લેબલ શિક્ષણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ શિક્ષણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 27 ઑગસ્ટ, 2016

મોબાઇલ ફોનની શરીર ઊપર થતી અસર


મોબાઇલ ફોનનું રેડિયેશન ...............................
|| ઇલેક્ટ્રોમેગ્નેટીક રેડિયેશન મનુષ્ય શરીર ઉપર કઇ રીતે અસર કરે છે? ||
- મોબાઇલ ફોનનું રેડિયેશન મગજનાં જે ભાગમાં ઉંડે સુધી ઉતરે છે, તે ભાગ ટૂંકાગાળાની યાદશક્તિ સાથે સંકળાયેલા છે. તેની સામેની બાજુનું મગજ હૃદયની ક્રિયાઓ અને બ્લડ પ્રેસર ઉપર નિયંત્રણ રાખે છે. રેડિયેશનથી આ ભાગને નુકસાન પહોચે છે.
- જુન ૧૯૯૮નું 'લાન્સેટ'મેગેજીન કહે છે કે રેડિયેશનથી બ્લડપ્રેસર ૫-૧૦સસ લ્લ૯ વધી જાય છે. જે સ્ટ્રોક કે હાર્ટ એટેકનાં રિસ્કવાળા માટે ૧૦૦ ટકા જોખમી બની શકે છે.
- મોબાઇલ ફોન વાપરનારા અને મોબાઇલ ફોન ટાવર પાસે રહેનારાઓમાં હવે લાંબાગાળે કેન્સરની અસર દેખાવી શરૃ થઇ છે.
- રેડિયેશનનું પ્રમાણ ઓછું હોય તેવાં કિસ્સામાં તેની બાળકો અને માંદા માણસો ઉપર વિપરીત અસર થયેલ જોવા મળી છે.
- અમેરિકન મેડિકલ એસોસીએશનનું જર્નલ દર્શાવે છે કે રેડિયેશનનાં કારણે કોષોમાં રહેલ ગ્લુકોઝની ચયાપચયની પ્રક્રિયા અને મગજના કોષોની સામાન્ય કાર્યવાહીને નુકસાન પહોચે છે.
- જો મોબાઇલ ફોનનું રેડિયેશન, ૫૦ મીટર જેટલું મગજને મળતું રહે તો, મગજની ક્રિયાશીલતાને અસર થાય છે. મગજનાં કોષોમાં ગ્લુકોઝનો ભરાવો થાય છે.
- વૈજ્ઞાાનિક તારણ કહે છે કે બ્રેઇન સેલના ડિએનએ ડેમેજની વ્યાપક અસરો જોવા મળતાં લગભગ ૩૦ વર્ષનો સમય લાગી શકે છે.
- મનુષ્ય કોષોની ઘશછ ડેમેજ દૂર કરવાની પ્રક્રિયા ઘટી જાય તો બેઇન કેન્સર થવાની શક્યતા બમણી થઇ જાય છે.
- શરૃઆતથી જ મગજનાં કોષોનાં ઘશછને નુકશાન થાય તો, (બાળકોમાં ખાસ) મગજનું કેન્સર થવાની શક્યતા ૨૫ ગણી વધી જાય છે.
- મગજનાં કેન્સર ઉપરાંત મોબાઇલ રેડિયેશન એકોસ્ટીક ન્યુરોમાં, લાળગ્રંથીની ગાંઠ, આંખ અને વૃષણકોથળીનું કેન્સર પણ પેદા કરી શકે છે.
- ૧૯૯૫નાં 'બાયોઇલેક્ટ્રો મેગ્નેટીક્સ' જર્નલમાં હેનરીલાઇ અને નરેન્દ્ર પી.સીંગ જણાવે છે કે ''અમેરિકન સરકાર જેને સલામત ગણે છે તેવાં માઇક્રોવેવ રેડિયેશન માત્ર બે કલાકમાં જ કોષમાં રહેલ ઘશછને નુકસાન પહોચાડે છે.''
- પ્રયોગશાળામાં રાખેલ કોષોમાં ૦.૩૦ થી ૨.૦ વોટ/કી.ગ્રા. રેડિયેશનની અસરથી ઘશછ ડેમેજ થાય છે અને કોષ વિભાજનની પ્રક્રિયા ખુબ જ ઝડપી બને છે. (જો તે નિયંત્રણમાં ન રહે તો કેન્સર થયું ગણાય.)
- એક અભ્યાસ પ્રમાણે દરરોજ મગજ ત્રણ કલાક મોબાઇલનાં સંપર્કમાં રાખવાથી માત્ર આઠ મહિનામાં મગજમાં રહેલ ૧૪૩ પ્રકારનાં પ્રોટીનને નેગેટીવ અસર થાય છે.


|| મોબાઇલ ફોન અને બાળકો ||
પ્રયોગોમાં જોવા મળ્યું છે કે પુખ્ત વયની વ્યક્તિ કરતાં બાળકોનાં શરીર ઉપર મોબાઇલ ફોન રેડિયેશનની સૌથી વધારે અસર પડે છે. સિડર-સિનાઇ હોસ્પિટલનાં ન્યુરોલોજીસ્ટ ડૉ.કેથ બ્લેક કહે છે કે ''બાળકોના શરીરમાં વૃદ્ધિ કરવા માટે કોષ વિભાજન ખુબ જ ઝડપથી થાય છે. કોષ વિભાજન સમયે મળતું રેડિયેશન કોષોને નુકસાન પહોચાડી શકે છે.'' બાળકોની ખોપરીની જાડાઇ ઓછી હોવાથી રેડીયેશન મગજનાં મધ્યભાગ સુધી પહોચી શકે છે.રેડિયેશનનાં સતત સંપર્કથી કોષોનું તાપમાન વધે છે. તાપમાનનો વધારો પ્રોટીન બંધારણને નુકસાન પહોચાડી શકે છે. રેડિયેશનનાં કારણે કોષ વિભાજનની પ્રક્રિયા પણ ઝડપી બને છે. ઉંદર ઉપરનાં પ્રયોગોમાં જોવા મળ્યું છે કે સતત રેડિયેશનનાં સંપર્કમાં રહેતા ઉંદરનાં મગજનાં કોષોમાં પ્રોટીન છુટંુ પડીને જમા થવા લાગે છે. શરૃઆતથી જ બાળકોનાં કોષોમાં રહેલ ડિએનએ ડેમેજ થવા લાગે તો ૨૦/૩૦ વર્ષના સમયગાળા બાદ, તેની ગંભીર અસરો જોવા મળી શકે. બાર વર્ષથી નીચેના બાળકોને મોબાઇલ ફોન આપવો ખુબ જ જોખમી ગણાય.
|| મોબાઇલ રેડિયેશનથી બચવા શુ કરશો ? ||
- મોબાઇલ ઉપર ટૂંકી અને જરૃર પુરતી વાત કરો.
- મોબાઇલ ફોનને કાનથી લગભગ અડધો ઇંચ દૂર રાખો. લાંબી વાત કરો તો, કાન બદલતા રહો.
- જ્યારે મોબાઇલ સીગ્નલ 'વિક'હોય ત્યારે વાત ન કરો. વિક સીગ્નલ વખતે ફોન વધારે રેડિયો ફ્રિકવન્સી રીલીઝ કરે છે.
- ફોનનું એન્ટેના શરીરથી દૂર રાખો. કી પેડનાં પાછળના ભાગમાંથી ફોન ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ રચે છે. ગજવામાં ફોન મૂકો ત્યારે કી.પેડ વાળો ભાગ શરીર બાજુ રાખો.
- 'પ્રાઇવસી' પ્રોબ્લેમ ન હોય તો ફોનને 'સ્પીકર' પર રાખી દૂરથી વાત કરો.
- મોબાઇલ દૂર રાખી, હેન્ડસફ્રી હેડફોન, ઇયરપ્લગ ભરાવીને વાત કરો.
- બાળકોને મોબાઇલ ફોન ઉપર વાત ન કરવા દો. તેમને મોબાઇલ ફોનથી દૂર રાખો.
- ઘરે કે ઓફીસમાં હો ત્યારે લેન્ડલાઇન ફોનથી વાત કરવાનું જ પસંદ કરો.
- મોબાઇલ ફોનને તમારા ખીસ્સામાં ન રાખતાં, બેગ અથવા પર્સમાં રાખવાની ટેવ પાડો.
- એક જ રૃમમાં બેઠેલી વ્યક્તિઓએ એક સાથે મોબાઇલ ફોન ઉપર વાત કરવી જોઇએ નહી.
- એર્ક્સટનલ એન્ટેના લગાવેલું ન હોય તો, કારમાં મોબાઇલ ફોન વાપરવો જોઇએ નહી.
- તમારા કરતાં અન્ય વ્યક્તિ મોબાઇલ ફોન રેડિયેશન પ્રત્યે વધારે સેન્સેટીવ હોઇ શકે છે. જાહેર સ્થળો, અને પબ્લીક ટ્રાન્સપોર્ટ સીસ્ટમમાં મોબાઇલ ફોન બંધ રાખી અન્યનાં સ્વાસ્થ્યનો ખ્યાલ રાખી શકાય.
|| મોબાઇલ ફોન મગજને 'મકાઇ ડોડા' માફક શેકી રહ્યો છે !! ||
મોબાઇલ ફોન કહો કે સેલફોન. ટેકનોલોજીની આ એવી શોધ છે કે ઇકોનોમી પીરામીડના બોટમ સુધી પહાંેચી ગઇ છે. ભિખારીથી માંડીને સંસાર, મોહ બધાનો ત્યાગ કરી ચુકનાર સન્યાસીનાં હાથ સુધી પહોચી ગયો છે. હાથમાં પકડીને ગમે ત્યાં લઇ જઇ શકાય તેવો હેન્ડ હેલ્ડ મોબાઇલ ફોન ૧૯૮૩માં શોધાયો અને ખરી લોકપ્રિયતા ૧૯૯૦ પછી પ્રાપ્ત થઇ. ૧૯૯૦માં વૈશ્વિક ધોરણે ૬૦ લાખ સેલફોન હતાં તે આજની તારીખે અબજની સંખ્યાએ પહોચી ગયા છે.
મોબાઇલ ફોનનાં ઐતિહાસિક પગલાં એનાથી વધારે ભુતકાળમાં જાય છે. જર્મનીમાં રેડિયોફોન એટલે આજનાં મોબાઇલ ફોનનાં પૂર્વજો ઉપર ૧૯૧૮થી સંશોધન શરૃ થયા હતા. ટ્રેનમાં મુસાફરી કરનારાં ફર્સ્ટ કલાસનાં પેસેન્જરને ટેલીફોન સેવા પૂરી પાડવા રેડિયો તરંગોનો ઉપયોગ કરી ફોન તૈયાર કરવામાં આવ્યો હતો. કોમ્પ્યુટરનાં પૂર્વજો જેવા મેઇનફ્રેમ કોમ્પ્યુટર જેમ વિશાળકાય અને મોટા ઓરડામાં સમાવવા પડે તેવા હતા. બસ એજ રીતે રેડિયોફોન તોતીંગ અને વજનદાર હતા. એમ કહો કે એક છેડે વાયરલેસ ઉપકરણ દ્વારા બીજા છેડે આવેલ વાયરલેસ ઉપકરણ કે લેન્ડલાઇન ફોન ઉપર વાત કરી શકાતી હતી. કારમાં લઇને હરીફરી શકાય તેવો મોબાઇલ ફોન, બેલ સીસ્ટમ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો અને પ્રથમ મોબાઇલ કોલ ૧૯૪૬માં કારમાંથી કરવામાં આવ્યો હતો.
૧૯૪૬માં જ શિકાગોની બેલ ટેલિફોન કંપનીએ વેક્યુમ ટયુબ, મેગ્નેટીક રિલે અને બીજા સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનીક્સ પૂરજાઓ વડે બનેલ કાર રેડિયોટેલિફોન સેવાનો પ્રારંભ કર્યો હતો. આ ફોનનું વજન ૩૬ કિ.ગ્રા. જેટલું હોવાથી આખેઆખું ઇન્સ્ટ્રુમેન્ટ લઇને તે હરવું-ફરવું મુશ્કેલ થઇ પડે તેમ હતું. હાથમાં ઉચકી શકાય, સાથે લઇને હરીફરી શકાય તેવાં ખરા અર્થમાં મોબાઇલ ફોન બનાવવાનાં ખ્યાલ, સાયન્સ ફિક્શન ''સ્ટ્રાર ટ્રેક''જોઇને મોટોરોલા કંપનીના ઇલેક્ટ્રીક ઇજનેર માર્ટીન કુપરે જોયા હતા. પોતાના સાથીદાર જ્હોન એફ મિશેલ સાથે મળીને ૧૯૭૩માં દુનિયાનો પ્રથમ 'હેન્ડહેલ્ડ મોબાઇલ ફોન' માર્ટીન કુપર અને જ્હોન મિશેલે શોધી કાઢ્યો હતો. જો કે હાથમાં ઉચકી શકાય તેવા આ ફોનનું વજન પણ એક કિલોગ્રામ જેટલું હતું. ૧૯૭૩ થી મોબાઇલ ફોનની ઉત્ક્રાંતિ શરૃ થઇ અને મોબાઇલ ફોન સંકોચાતા ગયા છે અને શક્તિશાળી બનતાં ગયા છે. સાથે સાથે એક સમસ્યાને જન્મ પણ આપ્યો છે, જેને કહે છે. ''મોબાઇલ રેડિયેશન.'' માઇક્રોવેવ ઓવેનમાં જે ''માઇક્રોવોસ

'' દ્વારા રસોઇની કાચી સામગ્રી રંધાઇ જાય છે. બસ એજ પ્રકારના માઇક

 મોબાઇલ રેડિયેશન ખતરનાક છે તેની પરોક્ષ સાબિતીઓ.||
- પ્રખ્યાત વિમા કંપની 'લોઇડ્સ' દ્વારા મોબાઇલ ફોન ઉત્પાદકોને, મોબાઇલફોનથી થતાં સ્વાસ્થ્યના નુકસાનને ભરપાઇ કરવાનાં પ્રોડકટ લાયાબીલીટી કવર આપવાની વાત ફગાવી દીધી છે.
- બ્રિટનની સરકારે સ્વીકાર્યું છે કે મોબાઇલ ફોનનાં ઉપયોગથી મગજની ક્રિયાઓને અસર થાય છે.
- હેલ્થ પ્રોડકટસ એજન્સીનાં ચેરમેન, સર વિલીયસ સ્ટુઅર્ટ આઠ વર્ષથી નાના બાળકો માટે મોબાઇલ ફોન વાપરવા ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરે છે.
- મોબાઇલ ફોનનાં ટાવર કરતાં મોબાઇલ ફોન ૧૦૦૦થી ૧૦૦૦૦ ગણું વધારે રેડિયેશન પેદા કરે છે.
- બ્રિટનની કંપનીએ બાળકો માટે ડિઝાઇન કરેલાં ખાસ મોબાઇલને સરકારે રજુ કરેલ હેલ્થ રીપોર્ટ બાદ બજારમાંથી પાછા ખેંચી લીધા છે.
- જાણીતા વૈજ્ઞાાનિકોએ મોબાઇલ ફોનનાં ઉપયોગમાં ઘટાડો કરી નાખ્યો છે.
- મોબાઇલ ફોન વાપરનારને ઘણીવાર માથાનો દુખાવો, થાક, માથું ભારે લાગવું કે ગરમ થઇ ગયાનો અનુભવ થાય છે.
- ૧૯૯૫માં પ્રમુખ બીલ ક્લીન્ટને સ્કૂલ કે રહેણાંકનાં વિસ્તારમાં મોબાઇલ ટાવર લગાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
|| મોબાઈલ ફોનમાંથી નીકળતાં રેડિયેશન ||
મોબાઈલ ફોનમાંથી નીકળતાં રેડિયેશન માનવ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. આ રેડિયેશનને લીધે બહેરાશ આવવી, યાદશક્તિ ઘટવી, ગર્ભાશયને નુકસાન. ટયુમર તેમજ કેન્સર જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે. ત્યારે આ રેડિયેશનની અસરથી બચવા માટે આ 8 પદ્ધતિઓ બેસ્ટ છે જેનાથી મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયેશનની આપણા સ્વાસ્થ્ય પર પડતી હાનિકારક અસરને પણ ઘણી હદે ઘટાડી શકાશે.
1. ફોન ખરીદતા પહેલાં તેના રેડિયેશન લેવલ અંગે જાણકારી મેળવો. તે માટે જે તે ફોનની માર્ગદર્શક પુસ્તિકા, ઇન્ટરનેટ કે તજજ્ઞોની સલાહ લેવી જોઈએ.
2. ઇયરફોનનો ઉપયોગ કરો. જેથી હેન્ડસેટ શરીરથી દૂર રહેશે. શક્ય હોય તો સ્પીકર મોડનો ઉપયોગ કરવો સૌથી વધુ હિતાવહ છે. આમ કરવાથી રેડિયેશનની અસર મગજ સુધી નહીં પહોંચે. વળી ફોનમાં બ્લુટુથની સુવિધા હોય તો એટલું ધ્યાનમાં રાખવું કે, બ્લ્યુટુથને લીધે હળવી માત્રામાં રેડિયેશન સતત ઉત્પન્ન થતું રહે છે. એટલે જરૂર ન હોય તો ઇયર ફોન કાનથી દૂર રાખવા.
3. મોબાઈલમાં ટાવર બરાબર ન મળતાં હોય ત્યારે ટાવર પકડવા માટે મોબાઈલ ફોન વધારે માત્રામાં રેડિયેશન બહાર ફેંકે છે. એટલે પૂરા ટાવર પકડાતા હોય ત્યારે જ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ.
4. મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનની અસર ઓછી કરવા રેડિયેશન શિલ્ડનો ઉપયોગ કરવો જોઈએ. જે એન્ટેના કવર કે કીપેડ કવરના રૂપમાં મળે છે. જે રેડિયેશનની તીવ્રતા ઓછી કરી નાંખે છે.
5. પુખ્ત વ્યક્તિની સરખામણીમાં બાળકોને મોબાઈલના રેડિયેશન બેવડું નુકસાન પહોંચાડે છે એટલે બાળકોથી મોબાઈલ દૂર રાખવો શાણપણ ગણાય. બાળકો લેન્ડલાઇન ફોનનો ઉપયોગ વધારે કરે તેવા પ્રયત્નો કરવા જોઈએ.
6. વાત કરતી વખતે મોબાઈલને શરીરથી શક્ય એટલો દૂર રાખવો જોઈએ. તેને ખિસ્સામાં, કાનની નજીક કે કમરપટ્ટા પર બાંધી ન રાખવો.
7. સૂતી વખતે મોબાઈલને શક્ય તેટલો દૂર રાખવો. તકિયા નીચે કે સાવ બાજુમાં મોબાઈલ ન રાખવો. જો મુખ્યમંત્રી,વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનો અડધી રાત્રે ફોન આવવાનો હોય તો બાજુમાં ફોન લઇ સૂઈ જાવ તો અલગ વાત છે.
8. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, તમે ફોન પર વાત કરો કે કોઈ મેસેજ મોકલો તો રેડિયેશનના અસર થવાની શક્યતા વધારે રહે છે. જ્યારે ફોન પર વાત સાંભળતા હોવ કે કોઈનો મેસેજ તમારા ફોન પર આવે તે સ્થિતિમાં રેડિયેશનની અસર ઓછી થાય છે. એટલે જ આપણા વડવાઓની વાત મોબાઈલ ફોનના કિસ્સામાં પણ એટલી જ ઉપયોગી છે કે “ઓછું બોલો અને વધારે સાંભળો.”
|| રેડિયેશન એટલે શું? ||
* જાપાનમાં આવેલા સુનામીના પગલે ફુકુશિમા ન્યુકિલઅર પાવર પ્લાન્ટમાં ઉદભવેલી ખામીને કારણે રેડિયેશનનો ભય માત્ર જાપાન જ નહીં પણ રશિયાના અમુક વિસ્તારો અને ફેલિફોર્નિયા સુધી જોવા મળ્યો હતો. રેડિયેશન એટલે શું? તે કેવી રીત કામ કરે છે અને તેનાથી થતા ફાયદા–ગેરફાયદા વિશે માહિતી મેળવીએ...
* રેડિયેશનનો સાદો અર્થ થાય–મોજાનાં સ્વરૂપે ઉત્સર્જિત કિરણોનું વિસર્જન, રેડિયેશનમાં અલ્ફા, બીટા અને ગામા કણોનો સંપુટ હોય છે., કોઇ નકકર માધ્યમની મદદથી (પેપર, એલ્યુમિનિયમ અને લેડ ધાતુની પ્લેટમાંથી પસાર કરવામાં આવે છે) આ કિરણોને તેમાંથી પસાર કરવામાં આવે છે, જેને કારણે તેઓ જુદા જુદા આયનોમાં વિભાજીત થાય છે. આ પ્રક્રિયાને રેડિયેશન કહેવામાં આવે છે.,
* રેડિયેશનના બે પ્રકાર છે.
આયોનાઇઝિંગ, નોન–આયોનાઇઝિંગ, આયોનાઇઝિંગ એટલે કિરણસંપુટનું જુદા જુદા આયનોમાં વિભાજીત થઇ જવું જેને આપણે જોઇ શકતા નથી. યારે નોન–આયોનાઇઝિંગમાં કિરણસંપુટ વહેંચાતા નથી તેથી આપણે તેને જોઇ શકીએ છીએ. જેમ કે લાઇટ જોકે રેડિયેશન શબ્દ માત્ર આયોનાઇઝિંગ માટે જ વપરાય છે., બંને પ્રકારના રેડિયેશન સજીવો અને વાતાવરણ માટે નુકસાનદેહ સાબિત થઇ શકે છે. રિએકટર્સમાંથી થતું રેડિયેશન અતિ જોખમી હોય છે., વિલહેમ રોન્જન, મેરી કયુરી અને અર્નેસ્ટરુથરફોર્ડે રેડિયેશનને લગતી વિવિધ શોધોમાં મહત્યનો ભાગ ભજવ્યો હતો., રેડિયેશનનો ઉપયોગ મેડીકલ ક્ષેત્રે, કમ્યૂનિકેશન ક્ષેત્રે, એનર્જી ઉત્પાદન માટે કરવામાં આવે
|| ઇલેકટ્રોમેગ્નેટીક રેડિયેશન શું છે ? તેની કેટલીક ખાસીયતો ||
રેડિયેશન એટલે શું ? સામાન્ય રીતે ઉર્જા જ્યારે તરંગરૃપે અથવા કણરૃપે એક સ્થળેથી બીજા સ્થાને ટ્રાવેલીંગ કરે છે. તેને રેડિયેશન કહે છે. જાણે-અજાણ્યેજ આપણાં આસપાસનાં પર્યાવરણમાં રેડિયેશન હાજર જ હોય છે. મોબાઇલ ફોન જે રેડિયોફ્રિકવન્સી ઉપર કામ કરે છે તે 'માઇક્રોવેવ'વર્ગમાં આવે છે. માઇક્રોવેવ ઓવનમાં પણ આ વર્ગની જ ફ્રિકવન્સી વપરાય છે. મોબાઇલ ફોનનાં રેડિયો તરંગો એક પ્રકારના વીજચુંબકીય તરંગો છે. તેથી આવા રેડિયેશનને ઇલેક્ટ્રોમેગ્નેટીક રેડિયેશન પણ કહે છે. મોબાઇલ ફોન, વાય-ફાઇ સીસ્ટમ, કોર્ડલેસ ફોન, વગેરે આ પ્રકારનું રેડિયેશન ફેલાવે છે.
જો રેડિયેશન કોષોમાં શોષાય, તેમાં રહેલ રેણુઓનાં રાસાયણીક બંધારણમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરે અને તત્વો વચ્ચેના બોન્ડ તોડી નાખે તેવાં રેડિયેશનને ''આયોનાઇઝીંગ રેડિયેશન કહે છે.''
1. શરૃઆતનાં એનાલોગ મોબાઇલ ફોન, ૧.૩૦ વોટ પાવર વાપરતા હતા. આજના ડિજીટલ સેલ ફોન તેનાથી ઓછો (અડધો જ) ૦.૬૦ વોટ પાવર વાપરે છે. જેની સરખામણીમાં માઇક્રોવેવ ઓવનમાં ૬૦૦ થી ૧૧૦૦ વોટ પાવર વાપરવામાં આવે છે.
2. મોબાઇલ ફોન ૪ થી ૧૦ માઇક્રો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતાં ફોટોનનાં ઝુમખા જેટલી ઉર્જાથી સીગ્નલ મોકલે છે.
3. કોષમાં રહેલ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે અંદાજે ૧૦ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જરૃર પડે.
4. પાણીમાં રહેલા ઓક્સીજન-હાઇડ્રોજન બોન્ડ બનાવવા ૫.૨૦ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વપરાય છે. રેણુઓ વચ્ચેના બોન્ડ તોડવા માટે અંદાજે આનાથી વધારે ઉર્જાની જરૃર પડે છે.
5. ૨૦૧૧માં ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (ૈંછઇભ) એ મોબાઇલ ફોનથી કેન્સર થવાની શક્યતા સ્વીકારીને તેને 'ગુ્રપ- ૨મ્' નામનાં ગુ્રપમાં સમાવેશ કર્યો છે. આ લીસ્ટમાં કેન્સર પેદા કરનાર પદાર્થની યાદી આપી છે.
6. માનવ શરીરનાં કોષો રેડિયેશન શોષે છે તેને 'સ્પેસીફીક એબ્સોર્બશન રેટ' (જીછઇ) વડે દર્શાવવામાં આવે છે જે પ્રતિગ્રામ-કીલોગ્રામ કદનાં કોષોનાં જથ્થાની સરખામણીમાં હોય છે. અમેરિકાના ફેડરલ કોમ્પ્યુનિકેશન કમિશને ૧.૬૦ ઉ/ ણય જીછઇને સલામત ગણાવ્યો છે. યુરોપમાં ૨ઉ/ ણયનો દર સલામત ગણવામાં આવે છે.
7. સતત રેડિયેશનનાં સમ્પર્કમાં આવતાં કોષોનું તાપમાન વધે છે.
Kanak Turakhia વિશ્વ જ્ઞાન
https://www.facebook.com/KANAK4088/?fref=n


સોમવાર, 22 ઑગસ્ટ, 2016

Gujrati Kahevto


👌101 ગુજરાતી કહેવતો..👌
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
😋તમને કેટલી કેહવત યાદ છે ?
💚૧, બોલે તેના બોર વહેચાય
💚૨. ના બોલવામાં નવ ગુણ
💚૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
💚૪. ડાહ્યી સાસરે ન જાય અને
ગાંડીને શીખામણ આપે
💚૫. સંપ ત્યાં જંપ
💚૬. બકરું કઢતા ઉંટ પેઠું
💚૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં
💚૮. સિધ્ધિ તેને જઈ વરે
જે પરસેવે ન્હાય
💚૯. બગલમાં છરી અને
ગામમાં ઢંઢેરો
💚૧૦. લૂલી વાસીદુ વાળે અને
સાત જણને કામે લગાડે
💚૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો
💚૧૨. ખાલી ચણો વાગે ઘણો
💚૧૩. પારકી મા જ કાન વિંધે
💚૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ
ત્યાં પહોંચે અનુભવી
💚૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય
💚૧૬. દૂરથી ડુંગર રળિયામણાં
💚૧૭. લોભી હોય ત્યાં
ધૂતારા ભૂખે ન મરે
💚૧૮. શેરને માથે સવાશેર
💚૧૯. શેઠની શીખામણ ઝાંપા સુધી
💚૨૦. હિરો ગોગે જઈને આવ્યો
અને ડેલીએ હાથ દઈને
પાછો આવ્યો
💚૨૧. વડ જેવા ટેટા ને
બાપ જેવા બેટાં
💚૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ
💚૨૩. રામ રાખે તેને કોણ ચાખે
💚૨૪. ઊંટના અઢાર વાંકા
💚૨૫. ઝાઝા હાથ રળીયામણાં
💚૨૬. કીડીને કણ ને હાથીને મણ
💚૨૭. સંગર્યો સાપ પણ કામનો
💚૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
💚૨૯. નાચ ન જાને આંગન ટેઢા
💚૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે
💚૩૧. ચેતતા નર સદા સુખી
💚૩૨. સો દહાડા સાસુના
એક દાહડો વહુનો
💚૩૩. વાડ થઈને ચીભડાં ગળે
💚૩૪. ઉતાવળે આંબા ન પાકે
💚૩૫. સાપ ગયા અને
લીસોટા રહી ગયા
💚૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે
💚૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે
💚૩૮. કાશીમાં પણ
કાગડા તો કાળા જ
💚૩૯. કૂતરાની પૂંછડી
જમીનમાં દટો તો પણ
વાંકી ને વાંકી જ
💚૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં
અને વહુનાં લક્ષણ બારણાં માં
💚૪૧. દુકાળમાં અધિક માસ
💚૪૨. એક સાંધતા તેર તૂટે
💚૪૩. કામ કરે તે કાલા,
વાત કરે તે વ્હાલાં
💚૪૪. મા તે મા,
બીજા વગડાનાં વા
💚૪૫. ધીરજનાં ફળ મીઠાં
💚૪૬. માણ્યુ તેનું
સ્મરણ પણ લહાણું
💚૪૭. કૂવામાં હોય તો
હવાડામાં આવે
💚૪૮. સો સોનાર કી એક લૂહાર કી
💚૪૯. રાજા ને ગમે તે રાણી
💚૫૦. કાગનું બેસવુ
અને ડાળનું પડવું
💚૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
💚૫૨. ગાંડાના ગામ ન હોય
💚૫૩. સુકા ભેગુ લીલુ બળે
💚૫૪. બાવાનાં બેવુ બગડે
💚૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે
ત્યારે કપાળ ધોવા ન જવાય
💚૫૬. વાવો તેવું લણો
💚૫૭. શેતાનું નામ લીધુ
શેતાન હાજર
💚૫૮. વખાણેલી ખીચડી
દાઢે વળગી
💚૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
💚૬૦. સંગ તેવો રંગ
💚૬૧. બાંધી મુઠી લાખની
💚૬૨. લાખ મળ્યાં નહિ
અને લખેશ્રી થયા નહિ
💚૬૩. નાણાં વગરનો નાથીયો ,
નાણે નાથા લાલ
💚૬૪. લાલો લાભ વિના ન લૂટે
💚૬૫. હિમ્મતે મર્દા
તો મદદે ખુદા
💚૬૬. પૈ ની પેદાશ નહી અને
ઘડીની નવરાશ નહી
💚૬૭. છાશ લેવા જવુ
અને દોહણી સંતાડવી
💚૬૮. ધોબીનો કૂતરો
ન ઘર નો , ન ઘાટનો
💚૬૯. ધરમની ગાયનાં
દાંત ન જોવાય
💚૭૦. હાથી જીવતો લાખનો ,
મરે તો સવા લાખનો
💚૭૧. સીધુ જાય અને
યજમાન રીસાય
💚૭૨. વર મરો, કન્યા મરો
પણ ગોરનું તરભાણું ભરો
💚૭૩. હસે તેનું ઘર વસે
💚૭૪. બેગાની શાદીમેં
અબ્દુલ્લા દિવાના
💚૭૫. ફરે તે ચરે,
બાંધ્યા ભૂખ્યા મરે
💚૭૬. ભેંસ આગળ ભાગવત
💚૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે
ને પાડોશીને આંટો
💚૭૮. રાત થોડી ને વેશ ઝાઝા
💚૭૯. ના મામા કરતાં
કાણો મામો સારો
💚૮૦. ભેંસ ભાગોળે
અને છાશ છાગોળે
💚૮૧. મન હોયતો માંડવે જવાય
💚૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે
💚૮૩. પારકી આશ સદા નીરાશ
💚૮૪. ઘરકી મુર્ગી દાલ બરાબર
💚૮૫. બાર વર્ષે બાવો બાલ્યો
💚૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા
💚૮૭. ભાવતુ હતું ને વૈદે કીધું
💚૮૮. જેને કોઇ ન પહોંચે
તેને તેનું પેટ પહોંચે
💚૮૯. નામ મોટા દર્શન ખોટા
💚૯૦. લાતોના ભૂત
વાતોથી ન માને
💚૯૧. ગાય વાળે તે ગોવાળ
💚૯૨. બાંધે એની તલવાર
💚૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા
💚૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
💚૯૫. મારું મારું આગવું
ને તારું મારું સહિયારું
💚૯૬. આગ લાગે ત્યારે
કૂવો ખોદવા ન જવાય
💚૯૭. આંધળામાં કાણો રાજા
💚૯૮. ઈદ પછી રોજા
💚૯૯. ખાડો ખોદે તે પડે
💚૧૦૦. ક્યાં રાજા ભોજ ,
ક્યાં ગંગુ તલી
💖૧૦૧. નમે તે સૌને ગમે
🌹☘🌹☘🌹☘🌹☘

સોમવાર, 6 જૂન, 2016

બેટી બચાવો બેટી પઢાઓ


ઘણાં પ્રાણીઓ પૃથ્વી પરથી લુપ્ત થઇ ગયા છે. તેમની જાત લુપ્ત થઇ ગઈ છે. આપણે ડાઈનોસોર જેવાં પ્રાણીઓના માત્ર નામો સાંભળેલા છે અથવા તો ચિત્રો જ જોયાં છે. પરંતુ ક્યારેય એ વિચાર્યું છે કે માનવજાત લુપ્ત થઇ જાય તો? આપણું અસ્તિત્વ જ ન રહે તો? આ ગંભીર પ્રશ્ન આપણી સામે આવ્યો છે. તેવી પરિસ્થિતિ આપણે જ ઊભી કરી છે. શું આપણે એ નથી જાણતા કે માનવ જીવન માત્ર એક ‘માતા’ જ આપી શકે? અને માતા કોઈ અન્ય માતાની ‘પુત્રી’ જ હોય છે એ પણ આપણે જાણીએ જ છીએ છતાં એની ભૃણ હત્યા કરીને આપણે આપણો જ વિનાશ નોતરી રહ્યાં છીએ. આ ગંભીર વાત છે અને તેની ગંભીરતા સમજવી બહુ જ જરૂરી છે.

એકમાત્ર માણસને જ મળેલી બુદ્ધિની બક્ષીસથી માણસ આધુનિક બન્યો, શિક્ષિત બન્યો. તેણે સમાજનું સર્જન કર્યું. પણ એ સમાજ સ્ત્રી-પુરુષના સ્થાન વિષે પહેલેથી જ અવઢવમાં રહ્યો છે. કુદરતી ફરક સિવાય સ્ત્રી અને પુરુષમાં કોઈ ભેદ શા માટે ઊભો કરવામાં આવે છે તે ન સમજાય તેવી વાત છે. તેને માટે ચર્ચા, વિરોધ, લડાઈ-ઝઘડા ચાલ્યા જ કરે છે. સમાજની રચના એક દિવસમાં નથી થઇ. તેમાં સમયાંતરે સુધારા વધારા થતાં રહ્યાં છે. પણ સુશિક્ષિત વર્ગની માનસિકતામાં ખાસ કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી. આ મુદ્દો વિચારવા જેવો છે.

નારીના વિવિધ સ્વરૂપો સમાજમાં આદર અને અવહેલનાને પાત્ર બને છે. સમાજનો કોઈ વધારે સારો વિકલ્પ મળતો નથી. ‘પુરુષ પ્રધાન’ સમાજ એટલે સ્ત્રીની અવગણના કરતો પુરુષવર્ગ ધરાવતો સમાજ એવી છાપ ઊભી થઇ છે. તેનું કારણ શું? તેમાં તથ્ય છે. આ સમાજ સ્ત્રીનું શોષણ કરે છે અને સ્ત્રી પાસે બીજો કોઈ ઉપાય નથી એટલે તે એવી અણગમતી પરિસ્થિતિ સાંખી લે છે. અને પુરુષોને કોઈ પડકારતું નથી તેથી તેને ફાવતું મળે છે.

બેટી, દીકરી, પુત્રી, તનયા, દુહિતા, આત્મજા ગમે તે કહો – શબ્દ અનેક પણ અર્થ એક જ નારી! માણસનાં મન જુદાં જુદાં છે પણ માનસિકતા એક જ! શિક્ષણ એક જ પણ અર્થઘટન પોતાનું! શિક્ષણ સમાન પણ સંસ્કાર અને આચરણને બાર ગાઉનું છેટું! લાગે છે આદર્શ અને દંભ વચ્ચે ગજબનો સંપ છે.

આપણે ગણતરીમાં ક્યાંક ગોથું ખાઈ ગયા છીએ. નહીં તો આવું શી રીતે બને? જે ડાળ પર આપણે બેઠા હોઈએ તેના પર જ કુઠારાઘાત કરીએ? જેના પર માનવ જીવનનો આધાર હોય તેને જ ખતમ કરીએ? નાનાં બાળકને સમજ ન હોય તેથી કહેવું પડે: ‘બેટા, પાણી ન ઢોળાય. ફૂલ ન તોડાય. કોઈને મરાય નહીં. તારું ધ્યાન રાખજે, પડી ન જતો.’ પણ આજના કહેવાતા શિક્ષિત અને મોડર્ન મેનેજમેન્ટ ગુરુને એ સમજાવવું પડે કે ‘બેટી બચાવો’ (એટલે કે માનવજાતને બચાવો!) એ કેવી કરુણતા કહેવાય? મને લાગે છે કે આ તો જાગતા માણસને જગાડવાની વાત છે. દરેક સમજદાર સ્ત્રી-પુરુષ ‘પુત્રી’નું મહત્વ સમજે જ છે. પરંતુ પગ નીચે રેલો આવે ત્યારે સહુ આઘા ખસી જાય છે.

કોઈ જાણીજોઈને ખોટું કરે તેથી તેને ખોટું કરવાનો અધિકાર નથી મળી જતો. કોઈ સમજે નહીં તો તેને સમજાવવું પડે. કોઈ ભૂલી ગયું હોય તો તેને યાદ કરાવવું પડે. કોઈ માને નહીં તો તેને મનાવવું પડે. અહીં એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે:

દરેક માણસનો બીજા માણસ સાથે માનવજાતનો સંબંધ છે. તેમાં સ્ત્રી અને પુરુષનો સંબંધ સહુથી મહત્વનો છે. અહીં માતા-પુત્રી, પિતા-પુત્રી, બહેન-ભાઈ, પતિ-પત્ની કે મિત્ર-મિત્ર વચ્ચેનો સંબંધ હોઈ શકે. આ સંબંધોને સમજવા અને સાચવવા જરૂરી છે. રણ અને વન-ઉપવન વચ્ચે ફરક છે. શ્વાસ અને હવા, તરસ અને પાણી, આંખ અને અજવાળું, સ્પર્શ અને સંવેદના, ફૂલ અને સુગંધ, કોયલ અને ટહુકા, કાન અને ધ્વનિ (સંગીત) વચ્ચે જે સંબંધ છે તે સમજાવવો પડે તેવો નથી કે સાચવવો પડે તેવો પણ નથી. તે જળવાય તેમાં જ તેનું સૌન્દર્ય છે, આનંદ છે. પણ માણસ અને અસ્તિત્વનો સંબંધ અજબ છે. તે પ્રાકૃતિક છે અને તેનું જતન કરવું રહ્યું.

નારી જન્મે અને પરણે ત્યાં સુધી જ માતા-પિતા સાથે રહે, પતિ જીવનભર સાથ નિભાવે કે નહીં પરંતુ તે તો પડ્યું પાનું નિભાવે જ છે. તે અપમાન સહન કરીને પણ ઘરનાનું માન જાળવે છે. કોઈપણ પુરુષ કરતાં વધારે સમય સુધી તનતોડ મહેનત તે કરે છે. જીવનભર ઘરના સભ્યો(!) માટે જાત ઘસી નાખે છે. પોતાનાં હૃદયની વાત કરવામાં પણ તે ફફડાટ, સંકોચ અને શરમ અનુભવે છે. તેની આંખના ઝળઝળિયાં કોઈ જોઈ ન જાય તે માટે તેને છુપાવે છે અને હસતે મોઢે કામ કર્યા કરે છે. તે થોડામાં સંતોષ પામે છે, તે સંતોષની પરમ સખી છે. માતા તરીકે તે ‘માવતર કમાવતર ન થાય’ એ કહેવતને સાર્થક કરવા માટે જ જાણે તેનું જીવન હોય તે રીતે જીવે છે. તે નાનાં મોટા દરેક પ્રસંગની શોભા બનીને ઉમંગ અને ઉત્સાહથી પ્રસંગને યાદગાર અવસર બનાવે છે. છતાં વાંક તો તેનો જ હોય! સહન તો તેણે જ કરવું જોઈએ. તે દુભાય તો કહેવામાં આવે કે દુખ તો સતી સીતાને પણ હતું!

માણસ સ્વાર્થી છે તેમ કહેવાને બદલે પુરુષવર્ગ સ્વાર્થી છે તે વધારે ઉચિત જણાય છે. આ સ્વાર્થને સાધવા માટે પણ કોઈ તો એવું હોવું જોઈએ ને કે જે મૂંગે મોઢે બધું સહન કરી લે. સામો હરફ પણ ન ઉચ્ચારે. આજ્ઞા શિરોધાર્ય કરે. કોઈ તો બધા હુઆ સ્વાર્થને સાધવા માટે પણ કોઈ તો એવું હોવું જોઈએ ને કે જે મૂંગે મોઢે બધું સહન કરી લે. સામો હરફ પણ ન ઉચ્ચારે. આજ્ઞા શિરોધાર્ય કરે. કોઈ તો બધા હુકમોને તાબે થાય તેવું હોવું જોઈએ કે નહીં? મારામાં ભલે લાખ અવગુણ હોય પણ તેનો નાનકડો ય દોષ મારાથી કેવી રીતે સહન થઇ શકે? હું માંદો પડું તો ઘર આખું માથે લઉં અને તે માંદી પડે તેની કોઈને જાણ સરખી ન થાય. મારી જરૂરિયાત સંતોષાવી જોઈએ, તેને વળી બે ટંક રોટલા અને માથે છત સિવાય બીજું શું જોઈએ? મારી ઇચ્છા એ જ તેની ઇચ્છા. હું કહું તેમ જ થવું જોઈએ. મારાં ઈશારા પર નાચે તો જ ઠીક. ઘર તો મારાથી જ ચાલે છે, કમાઈને હું લાવું છું એટલે બધાં તાગડધિન્ના કરે છે. પુરુષના આવા મિથ્યા અહંને પોષવા કોઈ તો જોઈએ ને?

નોકરિયાત નિવૃત્ત થાય પણ સ્ત્રી તો ચાકર છે, સેવિકા છે, દાસી છે, વહુ છે. કંકુના સૂરજ આથમી જાય તો પણ તે હિંમત ન હારે!

સાચી સમજણથી સારા અને યોગ્ય વિચારોનો અમલ થઇ શકે. તેથી સમાજનું ચિત્ર ઉજ્જવળ બને. આપણે બધું સમજીએ છીએ. છતાં લોકો પુત્રની ઝંખના રાખે છે કારણ કે પુત્ર વંશવેલો આગળ વધારે છે. પરંતુ કોઈની પુત્રી વગર એ શક્ય નથી એ પણ વિચારવું જોઈએ. અને એવું વિચાર્યા વગર સગર્ભા સ્ત્રીના ગર્ભમાં પુત્ર નથી એવી જાણ થતાં લોકો ભ્રૂણ હત્યા કરે છે. તે સમયે તેમનાં મનમાં બિલકુલ અરેરાટી નથી થતી. તેઓ કાયદાને કસરત કરાવે છે અને પોતે આબાદ બચી જાય છે.

ઘર સ્ત્રીથી જ બને, બાકી ગેસ્ટ હાઉસ કહેવાય. જીવનસાથી વગર જીવન નીરસ થઇ જાય. સ્ત્રીનો સ્નેહ, પ્રેમ, લાગણી, સંવેદના અને ભાવના આપણાં મનમાં કાયમી સચવાય છે. તે પત્ની તરીકે ઘરની મોટાભાગની જવાબદારી હસતાં હસતાં વહન કરી લે છે અને હવે તો બહારની જવાબદારી પણ નિભાવે છે. ફરિયાદ કરવા માટે તેની પાસે અનેક કારણો હોય છે છતાં તે પ્રસન્ન વદને વખાણ જ કરે છે. તેનાં કોમળ અને ઋજુ હૃદયને આઘાત પર આઘાત પહોંચાડનાર પ્રત્યે પણ તેનાં મનમાં કુણી લાગણી રહે છે. જાણે સંવેદનશીલતા અને સહનશીલતા તેનાં બંધારણમાં એકાકાર થઇ ગઈ ન હોય!

અને માણસ બણગા ફૂંકે છે ‘જનનીની જોડ સખી નહીં મળે રે લોલ!’ ‘મા વિના સૂનો સંસાર.’ ‘મા તે મા, બીજા વગડાના વા!’ એટલું જ નહીં તે તેને શબ્દોમાં અને સાહિત્યમાં પણ ટોચે બેસાડે છે એ જુઓ: ‘જે કર ઝુલાવે પારણું તે કર જગ પર શાસન કરે!’ આટલો આદર અને સન્માન તથા ભક્તિ સ્ત્રી પ્રત્યે હોય તો ભ્રૂણ હત્યા શા માટે? વાસ્તવિકતામાં તેનો આવો અનાદર શા માટે? દુષ્કર્મ અને યૌન શોષણ શા માટે? શા માટે તેનું જીવન સુખમય, સુંદર અને પ્રસન્નકર નથી? શા માટે તેની વેદના-વ્યથા કોઈ સમજતું નથી? કે પછી ‘આપણે શું? ચાલે છે તેમ ચાલવા દો’, જેવી નઘરોળ માનસિકતામાંથી બહાર નીકળવાની આળસ છે! આ ન ચાલે, આ માનવજાતની શરમ છે. માણસ ઉન્નત મસ્તકે ચાલી ન શકે, તેનું મસ્તક શરમથી ઝૂકી જવું જોઈએ.

આ રોગ અસાધ્ય નથી જ. માનવીની માનસિકતા બદલાવી જોઈએ. પુરુષનો સ્ત્રી પ્રત્યેનો અભિગમ ખરેખર બદલાવો જોઈએ. દંભ નહીં, હકીકતમાં તેમાં પરિવર્તન થવું જોઈએ. એમ ન વિચારો કે એક માણસ તરીકે હું એકલો આ બાબતમાં શું કરી શકું? આપણે સાથે મળીને વિચારીએ કે આપણે આ દિશામાં શું કરી શકીએ?

સહુ પ્રથમ તો આપણે આપણું પોતાનું માનસિક વલણ બદલવું જોઈએ. દીકરી તરફ યોગ્ય અને તંદુરસ્ત દૃષ્ટિકોણ ધરાવવો જોઈએ. બીજા લોકોને પણ આપણે સમજાવી શકીએ. ખોટી વિચારધારા બદલી શકીએ. બાળકોને નાનપણથી જ સાચી સમજ આવે તેવી કેળવણી આપવી જોઈએ. સ્ત્રીઓ પ્રત્યે સ્વસ્થ વલણને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમને મદદરૂપ થવું જોઈએ. પુત્રીના જન્મ સમયે વાતાવરણ આનંદમય બનાવી સહુએ ખુશ થવું જોઈએ. જરૂર પડે ત્યારે તેને સપોર્ટ આપવો જોઈએ. બાળકનો જન્મ ઈશ્વરનું વરદાન છે. પુત્ર હોય કે પુત્રી, બંનેને સારું શિક્ષણ અને પોષણ મેળવવાનો સમાન અધિકાર છે. બાળકો પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે યોગ્ય નથી હોતી. તેમનું જીવન સારી રીતે જીવવાનો તેમનો જન્મસિદ્ધ હક્ક છે. ‘કન્યા એટલે સાપનો ભારો’ એ ખોટી વિચારધારાને બદલે સ્ત્રી જીવનનો આધાર છે એ સમજ આપવી જોઈએ. ગાડાનાં બંને પૈડા બરોબર હોય તો જ જીવનનું ગાડું સારી રીતે ચાલે. જો સ્ત્રી ન હોય તો આપણું અસ્તિત્વ ન હોય. સ્ત્રીનું સર્જન ઈશ્વરે બહુ સમજી વિચારીને કર્યું છે. કવિએ કહ્યું છે: ‘માં કા સર પર હાથ જો તેરે ઈશ્વર કા ક્યા કામ? જય જય મૈયા તુઝે પ્રણામ’, આપણે નાના હતા, ઉછેરીને મોટા કોણે કર્યા? એ જ સ્ત્રી આપણી શક્તિ છે. સ્ત્રીનું અસ્તિત્વ માનવજાતનું અસ્તિત્વ છે. તે નથી તો ‘કુછ ભી નહીં.’ પરંતુ જો સહુ સાથે મળીને સંકલ્પ કરીએ તો આપણે નારીનું ગૌરવગાન કરી શકીએ ‘યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ…નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ’. સાચા અર્થમાં ત્યારે જ માતા માટે કહી શકીએ કે ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી.’ દુહિતા છે તો દુનિયા છે, પુત્રી છે તો પરમાત્મા છે, આપણે બેટી થકી બડભાગી છીએ, આત્મજાને લીધે જ આત્મા છે, તનયા હોય તો જ તન હોય, દીકરી  દીકરી તો દેવોને પણ દુર્લભ છે…ભગવાન શ્રીરામચંદ્ર કે શ્રીકૃષ્ણ ભગવાનને દીકરી ક્યાં હતી!

‘બેટી બચાવો’ એટલે જ ‘અસ્તિત્વ બચાવો’, માનવજાતને બચાવો. દીકરીને પણ આ પૃથ્વી પર આવવાનો, જીવવાનો અને જીવનને માણવાનો દીકરા જેટલો જ અધિકાર છે. એ અધિકાર તેની પાસેથી છીનવી લેવાનો હક્ક મને, તમને કે બીજા કોઈને ય નથી. જે આપણે આપીએ તે પાછું ન લેવાય અને જે આપણે આપ્યું જ ન હોય તે તો લેવાની વાત પણ ન કરી શકાય. ઈશ્વર આપવાવાળા હોય તો આપણે લેવાવાળા કોણ? તેથી બેટી બચાવીને આપણે તેને નહીં પરંતુ આપણે ખુદ આપણને પોતાને જ ઉપકૃત કરીએ છીએ!

Hatshad  Dave  akshar anand. Com

બેટી બચાવો બેટી પઢાઓ


ઘણાં પ્રાણીઓ પૃથ્વી પરથી લુપ્ત થઇ ગયા છે. તેમની જાત લુપ્ત થઇ ગઈ છે. આપણે ડાઈનોસોર જેવાં પ્રાણીઓના માત્ર નામો સાંભળેલા છે અથવા તો ચિત્રો જ જોયાં છે. પરંતુ ક્યારેય એ વિચાર્યું છે કે માનવજાત લુપ્ત થઇ જાય તો? આપણું અસ્તિત્વ જ ન રહે તો? આ ગંભીર પ્રશ્ન આપણી સામે આવ્યો છે. તેવી પરિસ્થિતિ આપણે જ ઊભી કરી છે. શું આપણે એ નથી જાણતા કે માનવ જીવન માત્ર એક ‘માતા’ જ આપી શકે? અને માતા કોઈ અન્ય માતાની ‘પુત્રી’ જ હોય છે એ પણ આપણે જાણીએ જ છીએ છતાં એની ભૃણ હત્યા કરીને આપણે આપણો જ વિનાશ નોતરી રહ્યાં છીએ. આ ગંભીર વાત છે અને તેની ગંભીરતા સમજવી બહુ જ જરૂરી છે.

એકમાત્ર માણસને જ મળેલી બુદ્ધિની બક્ષીસથી માણસ આધુનિક બન્યો, શિક્ષિત બન્યો. તેણે સમાજનું સર્જન કર્યું. પણ એ સમાજ સ્ત્રી-પુરુષના સ્થાન વિષે પહેલેથી જ અવઢવમાં રહ્યો છે. કુદરતી ફરક સિવાય સ્ત્રી અને પુરુષમાં કોઈ ભેદ શા માટે ઊભો કરવામાં આવે છે તે ન સમજાય તેવી વાત છે. તેને માટે ચર્ચા, વિરોધ, લડાઈ-ઝઘડા ચાલ્યા જ કરે છે. સમાજની રચના એક દિવસમાં નથી થઇ. તેમાં સમયાંતરે સુધારા વધારા થતાં રહ્યાં છે. પણ સુશિક્ષિત વર્ગની માનસિકતામાં ખાસ કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી. આ મુદ્દો વિચારવા જેવો છે.

નારીના વિવિધ સ્વરૂપો સમાજમાં આદર અને અવહેલનાને પાત્ર બને છે. સમાજનો કોઈ વધારે સારો વિકલ્પ મળતો નથી. ‘પુરુષ પ્રધાન’ સમાજ એટલે સ્ત્રીની અવગણના કરતો પુરુષવર્ગ ધરાવતો સમાજ એવી છાપ ઊભી થઇ છે. તેનું કારણ શું? તેમાં તથ્ય છે. આ સમાજ સ્ત્રીનું શોષણ કરે છે અને સ્ત્રી પાસે બીજો કોઈ ઉપાય નથી એટલે તે એવી અણગમતી પરિસ્થિતિ સાંખી લે છે. અને પુરુષોને કોઈ પડકારતું નથી તેથી તેને ફાવતું મળે છે.

બેટી, દીકરી, પુત્રી, તનયા, દુહિતા, આત્મજા ગમે તે કહો – શબ્દ અનેક પણ અર્થ એક જ નારી! માણસનાં મન જુદાં જુદાં છે પણ માનસિકતા એક જ! શિક્ષણ એક જ પણ અર્થઘટન પોતાનું! શિક્ષણ સમાન પણ સંસ્કાર અને આચરણને બાર ગાઉનું છેટું! લાગે છે આદર્શ અને દંભ વચ્ચે ગજબનો સંપ છે.

આપણે ગણતરીમાં ક્યાંક ગોથું ખાઈ ગયા છીએ. નહીં તો આવું શી રીતે બને? જે ડાળ પર આપણે બેઠા હોઈએ તેના પર જ કુઠારાઘાત કરીએ? જેના પર માનવ જીવનનો આધાર હોય તેને જ ખતમ કરીએ? નાનાં બાળકને સમજ ન હોય તેથી કહેવું પડે: ‘બેટા, પાણી ન ઢોળાય. ફૂલ ન તોડાય. કોઈને મરાય નહીં. તારું ધ્યાન રાખજે, પડી ન જતો.’ પણ આજના કહેવાતા શિક્ષિત અને મોડર્ન મેનેજમેન્ટ ગુરુને એ સમજાવવું પડે કે ‘બેટી બચાવો’ (એટલે કે માનવજાતને બચાવો!) એ કેવી કરુણતા કહેવાય? મને લાગે છે કે આ તો જાગતા માણસને જગાડવાની વાત છે. દરેક સમજદાર સ્ત્રી-પુરુષ ‘પુત્રી’નું મહત્વ સમજે જ છે. પરંતુ પગ નીચે રેલો આવે ત્યારે સહુ આઘા ખસી જાય છે.

કોઈ જાણીજોઈને ખોટું કરે તેથી તેને ખોટું કરવાનો અધિકાર નથી મળી જતો. કોઈ સમજે નહીં તો તેને સમજાવવું પડે. કોઈ ભૂલી ગયું હોય તો તેને યાદ કરાવવું પડે. કોઈ માને નહીં તો તેને મનાવવું પડે. અહીં એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે:

દરેક માણસનો બીજા માણસ સાથે માનવજાતનો સંબંધ છે. તેમાં સ્ત્રી અને પુરુષનો સંબંધ સહુથી મહત્વનો છે. અહીં માતા-પુત્રી, પિતા-પુત્રી, બહેન-ભાઈ, પતિ-પત્ની કે મિત્ર-મિત્ર વચ્ચેનો સંબંધ હોઈ શકે. આ સંબંધોને સમજવા અને સાચવવા જરૂરી છે. રણ અને વન-ઉપવન વચ્ચે ફરક છે. શ્વાસ અને હવા, તરસ અને પાણી, આંખ અને અજવાળું, સ્પર્શ અને સંવેદના, ફૂલ અને સુગંધ, કોયલ અને ટહુકા, કાન અને ધ્વનિ (સંગીત) વચ્ચે જે સંબંધ છે તે સમજાવવો પડે તેવો નથી કે સાચવવો પડે તેવો પણ નથી. તે જળવાય તેમાં જ તેનું સૌન્દર્ય છે, આનંદ છે. પણ માણસ અને અસ્તિત્વનો સંબંધ અજબ છે. તે પ્રાકૃતિક છે અને તેનું જતન કરવું રહ્યું.

નારી જન્મે અને પરણે ત્યાં સુધી જ માતા-પિતા સાથે રહે, પતિ જીવનભર સાથ નિભાવે કે નહીં પરંતુ તે તો પડ્યું પાનું નિભાવે જ છે. તે અપમાન સહન કરીને પણ ઘરનાનું માન જાળવે છે. કોઈપણ પુરુષ કરતાં વધારે સમય સુધી તનતોડ મહેનત તે કરે છે. જીવનભર ઘરના સભ્યો(!) માટે જાત ઘસી નાખે છે. પોતાનાં હૃદયની વાત કરવામાં પણ તે ફફડાટ, સંકોચ અને શરમ અનુભવે છે. તેની આંખના ઝળઝળિયાં કોઈ જોઈ ન જાય તે માટે તેને છુપાવે છે અને હસતે મોઢે કામ કર્યા કરે છે. તે થોડામાં સંતોષ પામે છે, તે સંતોષની પરમ સખી છે. માતા તરીકે તે ‘માવતર કમાવતર ન થાય’ એ કહેવતને સાર્થક કરવા માટે જ જાણે તેનું જીવન હોય તે રીતે જીવે છે. તે નાનાં મોટા દરેક પ્રસંગની શોભા બનીને ઉમંગ અને ઉત્સાહથી પ્રસંગને યાદગાર અવસર બનાવે છે. છતાં વાંક તો તેનો જ હોય! સહન તો તેણે જ કરવું જોઈએ. તે દુભાય તો કહેવામાં આવે કે દુખ તો સતી સીતાને પણ હતું!

માણસ સ્વાર્થી છે તેમ કહેવાને બદલે પુરુષવર્ગ સ્વાર્થી છે તે વધારે ઉચિત જણાય છે. આ સ્વાર્થને સાધવા માટે પણ કોઈ તો એવું હોવું જોઈએ ને કે જે મૂંગે મોઢે બધું સહન કરી લે. સામો હરફ પણ ન ઉચ્ચારે. આજ્ઞા શિરોધાર્ય કરે. કોઈ તો બધા હુઆ સ્વાર્થને સાધવા માટે પણ કોઈ તો એવું હોવું જોઈએ ને કે જે મૂંગે મોઢે બધું સહન કરી લે. સામો હરફ પણ ન ઉચ્ચારે. આજ્ઞા શિરોધાર્ય કરે. કોઈ તો બધા હુકમોને તાબે થાય તેવું હોવું જોઈએ કે નહીં? મારામાં ભલે લાખ અવગુણ હોય પણ તેનો નાનકડો ય દોષ મારાથી કેવી રીતે સહન થઇ શકે? હું માંદો પડું તો ઘર આખું માથે લઉં અને તે માંદી પડે તેની કોઈને જાણ સરખી ન થાય. મારી જરૂરિયાત સંતોષાવી જોઈએ, તેને વળી બે ટંક રોટલા અને માથે છત સિવાય બીજું શું જોઈએ? મારી ઇચ્છા એ જ તેની ઇચ્છા. હું કહું તેમ જ થવું જોઈએ. મારાં ઈશારા પર નાચે તો જ ઠીક. ઘર તો મારાથી જ ચાલે છે, કમાઈને હું લાવું છું એટલે બધાં તાગડધિન્ના કરે છે. પુરુષના આવા મિથ્યા અહંને પોષવા કોઈ તો જોઈએ ને?

નોકરિયાત નિવૃત્ત થાય પણ સ્ત્રી તો ચાકર છે, સેવિકા છે, દાસી છે, વહુ છે. કંકુના સૂરજ આથમી જાય તો પણ તે હિંમત ન હારે!

સાચી સમજણથી સારા અને યોગ્ય વિચારોનો અમલ થઇ શકે. તેથી સમાજનું ચિત્ર ઉજ્જવળ બને. આપણે બધું સમજીએ છીએ. છતાં લોકો પુત્રની ઝંખના રાખે છે કારણ કે પુત્ર વંશવેલો આગળ વધારે છે. પરંતુ કોઈની પુત્રી વગર એ શક્ય નથી એ પણ વિચારવું જોઈએ. અને એવું વિચાર્યા વગર સગર્ભા સ્ત્રીના ગર્ભમાં પુત્ર નથી એવી જાણ થતાં લોકો ભ્રૂણ હત્યા કરે છે. તે સમયે તેમનાં મનમાં બિલકુલ અરેરાટી નથી થતી. તેઓ કાયદાને કસરત કરાવે છે અને પોતે આબાદ બચી જાય છે.

ઘર સ્ત્રીથી જ બને, બાકી ગેસ્ટ હાઉસ કહેવાય. જીવનસાથી વગર જીવન નીરસ થઇ જાય. સ્ત્રીનો સ્નેહ, પ્રેમ, લાગણી, સંવેદના અને ભાવના આપણાં મનમાં કાયમી સચવાય છે. તે પત્ની તરીકે ઘરની મોટાભાગની જવાબદારી હસતાં હસતાં વહન કરી લે છે અને હવે તો બહારની જવાબદારી પણ નિભાવે છે. ફરિયાદ કરવા માટે તેની પાસે અનેક કારણો હોય છે છતાં તે પ્રસન્ન વદને વખાણ જ કરે છે. તેનાં કોમળ અને ઋજુ હૃદયને આઘાત પર આઘાત પહોંચાડનાર પ્રત્યે પણ તેનાં મનમાં કુણી લાગણી રહે છે. જાણે સંવેદનશીલતા અને સહનશીલતા તેનાં બંધારણમાં એકાકાર થઇ ગઈ ન હોય!

અને માણસ બણગા ફૂંકે છે ‘જનનીની જોડ સખી નહીં મળે રે લોલ!’ ‘મા વિના સૂનો સંસાર.’ ‘મા તે મા, બીજા વગડાના વા!’ એટલું જ નહીં તે તેને શબ્દોમાં અને સાહિત્યમાં પણ ટોચે બેસાડે છે એ જુઓ: ‘જે કર ઝુલાવે પારણું તે કર જગ પર શાસન કરે!’ આટલો આદર અને સન્માન તથા ભક્તિ સ્ત્રી પ્રત્યે હોય તો ભ્રૂણ હત્યા શા માટે? વાસ્તવિકતામાં તેનો આવો અનાદર શા માટે? દુષ્કર્મ અને યૌન શોષણ શા માટે? શા માટે તેનું જીવન સુખમય, સુંદર અને પ્રસન્નકર નથી? શા માટે તેની વેદના-વ્યથા કોઈ સમજતું નથી? કે પછી ‘આપણે શું? ચાલે છે તેમ ચાલવા દો’, જેવી નઘરોળ માનસિકતામાંથી બહાર નીકળવાની આળસ છે! આ ન ચાલે, આ માનવજાતની શરમ છે. માણસ ઉન્નત મસ્તકે ચાલી ન શકે, તેનું મસ્તક શરમથી ઝૂકી જવું જોઈએ.

આ રોગ અસાધ્ય નથી જ. માનવીની માનસિકતા બદલાવી જોઈએ. પુરુષનો સ્ત્રી પ્રત્યેનો અભિગમ ખરેખર બદલાવો જોઈએ. દંભ નહીં, હકીકતમાં તેમાં પરિવર્તન થવું જોઈએ. એમ ન વિચારો કે એક માણસ તરીકે હું એકલો આ બાબતમાં શું કરી શકું? આપણે સાથે મળીને વિચારીએ કે આપણે આ દિશામાં શું કરી શકીએ?

સહુ પ્રથમ તો આપણે આપણું પોતાનું માનસિક વલણ બદલવું જોઈએ. દીકરી તરફ યોગ્ય અને તંદુરસ્ત દૃષ્ટિકોણ ધરાવવો જોઈએ. બીજા લોકોને પણ આપણે સમજાવી શકીએ. ખોટી વિચારધારા બદલી શકીએ. બાળકોને નાનપણથી જ સાચી સમજ આવે તેવી કેળવણી આપવી જોઈએ. સ્ત્રીઓ પ્રત્યે સ્વસ્થ વલણને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમને મદદરૂપ થવું જોઈએ. પુત્રીના જન્મ સમયે વાતાવરણ આનંદમય બનાવી સહુએ ખુશ થવું જોઈએ. જરૂર પડે ત્યારે તેને સપોર્ટ આપવો જોઈએ. બાળકનો જન્મ ઈશ્વરનું વરદાન છે. પુત્ર હોય કે પુત્રી, બંનેને સારું શિક્ષણ અને પોષણ મેળવવાનો સમાન અધિકાર છે. બાળકો પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે યોગ્ય નથી હોતી. તેમનું જીવન સારી રીતે જીવવાનો તેમનો જન્મસિદ્ધ હક્ક છે. ‘કન્યા એટલે સાપનો ભારો’ એ ખોટી વિચારધારાને બદલે સ્ત્રી જીવનનો આધાર છે એ સમજ આપવી જોઈએ. ગાડાનાં બંને પૈડા બરોબર હોય તો જ જીવનનું ગાડું સારી રીતે ચાલે. જો સ્ત્રી ન હોય તો આપણું અસ્તિત્વ ન હોય. સ્ત્રીનું સર્જન ઈશ્વરે બહુ સમજી વિચારીને કર્યું છે. કવિએ કહ્યું છે: ‘માં કા સર પર હાથ જો તેરે ઈશ્વર કા ક્યા કામ? જય જય મૈયા તુઝે પ્રણામ’, આપણે નાના હતા, ઉછેરીને મોટા કોણે કર્યા? એ જ સ્ત્રી આપણી શક્તિ છે. સ્ત્રીનું અસ્તિત્વ માનવજાતનું અસ્તિત્વ છે. તે નથી તો ‘કુછ ભી નહીં.’ પરંતુ જો સહુ સાથે મળીને સંકલ્પ કરીએ તો આપણે નારીનું ગૌરવગાન કરી શકીએ ‘યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ…નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ’. સાચા અર્થમાં ત્યારે જ માતા માટે કહી શકીએ કે ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી.’ દુહિતા છે તો દુનિયા છે, પુત્રી છે તો પરમાત્મા છે, આપણે બેટી થકી બડભાગી છીએ, આત્મજાને લીધે જ આત્મા છે, તનયા હોય તો જ તન હોય, દીકરી  દીકરી તો દેવોને પણ દુર્લભ છે…ભગવાન શ્રીરામચંદ્ર કે શ્રીકૃષ્ણ ભગવાનને દીકરી ક્યાં હતી!

‘બેટી બચાવો’ એટલે જ ‘અસ્તિત્વ બચાવો’, માનવજાતને બચાવો. દીકરીને પણ આ પૃથ્વી પર આવવાનો, જીવવાનો અને જીવનને માણવાનો દીકરા જેટલો જ અધિકાર છે. એ અધિકાર તેની પાસેથી છીનવી લેવાનો હક્ક મને, તમને કે બીજા કોઈને ય નથી. જે આપણે આપીએ તે પાછું ન લેવાય અને જે આપણે આપ્યું જ ન હોય તે તો લેવાની વાત પણ ન કરી શકાય. ઈશ્વર આપવાવાળા હોય તો આપણે લેવાવાળા કોણ? તેથી બેટી બચાવીને આપણે તેને નહીં પરંતુ આપણે ખુદ આપણને પોતાને જ ઉપકૃત કરીએ છીએ!

Hatshad  Dave  akshar anand. Com

બુધવાર, 1 જૂન, 2016

Pravesh utsav 2016-17


કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૧૬-૧૭ના આયોજન માટે માર્ગદર્શક સૂચનાઓ
(૧) કાર્યક્રમનું આયોજન ગ્રામ્ય વિસ્તાર માટે તા.8;9;10 જૂન-૨૦૧૬ અને શહેરી વિસ્તાર માટે તા.૧૬,૧૭, ૧૮, જૂન-૨૦૧૬ નક્કી થયેલ છે.
(૨) રાજ્ય કક્ષાએથી કાર્યક્રમમાં ભાગ લેનાર માન.મંત્રીશ્રીઓ તથા અખિલ ભારતીય સેવાના અધિકારીશ્રીઓની યાદી તૈયાર કરીને, તેઓ કયા જિલ્લાના કાર્યક્રમમાં ભાગ લેશે તેની વિગતો/યાદી શિક્ષણ વિભાગ કક્ષાએથી મોકલી આપવામાં આવશે.
(3) રાજ્યના શિક્ષણને લગતી યોજનાઓને લગતી માહિતી - સાહિત્ય તૈયાર કરી જિલ્લાને આપવામાં આવશે.
(૪) જિલ્લાઓને કાર્યક્રમની ઉજવણી તથા તેના પ્રચાર-પ્રસાર માટે ગ્રાન્ટ ફાળવી આપેલ છે.
(પ) રાજ્ય કક્ષાએથી સમગ્ર કાર્યક્રમનું મોનિટરીંગ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે.
(૬) આ કાર્યક્રમ ૩ દિવસનો રહેશે, દરેકે દરેક ગામ આવરી લેવાના રહેશે. દરરોજ એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળાની મુલાકાત લેવાની રહેશે. રાજ્ય કક્ષાએથી આવતાં અધિકારીશ્રી/પદાધિકારીશ્રી, ધારા સભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીઓને રોજની એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળાની ફાળવતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાને રાખી શાળા ફાળવવાની રહેશે.કક્ષાએથી સુનિશ્ચિત થયેલ તાલુકાઓની જ શાળાઓ ફાળવવી. -આ શાળાઓનો ધો.-૮ થી ૯ નો ડ્રોપ આઉટ રેશિયો ર૦ કરતાં વધુ ઉંચો હોવો જોઇએ. ડ્રોપ આઉટ રેશિયો પ કરતાં વધુ ઉંચો હોવો જોઇએ. ગુણોત્સવ કે માં 'સી' અથવા “ડી ગ્રેડની હોવી જોઇએ.
(૭) પ્રાથમિક શાળાઓમાં ધો.૧ માટે તેમજ સરકારી માધ્યમિક શાળાઓ / આરએમએસએ શાળાઓ/ગ્રાંટ ઇન એઇડ માધ્યમિક શાળાઓમાં ધો.૮ ના વિદ્યાર્થીઓનો પ્રવેશ કાર્યક્રમ યોજવાનો રહેશે. -પ્રવેશોત્સવ તેમજ શૈક્ષણીક મૂલ્યાંકનના કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે.
(૮) જિલ્લાંની/મ્યુનિસિપલ વિસ્તારની અમલીકરણ સમિતિની બેઠકો બોલાવવી.
(૯) ઓછા નામાંકન અને ઓછા સ્થાયીકરણ, વધારે ગેરહાજરી ધરાવતા વિસ્તારો તથા વર્ગ વિશેષ જાતિઓ સુનિશ્ચિત કરવી તથા તે અંગેની સમસ્યાઓના નિરાકરણ માટે વર્ષ દરમ્યાન અસરકારક આયોજન ઘડવું.
(૧૦) જિલ્લાના રૂટ નિયત કરીને, રાજ્ય કક્ષાએથી આવનાર મહાનુભાવોના રૂટ તેમજ જિલ્લા કક્ષાના કયા અધિકારી / કર્મચારીઓ ભાગ લેશે તેની યાદી તૈયાર કરવી તથા મુલાકાત લેનાર અધિકારીશ્રીઓને સમયબધ્ધ કાર્યક્રમની રૂપરેખા આપવી.
(૧૧) કાર્યક્રમને લગતી કીટ્સ તૈયાર કરવી તથા તેનું વિતરણ રાજ્ય કક્ષાના પદાધિકારીઓ/અધિકારીઓને તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓને સંબંધિત જિલ્લા કચેરીઓએ જ સમયસર, ઓછામાં ઓછા પાંચ દિવસ પહેલા કરવાનું રહેશે. -
(૧૨) કાર્યક્રમમાં વધારેમાં વધારે લોકભાગીદારી ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવા.
(૧૩ )કાર્યક્રમ અંગે રાજ્ય કક્ષાએથી માંગવામાં આવતી માહિતી તાત્કાલિક પૂરી પાડવામાં આવે તે માટે એક અધિકારીની નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરીને, તેમના મોબાઇલ નંબર સહિત સંપર્ક થઇ શકે તેવી માહિતી સાથે સંબંધિતોને તેની જાણ કરવી.
(૧૪) કાર્યક્રમ દરમ્યાન થયેલ નામાંકન તથા મળેલ દાન/લોકસહયોગ અંગેની માહિતી નિયત નમૂનામાં ત્વરિત પૂરી પાડવી.
(૧૫) રાજ્યમાં સાક્ષરતા દરની સૌથી ઓછી સરેરાશ ધરાવતા ગામ, તાલુકા અને જિલ્લાઓને પ્રાધાન્ય આપવામાં આવે તથા તેમાં પણ સૌથી ઓછા સ્ત્રી સાક્ષરતા દર અને પુરૂષ સાક્ષરતા દરને ધ્યાનમાં રાખી તે વિસ્તારની શાળાઓમાં સાક્ષરતા દરને ઉત્તેજન મળે તે માટે રાજ્યના મહાનુભાવો માન.મંત્રીશ્રીઓ, બોર્ડ/નિગમના અધ્યક્ષશ્રીઓ, માન.સંસદસભ્યશ્રીઓ તથા માન.ધારાસભ્યશ્રીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે મુજબનું આયોજન કરવાનું રહેશે.
(૧૬) કાર્યક્રમની ગુણવત્તા, અસરકારકતા તેમજ સ્થાનિક પરિબળોને ધ્યાને લઇ રાજ્ય કક્ષાએથી આપેલી
સૂચનાઓ સિવાય ઉચિત જણાય તેવા ફેરફાર સ્વવિવેકથી કરી શકાશે.
(૧૭) પ્રવેશોત્સવનું સ્થળ પ્રાથમિક શાળાના કેમ્પસમાં રાખવાનું છે જ્યાં આંગણવાડી અને પ્રાથમિક શાળાનો પ્રવેશોત્સવ કરવાનો રહેશે.ધો.૯માં પ્રવેશતા વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ માધ્યમિક શાળામાં કરવાનો રહેશે.
(૧૮) ધો.૮ પછી ધો. ૯માં પ્રવેશ પામવા કેટલા વિદ્યાર્થીઓએ ધો.૯માં પ્રવેશ મેળવ્યો અને કેટલા
વિદ્યાર્થીઓએ આઇ.ટી.આઇ. માં પ્રવેશ મેળવ્યો અથવા છોડી દીધો તે માહિતી મેળવવી.
(૧૯) સીઆરસી હેઠળ આવતી શાળાઓમાં જે બાળકોએ ધો.૮ પાસ કરેલ અને ધો.૯માં પ્રવેશ મેળવેલ છે કે કેમ અથવા ડ્રોપ આઉટ થયેલ છે, અથવા ધો.૯માં કઇ શાળામાં પ્રવેશ મેળવેલ છે તેની વિગતો તૈયાર કરવાની જવાબદારી જે તે સીઆરસીની રહેશે.
(૨૦) શાળા પ્રવેશોત્સવ-૨૦૧૬ માં જોડાનાર મહાનુભાવોમાં માન. મુખ્યમંત્રીશ્રી, માન.મંત્રીશ્રીઓ, સંસદીય સચિવશ્રી. બોર્ડ નિગમના અધ્યક્ષશ્રી, આઇ.એ.એસ. અધિકારીશ્રી, આઇ.પી.એસ. અધિકારીશ્રી, આઇ.એફ.એસ.અધિકારીશ્રી ઉપરાંત ર૬ સાંસદો તેમજ પોતાના વિસ્તારના ધારાસભ્ય, સંસદસભ્ય મેયર અને જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી તેમના મત વિસ્તાર પૂરતી શાળા પ્રવેશોત્સવની કામગીરી સોંપવી જેના માટે જે તે જિલ્લાના કલેક્ટરશ્રીઓએ મીટીંગ બોલાવબ્રિફ કરવાનું રહેશે.
(૨૧) ગુણોત્સવ-૬ ના પરિણામ આધારિત જે તે શાળા 'સી'-'ડી’ ગ્રેડમાં આવેલ છે તેને 'એ' અને ‘બી’ ગ્રેડ
સુધી પહોંચાડવાની જવાબદારી જે તે શિક્ષકની નક્કી કરવામાં આવશે.
(૨૨) બાળકોને સુખડી સાથે કેળાં, ચીકુ, સફરજન, દ્રાક્ષ જેવા ફળો આપી શકાય તે અંગે પણ કાર્યવાહી કરવી.
(૨૩) શાળા પ્રવેશોત્સવની મિટિંગમાં આ કાર્યક્રમ સાથે જોડાયેલ વિભાગ જેવા કે મહિલા અને બાળ વિકાસ વિભાગ, સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ, આદિજાતિ વિભાગ, આરોગ્ય વિભાગ તથા વન અને પર્યાવરણ વિભાગને પણ હાજર રાખવા.
(૨૪) પ્રવેશોત્સવ કાર્યક્રમની કાર્યસૂચિમાં મનુષ્ય ગૌરવગાન અભિનય સાથે થાય જેમાં ગાવાવાળુ ગ્રુપ અલગ અને અભિનય કરવાવાળુ ગ્રુપ અલગ રાખી પ્રદર્શિત કરી શકાય તે મુજબ આયોજન કરવું
(૨૫) યોગ પરિચય નિદર્શનમાં માત્ર દસ-પંદર બાળકો દ્વારા અલાયદુ સ્ટેજ બનાવી કરાવું. બધાજ વિદ્યાર્થીઓને સામેલ ન કરવા.
(૨૬) પદાધિકારીઓ/અધિકારીઓને ફૂલ, ગુલાબ, પાંદડી, ચંદન, તિલકથી સ્વાગત કરવાની જરૂર નથી.
(૨૭) પ્રવેશ પામતા બાળકોના ડ્રેસ ઉપર તેમના નામનું બેઇઝ લગાવી શકાય તેમજ પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને જે પાઠયપુસ્તક આપવામાં આવે તેના ઉપર નામ લખવાનું કે સ્ટીકર લગાવવાનું રહેશે. તેમજ વિદ્યાલક્ષ્મી બોન્ડની કોપી જો મળવાપાત્ર હોય તો પણ સાથે રાખી તેને આપી શકાય. આ અંગેની જવાબદારી જે તે શાળાના શિક્ષકને સોંપવી.
(૨૮) યોગથી નિરોગી, સ્વચ્છતા અભિયાન બેટી બચાવો. પણી બચાવો, વૃક્ષારોપણ વિષય પર તા.૬ થી ૮ જૂન દરમ્યાન બાળકોને વકતવ્ય તૈયાર કરાવવાની જવાબદારી શિક્ષકોની રહેશે. પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓનું વકતવ્ય રાખવું.
(૨૯) ગુણોત્સવ- ના આધારે શાળાનું રીપોર્ટ વિદ્યાર્થીઓની વિગતો શાળાઓને પુરી પાડવી અને તે મુજબ શાળાએ કામ કરવું.
(૩૦) જે તે શાળામાં ખૂટતા વર્ગોની મંજૂરી મળેલ હોય તો તેની જાહેરાત કાર્યક્રમ દરમ્યાન કરવાની રહેશે. તે જ રીતે નવા વર્ગખંડોની આવશ્યકતા અંગે માંગણી ચકાસીને મંજૂરી બાબતે કાર્યવાહી પણ હાથ ધરવાની રહેશે. તદુપરાંત નવા વર્ગખંડ માટે જમીનની માંગણી થયેલ હોય તો તે બાબતે જમીન ઉપલબ્ધ હોય તો ફાળવણી કાર્યવાહી આ કાર્યક્રમ અગાઉ પૂર્ણ થાય તે જોવું
(૩૧) પ્રવેશ પામતા બાળકોની આરોગ્ય ચકાસણી કરાવવી.
(૩૨)પ્રવેશ સમયે પાત્રતા ધરાવતા બાળકોને વિદ્યાલક્ષ્મીબોન્ડ, શિષ્યવૃત્તિ મળે તેની કાળજી રાખવી.
(૩૩) આરટીઇ હેઠળના વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તકો વગેરેના રૂ.૩૦૦૦/- સમયસર ચૂકવાય
તેની કાળજી રાખવી.
(૩૪) આરટીઇ હેઠળ વિદ્યાર્થીઓને જે શાળામાં પ્રવેશ આપેલ હોય તે ખાનગી પ્રાથમિક શાળાની
મુલાકાત મહાનુભાવ દ્વારા લેવાય તે જોવું
પ્રવેશોત્સવ વખતે શાળા કક્ષાએ હાથ ધરવાની કાર્યવાહી માટેનીસૂચનાઓઃ
(૧) દરેક શાળામાં ‘મનુષ્ય તું બડા મહાન હૈ - ગૌરવગાનથી કાર્યક્રમની શરૂઆત કરાવવી તથા એક દેશ ભક્તિગીતનું ગાન કરાવવું.
(૨) શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ઉપસ્થિત વાલીગણ દ્વારા ઉલ્લાસમય વાતાવરણ તૈયાર કરી શાળામાં
નવીન પ્રવેશ મેળવતા બાળકોનું સ્વાગત કરીને નીચેના ક્રમ પ્રમાણે પ્રવેશ આપવો.
* સૌ પ્રથમ આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવવો. - * ત્યારબાદ ધો.૧ માં પ્રવેશપાત્ર બાળકોને uag, autotal,
* જ્યાં માધ્યમિક શાળા હોય ત્યાં ધોરણ-૯ના auথমিল પ્રવેશ અપાવવો..
• શાળા છોડી ગયેલા ૬-૧૪ વય જૂથના તમામ બાળકોને પુનઃપ્રવેશ કરાવવો. (શાળા છોડી ગયેલા તમામ બાળકોની યાદી શાળાના આચાર્ય તૈયાર કરશે)
•ધો.૬ ન હોય તેવી શાળાના ધો..પ ના બાળકોને નજીકની શાળામાં પ્રવેશ કરાવવો, ધો.૮ ન ધરાવતી શાળાના ધો.૭ ના બાળકોને નજીકની શાળામાં પ્રવેશ કરાવવો.
(૩) નામાંકન સાથે કુપોષિત બાળકો માટે નિવારક કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
(૪) એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી દ્વારા કાર્યક્રમનું સંચાલન થાય તેવું આયોજન કરવું.
(પ) વાલીઓમાં શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા કેળવાય તેવા હેતુસર સાંસ્કૃતિક કાર્યક્રમનું
આયોજન કરવું.
(૬) શાળામાં જે તે દિવસે બાળકોને વિનામૂલ્ય પાઠયપુસ્તકો, વિદ્યાલક્ષ્મી બોન્ડ, શિષ્યવૃતિ,
ગણવેશ, વિદ્યાદીપ વિમા યોજનાના ચેક વગેરેનું વિતરણ કરવું.
(૭) વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અંગે વાલીઓને માહિતગાર કરવા તથા પાત્રતા ધરાવતી કન્યાઓને કાર્યક્રમ
વખતે બોન્ડ આપવા.
(૮) પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાલક્ષ્મી બોન્ડ ધરાવતી કન્યાઓને પાકતી મુદતના
બોન્ડની રકમના ચેકનું વિતરણ કરવું
(૯) ધો. ૩ થી ૮ માં પ્રથમ ત્રણ ક્રમાંકે ઉત્તર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવું.
(૧૦) દાતાઓ, સહકારી સંસ્થા કે સ્વચ્છિક સંસ્થાઓનો સંપર્ક કરી દાન/લોકફાળો મેળવવા પ્રયાસ કરવા
તથા દાતાઓનું સન્માન કરવું. -
(૧૧) શહિદોના નામકરણવાળી શાળામાં જે તે શહીદવીરને શ્રધ્ધાંજલી અને બાળકો દ્વારા
વાર્તાલાપ
(૧ર) જે શાળા ૧૦૦ વર્ષ કરતા જુની છે તે શાળામાં વિશિષ્ટ કાર્યક્રમ (૧૩)શાળામાં ભણેલા ગામમાં રહેતા વયોવૃધ્ધ વ્યક્તિઓનું સન્માન (૧૪) શાળામાં ભણેલા અને પોતાના કાર્યક્ષ


ક્ષેત્રમાં ખાસ યોગદાન આપેલ હોય તેવી વ્યકતિઓનું સન્માન
(૧૫)શાળાના સ્થાપના, વિકાસની બાબતો, લોક સહયોગ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ (નિવૃત્ત
શિક્ષક,ડોકટર,એન્જીનીયર,ઉદ્યોગપતિ વગેરે)ની યાદી તૈયાર કરવી.
(૧૬) જે જિલ્લામાં જાહેર સાહસની સંસ્થાઓ હોય તેમનો સહયોગ મેળવવો.
(૧૭) જેવાકે IFFCo,ONGC.KRIBHco,NTPC.GSPC કોર્પોરેટ ક્ષેત્રની બેંક અને ડેરી સંસ્થાઓનો સહયોગ
(૧૮)SMC ની અલગ બેઠક વ્યવસ્થા રાખવી અને SMc ના સભ્યોને ઓળખપત્ર આપી બીજી હરોળમાં સ્થાન આપવું.
(૧૯)દરેક વક્તા જે શાળામાં જાય તે શાળાના ડ્રોપ-આઉટ રેટ વિશે ચર્ચા કરે (શાળાનો ડ્રોપ-આઉટ રેટ
મુખ્ય શિક્ષક આપશે.)
(૨૦)ગામના લોકોની સાક્ષરતા અંગે વકતવ્યમાં સમાવેશ કરવો અને સાક્ષરતા અભિયાન દ્વારા નિરક્ષર
લોકોના શિક્ષણ અંગે જાગૃતી લાવવી.
*સામાજીક/શૈક્ષણિક સંસ્થાઓની સહ-ભાગીદારી
- સામાજીક/શૈક્ષણિક જૂથો/સંગઠનો
- લોકહિતમાં કાર્ય કરતા મંડળો
- યુનિવર્સિટીઓ અને ുടെ જૂથો
*પ્રવેશોત્સવ દરમ્યાન
-સવારે પ્રભાત ફેરી -દાતાઓ, સ્વચ્છીક સંસ્થાઓનો સંપર્ક કરીને દાન લોકફાળો મેળવવો-દાતાઓનું સન્માન -તમામ એસ.એમ.સી. સભ્યો અને વાલીઓની ઉપસ્થિતી
-શાળા બહારના બાળકોની માહિતીનું જાહેર વંચાણ
-ગામના સા8ારતા દર અને વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ વિશે ચર્ચા
* શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આયોજનની જવાબદારી
• રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓ આવરી લેવાની રહેશે. -
• રાજ્ય કક્ષાનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા થશે.
• ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારના કાર્યક્રમનું આયોજન કલેક્ટરશ્રી દ્વારા થશે.
• મહા નગરપાલિકાનું આયોજન મ્યુનિ.કમિશ્નરશ્રીના દ્વારા થશે.
* કાર્યક્રમને લગતું સાહિત્ય, કીટ્સ વગેરેની વહેંચણી
• પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓને કીટનું વિતરણ જિલ્લા કક્ષાએથી કરવાનું રહેશે.
• પ્રવેશોત્સવના બ્રોસર અને પોસ્ટર રાજ્ય કક્ષાએથી જિલ્લા કક્ષાએ પહોંચાડવામાં આવશે.
• વિદ્યાલક્ષ્મી બોન્ડ અને શાળા પ્રવેશોત્સવની ગ્રાન્ટ રાજ્ય કક્ષાએથી ફાળવવામાં આવશે.
• વિદ્યાલક્ષ્મી બોન્ડ મેળવવા પાત્ર ધો. ૧ માં પ્રવેશ મેળવેલ કન્યાને વિદ્યાલક્ષ્મી બોન્ડનું વિતરણ કરવાનું રહેશે.
* કાર્યક્રમની અન્ય બાબતો
• રોજ બે શાળાની મુલાકાત.
• *ત્રણ વર્ષ પૂર્ણ કરનાર બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવો

શુક્રવાર, 13 મે, 2016

હું ગુજરાત છું.


Read this amazing essay about Gujarat by Jay Vasavada....


દોસ્ત, હું ગુજરાત છું.

જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત.

હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું, અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને ઘાયલ થયેલા અમૃતના શબ્દોનું મોતી છું, કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર
ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું, ગુજરાત!

સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે, અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે.

મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે. ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી, અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા
સુધી ગુજરાતની અહાલેક વાગે છે.

ભારતની છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે. કાલિંદીની પાણીદાર લટો સાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએ ગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું, અને
દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું. ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા રહી, રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી, નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયે આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા.

હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને જલારામ વીરપુરની બુંદીનું બેસન છું. મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે અને મારી બળબળતી રેતી પર શ્વાનસંગાથે પાણી લઇ દાદા મેકરણ ધુમ્યા છે. મધરાતે એકતારા પર ગુંજતા દાસી
જીવણના ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું. મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ! જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું.

વ્હાલા, હું ગુજરાત છું
મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે. પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે. મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે. મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો
ધીરગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે. મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઊંમર ૫૦ની હશે, પણ મારી ઊંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.

મેં અણહિલવાડના વનરાજ ચાવડાને સિંહોની વચ્ચે ઉછરતો જોયો છે, મેં મૂળરાજ સોલંકીની તલવાર અને આશા ભીલના તીરકમાન જોયા છે. મને સિદ્ધરાજ જયસિંહે કાઢેલી મારી ભાષાના વ્યાકરણગ્રંથ ‘સિદ્ધહૈમશબ્દાનુ શાસન’ની શોભાયાત્રા માટેની હાથીની એ ભવ્ય અંબાડી અને જસમા ઓડણની ચીસ પણ ફાંસ બનીને ભોંકાઇ છે, મારા દિલમાં. અહમદશાહના ઘોડાની ટાપ પણ મેં જીરવી છે અને મોહમ્મદ બેગડાની મૂછના વાંકડા વળ પણ
મેં નીરખ્યા છે.

હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું, અને જીવરાજ મહેતાના ખાદીના ઝભ્ભાના સળમાં ય હું લપાતું હતું. માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર હું પગ લંબાવી બેઠું છું અને ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે. કે શુ ભાઇ કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું. હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું.

હું જુમા ભિસ્તીના દેહ પર વળેલો પરસેવો છું. દીકરીના કાગળની વાટ જોતા કોચમેન અલી ડોસાની આંખે નેજવું કર.

ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ધુંટ પીધા છે અને શંકરસિંહ બાપુની ટનાટન વાતોને બડી
મુગ્ધતાથી સાંભળી છે અને હા, મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને નરેન્દ્ર મોદી મળ્યા છે. એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે- અને એમને લીધે જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે. એમણે મને હવામાં ઉછાળીને ગેલની કિલકારીઓ કરાવી છે, અને સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.

અરે વાહ, હું ગુજરાત છું!
મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે, અને એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે. અમેરિકન મેગેઝીનોમાં ચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું... અને મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડસના
પારણા હીંચોળ્યા છે. સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાંની આભલા મઢેલી ઝમક છું. રવિશંકર રાવળ અને કનુ દેસાઈની હું રેખાઓ છું. સપ્તકના તબલાની થાપ અને કુમુદિની-મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.

હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના ફરફરતા પાનાઓમાં, હું છું સયાજીરાવ ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં રાજા રવિવર્માના ચિત્રોમાં! હું પગથિયા ઉતરૂં છું અડાલજની વાવમાં અને પગથિયા ચડું છું અમદાવાદની ગુફાના! લખતરની છત્રી મારા તડકાને ટાઢો કરે છે અને સીદી સૈયદની જાળી એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની ભાત મૂકે છે. હઠીસિંગની હવેલીના ટોટલે ખરતું હેરિટેજનું
પીછું હું છું અને ધોરડોના સફેદ રણમાં ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું.

ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું છું, અને નલીયામાં ઠરીને પડતું હિમ પણ! નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી અગિયારીનો આતશ પણ મારો છે, અને ગોઘૂલિટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે. મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે, અને લાલ લાલ સનેડો ગાઈને ચ્યોં ચ્યોં જતા છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.

ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે. હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું, વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું. ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું, અને રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું. મેં જેટલા રસથી એકલવીર જોધા માણેક, દાના દુશ્મન જોગીદાસ
ખુમાણની બહારવટાની શૌર્યકથાઓના ધૂંટડા ભર્યા છે, એટલા જ રસથી વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરના અમૃતરસના પણ ધૂંટડા ગટગટાવ્યા છે. મારી થાળીમાં ષટરસ છે, મારા હોઠ પર પાનથી લાલ થયેલ તંબોળરસની લાલિમા છે, અને મારા ગલોફામાં ઝેરી ગૂટકાના ચાંદાની કાલિમા પણ છે.

મારે ત્યાં સ્વયમ નટરાજના અર્ધાંગિની પાર્વતીએ પૌરૂષના રૌદ્રરસ સામે પ્રકૃતિના લાસ્યરસ સમું શીખેલું નૃત્ય, અનિરૂઘ્ધના પ્રેમમાં પડી કૃષ્ણના ઘેર સાસરે આવનાર કૈલાસશિષ્યા ઉષાએ રાસના સ્વરૂપમાં રોપ્યું છે. મોઢેરાના સૂર્યમંદિરના મૈથુનશિલ્પોમાં ઉપસતા ઉન્નત ઉરોજની પુષ્ટ ગોળાઈ પર લપસતી નજર છું હું! અને રાણકી વાવની શિલ્પાંગના તણા નિતંબે સરકતો કંદોરો છું હું! મારા હોંઠો પર
વલસાડ પાસે જન્મેલા કામસૂત્રના ઋષિ વાત્સ્યાયને વર્ણવેલા ચુંબનની ભીનાશ હજુય તરવરે છે.

હું બ્રહ્મચારી યોગાચાર્યોની સનકમાં પણ છું, અને વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ નવરાત્રિમાં હિલ્લોળ લેતી નવયૌવનાઓના સુંવાળી ત્વચા પર ઠુમકતી ઝાંઝરની ખનકમાં પણ છું! હું ભેંકાર રડીને લોહીના આંસુએ અગનવર્ષા કરતા માંગડાવાળાની અઘુરી પ્રીત છું. હું શેણી માટે એક હજાર નવચંદરી ભેંસો એકઠી કરવા ગયેલા વીજાણંદના રાવણહથ્થા પર પીગળતું ગીત છું. ઓઢા અને હોથલનું આલિંગન છું હું, અને
ખેમરો લોડણનું આકર્ષણ છું હું! મેં તાંબાવરણી છાતી કાઢીને બરડા જેવા ડુંગર ધમરોળતા મેર-આહીર જુવાનોની રૂંવાડે રૂંવાડે છલકતી મર્દાનગી જોઈ છે અને મારા ડેનિમ થકી જ ભારતભરની યુવતીઓની લચકતી ચાલ પર વીંટળાતી બ્લ્યુ જીન્સની સિડક્ટિવ કાંચળી જોઈ છે. ભૂ્રણ હત્યાથી માત્ર દીકરી હોવાને લીધે ઘોંટાઈ જતા જીવનની ધૂટનનો મૌન ચિત્કાર પણ હું છું.

ડાર્લિંગ , હું ગુજરાત છું!
સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર અને બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર એન.આર.જી. છું હું. વાયબ્રન્ટ મકરસંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વઘુ શોક રાખનાર કાચપાયેલો માંજો છું હું. હું હજાર નંગ પુસ્તક નથી જીરવી શકતું પણ રોજ અડધો કરોડ અખબારી નકલો પચાવી જાવ છું! કણબીનું હળ છું, કસબીની હથોડી છું. હું હોળીની પીળી ઝાળ છું અને દીવાળીની સતરંગી
રંગોળી છું. હું નર્મદના ડાંડિયે પીટાયેલા મારા આકારનો પોકાર છું. હું કાકાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું. હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું.

હું જુમા ભિસ્તીના દેહ પર વળેલો પરસેવો છું. દીકરીના કાગળની વાટ જોતા કોચમેન અલી ડોસાની આંખે નેજવું કર.

શનિવાર, 9 એપ્રિલ, 2016

English Grammar



🎁 🎁THE NOUN🎁🎁


-🍓🎈The Noun> 🎈🍓
▶કોઈ વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે ભાવ માટે વપરાતા નામ ને noun કહે છે.
🎈જેને મુખ્યત્વે પાચ પ્રકાર છે.

🔋1> Common noun ▶(સામાન્ય નામ): dog, pen, boy, ball, bag etc.

🔋2>     Proper noun  (સંજ્ઞાવાચક નામ): 
▶Dhaval, Mehul, Priya, Gujarat, Patan etc.

🔋3>  Abstract noun (ભાવવાચક નામ):
▶ love, joy, beauty, anger, pity etc.

🔋4>  Collective noun  (સમૂહવાચક નામ): 
▶team, cattle, people, herd, group etc.

🔋5>  Mass noun (દ્રવ્યવાચક નામ): 
▶milk, water, gold, wine, sugar etc.



⏰⏰Preposition(નામયોગી અવયવ):-⏰⏰

🍓🎈Prepositionએટલે નામયોગી અવયવ. Preposition નુ કાર્ય નામ, સર્વનામ, કે નામ નુ કાર્ય કરનાર શબ્દ સાથે સંબંધ દર્શાવવાનું છે.
🍒e..g. Priya puts the bag on the table.

🍓🎈અહીંયા ‘બેગ’ અને ‘ટેબલ’સાથેનો સંબંધ ‘on’દ્વારા દર્શાવાયો છે.જે સ્થળ સૂચવે છે.આ રીતે Preposition
દ્વારા સ્થળ ,સમય, દિશા,ગતિ વગેરે સૂચવાય છે.અહીંયા આપણે અલગ અલગ Preposition અભ્યાસ કરીશું.




🍓🎈>એકવચન માંથી બહુવચન Noun બનાવવા ના નિયમો.

🌷‘S’  લગાડીને
🛢Pen-pens         
🛢book-books        
🛢tree-trees
🛢Cow-cows         
🛢 bag-bags           
🛢boy-boys

🌷🎈‘ES’ લગાડીને
જયારે કોઈ સ્પેલીગ નો અંત s, sh, ch, ss, o કે x થી થતો હોય તો બહુવચન બનાવવા ‘es’લાગશે.

💊જેમ કે
🛢Glass-glasses   
🛢  bush-bushes                      🛢box-boxes
🛢Class-classes    
🛢  bench-benches                                🛢potato-potatoes

🌷🎈‘ies’ લગાડીને
જયારે સ્પેલિંગ નો અંત ‘y’ થી થતો હોય અને એની પહેલા વ્યંજન હોય તો બહુવચન બનાવવા ‘y’ને સ્થાને ‘ies’ લાગશે.

🛢City-cities     
🛢 baby-babies      
🛢 fly-flies
🛢Copy-copies 
🛢diary-diaries      
🛢 lady-ladies

🌷🎈પરંતુ જો ‘y’ પહેલા સ્વર હોય તો બહુવચન બનાવવા ‘s’ લાગશે.

જેમ કે
🛢boy-boys            
🛢 key-keys             
🛢 donkey-donkeys

🌷🎈‘ves’ લગાડીને
જયારે સ્પેલિંગ નો અંત ‘f’ કે ‘fe’ થી થતો હોય ત્યારે એ નીકાળી ને ‘ves’ લાગશે.

જેમ કે
🛢Calf-calves          
🛢leaf-leaves          
🛢self-selves
🛢Thief-thieves     
🛢knife-knives       
🛢life-lives
🛢Wolf-wolves      
🛢loaf-loaves         

🌷🎈અપવાદ:
🛢Proof-proofs      
🛢chief-chives        
🛢roof-roofs



🍓🎈કેટલાક નામ એકવચન અને બહુવચન માં અલગ જ સ્પેલિંગ ધરાવે છે.

💊જેમ કે
Man-men
goose-geese 
ox-oxen              
Mouse-mice     
foot-feet             
child-children
Tooth-teeth       
woman-women

🍓🎈કેટલાક નામ એકવચન અને બહુવચન માં એક જ સ્પેલિંગ ધરાવે છે.
જેમ કે
Deer                      
sheep                   
swine
Dozen                  
thousand            
pair
Fish                        
hundred              
series

🍓🎈કેટલાક નામ બહુવચન જેવા દેખાય છે પરંતુ હંમેસા એકવચન તરીખે જ વપરાય છે.
જેમ કે
News                    
politics                  economics
ethics                    mathematic       
athletics

🍓🎈કેટલાક જથ્થાવાચક નામ હંમેસા એકવચન તરીખે જ વપરાશે.
જેમ કે
Rice                        
fuel                        
advice
Furniture             
machinery           
stationery
Information        
luggage                                poetry

🍓🎈કેટલાક નામ હંમેસા બહુવચન તરીખે જ વપરાશે.
જેમ કે
Spectacles           
pants                     
scissors
Wages                  
tongs                     
valuables
Goods                   
movables            
eatables
Glasses                 
trousers               
stocks

🍓🎈કેટલાક સમુહવાચક વાચક નામ હંમેસા બહુવચન તરીખે વપરાશે.
જેમ કે
Cattle                    
police                    
folk
Public                    
people                  
audience
Mankind              
crowd                 
mob
Army                     
team                     
herd

🍓🎈કેટલાક નામ ના બહુવચન માં s/es પહેલા શબ્દ સાથે લાગશે.
જેમ કે
Son-in-law                          sons-in-law
Daughter-in-law               daughters-in-law
Looker-on                           lookers-on

🍓🎈કેટલાક લેટીન અને ગ્રીક નામ ના બહુવચન જોઈએ.
Medium-media                                datum-data                        radius-radii
Formula-formulae          crisis-crises                         basis-bases



🔮Indefinite Article ‘A’🔮&An





🔮Indefinite Article ‘A’🔮

🍓🎍>જયારે કોઈ શબ્દની સરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે તેની આગળ ‘a’ article લાગશે.

🍒જેમ કે a book, a student, a car, a house, a tiger etc.

🍓🎍જયારે કોઈ શબ્દની સરૂઆત સ્વર થી થતી હોય પરુંતુ તેનો ઉચ્ચાર વ્યંજન થી થતો હોય તો તેની આગળ પણ ‘a’ article લાગશે.

🍒જેમ કે a one dollar note, a European, a uniform, a union, a university, a useful thing, a unit etc.

🍓🎍> ‘a’ article ‘little’ અને ‘few’ સાથે પણ વપરાય છે જે હકાર મતલબ સૂચવે છે.

🍒જેમ કે There is a little water in the bottle you can drink it.

🌷There are a few boys 🌷who can do your work.

🍒>’દરેક’ના સંદર્ભ માં પણ ‘a’ article વપરાય છે.

🌷જેમ કે 50 rupees a kilo, ten times a week, 15 rupees a dozen.

🍓🎍 >‘a’ article ઉદગાર વાક્ય માં પણ વપરાય છે.

🎈જેમ કે What a nice time we have!

🌷How wonderful the Studyingon site is!

🌷What a beautiful you look!

🔮

🎁Indefinite Article ‘An’🎁

🍓🎍> જયારે કોઈ શબ્દની સરૂઆત સ્વર થી થતી હોય ત્યારે તેની આગળ ‘an’ article લાગશે.

🛏જેમ કે an apple, an orange, an umbrella, an elephant  etc.

🍓🎍>જયારે કોઈ શબ્દની સરૂઆત વ્યંજન થી થતી હોય પરુંતુ તેનો ઉચ્ચાર સ્વર થી થતો હોય તો તેની આગળ પણ ‘an’ article લાગશે.

🛏જેમ કે an x-raw machine, an hour, an honest person, an honorable man, an M.P., an SMS, an M.L.A., an L.L.B. etc.


ક્યારે' The' Article નહિ વપરાય🔮


🔮ક્યારે' The' Article નહિ વપરાય🔮

🍓🎈>કોઈ વસ્તુ કે પદાર્થ ના નામ સાથે The Article નહિ વપરાય

▶જેમ કે water,gold,vegetable etc.

🍓🎈_પરંતુ ચોક્કસ વસ્તુ અથવા પદાર્થ ના સંદર્ભ માં article The વપરાશે.
▶જેમ કે the water of the Ganga.

🍓🎈>સંજ્ઞાવાચક નામ સાથે The Article નહિ વપરાય
જેમ કે Suresh, Nisha, India, Gujarat etc.

🍓🎈>ભાષા ના નામ સાથે The Article નહિ વપરાય
▶જેમ કે Gujarati, Hindi, English etc.

🍓🎈>ઈમારતો ના નામ સાથે The Article નહિ વપરાય
▶જેમ કે school, house, college, university, temple etc.

🍓🎈-પણ ચોક્કસ ઈમારત ના સંદર્ભ માં The Article વપરાશે.

▶જેમ કે The school was very nice which I visited last time.

🍓🎈>ભોજન ના નામ સાથે The Article નહિ વપરાય
▶જેમ કે lunch, dinner, breakfast, supper etc.

🍓🎈>રમત ના નામ સાથે The Article નહિ વપરાય
▶જેમ કે cricket, football, chess, tennis etc.

🍓🎈>રોગ ના નામ સાથે The Article નહિ વપરાય.
▶જેમ કે fever, malaria, cancer, AIDS etc.

🍓🎈>કલર ના નામ સાથે The Article નહિ વપરાય
▶જેમ કે green, black, red etc.
▶(I liked the green sari.)

🍓🎈>વાર, મહીના અને ઋતુ ના નામ સાથે The Article નહિ વપરાય.
▶જેમ કે Sunday, July, Summer, Winter etc.

🍓🎈>તહેવારો ના નામ સાથે The Article નહિ વપરાય.
▶જેમ કે Holi, Diwali etc.



🔮ARTICLE આટિક્લ્🔮


🍓🎍અંગ્રેજી ભાષા માં ૨૬ મૂળાક્ષર છે. જેમાં a,e,I,o,u સ્વર(vowel) છે. અને બાકી ના વ્યંજન(consonant) છે.

🍓🎍અને અંગ્રેજી ભાષા માં ત્રણ article a, an અને the છે.a અને an article એકવચન માટે વપરાય છે જયારે the article એકવચન તેમજ બહુવચન બન્ને માટે વપરાય છે.

🍓🎍>a/an નો અર્થ ‘એક’ એવો થાય છે માટે તેઓ હંમેસા એકવચન સામાન્ય નામ પહેલા લાગશે.

🍓🎍>ગણી ન સકાય તેવા ભાવવાચક અથવા દ્ર્ર્વ્યવાચક નામ પહેલા article લાગશે નહિ.
જેમ કે water, milk, gold, love, anger etc.

🍓🎍>સંજ્ઞાવાચક નામ(proper noun) પહેલા article નહિ વપરાય.

🛏જેવા કે, Mehul, Mayur, Patan, Gujarat, India etc.


🍓🎈>પૂરી કોમ, જાતી કે નાગરીકતા સાથે
જેમ કે the Indians, the Hindus, the British, the Japanese etc.

🍓🎈>ઐતિહાસિક દિવસ કે ઘટના સાથે
🎍જેમ કે the Independence Day, the Industrial Revolution, the Republic Day etc.

🍓🎈>ટ્રેન, જહાજ, સબમરીન, મિસાઈલ કે વિમાન ના નામ સાથે
👇🏽જેમ કે the Vikrant, the Jambu Tavi, the Titanic, the Arihant, the Agni-2 etc.

🍓🎈>નંબર સાથે
🎍જેમ કે the first, the last, the next, the second etc.    

🍓🎈>જયારે કોઈ સામાન્ય નામ નો વિશેસણ તરીખે ઉપયોગ થયો હોય ત્યારે તેની સાથે
🎈જેમ કે You are the 🎍Gandhiji of our class.
🎍Patan is the Parris of Gujarat.

🍓🎈>Superlative Degree ના વિસેસણ સાથે
🎍જેમ કે the best, the longest, the biggest, the worst etc.

🍓🎈>Double comparative degree સાથે
🎍જેમ કે The more you work, the batter it is.
🎍The less work, the less you earn.

🍓🎈>વિસેસણ જ્યરે નામ(Noun) તરીખે વપરાય ત્યારે તેની સાથે
🎍જેમ કે થે the strong, the good, the dangerous, the perfect, the needy etc.


🎁 Definite article The🎁

🍓🎈>ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ માટે

🎍Ex. The pen which you gave me was very nice.

🎍The girl who came to your home was Tina.

🍓🎈>અજોડ વસ્તુ માટે
જેમ કે The moon, The sun, the sky, the earth, the sea etc.

🍓🎈>વસ્તુ કે વ્યક્તિ નો જયારે બીજી વાર ઉલ્લેખ કરવા માં આવે ત્યારે
🎍જેમ કે I met a boy. The boy was very claver.
🎍Gopi gave me a gift. The gift was costly.

🍓🎈>જયારે નામ નો પૂરી જાતી માટે ઉપયોગ થયો હોય ત્યારે
🎍જેમ કે The dog is a faithful animal.
🎍The pen is useful device.
🎍The rose is beautiful flower.

🍓🎈>નદીઓ, પર્વતમાળાઓ, મહાસાગર કે ખાડીઓ ના નામ સાથે

🎍જેમ કે The Ganga, The Himalayas, The Arabian sea etc.

🍓🎈>ધર્મગ્રંથો, ઐતિહાસિક ઈમારતો, કિલ્લાઓ, સ્મૃતિ ચિહ્નો સાથે
🎍જેમ કે The Gita, The Bible, The Taj Mahel, The Rani ki Vav, The Red Fort, The Ashok Chakra etc.

🍓🎈>દિશાઓ ના નામ સાથે
જેમ કે the East, the west, the south, the North etc.

🍓🎍>Newspapers અને Magazines ના નામ સાથે
🎈જેમ કે the Times of India, the Divy Bhaskar, the Safari

રવિવાર, 13 માર્ચ, 2016

ગુજરાતી વ્યાકરણ


✨શબ્દ સમૂહ માટે એક શબ્દ✨


         


1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની
2. ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
3. કમળની વેલ - મૃણાલિની
4. કરિયાણું વેચનાર વેપારી - મોદી
5. ઘરની બાજુની દિવાલ - કરો
6. ઘરનો સરસામાન - અસબાબ
7. ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
8. ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
9. ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
10. છાપરાનો છેડાવાળો ભાગ - નેવું
11. છોડી દેવા યોગ્ય - ત્યાજ્ય
12. જીત સૂચવનારું ગીત - જયગીત
13. જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું - અણમોલ
14. જોઇ ન શકાય તેવું - અદીઠું
15. ઝાડની છાલનું વસ્ત્ર - વલ્કલ
16. દહીં વલોવવાથી નીકળતું સત્વ - ગોરસ
17. દિશા અને કાળનો સમૂહ - દિકકાલ
18. દેવોની નગરી - અમરાપુરી
19. દોઢ માઇલ જેટલું અંતર - કોશ
20. ધનુષ્યની દોરી - પણછ
21. નાશ ન પામે એવું - અવિનાશી
22. નિયમમાં રાખનાર - નિયંતા
23. પાણીનો ધોધ - જલધોધ
24. પ્રવાહની મધ્યધારા - મઝધારા
25. બીજા કશા પર આધાર રાખતું - સાપેક્ષ
26. બેચેની ભરી શાંતિ - સન્નાટો
27. ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર
28. માથે પહેરવાનું વસ્ત્ર - શિરપાઘ
29. માથે બાંધવાનો છોગાવાળો સાફો - શિરપેચ
30. મૂળમાં હોય એના જેવી જ કૃતિ - પ્રતિકૃતિ
31. મોહ પમાડનાર શ્રીકૃષ્ણ - મોહન
32. યુદ્ધે ચડેલી વિરાંગના - રણચંડી
33. રથ હાંકનાર - સારથિ
34. રહીરહીને પડતા વરસાદનું ઝાપટું - સરવડું
35. લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - સંઘાડો
36. વપરાશમાં ન રહેલો હોય તેવો - ખાડિયો
37. વસંત જેવી સુંદર ડાળી - વિશાખા
38. વસંત જેવી સુંદર સ્ત્રી - ફાલ્ગુની
39. વિનાશ જન્માવનાર કેતુ - પ્રલયકેતુ
40. વેદનાનો ચિત્કાર - આર્તનાદ
41. શબ્દની મૂળ ઉત્પત્તિ - વ્યુત્પત્તિ
42. શાસ્ત્રનો જાણકાર મીમાંસક
43. સંપૂર્ણ પતન થાય તે - વિનિપાત
44. સંસારની આસક્તિનો અભાવ - વૈરાગ્ય
45. સમગ્ર જગતનું પોષણ કરનાર - વિશ્વંભર
46. સાંભળી ન શકનાર - બધિર
47. સામાન્યથી વધારે જ્ઞાન - અતિજ્ઞાન
48. સૂકા ઘાસના પૂળાની ગંજી - ઓઘલી
49. હવાઇ કિલ્લા ચણનાર - શેખચલ્લી
50. હાથીનો ચાલક - મહાવત.....

भाग 2

1. અણીના વખતે - તાકડે
2. અવાજની સૃષ્ટિ - ધ્વન્યાલોક
3. આંખ આગળ ખડું થઇ જાય તેવું - તાદ્શ
4. આખા દેશ માટેની ભાષા - રાષ્ટ્રભાષા
5. કુરાનના વાક્યો - આયાત
6. કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન - કોસ
7. કોઇ પવિત્ર કે યાત્રાની જગા - તીર્થ
8. ખરાબ રીતે જાણીતો - નામચીન
9. ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની - થૂલી
10. ચમકની છાંટવાળો આરસપહાણ - સંગેમરમર
11. ચાલવાનો અવાજ - પગરવ
12. જગતનું નિયંત્રણ કરનાર - જગતનિયતા
13. જેની કોઇ સીમા નથી તે - અસીમ
14. જેની પત્ની મૃત્યુ પામી છે તે - વિધુર
15. જેની બુદ્ધિ સ્થિર છે તે - સ્થિતપ્રજ્ઞ
16. જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ - પ્રજ્ઞાચક્ષુ
17. ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો - સવ્યસાચી
18. તત્વને જાણનાર - તત્વજ્ઞ
19. ધર્મમાં અંધ હોવું - ધર્માંધ
20. ધીરધારનો ધંધો કરનાર - શરાફ
21. નદીની કાંકરાવાળી જાડી રેતી - વેકરો
22. પગ વેડે કરવામાં આવેતો પ્રહાર - પદાઘાત
23. પગે ચાલવનો રસ્તો - પગદંડી
24. પરાધીન હોવાનો અભાવ - ઓશિયાળું
25. પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા - કાગવિદ્યા
26. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
27. પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું
28. પૂર્વ તરફની દિશા - પ્રાચી
29. પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ
30. પ્રયત્ન કર્યા વિના - અનાયાસ
31. પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય
32. બપોરનું ભોજન - રોંઢો
33. બારણું બંધ કરવાની કળ - આગળો
34. ભેંશોનું ટોળું _ ખાડું
35. ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી
36. મધુર ધ્વનિ - કલરવ
37. મરઘીનું બચ્ચું - પીલુ
38. મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ
39. રાત્રિનું ભોજન - વાળુ
40. લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું
41. લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી
42. લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
43. વહાણ ચલાવનાર - ખલાસી
44. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
45. વેપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો
46. શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
47. સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક
48. સવારનો નાVસ્તો - શિરામણ
49. સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
50. સ્પૃહા વિનાનું - નિ:સ્પૃ

શુક્રવાર, 11 માર્ચ, 2016

ગુજરાતી કહેવતો


👌101 ગુજરાતી કહેવતો..👌
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
😋તમને કેટલી કેહવત યાદ છે ?

💚૧, બોલે તેના બોર વહેચાય
💚૨. ના બોલવામાં નવ ગુણ
💚૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
💚૪. ડાહ્યી સાસરે ન જાય અને
💖ગાંડીને શીખામણ આપે
💚૫. સંપ ત્યાં જંપ
💚૬. બકરું કઢતા ઉંટ પેઠું
💚૭.રાજા, વાજા
💖 અને વાંદરાં ત્રણેય સરખાં
💚૮. સિધ્ધિ તેને જઈ વરે
💖જે પરસેવે ન્હાય
💚૯. બગલમાં છરી અને
💖ગામમાં ઢંઢેરો
💚૧૦. લૂલી વાસીદુ વાળે અને
💖 સાત જણને કામે લગાડે
💚૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો
💚૧૨. ખાલી ચણો વાગે ઘણો
💚૧૩. પારકી મા જ કાન વિંધે
💚૧૪. જ્યાં ન પહોચે રવિ,
💖ત્યાં પહોંચે કવિ
💖અને જ્યાં ન પહોંચે કવિ
💖ત્યાં પહોંચે અનુભવી
💚૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય
💚૧૬. દૂરથી ડુંગર રળિયામણાં
💚૧૭. લોભી હોય ત્યાં
💖ધૂતારા ભૂખે ન મરે
💚૧૮. શેરને માથે સવાશેર
💚૧૯. શેઠની શીખામણ ઝાંપા સુધી
💚૨૦. હિરો ગોગે જઈને આવ્યો
💖અને ડેલીએ હાથ દઈને
💖પાછો આવ્યો
💚૨૧. વડ જેવા ટેટા ને
💖બાપ જેવા બેટાં
💚૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ
💚૨૩. રામ રાખે તેને કોણ ચાખે
💚૨૪. ઊંટના અઢાર વાંકા
💚૨૫. ઝાઝા હાથ રળીયામણાં
💚૨૬. કીડીને કણ ને હાથીને મણ
💚૨૭. સંગર્યો સાપ પણ કામનો
💚૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
💚૨૯. નાચ ન જાને આંગન ટેઢા
💚૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે
💚૩૧. ચેતતા નર સદા સુખી
💚૩૨. સો દહાડા સાસુના
💖એક દાહડો વહુનો
💚૩૩. વાડ થઈને ચીભડાં ગળે
💚૩૪. ઉતાવળે આંબા ન પાકે
💚૩૫. સાપ ગયા અને
💖લીસોટા રહી ગયા
💚૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે
💚૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે
💚૩૮. કાશીમાં પણ
💖કાગડા તો કાળા જ
💚૩૯. કૂતરાની પૂંછડી
💖જમીનમાં દટો તો પણ
💖વાંકી ને વાંકી જ
💚૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં
💖અને વહુનાં લક્ષણ બારણાં માં
💚૪૧. દુકાળમાં અધિક માસ
💚૪૨. એક સાંધતા તેર તૂટે
💚૪૩. કામ કરે તે કાલા,
💖વાત કરે તે વ્હાલાં
💚૪૪. મા તે મા,
💖બીજા વગડાનાં વા
💚૪૫. ધીરજનાં ફળ મીઠાં
💚૪૬. માણ્યુ તેનું
💖સ્મરણ પણ લહાણું
💚૪૭. કૂવામાં હોય તો
💖હવાડામાં આવે
💚૪૮. સો સોનાર કી એક લૂહાર કી
💚૪૯. રાજા ને ગમે તે રાણી
💚૫૦. કાગનું બેસવુ
💖અને ડાળનું પડવું
💚૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
💚૫૨. ગાંડાના ગામ ન હોય
💚૫૩. સુકા ભેગુ લીલુ બળે
💚૫૪. બાવાનાં બેવુ બગડે
💚૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે
💖ત્યારે કપાળ ધોવા ન જવાય
💚૫૬. વાવો તેવું લણો
💚૫૭. શેતાનનું નામ લીધુ
💖શેતાન હાજર
💚૫૮. વખાણેલી ખીચડી
💖દાઢે વળગી
💚૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
💚૬૦. સંગ તેવો રંગ
💚૬૧. બાંધી મુઠી લાખની
💚૬૨. લાખ મળ્યાં નહિ
💖અને લખેશ્રી થયા નહિ
💚૬૩. નાણાં વગરનો નાથીયો ,
💖નાણે નાથા લાલ
💚૬૪. લાલો લાભ વિના ન લૂટે
💚૬૫. હિમ્મતે મર્દા
💖તો મદદે ખુદા
💚૬૬. પૈ ની પેદાશ નહી અને
💖ઘડીની નવરાશ નહી
💚૬૭. છાશ લેવા જવુ
💖અને દોહણી સંતાડવી
💚૬૮. ધોબીનો કૂતરો
💖ન ઘર નો , ન ઘાટનો
💚૬૯. ધરમની ગાયનાં
💖દાંત ન જોવાય
💚૭૦. હાથી જીવતો લાખનો ,
💖મરે તો સવા લાખનો
💚૭૧. સીધુ જાય અને
💖યજમાન રીસાય
💚૭૨. વર મરો, કન્યા મરો
💖પણ ગોરનું તરભાણું ભરો
💚૭૩. હસે તેનું ઘર વસે
💚૭૪. બેગાની શાદીમેં
💖અબ્દુલ્લા દિવાના
💚૭૫. ફરે તે ચરે,
💖બાંધ્યા ભૂખ્યા મરે
💚૭૬. ભેંસ આગળ ભાગવત
💚૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે
💖ને પાડોશીને આંટો
💚૭૮. રાત થોડી ને વેશ ઝાઝા
💚૭૯. ના મામા કરતાં
💖કાણો મામો સારો
💚૮૦. ભેંસ ભાગોળે
💖અને છાશ છાગોળે
💚૮૧. મન હોયતો માંડવે જવાય
💚૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે
💚૮૩. પારકી આશ સદા નીરાશ
💚૮૪. ઘરકી મુર્ગી દાલ બરાબર
💚૮૫. બાર વર્ષે બાવો બાલ્યો
💚૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા
💚૮૭. ભાવતુ હતું ને વૈદે કીધું
💚૮૮. જેને કોઇ ન પહોંચે
💖તેને તેનું પેટ પહોંચે
💚૮૯. નામ મોટા દર્શન ખોટા
💚૯૦. લાતોના ભૂત
💖વાતોથી ન માને
💚૯૧. ગાય વાળે તે ગોવાળ
💚૯૨. બાંધે એની તલવાર
💚૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા
💚૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
💚૯૫. મારું મારું આગવું
💖ને તારું મારું સહિયારું
💚૯૬. આગ લાગે ત્યારે
💖કૂવો ખોદવા ન જવાય
💚૯૭. આંધળામાં કાણો રાજા
💚૯૮. ઈદ પછી રોજા
💚૯૯. ખાડો ખોદે તે પડે
💚૧૦૦. ક્યાં રાજા ભોજ ,
💚ક્યાં ગંગુ તલી
💖૧૦૧. નમે તે સૌને ગમે

વાંચવા લાયક પુસ્તકો


►ઝેર તો પીધા છે જાણી જાણી - મનુભાઈપંચોળી
►સોક્રેટીસ - મનુભાઈ પંચોળી
►કૃષ્ણ નું જીવનસંગીત - ગુણવંત શાહ
►સેક્યુલર મુરરબો -- ગુણવંત શાહ
►કબિરા ખડા બાજાર મે -- ગુણવંત શાહ
►મન ના મેઘધનુષ - ગુણવંત શાહ
►મરો ત્યાં સુધી જીવો - ગુણવંત શાહ
►શ્વાસ ની એકલતા - ચંદ્રકાંત બક્ષી
►બક્ષીનામા - ચંદ્રકાંત બક્ષી
►પેરાલીસીસ - ચંદ્રકાંત બક્ષી
►ઇગો - ચંદ્રકાંત બક્ષી
►આકાર - ચંદ્રકાંત બક્ષી
►લીલી નસોમાં પાનખર - ચંદ્રકાંત બક્ષી
►બાકી રાત - ચંદ્રકાંત બક્ષી
►મહાજાતી ગુજરાતી - ચંદ્રકાંત બક્ષી
►જસ્ટ એક મિનીટ - રાજુ અંધારિયા
►સાત પગલાં આકાશ માં - કુન્દનિકા કાપડિયા
►પ્રેમ સમીપે - કુન્દનિકા કાપડિયા
►વંશ વિચ્છેદ - મહેશ યાજ્ઞિક
►અઘોર નગર વાગે- મોહનલાલ અગ્રવાલ
►ટારઝન - રમણલાલ સોની
►આંગતુક - ધીરુબેન પટેલ
►વાંસનો અંકુર - ધીરુબેન પટેલ
►પુરુષાર્થ ની પ્રતિમા ધીરુભાઈ અંબાણી -દિનકર પંડ્યા
►કુસુમમાળા - નરસિંહરાવ દિવેટિયા
►ટોલ્સટોયની ૨૩ વાર્તાઓ - ટોલ્સટોય ન હન્યતે– મૈત્રેયી દેવી સ્વર્ગની
►લગોલગ -મૈત્રેયીદેવી મનની વાત – સુધા મૂર્તિ
►મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ
►મન્ટોની વાર્તાઓ – શરીફા વીજળીવાળા
►અજાણીનું અંતર - શરીફા વીજળીવાળા
►અલગારી રખડપટ્ટી - રસિક ઝવેરી
►બાળપણના વાનરવેડા - વજુ કોટક
►વહાલના વલખા - જોસેફ મેકવાન
►આગંળિયાત - જોસેફ મેક્વાન
►ભદ્રમ્ભદ્ર - રમણલાલ નીલકંઠ

ગુરુવાર, 10 માર્ચ, 2016

સામાજિક વિજ્ઞાન ઘો. 7


ગુજરાત ના ઇતિહાસ વિશે...
રાજા વનરાજ ચાવડા જયશિખરી ના પુત્ર હતાં. વનરાજ ના મિત્ર અણહિલ ના નામ પર થી અણહિલપુર પાટણ નામ રખાયુ છે.અને વનરાજ ના સેનાપતી ચાંપરાજ ના નામ પરથી ચાંપાનેર નામ રખાયુ છે.
ચાવડાવંશનો સમયગાળો:ઇ.સ.૭૪૬ થી ૯૪૨
ચાવડાવંશ ના રાજાઓ: વનરાજ,યોગરાજ,ક્ષેમરાજ,ભુવડ,વૈરસિંહ,રત્નાદિત્ય,સામંતસિંહ(છેલ્લો રાજા)
સોલંકી રાજાઓ..
સિધ્ધરાજ જયસિંહ: સોલંકીવંશ નો પ્રતાપી રાજા, માળવા જીત્યા બાદ ‘અવંતીનાથ’ નુ બિરૂદ ધારણ કર્યુ. જુનાગઢ જીત્યા બાદ ‘જયસિંહ’ નુ બિરૂદ ધારણ કર્યુ.
સિધ્ધહેમ શબ્દાનુશાશન ગ્રંથ લખાવ્યો (હેમચંદ્રાચાર્ય પાસે)
સિધ્ધપુર ના રુદ્રમહાલય,પાટણ નુ સહસ્ત્રલીંગ તળાવ, ધોળકા નુ મલાવ તળાવ, વગેરે ના બાંધકામો મા સિધ્ધરાજ નો મહ્ત્વ નો ભાગ છે.
સિધ્ધરાજ ની માતા મિનળદેવી એ સોમનાથ જતા યાત્રીઓ માટે નો કર નાબુદ કરાવ્યો. અને રાણી ઉદયમતી એ રાણકીવાવ પણ બંધાવી.
રાજાઓ: મુળરાજ,ચામુંડરાજ,ભિમદેવપહેલો,કર્ણદેવ,સિધ્ધરાજ,કુમારદેવ,અજયપાળ,ત્રિભુવનપાળ
સ્વામી દયાનંદ સરસ્વતી: જન્મ- ટંકારા (મોરબી પાસે)
સ્વામીજી એ ૧૮૭૫ મા આર્યસમાજ બનાવ્યો
કાંગડીગુરુકુળ ની સ્થાપના કરી.
સત્યાર્થપ્રકાશ નામે ગ્રંથ લખ્યો.
મુળનામ: મુળશંકર કરશનજી ત્રવાડી.
પંડીત રવિશંકર મહારાજ
તેમનો જન્મ રઢુ ગામે થયો હતો.
પિતા નુ  નામ શિવરામ વ્યાસ હતુ.
કાળાકાયદા નો વિરોધ કર્યો અને આઝાદી ની લડત વખતે હિંદસ્વરાજ પુસ્તક ઘેર ઘેર વહેતુ કર્યુ, ગુજરાત રાજ્ય નુ ઉદઘાટન તેમના જસ્તે થયુ હતુ. ડાંડીકુચ વખતે તેઓ જે-તે સ્થળે વહેલા પહોચીં ને બધાની સેવા કરતા.
નાનાભાઇ ભટ્ટ: કેળવણીકાર હતા
દક્ષિણામુર્તી શિક્ષણ સંસ્થા ની સ્થાપના કરી.
૧૮૫૭ થી ગુજરાત મા સ્વતંત્ર્ય સંગ્રામો શરુ થયા હતા
ગુજરાત માં ૧૯૧૭ માં ખેડાસત્યાગ્રહ શરુ થયો. જે ગુજરાત નો સૌ પ્રથમ સંગ્રામ હતો.
તેમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ અગ્રણી હતા. આ સત્યાગ્રહ ખેડુતો નો પાક નિષફ્ળ ગયો હતો ત્યારે પણ અંગ્રેજો એ કરવેરા માફ નહોતા કર્યા એ માટે  થયો .
આ સત્યાગ્રહ વખતે મોહનલાલ પંડયા ને ડુંગળીચોર નુ બિરુદ્દ મળ્યુ હતુ.
ગુજરાત મા ૧૯૨૩ મા બોરસદ સત્યાગ્રહ થયો.
બોરસદ મા બહારવટીયાઓ નો ત્રાસ વધવાથી અંગ્રજ સરકારે વધારે પોલીસ ની વ્યવસ્થા કરી આપી પણ એ વધારા ની પોલીસ નો ખર્ચ ત્યાના લોકો ના માથે મુક્યો જીથી લોકો મા રોષ ફેલાણો અને સત્યાગ્રહ શરુ થયો.(અંદાજે અઢી રુપિયા કર લગાડ્યો હતો)
આ સત્યાગ્રહ ની આગેવાની સરદાર વલ્લભભાઇ પટેલે લીધી હતી.
સત્યાગ્રહના ૩૮ મા દિવસે અંગ્રજ સરકારે નમતુ જોખ્યુ અને સત્યાગ્રહ સફળ રહ્યો.
બારડોલી સત્યાગ્રહ
ગુજરાત મા ૧૯૨૮ મા ખેડુતો પર ૨૨% કર વધારી દેવામાં આવ્યો જેથી લોકો મા સરકાર પ્રત્યે રોષ ફેલાણો અને લોકોએ સરદાર ની આ સત્યાગ્રહ ની આગેવાની લેવા માટે આમંત્રણ આપ્યુ. અને વલ્લ્ભભાઇ એ નેતૃત્વ સ્વિકાર્યુ. સરદાર ની સાથે સાથે જુગતરામ દવે અને રવિશંકરમહારાજ પણ આ સ્ત્યાગ્રહ માં જોડાયા. સત્યાગ્રહ સફળ રહ્યો અને વલ્લ્ભ્ભાઇ ને “સરદાર” નુ બિરૂદ મળ્યુ.ત્યારે સરદારે બારડોલી માં “સ્વરાજ આશ્રમ” ની સ્થાપના કરી.
દાંડીકુચ.(૧૨ માર્ચ ૧૯૩૦):
૧૨ માર્ચ ૧૯૩૦ થી અમદાવાદ ના સાબરમતી આશ્રમ થી શરુ થયેલ દાંડીકુચ એક ઐતિહાસિક લડત હતી. કુલ ૩૬૦ કી.મી. નુ અંતર બધા જ સત્યાગ્રહીઓએ ૨૪ દિવસ માં કાપ્યુ હતુ. અને પાંચમી એપ્રીલે દાંડી પહોચ્યા હતા અને ૬ એપ્રીલે બાપુએ મીઠા નો કાયદાનો ભંગ કર્યો હતો.કુલ ૭૬ સાથીદારો સાથે આ કુચ થઇ હતી.
ધરાસણા સત્યાગ્રહ : ગાંધીજી અને અબ્બાસ તૈયબજી જેવા મોટ નેતાઓ ની ધરપકડ થતા સરોજીની નાયડુ એ આ સત્યાગ્રહ ની આગેવાની લીધી હતી. ૨૨ મે ના દીવસે શરુ આ લડત મા ખાન અબ્દુલગફાર ખાને અહિંસક લડત કરી જેથી તેઓ “સરહદ ના ગાંધી” તરીકે ઓળખાયા.

હિન્દછોડો ચળવળ: ૯-૮-૧૯૪૨ ના રોજ મોટા મોટા નેતાઓ ની ધરપકડ થતા વિદ્યાર્થીઓ એ હડતાળો પાડી અને મિલમજુરો પણ ૧૨૦ દીવસ ની હડતાળ પર ઉતરી ગયા.આ જ સમયગાળા માં ઓગસ્ટ મહિના માં ખડિયા માં સરધસ નિકલ્યુ અને તેમા ઉમાકાંતકડીયા નામનો યુવા મૃત્યુ પામ્યો. ત્યારબાદ ગુજરાત કોલેજ ના મેદાન મા અંગ્રેજો સામે વિરોધપ્રદર્શણ માં વિનોદકીનારીવાલા નામ નો યુવાન પણ શહીદ થયો.
પુર્ણિમાબેન પકવાસા: સાપુતારા માં “ઋતુંભરા” વિદ્યાપીઠ ના સ્થાપક અને હરિજનવાસ માં બાળકો ને શિક્ષણ આપનાર,”ડાંગ ની દીદી” તરેકે પ્રખ્યાત પુર્ણિમાબેન પકવાસા એક કુશળ સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ એ કસ્તુરબાને પણ ભણાવેલા.
ચરોતર ના નરસિંહભાઇ પટેલ : નરસિંહભાઇ એ બંગાળી પુસ્તિકા “મુક્તિ કૌન પથેર” નો ગુજરાતી અનુવાદ કર્યો હતો. આ પુસ્તક મા બોમ્બ બનાવવાની પધ્ધતી હતી.
મુદ્દુલાબેન સારાભાઇ: વિદેશીકાપડ નો વિરોધ તથા દારુબંધી ના હિમાયતી  હતા

સોમવાર, 7 માર્ચ, 2016

Exam planning









શું તમને અને તમારા બાળકને પરીક્ષા નો ડર સતાવે છે? તો વાંચો તમારા ડર ને દુર કરનાર આ લેખ


વ્‍હાલા પરિક્ષાર્થી મિત્રો,
નમસ્‍કાર ગામ આખું પરિક્ષા-પરિક્ષાના હોહા અને દેકારા કરી રહ્યું છે. આખા શહેરના ઘરે ઘરમાંથી કોક ગુજરી ગયું હોય એવું સોગીયું વાતાવરણ ચારેબાજુ થઇ ગયું છે. શું થાશે ? કેવા પેપર નીકળશે ? અમારા છોકરાઓને કેટલા ટકા આવશે ? આવા અઢળક યક્ષપ્રશ્નો વિદ્યાર્થીઓ કરતાં વાલીઓ આખા ગામને પુછી રહ્યાં છે.
યુવાન દોસ્‍તો યાદ રાખજો ‘જીંદગી કી કોઇ ભી એકઝામ દેને કી એક હી રીત હૈ કીં ડર કે આગે જીત હૈ.'' પરિક્ષાથી ફાટી ન પડો, પરિક્ષાને ડરાવો કે જોઇ લે મારો કોન્‍ફીડન્‍સ અને મારી મહેનત કેટલી જોરદાર છે. જમ્‍યા પછી કોઇ દિવસ તમે પેટને પૂછયું કે એય પેટ જમવાનું પચશે ને ? સવારે લોચો નહીં થાય ને ? તો વાચ્‍યા પછી તમારા મેમરી સેકશન ને શા માટે પૂછો છો કે એય મગજ તને યાદ રહેશે ને ? તું આ સવાલનો જવાબ ભૂલી નહીં જાય ને ? તમારા પાચનતંત્ર જેટલો જ ભરોસો તમારી યાદશકિત ઉપર રાખો તો પરિક્ષાનો જંગ જીત્‍યા સમજજો.
પરિક્ષાના દિવસોમાં એલર્ટ થવું જરૂરી છે પરંતુ અધમુઆ થવાની જરૂર નથી. તમે દુનિયાના સૌથી હોશિયાર વિદ્યાર્થી છો અને તમને બધુ જ આવડે છે. આટલો વિચાર કરીને જ વાંચવા બેસજો. તમને જે આવડતું નથી એ ભુલી જાઓ એ પરિક્ષામાં પુછાવાનું નથી.
યાદ રાખજો પરિક્ષા વખતે કાંઇ યાદ ન આવે તોય કાંઇ તમે જીંદગી હારી નથી ગયા. દસમા અને બારમાની પરિક્ષા પૂરી થયા પછી જ જીંદગીની સાચી પરિક્ષા શરૂ થાય છે.
પરિક્ષા વખતે સ્‍ટ્રેસ ફ્રી થવા માટે અરિસાની સામે બે મિનિટ ઉભા રહો. એક મસ્‍ત સ્‍માઇલ ફેંકીને તમારી જાતને જોરથી કહો કે યુ આર ધ બેસ્‍ટ પર્સન ઓફ ધ વર્લ્‍ડ.
ઇશ્વર પર ભરોસો અને ઇશ્વર કરતા પણ બે દોરા વાર વધારે તમારી જાત ઉપર ભરોસો રાખો. છેલ્લી ઘડી સુધી વાંચ-વાંચ કરવાથી બધુ ભૂલાઇ જશે. દસ મિનિટ માટે એકઝામીનેશન હોલમાં પગ મુકતાં પહેલાં એકાદ ગમતું ગીત સાંભળી કે ગણગણી લ્‍યો... બે ચાર જોક સાંભળી લ્‍યો... ખડખડાટ હસીને પરિક્ષા દેવા બેસો જો તમે ધાર્યા હોય તેના કરતા બે ટકા વધારે ન આવે તો તમારૂ જોડુને મારૂ માથુ... !
બાકી તો એકઝામ અને ટ્રાફિક જામ બંનેમાં દેકારા અને પડકારા હોય જ... ! રીલેકસ ઓલ ઇઝ વેલ જ હો... !
જો ડર ગયા ઇ સાગમટે મર ગયા. હસતા મોઢે પરિક્ષા આપો. એરંડીયા પીધેલ મોઢે કોઇ દી' કારકીર્દીના ઉદ્ધાર ન

પરીક્ષા પાથેય

Best of Luck
વાચકમિત્રો,

બોર્ડની પરીક્ષા ટકોરા મારી રહી છે, ખરું ને..... આ જ બાબતને અનુલક્ષીને બોર્ડની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ અને તેમના પેરેન્ટ્સને ઉપયોગી થાય તે હેતુ સાથે Best of Luck વિષય હેઠળ સરળ ભાષામાં પરીક્ષાને લગતી માહિતી આપવાનો પ્રયત્ન કરું છું. આ સમગ્ર બાબત જણાવતાં પહેલાં વાલીમિત્રોને અરજ છે કે, તેઓ પોતે પણ સમજે અને પોતાના બાળકને પણ સમજાવે કે – “કોઈ પણ પરીક્ષા જિંદગીની આખરી પરીક્ષા હોતી નથી, આ પરીક્ષા પણ અન્ય પરીક્ષા જેવી જ છે અને તે પણ સારી રીતે પાર પડી જ જશે... ” આ પ્રકારનો આત્મવિશ્વાસ બાળકમાં ઉત્પન્ન કરશો અને વિદ્યાર્થીના સાચા માર્ગદર્શક કે પથદર્શક બનશો તેવી અપીલ છે....
〰〰〰〰〰〰〰〰〰〰
हर कामयाबी पर आपका नाम होगा,
आपके हर कदम पर दुनिया का सलाम होगा ।
मुश्किलों का सामना हिम्मत से करना,
उम्मीद है एकदिन वक्त भी आपका गुलाम होगा ।।
〰〰〰〰〰〰〰〰〰〰
વિદ્યાર્થીમિત્રોએ ધ્યાનમાં રાખવાની બાબતો
〰〰〰〰〰〰〰〰〰〰
- ઈશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરો.
- મહેનતનો બીજો કોઈ શોર્ટકટ નથી – આ બાબત સમજી અને સ્વીકારી લો.
- આયોજનપૂર્વકની ચોક્કસ દિશામાં કરેલી મહેનત જ સફળતા અપાવશે.
- વિનમ્ર બની તમારામાં રહેલી ઉણપોને દૂર કરો અને તેને દૂર કરવા હંમેશા પ્રયત્નશીલ રહો.
- આખું વર્ષ મહેનત કરી છે, તો પરીક્ષાના દિવસો દરમિયાન ખોટા ઉજાગરા ન કરો.
- અનેક પરીક્ષાઓ આપી છે, તો પરીક્ષાનો ખોટો ડર ન રાખો. પરીક્ષા આપો હસતાં... હસતાં...
- છેલ્લા સમયે IMP ક્યાંથી મળશે તેમાં સમય વ્યતિત ન કરતાં પોતાના પર વિશ્વાસ રાખી મહેનત કરો.
- ગોખણપટ્ટી કરવાને બદલે સમજી અને યાદ રાખવાનો પ્રયત્ન કરો.
- શક્ય હોય તો એકાંતમાં મોટેથી વાંચો.
- પ્રશ્નપત્ર લખવાની પ્રેક્ટિસ કરો, જેથી વધુ યાદ રહેશે અને લખવાની ઝડપ વધશે.
- રિસિપ્ટનું ક્યારેય પણ લેમિનેશન કરાવવું નહીં.
- પરીક્ષામાં મોડા ન પડાય, માંદા ન પડાય, રિસિપ્ટ ખોવાઈ ન જાય તેની તકેદારી રાખો.
- ટાઈમટેબલમાં ગેરસમજ ન થાય તેની કાળજી રાખો.
〰〰〰〰〰〰〰〰〰〰
પરીક્ષા અગાઉ
〰〰〰〰〰〰〰〰〰〰
- ભણવા માટે ટાઈમ ટેબલ બનાવો.
- નોટ્સ, ચાર્ટ, ડાયાગ્રામનું પુનરાવર્તન કરો.
- પાઠયપુસ્તકના સ્વાધ્યાય આધારિત પ્રશ્નોને સૌ પ્રથમ ન્યાય આપો.
- મહત્ત્વના મુદ્દાઓને હાઈટલાઈટ કરીને રાખો અને સતત તેનું પુનરાવર્તન અને મનન કરો.
- રિવીઝન કરતી વખતે દરેક બાબતને પૂરેપૂરી ન વાંચતા મહત્ત્વના મુદ્દાઓ પર નજર ફેરવો.
- સવારના સમયે આછા સૂર્યપ્રકાશમાં બેસીને વાંચવું ફાયદાકારક રહેશે.
- દરેક પ્રકરણને એક કલાકના સમયમાં સેટ કરો, જેમાં 45 મિનિટ વાચોં અને 10 મિનિટનો બ્રેક લો.
- પરીક્ષા સમયે બધું ભૂલી જવાશે તેવો ડર મનમાંથી કાઢી નાંખો, બૅક માઈન્ડમાં બધું સ્ટોર હોય જ છે.
- નજીકના દિવસોમાં નવું વાંચન કરવાને બદલે અગાઉ વાંચન કર્યું હોય તેનું પુનરાવર્તન કરો.
- મોડી રાત સુધી વાંચવાને બદલે વહેલી સવારનું વાંચન યોગ્ય રહેશે.
- પરીક્ષા અગાઉ અને પરીક્ષા વખતે ખાવામાં કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.
〰〰〰〰〰〰〰〰〰〰
પરીક્ષાના દિવસે...
〰〰〰〰〰〰〰〰〰〰
- પરીક્ષા આપવા જતાં પહેલાં ઈષ્ટદેવ તેમજ વડીલ સભ્યોના આશીર્વાદ લેવાનું ચૂકશો નહીં.
- પરીક્ષાના પહેલા દિવસે પરીક્ષા સ્થળે ઓછામાં ઓછા એક કલાક પહેલાં અને અન્ય દિવસોમાં અડધા કલાક પહેલાં પહોંચવું યોગ્ય રહેશે.
- પરીક્ષા માટે જરૂરી રિસીપ્ટ, પેન, પેન્સિલ, રબર, સ્કૅલ, પારદર્શક પૅડ, પારદર્શક પાણીની બોટલ વગેરે લેવાનું ભૂલશો નહીં.
- રિસીપ્ટની ઝેરોક્ષ કઢાવી ઘરના સભ્યોને માલુમ હોય તેવી જગ્યાએ રાખવી આકસ્મિક પરિસ્થિતિમાં મદદરૂપ બનશે.
〰〰〰〰〰〰〰〰〰〰
વર્ગખંડમાં રાખવાની કાળજી
〰〰〰〰〰〰〰〰〰〰
- પરીક્ષાના આગલા દિવસે પરીક્ષા સ્થળ અને વર્ગખંડની રૂબરૂ મુલાકાત લો, જેથી પરીક્ષાના દિવસે કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે દોડા દોડ ન થાય.
- પરીક્ષા ખંડમાં જતાં પહેલાં વૉશરૂમ જઈ આવવું, જેથી પરીક્ષા વખતે ખોટી દોડા-દોડ ન થાય.
- પરીક્ષા આપતાં પહેલાં તમારી બેઠકની આજુ બાજુમાં કોઈપણ પ્રકારના પેપરના ટુકડા કે બૅન્ચ પર કોઈ પણ પ્રકારની લખાણ લખેલું નથી તે ચકાસી લેવું. આ પ્રકારની પરિસ્થિતિમાં તમે સુપરવાઈઝરને આ બાબતે જાણ કરી કરી શકો છો.
- પરીક્ષા દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં.
- ઉત્તરવહીના મુખ્ય પાના પરની તેમજ OMR જવાબપત્ર પરની માહિતી ખૂબ જ કાળજી અને ચિવટપૂર્વક ભરો. તેમાં ભૂલ ન થાય કે ચેક-ચાક ન થાય તે બાબતે ચોક્કસ રહો.
- પરીક્ષા દરમિયાન ખૂબ જ વિનમ્ર રહો. સુપરવાઈઝર અને અન્ય સ્ટાફ મિત્રો સાથે નમ્રતાપૂર્વકનો વ્યવહાર કરો.
- ચાલુ પરિક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તુરંત જ સુપરવાઈઝરશ્રીને નિઃસંકોચપણે જણાવો.
- બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકર લગાવવા બાબતે ચોક્કસ રહો.
- વૉર્નીંગ બૅલ પહેલાં પ્રશ્નપત્ર પૂરું કરવાનો પ્રયત્ન કરો. ત્યાર બાદના સમયમાં સપ્લીમેન્ટરી બાંધી, ઉત્તરવહી પરની વિગતો, લીધેલ સપ્લીમેન્ટરી સાથેનું ટોટલ, તમામ પ્ર.  લખાઈ ગયા છે કે કેમ તે ચકાસી લો.
〰〰〰〰〰〰〰〰〰〰
પ્રશ્નપત્ર લખતી વખતે...
〰〰〰〰〰〰〰〰〰〰
- ઉત્તરવહીમાં માત્ર બ્લૂ પેનનો જ ઉપયોગ કરો, જરૂર જણાય તો પેન્સિલનો ઉપયોગ કરી શકાય.
- પ્રશ્નપત્ર હાથમાં આવે તે પહેલાં ઉત્તરવહી પરની તમામ વિગતો ભરવાનું કાર્ય પૂર્ણ કરો.
- પ્રશ્નપત્ર જોઈને ગભરાઈ ન જવા. પ્રશ્નોની ભાષા બદલી હોઈ શકે, ધીરજપૂર્વક પ્રશ્ન વાંચો અને આવતા પ્રશ્નને સૌ પ્રથમ લખો.
- પ્રશ્નપત્ર એક વાર વાંચી લો અને આવડતા પ્રશ્નના જવાબો પહેલાં લખો. જવાબ લખવામાં ટાઈમ લિમીટ બાંધો.
- પ્રશ્નને યોગ્ય રીતે વાંચો અને તેને અનુરૂપ મુદ્દાસર જવાબ આપો. બિનજરૂરી અને યોગ્ય ન હોય તેવું લખાણ લખી ખોટા પાના ન ભરશો.
- ઉત્તરવહીમાં યોગ્ય હાંસીયો છોડીને લખવાનું રાખો.
- સવાલનો બરાબર સમજો, વિચારો અને ત્યાર બાદ મુદ્દાસર લખવાનું શરૂ કરો.
- અઘરો લાગતો તેમજ ના આવડતા પ્રશ્નોના પણ જવાબ લખવા જોઈએ. કોઈ પણ સવાલ છોડવા ન જોઈએ. એક વાર લખવાનું શરૂ કરશો એટલે બધું યાદી આવવા લાગશે.
- સ્વચ્છતા જાળવો. બિનજરૂરી ચેકચાક ન કરો.
〰〰〰〰〰〰〰〰〰〰
પેરેન્ટ્સ જરા સંભાલ કે ...
〰〰〰〰〰〰〰〰〰〰
- તમારા બાળકને વાંચવા માટે યોગ્ય જગ્યા, એકાંત, શાંતિવાળું વાતાવરણ મળે તેવી વ્યવસ્થા કરો.
- સંબંધીઓ શુભેચ્છાઓ આપવા જઈને વિદ્યાર્થીનો સમય ન બગાડે તેની કાળજી રાખો.
- વધુ પડતી અપેક્ષાઓનું બિનજરૂરી ભારણ બાળક પર નાખશો નહીં.
- તમારા બાળકની ક્ષમતા તમે જાણો છે, તેથી વધુ આશા ન રાખો.
- બાળકને વારંવાર ટોક-ટોક ન કરો.
- નેગેટિવ બાબતો વારંવાર કહી તેને માનસિક ત્રાસ ન આપો.
- બાળકને ખોટા પ્રશરાઈઝ ના કરો.
- તેના માર્ગદર્શક બનો, મિત્ર બનો.
〰〰〰〰〰〰〰〰〰〰
પરીક્ષા પછીનો ઍક્શન પ્લાન
〰〰〰〰〰〰〰〰〰〰
- ધો. 10 ના વિદ્યાર્થીઓએ વાલી સાથે વિજ્ઞાન કે સામાન્ય પ્રવાહ લેવા બાબતે નિખાલસ ચર્ચા કરવી જોઈએ.
- ધો. 12 ના વિદ્યાર્થીઓએ ત્યાર બાદ ઉપલબ્ધ વિવિધ વિકલ્પો વિશે વિચારવું જોઈએ.
- વૅકેશનનો દુરુપયોગ ન કરતાં કમ્પ્યૂટર, અંગ્રેજી, અક્ષર સુધારણા પ્રકારના કોર્ષ કરી આત્મવિકાસ કરવો.
- વર્તમાનપત્રમાં આવતાં શૈક્ષણિક સમાચારો નિયમિત રીતે વાંચવા જોઈએ.
- જે તે અભ્યાસક્રમ બાબતે તેની માન્યતા પ્રાપ્ત વેબસાઈટ પરથી માહિતી મેળવો.
- જો લાગુ પડતું હોય તો શિષ્યવૃત્તિ અંગેની વિવિધ જાહેરાતો અને વેબસાઈટનો ઉપયોગ કરો.
- કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં હાલની પરિસ્થિતિની સાથે તે કોર્ષ પૂર્ણ કર્યા બાદ તેની સ્થિતિ કેવી હશે તેને અનુરૂપ નિર્ણય લેવો યોગ્ય રહેશે.
- તમારા અન્ય મિત્રોનું આંધળું અનુકરણ ન કરતાં પોતાની ક્ષમતાને આધારે જ નિર્ણય લેવો યોગ્ય રહેશે.
સર્વે પરીક્ષાર્થી મિત્રોને પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરી શકો તે માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ....
દશૅન પટેલ શ્રી ગઢડીયા પ્રાથમિક શાળા