મંગળવાર, 8 માર્ચ, 2016

ગાંધીકથા ગીત

ગાંધીકથાના ગીતોમાં આબાલવૃધ્ધ સૌને ગમતું ગીત ……….
કોઈથી અમે ડરીએ ના
ને કોઈને પણ ડરાવીએ ના .
અમે અભયની ટેક લીધી છે ,
કોઈ દી પૂંઠ બતાવીએ ના .
ના , ના , ના !
હિંસા અમને ખપતી નથી ; અહિંસક છે આ સેના .
મનમાં છુપાવ્યું વેર નથી ,
ને દિલમાં ભર્યુ ઝેર છે ના ,
બદલો અમારે વાળવો નથી
ને દુશ્મન એકે મેર છે ના
ના , ના , ના !
હિંસા અમને ખપતી નથી ; અહિંસક છે આ સેના .
કોઈના ચગાવ્યા ચગતા નથી ,
કશાથી અમે ચગશું ના ,
જુના હિસાબો ચૂકવવા નથી ,
જુના ગાણા ગાઇએ ના .
ના , ના , ના !
હિંસા અમને ખપતી નથી ; અહિંસક છે આ સેના .
માથાં ફૂટે હાડકાં ટૂટે ,
એની ફીકર રાખીએ ના ,
સત્યનો ઝંડો હાથ ધર્યો છે ,
એને કદી નમાવીએ ના .
ના , ના , ના !
હિંસા અમને ખપતી નથી ; અહિંસક છે આ સેના .
સત્યની તાકાત પ્રેમની તાકાત ,
શરીરબળની વાત છે ના ,
આત્મા કેરી અમોઘ તાકાત ,
દેહની કંઈ વિસાત છે ના ,
ના , ના , ના !
હિંસા અમને ખપતી નથી ; અહિંસક છે આ સેના .
કથાકાર / ગીતકાર નારાયણ દેસાઇ
આભાર:ચંદ્રકાંત કાલિયા (ફેસબુક ફેન્ડ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો