(1)છકડો ચલાવવા વાળા ના લગન ની વિધી ચાલુ હતી
જયારે કન્યા ફેરા સમયે તેની બાજુ માં બેઠી...
તો કહે..
થોડી નજીક બેસ હજુ એક આવી જાશે....
😄😄😄😄😄😇
કન્યા મંડપ માથી ફરાર
(2)બીજા કોઈના અભિપ્રાય પરથી કોઈ વ્યક્તિ વિશે
સારા-ખરાબની ધારણા બાંધી શકાય નહીં...
સૂર્ય બરફને પીગળાવે છે..
પણ
માટીને કઠણ બનાવે છે...!!!
🍁3)જીંદગી પણ સાલી EAR PHONE ના વાયર જેવી છે,ગમે તેટલી સાચવી ને મુકો પણ ગુંચવાઈ જ જાય છે.
😜😇😤😤😤
(4)Legal system in India:
એક ભેંસ જંગલમાં ડરેલી ગભરાયેલી ભાગી રહી હતી.
ઉંદરે પૂછ્યું ''કેમ આટલી દોડે છે?''
ભેંસ : ''પોલીસ જંગલમાં હાથી પકડવા આવી છે.''
ઉંદર : ''પણ તું તો ભેંસ છે ને!''
ભેંસ : ''હા, પણ આ ઈન્ડિયા છે, બકા! અહીં પકડાઈ ગઈ તો કોર્ટમાં એ સાબિત કરતાં ૨૦ વરસ લાગી જશે કે હું હાથી નહિ, ભેંસ છું!''
- આ સાંભળીને ઉંદર પણ ભાગવા લાગ્યો!😂😂
(5)પરિચય છે મંદિરમાં દેવોને મારો,અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇનાથી,તમારા પ્રતાપે બધા ઓળખે છે.
(શૂન્ય પાલનપુરી )
(6)એક બેન મૉલમાંથી બિસ્કીટ ચોરતા પકડાઈ ગયા...
જજ - તમે જે પેકેટ ચોરયુ છે તે પેકેટ મા 10 બિસ્કીટ હતા... તેથી તમારે 10 દિવસ જેલમાં રહેવું પડશે....
બેનના પતિદેવ (બૂમ પાડીને) : સાહેબ, આણે મમરાનું પેકેટ પણ ચોરયુ હતું.......
😃😜😅😂(7)પતિ: ક્યાં ગાયબ હતી ૪ કલાકથી?
પત્ની: મૉલમાં શૉપિંગ કરવા ગઈ હતી બહેનપણીઓ સાથે.
પતિ: શું શું લીધું?
પત્ની: ૧ માથામાં નાખવાનું બક્કલ અને ૪૫ સેલ્ફી
(8)ભારતીય : તમે રસ્તાની કઈ બાજુએ વાહન હંકારો છો?
અમેરિકન : જમણી બાજુએ. તમે?
ભારતીય : કંઈ નક્કી નહીં.
અમેરિકન : એટલે?
ભારતીય : એતો સામેવાળો કઈ બાજુએથી આવી રહ્યો છે એની પર આધાર રાખે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો