શુક્રવાર, 16 ડિસેમ્બર, 2016

positive attitude


30 ગોળીઓ
30 દિવસની શક્તિ માટે:
🌸〰〰〰🌸〰〰〰🌸
0⃣1⃣ ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.
0⃣2⃣ ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે.
0⃣3⃣તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.
0⃣4⃣લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.
0⃣5⃣પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.
0⃣6⃣સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
0⃣7⃣થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.
0⃣8⃣એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.
0⃣9⃣ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
1⃣0⃣સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
1⃣1⃣પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
1⃣2⃣વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.
1⃣3⃣ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.
1⃣4⃣પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.
1⃣5⃣સુખની પાછળ દોટ ન મૂકો – એ તમારી પાસે જ છે.
1⃣6⃣સમય ન વેડફો – મહામૂલી જણસ છે.
1⃣7⃣અંધકારથી નિરાશ ન થશો – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.
1⃣8⃣દરેકને પ્રેમ કરો – તમને બમણો પ્રેમ મળશે.
1⃣9⃣શ્રદ્ધા રાખો – તમે બધું જ કરી શકો છો.
2⃣0⃣વર્તમાન ક્ષણનો આનંદ મેળવો – ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.
2⃣1⃣વ્યવહારુ બનો – સુખનો રાજમાર્ગ છે.
2⃣2⃣ગુસ્સો સંયમિત કરો – એ ભયાનક બને છે.
2⃣3⃣મૃદુભાષી બનો – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.
2⃣4⃣ઊંચું વિચારો – ઉન્નતિના શિખરે લઈ જશે.
2⃣5⃣અથાક પરિશ્રમ કરો – મહાન બનવાનો કિમિયો છે.
2⃣6⃣સર્જનાત્મક બનો – મુખાકૃતિ સુંદર લાગશે.
2⃣7⃣હસતા રહો – પડકારનું તકમાં રૂપાંતર થશે.
2⃣8⃣તમારી ભાષા પર કાબૂ રાખો – તમારા ચારિત્ર્યનું દર્પણ છે.
2⃣9⃣ભય ન રાખો – ઈશ્વર હંમેશા સાથે જ છે.
3⃣0⃣રોજ ચિંતન કરો – આત્માનો ખોરાક છે.
🙏દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.🙏

રવિવાર, 4 સપ્ટેમ્બર, 2016

ગણેશ ચતૅૃથી :ગણપતિ આયો બાપા


वक्रतुण्ड् महाकाय सूर्यकोटि समप्रभ : |

निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा ||

અર્થાત્: (જેની સૂંઢ વક્ર છે, જેનું શરીર મહાકાય છે, જે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે તેવું સઘળું શુભ પ્રદાન કરનાર ગણપતિ સદૈવ મારાં વિઘ્ન હરે.)

શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની ચતુર્થીના દિવસથી અનંત ચૌદસ સુધી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. ગણેશ ઉત્સવ સાથે રાષ્ટ્ર એકતાનો મહાન ઉદ્દેશ્ય પણ જોડાયેલો હોવાથી મહારાષ્ટ્ર્માં રાષ્ટ્રીય પર્વ જેટલું જ મહાત્મ્ય ગણેશ ચતુર્થીનું છે. તેથી રાષ્ટ્રનાયક તરીકે પણ તેની આરાધના કરવામાં આવે છે. ગજાનનના આવિર્ભાવને સંદર્ભે અનેક કથાઓ પણ પ્રચલિત છે. ગણેશનું અનોખું પ્રતીકાત્મક સ્વરૃપ જ દિવ્ય સંદેશ આપનારું છે. ગણેશના આવિર્ભાવની ઘડીને બહુ હર્ષોલ્લાસ અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવે છે.

ગણેશ ચતુર્થીનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત,તમિલ ભાષા,તેલુગુ ભાષા અને કન્નડ ભાષામાં ‘વિનાયક ચતુર્થી’ કે ‘વિનાયક ચવિથી’, કોંકણી ભાષામાં ‘વિનાયક ચવથ’ અને નેપાળીમાં ‘વિનાયક ચથા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.ગુજરાતિ ભાષામા ‘ગણેશ ચોથ’ કહેવાય છે.આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીનાં દિવસે પૂર્ણ થાય છે.

ગણેશ પૂજાનું મહત્વ :-

આપણે કોઈ પણ મંગલકાર્યની શરૂઆત વિનાયકને યાદ કરીને કરીએ છીએ. શ્રદ્ધા અને ભક્તિભાવથી તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે.

શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી ભલે કોઈ કામનાપૂર્તિ સ્ત્રી, પુત્ર, પૌત્ર, ઘન, સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ દુ:ખોના નિવારણ માટે હોય. અર્થાત જ્યારે ક્યારેક કોઈ વ્યક્તિને કોઈ અનિષ્ટની આશંકા હોય કે પછી તેને વિવિધ શારીરિક કે આર્થિક કષ્ટ ઉઠાવવા પડી રહ્યા હોય તો તેણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કોઈ યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણના મદદથી શ્રીગણપતિ પ્રભુ અને શિવ પરિવારનુ વ્રત, આરાધના અને પૂજન કરવુ જોઈએ. કોઈપણ શુભ પ્રસંગ પછી તે લગ્‍નનો પ્રસંગ હોય કે કુંભ મૂકવાનો કે શિલારોપણનો લક્ષ્‍મીપૂજન હોય કે મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્‍ઠા કરવાની હોય, ગણપતિનું પૂજન સૌ પ્રથમ કરવામાં આવે છે.

” देवा हो देवा गणपति देवा मंगलम ग़नेशम

विघ्न विनाशक जन सुख दायक मंगलम गणेशंम

देवा हो देवा गणपति देवा मंगलम गणेशं

तू ही आदि तू ही हैं अंत

देवा महिमा तेरी हैं अनंत

देवा हो देवा गणपति देवा मंगलम गणेशं “

ગણેશજીના વિવિધ સ્વરૂપ :-

ગુદ્ગલ પુરાણ મુજબ અનંત, અનાદિ, બ્રહ્માંડ નાયક, દૈત્યાસુર નાશક, લાભ-વિજય-સ્મૃધ્ધિ પ્રદાતા, વિધ્નહર્તા બ્રહ્મા-વિષ્ણુ-મહેશના સાક્ષાત રુપ, પ્રચળ્ડ તેજોમય ગણેશના આ સૃષ્ટિ આરંભ થયાથી અત્યાર સુધી એટલા અવતરણ થઈ ચૂક્યાં છે કે તેમની લીલાઓનું વર્ણન કરવામાં સો વર્ષની આયુ પણ ઓછી પડશે. તે અવતારોમાં પણ મુખ્ય આઠ અવતાર છે જેને ‘અષ્ટવિનાયક’ પણ કહે છે

વક્રતુંડ
એકદંત
મહોદર
ગજાનન
લંબોધર
વિકટ
વિધ્નરાજ
ધૂમ્રવર્ણ

ગણેશ જન્મની વિભિન્ન કથાઓ :-

શિવપુરાણની રુદ્રસંહિતાના ચોથા ખંડ અનુસાર ગણેશનું સર્જન પાર્વતીજીના ઉબટનમાંથી કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. પાર્વતીને સ્નાન કરવા જવું હતું અને બહાર દ્વારપાળ તરીકે કોઈને બેસાડવા માટે તેમણે પોતાના ઉબટનમાંથી બાળક ગણેશનું સર્જન કર્યું અને તેમાં પ્રાણ રેડયા. માતા પાર્વતીએ પુત્ર ગણેશને સૂચના આપી કે હું અંદર સ્નાન કરું છું તો કોઈને પ્રવેશવા ન દેશો ત્યારે થોડા સમય બાદ મહાદેવ આવ્યા, ત્યારે ગણેશજીએ શિવજીને રોક્યા.

શિવજીએ બહુ સમજાવવા છતાં માતૃઆજ્ઞાનું પાલન કરવા માટે મહાદેવને પ્રવેશ ન આપ્યો ત્યારે મહાદેવનું અપમાન શિવગણોથી સહન ન થયું અને શિવગણોએ તેની સાથે ભયંકર યુદ્ધ કર્યું, પરંતુ બાળક ગણેશને હરાવી શકાય તેમ ન હતું તેથી ક્રોધે ભરાયેલા શિવજીએ તેનું મસ્તક ત્રિશૂલથી કાપી નાખ્યું. પરિણામ સ્વરૂપ પુત્રવધથી માતા પાર્વતી ક્રોધિત થયાં અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી તેમણે પ્રલય કરવાનું વિચારી લીધું ત્યારબાદ માતા જગદંબાની સ્તુતિ કરવામાં આવી અને તેને શાંત કરીને શિવજીએ ઉતર દિશામાંથી આવતા ગજનું માથું કાપીને ગણેશને ધડ પર મૂકીને તેના દેહમાં ફરી પ્રાણ ફૂંક્યા. તેથી તે ગજાનન કહેવાયા.

વરાહ પુરાણ અનુસાર સ્વયં શિવે પંચ તત્ત્વને મે


ગણેશનું સર્જન બહુ તન્મયતાથી કર્યું હતું. શિવજીએ ગણેશનું બહુ સુંદર અને આકર્ષક સર્જન કર્યું હતું, પરંતુ ગણેશનું અનુપમ સૌંદર્ય જોઈને દેવો પણ તેની ઇર્ષા કરવા લાગ્યા, કારણ કે માત્ર ગણેશ જ સમગ્ર દેવી-દેવતાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા તેથી દેવી-દેવતામાં ખળભળાટ મચી ગયો અને શિવજીએ આ ઉત્પાતને શાંત કરવા માટે તેમનું પેટ મોટું બનાવી દીધું અને ચહેરાનો આકાર પણ ગજ જેવો કરી દીધો.

અન્ય એવી પણ કથા પ્રચલિત છે કે પાર્વતીજીએ અને શિવજીએ દુર્વાના તણખલાથી તેનું સર્જન કરી તેની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. એક વાર માતા પાર્વતી અને મહાદેવ નર્મદા નદીના તટ પર વિહાર કરવાં ગયાં. નર્મદા નદીના સુંદર સ્થાન પર માતા પાર્વતીએ ચોપાટ રમવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે મહાદેવે કહ્યું, “આપણે રમીએ પણ આપણી હાર-જીતનો ફેંસલો કરવા માટે કોઈ સાક્ષી જોઈએને !”

ત્યારે પાર્વતીજીએ ઘાસના તણખલામાંથી એક બાળકની રચના કરી અને તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરીને તેમણે કહ્યું કે “બેટા, અમે ચોપાટ રમીશું, પરંતુ હાર-જીતનો સાક્ષી તું રહીશ. તારે નિર્ણય કરવાનો કે કોણ હાર્યું અને કોણ જીત્યું.” આ રીતે ગણેશનું સર્જન માતા પાર્વતીએ કર્યું હોવાથી તે શિવ અને પાર્વતીના પુત્ર કહેવાયા. સૌ પ્રથમ વાર તેનું સર્જન દુર્વાના તણખલામાંથી કરવામાં આવ્યું હતું તેથી તેમને દુર્વા અધિકતમ પ્રિય છે અને ગણેશ પૂજામાં દુર્વા અવશ્ય હોય છે.
ભગવાન શિવજીએ ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલા જો ગણેશજીની પૂજા કરશે તો તેના તેનુ કામ કોઈપણ વિઘ્ન વગર પાર પડશે. તેથી ગણપતિને વિધ્નહર્તા પણ કહેવાય છે. ગણેશજીને તમે ધ્યાનથી જોશો તો તમને તેમના વિવિધ અંગો કંઈક ઉપદેશ આપે છે.

” जय गणेश जय गणेश जय गणेश देवा

माता तेरी पार्वती पिता महादेव

एक दन्त दयावंत,चार भुजा धारी

माथे पर सिंदूर सोहे, मुसे की सवारी

जय गणेश जय गणेश जय गणेश देवा …”

ગણેશજીનું સ્વરૂપ અને સંદેશ :-

ગણેશજીનુ મોટુ માથું કહે છે કે, આપણે સારા વિચારો કરીએ, વધારે શીખીએ, વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ. તેમના મસ્‍તક વિશાળતા સુચવે છે માનવે પણ તેજ રીતે તેના જીવનમાં સંકૂચિતતાનો ભાવ છોડી વિશાળ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ.
ગણેશજીની નાનકડી આંખો કહે છે કે આપણે ચારેબાજુ દિશાહિન ભટકવાને બદલે એકાગ્ર થઈ લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રીત કરીએ. દરેક કામ ઝીણવટથી કરીએ અને બાજ જેવી નજર રાખીએ, જેથી સમય રહેતા આવનાર સંકટોને પહેલાથી જ જોઈ શકીએ.
ગણેશજીના મોટા કાન કહે છે કે આપણે વધુ સાંભળીએ અને નાનું મોંઢુ કહે છે કે આપણે ઓછું બોલીએ. તેમનો સંદેશ છે કે એકગણું બોલીએ અને ત્રણગણું સાંભળીએ.
ગણપતિજીનુ લાંબું નાક સંદેશ આપે છે કે આપણી આસપાસના વાતાવરણને સૂંધી પરિસ્થિતિને ઓળખી લઈએ. તે દૂરદર્શીતાપણુ પણ સૂચવે છે
ગણેશજીનું દુંદાળુ પેટ સંદેશ આપે છે કે આપણે સારું કે ખરાબ બધું જ પચાવી જઈએ. સફળતાથી અભિમાન ન આણીએ અને નિષ્ફળતામાં હતાશ ન અનુભવીએ. તેમજ તત્‍વજ્ઞાનની સર્વ વાતો સમાવવાનો નિર્દેશ મળે છે.
ગણેશજીના ચારેય હાથોમાં અલગ-અલગ વસ્‍તુઓ છે. જેમાં અંકુશ વાસના વિકૃતિ ઉપર નિયંત્રણ સૂચવે છે. જયારે પાશ ઈદ્રિયોને શિક્ષા કરવાની શકિત તેમજ મોહક સંતોષપ્રદ આહાર સૂચવે છે જયારે ચોથો હાથ સત્‍યનું પાલન કરતા ભક્તોને આશીર્વાદ સૂચવે છે.


ગણેશજીના ટુંકા પગ સંસારની ખોટી દુન્‍યવી વસ્‍તુઓ પછળ ખોટી દોડધામ ન કરવી પરંતુ બુધ્ધિપૂર્વક ધીમે છતાં મક્કમ ગતિએ પોતાના કાર્યમાં આગળ વધવાનું સૂચવે છે.



આમ ગણપતિની તમામ લાક્ષણિકતાઓમાં કોઈને કોઈ શુભ મર્મ છુપાયેલ છે. ગણપતિને રિધ્ધિસિધ્‍ધીના દેવ પણ કહ્યા છે. તેમના પૂજનથી માનવને રિધ્ધિ સિધ્‍ધી પણ સાંપડે છે. આજના દિવસે આવા સર્પણ સંપૂર્ણ ગજાનનનું પૂજન કરી આપણા જીવનને સાર્થક કરીએ.

” गाईये गणपति जगवन्दन, શંकर सुवन भवानी नंदन |

सिध्धि सदन गजवदन विनायक, कृपा सिंधु सुंदर सब लायक |

गाईये गणपति जगवन्दन…….

मोदक प्रिय मुद मंगल दाता, विद्या वारिधि बुध्धि विधाता |

गाईये गणपति जगवन्दन…….”


ગણેશજીના પ્રિય ફૂલ :-

ગણેશજીને તુલસી છોડીને બધા જ પ્રકારના પત્ર-પુષ્પ પ્રિય છે. ગણપતિજીને ધરો વધારે પ્રિય છે. તેથી સફેદ અને લીલી ધરો તેમને ચઢાવવી જોઈએ. ધરોની ડાળીમાં ત્રણ કે પાંચ પત્તી હોવી જોઈએ. ગણેશજી પર તુલસી ક્યારેય ન ચડાવશો.

પદ્મ પુરાણ આચાર રત્નમાં લખ્યું છે કે, ‘न तुलस्या गणाधिपम |’ એટલે કે તુલસી વડે ગણેશજીની પૂજા ક્યારેય પણ ન કરવી. કાર્તિક માહાત્મ્યમાં પણ કહ્યું છે કે, ‘ગણેશ તુલસી પત્ર દુર્ગા નૈવ તૂ દૂર્વાયા’ એટલે કે, ગણેશજીની તુલસી પત્ર અને દુર્ગા માતાની ધરો વડે ક્યારેય પણ પૂજા ન કરવી. ભગવાન ગણેશને જાસુદનું લાલ ફૂલ ખાસ પ્રિય હોય છે. આ સિવાય ચાંદની, ચમેલી અને પારિજાતના ફૂલોની માળા બનાવીને પહેરવાથી પણ ગણેશજી પ્રસન્ન થાય છે.

” जय गणेश जय गणेश जय गणेश देवा …

पान चढ़े फूल चढ़े, और चढ़े मेवा

लड्डु का भोग लगे, संत करे सेवा

जय गणेश जय गणेश जय गणेश देवा …”

રાષ્ટ્રીય એકતા અને ગણેશ ઉત્સવ

આઝાદી પહેલાં રાષ્ટ્રને સંગઠિત કરવાનું પાયાનું કામ ગણેશ મહોત્સવ દ્વારા કરવામાં આવ્યું. પેશવાએ ગણેશોત્સવની શરૂઆત કરી. પૂનામાં કસ્બા ગણપતિ નામથી પ્રસિદ્ધ ગણપતિની સ્થાપના શિવાજી મહારાજની માતા જીજાબાઈએ કરી.લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવને એક નવું જ સ્વરૂપ આપ્યું જેનાથી ગણેશ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની ગયા. લોક માન્યના પ્રયાસ પહેલાં ગણેશ પૂજા પરિવાર સુધી સીમિત હતી, પરંતુ તેને સાર્વજનિક મહોત્સવ બનાવાતાં તે રાષ્ટ્રીય એકતાનું માધ્યમ બની ગયો. લોકમાન્ય તિલકે ૧૮૯૩માં ગણેશ ઉત્સવને સાર્વજનિક બનાવવાનાં બીજ રોપ્યાં.

આપણા દેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર લોકો ધામધુમથી ઉજવે છે, ખાસ કરીને મુંબઇ, મહારાષ્ટ્રમાં આ તહેવારનું ખુબ મહાત્મ્ય છે.મુંબઇમાં તો આ તહેવાર દરમ્યાન લગભગ દરેક શેરી અને મહોલ્લામાં નાની-મોટી અનેક ગણપતિજીની મૂર્તિઓ પધરાવવામાં આવે છે. અહીંના સ્થાનિક લોકો તો પોતાના ઘરમાં પણ ગણપતિજીની મૂર્તિઓ પધરાવતા હોય છે, જેવી જેની શ્રદ્ધા તે પ્રમાણે મૂર્તિઓ પોતાના ઘરે રાખતા હોય છે અને અનંત ચૌદશ પહેલા દરીયામાં પધરાવી દે છે. અને હવે તો સમગ્ર ભારતમાં આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે ‘ગણપતિ બાપા મોરયા’ ના અવાજો ઠેર ઠેર સંભળાતા હોય છે. મોરયા એટલે નમસ્કાર. આમ, ગણેશોત્સવ એ આપણા દેશની ભાવાત્મક એકતાનું પ્રતિક છે.

આવા સુખ કરતા, દુ:ખ હરતા, વિધ્ન વિનાયક ગણપતિ દેવને કોટિ કોટિ વંદન !!!

” गणपति गणेश को, कोटे जो क्लेश को,

मेरो प्रणाम है जी, मेरो प्रणाम है |



14 મી સપ્ટેમ્બર હિન્દી દીવસ


” हिंद देश के निवासी सभी जन एक है

रंग, रूप, वेश, भाषा चाहे अनेक है |

धर्म है अनेक जिनका, सार वही एक है

पंथ हे निराले, सबकी मंजिल तो एक है | “

ભારતમાં વિવિધતામાં એકતા છે. આખાયે ભારત દેશમાં દરેક રાજ્યની બોલી, પહેરવેશ, રીત-રીવાજો, ધર્મ ભલે અલગ અલગ હોય, પરંતુ બધી વિવિધતામાં પણ ભારતવાસી તરીકેની એકતા રહેલી છે. રાષ્ટ્રના ઉત્થાન મટે સૌ હંમેશા તત્પર રહે છે. દેશમાં જયારે કોઈ આફત આવી પડે છે, ત્યારે બધા ભારતવાસીઓની આ એકતા પ્રદર્શિત થાય છે. આ રાષ્ટ્રની એકતાને લીધે જ આજે ભારત દેશ સ્વતંત્ર છે. અંગ્રેજોની ગુલામીમાંથી બહાર આવવા અને અંગ્રેજોને દેશનિકાલ કરવા ભારતના તમામ રાજ્યોના લોકોએ પોતાના જાતિ-ધર્મના ભેદને ભૂલીને ફક્ત ભારતવાસી હોવાનું પ્રમાણ બતાવ્યું હતું અને દેશને આઝાદી અપાવી હતી. ત્યારે સૌ કહી ઉઠ્યા હતા….

” भारत वर्ष  हमारा  है यह  भारत वर्ष  हमारा

हमको प्राणों से प्यारा है यह भारत वर्ष हमारा

तन मन धन प्राण चढ़ायेंगे, हम उनका मान बढायेंगे

जगका है सौभाग्य सितारा……..

    है यह भारत वर्ष हमारा है यह भारत वर्ष हमारा | “

_ प्रदीपजी

14 સપ્ટેમ્બર – હિન્દી દિન :-


14 મી સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતની બંધારણ સભા 14 મી સપ્ટેમ્બર 1949 ના રોજ યુનિયન સત્તાવાર ભાષા તરીકે દેવનાગરી લીપીમાં હિન્દી ભાષાને રાષ્ટ્ર ભાષા તરીકે અપનાવી હતી. અને ત્યારથી આ દિવસ હિન્દી દિન એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે.

જેવી રીતે આપણને ભારત દેશનું ગૌરવ છે, રાષ્ટ્ર ધ્વજનું ગૌરવ છે તેવી જ રીતે આપણને રાષ્ટ્ર ભાષા હિન્દીનું ગૌરવ હોવું જોઈએ. ભારતના દરેક રાજ્યોની બોલી અલગ અલગ છે, પરંતુ આપણી રાષ્ટ્ર ભાષા એક હિન્દી જ છે. આપણી રાષ્ટ્ર ભાષા હિન્દીનું સન્માન એ દરેક ભારતવાસી માટે ગૌરવસમાન છે. તો આ રાષ્ટ્રીય તહેવાર – હિન્દી દિનની ઊજવણી પણ આપણે અન્ય તહેવારોની જેમ હર્ષોલ્લાસથી કરવી જોઈએ.

” आजका दिन ये हिन्दी दिन,  हिन्दी समजो और समजाओ

खुद पढ़ो, दूसरो को पढ़ाओ,  और हिन्दी  को अपनाओ

ये देश हमारा हिन्दुस्तान  है,  और हम हिन्दुस्तानी है | “

હિન્દી ભાષા, ભારતના અગ્રણી રાજ્યો (પ્રાંતો) બોલાય છે અને સમજાય છે. ભારતના બંધારણ દ્વારા હિન્દી મુખ્ય ભાષા હોવાની વિશિષ્ટતા ધરાવે છે. હિન્દી ભારતમાં લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. હિન્દી ભારતમાં એક અનમોલ સંપર્ક ભાષાના રૂપમાં કાર્ય કરે છે તેમજ વ્યાકરણની દ્રષ્ટિએ પણ તે એક ઉન્નત ભાષા છે. હિન્દી ભાષાનો અભ્યાસ વિશ્વમાં અનેક યુનિવર્સિટીઓમાં અત્યંત રસ સાથે કરવામાં આવે છે. અનેક રાજકારણીઓ, કે જેમણે ભારતની સ્વતંત્રતા માટે લડાઈ કરી હતી, વાસ્તવમાં તેઓ હિન્દીને રાષ્ટ્ર ભાષા બનાવવા ઈચ્છતા હતા. હિન્દી ભાષાનું ક્ષેત્ર અન્ય ભારતીય ભાષાઓની તુલનામાં અધિક વ્યાપક છે. મધુર હિન્દી ભાષા આસાનીથી બોલી શકાય છે અને સમજી શકાય છે. વિશ્વમાં ચાઇનીઝ અને અંગ્રેજી પછી હિન્દી બોલવાવાળાઓની સંખ્યા વધારે છે. તેમજ હિન્દી ભાષા ભારતીયતાનું એક પ્રતિક છે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન હિન્દી એક મહત્વનું શસ્ત્ર હતું. હિન્દી વિવિધતામાં એકતાનું પ્રતીક છે.હિન્દી રાષ્ટ્રીય ચેતનાની વાહક રહી છે તેમજ ભારત દેશની આત્મા છે. હિન્દી, ભારતની અખંડિતતા ઓળખ છે. હિન્દીએ દેશની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવામાં પ્રમુખ ભૂમિકા ભજવી છે. ખરેખર, બધી જ ભારતીય ભાષાઓમાં હિન્દી પ્રમુખ ભાષા છે.

હિન્દી ભાષાના મહત્વને આગળના વર્ષોમાં પણ આ જ રીતે જાળવી રાખવું એ ખૂબ જ જરૂરી છે. અને આ હિન્દી ભાષાના ગૌરવને જાળવી રાખવાનું કામ કેવળ યુવાનો જ કરી શકે. કારણ કે તેઓ દેશના વિકાસનો આધારસ્તંભ છે, ભવિષ્યના કિરતાર છે !! તેથી કહી શકાય કે


” तारों के बिना कभी विद्युत संचार नहीं होता

रेखाओ के बिना चित्र कभी तैयार नहीं होता |

देश के भावि कर्णधारों ! जरा सोचो…………….

संयमी नौजवान के बिना देश का विकास नहीं होता |”

આઝાદી પછી બહુમતીથી હિન્દી ભાષાને આપણી રાષ્ટ્ર ભાષા તરીકે સ્વીકારવામાં આવી છે, પરંતુ હાલના સમયમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવથી હિન્દી ભાષાનું મહત્વ ઓછું થતું જાય છે. ઘણા લોકો હિન્દી દિન ક્યારે આવે છે તે પણ ભૂલતા જાય છે ! હિન્દી ભાષા સૌ કોઈ જાણે છે, પરંતુ તેના મહત્વને સ્વીકારનારો વર્ગ ઓછો થતો જાય છે. આપણી રાષ્ટ્ર ભાષાનું ગૌરવ એ આપણા રાષ્ટ્રનું ગૌરવ છે. આ ગૌરવને જાળવવા સૌએ જાગૃત થવાની જરૂર છે. કોઈ એક-બે વ્યક્તિના વિચારોથી આ સન્માન જળવાશે નહિ, પરંતુ દેશના તમામ લોકોએ સાથે મળી હિન્દી ભાષાને અને હિન્દી દિનને સન્માન આપવું જોઈએ.

” બની જાય કેડી નવી એક આખી,

છૂટક જો પડેલા પરોવાય પગલાં.”

શનિવાર, 3 સપ્ટેમ્બર, 2016

શિષ્યની કર્તવ્યનિષ્ઠા


એક વખત સિકંદર અને તેના ગુરુ એરિસ્ટોટલ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં વરસાદના પાણીનો વહેળો આવ્યો. એરિસ્ટોટલ અને સિકંદરમાં એ વાતે વિવાદ થયો કે પહેલા વહેળો કોણ પાર કરશે? સિકંદરે નક્કી કર્યું કે પહેલાં તે વહેળો ઓળંગશે. એરિસ્ટોટલે સિકંદરની વાત માની લીધી. પણ પછી થોડા દુ:ખી થઈને એમણે કહ્યું, ‘તેં મારી આજ્ઞાનું પાલન ના કર્યું.’ સિકંદરે જવાબ આપતા કહ્યું, ‘ગુરુજી, મારી કર્તવ્યનિષ્ઠાએ જ મને એમ કરવા માટે પ્રેરણા આપી. એરિસ્ટોટલ હજારો સિકંદર તૈયાર કરી શકશે, પણ સિકંદર તો એક પણ એરિસ્ટોટલ તૈયાર નહીં કરી શકે.’ સિકંદરના આ ઉત્તરથી ગુરુ એરિસ્ટોટલ અત્યંત પ્રભાવિત થયા.

ગીતાના રચયિતા અને એક યુગ પ્રવર્તક ભગવાન શ્રી કૃષ્ણ જયારે ગુરુ સાંદીપનીના આશ્રમમાં અભ્યાસ કરતા હતા ત્યારે ગુરુ સાંદીપનીની આજ્ઞાને માનીને શિષ્ય કૃષ્ણે પાતાળમાં જઈને ગુરુપુત્રને લઇ આવ્યા .

એક એવો શિષ્ય એકલવ્ય કે, જેણે માત્ર પોતાના મનથી માનેલા ગુરૂ દ્રોણને ગુરૂદક્ષિણાના ભાગરૂપે પોતાના હાથનો અંગુઠો કાપીને અપર્ણ કરી દીધો.

તેમજ એક ઉદ્દાત શિષ્ય આરુણિએ પોતાના ગુરુની આજ્ઞાને સર્વસ્વ માનીને આશ્રમની પાળ તૂટી જતા પાણીને રોકવા પોતે જ ત્યાં સુઈ ગયો. અને પોતાના શરીરની પરવા કર્યા વિના ગુરુની આજ્ઞાને જ સર્વસ્વ માની ઉમદા શિષ્યનું ઉદાહરણ પૂરું પડ્યું હતું.

આપણા ગૌરવવંતા ઈતિહાસમાં એવા કેટલાક મહાન ગુરુ-શિષ્યો અમર થઈ ગયા છે. ઈતિહાસના પાને તેમનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે.

આ મહાન ગુરુ-શિષ્યો છે સાંદપિની અને ભગવાન શ્રીકૃષ્ણ, દ્રોણાચાર્ય-અર્જુન, અતિ વિદ્વાન ચાણકય-ચંદ્રગુપ્ત. સાંદિપની, દ્રોણાચાર્ય અને ચાણક્યે તેમના તેજસ્વી શિષ્યોને જીવનમાં આગળ વધવાનો રાહ ચિંધ્યો. આ દિવસે તમારે કોઈ સારો સંકલ્પ કરવો જોઈએ અને શિક્ષકના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સદ્ગુણોમાંથી પ્રેરણા લેવી જોઈએ.

” શિક્ષક તો મીણબત્તી જેવો હોય છે,

જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે.”

_સુફિન

શિક્ષક દિનના પ્રણેતા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન :


પોતાનો જન્મદિવસ ‘શિક્ષક દિન’ તરીકે ઉજવાય એવી ઉદ્દાત ભાવના દાખવીને જેમણે ભારતભરના શિક્ષક સમુદાયને જે સામાજિક મોભો અને પ્રતિષ્ઠા આપી છે તે ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 – 9 – 1888 ના રોજ મદ્રાસના તિરૂતુનિ નગરમાં થયો હતો. તેઓ એમ.એ.ની પરીક્ષા પાસ કરી કોલેજમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તત્વજ્ઞાન તેમજ ભારતીય દર્શનોનો ગહન અભ્યાસ કર્યો. એક સારા વ્યાખ્યાકાર તરીકે પણ તેઓ પ્રખ્યાત થયા. આથી ઈંગ્લેંડ, અમેરિકા જેવા દેશોમાં વ્યાખ્યાનો માટે તેમને નિમંત્રણો મળતા. તેમના પ્રવચનો ઊંડા મંથનથી અને ઉમદા વિચારોથી સભર રહેતા, તેમણે ‘ઇન્ડિયન ફિલોસોફી’, ‘પ્રિન્સિપલ ઉપનિષદ’, ‘ઇષ્ટ એન્ડ વેસ્ટ રીલીજીયન’, ‘હિંદુ વ્યુ ઓફ લાઈફ’ જેવા અસંખ્ય ગ્રંથો લખ્યા. ત્યારબાદ તો રશિયા ખાતે ભારતના એલચી તરીકે ફરજ બજાવતા ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદે અને છેલ્લે રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદે પોતાની મૂલ્યવાન સેવાઓ આપી હતી. ‘ભારત રત્ન’ નો સર્વોચ્ચ ખિતાબ અર્પણ કરીને ભારતે આ મહાન શિક્ષક પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું. ચાલીસ હજાર પાઉન્ડનું ‘ટેમ્પલટન પારિતોષિક’ મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ બિનખ્રિસ્તી વિજેતા હતા.

ડો. રાધાકૃષ્ણન માનતા કે શિક્ષણે પરિપૂર્ણ બનવા માટે માનવીય બનવું જ જોઈએ. તેમાં ફક્ત બૌદ્ધિક તાલીમ જ નહિ, હૃદયશુદ્ધિ અને આત્મશિસ્તનો પણ સમાવેશ કરવો જોઈએ. સત્ય વિચાર અને પ્રેમાળ જીવન એ શિક્ષણનો માનવીય અંશ છે. તેમના મતે માનવ નિર્માણકારી શિક્ષણમાં સંસ્કૃતિની ભૂમિકા ઘણી મહત્વની છે. અને સંસ્કૃતિ એટલે મનુષ્યમાં રહેલા પશુને વશમાં કરતા જવાની પ્રાગતિક પ્રક્રિયા. તેમના જીવનનું ઉદ્દેશ્ય આ પંક્તિમાં ચરિતાર્થ થતું દેખાય છે :

” વાવવાં છે બીજ મારે બાળકોના દિલ મહી

વૃક્ષ થઈને ઊગશે એ નામ જિજ્ઞાસા ધરી !

જ્ઞાન રૂપી ફળ પછી તો આવશે એ વૃક્ષ પર

શીખવી દેશે સહજમાં જીવવાનું જિંદગી ! “

આપણે જાણીએ છીએ કે તેમનો જન્મદિવસ ઈ.સ. 1964 થી ભારતભરમાં ‘શિક્ષકદિન’ તરીકે ઊજવાય છે. તેમના મતે રાષ્ટ્રનું ઘડતર અને ચણતર શિક્ષણસંસ્થામાં થાય છે. શિક્ષણ વિશેનું વ્યાપક મનોમંથન ડો. રાધાકૃષ્ણનના જીવનકર્મનું કેન્દ્રબિંદુ છે. તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન અને તત્વચિંતક હોવાથી ‘ભારતના પ્લેટો’ કહેવાતા. આ ઉપરાંત જુદી જુદી પ્રાદેશિક અને વિદેશી ૧૫થી વધુ ભાષાઓ લખી-વાંચી અને સમજી શકતા હતા. તેમણે ઘણાં ઉત્તમ પુસ્તકો લખ્યાં છે. વિદેશમાં પણ તેમણે ધોતિયું, પાઘડી અને લાંબો કોટ પહેરીને પ્રભાવશાળી ભાષણો આપ્યાં. તેઓ રશિયામાં ભારતના રાજદૂત બન્યા હતા.

૧૯૬૨માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા. શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ પદ સુધી કોઈ વ્યક્તિ પહોંચી હોય તેવી આ વિરલ ઘટના હતી. ૧૯૬૭ સુધી રાષ્ટ્રપતિ પદે રહ્યા. ૧૯૭૫ની સોળમી એપ્રિલના રોજ તેમનું અવસાન થયું. રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્તિ વેળાએ તેમણે ઉચ્ચારેલા શબ્દો હતા_” Our Slogan should not be Power at any Price : but Service at any Cost .” અર્થાત ” કોઈપણ ભોગે સેવા અને નહિ કે કોઈપણ કિંમતે સત્તા.” આ સંદેશ ભારતના વર્તમાન રાજકારણીઓને ઘણું કહી જાય છે. આવા મહાન આચાર્યને ‘આચાર્ય દેવો ભવ’ કહીને નમ્ર અંજલી અર્પીએ.

શિક્ષક દિન – ૫ મી સપ્ટેમ્બર


” જગ છે એનું મૂક પરીક્ષક, ચાલે એનું સતત પરીક્ષણ,

ને ના થાયે પૂરું શિક્ષણ શિષ્યતણું, જેનો છું શિક્ષક.”

૫ સપ્ટેમ્બર એટલે ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં શિક્ષક દિન તરીકે ઊજવાય છે. મિત્રો તમારા માનસપટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે. તેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ છે ‘શિક્ષક દિન’. તમે પણ આ દિવસની ઉજવણી ખાસ રીતે કરવાની જોરદાર તૈયારીઓ કરી હશો.

આ સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એક શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. તે ઈમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ શિક્ષક કરે છે. તેઓ ઈમારતનું પાકું ચણતર કરી તેને કદી ડગવા દેતા નથી.

” ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ.

જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક.”

‘ Good teachers Think before they act, Think while they act, Think after they act.’

(સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતા પહેલા વિચારે છે, કાર્ય કરતી વખતે વિચારે છે, અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે.)

દરેક વ્યક્તિના ઘડતરમાં બે વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. એક છે માતા અને બીજા ઉત્તમ શિક્ષક. માનવીનો શારીરિક વિકાસ તો તેની માતા કરે છે, પરંતુ માનવી પોતાનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષક પાસેથી પ્રાપ્ત કરે છે. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે.

“આજે આપણે એ શિક્ષણ ની જરૂર છે કે જેનાથી ચારિત્ર્ય નિર્માણ થાય, મન ની સુષુપ્ત શક્તિઓ જાગે, જેનાથી બુધ્ધિમત્તા નું વિસ્તરણ થાય અને જે માણસ ને બહાર નાં બધા જ સહારા છોડાવી ને તેને પોતાના પગ પર ઉભો કરી શકે.”

– સ્વામી વિવેકાનંદ



શિક્ષકદિનના દિવસે રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રના આદર્શ શિક્ષકોને ‘ શ્રેષ્ઠ શિક્ષક ‘ નો એવોર્ડ આપવામાં આવે છે . તેમજ દરેક શાળા અને સરકારી કાર્યાલયોમાં શિક્ષકો માટેનો ફાળો ઉઘરાવવામાં આવે છે. જેનાથી જરૂરિયાતમંદ શિક્ષકની સહાય કરવામાં આવે છે.

આ દિવસે દરેક શાળાઓમાં ‘સ્વયં શિક્ષકદિન’ ની ઊજવણી કરવામાં આવે છે . જેના અંતર્ગત વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગમાં અભ્યાસ કરાવે છે અને શિક્ષકોનો આદર્શ રજુ કરે છે . તેમજ શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે . જેનાથી વિદ્યાર્થીઓમાં નાનપણથી જ નેતૃત્વના ગુણો ખીલે અને ઉમદા ગુણોનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકના ઉત્તરદાયીત્વને સમજે. આમ સંસ્કૃતિના સંસ્કાર આપતા શિક્ષકનું ગરવુ પર્વ એટલે ‘શિક્ષક દિન’. આવા શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ જોઇને કહી શકાય_

” નથી થયા સપના સાકાર, લઇ રહ્યા છે હજી આકાર,

જોઈ લો આ બુંદને, અહી જ લેશે સમુદ્ર આકાર.”

વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા એ ખૂબ જ મહત્વનું કાર્ય છે, કારણ કે તેની એક એક પળ વિદ્યાર્થીના જીવન સાથે જોડાયેલી હોય છે. દરેક વિદ્યાર્થીનું ભવિષ્ય શિક્ષકના હાથમાં રહેલું છે. એક આદર્શ શિક્ષક વિદ્યાર્થીના ઉમદા ભવિષ્યનો પ્રણેતા બની શકે છે. તેના જીવનનું ધ્યેય અને ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ બની શકે છે.

” અહી વર્ગખંડોમાં હું જે શૈક્ષણિક કાર્ય કારી રહી છું તે

નોબેલ પારિતોષિકથી લેશમાત્ર ઓછા મહત્વનું નથી.”

_ટોની મોરિસન



સંવત્સરી


સંવત્+સરી આ બે શબ્દોનું મિલન થઇ સંવત્સરી શબ્દ બન્યો છે. સંવત્ એટલે એક વર્ષ અને સરવું એટલે નીકળી જવું, ઘટી જવું. જીવનમાંથી આરાધના-સાધના કરવા માટે મળેલા એક મહત્વપૂર્ણ વર્ષની બાદબાકી થયાનો સૂચક સંવત્સરી શબ્દ છે.
ભાદ્રપદ મહિનાની ઊજળી ચોથે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો સંવત્સરી મહાપર્વ આરાધે છે. આ સંવત્સરી પણ ‘પર્યુષણા’ જ છે. એ દિવસ ફાઇનલ મેચ જેવો ગણાય છે. એની પૂર્વતૈયારી-નેટપ્રેક્ટિસ જેવા શરૂના સાત દિવસો ગણાય છે.
વિશ્વના ધર્મોમાં પોતાના અહિંસા, સંયમ, તપ, વિશિષ્ટ કોટિના સિદ્ધાંતો અને એના આચરણના વ્યવહારુ સ્વરૂપ દ્વારા જૈન ધર્મ આગવું સ્થાન ધરાવે છે. આજની સમગ્ર દુનિયામાં માંડ એક કરોડ જેટલીય જનસંખ્યા નહીં ધરાવતા જૈનધર્મીઓ પણ પર્વો અને મહાપર્વો ઊજવતા હોય છે. પર્યુષણ મહાપર્વ પણ એમાંનું જ એક મહાપર્વ છે. પર્યુષણ મહાપર્વ ભારતીય પરંપરાના ભાદ્રપદ મહિનામાં આવતું હોય છે.
જૈન સાધુ, સાધ્વીજી વરસાદના ચારે ચાર મહિના એક જ સ્થાને અવસ્થાન (નિવાસ) કરીને રહે છે. એ વરસાદના દિવસોમાં સવિશેષ જીવોત્પત્તિ અને જીવનાશ થવાની સંભાવના હોવાથી સ્વયં ગ્રહણ કરેલા સૂક્ષ્મ અહિંસા મહાવ્રતના પાલનને ધક્કો ન પહોંચે એવા આશયથી તેઓ અન્યત્ર ગમનાગમન નથી કરતા. એમના આ રીતના એક સ્થાને કરાતા અવસ્થાનને જ સામાન્યજનો ચાતુમૉસ અગર તો વર્ષાવાસ તરીકે સંબોધે છે, જ્યારે જૈન આગમાદિ ધર્મગ્રંથો એને જ ‘પર્યુષણા’ના નામે સંબોધિત કરે છે.
ભાદ્રપદ મહિનાની ઊજળી ચોથે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો સંવત્સરી મહાપર્વ આરાધે છે. આ સંવત્સરી પણ ‘પર્યુષણા’ જ છે. એ દિવસ ફાઇનલ મેચ જેવો ગણાય છે. એની પૂર્વતૈયારી-નેટપ્રેક્ટિસ જેવા શરૂના સાત દિવસો ગણાય છે.
આમ કુલ આઠ દિવસ સુધી વિવિધ પ્રકારનાં તપ, જપ, જ્ઞાન, ધ્યાન, પ્રવચન-શ્રવણ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, જિનપૂજા, દેવ-ગુરુ અને સંઘભક્તિ, ધાર્મિક ક્ષેત્રોની પુષ્ટિ, તે તે ધાર્મિક-ખાતાઓમાં વિપુલ દાન, બ્રહ્નચર્યનું શુદ્ધ પાલન, એક દિવસથી લઇ મહિના માસના કે તેથીય ઉપરના નિરંકારી તપનું આસેવન, ભક્તિભાવના....આવા વિવિધ અનુષ્ઠાનોથી આ મહાપર્વ આરાધાય છે.
સંવત્+સરી આ બે શબ્દોનું મિલન થઇ સંવત્સરી શબ્દ બન્યો છે. સંવત્ એટલે એક વર્ષ અને સરવું એટલે નીકળી જવું, ઘટી જવું. જીવનમાંથી આરાધના-સાધના કરવા માટે મળેલા એક મહત્વપૂર્ણ વર્ષની બાદબાકી થયાનો સૂચક સંવત્સરી શબ્દ છે. આ દિવસ આવે તે સાધકને રેડલાઇટ બતાવે છે કે આયુષ્યનો ભરોસો નથી. માટે સમય વર્તે સાવધાન! તું સાવધ બની જા! જાગી જા અને આત્મસાધનામાં લાગી જા!
સંવત્સરીના દિવસે સૌથી મહત્વપૂર્ણ બે કર્તવ્યો અદા કરાય છે. એમાં એક છે- બારસા સૂત્રનું ગુરુ મુખે શ્રવણનું અને બીજું કર્તવ્ય છે- સર્વ જીવો સાથે હાર્દિક ક્ષમાપના કરવાપૂર્વક-પ્રતિક્રમણનું! બારસા સૂત્ર એટલે જ કલ્પસૂત્ર આગમ. ૪૫ આગમોમાં શિરમોર સ્થાન કલ્પસૂત્રને પ્રાપ્ત થયેલ છે.આના પ્રત્યેક અક્ષરોના શ્રવણથી આત્મા પર લાગેલ આઠે કર્મો અને તેનાંય મૂળરૂપ એવું મોહનીય કર્મ છુટે છે.
આ જ આગમના અંતિમ ભાગમાં ક્ષમાપના કરવાનો ઉપદેશ પરમાત્મા મહાવીર સ્વામીએ આપેલો છે, જેને ઝીલીને સાધુ,સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા વર્ગ એક વર્ષ દરમિયાન પરસ્પર થયેલા અવિનય-અપરાધ આદિ અનુચિત વ્યવહારોની અંત:કરણથી માફી માગી આત્માને ખૂબ હળવો બનાવે છે. ‘મને માફ કરી દો’ અને ‘હું તમને માફ કરું છું.’ એ બે વાક્યો શાયદ આ વિશ્વમાં અઘરામાં અઘરાં આચરણ-વાક્યો છે-એમ કહીએ તો એમાં અજુગતું કાંઇ જ નથી. પરંતુ એ દુષ્કરને જ સુકર બનાવવાનું કામ જૈનો આજના દિવસે કરે છે.
આ રીતે ક્ષમાપનાનું આદાન-પ્રદાન સાંજના સમયે થતાં સાંવત્સરિક પ્રતિક્રમણ પૂર્વે કરાય છે. આ રીતે બારેબાર મહિનાના દરેકેદરેક પ્રકારનાં પાપોની સાચા દિલથી માફી મંગાય છે. એકવાર જે પાપની માફી મંગાઇ તે પાપ ફરી ન સેવાય એનો સંકલ્પ કરી તે માટેની પળેપળની કાળજી લેવાની હોય છે.
પરસ્પર માફી માગવા-આપવાના આ વ્યવહારને ‘મિચ્છામિ દુક્કડં’ એવાં પ્રાકૃત ભાષાના વાક્ય દ્વારા કરવાનું જૈનોનું આચરણ આજે જૈનોના પરિચિત અજૈનોમાં પણ પ્રચલિત બન્યો છે. સંવત્સરીનાં નિમિત્તને પામી સહુ કોઇ એક વર્ષ જૂનાં પાપોને વિધિપૂર્વક વિસર્જિત કરી, ફરીથી પાપો ન થઇ જાય તેવો સંકલ્પ કરો તેવી શુભાભિલાષા.
શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ

શનિવાર, 27 ઑગસ્ટ, 2016

મોબાઇલ રેડિયેશનની શરીર પર થતી અસર વિશે જાણો


મોબાઇલ રેડિયેશન અંગે સાત વર્ષથી અભ્યાસ કરી રહેલા નર્મદ યુનિવર્સિટીના પ્રો. પંકજ ગઢિયાના તારણ મુજબ મોબાઇલ વાપરનારાં બાળકોને કેન્સર થવાની શક્યતા આમ વ્યક્તિ કરતાં પાંચગણી છે. દેશ અને રાજ્યની સામે સુરત માટે આશ્ચર્યની વાત એ છે કે અહીં માથાં કરતાં મોબાઇલ ફોનની સંખ્યા વધારે છે. માંડ ૪૫ લાખની વસતીમાં મોબાઇલ ફોનની સંખ્યા ૫૦ લાખથી વધુ છે, જેમાં ૨૦ વર્ષથી ઓછી વયના ઉપયોગકર્તાઓ પણ ખાસ્સા છે.

મોબાઇલના રેડિયેશન આરોગ્યને નુકસાન કરે છે તે હવે સરકારે પણ કબૂલવું પડ્યું છે પરંતુ હજુ પણ તેની લાંબા ગાળાની અસર અંગે અભ્યાસ કરવાનું સૂચવ્યું છે.

જો કે, નિષ્ણાતો કહે છે છેલ્લાં દસ વર્ષમાં મોબાઇલની સંખ્યા જે વધી છે તેને કારણે લાંબા ગાળે કેન્સર થવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને બાળકોને તેનાથી બચાવવાની વધુ જરૂરિયાત છે કારણ કે તેમને સૌથી વધુ અસર થાય છે.

કેન્દ્ર સરકારની ઉચ્ચ સ્તરીય આંતર મંત્રી મંડલીય સમિતિએ તાજેતરમાં જ મોબાઇલ ફોનના રેડિયેશન આરોગ્ય માટે ખતરનાક બતાવી રેડિયેશનથી લાંબે ગાળે શું અસર થાય છે તે અંગે વૈજ્ઞાનિક અભ્યાસ માટેનું સૂચન કર્યુ છે. જો કે, નિષ્ણાતો કહે છે કે ભારતમાં લાંબાગાળાના અભ્યાસ નથી થયા પરંતુ વિદેશોમાં થયેલા અભ્યાસો બતાવે છે કે મોબાઇલથી લાંબે ગાળે કેન્સર થવાની શક્યતા છે.
જુદા જુદા અભ્યાસનું તારણ
નર્વસ સિસ્ટમનું કેન્સર શક્ય
છેલ્લાં સાત વર્ષથી મોબાઇલના રેડિયેશન પર સતત અભ્યાસ કરી રહેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના વડા ડૉ. પંકજ ગઢિયા કહે છે કે બાળકો અને કિશોરો જો મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા થઈ જાય તો તેમને કેન્સર થવાની શક્યતા પાંચગણી વધી જાય છે.

ડૉ. ગઢિયાએ જણાવ્યું હતું કે સ્વીડનમાં થયેલો એક બહોળો અભ્યાસ બતાવે છે કે જે લોકો ૨૦ વર્ષથી ઓછી ઉંમરે ફોનનો ઉપયોગ કરતા થઈ જાય છે તેમને ગ્લિયોમા (નર્વસ સિસ્ટમનું કેન્સર) થવાની શક્યતા પાંચગણી વધી જાય છે. તે પાછળનું કારણ એ છે કે તેમના બ્રેઇન અને નર્વસ સિસ્ટમ કૂમળા હોવાથી રેડિયેશન અંદર સુધી પેસી જાય છે.
મોબાઇલની વધતી સંખ્યા
દુનિયામાં સૌથી ઝડપી વિકાસ
મોબાઇલ ફોનનો ખતરો વધી જવાનું કારણ તેની સંખ્યામાં અધધ વધારો પણ છે. ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું વાયરલેસ કોમ્યુનિકેશનનું માર્કેટ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના આંકડા પ્રમાણે વર્ષ ૨૦૦૧માં દેશમાં મોબાઇલ ફોનની સંખ્યા જ્યાં લગભગ ૫૦ લાખ હતી તે નવેમ્બર ૨૦૧૦ સુધીમાં વધીને તે ૭૨ કરોડની આસપાસ પહોંચી ગઈ હતી.

ભારતમાં સરકાર હવે જાગી છે. યુરોપિયન પાલૉમેન્ટે તો યુરોપમાં મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન અને વાઈફાઈ સહિતના અન્ય રેડિયેશન બહાર પાડતાં સાધનોથી બાળકોને બચાવવા માટે કડક ધારાધોરણો નક્કી કરવાનો ઠરાવ છેક ૨૦૦૮માં કર્યો હતો.
ઓછા ખર્ચે વધુ વાત
૧૩ વર્ષમાં ચાર્જ ૧૩મા ભાગનો
મોબાઇલ ટેકનોલોજિસ્ટ દીપેન જગીવાલા કહે છે કે સુરતની જ વાત કરીએ તો વર્ષ ૨૦૦૪માં અહીં લગભગ ૪.૪૦ લાખ મોબાઇલ ફોન હતા તે હવે ૫૦ લાખથી પણ વધુ થયા હોવાનો અંદાજ છે. મોબાઇલ ફોન તો વધ્યા જ છે તેની સાથે ટોકટાઇમના દરો ઘટવાના કારણે તેનો વપરાશનો સમય પણ વધ્યો છે.

વર્ષ ૧૯૯૮માં આઉટગોઇંગનો દર R ૬.૫૦ હતો તે ઘટીને ૨૦૧૧માં માત્ર ૫૦ પૈસા રહી ગયો છે. આમ લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ વધારે કરતો હોવાને કારણે તેઓ રેડિયેશન સામે પણ વધુ સમય સુધી રહે છે. હવે એક સામાન્ય ઘરમાં સરેરાશ ચારથી પાંચ મોબાઇલ તો રણકતા જ હોય છે.

સુરતમાં થયેલા ૨ અભ્યાસોમાં ૧૨ સમસ્યાઓ જોવા મળી

માથાનો દુખાવો ઊંઘની સમસ્યાથાકઆળસ ટેન્શન ચામડીમાં બળતરાઊલટી આવવી ઊબકા આવવા લોહીનું ઊંચું દબાણ એકાગ્રતા પર અસર સ્મૃતિ પર અસર

(આ અભ્યાસ જુદા જુદા વિસ્તારમાં મોબાઇલ ટાવર નજીક રહેતા ૧૦થી ૮૦ વર્ષની ઉંમરના ૧૦૫ લોકો ઉપર કરાયો હતો જેમાં ૪૯ પુરુષ અને ૫૬ મહિલાઓ લેવાઈ હતી. ઉપરાંત કોલેજ જતા અને મોબાઇલનો ઉપયોગ કરતા ૧૧૧ વિદ્યાર્થીઓ ઉપર કરાયેલા અભ્યાસમાં પણ આવી અસરો જોવા મળી હતી.)
દેશમાં ૧૨૫ કરોડની વસતી સામે મોબાઇલ ૭૨ કરોડ
રાજ્યમાં ૫.૫ કરોડની વસતી સામે મોબાઇલ ૩.૫ કરોડ
સુરતમાં ૪૫ લાખની વસતી સામે મોબાઇલ ૫૦ લાખ!

મોબાઇલ રેડિયેશનની


દિન-પ્રતિદિન ટેલિકોમ્યુનિકેશન સુવિધામાં વધારો કરવા ગુજરાતભરના શહેર-ગામડાઓમાં મોબાઇલ કંપનીઓની ગળાકાપ હરીફાઇ વચ્ચે ભયજનક રીતે ટાવરોની સંખ્યા વધી રહી છે, ચિંતાની વાત છે કે, કેન્દ્ર સરકારની રેડિયેશન અને પાવર ટ્રાન્સમશિન નોમિનલ વેલ્યુની હળવી નીતિના લીધે હાલ દરેક જગ્યાએ રહેણાક વિસ્તારોમાં મોબાઇલ ટાવરો સ્થપાઇ ગયા છે, જેમાં મોટા ભાગના ટાવરો શરીરને નુકસાન કરતા વિકિરણો ફેંકી રહેણાક વિસ્તારમાં જાણે બિલ્ડિંગના મુગટ સમા મોતના મિનારા બની ઊભા છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ભારત સરકારને સુપરત કરાયેલા અહેવાલ મુજબ સામાન્યત: Gફઝ ૯૦૦ બેન્ડ ૯૩૫-૯૬૦ ઝોz ફ્રિકવન્સી પર મોબાઇલ અને ટાવર વચ્ચે થતાં ધ્વનિતરંગોની આપ-લેમાં વધુમાં વધુ ૧-૧.૯૩ ા/ઝ૨ સુધીનો પાવર નોમિનલ છે, ત્યારે ભયજનક બાબત છે કે, હાલ રાજ્યભરમાં સારામાં સારી ઇન્ટરનેટ અને ફોન કોલ સક્ષમ ગુણવત્તા આપવાના બહાને હજારો મોબાઇલ ટાવર એટલે કે મોતના મિનારાઓ નક્કી કરેલી ક્ષમતાથી બમણો પાવર એટલે કે ા/ઝ૨ પાવર ટ્રાન્સ-રિસીવ કરી શરીરમાં યમદૂતોનો સંદેશો લઇ ઘૂસી રહ્યા છે તેમ કચ્છમાં ટાવરોનો કોન્ટ્રાકટ ધરાવતા ઇજનેરે ‘ભાસ્કર’ને જણાવ્યું હતું. જી હા !
.

કેન્‍દ્ર સરકારે એક માર્ગદર્શિકા થકી તમામ રાજયો, મોબાઇલ સેવા આપની કંપનીઓ અને દુરસંચાર વિભાગની ટર્મ સેલ માટે કેટલાક દિશાનિર્દેશો જાહેર કર્યા છે. આ દિશાનિર્દેશોમાં રેડિએશન રોકવા માટેની કોઇ વ્યવસ્થા અંગે સૂચના આપવામાં આવી નથી. સરકારે ટેલિકોમ કંપનીઓના હિતોને ધ્‍યાનમાં રાખવા રાજ્ય સરકારોને જ જરૂરી પગલા લેવા સૂચવ્યું છે.
મોબાઇલ ટાવરથી નીકળતા ખતરનાક રેડિએશન પરની તમામ ચિંતાઓને બાજુએ રાખીને ભારત સરકારે ઓપરેટરોના હિતની વ્યવસ્થા ઉભી કરી છે. સરકારે 3જી અને 4જી કનેકશનો માટે મોબાઇલ ટાવરોના રેડિએશનની સીમા બમણાથી વધુ કરવાનો નિર્ણય લીધો છે.
વર્તમાન સમયમાં દેશમાં 450 મિલિવોટ પ્રતિ વર્ગ મીટરની રેડીએશન સીમા છે. જે 3જી તથા 4જી ટાવરો માટે વધારીને 1000 મિલિવોટ પ્રતિ વર્ગમીટર કરી દેવામાં આવી છે. નવી સીમા પહેલી ઓગષ્ટથી અમલી બની ચૂકી છે. નિષ્‍ણાતોનું કહેવું છે કે આમ થવાથી હવે દેશભરમાં રેડિએશન વધશે કારણ કે હવે 3જી અને 4જી ઉપર જ ભાર રાખવામાં આવશે.
નવી ગાઇડલાઇનમાં ટાવર સાથે જોડાયેલી જનતાની સમસ્‍યાઓ એક રાજય સ્‍તરીય સમિતી ઉપર છોડી દેવામાં આવી છે. સમિતીમાં રાજયના વહીવટી અધિકારી, ટર્મ સેલ, ગણમાન્‍ય નાગરિકો અને ઓપરેટરના પ્રતિનિધિઓ સામેલ હશે. જીલ્લા સ્‍તરે પણ એક સમિટી બનાવવામાં આવશે. જેમાં પણ ઓપરેટરના પ્રતિનિધિ હશે. સૂત્રો જણાવે છે કે નવી ગાઇડલાઇનમાં લોકોની ચિંતાને અવગણવામાં આવી છે. મોબાઇલ ટાવર રેડિએશનથી કેન્‍સર સહિતના રોગો થઇ શકે છે.

મોબાઇલ ફોનની શરીર ઊપર થતી અસર


મોબાઇલ ફોનનું રેડિયેશન ...............................
|| ઇલેક્ટ્રોમેગ્નેટીક રેડિયેશન મનુષ્ય શરીર ઉપર કઇ રીતે અસર કરે છે? ||
- મોબાઇલ ફોનનું રેડિયેશન મગજનાં જે ભાગમાં ઉંડે સુધી ઉતરે છે, તે ભાગ ટૂંકાગાળાની યાદશક્તિ સાથે સંકળાયેલા છે. તેની સામેની બાજુનું મગજ હૃદયની ક્રિયાઓ અને બ્લડ પ્રેસર ઉપર નિયંત્રણ રાખે છે. રેડિયેશનથી આ ભાગને નુકસાન પહોચે છે.
- જુન ૧૯૯૮નું 'લાન્સેટ'મેગેજીન કહે છે કે રેડિયેશનથી બ્લડપ્રેસર ૫-૧૦સસ લ્લ૯ વધી જાય છે. જે સ્ટ્રોક કે હાર્ટ એટેકનાં રિસ્કવાળા માટે ૧૦૦ ટકા જોખમી બની શકે છે.
- મોબાઇલ ફોન વાપરનારા અને મોબાઇલ ફોન ટાવર પાસે રહેનારાઓમાં હવે લાંબાગાળે કેન્સરની અસર દેખાવી શરૃ થઇ છે.
- રેડિયેશનનું પ્રમાણ ઓછું હોય તેવાં કિસ્સામાં તેની બાળકો અને માંદા માણસો ઉપર વિપરીત અસર થયેલ જોવા મળી છે.
- અમેરિકન મેડિકલ એસોસીએશનનું જર્નલ દર્શાવે છે કે રેડિયેશનનાં કારણે કોષોમાં રહેલ ગ્લુકોઝની ચયાપચયની પ્રક્રિયા અને મગજના કોષોની સામાન્ય કાર્યવાહીને નુકસાન પહોચે છે.
- જો મોબાઇલ ફોનનું રેડિયેશન, ૫૦ મીટર જેટલું મગજને મળતું રહે તો, મગજની ક્રિયાશીલતાને અસર થાય છે. મગજનાં કોષોમાં ગ્લુકોઝનો ભરાવો થાય છે.
- વૈજ્ઞાાનિક તારણ કહે છે કે બ્રેઇન સેલના ડિએનએ ડેમેજની વ્યાપક અસરો જોવા મળતાં લગભગ ૩૦ વર્ષનો સમય લાગી શકે છે.
- મનુષ્ય કોષોની ઘશછ ડેમેજ દૂર કરવાની પ્રક્રિયા ઘટી જાય તો બેઇન કેન્સર થવાની શક્યતા બમણી થઇ જાય છે.
- શરૃઆતથી જ મગજનાં કોષોનાં ઘશછને નુકશાન થાય તો, (બાળકોમાં ખાસ) મગજનું કેન્સર થવાની શક્યતા ૨૫ ગણી વધી જાય છે.
- મગજનાં કેન્સર ઉપરાંત મોબાઇલ રેડિયેશન એકોસ્ટીક ન્યુરોમાં, લાળગ્રંથીની ગાંઠ, આંખ અને વૃષણકોથળીનું કેન્સર પણ પેદા કરી શકે છે.
- ૧૯૯૫નાં 'બાયોઇલેક્ટ્રો મેગ્નેટીક્સ' જર્નલમાં હેનરીલાઇ અને નરેન્દ્ર પી.સીંગ જણાવે છે કે ''અમેરિકન સરકાર જેને સલામત ગણે છે તેવાં માઇક્રોવેવ રેડિયેશન માત્ર બે કલાકમાં જ કોષમાં રહેલ ઘશછને નુકસાન પહોચાડે છે.''
- પ્રયોગશાળામાં રાખેલ કોષોમાં ૦.૩૦ થી ૨.૦ વોટ/કી.ગ્રા. રેડિયેશનની અસરથી ઘશછ ડેમેજ થાય છે અને કોષ વિભાજનની પ્રક્રિયા ખુબ જ ઝડપી બને છે. (જો તે નિયંત્રણમાં ન રહે તો કેન્સર થયું ગણાય.)
- એક અભ્યાસ પ્રમાણે દરરોજ મગજ ત્રણ કલાક મોબાઇલનાં સંપર્કમાં રાખવાથી માત્ર આઠ મહિનામાં મગજમાં રહેલ ૧૪૩ પ્રકારનાં પ્રોટીનને નેગેટીવ અસર થાય છે.


|| મોબાઇલ ફોન અને બાળકો ||
પ્રયોગોમાં જોવા મળ્યું છે કે પુખ્ત વયની વ્યક્તિ કરતાં બાળકોનાં શરીર ઉપર મોબાઇલ ફોન રેડિયેશનની સૌથી વધારે અસર પડે છે. સિડર-સિનાઇ હોસ્પિટલનાં ન્યુરોલોજીસ્ટ ડૉ.કેથ બ્લેક કહે છે કે ''બાળકોના શરીરમાં વૃદ્ધિ કરવા માટે કોષ વિભાજન ખુબ જ ઝડપથી થાય છે. કોષ વિભાજન સમયે મળતું રેડિયેશન કોષોને નુકસાન પહોચાડી શકે છે.'' બાળકોની ખોપરીની જાડાઇ ઓછી હોવાથી રેડીયેશન મગજનાં મધ્યભાગ સુધી પહોચી શકે છે.રેડિયેશનનાં સતત સંપર્કથી કોષોનું તાપમાન વધે છે. તાપમાનનો વધારો પ્રોટીન બંધારણને નુકસાન પહોચાડી શકે છે. રેડિયેશનનાં કારણે કોષ વિભાજનની પ્રક્રિયા પણ ઝડપી બને છે. ઉંદર ઉપરનાં પ્રયોગોમાં જોવા મળ્યું છે કે સતત રેડિયેશનનાં સંપર્કમાં રહેતા ઉંદરનાં મગજનાં કોષોમાં પ્રોટીન છુટંુ પડીને જમા થવા લાગે છે. શરૃઆતથી જ બાળકોનાં કોષોમાં રહેલ ડિએનએ ડેમેજ થવા લાગે તો ૨૦/૩૦ વર્ષના સમયગાળા બાદ, તેની ગંભીર અસરો જોવા મળી શકે. બાર વર્ષથી નીચેના બાળકોને મોબાઇલ ફોન આપવો ખુબ જ જોખમી ગણાય.
|| મોબાઇલ રેડિયેશનથી બચવા શુ કરશો ? ||
- મોબાઇલ ઉપર ટૂંકી અને જરૃર પુરતી વાત કરો.
- મોબાઇલ ફોનને કાનથી લગભગ અડધો ઇંચ દૂર રાખો. લાંબી વાત કરો તો, કાન બદલતા રહો.
- જ્યારે મોબાઇલ સીગ્નલ 'વિક'હોય ત્યારે વાત ન કરો. વિક સીગ્નલ વખતે ફોન વધારે રેડિયો ફ્રિકવન્સી રીલીઝ કરે છે.
- ફોનનું એન્ટેના શરીરથી દૂર રાખો. કી પેડનાં પાછળના ભાગમાંથી ફોન ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ રચે છે. ગજવામાં ફોન મૂકો ત્યારે કી.પેડ વાળો ભાગ શરીર બાજુ રાખો.
- 'પ્રાઇવસી' પ્રોબ્લેમ ન હોય તો ફોનને 'સ્પીકર' પર રાખી દૂરથી વાત કરો.
- મોબાઇલ દૂર રાખી, હેન્ડસફ્રી હેડફોન, ઇયરપ્લગ ભરાવીને વાત કરો.
- બાળકોને મોબાઇલ ફોન ઉપર વાત ન કરવા દો. તેમને મોબાઇલ ફોનથી દૂર રાખો.
- ઘરે કે ઓફીસમાં હો ત્યારે લેન્ડલાઇન ફોનથી વાત કરવાનું જ પસંદ કરો.
- મોબાઇલ ફોનને તમારા ખીસ્સામાં ન રાખતાં, બેગ અથવા પર્સમાં રાખવાની ટેવ પાડો.
- એક જ રૃમમાં બેઠેલી વ્યક્તિઓએ એક સાથે મોબાઇલ ફોન ઉપર વાત કરવી જોઇએ નહી.
- એર્ક્સટનલ એન્ટેના લગાવેલું ન હોય તો, કારમાં મોબાઇલ ફોન વાપરવો જોઇએ નહી.
- તમારા કરતાં અન્ય વ્યક્તિ મોબાઇલ ફોન રેડિયેશન પ્રત્યે વધારે સેન્સેટીવ હોઇ શકે છે. જાહેર સ્થળો, અને પબ્લીક ટ્રાન્સપોર્ટ સીસ્ટમમાં મોબાઇલ ફોન બંધ રાખી અન્યનાં સ્વાસ્થ્યનો ખ્યાલ રાખી શકાય.
|| મોબાઇલ ફોન મગજને 'મકાઇ ડોડા' માફક શેકી રહ્યો છે !! ||
મોબાઇલ ફોન કહો કે સેલફોન. ટેકનોલોજીની આ એવી શોધ છે કે ઇકોનોમી પીરામીડના બોટમ સુધી પહાંેચી ગઇ છે. ભિખારીથી માંડીને સંસાર, મોહ બધાનો ત્યાગ કરી ચુકનાર સન્યાસીનાં હાથ સુધી પહોચી ગયો છે. હાથમાં પકડીને ગમે ત્યાં લઇ જઇ શકાય તેવો હેન્ડ હેલ્ડ મોબાઇલ ફોન ૧૯૮૩માં શોધાયો અને ખરી લોકપ્રિયતા ૧૯૯૦ પછી પ્રાપ્ત થઇ. ૧૯૯૦માં વૈશ્વિક ધોરણે ૬૦ લાખ સેલફોન હતાં તે આજની તારીખે અબજની સંખ્યાએ પહોચી ગયા છે.
મોબાઇલ ફોનનાં ઐતિહાસિક પગલાં એનાથી વધારે ભુતકાળમાં જાય છે. જર્મનીમાં રેડિયોફોન એટલે આજનાં મોબાઇલ ફોનનાં પૂર્વજો ઉપર ૧૯૧૮થી સંશોધન શરૃ થયા હતા. ટ્રેનમાં મુસાફરી કરનારાં ફર્સ્ટ કલાસનાં પેસેન્જરને ટેલીફોન સેવા પૂરી પાડવા રેડિયો તરંગોનો ઉપયોગ કરી ફોન તૈયાર કરવામાં આવ્યો હતો. કોમ્પ્યુટરનાં પૂર્વજો જેવા મેઇનફ્રેમ કોમ્પ્યુટર જેમ વિશાળકાય અને મોટા ઓરડામાં સમાવવા પડે તેવા હતા. બસ એજ રીતે રેડિયોફોન તોતીંગ અને વજનદાર હતા. એમ કહો કે એક છેડે વાયરલેસ ઉપકરણ દ્વારા બીજા છેડે આવેલ વાયરલેસ ઉપકરણ કે લેન્ડલાઇન ફોન ઉપર વાત કરી શકાતી હતી. કારમાં લઇને હરીફરી શકાય તેવો મોબાઇલ ફોન, બેલ સીસ્ટમ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો અને પ્રથમ મોબાઇલ કોલ ૧૯૪૬માં કારમાંથી કરવામાં આવ્યો હતો.
૧૯૪૬માં જ શિકાગોની બેલ ટેલિફોન કંપનીએ વેક્યુમ ટયુબ, મેગ્નેટીક રિલે અને બીજા સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનીક્સ પૂરજાઓ વડે બનેલ કાર રેડિયોટેલિફોન સેવાનો પ્રારંભ કર્યો હતો. આ ફોનનું વજન ૩૬ કિ.ગ્રા. જેટલું હોવાથી આખેઆખું ઇન્સ્ટ્રુમેન્ટ લઇને તે હરવું-ફરવું મુશ્કેલ થઇ પડે તેમ હતું. હાથમાં ઉચકી શકાય, સાથે લઇને હરીફરી શકાય તેવાં ખરા અર્થમાં મોબાઇલ ફોન બનાવવાનાં ખ્યાલ, સાયન્સ ફિક્શન ''સ્ટ્રાર ટ્રેક''જોઇને મોટોરોલા કંપનીના ઇલેક્ટ્રીક ઇજનેર માર્ટીન કુપરે જોયા હતા. પોતાના સાથીદાર જ્હોન એફ મિશેલ સાથે મળીને ૧૯૭૩માં દુનિયાનો પ્રથમ 'હેન્ડહેલ્ડ મોબાઇલ ફોન' માર્ટીન કુપર અને જ્હોન મિશેલે શોધી કાઢ્યો હતો. જો કે હાથમાં ઉચકી શકાય તેવા આ ફોનનું વજન પણ એક કિલોગ્રામ જેટલું હતું. ૧૯૭૩ થી મોબાઇલ ફોનની ઉત્ક્રાંતિ શરૃ થઇ અને મોબાઇલ ફોન સંકોચાતા ગયા છે અને શક્તિશાળી બનતાં ગયા છે. સાથે સાથે એક સમસ્યાને જન્મ પણ આપ્યો છે, જેને કહે છે. ''મોબાઇલ રેડિયેશન.'' માઇક્રોવેવ ઓવેનમાં જે ''માઇક્રોવોસ

'' દ્વારા રસોઇની કાચી સામગ્રી રંધાઇ જાય છે. બસ એજ પ્રકારના માઇક

 મોબાઇલ રેડિયેશન ખતરનાક છે તેની પરોક્ષ સાબિતીઓ.||
- પ્રખ્યાત વિમા કંપની 'લોઇડ્સ' દ્વારા મોબાઇલ ફોન ઉત્પાદકોને, મોબાઇલફોનથી થતાં સ્વાસ્થ્યના નુકસાનને ભરપાઇ કરવાનાં પ્રોડકટ લાયાબીલીટી કવર આપવાની વાત ફગાવી દીધી છે.
- બ્રિટનની સરકારે સ્વીકાર્યું છે કે મોબાઇલ ફોનનાં ઉપયોગથી મગજની ક્રિયાઓને અસર થાય છે.
- હેલ્થ પ્રોડકટસ એજન્સીનાં ચેરમેન, સર વિલીયસ સ્ટુઅર્ટ આઠ વર્ષથી નાના બાળકો માટે મોબાઇલ ફોન વાપરવા ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરે છે.
- મોબાઇલ ફોનનાં ટાવર કરતાં મોબાઇલ ફોન ૧૦૦૦થી ૧૦૦૦૦ ગણું વધારે રેડિયેશન પેદા કરે છે.
- બ્રિટનની કંપનીએ બાળકો માટે ડિઝાઇન કરેલાં ખાસ મોબાઇલને સરકારે રજુ કરેલ હેલ્થ રીપોર્ટ બાદ બજારમાંથી પાછા ખેંચી લીધા છે.
- જાણીતા વૈજ્ઞાાનિકોએ મોબાઇલ ફોનનાં ઉપયોગમાં ઘટાડો કરી નાખ્યો છે.
- મોબાઇલ ફોન વાપરનારને ઘણીવાર માથાનો દુખાવો, થાક, માથું ભારે લાગવું કે ગરમ થઇ ગયાનો અનુભવ થાય છે.
- ૧૯૯૫માં પ્રમુખ બીલ ક્લીન્ટને સ્કૂલ કે રહેણાંકનાં વિસ્તારમાં મોબાઇલ ટાવર લગાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
|| મોબાઈલ ફોનમાંથી નીકળતાં રેડિયેશન ||
મોબાઈલ ફોનમાંથી નીકળતાં રેડિયેશન માનવ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. આ રેડિયેશનને લીધે બહેરાશ આવવી, યાદશક્તિ ઘટવી, ગર્ભાશયને નુકસાન. ટયુમર તેમજ કેન્સર જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે. ત્યારે આ રેડિયેશનની અસરથી બચવા માટે આ 8 પદ્ધતિઓ બેસ્ટ છે જેનાથી મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયેશનની આપણા સ્વાસ્થ્ય પર પડતી હાનિકારક અસરને પણ ઘણી હદે ઘટાડી શકાશે.
1. ફોન ખરીદતા પહેલાં તેના રેડિયેશન લેવલ અંગે જાણકારી મેળવો. તે માટે જે તે ફોનની માર્ગદર્શક પુસ્તિકા, ઇન્ટરનેટ કે તજજ્ઞોની સલાહ લેવી જોઈએ.
2. ઇયરફોનનો ઉપયોગ કરો. જેથી હેન્ડસેટ શરીરથી દૂર રહેશે. શક્ય હોય તો સ્પીકર મોડનો ઉપયોગ કરવો સૌથી વધુ હિતાવહ છે. આમ કરવાથી રેડિયેશનની અસર મગજ સુધી નહીં પહોંચે. વળી ફોનમાં બ્લુટુથની સુવિધા હોય તો એટલું ધ્યાનમાં રાખવું કે, બ્લ્યુટુથને લીધે હળવી માત્રામાં રેડિયેશન સતત ઉત્પન્ન થતું રહે છે. એટલે જરૂર ન હોય તો ઇયર ફોન કાનથી દૂર રાખવા.
3. મોબાઈલમાં ટાવર બરાબર ન મળતાં હોય ત્યારે ટાવર પકડવા માટે મોબાઈલ ફોન વધારે માત્રામાં રેડિયેશન બહાર ફેંકે છે. એટલે પૂરા ટાવર પકડાતા હોય ત્યારે જ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ.
4. મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનની અસર ઓછી કરવા રેડિયેશન શિલ્ડનો ઉપયોગ કરવો જોઈએ. જે એન્ટેના કવર કે કીપેડ કવરના રૂપમાં મળે છે. જે રેડિયેશનની તીવ્રતા ઓછી કરી નાંખે છે.
5. પુખ્ત વ્યક્તિની સરખામણીમાં બાળકોને મોબાઈલના રેડિયેશન બેવડું નુકસાન પહોંચાડે છે એટલે બાળકોથી મોબાઈલ દૂર રાખવો શાણપણ ગણાય. બાળકો લેન્ડલાઇન ફોનનો ઉપયોગ વધારે કરે તેવા પ્રયત્નો કરવા જોઈએ.
6. વાત કરતી વખતે મોબાઈલને શરીરથી શક્ય એટલો દૂર રાખવો જોઈએ. તેને ખિસ્સામાં, કાનની નજીક કે કમરપટ્ટા પર બાંધી ન રાખવો.
7. સૂતી વખતે મોબાઈલને શક્ય તેટલો દૂર રાખવો. તકિયા નીચે કે સાવ બાજુમાં મોબાઈલ ન રાખવો. જો મુખ્યમંત્રી,વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનો અડધી રાત્રે ફોન આવવાનો હોય તો બાજુમાં ફોન લઇ સૂઈ જાવ તો અલગ વાત છે.
8. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, તમે ફોન પર વાત કરો કે કોઈ મેસેજ મોકલો તો રેડિયેશનના અસર થવાની શક્યતા વધારે રહે છે. જ્યારે ફોન પર વાત સાંભળતા હોવ કે કોઈનો મેસેજ તમારા ફોન પર આવે તે સ્થિતિમાં રેડિયેશનની અસર ઓછી થાય છે. એટલે જ આપણા વડવાઓની વાત મોબાઈલ ફોનના કિસ્સામાં પણ એટલી જ ઉપયોગી છે કે “ઓછું બોલો અને વધારે સાંભળો.”
|| રેડિયેશન એટલે શું? ||
* જાપાનમાં આવેલા સુનામીના પગલે ફુકુશિમા ન્યુકિલઅર પાવર પ્લાન્ટમાં ઉદભવેલી ખામીને કારણે રેડિયેશનનો ભય માત્ર જાપાન જ નહીં પણ રશિયાના અમુક વિસ્તારો અને ફેલિફોર્નિયા સુધી જોવા મળ્યો હતો. રેડિયેશન એટલે શું? તે કેવી રીત કામ કરે છે અને તેનાથી થતા ફાયદા–ગેરફાયદા વિશે માહિતી મેળવીએ...
* રેડિયેશનનો સાદો અર્થ થાય–મોજાનાં સ્વરૂપે ઉત્સર્જિત કિરણોનું વિસર્જન, રેડિયેશનમાં અલ્ફા, બીટા અને ગામા કણોનો સંપુટ હોય છે., કોઇ નકકર માધ્યમની મદદથી (પેપર, એલ્યુમિનિયમ અને લેડ ધાતુની પ્લેટમાંથી પસાર કરવામાં આવે છે) આ કિરણોને તેમાંથી પસાર કરવામાં આવે છે, જેને કારણે તેઓ જુદા જુદા આયનોમાં વિભાજીત થાય છે. આ પ્રક્રિયાને રેડિયેશન કહેવામાં આવે છે.,
* રેડિયેશનના બે પ્રકાર છે.
આયોનાઇઝિંગ, નોન–આયોનાઇઝિંગ, આયોનાઇઝિંગ એટલે કિરણસંપુટનું જુદા જુદા આયનોમાં વિભાજીત થઇ જવું જેને આપણે જોઇ શકતા નથી. યારે નોન–આયોનાઇઝિંગમાં કિરણસંપુટ વહેંચાતા નથી તેથી આપણે તેને જોઇ શકીએ છીએ. જેમ કે લાઇટ જોકે રેડિયેશન શબ્દ માત્ર આયોનાઇઝિંગ માટે જ વપરાય છે., બંને પ્રકારના રેડિયેશન સજીવો અને વાતાવરણ માટે નુકસાનદેહ સાબિત થઇ શકે છે. રિએકટર્સમાંથી થતું રેડિયેશન અતિ જોખમી હોય છે., વિલહેમ રોન્જન, મેરી કયુરી અને અર્નેસ્ટરુથરફોર્ડે રેડિયેશનને લગતી વિવિધ શોધોમાં મહત્યનો ભાગ ભજવ્યો હતો., રેડિયેશનનો ઉપયોગ મેડીકલ ક્ષેત્રે, કમ્યૂનિકેશન ક્ષેત્રે, એનર્જી ઉત્પાદન માટે કરવામાં આવે
|| ઇલેકટ્રોમેગ્નેટીક રેડિયેશન શું છે ? તેની કેટલીક ખાસીયતો ||
રેડિયેશન એટલે શું ? સામાન્ય રીતે ઉર્જા જ્યારે તરંગરૃપે અથવા કણરૃપે એક સ્થળેથી બીજા સ્થાને ટ્રાવેલીંગ કરે છે. તેને રેડિયેશન કહે છે. જાણે-અજાણ્યેજ આપણાં આસપાસનાં પર્યાવરણમાં રેડિયેશન હાજર જ હોય છે. મોબાઇલ ફોન જે રેડિયોફ્રિકવન્સી ઉપર કામ કરે છે તે 'માઇક્રોવેવ'વર્ગમાં આવે છે. માઇક્રોવેવ ઓવનમાં પણ આ વર્ગની જ ફ્રિકવન્સી વપરાય છે. મોબાઇલ ફોનનાં રેડિયો તરંગો એક પ્રકારના વીજચુંબકીય તરંગો છે. તેથી આવા રેડિયેશનને ઇલેક્ટ્રોમેગ્નેટીક રેડિયેશન પણ કહે છે. મોબાઇલ ફોન, વાય-ફાઇ સીસ્ટમ, કોર્ડલેસ ફોન, વગેરે આ પ્રકારનું રેડિયેશન ફેલાવે છે.
જો રેડિયેશન કોષોમાં શોષાય, તેમાં રહેલ રેણુઓનાં રાસાયણીક બંધારણમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરે અને તત્વો વચ્ચેના બોન્ડ તોડી નાખે તેવાં રેડિયેશનને ''આયોનાઇઝીંગ રેડિયેશન કહે છે.''
1. શરૃઆતનાં એનાલોગ મોબાઇલ ફોન, ૧.૩૦ વોટ પાવર વાપરતા હતા. આજના ડિજીટલ સેલ ફોન તેનાથી ઓછો (અડધો જ) ૦.૬૦ વોટ પાવર વાપરે છે. જેની સરખામણીમાં માઇક્રોવેવ ઓવનમાં ૬૦૦ થી ૧૧૦૦ વોટ પાવર વાપરવામાં આવે છે.
2. મોબાઇલ ફોન ૪ થી ૧૦ માઇક્રો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતાં ફોટોનનાં ઝુમખા જેટલી ઉર્જાથી સીગ્નલ મોકલે છે.
3. કોષમાં રહેલ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે અંદાજે ૧૦ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જરૃર પડે.
4. પાણીમાં રહેલા ઓક્સીજન-હાઇડ્રોજન બોન્ડ બનાવવા ૫.૨૦ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વપરાય છે. રેણુઓ વચ્ચેના બોન્ડ તોડવા માટે અંદાજે આનાથી વધારે ઉર્જાની જરૃર પડે છે.
5. ૨૦૧૧માં ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (ૈંછઇભ) એ મોબાઇલ ફોનથી કેન્સર થવાની શક્યતા સ્વીકારીને તેને 'ગુ્રપ- ૨મ્' નામનાં ગુ્રપમાં સમાવેશ કર્યો છે. આ લીસ્ટમાં કેન્સર પેદા કરનાર પદાર્થની યાદી આપી છે.
6. માનવ શરીરનાં કોષો રેડિયેશન શોષે છે તેને 'સ્પેસીફીક એબ્સોર્બશન રેટ' (જીછઇ) વડે દર્શાવવામાં આવે છે જે પ્રતિગ્રામ-કીલોગ્રામ કદનાં કોષોનાં જથ્થાની સરખામણીમાં હોય છે. અમેરિકાના ફેડરલ કોમ્પ્યુનિકેશન કમિશને ૧.૬૦ ઉ/ ણય જીછઇને સલામત ગણાવ્યો છે. યુરોપમાં ૨ઉ/ ણયનો દર સલામત ગણવામાં આવે છે.
7. સતત રેડિયેશનનાં સમ્પર્કમાં આવતાં કોષોનું તાપમાન વધે છે.
Kanak Turakhia વિશ્વ જ્ઞાન
https://www.facebook.com/KANAK4088/?fref=n


બુધવાર, 24 ઑગસ્ટ, 2016

જન્માષ્ટમી પર્વ મહાત્મ્ય


ના જાપ જપ્યા, ના ધ્યાન ધર્યા

                                     ભલે તાલ મહી, બે તાલ સહી

ભલે  સૂર  મહી, બે સૂર  સહી

                                     હું  ગુંજન  કરતો  ભ્રમર  રહ્યો.

એ  ગુંજનમાં મેં  વેદ  ભણ્યા,

                                       એ કુંજનમાં  મને કૃષ્ણ  મળ્યા.


આખા શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી વિશેષ મહત્વ ધરાવે છે.આ તહેવાર ઉજવવા માટે લોકોના હૈયામાં અનેરો થનગનાટ જોવા મળે છે. બધાના મોઢે એક જ અવાજ સાંભળવા મળે છે. એ છે, “નંદ ઘેરા નંદ ભયો,જય કનૈયા લાલ કી”.દરેક શહેર અને ગામડાઓની શેરી ગલીઓ ગોકુળમય બની જાય છે. અવનવા શણગારો દ્વારા સમગ્ર વિસ્તારને શણગારવામાં આવે છે.આ દિવસે શહેરના વિવિધ સંગઠનો તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભેગા મળીને સમગ્ર શહેરમાં રથયાત્રા કાઢવામાં આવે છે. તેમજ આ રથયાત્રાનું ઠેર –ઠેર સ્વાગત કરવામાં આવે છે.આ રથયાત્રામાં અવનવા વિવિધ ડિઝાઇનના ફ્લોટસ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.



જન્માષ્ટમી પર્વ નિમિત્તે દરેક શહેરોમાં, દરેક મંદિરોમાં અને કેટલાક ઘરોમાં પણ વિવિધ તૈયારીઓ થતી હોય છે. જન્માષ્ટમી પર્વ અંતર્ગત શહેરમાં મટકીફોડ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તો કેટલીક જગ્યાએ લોક ડાયરો, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. મંદિરોમાં રાત્રે ૧૨ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવે છે. ઠાકોરજીને પારણે ઝૂલાવવામાં આવે છે. અને હિંડોળા શણગારવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન માટે ભાવિક ભક્તોની મંદિરમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે.અને ભક્તોનું હૃદય ગાવા લાગે છે :

રાજા રણછોડ તારી મૂર્તિ રે કેમ ભૂલી જવાય.

મનના મોહન તારી મૂર્તિ રે કેમ ભૂલી જવાય.

પીળા પીતાંબર જરકસી જામાં

મુખ પર મોરલી લાગે રૂપાળા

પાઘડીમાં ખોસેલું ફૂમતુ રે કેમ ભૂલી જવાય !

રાજા રણછોડ તારી મૂર્તિ રે કેમ ભૂલી જવાય !

આમ, સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે હર્ષોલ્લાસથી ઉજવાતું પર્વ એટલે જ જન્માષ્ટમી.  શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર હતા. વળી, તેમની જન્મની તિથિ પણ શ્રાવણ વદ આઠમ, આથી આ દિવસ જન્માષ્ટમી તરીકે પવિત્ર ગણાય છે. આ દિવસે ઉપવાસનું ખાસ મહત્વ છે. જન્માષ્ટમીના દિવસે કરવામાં આવેલું વ્રત વ્રતધારીને સુખ, સમૃદ્ધિ, અને સંપત્તિ આપનારું છે. જન્માષ્ટમી વ્રત કરવાથી અને ઉપવાસ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે.

નંદઘેર આનંદ ભયો….જય કનૈયા લાલ કી….આ બે પંકિતઓ સાંભળતાની સાથે જ મનમાં એક અનોખો ભાવ થાય છે. સાથોસાથ એક દ્રશ્ય ખડુ થઇ જાય છે. શુ અગાઉના જમાનામાં અન્ય કોઇના ત્યાં બાળક જન્મ નહીં થયો હોય…શુ કોઇ બાળકનો જન્મોત્સવ ઉલ્લાસભેર મનાવાતો નહીં હોય….! હશે, પરંતુ અહીં વાત અલગ છે. આ ઉત્સવનો મર્મ જાજરમાન છે. આ તો અધર્મ ઉપર ધર્મ રૂપી વિજયી તાકાતના જન્મની ઉજવણી છે



શ્રી કૃષ્ણ જન્મ નો ઇતિહાસ એવો છે કે,દેવકીનો ભાઇ કંસ બહેનને વિદાય આપવા રથ હાંકે છે. એ વખતે આકાશવાણી થાય છે કે, “તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તને મારશે.” તેથી કંસે ભયભીત બની દેવકી અને વાસુદેવને કારાગૃહમાં પુરી દીધા હતા.

એક પછી એક કુલ સાત બાળકોનો કંસે વિનાશ કર્યો. શ્રી કૃષ્ણવતાર એટલે દેવકીજીનો આઠમો પુત્ર. શ્રાવણ વદ આઠમ, અભિજીત નક્ષત્રમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. આ સૃષ્ટિ ઉપર અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, તેમજ ગાયો, બ્રાહ્મણો અને સંતોનું રક્ષણ કરવા ભગવાન શ્રી કૃષ્ણે ધરતી જન્મ ધારણ કર્યો.

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. એ દિવ્ય પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને વાસુદેવે જોયા. અને ભગવાન વિષ્ણુએ વાસુદેવજીને કહ્યું કે, “મને ગોકુળમાં નંદબાબાને ત્યાં મુકી આવો.” અને વાસુદેવ – દેવકીને બીજા વધુ ૧૧ વર્ષ અને ૫૨ દિવસ પોતાનું ધ્યાન ધરવા કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભલે કારાવાસમાં થયો, પરંતું, ઉછેર નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં થયો. સવાર થતા જ યશોદાજીએ પુત્ર જન્મની વધાઇ સાંપડે છે.સમ્રગ્ર ગોકુળમાં ઘરે-ઘરે આનંદ અને હર્ષોલ્લાસ છવાઇ ગયો.અને દરેક ઘરોમાં , “નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી.” નો નાદ ગુંજી ઉઠયો.

આ મુરલીધરે જે દિવસે સંસારમાં પહેલીવાર પ્રાણ ફૂક્યા, તે દિવસ ઈતિહાસમાં અમર થઈ ગયો. વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હતો, વીજળી કડકી રહી હતી, મૂશળધાર વરસાદ તૂટી રહ્યો છે, આવા સમયે શ્રી કૃષ્ણનો જન્મ થયો છે. જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય છે, નિરાશાનુ વાતાવરણ છવાઈ જાય છે, સંકટનો વરસાદ તૂટી પડે છે, દુ:ખ-દૈન્યના કાળા વાદળો ધમકી આપીને ગડગડાહટ કરે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લે છે. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને સ્વયં કહ્યું છે :

यदा यदा हि  धर्मस्य  ग्लानिर्भवति भारत |

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ||

( હે ભરતવંશી, જ્યાં અને જયારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છેતે વખતે હું સ્વયં અવતરું છું. )



જ્યારે જ્યારે આ ધરતી પર અસુરોના અત્યાચાર વધ્યા છે અને ધર્મનું પતન થયું છે ત્યારે ત્યારે ભગવાને આ પૃથ્વી પર અવતાર લઈને ધર્મ અને સત્યની સ્થાપના કરી છે. આ કડીમાં શ્રાવણ વદની મધ્યરાત્રીએ અત્યાચારી કંસનો વિનાશ કરવા માટે મથુરામાં ભગવાન કૃષ્ણને અવતાર લીધો હતો.

મનુષ્યરૂપમાં ભગવાનના આ આવતારમાંથી દરેક સમસ્યાઓનું નિવારણ મળે છે. બોધ પાઠ મળે છે. શ્રીકૃષ્ણના જીવનના તમામ પ્રસંગો શીખ, મહત્વ, બોધ સુચવી જાય છે. હસી, મજાક, ટીખળથી જીવન કેવું હર્યુભર્યું બને છે તેમજ આસપાસના વાતાવરણને પણ જીવંત બનાવે છે એ નટખટ કનૈયાની બાળ લીલાઓ પરથી જાણી શકાય છે. ઇચ્છા ના હોવા છતાં પણ જીવનમાં કેવા કેવા મહાભારત ખેલવા પડે છે કે પછી તેમાં ઉતરવું પડે છે એની લાચારી, ખુમારી દર્શાવે છે. છેવટે તો બધુ ભગવાનને જ આધીન છે, સર્વ શક્તિમાન આખરે તો ભગવાન જ છે, માત્ર કર્મ કરતા જાવ ફળની આશા રાખવી નહી, ગમે તેવા સંજોગોમાં અધર્મીઓને તાબે થવું નહીં સહિતનો જીવનબોધ પણ નટખટ કનૈયાના જીવનમાંથી જ મળે છે.

શ્રી કૃષ્ણે ગોકુળમાં ગોવાળિયાઓની સાથે ગાઢ મિત્રતા રાખી અને ગોપીઓ સાથે રાસલીલા કરી. યમુના નદીમાં રહેતો કાળીનાગ બધાને ખૂબ જ ત્રાસ આપતો હતો. આ ત્રાસમાંથી બાલકૃષ્ણે ગોકુળવાસીઓને મુક્ત કર્યા. જોકે આમ તો શ્રી કૃષ્ણે પોતાના સઘળા કર્મો દ્વારા પૃથ્વી પરના દુ:ખો જ દુર કર્યા છે. એ પછી કંસવધ હોય કે જરાસંધવધ. કૃષ્ણ પોતે માખણ ખાઈને બીજાને પણ ખાતા કર્યા. માખણમાં રહેલા પોષ્ટિક તત્વોએ બાળપણથી જ યાદવોમાં તાકાત આણી, લડાઈઓ જીતવી હોય તો શારીરિક તાકાત હોવી જરૂરી છે તેમ કૃષ્ણ માનતા. તેમણે ગાયો અને અન્ય પશુધન માનવ જેટલું જ મહત્વ આપ્યું કારણકે યાદવોની આજીવિકા તેની ઉપર આધારીત હતી. તેને દરેક પગલા પાછળ કોઈને કોઈ ચોક્કસ કારણો હતા જ. તેમણે સ્ત્રીઓને ઘરની ચાર દિવાલોમાંથી બહાર કાઢી, સ્ત્રી શકિતને સમાજના વિકાસમાં ભાગીદાર બનાવી.

કૌરવો – પાંડવોની ધર્મ લડાઈમાં ધર્મને વરેલા પાંડવોનો પક્ષ લીધો. કુરુક્ષેત્રના રણમેદાનમાં કુટુંબપ્રેમી આસક્ત થયેલ અર્જુનને ‘ભગવદ ગીતા’નો ઉપદેશ આપી સમગ્ર પૃથ્વીને જીવનના બધા જ ક્ષેત્રોમાં માર્ગદર્શન મળે એવા મહાન ગ્રંથનું સર્જન કર્યું. શ્રીકૃષ્ણે અર્જુનને આ બધાથી ઉપર ઉઠવા માટે કહ્યું વ્યષ્ટિથી ઉઠીને સમષ્ટિ સુધી એટલે કે સનાતન તત્વ તરફ અને જવાનો ઉપદેશ આપ્યો.

કૃષ્ણ જન્મોત્સવમાં બધા જ લોકો આનંદથી ભાગ લે છે. પરંતુ આજે એક વાત વિચારવા જેવી છે, જો આ ઉત્સવ તમામ ઘરમાં સર્જાય, બધા વાલી નંદ બને, બધી માતાઓ જશોદા બને તો પૃથ્વી પર આવનાર બાળકને કનૈયો બનતા કોઇ રોકી નહીં શકે. કંસ જેવા અધર્મીઓ પણ તેનું કાંઇ બગાડી નહી શકે….

આવા યશસ્વી, વિજયી યોધ્ધા, ધર્મસામ્રાજ્યના ઉત્પાદક, માનવ વિકાસની પરંપરાના નૈતિક મૂલ્યને સમજાવનારા ઉદ્દગાતા, ધર્મના મહાન પ્રવચનકાર, ભક્તવત્સલ અને જ્ઞાનીયો અને જીજ્ઞાસુઓની જિજ્ઞાસા શ્રી કૃષ્ણને કોટી-કોટી વંદન.

જન્માષ્ટમી પર્વ વિશેષ – નંદ ઘેર આનંદ ભયો , જય કનૈયા લાલ કી


હિંદુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ-વદ ના આઠમા દિવસને વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે.

ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે.આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. શ્રી કૃષ્ણના જન્મ સમયે ચારે બાજુ પુષ્કળ પાપકૃત્યો અને અધર્મ ફેલાયો હતો.અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો.

શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપૂર્ણ થઈને અવતરિત થયા હતા.તેમણે જે પણ કાર્યો કર્યા એ ઇતિહાસમાં મહત્વપુર્ણ કાર્યો તરીકે બધે ગવાય છે.પૃથ્વી પરથી બધા જ પાપીઓનો નાશ કરી દેવાના પોતાના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે તેમણે સામ-દામ-દંડ-ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો.શ્રી કૃષ્ણે કરેલી લીલાઓ અપાર છે.

દરેક હિન્દુના શ્રી કૃષ્ણ એ માનીતા આરાધ્ય દેવ છે.ભારતના ગામેગામ શ્રી કૃષ્ણની અને રાધા-કૃષ્ણની વિવિધ અંગ ભંગી વાળી સુંદર મુતીઓ અને રંગીન આકર્ષક ફોટાઓ મંદિરોમાં અને ઘરે ઘર ભક્તિભાવથી પૂજાય છે.

શ્રીકૃષ્ણ ગોકુળ અને વૃન્દાવનમાં કૃષ્ણની મધુર-મુરલીના મોહક સ્વરમાં વ્રજની ગોપીઓ ઘેલી બની ભાન ભૂલી જતી અને કૃષ્ણ મય બની જતી હતી. મીરાની જેમ.

આજે પણ કૃષ્ણ ભક્તોમાં એમની મોહિની એવી જ ખુબીથી ચાલુ રહી છે.બ્રહ્મા,વિષ્ણુ તેમજ શિવ-પ્રભૃતિ દેવતા જેમના ચરણોમાં ધ્યાન કરે છે એવા શ્રી કૃષ્ણના અત્યંત પવિત્ર જન્મ દિવસે એમના અગણિત ગુણોને યાદ કરીએ ,પર્વને આનંદથી ઉજવીએ અને ઉલ્લાસ મય સ્વરે ગાઈએ.

નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી

હાથી ઘોડા પાલખી ,જય કનૈયા  લાલ કી

જય રણછોડ, માખણ ચોર.

 શ્રી કૃષ્ણ નામ સ્મરણ મહિમા

શ્રી શુક્રદેવ રાજા પરીક્ષિતને કહે છે -
सकृन्मनः कृष्णापदारविन्दयोर्निवेशितं तद्गुणरागि यैरिह।
न ते यमं पाशभृतश्च तद्भटान्‌ स्वप्नेऽपि पश्यन्ति हि चीर्णनिष्कृताः॥
જે મનુષ્ય ફક્ત એકવાર શ્રીકૃષ્ણના ગુણોમાં પ્રેમ કરનારા પોતાના ચિત્તને શ્રીકૃષ્ણના ચરણ કમળમાં લગાવી દે છે, એ પાપોથી છૂટી જાય છે, પછી તેને પાશ હાથમાં લેતા યમદૂતોના દર્શન સપનામાં પણ નથી થતા.

अविस्मृतिः कृष्णपदारविन्दयोः
क्षिणोत्यभद्रणि शमं तनोति च।
सत्वस्य शुद्धिं परमात्मभक्तिं
ज्ञानं च विज्ञानविरागयुक्तम्‌॥
શ્રીકૃષ્ણના ચરણ કમળનું સ્મરણ સદા બની રહે તો તેનાથી પાપોનો નાશ, કલ્યાણની પ્રાપ્ર્તિ, અંત: કરણની શુધ્ધિ, પરમાત્માની ભક્તિ અને વૈરાગ્યયુક્ત જ્ઞાન-વિજ્ઞાનની પ્રાપ્તિ આપમેળે જ થઈ જાય છે.

જન્માષ્ટમી અને કૃષ્ણ

કૃષ્ણપક્ષની આઠમના ચંદ્રની જેમ એક પગ પર ઊભા થઈને, એક પગ વાંકો રાખીને, શરીરને થોડુંક વાળીને આ મુરલીધરે જે દિવસે સંસારમાં પહેલીવાર પ્રાણ ફૂંક્યા, તે દિવસ ઇતિહાસમાં અમર થઈ ગયો. વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હતો, વીજળી કડકી રહી હતી, મૂશળધાર વરસાદ તૂટી રહ્યો હતો, આવા સમયે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય છે, નિરાશાનાં વાદળો ઘેરાઈ જાય છે, મુસિબતોની વીજળીઓ પડે છે, વેદનાનો વરસાદ તૂટી પડે છે, દુ:ખ-દૈન્યનાં કાળાં વાદળો ધમકી આપીને ગડગડાહટ કરે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લે છે.

ઘોર અંધકારમાં જ્યારે પ્રકાશનાં કિરણો ફેલાય છે, જાજ્વલ્યમાન સૂર્ય પોતાની આભાને ફેલાવે છે, ત્યારે કયું હૃદય આનંદથી પુલકિત થતું નથી ? સામ્રાજ્યવાદની ચક્કીમાં પિસાતા સમાજને તેનો તારણહાર મળે, સત્તા અને સંપત્તિના શોષણથી છોડાવનારા મુક્તિદાતા મળે, ગરીબો અને ઉપેક્ષિતોને સહાનુભૂતિ આપનારાં સ્નિગ્ધ હૃદય મળે, પડી જનારાઓને ઊભા કરનારો હાથ મળે અને અધ્યાત્મને સહાનુભૂતિ આપનારો સ્નિગ્ધ હૃદય મળે, ત્યારે કયું હૃદય નહી નાચી ઊઠે !?

ભારતમાં અનેક અવતારો થયા છે. નરરત્નોની પરંપરા ભારતમાં છે. એક-એક ધ્યેયને માટે ઘણાં જીવન આ દેશમાં લોકોએ અર્પણ કર્યાં છે. આવા ભારત દેશના રત્નોમાં શોભા આપનારા કૌસ્તુભમણિ અર્થાત શ્રી કૃષ્ણ યશસ્વી, વિજયી યોદ્ધા, ધર્મસામ્રાજ્યના ઉત્પાદક, માનવ વિકાસની પરંપરાના નૈતિક મૂલ્યને સમજાવનારા ઉદ્દગાતા, ધર્મધુરંધર, સત્ય અને નીતિના ઉદ્ગાતા, ભક્તવત્સલ, જ્ઞાનીઓ અને જિજ્ઞાસુઓની જિજ્ઞાસા તૃપ્ત કરનારા સદ્દગુરુ એટલે કે વાસુદેવ શ્રીકૃષ્ણને તેમના જન્મદિનના જ્ન્મોત્સવ પર્વે કોટિ કોટિ પ્રમાણ.

બધી દૃષ્ટિએ કૃષ્ણ પૂર્ણ અવતાર છે. તેમના જીવનમાં ક્યાંય પણ આંગળી ઉઠાવવામાં, ન્યૂનતા જેવુ સ્થાન નથી. એક પણ સ્થાન એવુ નથી કે જ્યા ઉણપ અનુભવી શકાય. આધ્યાત્મિક, નૈતિક કે બીજી કોઈ પણ દ્રષ્ટિએ જોઈશુ તો ખબર પડશે કે કૃષ્ણ જેવા સમાજ ઉદ્ધારક બીજા કોઈ જનમ્યા નથી. કૃષ્ણની તુલનામાં ઉભા રહી શકે તેવો રાજનીતિજ્ઞ આ જગતમાં કોઈ પણ જોવા નથી મળતો.
. ગઢડીયા પ્રાથમિક શાળા પરિવાર તરફથી આપ સૌ ને જન્માષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ

જન્માષ્ટમી અને કૃષ્ણ


કૃષ્ણપક્ષની આઠમના ચદ્રની જેમ એક પગ પર ઉભા થઈને, એક પગ વાંકો રાખીને, શરીરને થોડુંક વાળીને આ મુરલીધરે જે દિવસે સંસારમાં પહેલીવાર પ્રાણ ફૂક્યા, તે દિવસ ઈતિહાસમાં અમર થઈ ગયો. વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હતો, વીજળી કડકી રહી હતી, મૂશળધાર વરસાદ તૂટી રહ્યો છે, આવા સમયે શ્રી કૃષ્ણનો જન્મ થયો છે. જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય છે, નિરાશાનુ વાતાવરણ છવાઈ જાય છે, સંકટનો વરસાદ તૂટી પડે છે, દુ:ખ-દૈન્યના કાળા વાદળો ધમકી આપીને ગડગડાહટ કરે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લે છે.
વ્યાપ્ત અંધકારમાં જ્યારે પ્રકાશની કિરણો ફૂટી પડે છે, જાજ્વલ્યમાન રવિ પોતાની આભાને ફેલાવે છે, ત્યારે કયુ હૃદય આનંદથી પુલકિત નહી થાય ? સામ્રાજ્યવાદની ચક્કીમાં પિસાતા સમાજને તેનો તારણહાર મળે, સત્તા અને સંપત્તિના શોષણથી છોડાવનારા મુક્તિદાતા મળે, ગરીબો અને ઉપેક્ષિતોને સહાનુભૂતિ આપનારા સ્નિગ્ધ હૃદય મળે, પડી જનારાઓને ઉભા કરનારો હાથ મળે અને અધ્યાત્મને સહાનુભૂતિ આપનારો સ્નિગ્ધ હૃદય મળે, ત્યારે કોણુ હૃદય નહી નાચી ઉઠે ?
ભારતમાં અનેક અવતારો થયા છે. નરરત્નોની પરંપરા ભારતમાં છે. એક-એક ધ્યેયને માટે ઘણા જીવન આ દેશમાં લોકોએ અર્પણ કર્યુ છે. આવા ભારત દેશના રત્નોમાં શોભા આપનારા કૌસ્તુભમણિ અર્થાત શ્રી કૃષ્ણ યશસ્વી, વિજયી યોધ્ધા, ધર્મસામ્રાજ્યના ઉત્પાદક, માનવ વિકાસની પરંપરાના નૈતિક મૂલ્યને સમજાવનારા ઉદ્દગાતા, ધર્મના મહાન પ્રવચનકાર, ભક્તવત્સલ અને જ્ઞાનીયો અને જીજ્ઞાસુઓની જિજ્ઞાસ પૂરી કરનારા સદ્દગુરૂ એટલેકે શ્રી કૃષ્ણને અનંત પ્રણામ
બધી દ્રષ્ટિએ કૃષ્ણ પૂર્ણ અવતાર છે. તેમના જીવનમાં ક્યાય પણ આંગળી ઉઠાવવામાં, ન્યૂનતા જેવુ સ્થાન નથી. એક પણ સ્થાન એવુ નથી કે જ્યા ઉણપ અનુભવી શકાય. આધ્યાત્મિક, નૈતિક કે બીજી કોઈ પણ દ્રષ્ટિએ જોઈશુ તો ખબર પડશે કે કૃષ્ણ જેવા સમાજ ઉદ્ધારક બીજા કોઈ જનમ્યા નથી. કૃષ્ણની તુલનામાં ઉભા રહી શકે તેવો રાજનીતિજ્ઞ આ જગતમાં કોઈ પણ જોવા નથી મળતો.જન્માષ્ટમી અને કૃષ્ણ

મંગળવાર, 23 ઑગસ્ટ, 2016

શીતળા સાતમ


શ્રાવણ માસની સુદ અને વદ બન્ને સાતમને શીતળા-સાતમ કહેવામાં આવે છે. તેના આગળના દિવસને રાંધણ છઠ કહે છે. રાંધણ છઠના દિવસે બધું રાંધી લીધા પછી બહેનો સગડી ઇત્યાદી રસોઇનાં સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે કે શીતળા- સાતમને દિવસે ઠંડુ જમે છે.

ગુજરાતનાં ધર્મપરાયણ લોકજીવનમાં શીતળામાતાની પૂજા ઘણી પ્રાચીન છે. શીતળાએ હિન્દુઓની લોકમાતા ગણાય છે. ધાર્મિક દ્રષ્ટિએ અને પુરાતત્ત્વની દ્રષ્ટિએ શીતળાદેવીની મૂર્તિ સૌથી વધુ અગત્યની ગણાય છે. જેમ વહાણવટી માતાનું વાહન વહાણ, વાઘેશ્વરીનું વાઘ અને ઊંમિયા માતાનું વાહન ઊંટ હોય છે તેમ શીતળામાતાનું વાહન ગધેડું છે. હાથમાં સાવરણી કળશ અને માથે સૂંપડું હોય છે. બંગાળના લોકો કમળ પર બેઠેલી લાલ વસ્ત્ર પહેરેલી અને બાળકને ધવરાવતી શીતળામાતાની મૂર્તિને પૂજે છે.

શીતળાની પ્રાચીન લોકપૂજાનો અને એના વિશેની માન્યતાઓનો ૯૦૦ વર્ષ પુરાણો પુરાવો મોઢેરાના સૂર્યમંદિરમાંથી મળી આવે છે. ૧૧મા સૈકામાં બંધાયેલા મોઢેરાના સૂર્યમંદિરમાં શીતળામાતાનું સ્વરૃપ કોતરેલું છે. તેમાં એક નગ્ન સ્ત્રી માથા ઉપર સૂપડું રાખી ગધેડા પર બેઠેલી છે. શીતળામાતાની મૂર્તિ નગ્ન રાખવાનું કારણ એવું છે કે શીતળાના રોગીથી વસ્ત્ર પહેરી શકાતાં નથી. વળી, ગધેડીના દૂધથી વરાઘ જેવા બાળકોનાં રોગો મટે છે તેથી તેના વાહન તરીકે ગધેડાની કલ્પના કરવામાં આવી છે.

શીતળામાતા બાળકને રોગથી બચાવનારી અને સ્ત્રીઓેને અખંડ સૌભાગ્ય આપનારી ગણાતી હોવાને લીધે સ્ત્રીઓ તેની વિશેષ પૂજા કરે છે. શીતળાનો અર્થ ઠંડક પણ થતો હોવાથી શીતળા સાતમને શીળી સાતમ પણ કહે છે. તે દિવસે ગામડાની સ્ત્રીઓ ચુલા ઠારી, લીંપણ કરી અંદર સાથિયો બનાવી કપાસના છોડનો આંબો રોપે છે અને ચોખાથી પૂજા કરી સંતાનોના ક્ષેમકુશળ ઈચ્છે છે.

શીતળામાતાનું વ્રત કરીને તે દિવસે ઘરને ખૂણે ધોયેલો પાટલો મૂકી તેના પર માટીના સાત લાડવા મૂકી વચ્ચે ઘડો મૂકે છે. ઘડા પર નાળિયેર મૂકી બે કાળી આંખો ચીતરી શીતળામાતા તૈયાર કરવામાં આવે છે. પછી ગામની સ્ત્રીઓ પીપળાના ઝાડના થડમાં સ્થાપના કરેલ માતાજીની મૂર્તિની પૂજા કરે છે અને ટાઢું ખાવા જાય છે.
પ્રાચીન સમયમાં શ્રાવણ વદી સાતમે શીતળા સપ્તમી વ્રત કરવામાં આવતું. બાજઠ પર આઠ પાંખડીવાળું કમળ આલેખી તેના પર કળશ મૂકી સોેનાના શીતળાદેવીની સ્થાપના કરી. ૐ શીતલાય્ નમ: મંત્ર બોલીને શીતળાની પ્રીતિ અર્થે બ્રાહ્મણોને દહી અને ફળનું દાન અપાતું.

ધાંગઘ્રાના ફુલકુ નદી કિનારે શીતળામાતાનું મંદિર છે. જ્યાં શીતળામાતા અને બળિયા કાકાની જોડાજોડ જોવા મળે છે. શીતળા સાતમે અહીં મોટો મેળો ભરાય છે.

આ ઉત્સવ સાધન પૂજાનો મહિમા સમજાવે છે. જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે સાધનો જડ હોવા છતાં પણ આપણા ઉપયોગમાં આવ્યાં છે તેથી આપણી તેમના માટે કૃતજ્ઞા બુદ્ધિ રહેવી જોઇએ. તાત્વિક દ્રષ્ટિએ જોતાં જગતમાં કશું જડ છે જ નહીં. એ રીતે આપણા કામમાં સહાયક બનનાર નિમિત્તરૃપ સાધનોમાં રહેલા સુષુપ્ત ચૈતન્યની આપણે પૂજા કરવી જોઇએ.

શીતળા-સાતમને દિવસે સ્ત્રીઓ સગડીની પૂજા કરે છે. ચૂલો એ તો ઘરનો દેવતા છે. કૃતજ્ઞાતાના પાયા પર ઊભેલી ભારતીય સંસ્કૃતિ આ ગૃહ દેવતાના ઉપકારને કેમ ભૂલી શકે? પોતે તપીને જે રોજ આહાર પકવી આપે છે તે ચૂલાનું પૂજન કરીને સ્ત્રીઓ પોતાની કૃતજ્ઞાતા પ્રદર્શિત કરે છે. એટલું જ નહીં પણ સતત સંતપ્ત રહેતા એ ચૂલામાં તે દિવસે આંબાનો નાનો રોપ પણ મૂકવામાં આવે છે. એની પાછળ, આમ્રવૃક્ષની શીતળતા સતત તેને મળતી રહે તેમજ આંબાનાં ફળ જેવી મીઠાશ તે રસોઇમાં ભરતો રહે એવી ભાવના છુપાયેલી છે.

ભારતીય સંસ્કૃતિ કાર્ય સાધતી વખતે કે કાર્ય સિધ્ધ થયા પછી સાધનોની ઉપેક્ષા કરવામાં માનતી નથી. એટલું જ નહીં પણ જે સાધનો કાર્ય-સાધક બન્યાં કે બની શકે તેને માટે તે હંમેશા ગૌરવ રાખવાનું સૂચવે છે. સ્ત્રી સગડી કે ઘંટીની પૂજા કરે છે, ખેડૂત પોતાના હળની પૂજા કરે છે, વેપારી ત્રાજવાને પવિત્ર માને છે, તેમજ પંડિત પોતાના પુસ્તકનું પૂજન કરે છે. પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર માની જે ભારતીય સંસ્કૃતિએ તેનું પૂજન કર્યું છે તે ભારતીય સંસ્કૃતિ 'પ્રત્યેક સેવા કર્મને પવિત્ર માને' એવો ઉદ્ઘોષ કરે એ યથાર્થ જ છે.

કલમ હો કે તલવાર, હળ હો કે ત્રાજવું, સગડી હો કે ઝાડુ, પ્રત્યેક વસ્તુને પવિત્ર માનવામાં જ તેનું પૂજન પૂરું થતું નથી. દરેક વસ્તુની પવિત્રતા ટકાવી રાખવામાં, તે વસ્તુને ઉત્કૃષ્ટ રાખવામાં જ તેના પૂજનની પૂર્ણાહુતિ થાય છે. જેમ મળેલું કર્મ ઉત્કૃષ્ટ રીતે કરવું એ કર્મનું પૂજન છે તેમ મળેલી વસ્તુ ઉત્કૃષ્ટ રીતે રાખવી તે વસ્તુનું પૂજન છે. આપણાં વસ્ત્રોને આપણે સ્વચ્છ અને પવિત્ર રાખીએ એ આપણાં વસ્ત્રોની પૂજા છે. આપણાં પુસ્તકોને પૂઠું ચડાવી નવાં જેવાં રાખીએ એ પુસ્તકોનું પૂજન છે.

'પુસ્તકની આપણને એક પ્રાર્થના છે કે મને તેલથી પાણીથી, અને શિથિલ બંધનથી બચાવો, તેમજ ભૂલેચૂકે પણ કદી મને મૂર્ખના હાથમાં ન સોંપો.' ઘણા લોકોને ખુલ્લુ પુસ્તક ઊંધુ મૂકી રાખવાની ટેવ હોય છે. જે પુસ્તકની બાંધણીને નુકસાન કરે છે. ઘણા લોકોને નિશાની રાખવા ખાતર પાનાના ખૂણાઓ મરડીને રાખવાની ટેવ હોય છે. ઘણા લોકોને જીભ પર આંગળી રાખી પાના પલટવાની આદત હોય છે. આવી બધી કુટેવોથી બચવું અને પુસ્તકને સુઘડ રીતે સાચવવું અને યોગ્ય રીતે ઉપયોગમાં લેવું એ પુસ્તકની પૂજા છે.

દાંતને સાફ અને સફેદ રાખવા, શરીરને સ્નાનાદિથી સ્વચ્છ રાખવું, વાળ ઓળેલા રાખવા વગેરે તેમની પૂજા જ છે. વાર-તહેવારે પોતાના વાહનને હાર પહેરાવનાર માણસ પણ તેની પૂજા જ કરે છે. તે જ રીતે સોંપેલું કામ સારામાં સારી રીતે કરવું એ શ્રમની પૂજા છે. ઉત્કૃષ્ટ અભ્યાસ કરવો, માતા-પિતાની આજ્ઞાાનું પાલન કરવું, ગુરુની સેવા કરવી ઇત્યાદી સૌ આપણી કર્મપૂજા છે.

સાધન પૂજા અને કર્મપૂજાનું મહત્ત્વ સાચા અર્થમાં જે સમજી લે છે તેના પર શીતળા માતા પ્રસન્ન થાય છે, તે જ જીવનમાં શીતળતા અનુભવી શકે છે. શીતળા- માતા સેવાની દેવી છે. સેવા કરનાર જેટલી અંતરની શાંતિ મેળવી શકે છે એટલી બીજું કોઇ નથી મેળવી શકતું.

સૂપડું અને સાવરણી જેવાં સેવાનાં ક્ષુદ્ર સાધનોને તેમની ઉપયોગીતા જોઇ તેમણે પોતાની પાસે રાખ્યાં છે. તેમની પૂજા કરવાથી બાળકોને રોગો થતા નથી. સૂપડાથી સાફ કરેલું શુદ્ધ અનાજ ખાવામાં આવે અને રહેવાનાં સ્થાનો સાવરણાથી સાફ કરી સ્વચ્છ અને સુઘઢ રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ ઘટી જાય એવો આ ઉત્સવનો સંદેશ છે.
-જયના

સોમવાર, 22 ઑગસ્ટ, 2016

Gujrati Kahevto


👌101 ગુજરાતી કહેવતો..👌
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
😋તમને કેટલી કેહવત યાદ છે ?
💚૧, બોલે તેના બોર વહેચાય
💚૨. ના બોલવામાં નવ ગુણ
💚૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
💚૪. ડાહ્યી સાસરે ન જાય અને
ગાંડીને શીખામણ આપે
💚૫. સંપ ત્યાં જંપ
💚૬. બકરું કઢતા ઉંટ પેઠું
💚૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં
💚૮. સિધ્ધિ તેને જઈ વરે
જે પરસેવે ન્હાય
💚૯. બગલમાં છરી અને
ગામમાં ઢંઢેરો
💚૧૦. લૂલી વાસીદુ વાળે અને
સાત જણને કામે લગાડે
💚૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો
💚૧૨. ખાલી ચણો વાગે ઘણો
💚૧૩. પારકી મા જ કાન વિંધે
💚૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ
ત્યાં પહોંચે અનુભવી
💚૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય
💚૧૬. દૂરથી ડુંગર રળિયામણાં
💚૧૭. લોભી હોય ત્યાં
ધૂતારા ભૂખે ન મરે
💚૧૮. શેરને માથે સવાશેર
💚૧૯. શેઠની શીખામણ ઝાંપા સુધી
💚૨૦. હિરો ગોગે જઈને આવ્યો
અને ડેલીએ હાથ દઈને
પાછો આવ્યો
💚૨૧. વડ જેવા ટેટા ને
બાપ જેવા બેટાં
💚૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ
💚૨૩. રામ રાખે તેને કોણ ચાખે
💚૨૪. ઊંટના અઢાર વાંકા
💚૨૫. ઝાઝા હાથ રળીયામણાં
💚૨૬. કીડીને કણ ને હાથીને મણ
💚૨૭. સંગર્યો સાપ પણ કામનો
💚૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
💚૨૯. નાચ ન જાને આંગન ટેઢા
💚૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે
💚૩૧. ચેતતા નર સદા સુખી
💚૩૨. સો દહાડા સાસુના
એક દાહડો વહુનો
💚૩૩. વાડ થઈને ચીભડાં ગળે
💚૩૪. ઉતાવળે આંબા ન પાકે
💚૩૫. સાપ ગયા અને
લીસોટા રહી ગયા
💚૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે
💚૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે
💚૩૮. કાશીમાં પણ
કાગડા તો કાળા જ
💚૩૯. કૂતરાની પૂંછડી
જમીનમાં દટો તો પણ
વાંકી ને વાંકી જ
💚૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં
અને વહુનાં લક્ષણ બારણાં માં
💚૪૧. દુકાળમાં અધિક માસ
💚૪૨. એક સાંધતા તેર તૂટે
💚૪૩. કામ કરે તે કાલા,
વાત કરે તે વ્હાલાં
💚૪૪. મા તે મા,
બીજા વગડાનાં વા
💚૪૫. ધીરજનાં ફળ મીઠાં
💚૪૬. માણ્યુ તેનું
સ્મરણ પણ લહાણું
💚૪૭. કૂવામાં હોય તો
હવાડામાં આવે
💚૪૮. સો સોનાર કી એક લૂહાર કી
💚૪૯. રાજા ને ગમે તે રાણી
💚૫૦. કાગનું બેસવુ
અને ડાળનું પડવું
💚૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
💚૫૨. ગાંડાના ગામ ન હોય
💚૫૩. સુકા ભેગુ લીલુ બળે
💚૫૪. બાવાનાં બેવુ બગડે
💚૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે
ત્યારે કપાળ ધોવા ન જવાય
💚૫૬. વાવો તેવું લણો
💚૫૭. શેતાનું નામ લીધુ
શેતાન હાજર
💚૫૮. વખાણેલી ખીચડી
દાઢે વળગી
💚૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
💚૬૦. સંગ તેવો રંગ
💚૬૧. બાંધી મુઠી લાખની
💚૬૨. લાખ મળ્યાં નહિ
અને લખેશ્રી થયા નહિ
💚૬૩. નાણાં વગરનો નાથીયો ,
નાણે નાથા લાલ
💚૬૪. લાલો લાભ વિના ન લૂટે
💚૬૫. હિમ્મતે મર્દા
તો મદદે ખુદા
💚૬૬. પૈ ની પેદાશ નહી અને
ઘડીની નવરાશ નહી
💚૬૭. છાશ લેવા જવુ
અને દોહણી સંતાડવી
💚૬૮. ધોબીનો કૂતરો
ન ઘર નો , ન ઘાટનો
💚૬૯. ધરમની ગાયનાં
દાંત ન જોવાય
💚૭૦. હાથી જીવતો લાખનો ,
મરે તો સવા લાખનો
💚૭૧. સીધુ જાય અને
યજમાન રીસાય
💚૭૨. વર મરો, કન્યા મરો
પણ ગોરનું તરભાણું ભરો
💚૭૩. હસે તેનું ઘર વસે
💚૭૪. બેગાની શાદીમેં
અબ્દુલ્લા દિવાના
💚૭૫. ફરે તે ચરે,
બાંધ્યા ભૂખ્યા મરે
💚૭૬. ભેંસ આગળ ભાગવત
💚૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે
ને પાડોશીને આંટો
💚૭૮. રાત થોડી ને વેશ ઝાઝા
💚૭૯. ના મામા કરતાં
કાણો મામો સારો
💚૮૦. ભેંસ ભાગોળે
અને છાશ છાગોળે
💚૮૧. મન હોયતો માંડવે જવાય
💚૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે
💚૮૩. પારકી આશ સદા નીરાશ
💚૮૪. ઘરકી મુર્ગી દાલ બરાબર
💚૮૫. બાર વર્ષે બાવો બાલ્યો
💚૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા
💚૮૭. ભાવતુ હતું ને વૈદે કીધું
💚૮૮. જેને કોઇ ન પહોંચે
તેને તેનું પેટ પહોંચે
💚૮૯. નામ મોટા દર્શન ખોટા
💚૯૦. લાતોના ભૂત
વાતોથી ન માને
💚૯૧. ગાય વાળે તે ગોવાળ
💚૯૨. બાંધે એની તલવાર
💚૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા
💚૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
💚૯૫. મારું મારું આગવું
ને તારું મારું સહિયારું
💚૯૬. આગ લાગે ત્યારે
કૂવો ખોદવા ન જવાય
💚૯૭. આંધળામાં કાણો રાજા
💚૯૮. ઈદ પછી રોજા
💚૯૯. ખાડો ખોદે તે પડે
💚૧૦૦. ક્યાં રાજા ભોજ ,
ક્યાં ગંગુ તલી
💖૧૦૧. નમે તે સૌને ગમે
🌹☘🌹☘🌹☘🌹☘

પ્રેરક પ્રસંગો


એક ઓટોમોબાઇલ એન્જીનીયરે અફ્લાતૂન કાર બનાવી. કારને જોઇને જ લોકોની આંખો આશ્વર્યથી પહોળી થઇ જાય એવી અદભૂત કાર હતી. એન્જીનિયર કંપનીના માલીકને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે ગેરેજના અંદરના ભાગમાં છુપી રીતે આ કાર બનાવવામાં આવી હતી. કાર તૈયાર થયા પછી કંપનીના માલિકને જાણ કરવામાં આવી.

કંપનીના માલિક ગેરેજના અંદરના ભાગે આવ્યા અને કારને જોઇને રીતસરના નાચવા લાગ્યા. કાર બનાવનાર એન્જીનિયરને ભેટીને અભિનંદન આપ્યા અને એન્જીનિયર માટે મોટી રકમના ઇનામની જાહેરાત કરી. કારને હવે ગેરેજના અંદરના ભાગમાંથી બહાર લાવીને પ્રદર્શન માટે મુકવાની હતી. ડ્રાઇવર ગાડી ચલાવીને દરવાજા સુધી આવ્યો પછી અટકી ગયો. દરવાજાની ઉંચાઇ કરતા ગાડીની ઉંચાઇ સહેજ વધુ હતી. એન્જીનિયર આ બાબતને ધ્યાને લેવાનું ભૂલી ગયેલો.

ત્યાં હાજર જુદી-જુદી વ્યક્તિઓએ જુદા-જુદા સુચનો આપવાના ચાલુ કર્યા. એકે કહ્યુ 'દરવાજાનો ઉપરનો ભાગ તોડી નાંખો, ગાડી નીકળી જાય પછી ફરીથી ચણી લેવાનો'. બીજાએ કહ્યુ 'ઉપરનો ભાગ તોડવાને બદલે નીચેની લાદી જ તોડી નાંખો અને ગાડી નીકળી ગયા પછી નવી લાદી ચોંટાડી દેવાની' ત્રીજાએ વળી કહ્યુ ' ગાડી દરવાજા કરતા સહેજ જ ઉંચી દેખાય છે એટલે પસાર થઇ જવા દો. ગાડીના ઉપરના ભાગે ઘસરકા પડે તો ફરીથી કલર કરીને ઘસરકાઓ દુર કરી શકાય'.

આ બધા સુચનો પૈકી ક્યુ સુચન સ્વિકારવું એ બાબતે માલિક મનોમંથન કરતા હતા. માલિક અને બીજા લોકોને મુંઝાયેલા જોઇને વોચમેન નજીક આવ્યો અને વિનમ્રતાથી કહ્યુ, "શેઠ, આ કંઇ કરવાની જરૂર નથી. ચારે વીલમાંથી હવા ઓછી કરી નાંખો એટલે ગાડી સરળતાથી દરવાજાની બહાર નીકળી જશે" માલિક સહિત બધાને થયુ કે વોચમેનને જે વિચાર આવ્યો એ વિચાર આપણને કોઇને કેમ ન આવ્યો ?

જીવનમાં આવતી દરેક સમસ્યાને નિષ્ણાંત તરીકેના દ્રષ્ટિકોણથી ન જુવો. મોટાભાગની સમસ્યાઓના ઉકેલ બહુ સરળ હોય છે પણ વધુ પડતા વિચારોથી આપણે સમસ્યાને ગૂંચવી નાંખીએ છીએ.બીજુ કે મિત્રો અને સગા-સંબંધીઓના ઘરના દરવાજા કરતા આપણી ઉંચાઇ વધી જાય અને અંદર પ્રવેશવામાં મુશ્કેલી થાય તો થોડી હવા ( અહંકાર ) કાઢી નાંખવી પછી આરામથી પ્રવેશ કરી શકાશે.

રાંધણ છઠ્ઠ


રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમનું ધાર્મિક મહત્વ,પૂજાવિધિ ને કથા

છઠના દિવસે ઘેર ઘેર નિત નવા વ્યંજનો બનાવવામાં આવે છે. જ્યારે આ વ્યંજનો શીતળા સાતમના દિવસે શીતળામાતાની પૂજા કર્યા પછી ઠંડા જ આરોગવામાં આવશે.
લોકમાન્યતા મુજબ છઠના દિવસે શીતળા માતાજી ઘરે-ઘરે ફરે છે અને ચુલામાં આળોટે છે. જેથી લોકો રાંધણ છઠની રાત્રે ઘરના ચુલાની સાફ-સફાઈ અને પૂજા કરીને ચૂલો ઠારી દે છે. ત્યારબાદ સાતમના દિવસે છઠનું જ ઠંડુ ભોજન લેવાનું હોય છે.શીતળા સાતમના શુભ દિવસે શ્રદ્ધાળુઓ ખાસ પ્રકારે પૂજા-વિધિથી સંપૂર્ણ વર્ષ માટે સુખી અને રોગમુક્ત રહેવા માટે પ્રયાસો કરે છે. છઠ્ઠના દિવસે સાંજે સાતમની વિધિ અને રસોઈ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. છઠ્ઠના દિવસે રાત્રે બધી રસોઈ પૂરી કર્યા બાદ ચૂલાને ઠારી-બંધ કરી તેના પર કન્કોલા તથા ફૂલની માળા, કંકુ, ચંદન, ચોખા વગેરે દ્વારા તેનું પૂજન કરવામાં આવે છે. સાતમની સવારે સાંજે બનેલી વાનગીને એક થાળમાં લઈ ઠંડું દૂધ, જળ,ચંદન, ચોખા, કંકુ વગેરે સુગંધિત દ્રવ્યો દ્વારા શીતળા માતાની પૂજન કરવામાં આવે છે. પછી ફૂલહાર ચઢાવી પોતાની મનોકામના મનમાં વ્યક્ત કરી નમસ્કાર કરવા. આ પૂજન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, સંતાન હોય પણ જો તે રોગગ્રસ્ત રહેતું હોય તો તેને ફાયદો મળે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ વ્રત જરૂર કરવું જોઈએ.

કથા એવી છે કે રાંધણ છઠ્ઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા. રાત્રે સૂમસામ શાંતિમા શીતળાદેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાઝી ગયાં, તેથી શાપ આપ્યો: "જેવી મને બાળી, એવું જ તારું પેટ એટલે તારી સંતતિ બળજો..."
બીજા દિવસે સવારે જોયું બાળક દાઝેલું હતું, આ જોઈને નાની વહું કલ્પાંત કરવા લાગી. કોઈ એ કહ્યું કે નક્કી આ શીતળા માતાનો કોપ છે. આ સાંભળી તે ટોપલામાં દાઝેલા બાળકને લઈ અને વન-વન ભટકવા લાગી. વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ ડોશી દેખાયા, ડોશીએ તેને બોલાવી. તે ત્યાં ગઈ, તે ડોશીના કહેવા પ્રમાણે તેણે તેના માથાને સાફ કર્યું. આ રીતે ડોશીની સેવા કરવાથી ડોશીએ કહ્યું ‘‘ જેવી મને ઠંડક આપી તેવી તને ઠંડક મળજો. ’’ એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો તે સજીવન થયો. શીતળા માતાએ દર્શન આપી તેને ઘરે મોકલી. આ રીતે શીતળા માતા તેને પ્રસન્ન થયા. તેને ઘરે ધન-ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થાઈ.

આપણા ઘણા ઉત્સવ પ્રાદેશિક હોય છે. આ ઉત્સવ પણ આપણા વડીલોએ ઘણી બાબતો વીચારીને કરી છે. પહેલાના જમાનામાં શિતળાનામનો રોગ થતો હતો. વળી, આ સમય શ્રાવણનો છે, જે વરસાદનો સમય છે. આ સમયમાં શરીરને રોગપ્રતિકારક શક્તિની ખાસ જરૂર હોય છે. તેથી એક દિવસ ભોજનમાં રુખુ-સુકુ ચલાવીને શરીરને આરામ આપવાની વાત છે. જો કે હાલ તો અનેક વાનગીઓ માટે આ તહેવાર ઉજવવામાં આવે છે. વળી, વ્યાવહારિક કારણ એવું છે કે રાંધણ છઠ્ઠના દિવસે રસોઈ કરી સાતમના દિવસે સ્ત્રીઓ રસોઈના કામમાંથી મુક્ત રહી શકે જેથી કરીને આવનારા બે દિવસ જન્માષ્ટમી અને પારણાનોમની તૈયારી થઈ શકે છે. આ ઉપરાંત ધાર્મિક મહત્વ એવું છે કે આપણું પાલન-પોષણ કરનાર અન્નને જેમ શાસ્ત્રઓએ દેવતા કહ્યા છે તે રીતે અગ્નિને પણ દેવતા કહ્યા છે. તેના પૂજનની પણ આ એ પ્રચલિત વિધિ છે. શીતળા માતા ઘરમાં બધા પ્રકારના તાપ-સંતાપ અને ઉત્તાપને શાંત કરનાર દેવી છે. આવા કારણો છે જે આપણને આ તહેવારોથી જોડી રાખે છ.

નાગપંચમી Nagpanchmi


 શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી. ભારતીય જયોતિષ તથા ધર્મશાસ્ત્રમાં પાંચમની તિથિનો સ્વામી (અધિપતિ) નાગ છે. વર્ષ દરમિયાન લગભગ મોટા ભાગની પાંચમ તિથિ ભારતના કોઈને કોઈ પ્રદેશમાં નાગપંચમી તરીકે પૂજાય છે. બંગાળ અને કેરળ એ નાગપૂજાના પ્રધાનક્ષેત્ર ગણાય છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં શ્રાવણ સુદ પાંચમને દિવસે નાગપંચમી ઉજવાય છે. જયારે બાકીના મોટાભાગનાં વિસ્તારોમાં રક્ષાબંધન પછીની અને જન્માષ્ટમી પહેલાની વદ પાંચમને નાગપંચમી તરીકે ઉજવાય છે.

સમગ્ર વિશ્વમાં ફક્ત ભારત જ એવો દેશ છે જ્યાં સર્વ પ્રાણીઓ, પ્રકૃતિ અને સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે પ્રાર્થનાઓ થાય છે. હિંદુ ધર્મના તહેવારોની આ એક વિશેષતા છે. સર્વનું કલ્યાણ થાય તે જ ધર્મનો સાચો અર્થ છે. ભારત એ દેશ છે જ્યાં નાગને પણ ભગવાન તરીકે ગણવામાં આવે છે. પ્રાણીઓ પ્રત્યેનો અતૂટ પ્રેમ અને શ્રદ્ધા ફક્ત હિંદુ ધર્મમાં જ જોવા મળે. નાગ પંચમીનો તહેવાર આ શ્રદ્ધાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

આ દિવસે સાપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે સાપોને દૂધ પીવડાવવામાં આવે છે. દક્ષિણ ભારતના ઘણાં મંદિરોમાં નાગદેવતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી હોય છે.

કહેવાય છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે, અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે. ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે જેથી ધરતી હલે છે. આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે, અને એમના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે. તેના કારણે પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રદ્ધા રાખે છે.

નાગ સાથે અનેક કથાઓ સંકળાયેલી છે. હિંદુ ધર્મમાં મોટાભાગની બહેનો આ વ્રત કરતી હોય છે. નાગનો સ્વભાવ તો ઝેર ઓકવાનો છે, પણ તેને હેરાન ન કરવામાં આવે તો તે કરડતો નથી. કમનસીબે આજનો માણસ ઝેરી બનતો જાય છે. કેટલાક માણસોના હૃદય અને મનમાં ઝેર ભર્યુ હોય છે. જો કે આવો સ્વભાવ આખરે નુકશાનકારક નિવડે જ છે.


@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


જુદા જુદા ક્ષેત્રો મુજબ નાગપંચમીની કથાઓ અમે અહીં રજૂ કરી છે. આ કથાઓ સુખ સૌભાગ્ય આપનારી અને બધા દુ:ખ દુર કરનારી છે
કોઈપણ કથાને પૂરી શ્રધ્ધાથી કહેવાથી કે સાંભળવાથી જ મનગમતું ફળ મળે છે.
નાગપંચમી કથા - 1
કોઈ એક રાજ્યમાં એક ખેડૂત રહેતો હતો. ખેડૂતને બે છોકરા અને એક છોકરી હતી. એક દિવસે હળ ચલાવતાં સમયે હળથી ત્રણ સાંપના બચ્ચાં કચડાઈને મરી ગયા. નાગણ પહેલાં તો સંતાપ કરતી રહી પછી તેણે પોતાના બાળકોના હત્યારા જોડે બદલો લેવાનું નક્કી કર્યુ. રાત્રિના અંધકારમાં નાગણે ખેડૂત, તેની પત્ની બે બાળકોને કરડી લીધુ. બીજા દિવસે સવારે ખેડૂતની પુત્રીને કરડવાના ઈરાદે નાગણ ફરી ચાલી નીકળી તો ખેડૂત પુત્રીએ તેની સામે દૂધથી ભરેલો વાડકો મુકી દીધો અને હાથ જોડીને ક્ષમા માંગી લીધી. નાગિન પ્રસન્ન થઈ ગઈ અને તેના માતા પિતા અને ભાઈઓને ફરી જીવીત કરી દીધા. તે દિવસે શ્રાવણ શુક્લ પંચમી હતી. ત્યારથી અત્યાર સુધી નાગના ગુસ્સાથી બચવા માટે આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે.
નાગપંચમી કથા -2
કોઈ રાજ્યમાં રાજા-રાણી રહેતા હતા. રાણી ગર્ભવતી હતી. તેણે જંગલી કારેલા ખાવાની ઈચ્છા રજૂ કરી. રાજાને જંગલમાં કારેલા દેખાયા. તેણે તે તોડીને થેલીમાં ભરી લીધી. તેટલામાં નાગદેવતા ત્યાં આવી પહોચ્યાં અને બોલ્યા કે મને પૂછ્યા વગર કેમ તોડી લીધા ? તો રાજાએ હાથ જોડીને કહ્યુ કે મારી પત્ની ગર્ભવતી છે અને તેને આ ખાવી હતી. મને અહીં દેખાયા તો મેં તોડી લીધા. મને ખબર હોત કે આ તમારા છે તો હું જરુર પૂછી લેત. હવે મને ક્ષમા કરો.
નાગદેવતા બોલ્યા - હું તમારી વાતો માં નહી આવુ. આ કારેલાને અહીં મુકી દો અથવા તો તમારી પહેલી સંતાન મને આપી દેજો. રાજા કારેલા ઘરે લઈ આવ્યો અને પોતાની પ્રથમ સંતાન આપવાની વાત પણ કરી આવ્યો. રાણીને તેણે બધી વાત કરી છતાં રાણીએ કારેલા ખાવાની ઈચ્છા ન છોડી.
થોડા સમય પછી એક રાણીએ એક પુત્રી અને પુત્રને જન્મ આપ્યો. નાગને ખબર પડી તો તે પહેલી સંતાન માંગવા લાગ્યો. રાજા કદી કહેતાં મુંડન પછી તો કદી કહેતા કાન છેદયા પછી લઈ જજો. છેવટે રાજાએ કહ્યું કે લગ્ન પછી લઈ જજો. નાગ પહેલા તો રાજાની વાતો માનતો રહ્યો, પણ જ્યારે રાજાએ લગ્ન પછી લઈ જવાની વાત કરી તો નાગે વિચાર કર્યો કે લગ્ન પછી તો કન્યા પર પિતાનો અધિકાર રહેતો નથી. તેથી કોઈ બીજું બહાનું બનાવીને છોકરીને લગ્ન પહેલાં જ લઈ જવી પડશે.
એક દિવસે રાજા પોતાની પુત્રીને તળાવ પર નહાવા માટે લઈ ગયો. તળાવના કિનારે એક સુંદર કમળનું ફુલ હતુ. રાજાની પુત્રી ફૂલ તોડવા આગળ વધી તો કમળનું ફૂલ પણ આગળ વધ્યું ફૂલની સાથે-સાથે છોકરી પણ આગળ વધતી ગઈ. જ્યારે રાજાની પુત્રી ઉંડાણમાં ડૂબી ગઈ ત્યારે નાગે રાજાને કહ્યું કે હુ તમારી છોકરીને લઈ જઉં છું આ સાંભળી રાજા મૂર્છિત થઈ ગયો. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે માથું પછાડી-પછાડીને મરી ગયો.
રાજાના મૃત્યુના સમાચાર અને પુત્રીને નાગ લઈ ગયો છે તેવી ખબર પડતાં રાણી પણ તેમના વિયોગમાં મરી ગઈ. છોકરો એકલો છે જોઈને સગાં-સંબંધીઓએ રાજપાટ છીનવી લીધું અને તેને ભિખારી બનાવી દીધો.
તે ઘેર-ઘેર ફરીને ભીખ માંગતો, અને પોતાનું દુ:ખ સૌને કહેતો, એક દિવસે જ્યારે તે નાગદેવતાની ઘેર ભીખ માંગવા ગયો તો બહેનને તેનો અવાજ સંભળાયો. તેને અવાજ જાણીતો લાગ્યો. તેણે બહાર આવીને જોયું અને પોતાના ભાઈને ઓળખી લીધો. પ્રેમથી તેને અંદર બોલાવી લીધો. બંને પ્રેમથી ત્યાં રહેવા લાગ્યા.

બુધવાર, 17 ઑગસ્ટ, 2016

રક્ષાબંધન raxabandhan


 ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો
ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે.
 રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે.
ભાઇ બહેનને ભેટ આપે છે.

 રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે.રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે.

ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.

આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.

હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે.


આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઇએ. ભાઇને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઇક આપી છૂટવું, અને બહેને ભાઇ પાસેથી કંઇ મેળવવાનો હક્ક પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્વ નથી, ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે.


આપણે વ્રત-ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા, માણવા અને પીંછાણવા પ્રયત્ન કરવો જોઇએ.  ઉત્સવોની અને પ્રતીકોની પાછળ ભાવનું, ભવ્ય ભાવનાનું મહત્વ છે.

રક્ષાબંધન પર્વ એટલે ભગિની પ્રેમ-બંધન. “સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી.” એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. પ્રેમ-બંધન અને ભાવ-બંધનના આ પવિત્ર તહેવારનું સામાજિકરણ અને વૈશ્વીકરણ કરવું જોઇએ.

રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ, ભાઇ-બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઇની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય ! બહેનના રક્ષણની જવાબદારી ભાઇ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે.

બહેન જ્યારે ભાઇને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંલ્લો કરે છે. સર્વ સામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત, ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઇને ત્રિલોચન બનાવ્યો છે. આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે.

ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઇનું ત્રીજું નેત્ર (બુદ્ધિલોચન) ખોલી ભાઇને વિકાર વાસના વગેરેને ભસ્મ કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે. ભાઇના હાથે રાખડી બાંધવી એ હર્ષઘેલી અને વહાલસોયી બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઇ-બહેનના હ્રદયનો નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નીતરતો હોય છે.

રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઇના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહિ, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. સાથોસાથ પોતાનો ભાઇ અંતઃકરણના શત્રુઓ – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ્, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે.

રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે છે. ભાઇ, બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે. આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતિક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એ મૌનની ભાષા છે. આ પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજે એ માત્ર ચીલાચાલુ વ્યવહાર થઈ ગયો છે, તેથી ભગિની-પ્રેમનું ભાવમાધુર્ય કે સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે.

પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારીત્યારે ઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો.

“કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…” અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો!

મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો ! આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીને પ્રભુને છોડાવ્યા હતા!

રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે.
 
 બળેવ એટલે બળ અને બલિ ઊભયની ભાવના જેમા પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે, પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે, એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગરખેડુ બનીને વહાણવટે ઊપડતા અને અખૂટ જળભંડારને ખોળે ખેલતાં નારિયેળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોળો ઊડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો. આવું છે, આ વ્રત-પર્વ નારિયેળી પૂના !

રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ-બહેનના હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધનધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે.

રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ


રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદ્ર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી ઉજવાય છે ત્યાં પશ્ચિમમાં આને નારિયેળ પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે.
ઈતિહાસ- એવું માનવામાં આવે છે કે જ્યારે સ્વર્ગના દેવતા સ્વર્ગના દેવતા ઈંદ્ર જ્યારે રાક્ષસોની સામે પરાજીત થયા હતાં ત્યારે ઈંદ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યુ હતું જેથી કરીને તે દુશ્મનોનો સામનો કરી શકે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ શેરડી ખાઈ રહ્યાં હતાં ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી જવાથી લોહી વહેવા લાગ્યું આ જોઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારને ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી દિધી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો અને આજીવન તેને નીભાવતાં રહ્યાં.
જ્યારે રાજા પોરસ અને મહાન યોદ્ધો સિકંદરની વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે સિકંદરની પત્નીએ પોરસની રક્ષા માટે તેના હાથે રક્ષાસુત્ર બાંધ્યું હતું તેને પણ રક્ષા-બંધનનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે.
ભારતના ઈતિહાસમાં આવું વધારે એક ઉદાહરણ મળી આવે છે કે જ્યારે ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુરશાહની સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી. હુમાયુ તેની રક્ષા માટે સંપુર્ણ પ્રયત્નો કરે છે પરંતુ દુશ્મનોના આગળ વધતાં પગલાંઓને તે રોકી નથી શકતો અને છેલ્લે રાણી કર્માવતી જૌહર વ્રત ધારણ કરી લે છે.
આધુનિક ઈતિહાસમાં પણ આનું ઉદાહરણ મળી આવે છે જ્યારે નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે બંગાળના વિભાજન બાદ હિંદુઓ અને મુસલમાનોને એક થવાનો આગ્રહ કર્યો હતો અને બંને સમુદાયના લોકોને એકબીજાના હાથ પર રક્ષા-સુત્ર બાંધવાનો આગ્રહ કર્યો હતો.
પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઈતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ-અલગ સ્વરૂપોની ઝાંખી મળી આવે છે. પરંતુ સમયની સાથે સાથે તેમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે. હવે આ પર્વ સંપુર્ણ રીતે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક બની ગયું છે. જેની અંદર બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ આખી જીંદગી તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ ફક્ત વર્ષ દરમિયાન એક જ વખત ઉજવાવામાં આવતું પર્વ નથી પરંતુ ભાઈ આખી જીંદગી દરમિયાન પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

પગાર પંચ : પહેલી ઓગસ્‍ટથી જ રાજ્‍ય સરકારના કર્મીઓને લાભ*





satma pagar panch vishe jano

Khel mahakumbh 2016





મંગળવાર, 16 ઑગસ્ટ, 2016

પારસીઓનું પાવન પર્વ પતેતી




પતેતી એટલે પશ્ચાત્તાપ કરવો. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનું પશ્ચાત્તાપ કરી મનને શુદ્ધ કરવું.

અષો જરથુષ્ટ્રે આશરે ઇ.સ.પૂર્વે ૫૯૦માં જરથોસ્તી ધર્મની સ્થાપના કરી. જરથોસ્તી ધર્મ માનનારા અને તેના વંશજો પારસી તરીકે ઓળખાય છે. અષો જરથુષ્ટ્રનો જન્મ ઇ.સ.પૂર્વે ૬૦૦ની આસપાસ ઇરાનમાં આઝર બેઇજાન નામના પ્રાંતમાં થયો હતો.

અષો જરથુષ્ટ્રમાં બાળપણથી જ કંઇક વિશિષ્ટ શક્તિ હતી જેના કારણે તે સમયના ઇરાનના ધર્મગુરુ મોજાઇ દુરાસરુએ તેમને શિશુ અવસ્થામાં મારી નાખવાની ઘણી કોશિશ કરી પરંતુ પ્રહ્લાદની જેમ તેમનો ચમત્કારી બચાવ થતો રહ્યો. તેમને થયું કે ઈશ્વર જ મારી રક્ષા કરતો રહ્યો તેથી તેમણે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો એક માત્ર ઘ્યેય અપનાવ્યો. તેના માટે તેઓ ખૂબ જ ચિંતન કરવા લાગ્યા છતાં પણ નિરાશા જ સાંપડી.

આ રીતે સમય પસાર થતો જતો હતો અને ધીરજ ખૂટતી જતી હતી, ત્યાં એક દિવસ આથમતા સૂરજે તેમને ઈશ્વરનાં દર્શન કરાવ્યા અને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. ઈશ્વરે તેમને વરદાન માગવાનું કહેતાં તેઓએ પવિત્રતાનું વરદાન માગ્યું. ઈશ્વર તરફથી વરદાન મળતા તેઓ અષો (પવિત્ર) જરથુષ્ટ્ર કહેવાયા. અષો જરથુષ્ટ્ર ક્રાંતિકારી વિચારસરણીના હોવાથી તે વખતના રૂઢિચુસ્ત સમાજમાં પણ પત્નીની પસંદગી સ્વયં કરી હતી.

જ્ઞાનપ્રાપ્તિ પછી એમણે ધર્મપ્રચારનું કાર્ય કર્યું. ૪૭ વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે એમણે ઇરાનમાં ધર્મની જયોત પ્રજવલિત રાખી. ૭૭ વર્ષની વયે જયારે તેઓ ઈશ્વરની ઇબાદત કરતા હતા ત્યારે તુરાની દુરાસરુન સૈનિકે પીઠ પાછળ ઘા કરતા તેઓ મૃત્યુને ભેટ્યા.

આ બાજુ ઇરાનમાં વિધર્મીઓના ત્રાસથી ધર્મનું રક્ષણ કરવા આશરે ૧૩૫૦ વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. ભારત સાથેના વેપારને લીધે તેઓ ભારતથી સારી રીતે પરિચિત હતા. સૌ પ્રથમ ઇ.સ. ૭૬૬ની આસપાસ દીવ બંદરે તેઓ ઊતર્યા. જયાં તેમણે ૧૯ વર્ષ વિતાવ્યાં. આ દરમિયાન પોર્ટુગીઝોના હુમલાથી કંટાળીને ઇ.સ. ૭૮૫માં દક્ષિણ ગુજરાતના સંજાણ બંદરે આવ્યા.

તે સમયે ગુજરાતમાં જાદી રાણાનું રાજ હતું. તેમણે જાદી રાણા પાસે રાજયાશ્રય માગતા રાણાએ તેઓને દૂધનો છલોછલ ભરેલો પ્યાલો આપ્યો, જે દ્વારા રાજા કહેવા માગતા હતા કે આમાં તમારો સમાવેશ કેમ થશે? તેઓએ તે પ્યાલામાં ધીરે-ધીરે સાકર ભેળવી. તે ઓગળી ગઇ. તે જ પ્યાલો રાણાને પરત આપતા ચતુર રાણા સમજી ગયો. દૂધ ઢોળાયું પણ નહીં સાકર તેમાં ભળીને દૂધ ગળ્યું બની ગયું. રાણાએ તેમને વસવાટની છૂટ આપી. આજે પણ પારસીઓ આ વચનને નિભાવીને દૂધમાં સાકરની જેમ ભળીને રહે છે.

હિંદુ ધર્મમાં જેમ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ એટલે દિવાળી તેવી જ રીતે પારસી કોમમાં પતેતી એટલે વર્ષનો છેલ્લો દિવસ. પતેતી એટલે પશ્ચાત્તાપ કરવો. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનું પશ્ચાત્તાપ કરી મનને શુદ્ધ કરવું. એ પછીના દિવસે નવું વર્ષ એટલે નવરોજ. આ દિવસે પારસીઓ એકબીજાને નૂતન વર્ષ નવરોજ મુબારક કહે છે.

નવરોજ નિમિત્તે પારસીઓ રંગબેરંગી વસ્ત્રો પહેરીને અગિયારી (આતશ-બહેરામ)માં જાય છે. ત્યાં સુખડનાં લાકડાં અર્પે છે. નવા વર્ષની મંગલકામનાઓ સાથે પ્રાર્થના કરે છે, એકબીજાને ભેટીને શુભેરછાઓ પાઠવે છે.

સંઘર્ષને બદલે સમાધાનમાં માનતા પારસીઓ આપણા સમાજના અંગરૂપ બની ગયા છે. પારકાને પોતાના બનાવવાની આવડત તેમનામાં રહેલી છે. પતેતી-નવરોજના પર્વ નિમિત્તે પારસી ભાઇઓને શુભકામના પાઠવીએ.

શુક્રવાર, 12 ઑગસ્ટ, 2016

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો


રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો
વિવિધ પ્રસંગોએ જુદે જુદે સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આવે વખતે તેનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ તે સમજાવવા માટે વખતોવખત તે અંગેના સામાન્ય માર્ગદર્શન માટેના નિયમો આપવામાં આવે છે. આ નિયમો નીચે આપવામાં આવે છે.
સત્તાવાર ધ્વજ ફરકાવવા માટે તમામ પ્રસંગોએ ભારતની ધોરણ સ્થાપન સંસ્થા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટયૂશન દ્વારા રાષ્ટ્રધ્વજ માટે ઠરાવેલા ધોરણસરના અને ધોરણ ચિહ્નોવાળા રાષ્ટ્રધ્વજનો જ ઉપયોગ કરવો, બીજા પ્રસંગોએ પણ યોગ્ય કદના રાષ્ટ્રધ્વજ ફરકાવવા ઇચ્છનીય છે.
રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાચી રીત
(૧) જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તે માનભર્યા સ્થાને હોવો જોઈએ અને સ્પષ્ટ દેખાઈ આવે તે રીતે ગોઠવાયેલો હોવો જોઈએ.
(૨) જ્યારે તેને જાહેર મકાનો પર ફરકાવવામાં આવે ત્યારે તે રવિવાર અને રજાના દિવસો સમેત બધા જ દિવસો સમેત બધા જ દિવસોએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હવામાન ગમે તે પ્રકારનું હોય તો પણ ફરકાવી શકાશે. આવાં મકાનો પર ક્વચિત જ ખાસ પ્રસંગોએ રાત્રે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે.
(૩) રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કાર્ય ત્વરાએ થવું જોઈએ અને તેને ઉતારતી વખતે તેને ધીમે ધીમે વિધિપૂર્વક ઉતારવો જોઈએ. રણશિંગાના સરોદ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય અને રાષ્ટ્રધ્વજ ઉતારવાનો હોય છે. રણશિંગાના પ્રસંગોચિત સરોદની સાથે જ જે ક્રિયા થવી જોઈએ એટલે કે તેની સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને ઉતારવાની ક્રિયા થવી જોઈએ.
(૪) જ્યારે રાષ્ટ્રધ્વજને આડી કાઠી સાથે અથવા બારી કે છજાના ખૂણે પડતો અથવા મકાનના અગ્ર ભાગમાં ફરકાવવામાં આવનાર હોય ત્યારે કાઠીના છેડાના ભાગ તરફ રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો રહેવો જોઈએ.
(૫) જ્યારે રાષ્ટ્રધ્વજ કાઠી સિવાય બીજી રીતે દીવાલ પર સપાટ અને આડો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો ઉપર રહેવો જોઈએ. જ્યારે તેને ઊભો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજની રહેનારની એ ડાબી બાજુએ રહે તેમ રાખવો.
(૬) જ્યારે તેને પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ જતી શેરીના મધ્ય ભાગમાં પ્રર્દિશત કરવાનો હોય ત્યારે ધ્વજનો કેસરી પટ્ટો ઉત્તર તરફ રહે તે રીતે ઊભો હોય અથવા પ્રસંગ પ્રમાણે પૂર્વ તરફ રહે તે રીતે ફરકાવવો જોઈએ.
(૭) જો રાષ્ટ્રધ્વજને વક્તાના મંચ પર રાખવાનો હોય તો તે વક્તાની જમણી બાજુએ રહેવો જોઈએ. તેમ જો થઈ શકે તેમ ન હોય તો તો વક્તાની પાછળ અને તેનાથી ઊંચા સ્થાન પર રાખવો જોઈએ.
(૮) પ્રતિમાઓના અનાવરણ વિધિ જેવા પ્રસંગોએ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તે સ્પષ્ટ દેખાય તે રીતે અને જુદો તરી આવે તેમ રાખવો જોઈએ.
નોંધ : રાષ્ટ્રધ્વજનો સ્મારક અથવા પ્રતિમાના ઉપરણા તરીકે ઉપયોગ કરી શકાય નહીં.
(૯) મોટર પર જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે મોટર સાથે અગ્ર ભાગમાં સજ્જડ બેસાડવામાં આવેલા સળિયા પર તે ફરકાવવો જોઈએ.
(૧૦) જ્યારે રાષ્ટ્રધ્વજને સરઘસ કે સમૂહકૂચમાં લઈ જવાનો હોય ત્યારે ધ્વજ કૂચની જમણી બાજુએ રહેવો જોઈએ અથવા બીજા ધ્વજોની હરોળમાં હોય ત્યારે પણ હરોળની મધ્યમાં અગ્રસ્થાને રહેવો જોઈએ.
રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખોટી રીત
(૧) નુકસાન પહોંચેલ હોય તેવો ફાટયો, તૂટયો કે ચોળાયેલો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે નહીં
(૨) કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા રાષ્ટ્રધ્વજને નમાવી શકાશે નહીં.
(૩) બીજો કોઈ રાષ્ટ્રધ્વજ અથવા પતાકાને રાષ્ટ્રધ્વજથી વધારે ઊંચા સ્થાન પર ઊંચી જગ્યાએ એની ઉપર ગોઠવી શકાશે નહીં તેમ જ જેના પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય તે કાઠી પર પુષ્પો, હારતોરા અથવા બીજા કોઈ ચિહ્ન રાખી શકાશે નહીં.
(૪) રાષ્ટ્રધ્વજમાંથી બીજી કોઈ સુશોભન માટેની આકૃતિ બનાવી શકાશે નહીં કે તેના સુશોભન માટે પણ ઉપયોગ કરી શકાશે નહીં. તેમાંથી ધજા-પતાકાઓ બનાવી શકાશે નહીં તેમ જ બીજા રંગીન કાપડના ટુકડાઓને રાષ્ટ્રધ્વજનો આભાસ થાય તે રીતે ગોઠવી શકાશે નહીં.
(૫) રાષ્ટ્રધ્વજનો ઉપયોગ વક્તાઓના મેજને ઢાંકવામાં અથવા વક્તાના મંચ પર પાથરવામાં વાપરી શકાશે નહીં.
(૬) રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે એનો કેસરી પટ્ટો નીચે રાખી શકાશે નહીં.
(૭) રાષ્ટ્રધ્વજને જમીન પર કે ભોંય પર અટકાવી શકાશે નહીં અથવા તો પાણી ઝબોળતો રાખી શકાશે નહીં.
(૮) રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે એવી રીતે એને ફરકાવી શકાશે નહીં.
રાષ્ટ્રધ્વજનો અયોગ્ય ઉપયોગ
(૧) સરકારી કે લશ્કરી અંતિમ વિધિ સિવાય કોઈ પણ પ્રસંગે રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.
(૨) વાહન, ટ્રેન કે વહાણની ઉપર, બાજુમાં અગર પાછળ રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.
(૩) રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે અગર એ બગડે એ રીતે તેને સંગ્રહી શકાશે નહીં.
(૪) રાષ્ટ્રધ્વજને નુુકસાન પહોંચ્યું હોય કે તે ખરડાઈ ગયો હોય ત્યારે તેને ગમે ત્યાં નાંખી દઈ શકાશે નહીં, પરંતુ તેનો ખાનગીમાં નાશ કરી શકાશે અને શક્ય રીતે તેને બાળી નાંખીને કે ધ્વજની પ્રતિષ્ઠાને અનુકૂળ હોય એવી બીજી કોઈ પણ રીતે તેનો નિકાલ કરવો જોઈએ.
(૫) કોઈ ગૂંચળાની ઉપર રાષ્ટ્રધ્વજને લપેટી શકાશે નહીં.
(૬) કોઈ પણ પોષાક કે ગણવેશના ભાગ તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં. તકિયાના ગલેફ પર એનું ભરતકામ કરી શકાશે નહીં અથવા રૃમાલ કે ડબાઓ પર એને છાપી શકાશે નહીં. અગર એ રીતે રાખી શકાશે નહીં અથવા તો ગમે તે રીતે તેનો નિકાલ કરી શકાશે નહીં.
(૭) રાષ્ટ્રધ્વજ પર કોઈ જાતના શબ્દો ચીતરી શકાશે નહીં.
(૮) કોઈ પણ જાતની જાહેરખબરમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં અને જ્યાંથી રાષ્ટ્રધ્વજ ફરકાવાય એ થાંભલા પર કોઈ જાતની જાહેરખબરની નિશાનીઓ લગાડી શકાશે નહીં.
(૯) કોઈ પણ વસ્તુ ઝીલવામાં, આપવામાં, પકડવામાં કે એને લઈ જવામાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ એક સાધન તરીકે કરી શકાશે નહીં.
રાષ્ટ્રધ્વજનું કદ
૨૧ ફૂટ બાય ૧૪ ફૂટ
૧૨ ફૂટ બાય ૮ ફૂટ
૭ ફૂટ બાય ૬ ફૂટ
૬ ફૂટ બાય ૪ ફૂટ
૩ ફૂટ બાય ૨ ફૂટ
૭ ઇંચ બાય ૬ ઇંચ
આમાંથી જોઈતા અને અનુકૂળ કદનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પસંદ કરી શકાશે.