એક પાસપોર્ટ ઓફિસમાં હું અને મારો દોસ્ત ગયા હતા, મારે આમતો વેકેસન હતુંને ઘરે પણ કામ નહોતું, તો દોસ્ત સાથે એના કામમાં મદદ કરવા ગયો હતો.
આખો દિવસ લાંબી લાઈનમાં ઉભા રહ્યાને અમારો વારો આવ્યો તો બારી બંધ થઇ, થોડી ખીજ ચડી પણ દોસ્તે આજીજી કરી સાહેબ આખો દિવસ લાઈનમાં ઉભા છીએ, ખાલી ફી જ ભરવાની બાકી છે, લઈલ્યો તો સારું.
પણ બારીએ બેઠેલા સાહેબ બોવ ખીજાર, એણે દોસ્તને ખીજાઇને કહ્યું, મારો સમય પૂરો થયો ને આખો દી તારો બગડ્યો એ તારો વાંક, હું શું કરું??? બિચારો દોસ્ત તો કઈ બોલ્યો નહિ પણ મેં હિંમત કરી કીધું, થોડી મહેરબાની કરો તો કાલે અમારે ધક્કો નહિ, પણ સાહેબ નાં માન્યા.
અને બારી બંધ કરી લંચ કરવા બહાર નીકળ્યા, મને થાય લાવ કદાચને ક્યાંક છેળા અડે તો try કરું. સાહેબ, પાછળ ચાલ્યા તો સાહેબ ઓફિસની લોનમાં એકલા બેઠા, લંચબોક્ષ કાઢી શાકને રોટલી ખાવા લાગ્યા. મને થયું સાવ એકલો જ જમે છે. એટલે ત્યાં જઈ તેમની પાછળ બેઠા. મને આવતો જોઈ તે મને અવગણી જમવા લાગ્યો. મેં થોડા પાસે આવી પૂછ્યું, રોજ એકલાજ જમો?? સાહેબ? સાહેબે જોયા વગર કીધું હા. . .તને કઈ વાંધો?? મેં હસીને કીધુંનાં. . .અમસ્તા જ. એણે પૂછ્યું શું કામ છે? મેં કીધું સાહેબ વાંધો નાં હોય તો, તમારી સાથે જમી શકું?? એણે એક રોટલીના બે કટકા કરી, શાક ઉપર નાખી, બોક્ષનાં ઢાંકણામાં મને પીરસ્યું. મારો દોસ્ત તો આ જોતો રહ્યો, પણ હવે મેં મારી શિક્ષક્વ્રુતિ ચાલુ કરી. મેં એમને પ્રશ્નો પૂછ્યા, સાહેબ રોજ એકલા કેમ જમવાનું ભાવે?? ને એપણ ઓફિસમાં દોસ્તો વગર?
સાહેબનો એજ સળેલ જવાબ . .તારે શું છે? "તોયે બેશરમ બની કીધું, હું પણ સરકારી કર્મચારીને આજે રજા છે, મારે પણ બપોરે ટીફીનમાં જ જમવાનું હોય પણ દોસ્તો વગર એકલા નાં ભાવે. સાહેબે કીધું, મારે કોઈ દોસ્ત નથી, મારે એની જરૂર પણ નથી.
મેં કીધું તમે ખોટું બોલો છો, સંબંધો વગર જીવન નકામું છે. સાહેબ મૂછમાં મલકાણાને કીધું, ઘરે પણ એકલો જમું છું, ઘરવાળી પણ ઝગડી પિયર ચાલી ગઈ છે, બે વર્ષ થયા. એક દીકરી છે, ને માં છે. માં રોજ સવારે પાંચ રોટલી કરી દે છે. હું શાક બનાવી ટીફિન ભરી ઓફિસે આવું છું.
મને હવે ખબર પડી આવો ખરાબ સ્વભાવ કેમ છે?
તોયે પૂછ્યું, સાહેબ તમને નથી લાગતું રોજ લોકોને ધક્કા ખવડાવો એ સારી વાત નથી, અમે તો કાલે કે પરમ દિવસે કામ કરી ચાલ્યા જશું પણ હસતા મોઢે મિત્રતા બાંધતા હોવ તો ખોટું શું છે? આમ પણ કાલે મરી જવાના છીએ સંબંધો રાખવામાં ને મિત્રતા બાંધવામાં ખોટું શું છે? સાહેબે કીધું એક રોટલીમાં ઉપદેશ સારો આપો છો. મેં તોયે કીધું, નાં સાહેબ, આમ એકલા જીવવા કરતા દોસ્તી કરી જુવો. સાહેબે કીધું વાંધો નહિ, આવો ઓફિસમાં ને તમારું કામ પતાવી આપું. જતા જતા સાહેબને મેં thank you કીધું તો સાહેબે મારો નંબર માંગ્યો. ને કીધું હું ફોન કરું તો ઉપાડીશને છોકરા??? મેં કીધું દોસ્ત ઉપર ભરોસો રાખતા શીખો.
આ વાતને ચાર વર્ષ વીતી ગયા, હમણાં લગ્નગાળાની સિઝનમાં એક ફોન આવ્યો, મેં અજાણ્યો નંબર જોયોને ઉપાડ્યો, સામેથી. . . .હેલ્લો. . .માસ્તર સાહેબ. મેં કીધું કોણ?? પાસપોર્ટવાળો દોસ્ત, એક રોટલીમાં દોસ્તી કરી હતી યાદ આવ્યું. મેં કીધું હા સાહેબ. . . .એણે કીધું તારા ગયા પછી મેં દોસ્તીની શરૂઆત કરી, રોજ લોકો સાથે દોસ્તી કરતો. ઘરવાળીને મનાવા ગયો, એણે આવવાની નાં પાડી, મેં કીધું એકવાર ભેગો બેસાળી જમાડીશ એકજ થાળીમાં?? એણે જમવાનું પીરસ્યું ને એક જ થાળીમાં જમવા લાગી, જમતા જમતા રોવા લાગીને મારી સાથે ઘરે આવી ગઈ. આવતા અઠવાડિયે અમારી દીકરીના લગ્ન છે, તારે આખા પરિવારે આવવાનું છે. . .કંકોત્રી મોકલવી છે તો સરનામાં માટે ફોન કર્યો. . . ,હું કઈ બોલી શક્યો નહિ ખાલી. .આંખોમાંથી આંસુ નીકળી ગયા. . ,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો