બુધવાર, 20 એપ્રિલ, 2016

જોગમાયા આઈ શ્રી ખોડિયાર


''જય જય જોગમાયા ખોડિયાર
આદ્યશક્તિનો તું અવતાર...
ભક્તજનો સૌ કરે પુકાર
સહાય કરો ને મા ખોડિયાર''

ભાવનગર પંથકમાં બોટાડ પાળિયાદ પાસે રોહિશાળા નામના નાનકડા ગામમાં આદ્યશક્તિ મા ખોડિયારનું પ્રાગટય સ્થાનક છે. વિક્રમ સંવત ૮૩૬ની આસપાસ મહાસુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો પ્રાગટય દિવસ છે. આ નાનકડા ગામમાં પશુપાલક મામડિયો ચારણ રહેતો હતો. મામડિયા ચારણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ મહાદેવે તેને આઠ સંતાનો આપી તેનું વાંઝિયાપણુ દૂર કર્યું હતું. સાત બહેનો અને એક ભાઈએ અહિંયા પારણામાં જન્મ લીધો હતો. સૌથી નાની બેન એ જ જોગમાયા ખોડિયાર છે. આજે પણ આ નાનકડા ગામમાં દર વર્ષે ખોડિયાર જયંતિ ઉજવાય છે.

વલ્લભીપુર (ભાવનગર)માં મૈત્રેય વંશના શીલાદિત્ય રાજા સંગિત, સાહિત્ય, કળા કારીગરીના ઉપાસક હતા. તેમના દરબારમાં રાજકવિ, ભાટ, ચારણ, ગઢવી જેવા અનેક કલાકારને પ્રથમ ઉચ્ચ સ્થાન મળતું હતું. મામડિયો ચારણ પશુપાલક હતો પણ ભક્તિ ભાવના અને નીતિ રીતિના ચાલનાર નેક ઈમાનદાર હતા. તે મહાદેવના પરમ ઉપાશક હતા. આવા સદ્ગુણાના સંબંધે રાજા શીલાદિત્યના દરબારમાં મામડિયા ચારણને પ્રથમ સ્થાન અને માન સન્માન મળતું હતું. તેઓ રાજાના પરમ મિત્ર ગણાતા હતા. રાજ દરબારમાં કોઈકે રાજા શીલાદિત્યને કહ્યું કે વાંઝિયાનું મુખ જોવાથી રાજના કાર્યમાં વિલંબ થાય કે વિઘ્ન આવે. ''મામડિયો ચારણ વાંઝિયો છે.'' આ જાણીને ધીમે ધીમે મામડિયા સાથે રાજાનો પ્રેમ ઘટવા લાગ્યો. એક દિવસ મામડિયાએ પૂછયું. રાજા સાહેબ મારા પ્રત્યે આપ ઉદાસ લાગો છો. મનદુ:ખ થયું લાગે છે? રાજાએ કહ્યું ''તું વાંઝિયો છે''. વાંઝિયાનું મોં જોવાથી કામમાં વિલંબ કે વિઘ્ન આવે છે. એમ શાસ્ત્રો કહે છે. મામડિયો નિરાસ થઈ ઘેર આવ્યો. પત્ની દેવળબાને વાત કરી. બંનેને દુ:ખ થયું. તેમણે ભગવાન શંકરની અખંડ આરાધના કરી. અને મહાદેવને કહ્યું કે મને પુત્રફળ આપો નહિ તો કમળ પૂજા કરીશ. મામડિયાએ અન્ન જળનો ત્યાગ કર્યો. આઠ દિવસ પછી પ્રસન્ન થયેલા મહાદેવે વરદાન આપ્યું કે તેં આઠ દિવસ સુધી આકરું તપ કર્યું છે તો હું તને આઠ સંતાનો આપું છું. સાત દીકરી અને એક દીકરો. સાત દીકરીઓ જોગમાયા ગણાશે. તેમાં સૌથી નાની દીકરી મહાશક્તિનો અવતાર હશે. તે દુનિયાના તમામ દુ:ખો મટાડશે. હે મામડિયા ચારણ તું ઘેર જા અને આઠ પારણા બંધાવજે.

મહાદેવની કૃપાથી મામડિયાને ઘેર સાત દીકરીએ અવતાર લીધો.  આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને જાનબાઈ (ખોડિયાર) - દીકરાનું નામ મેરખિયો રાખ્યું. ખોડિયાર મા પરચાધારી જોગમાયા તરીકે ઓળખાયાં. નાનપણથી જ તેમણે અનેક દુખીયોના દુ:ખો મટાડયા. અનેક પરચાઓ પૂર્યા.

એકવાર ભાઈ મેરખિયાને સાપે ડંસ દીધો હતો. આ ખોડિયારે જાણ્યું કે પાતાળમાંથી અમરકૂપો લાવી તેમાનું અમૃત મેરખિયાને પીવડાવે તો સાપનું ઝેર ઉતરી જાય. ભાઈ સાજો થઈ જાય. માતા ખોડિયારે તરત જ સમુદ્રમાં ઝંપલાવ્યું. તેમને મગરે મદદ કરી હતી. અમરકૂપો મેળવ્યા બાદ ઝડપથી આવતાં કોઈક પથ્થર સાથે તેમનો પગ અથડાયો જેથી માતાજી લંગડાતા ચાલવા લાગ્યા. આ જોઈ બધી જ બેનો કહેવા લાગી કે આ ખોડી આવી. ત્યારથી ખોડિયાર નામ પડયું કહેવાય છે. અમરકૂપાના અમૃતથી મેરખિયાનું ઝેર ઉતરી ગયું. આ પ્રમાણે મા ખોડિયારે અનેકના દુ:ખો દૂર કર્યા હતા.

ભાવનગર નરેશે માતાજીને પોતાના મહેલમાં લઈ જવા માટે ખૂબ વિનંતી કરી. રાજાના અતિ આગ્રહને વશ થઈ માતાજીએ આવવા હા પાડી પરંતુ શરત કરી કે રાજન હું તારી સાથે તારા સ્થાને આવીશ. ત્યારે આગળ ચાલવાનું હું તારી પાછળ ચાલતી આવીશ. જો તું પાછળ ફરીને જોઈશ ત્યાંથી હું આગળ નહિ આવું. તે જ મારું સ્થાનક હશે. આ શરત રાજાએ માન્ય રાખી. રાજા આગળ અને માતાજી પાછળ ચાલી રહ્યાં છે. સમય વહી જાય છે. માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થતાં રાજાને શંકા ગઈ કે માતાજી મારી પાછળ આવતાં નથી. એટલે રાજાએ પાછળ ફરીને જોયું. ખોડિયાર મા ત્યાં જ ઉભા થઈ ગયા અને રાજાને કહ્યું કે હે રાજા તેં શરતનો ભંગ કર્યો છે. હવે હું અહિંથી આગળ નહિ આવું. અહિંયા જ રહીશ. આ જ મારું સ્થાનક છે. આ પવિત્ર અને અલૌકિક જગ્યા એ જ રાજપરા સ્થાનક છે. આજે આ વિશાળ મંદિરમાં દરરોજ હજારો માઈભક્તો લાપસીનો પ્રસાદ ચઢાવી શ્રીફળ વધેરી માના આશીર્વાદ મેળવે છે. રાજપરા અને સિહોરમાં આજે પણ મા જોગમાયા ખોડિયાર સાક્ષાત્ દર્શન દેતા મૂર્તિ સ્વરૃપે બિરાજમાન છે. તાતણીયાધરાવાળી, માતેલધરાવાળી અને ગળધરાવાળી મા આદ્યશક્તિ જોગમાયા મા ખોડિયાર કળિયુગમાં સાક્ષાત્ પરચાધારી મા છે.

દુખિયાનાં દુખો મટાડી, રાજવીઓના કાજ સુધારીને પોતાની ફરજ અને કર્તવ્ય પુરુ થતાં મા જોગમાયા ખોડિયારે પોતાની લીલા સંકેલી લીધી. રાજકોટ જિલ્લામાં લોધિકા તાલુકાનું સાંગણવા ગામના પાદરે મા ખોડિયારનું સમાધિસ્થાન છે. ગામમાં આવેલ પ્રાચિન દરવાજા પાસે મા ખોડિયારનો પાળિયો છે. રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે મા ખોડિયારનું વિશાળ મંદિર આકાર લઈ રહ્યું છે. આદ્ય શક્તિ, જોગમાયા, પરચાધારી મા ખોડિયાર ખરેખર સૌની મનોકામના પુરી કરનારી દયાળ

પાળિયાદ ના પીર વિસામણ બાપુ

 પાળિયાદ ના પીર વિસામણ બાપુ ॥ સૌરાષ્ટ્રની કર્મી ધર્મી ધરતી અને પડભૂમિ પાંચાળની ભોમકાનો છેડો ભાલપંથકનો હાથ મિલાવે છે ત્યાં પાળિયાદ જેવી પુનિત ધરતી પર મહાન સંત વિભૂતિ પૂજ્ય શ્રી વિસામણ બાપુના વખતથી ધરમની ધજા ફરકી રહી છે. બાપુની પુનિત પ્રેરણાથી આ પવિત્ર સ્થાને અતિથિને આશરો અને ભૂખ્યાને ટુકડો મળે છે. પૂ. વિસામણબાપુનો વખત એટલે અધર્મ, અસત્ય અને અંધશ્રધ્ધાના વાદળોથી ઘેરાયેલો વિકટ વખત આવી વિકટ વેળાએ પાળિયાદની ધરતી પાવન કરવા માટે સોનગઢથી આપો ગોરખો અને ચલાળેથી આપા દાના વિક્રમ સંવત ૧૮૬૩માં પાળિયાદ પધાર્યા. એ સમયે સમાજમાં જાગૃતિ અર્થે અને ઠાકર મહારાજે ગીતામાં આપેલા અભય વચન અનુસાર ધર્મમાં ગ્લાનિ પ્રવર્તે ત્યારે ધર્મનું સંસ્થાપન કરવા માટે કાઠી સંતો પદયાત્રા દ્વારા ધર્મ જાગૃતિની જ્યોત જલતી રાખતા હતા અને સમાજમાં સદાચારની સુવાસ પ્રસરાવતા હતા. બન્ને સંતોની ગામમાં પધરામણી થઈ છે. દરબાર શ્રી રામા ખાચરની ડેલીએ સંતોના બેસણા છે. સવારનો સમો છે... સંતોના આગમનની વાત ગામ આખામાં લાકડીયા તારની જેમ પ્રસરી ગઈ છે ને સંતની ચરણરજ લેવા ગામલોકો રામા ખાચરની ડેલીએ જવા નીકળી પડયા છે. એક તરફ લોકપ્રવાહ રામાખાચરની ડેલીએ ભણી આગળ વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ આજ ગામનો માથાભારે માનવી આપા વિસામણ પોતાની ઘોડી લઈને બજારમાંથી જઈ રહ્યા છે. એને સંતના દર્શન માટે નાળીયેર અને સાકરમાં કંકુપડા લઈને જઈ રહેલા લોકો સામા મળે છે. આપા વિસામણને કૌતુક થયુ અને એ પણ સંતના દર્શન કતરવા ગયા.. ગત જન્મના ઋણાનું બંધ અને આ જન્મે લખાયેલા લેખનો સુભગ સમન્વય થયો. આત્માએ આત્માને ઓળખી લીધો ને આપા દાનાની નજર સાથે નજર મળતા જ આપા વિહામણના નવ હજાર નવસોને નવ્વાણુ રૃંવાડામા થથરાટ થઈ રહ્યો. એક દિવ્ય અનુભૂતિ... એક દિવ્ય ઝણેણાટી એમના દેહમાંથી પસાર થઈ ગઈ. સંતોની અમીકૃપા ઉતરીને આપા વિસામણના આત્મરામમાં ભકિતની દિવ્ય જ્યોત પ્રગટી ઉઠી. અલખ અલખ અલખ...ના ગેબી અવાજો એના કાનમાં ને રૃદિયામાં પડઘા પાડવા માંડયા. આપા વિસામણે અવલિયા ઠાકરે જઈને સંતો સાથે ભજન કર્યુ. એક સમયના આ માથાભારે માનવીને ભકિતના રંગમાં ડૂબીને મસ્તાન જોઈને લોક સૌ ઠાકર મા'રાજનો લીલાને સંતોની કૃપાને વંદી રહ્યા. આપાને સંતકૃપા થઈ હતી ત્યાં ગેબી ભોંયરે જવાનું થયું ને ગેબીનાથના દર્શન થયા. ગેબીનાથના દર્શન સાથે જ પરભવનો આ યોગી આત્મા લે'રમાં આવી ગયો. હવે તો આપા વિસામણને અલખ આરાધવો હતો ને એ માટે મારગ ચીંધનારા મહાન સદગુરૃ પણ મળ્યા હતા એથી પાળીયાદ આવીને એણે અલખની આરાધ શરૃ કરી. પાળીયાદમાં નેજો ફરકવા લાગ્યો.. સત ધરમના બેસણા થયા ને પાળીયાદની જગ્યા આખાય પંથકમાં પૂજનીય જગ્યા બની ગઈ. સંતોને અભ્યાગતો માટે ચોખા ખાંડને ઘીના શીરામણ શરૃ થયાને આખાયે ભાલ પંથકમાં સંતની સેવા, સમરણને સત આરાધની સુવાસ પ્રસરી ગઈ. સત્, સદાચાર અને ધર્મની ત્રિવેણી સમી જાગૃત જયોતમાં આપા વિસામણની ભકિતના દિવ્ય દિવેલ પુરાયાને પાળીયાદની જગ્યા હારેલાને હૈયાધારણને ભુલેલાને મારગ દેવા માટે પંકાવા લાગી. આખો ભાલ પંથક સંતના શરણે આવ્યો. એક જમાનાનો આપો વિસામણ હવે સંત વિસામણ બાપુ બન્યા હતા ને એમની શીળી છાંયડી કેટલાયના તાપ હરવા લાગી હતી. લોકોકિત મુજબ પૂજયશ્રી વિસામણ બાપુ સાક્ષાત શ્રી રામદેવપીરનો અવતાર હતા. પાળીયાદની જગ્યાને પરગટ પરચાની જગ્યા તરીકે પૂજનીય બનાવનાર પૂજય વિસામણ બાપુ વિક્રમ સંવત ૧૮૮૬ના ભાદરવા સુદ એકાદશીએ અલખના મારગે મોક્ષધામ પામ્યા. પૂજય વિસામણ બાપુએ પોતાના ભાણેજ પૂ. લક્ષ્મણબાપુને ધરમનો નેજો સોંપીને પોતાના ઉત્તરાધિકારી નિમ્યા. ( દોહા ) પાળિયાદે રોપી પ્રથમ , તેં ધરમ ધજા રણધીર , એકલ નો બેલી બન્યો , તું પરગટ વિહળ પીર . દુઃખ દરદ દિલમાં વધે , ધારણા ન રહે ધીર , એને યાદ કરો તો આવશે , પરગટ વિહળ પીર . સગાં કુટુમ્બી સ્નેહી , જેદિ વેરી થઈ જાય વીર , તેદિ યાદ કરો તો આવશે , પરગટ વિહળ પીર . ( છંદઃ સારસી ) મેઘલી રાતું મોત સામે ગગન ઘન નોબત ગડે , ધસમસે સાગર લોઢ હડડડ નાવડું ઝોલે ચડે , તેદિ તુંહી ઠાકર તુંહી એ ઉદ્ગાર ઉરે ઉપડે , પાળિયાદ વાળો પીર પરગટ વિહળો વા'રે ચડે . ઘેરી સમસ્ય હોય ઘટમાં વ્યાધિઓ આવી નડે , આધિ ઉપાધિ અંગેઅંગમાં વિપદ દળ વરસી પડે , તેદિ તુંહી ઠાકર તું એ ઉદ્ગાર ઉરે ઉપડે , પાળિયાદ વાળો પીર પરગટ વિહળો વા'રે ચડે . આજેય પૂરે છે અનેક પરચા જ્યાં સત્ય જ્યોતું ઝળહળે , ભાવે અમાસે કોઈ આવે એને વિઘન ના વળગી પડે , આશરો તારો એક ઠાકર એવાં દિલ થી આંશુ દડે , પાળિયાદ વાળો પીર પરગટ વિહળો વા'રે ચડે . જી વિહળો વા'રે ચડે. 

ગુરુવાર, 14 એપ્રિલ, 2016

ભગવાન સ્વામિનારાયણ વિશે જાણો Lord swaminaryan


ભગવાન સ્વામિનારાયણ
▶જન્મ : ચૈત્ર સુદ નવમી, વિક્રમ સંવત 1837, તા. 3-4-1781
▶દેહત્યાગ : જેઠ સુદ ૧૦, વિક્રમ સંવત ૧૮૮૬, તા.૧-૬-૧૮૩૦
 ▶કુલ સમય. : ૪૯ વર્ષ,૧ માસ, ૨૯ દિવસ
▶જન્મસ્થળ : છપૈયા (અયોધ્યા પાસે), જિલ્લો : ગોંડા, ઉત્તરપ્રદેશ, ભારત.
▶બાળવય નું નામ: ધનશ્યામ, હરિકૃષ્ણ
▶પરિવાર - જનો:
પિતા: ધર્મદેવ પાંડે (સામવેદી બ્રાહ્મણ),
માતા: ભક્તિદેવી
મોટાભાઇ : રામપ્રતાપભાઇ , નાનાભાઇ : ઇચ્છારામભાઇ


ભગવાન સ્વામિનારાયણ સ્મરણીય બાળલીલા :
> ૪ વર્ષની વયે સમાધિનું ઐશ્વર્ય બતાવ્યું.
> પ વર્ષની વયે શાસ્ત્રો નું અધ્યયન શરૂ કર્યું.
> ૧૦ વર્ષ ની વયે વેદાદિક શાસ્ત્રો નો સાર કાઠી કાશી માં તાત્વિક મતનું પ્રતિપાદન કર્યું.
> ૧૧ વર્ષની વયે વિક્રમ (અષાઢી) સંવત ૧૮૪૯, અષાઢ સુદ દશમ, તા. ૨૯-૬-૧૭૯૨ ને દિવસે ગૃહત્યાગ કર્યો .



ભગવાન સ્વામિનારાણ પરિભ્રમણ લીલા:
> નીલકંઠ નામ ધારણ કરીને સતત ૭ વર્ષ સુધી કુલ ૧૨૦૦૦ કિ.મી. ની પદયાત્રા, ૧૬૯ તીર્થસ્થળોની યાત્રા કરી.
> નેપાળમાં ગંડકી ના તટે હિમાલયમાં પુલહાશ્રમ (મુક્તિનાથ) માં અઢી માસ સુધી એક પગે ઊભા રહી તપશ્વર્યા કરી.
> ૧૫ વર્ષની વયે માત્ર એક વર્ષમાં ગોપાળયોગી પાસેથી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો.



ભગવાન સ્વામિનારાયણના ચરણના સોળ (૧૬) ચિન્હો , જે તેમના પરબ્રહ્મ સ્વરૂપની ઓળખ આપે છે.
👣જમણા ચરણમાં નવ ચિન્હો: અષ્ટકોણ,  ઊર્ધવરેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, વર્જ, અંકુશ, કેતુ , પદ્યમ..
👣ડાબા ચરણમાં સાત ચિન્હો : ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ્ય, મીન, અર્ધચંદ્ર અને વ્યોમ.


ભગવાન સ્વામિનારાયણની સ્મરણીય લીલાઓ અને કાર્ય :
>૨૧ વર્ષની વયે સર્વોપરી "સ્વામિનારાયણ" મહામંત્ર આપી પોતાનું ભજન કરાવ્યું.
>૨૬ વર્ષની વયે ૫૦૦ સંતોને કાલવાણીમાં એક જ રાત્રીએ પરમહંસની દીક્ષા આપી.
 > વેદોના ૨હસ્યજ્ઞાનને પોતાના ઉપદેશ વચનોમાં સરળ ભાષામાં સમજાવી નામે આગવું તત્વજ્ઞાન આપ્યું.
 > તેમની હયાતીમાં તેઓના ઉપદેશના ગ્રંથ 'વચનામૃત'નું સંપાદન થયું અને તેમણે પ્રમાણભૂત કર્યો.
 >અનુયાયીઓના પવિત્ર વર્તન અને આચરણનું નિદર્શન કરતી આચારસંહિતારૂપ 'શિક્ષાપત્રી' રચી.
ગઢડામાં વિક્રમ સંવત ૧૮૮૬, જેઠ સુદ દશમ (તા.૧-૬-૧૮૩૦),૪૯ વર્ષની વયે દેહલીલા સંકેલીને સ્વધામ પધાર્યા.

શનિવાર, 9 એપ્રિલ, 2016

English Grammar



🎁 🎁THE NOUN🎁🎁


-🍓🎈The Noun> 🎈🍓
▶કોઈ વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે ભાવ માટે વપરાતા નામ ને noun કહે છે.
🎈જેને મુખ્યત્વે પાચ પ્રકાર છે.

🔋1> Common noun ▶(સામાન્ય નામ): dog, pen, boy, ball, bag etc.

🔋2>     Proper noun  (સંજ્ઞાવાચક નામ): 
▶Dhaval, Mehul, Priya, Gujarat, Patan etc.

🔋3>  Abstract noun (ભાવવાચક નામ):
▶ love, joy, beauty, anger, pity etc.

🔋4>  Collective noun  (સમૂહવાચક નામ): 
▶team, cattle, people, herd, group etc.

🔋5>  Mass noun (દ્રવ્યવાચક નામ): 
▶milk, water, gold, wine, sugar etc.



⏰⏰Preposition(નામયોગી અવયવ):-⏰⏰

🍓🎈Prepositionએટલે નામયોગી અવયવ. Preposition નુ કાર્ય નામ, સર્વનામ, કે નામ નુ કાર્ય કરનાર શબ્દ સાથે સંબંધ દર્શાવવાનું છે.
🍒e..g. Priya puts the bag on the table.

🍓🎈અહીંયા ‘બેગ’ અને ‘ટેબલ’સાથેનો સંબંધ ‘on’દ્વારા દર્શાવાયો છે.જે સ્થળ સૂચવે છે.આ રીતે Preposition
દ્વારા સ્થળ ,સમય, દિશા,ગતિ વગેરે સૂચવાય છે.અહીંયા આપણે અલગ અલગ Preposition અભ્યાસ કરીશું.




🍓🎈>એકવચન માંથી બહુવચન Noun બનાવવા ના નિયમો.

🌷‘S’  લગાડીને
🛢Pen-pens         
🛢book-books        
🛢tree-trees
🛢Cow-cows         
🛢 bag-bags           
🛢boy-boys

🌷🎈‘ES’ લગાડીને
જયારે કોઈ સ્પેલીગ નો અંત s, sh, ch, ss, o કે x થી થતો હોય તો બહુવચન બનાવવા ‘es’લાગશે.

💊જેમ કે
🛢Glass-glasses   
🛢  bush-bushes                      🛢box-boxes
🛢Class-classes    
🛢  bench-benches                                🛢potato-potatoes

🌷🎈‘ies’ લગાડીને
જયારે સ્પેલિંગ નો અંત ‘y’ થી થતો હોય અને એની પહેલા વ્યંજન હોય તો બહુવચન બનાવવા ‘y’ને સ્થાને ‘ies’ લાગશે.

🛢City-cities     
🛢 baby-babies      
🛢 fly-flies
🛢Copy-copies 
🛢diary-diaries      
🛢 lady-ladies

🌷🎈પરંતુ જો ‘y’ પહેલા સ્વર હોય તો બહુવચન બનાવવા ‘s’ લાગશે.

જેમ કે
🛢boy-boys            
🛢 key-keys             
🛢 donkey-donkeys

🌷🎈‘ves’ લગાડીને
જયારે સ્પેલિંગ નો અંત ‘f’ કે ‘fe’ થી થતો હોય ત્યારે એ નીકાળી ને ‘ves’ લાગશે.

જેમ કે
🛢Calf-calves          
🛢leaf-leaves          
🛢self-selves
🛢Thief-thieves     
🛢knife-knives       
🛢life-lives
🛢Wolf-wolves      
🛢loaf-loaves         

🌷🎈અપવાદ:
🛢Proof-proofs      
🛢chief-chives        
🛢roof-roofs



🍓🎈કેટલાક નામ એકવચન અને બહુવચન માં અલગ જ સ્પેલિંગ ધરાવે છે.

💊જેમ કે
Man-men
goose-geese 
ox-oxen              
Mouse-mice     
foot-feet             
child-children
Tooth-teeth       
woman-women

🍓🎈કેટલાક નામ એકવચન અને બહુવચન માં એક જ સ્પેલિંગ ધરાવે છે.
જેમ કે
Deer                      
sheep                   
swine
Dozen                  
thousand            
pair
Fish                        
hundred              
series

🍓🎈કેટલાક નામ બહુવચન જેવા દેખાય છે પરંતુ હંમેસા એકવચન તરીખે જ વપરાય છે.
જેમ કે
News                    
politics                  economics
ethics                    mathematic       
athletics

🍓🎈કેટલાક જથ્થાવાચક નામ હંમેસા એકવચન તરીખે જ વપરાશે.
જેમ કે
Rice                        
fuel                        
advice
Furniture             
machinery           
stationery
Information        
luggage                                poetry

🍓🎈કેટલાક નામ હંમેસા બહુવચન તરીખે જ વપરાશે.
જેમ કે
Spectacles           
pants                     
scissors
Wages                  
tongs                     
valuables
Goods                   
movables            
eatables
Glasses                 
trousers               
stocks

🍓🎈કેટલાક સમુહવાચક વાચક નામ હંમેસા બહુવચન તરીખે વપરાશે.
જેમ કે
Cattle                    
police                    
folk
Public                    
people                  
audience
Mankind              
crowd                 
mob
Army                     
team                     
herd

🍓🎈કેટલાક નામ ના બહુવચન માં s/es પહેલા શબ્દ સાથે લાગશે.
જેમ કે
Son-in-law                          sons-in-law
Daughter-in-law               daughters-in-law
Looker-on                           lookers-on

🍓🎈કેટલાક લેટીન અને ગ્રીક નામ ના બહુવચન જોઈએ.
Medium-media                                datum-data                        radius-radii
Formula-formulae          crisis-crises                         basis-bases



🔮Indefinite Article ‘A’🔮&An





🔮Indefinite Article ‘A’🔮

🍓🎍>જયારે કોઈ શબ્દની સરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે તેની આગળ ‘a’ article લાગશે.

🍒જેમ કે a book, a student, a car, a house, a tiger etc.

🍓🎍જયારે કોઈ શબ્દની સરૂઆત સ્વર થી થતી હોય પરુંતુ તેનો ઉચ્ચાર વ્યંજન થી થતો હોય તો તેની આગળ પણ ‘a’ article લાગશે.

🍒જેમ કે a one dollar note, a European, a uniform, a union, a university, a useful thing, a unit etc.

🍓🎍> ‘a’ article ‘little’ અને ‘few’ સાથે પણ વપરાય છે જે હકાર મતલબ સૂચવે છે.

🍒જેમ કે There is a little water in the bottle you can drink it.

🌷There are a few boys 🌷who can do your work.

🍒>’દરેક’ના સંદર્ભ માં પણ ‘a’ article વપરાય છે.

🌷જેમ કે 50 rupees a kilo, ten times a week, 15 rupees a dozen.

🍓🎍 >‘a’ article ઉદગાર વાક્ય માં પણ વપરાય છે.

🎈જેમ કે What a nice time we have!

🌷How wonderful the Studyingon site is!

🌷What a beautiful you look!

🔮

🎁Indefinite Article ‘An’🎁

🍓🎍> જયારે કોઈ શબ્દની સરૂઆત સ્વર થી થતી હોય ત્યારે તેની આગળ ‘an’ article લાગશે.

🛏જેમ કે an apple, an orange, an umbrella, an elephant  etc.

🍓🎍>જયારે કોઈ શબ્દની સરૂઆત વ્યંજન થી થતી હોય પરુંતુ તેનો ઉચ્ચાર સ્વર થી થતો હોય તો તેની આગળ પણ ‘an’ article લાગશે.

🛏જેમ કે an x-raw machine, an hour, an honest person, an honorable man, an M.P., an SMS, an M.L.A., an L.L.B. etc.


ક્યારે' The' Article નહિ વપરાય🔮


🔮ક્યારે' The' Article નહિ વપરાય🔮

🍓🎈>કોઈ વસ્તુ કે પદાર્થ ના નામ સાથે The Article નહિ વપરાય

▶જેમ કે water,gold,vegetable etc.

🍓🎈_પરંતુ ચોક્કસ વસ્તુ અથવા પદાર્થ ના સંદર્ભ માં article The વપરાશે.
▶જેમ કે the water of the Ganga.

🍓🎈>સંજ્ઞાવાચક નામ સાથે The Article નહિ વપરાય
જેમ કે Suresh, Nisha, India, Gujarat etc.

🍓🎈>ભાષા ના નામ સાથે The Article નહિ વપરાય
▶જેમ કે Gujarati, Hindi, English etc.

🍓🎈>ઈમારતો ના નામ સાથે The Article નહિ વપરાય
▶જેમ કે school, house, college, university, temple etc.

🍓🎈-પણ ચોક્કસ ઈમારત ના સંદર્ભ માં The Article વપરાશે.

▶જેમ કે The school was very nice which I visited last time.

🍓🎈>ભોજન ના નામ સાથે The Article નહિ વપરાય
▶જેમ કે lunch, dinner, breakfast, supper etc.

🍓🎈>રમત ના નામ સાથે The Article નહિ વપરાય
▶જેમ કે cricket, football, chess, tennis etc.

🍓🎈>રોગ ના નામ સાથે The Article નહિ વપરાય.
▶જેમ કે fever, malaria, cancer, AIDS etc.

🍓🎈>કલર ના નામ સાથે The Article નહિ વપરાય
▶જેમ કે green, black, red etc.
▶(I liked the green sari.)

🍓🎈>વાર, મહીના અને ઋતુ ના નામ સાથે The Article નહિ વપરાય.
▶જેમ કે Sunday, July, Summer, Winter etc.

🍓🎈>તહેવારો ના નામ સાથે The Article નહિ વપરાય.
▶જેમ કે Holi, Diwali etc.



🔮ARTICLE આટિક્લ્🔮


🍓🎍અંગ્રેજી ભાષા માં ૨૬ મૂળાક્ષર છે. જેમાં a,e,I,o,u સ્વર(vowel) છે. અને બાકી ના વ્યંજન(consonant) છે.

🍓🎍અને અંગ્રેજી ભાષા માં ત્રણ article a, an અને the છે.a અને an article એકવચન માટે વપરાય છે જયારે the article એકવચન તેમજ બહુવચન બન્ને માટે વપરાય છે.

🍓🎍>a/an નો અર્થ ‘એક’ એવો થાય છે માટે તેઓ હંમેસા એકવચન સામાન્ય નામ પહેલા લાગશે.

🍓🎍>ગણી ન સકાય તેવા ભાવવાચક અથવા દ્ર્ર્વ્યવાચક નામ પહેલા article લાગશે નહિ.
જેમ કે water, milk, gold, love, anger etc.

🍓🎍>સંજ્ઞાવાચક નામ(proper noun) પહેલા article નહિ વપરાય.

🛏જેવા કે, Mehul, Mayur, Patan, Gujarat, India etc.


🍓🎈>પૂરી કોમ, જાતી કે નાગરીકતા સાથે
જેમ કે the Indians, the Hindus, the British, the Japanese etc.

🍓🎈>ઐતિહાસિક દિવસ કે ઘટના સાથે
🎍જેમ કે the Independence Day, the Industrial Revolution, the Republic Day etc.

🍓🎈>ટ્રેન, જહાજ, સબમરીન, મિસાઈલ કે વિમાન ના નામ સાથે
👇🏽જેમ કે the Vikrant, the Jambu Tavi, the Titanic, the Arihant, the Agni-2 etc.

🍓🎈>નંબર સાથે
🎍જેમ કે the first, the last, the next, the second etc.    

🍓🎈>જયારે કોઈ સામાન્ય નામ નો વિશેસણ તરીખે ઉપયોગ થયો હોય ત્યારે તેની સાથે
🎈જેમ કે You are the 🎍Gandhiji of our class.
🎍Patan is the Parris of Gujarat.

🍓🎈>Superlative Degree ના વિસેસણ સાથે
🎍જેમ કે the best, the longest, the biggest, the worst etc.

🍓🎈>Double comparative degree સાથે
🎍જેમ કે The more you work, the batter it is.
🎍The less work, the less you earn.

🍓🎈>વિસેસણ જ્યરે નામ(Noun) તરીખે વપરાય ત્યારે તેની સાથે
🎍જેમ કે થે the strong, the good, the dangerous, the perfect, the needy etc.


🎁 Definite article The🎁

🍓🎈>ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ માટે

🎍Ex. The pen which you gave me was very nice.

🎍The girl who came to your home was Tina.

🍓🎈>અજોડ વસ્તુ માટે
જેમ કે The moon, The sun, the sky, the earth, the sea etc.

🍓🎈>વસ્તુ કે વ્યક્તિ નો જયારે બીજી વાર ઉલ્લેખ કરવા માં આવે ત્યારે
🎍જેમ કે I met a boy. The boy was very claver.
🎍Gopi gave me a gift. The gift was costly.

🍓🎈>જયારે નામ નો પૂરી જાતી માટે ઉપયોગ થયો હોય ત્યારે
🎍જેમ કે The dog is a faithful animal.
🎍The pen is useful device.
🎍The rose is beautiful flower.

🍓🎈>નદીઓ, પર્વતમાળાઓ, મહાસાગર કે ખાડીઓ ના નામ સાથે

🎍જેમ કે The Ganga, The Himalayas, The Arabian sea etc.

🍓🎈>ધર્મગ્રંથો, ઐતિહાસિક ઈમારતો, કિલ્લાઓ, સ્મૃતિ ચિહ્નો સાથે
🎍જેમ કે The Gita, The Bible, The Taj Mahel, The Rani ki Vav, The Red Fort, The Ashok Chakra etc.

🍓🎈>દિશાઓ ના નામ સાથે
જેમ કે the East, the west, the south, the North etc.

🍓🎍>Newspapers અને Magazines ના નામ સાથે
🎈જેમ કે the Times of India, the Divy Bhaskar, the Safari

શુક્રવાર, 8 એપ્રિલ, 2016

હાર્ટએટેક અને પાણી


હાર્ટએટેક અને પાણી"

તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે
સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.

હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી !
માહિતી રસપ્રદ છે.

બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે. હૃદયરોગ Dr એ આપેલ જવાબ – ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.

પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ Dr આપેલી ખુબજ અગત્યની માહિતી. યોગ્ય સમયે પીવામાં આવેલું
પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે ------

(1) સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.

(2) જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.

(3) સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.

(4) રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.

(5) રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ(સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે, અને જો તેમણે પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.

૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે.....

(1) હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.

(2) જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪
કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ
માત્રામાં અસર હોય છે.

(3) એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.

(4) બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.

(5) હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને
છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો,
ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.

(6) નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય.
મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક
આવ્યો તો તેઓ જગ્યા નહતા. પરંતુ જો તમને છાતીમાં જોરદાર
દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.

(7) જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન
મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ.
પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક
રહેતા હોય તેમણે ફોન કરો અને કહો “હાર્ટએટેક” અને એ પણ
જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.

એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦
લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને
શેર કરી હવે તમે શું કરશો?

આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે. જીવન એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છ.

Join us Gujaratinfo.org

આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે, એટલે એકવાર શેર
કરી તમારી ફરજ પૂરી કરશો.