શુક્રવાર, 8 એપ્રિલ, 2016

'ગુડી પડવો'


આજે 8 એપ્રિલ 2016 ચૈત્ર શુકલ પ્રતિપદા
'ગુડી પડવો' એટલે ભારતીય નૂતન વર્ષ
વિક્રમ સંવત 2073, યુગાબ્દ 5118

'ગુડી' શબ્દ સંસ્કૃતનાં 'गर्द:' પર થી બન્યો છે જેનો અર્થ થાય છે પતાકા-ધ્વજ અને ચિહ્ન.
'પડવો' એટલે પ્રથમ તિથિ અથવા દિવસ.

આજનાં દિવસે ભારતમાં લોકો પોતાના ઘરમાં ધ્વજ દંડ ને પુજીને નવા વર્ષ ની શરૂઆત કરે છે.... શા માટે??

આજ નાં દિવસે 1,97,39,49,115 વર્ષ પહેલાં એટલે કે 1 અરબ, 97 કરોડ, 39 લાખ, 49 હાજર અને 115 વર્ષ પહેલાં બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી. માટે જ આ દિવસ ને સમગ્ર સૃષ્ટિનું નવું વર્ષ પ્રારંભ થયું કહેવામાં આવે છે.

આજ નાં દિવસે 2073 વર્ષ પહેલાં સમ્રાટ વિક્રમાદિત્ય એ શકો ને યુદ્ધમાં હરાવી પોતાનાં રાજ્યની સ્થાપના કરી હતી અને 'વિક્રમ સંવત' ની શરૂઆત કરી હતી.

આજના દિવસે જ રાજા શાલિવાહને હૂણો ને યુદ્ધમાં હરાવી દક્ષિણ ભારતમાં પોતાના રાજ્યની સ્થાપના કરી અને 'શાલિવાહન સંવત્સર' ની શરૂઆત કરી.

રઘુવંશમાં જન્મેલા રાજા રામનો રાજ્યાભિષેક આજનાં દિવસે જ થયો હતો.

આજનાં દિવસે 5117 વર્ષ પહેલાં પાંડુ રાજાનાં પુત્ર અને સમ્રાટ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો હતો. ત્યાર થી વર્ષ ગણનાનો એક એકમ 'યુગાબ્દ' શરું થયો.

શક્તિ અને ભક્તિનાં નવ દિવસ એટલે નવરાત્રિ. ચૈત્ર શુકલ પ્રતિપદાથી નવમી સુધી ચૈત્રી નવરાત્રિ ઉજવવામાં આવે છે.

સમાજને સારા માર્ગે લઈ જવા આજનાં દિવસે સ્વામી દયાનંદ સરસ્વતીજી એ 'આર્ય સમાજ' ની સ્થાપના કરી હતી.

સીખ પરંપરાના દ્વિતીય ગુરુ શ્રી અંગદેવ નો જન્મ આજનાં દિવસે થયો હતો.

સિંધ પ્રાંતનાં સમાજ રક્ષક વરુણાવતાર શ્રી ઝુલેલાલનું પ્રાગટ્ય આજના દિવસે જ થયું હતું.સિંધી ભાઈઓ પોતાનું નવું વર્ષ આજ નાં દિવસે 'ચેટી ચંદ' તહેવારની ઉજવણી કરી મનાવે છે.

-પ્રો. નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો