શુક્રવાર, 11 માર્ચ, 2016

પ્રેરક પ્રસંગો


માનવ સંબંધો પર એક સરસ વાત !
તાળાની ચાવીઓ બનાવનાર એક
સરદારજીની દુકાનમાં એકદિવસ હથોડી અને
ચાવી નવરા પડ્યા.
ઘણા સમય પછી આજે નવરાશ
હતી એટલે બંને વાતોએ વળગી.
હથોડી થોડી નિરાશ હોય એવુ લાગ્યુ એટલે
ચાવીએ એનું કારણ પુછ્યુ.
હથોડીએ કહ્યુ, " યાર મને એ જવાબ આપ કે
આપણા બંનેમાંથી વધુ શક્તિશાળી અને મોટું
કોણ છે?"
ચાવીએ તો તુંરત જ જવાબ આપ્યો,
" આપ જ મારા કરતા મોટા અને શક્તિશાળી છો.
હું તો સાવ નાનકડી છું અને મારામાં લોખંડ પણ બહુ
ઓછુ વપરાયુ છે."
હથોડીએ કહ્યુ, " હું તારા કરતા મોટી અને
શક્તિશાળી હોવા છતાય તું
જેટલી સરળતાથી તાળાને ખોલી શકે છે
એટલી સરળતાથી હું કેમ તાળુ
ખોલી શકતી નથી ?
હું તો કેટલી વાર
સુધી મહેનત કરું ત્યારે માંડ તાળુ તુટે અને ઘણીવાર
તો ગમે એટલી મહેનત પછી પણ તુટતુ
નથી."
ચાવીએ હથોડીની સામે સ્મિત😇 આપીને
કહ્યુ,
" દોસ્ત, તું તાળાને ઉપરના ભાગે મારે છે અને
હું તાળાની અંદર જઇને પ્રેમથી એના હદયપર
મારો હાથ ફેરવું છું એટલે એ ખટાક દઇને બહુ
સરળતાથી ખુલી જાય છે."
મિત્રો👬👭,
લોકોને ખોલવા હોય
તો બહારના પ્રયાસો કરવાથી ન ખુલે એ માટે
એની અંદર જઇને(એને પુરી રીતે સમજીને)
એના હદયને પ્રેમથી સ્પર્શવામાં આવે તો ગમે
તેવા માણસનું હદય પણ તાળાની જેમ
સરળતાથી ખુલી જાય છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો