શુક્રવાર, 1 એપ્રિલ, 2016

Rangotsav & khajur utsav




સત્સંગ ની અસર



એકભાઇ નિયમિત રીતે સત્સંગમાં જતા. રોજ 30 મિનિટ સત્સંગ માટે કાઢે. સત્સંગમાં થતી જુદી-જુદી વાતો એકાગ્ર ચિતે સાંભળે. એમના મિત્રને આ પસંદ નહોતું. મિત્ર એવુ માનતો હતો કે આ બધુ સમયની બરબાદી છે. ઘણીવખત એ આ બાબતે પોતાની નારાજગી પણ દર્શાવતો.

એકદિવસ બંને મિત્રો ફરવા માટે નીકળ્યા. રસ્તામાં આ સત્સંગની વાત નીકળી. જે મિત્રને આ બધુ બકવાસ લાગતુ હતું એમણે પોતાના મિત્રને પુછ્યુ, " જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી તું છેલ્લા 10 વર્ષથી નિયમિત સત્સંગ સભાઓમાં જાય છે અને 3000થી વધુ સત્સંગ સભાઓ ભરી છે. આ બધી સત્સંગ સભાઓમાં જે વાતો થતી તેમાંથી તને કેટલી યાદ છે ? " મિત્રએ તો તુંરત જવાબ આપ્યો, " મને એમાનું કંઇ જ યાદ નથી." જવાબ સાંભળીને પ્રશ્ન પુછનાર મિત્ર ખુબ હસ્યો અને કહ્યુ , " તને કંઇ જ યાદ નથી તો પછી આ સત્સંગમાં જઇને તે કર્યુ શું? "

સત્સંગી મિત્રએ પોતાના મિત્રને કહ્યુ, " ભાઇ હું તને તારા પ્રશ્નનો જવાબ આપુ એ પહેલા મને  એક પ્રશ્નનો જવાબ આપ જેથી તેના આધારે હું તને જવાબ આપી શકુ." મિત્રએ સંમતિ આપતા જ પ્રશ્ન પુછ્યો , " તારા લગ્નને કેટલો સમય થયો ? " પેલાએ કહ્યુ, " મારા લગ્નને પણ 10 વર્ષ જ થયા છે." સત્સંગી મિત્રએ વાતને આગળ વધારતા કહ્યુ , " હવે મને એ કહે કે આ 10 વર્ષમાં ભાભીએ તને ભાત-ભાતની અને જાત-જાતની રસોઇ કરીને જમાડી છે એ પૈકી કેટલી યાદ છે ? " પેલાએ જવાબ આપ્યો , " તું પણ ગાંડા જેવો છે એલા રસોઇ થોડી યાદ રહે એ તો ખાઇએ એટલે શરિરને પોષણ મળે. શારિરિક તંદુરસ્તી માટે જમવાનું હોય એ યાદ રહે કે ન રહે તેનાથી શું ફેર પડે?"

સત્સંગી મિત્રએ કહ્યુ , " દોસ્ત તારા લગ્ન પછી ભાભીએ બનાવેલી રસોઇ અને તારા લગ્ન પહેલા તારી મમ્મીએ બનાવેલી રસોઇથી જેમ તારા શરિરને પોષણ મળે  છે તેમ સત્સંગમાં થતી વાતો મારા મનને પોષણ આપે છે અને એ વિચારોથી મારુ મન મજબુત બને છે. વાતો યાદ રહી કે ન રહી તે મહત્વનું નથી."

મિત્રો, શરિરની તંદુરસ્તિ માટે નિયમિત ખોરાક લેવો જરૂરી છે તેવી જ રીતે માનસિક તંદુરસ્તિ માટે નિયમિત સારી વ્યક્તિ કે વિચારોનો સંગ પણ જરૂરી છે. આપણને ભલે એ વિચારો યાદ ન રહે પણ એ વિચારો મનને કેળવવાનું કામ ચોક્કસ કરે છે.

બાળકને પ્રેમ આપો


એકભાઇ ઓફિસકામમાં ગળાડુબ રહેતા હતા. વહેલી સવારે ઓફિસ જતા રહે અને છેક મોડી સાંજે ઓફિસથી પરત આવે. એક દિવસ આ ભાઇ કોઇ કારણસર વહેલા ઘેર આવી ગયા. એના 7-8 વર્ષના પુત્રને પોતાના પિતાને વહેલા ઘેર આવેલા જોઇને થોડુ આશ્વર્ય પણ થયુ.

 પુત્રએ પોતાના પિતાને પુછ્યુ, " પપ્પા તમે આટલું બધું કામ કરો છો તો તમારી કંપની તમને શું પગાર આપે છે ?" પેલા ભાઇએ જવાબ આપ્યો કે બેટા મને કલાક પર પગાર મળે છે હું એક કલાક કામ કરું એટલે મને 500 રૂપિયા મળે.

પુત્રએ પોતાના પિતાને કહ્યુ ," પાપા મને 300 રુપિયા આપોને મારે જોઇએ છે." રૂપિયા આપવાની વાત તો દુર રહી પરંતું બાળકને તો ગાલ પર નાનો તમાચો મળ્યો. બાળક રડતા રડતા જતો રહ્યો. થોડા સમય પછી આ ભાઇને વિચાર આવ્યો કે મારા આ દિકરાએ કોઇદિવસ પાંચ પૈસા પણ નથી માંગ્યા અને આજે આટલી મોટી રકમ કેમ માંગી હશે ?

એ પુત્ર પાસે ગયા એના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને પાકીટમાંથી 300 રૂપિયા કાઢીને તેના હાથમાં મુક્યા. પછી પુછ્યુ ," બેટા મને એ તો કહે કે તારે આ 300 રૂપિયાને શું કરવા છે ? " છોકરો ઉભો થયો પોતાની ગલ્લાપેટી ખોલીને તેમાથી બધુ પરચુરણ કાઢ્યુ અને આ પરચુરણનો ખોબો ભરીને તેમાં પિતાએ આપેલા 300 રૂપિયા ઉમેર્યા.

ખોબો પોતાના પિતા તરફ ધરીને એ બોલ્યો , " પપ્પા મારી ગલ્લા પેટીમાં 200 રૂપિયા ભેગા કર્યા હતા અને તમે 300 આપ્યા એટલે આ 500 રૂપિયા થયા. હમણા તમે એમ કહેતા હતા કે તમે એક કલાક કામ કરો એટલે તમને કંપની 500 રૂપિયા પગાર આપે. પપ્પા આ તમારા એક કલાકના 500 રૂપિયા હું તમને આપુ છું હવે એના બદલામાં તમે મને તમારો એક કલાક આપો. મારી સાથે બેસો અને વાતો કરો."

સંતાનને માત્ર સુવિધાઓની જ નહીં સમય અને પ્રેમની પણ જરુર હોય છે. રૂપિયા કમાવાની દોડમાં એ બાબતનો પણ વિચાર કરીએ કે રૂપિયા કમાવા જતા ક્યાંક કંઇક એવું ના ગુમાવી બેસીએ કે પછી  કમાયેલા રૂપિયા ખર્ચવા છતા પણ પેલું ગુમાવેલું પાછું ના મળે! આજે 31મી માર્ચ છે. માત્ર ધંધાના નહી સંબંધોના હિસાબો પણ માંડજો અને જરા જોજો સંબંધોમાં ખોટ વધતી નથી જતી ને.........

સોમવાર, 28 માર્ચ, 2016

વિચાર બિંદુ

(1)દમ કપડાઓ માં નહી ,પણ પોતાના જીગર પર રાખો
                        ..કેમ કે
વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન માં રહેલુ
મડદુ પણ "સુલતાન મીર્જા" હોત.

(2)વ્યવહાર નથી બદલાતો સંજોગ બદલાય છે
માણસ નથી બદલાતો તેનો અભિગમ બદલાય છે
સબંધોની કીમત ત્યારે જ સમજાય છે
જયારે ભીડ વચે કોઈની ખોટ વર્તાય છે!

(3)સાબિતી તો ઈશ્વર ને પણ આપવી પડે છે.....

તેથી જ મંદિર પર ધજા એને પણ રાખવી પડે છે....

(4)''''""''''કેવી અજીબ વાત છે
ભગવાન તમારા ઘરે આવે
એ સૌને ગમે છે"""""" 👌🏻👌🏻
પણ ભગવાન એમના ઘરે બોલાવે
તો કોઈ ને ગમતુ નથી,,,,,,,👌🏻👌🏻

(5)કોઇએ પુછ્યું મુરલી ને કે…
તું કેમ કૃષ્ણને વાલી છે…
ત્યારે મુરલીએ કહયું કે…..😇
હું અંદરથી ખાલી છું, માટે કૃષ્ણને વાલી છું…


વિચાર બિંદુ

(1)દમ કપડાઓ માં નહી ,પણ પોતાના જીગર પર રાખો
                        ..કેમ કે
વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન માં રહેલુ
મડદુ પણ "સુલતાન મીર્જા" હોત.

(2)વ્યવહાર નથી બદલાતો સંજોગ બદલાય છે
માણસ નથી બદલાતો તેનો અભિગમ બદલાય છે
સબંધોની કીમત ત્યારે જ સમજાય છે
જયારે ભીડ વચે કોઈની ખોટ વર્તાય છે!

(3)સાબિતી તો ઈશ્વર ને પણ આપવી પડે છે.....

તેથી જ મંદિર પર ધજા એને પણ રાખવી પડે છે....

(4)''''""''''કેવી અજીબ વાત છે
ભગવાન તમારા ઘરે આવે
એ સૌને ગમે છે"""""" 👌🏻👌🏻
પણ ભગવાન એમના ઘરે બોલાવે
તો કોઈ ને ગમતુ નથી,,,,,,,👌🏻👌🏻

(5)કોઇએ પુછ્યું મુરલી ને કે…
તું કેમ કૃષ્ણને વાલી છે…
ત્યારે મુરલીએ કહયું કે…..😇
હું અંદરથી ખાલી છું, માટે કૃષ્ણને વાલી છું…