મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્‍ઠા કરવાની હોય, ગણપતિનું પૂજન સૌ પ્રથમ કરવામાં આવે છે. કોઈપણ શુભ પ્રસંગમાં ગણપતિના પૂજન પાછળ એક પૌરાણિક પણ કથા છે. એકવાર તપ પૂર્ણ કરીને મહાદેવને ગણેશજી ગૃહપ્રવેશ કરતા અટકાવે છે. ક્રોધે ભરાયેલા મહાદેવના હાથે અજાણતા ગણેશનું મસ્‍તક કપાઈ જાય છે. પોતાના પુત્રનું મસ્‍તક મહાદેવે કાપી નાખ્‍યાના સમાચાર મળતા માતા પાર્વતી ભયંકર રૂદન કરે છે. આથી શંકર ગણપતિને સજીવન કરવાનું વચન આપે છે અને પોતાના ગણને આદેશ આપે છે કે રસ્‍તામાં જે સૌ પ્રથમ મળે તેનું મસ્‍તક લઈ આવો ગણ હાથીનું મસ્‍તક લઈ આવે છે અને હાથીના માથાવાળા ગણપતિ સજીવન થાય છે. ત્‍યારથી ગજાનન તરીકે પણ જાણીતા થાય છે.
શ્રી ગજાનનનું હાથીનું મસ્‍તક વિશાળતા સુચવે છે. માનવે પણ તેજ રીતે તેના જીવનમાં સંકૂચિતતાનો ભાવ છોડી વિશાળ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. આ ઉપરાંત હાથી પ્રાણી સમુદાયમાં સૌથી વધુ બુધ્ધિશાળી ગણાય છે. જો માનવ બુધ્ધિશાળી હોય તો પોતાનો અને સમાજનો યોગ્‍ય વિકાસ સાધી શકે. હાથીના કાન સૂપડા જેવા હોય છે. અર્થાત અનાજ સાફ કરતી વખતે સૂપડું સારું અનાજ રહેવા દયે છે અને કચરો ધુળ વગરે ને બહાર ફેકી દયે છે તેજ રીતે કાન ઉપર અથડાતા સત્‍ય-અસત્‍યની વાતોમાંથી સત્‍ય વાતોનું જ શ્રવણ કરવું. શ્રી ગજાનન તેના હાથીના મસ્‍તકની ઝીણીઆંખો દ્વારા સમસ્‍ત સંસારને ખુબજ ઝીણવટપૂર્વક નીરખે છે. તેના નિરીક્ષણમાંથી સૂક્ષ્‍મમાં સૂક્ષ્‍મ વસ્‍તુ પણ દ્રષ્ટિ મર્યાદા બહાર જતી નથી. હાથીની લાંબી સૂંઢ દૂર દૂર સુધીનું સૂંધવા માટે સમર્થ છે. તે દૂરદર્શીતાપણુ પણ સૂચવે છે ગણેશજીના ચારેય હાથોમાં અલગ-અલગ વસ્‍તુઓ છે. જેમાં અંકુશ વાસના વિકૃતિ ઉપર નિયંત્રણ સૂચવે છે. જયારે પાશ ઈદ્રિયોને શિક્ષા કરવાની શકિત તેમજ મોહક સંતોષપ્રદ આહાર સૂચવે છે જયારે ચોથો હાથ સત્‍યનું પાલન કરતા ભક્તોને આશીર્વાદ સૂચવે છે. ગણપતિનું એક નામ લંબોદરાય પણ છે જે પેટની વિશાળતા સૂચવે છે. જેમાં તત્‍વજ્ઞાનની સર્વ વાતો સમાવવાનો નિર્દેશ મળે છે. ગણેશજીના ટુંકા પગ સંસારની ખોટી દુન્‍યવી વસ્‍તુઓ પછળ ખોટી દોડધામ ન કરવી પરંતુ બુધ્ધિપૂર્વક ધીમે છતાં મક્કમ ગતિએ પોતાના કાર્યમાં આગળ વધવાનું સૂચવે છે. આમ ગણપતિની તમામ લાક્ષણિકતાઓમાં કોઈને કોઈ શુભ મર્મ છુપાયેલ છે.
ગણપતિને રિધ્ધિસિધ્‍ધીના દેવ પણ કહ્યા છે. તેમના પૂજનથી માનવને રિધ્ધિ સિધ્‍ધી પણ સાંપડે છે. આજના દિવસે આવા સર્પણ સંપૂર્ણ ગજાનનનું પૂજન કરી આપણા જીવનને સાર્થક કરીએ.

Akhatrij અખાત્રીજ


અખાત્રીજ એટલે વણજોયાં મુહૂતની તિથિ. અક્ષય તૃતિયાના નામે ઓળખાતી આ તિથિમાં અગાઉ મૃતકોના નામે બ્રાહ્મણને પાણીથી ભરેલા માટલા,દક્ષિણા આપવાનો રિવાજ હતો. ઉપરાંત પિતૃઓનું તલ દ્રારા તર્પણ કરવાની પ્રથા હતી. ખેડુત પોતાના કૃષિ કાર્ય આરંભ કરવાનો આ દિવસ છે. આ એવી ત્રીજ છે જે અખંડ છે અને તેથી જ જોડલાં અખંડ રહે તેવી શુભેચ્છામાં અખાત્રીજનાં લગ્નની પરંપરા કદાચ શરૂ થઈ હશે.
        અક્ષય એટલે જેનો નાશ ન હોય તેવું. તેથી અખાત્રીજને વણજોયું મુહૂર્ત કહેવાય છે કેમ કે આ દિવસે આરંભાયેલા કાર્યોનો કદી નાશ થતો નથી.લગ્ન સંબંધ પણ અખંડ રહે, નાશ ન પામે તેથી સમૂહ લગ્ન થતાં હશે. વૈશાખ સુદ ત્રીજના આ દિવસે તમામ શુભ કાર્યોનો વગર પૂછયે આરંભ કરી શકાય છે, તેમાં કોઈપણ વ્યવસાય, પ્રતિષ્ઠાન, લગ્ન જેવા શુભ કાર્યો કરવાથી આ કાર્યો સદૈવ અમર બની જાય છે એવી માન્યતા છે.
        અખાત્રીજનો દિવસ એટલે ભગવાન પરશુરામની જન્મતિથિ. સ્વામી ઋષભદેવે આ દિવસે પોતાના ઉપવાસના પારણાં કર્યા હતા. તો અખાત્રીજના જ વેદ વ્યાસે ભગવાન ગણેશજી પાસેથી મહાભારત લખાવવાનો પ્રારંભ કર્યો હતો. અક્ષય તૃતિયા એટેલ સતયુગનો પહેલો દિવસ પણ ગણાય છે. આ દિવસે ઝુલા હિંચકા ખાવા એ પ્રવૃતિને પણ ધાર્મિકતા સાથે જોડવામાં આવી છે.
        અખાત્રીજના હિન્દુ પુરાણ ગ્રંથો મુજબ ત્રેતાયુગનો આરંભ થયો હતો અને દેવી અન્નપૂર્ણાનો જન્મ પણ આ દિવસે જ થયો હોવાનું માનવામાં આવે છે.પુરાણો મુજબ કુબેરને અખાત્રીજના ખજાનો મળ્યો હતો અને માતા લક્ષ્મી સાથે તેમને એ ખજાનાની જવાબદારી સોંપાઈ હતી. એટલું નહીં યુધિષ્ઠિરને આ તહેવારના દિવસે જ અક્ષયપાત્ર અપાયું હતું, જેના થકી તેણે રાજયમાં ભુખ્યા લોકોને ભોજન કરાવ્યું હતું.
        અખાત્રીજનુંદ અન્ય મહત્વ ભગવાન કૃષ્ણ અને તેના મિત્ર સુદામાની કથા સાથે વણયેલું છે. પોતાનું દરિદ્ર મિટાવવા પત્નીના કહેવાથી કૃષ્ણ પાસે આવેલા સુદામા દોસ્તીમાં કંઈ માગી શકયા નહીં. પણ આ અખાત્રીજના જ કૃષ્ણએ તેની મનની વાત પામી જઈ દરિદ્ર દૂર કર્યુ હતું. આ દિવસ મહાભારતની કથામાં દુ:શાસનના ચીરહરણ સાથે પણ સંકળાયેલો છે. અક્ષય તૃતિયાના જ આદિ શંકરાચાર્ય કનકધારા સ્તોત્રની રચના કરી હતી.
        ગોવા અને કેરાલામાં અખાત્રીજ પરશુરામ જયંતી તરીકે ઉજવાય છે તો ઓરિસ્સામાં ખેડુતો જમીનની વાવણી આરંભે છે. ગંગા કિનારે ભગવાન વાસુદેવની પૂજાનું પણ મહત્વ છે. બંગાળમાં હલકતા તરીકે ઉજવાય છે અને ગણેશજી તેમજ લક્ષ્મીદેવીની પૂજા-આરતી કરાય છે. તો જાટ પરિવારો માટે આ દિવસ સુંદર્શન કુબેર યંત્રની પૂજાનો છે અને આપણે ત્યાં વૈભવ લક્ષ્મીની પૂજાનું મહત્વ છે.