સોમવાર, 1 ઑગસ્ટ, 2016

positive attitude


એક યુવાન જીવનથી ખુબ કંટાળેલો હતો. સુખ સુવિધાના તમામ સાધનો હોવા છતાં પણ નિરાશા અને હતાશા એને સતત પરેશાન કરી રહી હતી. એક દિવસ એ કોઈ વિદ્વાન માણસને મળવા ગયો અને પોતાના જીવનની બધી જ વાતો આ વિદ્વાન માણસને કરીને નીરશા-હતાશાને દૂર કરવાનો ઉપાય બતાવવા માટે વિનંતી કરી.

 વિદ્વાન માણસે કહ્યું, “ભાઈ ઉપાય તારી પોતાની પાસે જ છે અને તું ઉપાય જાણવા માટે ભટકી રહ્યો છે.” પેલા માણસે વિદ્વાનને પ્રશ્ન કર્યો, “એ વળી કેવી રીતે?” વિદ્વાને કહ્યું, “તમે મોબાઈલનો ઉપયોગ કરો છે કે નહિ?” સામે તુરંતજ જવાબ મળ્યો, “અરે મોબાઈલ વાગે કેવી રીતે જીવી શકાય ! હું એક નહિ ત્રણ ત્રણ મોબાઈલ રાખું છું.”

વિદ્વાને આ વાતને આગળ વધારતા કહ્યું, “આ તમારા મોબાઈલમાં કોઈના મેસેજ આવે તો પછી તમે શું કરો? એ બધા જ મેસેજને સાચવીને રાખો ખરા ?” પેલા માણસે કહ્યું, “ના મહારાજ, બધા જ મેસેજ કામના નથી હોતા,  અમુક તો સાવ ફાલતું હોય એને તો વાંચ્યા વગર જ ડીલીટ કરી નાખું. જો સારા મેસેજ હોય તો મિત્રોને ફોરવર્ડ કરું અને કેટલાક મેસેજ તો ખુબ જ સારા હોય તો એને સાચવીને રાખું અને નવરાશના સમયે એને ફરી ફરીને વાંચું.”

વિદ્વાન માણસે યુવાનનો હાથ પકડીને કહ્યું, “ભાઈ આ મેસેજની જેમ આપના જીવનમાં પણ રોજ-બરોજ અનેક ઘટનાઓ બનતી રહે છે. જે ઘટનાઓ સાવ ફાલતું હોય તેને તરત જ ડીલીટ કરી દેવી. જે ઘટના સારી હોય એ આપણા પુરતી માર્યાદિત ન રાખતા મિત્રો વચ્ચે વહેચવી અને કેટલીક ઘટનાઓ એવી હોય કે જેને હદયના ઊંડા ખૂણે સાચવીને રાખી મુકવી અને નવરાશના સમયે એ ઘટનાઓને વાગોળવી.”

મિત્રો, આપણે બધા મોબાઈલનો ઉપયોગ કરીએ જ છીએ મોબાઈલમાં આવતા ફાલતું મેસેજને તુરંતજ ડીલીટ કરી નાખનારા આપણે બધા જીવનની ફાલતું ઘટનાઓને કેમ સેવ કરીને રાખીએ છીએ? અને જે સેવ કરવા જેવી ઘટનાઓ છે એને ડીલીટ કરી નાખીએ છીએ. કોઈ બાળકે આપેલું સ્મિત ભૂલી જાય છે અને કોઈએ આપેલી ગાળ જિંદગીભર યાદ રહે છે.

દૂર કરો જીવનની બધી નકામી ઘટના,
થાય જેનાથી દુઃખ ન કરો એની રટના .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો